અમદાવાદ: નારણપુરા વિસ્તારમાં આવેલી સુમન વિદ્યાલયમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમોમાં વક્તૃત્વ સ્પર્ધા, નાટક, ગુજરાતી પુસ્તકોનું પ્રદર્શન તેમજ અન્ય કેટલીક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનો ઉત્સાહ અભિનંદનપાત્ર રહ્યો હતો.
ઉજવણી દરમિયાન એક વિશેષ સત્ર મુકેશ ભાટી (ટ્રસ્ટી તથા સ્થાપક-સંચાલક, શ્રી કલ્ચરલ ફાઉન્ડેશન) દ્વારા “પ્લાસ્ટિકના અસરકારક ઉપયોગ” વિષય પર યોજાયું હતું. તેમણે પ્લાસ્ટિકની પર્યાવરણ પર પડતી ભયાનક અસરો વિશે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી. તેમણે જણાવ્યું કે, રસ્તા પર કે કચરામાં ફેંકેલું પ્લાસ્ટિક સદીઓ સુધી વિઘટિત થતું નથી અને તે માતૃભૂમિને પ્રદૂષિત કરે છે. મુકેશ ભાટીએ વિવિધ વસ્તુઓમાં પ્લાસ્ટિકના ઉપયોગની ચર્ચા કરી. જેમ કે મિનરલ વોટરની બોટલો, ચોકલેટના રેપર્સ, વેફર્સ-બિસ્કિટ જેવા સ્નેક્સના પેકેટ્સ તથા પ્લાસ્ટિકની થેલીમાં મળતું દૂધ. તેમણે સૌને અપીલ કરી કે, ઘરે વપરાતું પ્લાસ્ટિક માતૃભૂમિને ન આપીએ, પરંતુ તેને એકત્ર કરીને રિસાયક્લિંગ માટે આપીએ. આમ કરીને આપણે પૃથ્વીને પ્રદૂષિત થતી રોકીશું અને માનવજાતના કલ્યાણમાં યોગદાન આપી શકીએ છીએ.
આ અભિયાનને સફળ બનાવવા સુમન વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા સ્ટાફે સંયુક્ત રીતે પ્રતિજ્ઞા લીધી છે કે, તેઓ પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે જ આપશે.જે કોઈ વ્યક્તિ પોતાનું પ્લાસ્ટિક રિસાયક્લિંગ માટે આપવા ઇચ્છતા હોય તો 9537709668 પર સંપર્ક કરી શકે છે. આ સંખ્યા પર સંપર્ક કરનારને પ્લાસ્ટિક એકત્ર કરવાની વ્યવસ્થા કરીને સંબંધિત સરકારી વિભાગને રિસાયક્લિંગ માટે સોંપવામાં આવશે.