ગાંધીનગર: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના મુંબઈ પ્રાદેશિક કાર્યાલય દ્વારા ગાંધીનગરમાં એક નવું સુસજ્જ ‘આધાર સેવા કેન્દ્ર’ (ASK) શરૂ કરવામાં આવ્યું છે. નાગરિકોને સરળતાથી ડિજિટલ આઇડેન્ટિટી સેવાઓ પહોંચાડવા અને ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનને વધુ મજબૂત કરવાના હેતુથી આ કેન્દ્ર કાર્યરત કરાયું છે.
કેન્દ્રની મુખ્ય વિશેષતાઓ અને સેવાઓ:
-
સ્થળ અને સમય: આ કેન્દ્ર કુડાસણમાં ગાંધીનગર-કોબા હાઇવે પર સ્વાગત રેઇન ફોરેસ્ટ-૨ (શોપ નં. ૬, ૭, ૮, ગ્રાઉન્ડ ફ્લોર, એક્સિસ બેંક પાસે) ખાતે આવેલું છે. આ ASK અઠવાડિયાના તમામ ૭ દિવસ ખુલ્લું રહેશે.
-
મિલતી સેવાઓ: કેન્દ્ર પર નવી નોંધણી (એનરોલમેન્ટ), પ૫થી ૧૭ વર્ષના બાળકો માટે મફત બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા (નામ, સરનામું વગેરે) અને સ્થળ પર જ ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે.
-
આધુનિક સુવિધાઓ: દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે વ્હીલચેર ઍક્સેસ, સુલભ શૌચાલય અને સીમલેસ કામગીરી માટે સમર્પિત ASK મેનેજરની વ્યવસ્થા કરવામાં આવી છે.
-
ડિજિટલ એપોઇન્ટમેન્ટ: નાગરિકો UIDAIના એપોઇન્ટમેન્ટ પોર્ટલ (https://bookappointment.uidai.gov.in) પરથી અગાઉથી સ્લોટ બુક કરી શકે છે. ઉપરાંત જીઓ-ટેગ કરેલા કેન્દ્રનું લોકેશન ‘ભુવન આઇડેન્ટિટી પોર્ટલ’ પર પણ ઉપલબ્ધ છે.

આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય શ્રી અલ્પેશ ખોડાજી ઠાકોરે જણાવ્યું હતું કે, “ગાંધીનગરમાં આ આધુનિક કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક રહીશોને ઝડપી, અનુકૂળ અને પારદર્શક સેવાઓ મળશે. આ પગલું ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા તરફનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.”




