અમદાવાદ: વરમોરા ગ્રેનિટ લિમિટેડના ઇક્વિટી શેર્સના IPOની બિડ/ઓફર મંગળવાર, 22 સપ્ટેમ્બરે ખૂલશે. બિડ/ઓફર ગુરુવાર, 24 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ સોમવાર, 21 સપ્ટેમ્બર રહેશે. બિડ્સ લઘુતમ 101 ઇક્વિટી શેર્સ અને ત્યાર બાદ 101 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 140થી રૂ.148નો નક્કી કરવામાં આવી છે.
આ ઓફરમાં રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યુ સામેલ છે, જેની કુલ કિંમત વધુમાં વધુ રૂ. 3,200.00 મિલિયન છે. આ ઉપરાંત, કેત્સુરા ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 2,62,17,634 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર પણ સામેલ છે. આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ પર કરવાનો પ્રસ્તાવ છે. આ ઓફર માટે એનએસઈ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ છે.
આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી), સુધારા (the “SCRR”) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને કરવામાં આવી રહી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs” અને આવો હિસ્સો “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રાખવામાં આવશે.
New Mainboard IPO
Varmora Granito Limited
Date : 22-24 September
Price Band : 140-148
Lot Size : 101 SharesSize : 708 Crore
Fresh – 320 Crore
OFS – 388 CroreFV : 2
Retail : 35%M.Cap : 3,345 Crore
FY26 PE : 60.7×
Peers :
Kajaria Ceramics – 39.3×
Somany Cermics -… pic.twitter.com/pbb5j9XB85— Tanmay 🇮🇳 (@Tanmay_31_) September 17, 2026
એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાય) (“Net QIB Portion”). આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.
આ ઉપરાંત, ઓફરના લઘુતમ 15 ટકા શેર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (“Non-Institutional Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.




