બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફના પુત્ર અને જાણીતા એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ પર રવિવારની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં અંદાજે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટાઈગર શ્રોફ ફૂટબોલ રમીને પોતાની ગાડીમાં ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી રહ્યા હતા, તે જ વખતે મુખ્ય દરવાજા પર તેમની કાર પર તાબડતોબ ગોળીઓ વરસાવવામાં આવી હતી. આ હુમલા દરમિયાન ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રશંસકો પોતાના મનપસંદ કલાકારનો વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા, જેના કારણે ગોળીબારની આ આખી ઘટના કેમેરામાં આદપૂર્વક કેદ થઈ ગઈ છે. મુંબઈ પોલીસે આ મા અંગે માહિતી આપતા જણાવ્યું છે કે આ હુમલામાં ટાઈગર શ્રોફને કોઈ ઈજા થઈ નથી અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે, તેમની કારના ડ્રાઈવર સહિત અન્ય બે લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટાઈગર શ્રોફની ગાડી જુહુના જેવીપીડી ગ્રાઉન્ડમાંથી બહાર આવી રહી છે. ગેટ પર ભારે ભીડ હોવાના કારણે વાહનની ગતિ ખૂબ જ મંદ હતી. પ્રશંસકો પોતાના ચહેતા સ્ટારને કેમેરામાં ઝડપી લેવા માટે આતુર હતા, તે જ ક્ષણે ગોળીઓનો અવાજ ગુંજી ઉઠતા વાતાવરણમાં એકાએક અફરા-તફરી મચી ગઈ હતી અને ત્યાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પાંચ રાઉન્ડ ફાયરિંગનો અવાજ
વિડિયોમાં સંભળાઈ રહેલા અવાજ પરથી સ્પષ્ટ થાય છે કે હુમલાખોરો દ્વારા ત્યાં આશરે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબાર શરૂ થતાં જ લોકો ચીસાચીસ કરવા લાગ્યા અને જીવ બચાવવા માટે અહીંતહીં દોડવા લાગ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો ‘ટાઈગર ભાઈ, ટાઈગર ભાઈ’ એવી બૂમો પણ પાડી રહ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ આ હુમલો કરનાર ત્રણ શખ્સો હતા જે મોટરસાઇકલ (બાઈક) પર સવાર થઈને આવ્યા હતા. ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો તરત જ ફરાર થઈ ગયા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીઓની શોધખોળ માટે કુલ 15 ટીમોની રચના કરી છે. આ દુર્ઘટના બાદ ટાઈગર શ્રોફના ડ્રાઈવરને તાત્કાલિક સારવાર અર્થે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક 35 વર્ષીય વ્યક્તિને કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની પ્રવર્તમાન સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
લોરેન્સ ગેંગે લીધી હુમલાની જવાબદારી
આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગના અનિલ પંડિત દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સ્વીકારવામાં આવી છે. આ વાયરલ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “જય મહાકાલ…જય શ્રી રામ. રામ રામ જી તમામ ભાઈઓને. આજે જે આ ટાઈગર શ્રોફનું કામ થયું છે, તેની જવાબદારી હું અનિલ પંડિત અને હરમાન સંધુ લઈએ છીએ. આને અમે ફોન કરીને સમજાવ્યું હતું, પણ આને સમજ ન પડી, એટલે આજે આને સારી રીતે સમજાવી દીધું. અને મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં જે કોઈ પણ આપણી વાત નહીં સાંભળે અથવા સલમાન ખાન સાથે કામ કરશે, તો આગામી નંબર તેનો હશે. રાહ જુઓ અને જોતા રહો.”






