અમે આસામ જ નહીં, પરંતુ તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરીશું: શાહ

બોરદુવા: ગૃહ મંત્રી અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ આસામના લોકો, તેમની સંસ્કૃતિ, જમીન અને ઓળખ માટે ખતરો બનતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પોતાનો વોટબેંક માને છે. અહીં એક જનસભાને સંબોધતાં શાહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર માત્ર આસામમાં જ નહીં, પરંતુ  દેશમાં પાડોશી દેશમાંથી આવેલા તમામ ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર ‘આસમી લોકોની સાંસ્કૃતિક ઓળખની સુરક્ષા’ જ નહીં, પરંતુ રાજ્યના સર્વાંગી વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ગૃહ મંત્રી શાહે સોમવારે વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બટદ્રવા થાનનું 227 કરોડ રૂપિયાની કિંમતથી પુનર્નિર્માણ બાદ ઉદ્ઘાટન કર્યું હતું. અહીં લોકોને સંબોધતાં તેમણે જણાવ્યું કે આસામમાં હિમંત બિશ્વ શર્મા સરકારે બાંગ્લાદેશી ઘૂસણખોરોના કબજામાંથી એક લાખ વીઘા કરતાં વધુ જમીન મુક્ત કરાવી છે.

શાહે કહ્યું હતું કે કોંગ્રેસે આસામના લોકો, તેમની સંસ્કૃતિ અને ઓળખ માટે ખતરો ઊભો કરનારા ઘૂસણખોરોને પોતાની વોટબેંક માન્યો છે. વડા પ્રધાનમંત્રીએ માત્ર અસામની સાંસ્કૃતિક ઓળખની રક્ષા સુનિશ્ચિત કરી નથી, પરંતુ રાજ્યના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોંગ્રેસે આસામના લોકો, તેમની સંસ્કૃતિ અને ઓળખને ખતરો પહોંચાડનારા ઘૂસણખોરોને પોતાનો વોટબેંક માન્યો છે.

શાહે કહ્યું હતું કે અમે માત્ર આસામ જ નહીં, પરંતુ દેશમાં તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરીશું. તેમણે જણાવ્યું હતું કે આસામમાં હિમંત બિશ્વ શર્મા સરકારે બાંગ્લાદેશી ઘૂસણખોરોના કબજામાંથી એક લાખ વીઘા કરતાં વધુ જમીન મુક્ત કરાવી છે. તેમણે કહ્યું હતું કે  વડા પ્રધાને આસામમાં શાંતિ અને વિકાસ સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધાં છે, જે માત્ર કાગળ પર નહીં પરંતુ હકીકતમાં પણ સાકાર થઈ રહ્યા છે. શાહે કહ્યું હતું કે ભાજપ સરકારે ગયા 11 વર્ષોમાં રાજ્યમાં અનેક ઉગ્રવાદી સંગઠનો સાથે શાંતિ કરાર કર્યા છે અને આ કરારોની 92 ટકા શરતો પૂર્ણ કરી દેવામાં આવી છે.