ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા પ્રીમિયર લીગની 5મી સીઝનના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ડબ્લ્યુપીએલ 2027નું આયોજન 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. આ સમગ્ર સ્પર્ધા વડોદરા અને મુંબઈ એમ 2 શહેરોમાં આયોજિત થશે, જ્યાં બંને સ્થળો પર 11-11 મેચ રમાડવામાં આવશે. નવી સીઝનનો પ્રારંભ 14 જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે થશે, જેમાં ઉદ્ઘાટન મેચમાં ગત વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ સામસામે ટકરાશે. વડોદરામાં રમાનાર મેચોનો તબક્કો 24 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં કુલ 11 મેચ આયોજિત થશે. ત્યારબાદ ટૂર્નામેન્ટના બાકીના મુકાબલા મુંબઈ ખસેડાશે, જ્યાં ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમતો આયોજિત થશે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં 26 જાન્યુઆરીથી મેચ શરૂ થશે. લીગ તબક્કાની રમતો 3 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેના આધારે પ્લેઓફમાં પહોંચનારી ટીમોનો નિર્ણય થશે.

એલિમિનેટર અને ફાઈનલ મેચ
મહિલા પ્રીમિયર લીગની એલિમિનેટર મેચ 5 ફેબ્રુઆરીના રોજ રમાશે. પોઈન્ટ ટેબલમાં 2જા અને 3જા સ્થાને રહેનારી ટીમો ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે આ મેચમાં આમને-સામને થશે. જ્યારે લીગ ચરણના અંતે ટોચના સ્થાને રહેનારી ટીમ સીધી જ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. આ મહામુકાબલો 7 ફેબ્રુઆરીના રોજ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાશે. ટાટા ડબ્લ્યુપીએલ 2027ની તમામ 22 મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
ડબ્લ્યુપીએલ 2027નું સંપૂર્ણ કાર્યક્રમ:
મેચ 1: ગુરુવાર, 14 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, સ્થળ: વડોદરા
મેચ 2: શુક્રવાર, 15 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ યુપી વોરિયર્સ, સ્થળ: વડોદરા
મેચ 3: શનિવાર, 16 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સ્થળ: વડોદરા
મેચ 4: રવિવાર, 17 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – યુપી વોરિયર્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, સ્થળ: વડોદરા
મેચ 5: સોમવાર, 18 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, સ્થળ: વડોદરા
મેચ 6: મંગળવાર, 19 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ યુપી વોરિયર્સ, સ્થળ: વડોદરા
મેચ 7: બુધવાર, 20 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, સ્થળ: વડોદરા
મેચ 8: ગુરુવાર, 21 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – યુપી વોરિયર્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, સ્થળ: વડોદરા
મેચ 9: શુક્રવાર, 22 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સ્થળ: વડોદરા
મેચ 10: શનિવાર, 23 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, સ્થળ: વડોદરા
મેચ 11: રવિવાર, 24 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – યુપી વોરિયર્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ, સ્થળ: વડોદરા
મેચ 12: મંગળવાર, 26 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સ્થળ: મુંબઈ (સીસીઆઈ)
મેચ 13: બુધવાર, 27 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ, સ્થળ: મુંબઈ (સીસીઆઈ)
મેચ 14: ગુરુવાર, 28 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ યુપી વોરિયર્સ, સ્થળ: મુંબઈ (સીસીઆઈ)
મેચ 15: શુક્રવાર, 29 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, સ્થળ: મુંબઈ (સીસીઆઈ)
મેચ 16: શનિવાર, 30 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ, સ્થળ: મુંબઈ (સીસીઆઈ)
મેચ 17: રવિવાર, 31 જાન્યુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – યુપી વોરિયર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સ્થળ: મુંબઈ (સીસીઆઈ)
મેચ 18: સોમવાર, 1 ફેબ્રુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, સ્થળ: મુંબઈ (સીસીઆઈ)
મેચ 19: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ, સ્થળ: મુંબઈ (સીસીઆઈ)
મેચ 20: બુધવાર, 3 ફેબ્રુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ યુપી વોરિયર્સ, સ્થળ: મુંબઈ (સીસીઆઈ)
એલિમિનેટર (મેચ 21): શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – મુંબઈ (સીસીઆઈ)
ફાઈનલ (મેચ 22): રવિવાર, 7 ફેબ્રુઆરી 2027, સાંજ 7:30 વાગ્યે – મુંબઈ (સીસીઆઈ)










