Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News National વોટ્સએપ ચલણ કૌભાંડ: મેસેજ પર ક્લિક કરતાં રૂ. ચાર લાખનું નુકસાન
  • News
  • National

વોટ્સએપ ચલણ કૌભાંડ: મેસેજ પર ક્લિક કરતાં રૂ. ચાર લાખનું નુકસાન

February 2, 2026
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ એક યુવાનને વોટ્સએપ પર આવેલા એક મેસેજ બાદ લગભગ ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના નામે રૂ. 1000નું ટ્રાફિક ચલણ બાકી છે. ફરિયાદીએ જણાવ્યું કે તેને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો, જેમાં પોતાને “NextGen mParivahan” તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. એ મેસેજમાં રૂ. 1000ના ટ્રાફિક ચલણ અંગે ચેતવણી અને એક લિંક આપવામાં આવી હતી, જે પરિવહન મંત્રાલય સાથે જોડાયેલી હોય તેવું લાગતું હતું.

    મેસેજ સાચો માનીને હરિતે લિંક પર ક્લિક કરી અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરી. જોકે, ઇન્સ્ટોલ કર્યા બાદ ચલણ સંબંધિત કોઈ માહિતી મળી નહીં. થોડા સમય પછી તેને તેના એમેઝોન એકાઉન્ટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાઈ. બપોરે લગભગ 2:59 વાગ્યે તેને એક ઇમેલ મળ્યો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેનો ઈ-વોલેટનો પાસવર્ડ બદલી દેવામાં આવ્યો છે. થોડી જ મિનિટોમાં તેના એકાઉન્ટ સાથે જોડાયેલી રજિસ્ટર્ડ Email ID પણ તેની પરવાનગી વગર બદલી નાખવામાં આવ્યો — તેના પર્સનલ જીમેઇલ એડ્રેસને હટાવી એક અજાણ્યા ઇમેઇલ IDને જોડવામાં આવ્યું હતું.થોડા સમય બાદ તેને અનેક બેંકો તરફથી SMS અલર્ટ મળવા લાગ્યા, જેમાં એક ઓનલાઇન શોપિંગ વેબસાઇટ મારફતે થયેલા પાંચ ઊંચી કિંમતના ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનની જાણકારી હતી. આમાંથી એક પણ ટ્રાન્ઝેક્શન તેણે શરૂ કર્યું કે મંજૂર કર્યું નહોતું.

    ઠગોએ પીડિતના ક્રેડિટનો કર્યો દુરુપયોગ

    પોલીસના રેકોર્ડ મુજબ ઠગોએ પીડિતના સચવાયેલા ક્રેડિટ કાર્ડ ડિટેલ્સનો ઉપયોગ કરીને ઈ-ગિફ્ટ કાર્ડ્સ ખરીદ્યા હતા. આ પાંચ ટ્રાન્ઝેક્શનથી કુલ મળીને અંદાજે રૂ. 4,05,000નું નુકસાન થયું હતું.. જણાવવામાં આવ્યું છે કે તમામ ગિફ્ટ કાર્ડ્સ ડિજિટલ રીતે ઠગોના ઈમેલ એડ્રેસ પર મોકલવામાં આવ્યાં હતાં.

     પીડિતે નોંધાવી ફરિયાદ

    ઠગાઈની જાણ થતાં જ પીડિતે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર ફરિયાદ નોંધાવી. ગયા મહિને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4) (ઠગાઈ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    • TAGS
    • account
    • Activity
    • Amazon
    • Application
    • claim
    • Complainant
    • Delhi
    • Genuine
    • Information
    • installation
    • Link
    • lost
    • Message
    • mParivahan
    • NextGen
    • Suspicious
    • Traffic fine
    • transport ministry
    • warning
    • Whatsapp
    • young man
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleરાહુલ ગાંધીએ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતાં લોકસભામાં હંગામો
      Next articleવૈશ્વિક પડકારો સામે ટકીને વિકસિત ભારત બનાવવા માટેની બ્લુપ્રિન્ટ
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ખડગેએ કહ્યું, પાર્ટીના બધા મહત્ત્વના નિર્ણય સોનિયા ગાંધીના હાથમાં

      સિસ્ટમનો દુરુપયોગઃ 410 કરોડ રૂપિયાના GST કૌભાંડનો પર્દાફાશ

      બેવડી નાગરિકતા મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ HCનો FIR નોંધવા આદેશ

      Recent Posts

      • ફરી મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, 19kg ગેસના બાટલામાં 993 રૂપિયા વધ્યા
      • જબલપુરના બરગી ડેમમાં પર્યટકો સાથે ક્રૂઝ ડૂબ્યું, 9ના મૃતદેહ મળ્યા
      • ગરમીમાં શીતળતા પ્રદાન કરતાં તરબૂચ
      • અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
      • ૦૧ મે ૨૦૨૬

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa