સુરેન્દ્રનગર: આજે મેઘરાજાએ જિલ્લાને ઘમરોળ્યું છે. માત્ર 4 કલાકમાં 187 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં અનેક તાલુકામાં ચાર ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના જ દૃશ્યો જોવા મળી રહ્યા છે. લખતરમાં બે કલાકમાં જ ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં પાણીની ભારે આવક થતાં 10 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામોને એલર્ટ
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં 22,666 ક્યુસેક પાણીની નવી આવક થતાં ડેમના 10 દરવાજા 1.82 મીટર સુધી ખોલવામાં આવ્યા; હાલ 20,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.
— Collector Surendranagar (@CollectorSRN) August 1, 2026
જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામ નજીક આવેલી ઉમઈ નદીનો પાળો તૂટતાં તેના પૂરના પાણી લીલાપુર ગામના ભરવાડ વાસમાં ફરી વળ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોની ઘરવખરી સહિતનો સામાન પલળી જતાં ભારે નુકસાન થયું છે. ગામમાં એકબાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં લીલાપુર ગામ સંપર્કવિહોણું બન્યું છે.
આ પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત તેમજ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી.#નાયકા_ડેમ #સુરેન્દ્રનગર
#Monsoon2026 #StayAlert@CMOGuj @revenuegujarat @InfoGujarat @Info_SNagar_GoG pic.twitter.com/Euck3qbwW1— Collector Surendranagar (@CollectorSRN) August 1, 2026
મુળીનો નાયકા ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા તરફ પહોંચી ગયો હતો. ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા જળસપાટી જાળવી રાખવા માટે ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે.
આ પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત તેમજ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી.#નાયકા_ડેમ #સુરેન્દ્રનગર
#Monsoon2026 #StayAlert@CMOGuj @revenuegujarat @InfoGujarat @Info_SNagar_GoG pic.twitter.com/Euck3qbwW1— Collector Surendranagar (@CollectorSRN) August 1, 2026
સુરેન્દ્રનગર શહેરની પાણીની જરૂરિયાતો પૂરો પાડતો મહત્વનો ધોળીધજા ડેમ પણ ૧૦૦% ભરાઈને ઓવરફ્લો થઈ ગયો છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જવાથી ખેડૂતો અને સ્થાનિક નાગરિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, પરંતુ સાથે જ જળસ્તર વધતા તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
🌧️ વરસતા વરસાદ વચ્ચે પણ વહીવટી તંત્રની કામગીરી અવિરત…
ચુડા ગામ–ચુડા ચોકડી માર્ગ પર ભારે વરસાદથી બ્લોક થયેલા નાળાનું તંત્રએ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે બ્લોકેજ દૂર કરીને પાણીનો ઝડપી નિકાલ કર્યો, pic.twitter.com/YaDeMuMcF3— Info Surendranagar GoG (@Info_SNagar_GoG) August 1, 2026
ધોધમાર વરસાદને પગલે સુરેન્દ્રનગરના લખતરમાં જળભરાવ થયો છે. લખતર ઇગરોડી ગામ સંપર્ક વિહોણું થયુ છે. તમામ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. ગામમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ગામલોકોએ તંત્રને રાહત અને બચાવ કામગીરી માટે સંપર્ક કર્યો છે.




