ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. આ આયોજન ઉત્તર ગુજરાતની ‘વિકસિત ગુજરાત–વિકસિત ભારત @2047’ની યાત્રામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ભવ્ય સંમેલનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે ભારત સરકારના રેલવે,ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઇસરોના ચેરમેન ડૉ. વી.નારાયણન અને ભારતીય વાયુ સેનામાં ગ્રુપ કેપ્ટન અને ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા પણ ઉપસ્થિત રહેશે.
તારીખ ૯ અને ૧૦ ઓકટોબર, ગણપત યુનિવર્સિટી ખાતે યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાતની પહેલનો એક નવો જ અધ્યાય સ્થાનિક સ્તર પર શરૂ થશે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં.
ક્ષેત્રીય… pic.twitter.com/NgWISIZlr4— Vibrant Gujarat (@VibrantGujarat) October 6, 2025
ઉદ્ઘાટન સમારોહ પહેલા મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવો VGRC પ્રદર્શનની મુલાકાત લેશે.જ્યાં વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને ટકાઉ આર્થિક વિકાસના વિઝનને આગળ વધારવા માટે ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, MSMEs, સ્ટાર્ટઅપ્સ, વિદેશી ખરીદદારો, મોટી કંપનીઓ, સરકારી વિભાગો, PSUs અને વૈશ્વિક ભાગીદારોને એકસાથે લાવશે.
ઉત્તર ગુજરાત VGRCમાં આંતરરાષ્ટ્રીય સહભાગિતા પણ વ્યાપક રીતે જોવા મળશે. જેમાં ભાગીદાર દેશોમાં જાપાન, દક્ષિણ કોરિયા અને વિયેતનામ સામેલ છે. કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત વિશેષ સેમિનારો માટે નેધરલેન્ડ પણ એક ભાગીદાર દેશ તરીકે જોડાશે. આ આયોજનમાં વિશ્વ બેન્ક, જાપાન એક્સ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO), રશિયન સંઘનું વ્યાપાર પ્રતિનિધિમંડળ, ઇન્ડો-કેનેડિયન બિઝનેસ ચૅમ્બર (ICBC) અને યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની ભાગીદારી રહેશે.લગભગ 18 હજાર વર્ગ મીટરના વિશાળ પ્રદર્શન ક્ષેત્રમાં ટ્રેડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા તેમજ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા 400થી વધુ પ્રદર્શકો ભાગ લેશે.


