ચંડીગઢ: પંજાબમાં આજે આશરે ત્રણ લાખ સરકારી કર્મચારીઓ હડતાળ પર રહેશે. કર્મચારીઓની હડતાળને કારણે સરકારી કામકાજ પ્રભાવિત થવાની આશંકા છે. કર્મચારીઓની માગો લઈને સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. હડતાળને કારણે સામાન્ય લોકોને સરકારી કચેરીઓમાં પોતાનાં કામ કરાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
માગોને લઈને કર્મચારીઓએ સરકાર સામે મોરચો ખોલ્યો
પંજાબમાં સરકારી કર્મચારીઓ પોતાની માગોને લઈને સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે. કર્મચારીઓની હડતાળને લઈને હલચલ તેજ બની છે. આવી સ્થિતિમાં સરકારી કચેરીઓનાં કામકાજ પર અસર પડવાની શક્યતા છે.
આ કર્મચારીઓએ સામૂહિક આકસ્મિક રજા પર જવાની જાહેરાત કરી છે. તેને કારણે રાજ્યભરની સરકારી કચેરીઓમાં કામકાજ પ્રભાવિત થવાની આશંકા છે. આ હડતાળની અસર પંજાબ સિવિલ સચિવાલયના કામકાજ પર પણ પડી શકે છે. આ ઉપરાંત પંજાબ રોડવેઝ અને પીઆરટીસીની બસ સેવાઓ પણ પ્રભાવિત થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારના કર્મચારીઓ લાંબા સમયથી પોતાની પડતર માગોને લઈને વિરોધ કરી રહ્યા છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે તેમની માગો અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી. આથી બે દિવસની સામૂહિક આકસ્મિક રજા લઈને વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારી બસોનું સંચાલન પ્રભાવિત થવાની આશંકા
આ હડતાળની સૌથી વધુ અસર રોડવેઝની સેવાઓ પર પડી શકે છે, જેને કારણે લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. રાજ્યમાં 3000થી વધુ સરકારી બસોનું સંચાલન પ્રભાવિત થવાની આશંકા છે. પંજાબ રોડવેઝ, પનબસ અને પેપ્સુ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (પીઆરટીસી)ના કોન્ટ્રેક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓ પણ પોતાની માગોને લઈને અનિશ્ચિત સમયની હડતાળ પર ઊતરી ગયા છે. તેને કારણે પંજાબ ઉપરાંત ચંડીગઢ અને અન્ય રાજ્યો માટેની બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે.
Amritsar, Punjab: Punjab Roadways and PRTC-PUNBUS contractual workers have launched an indefinite strike after talks with the Transport Minister failed, demanding regularisation of jobs and withdrawal of cases against employees https://t.co/ebm7GIWXoW
— IANS (@ians_india) October 21, 2026
મંગળવાર સાંજથી જ બસ સેવાઓ પર અસર
પંજાબ રોડવેઝ, પનબસ અને પીઆરટીસી કોન્ટ્રાક્ટ વર્કર્સ યુનિયનના એક સભ્યના જણાવ્યા અનુસાર, મંગળવારે બપોર પછી વિવિધ ડેપોના ડ્રાઇવરો અને કંડક્ટરોએ રાત્રિ રોકાણ સાથેની લાંબા અંતરની બસ સેવાઓ ચલાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ બસોને પાછી ડેપોમાં ઊભી રાખવામાં આવી હતી.






