અમદાવાદઃ ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2026એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા અને પ્રથમ છ મહિનાના અનઓડિટેડ કન્સોલિડેટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે. કંપનીની બીજા ત્રિમાસિક ગાળામાં કામગીરીની આવક ગયા વર્ષની સરખાણીએ 29 ટકા વધીને રૂ. 790.96 કરોડ રહી હતી. કંપનીએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પાછળ રૂ. 65.73કરોડનુ રોકાણ કરવામાં આવ્યું હતું, જે કુલ આવકના 8.3 ટકા જેટલું છે. કંપનીનો એબિટા (EBITA) રૂ. 189.45 કરોડ રહી હતી, જે વાર્ષિક ધોરણે 6 ટકા ઓછી છે. ત્રિમાસિક ગાળા દરમિયાન એબિટા માર્જિન 24.0 ટકા રહ્યું હતું. કંપનીનો આ ત્રિમાસિક ગાળા દરમિયાન ચોખ્ખો નફો રૂ. 92.55 કરોડ રહ્યો હતો, જે વાર્ષિક ધોરણે 27 ટકા ઓછો છે. કંપનીનો ઓર્ગેનિક કેપેક્સ રૂ. 46.55 કરોડ રહ્યો હતો.
આ સાથે કંપનીની વર્ષ 2027ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની કામગીરી આ મુજબ છેઃ
- કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 1592.66 કરોડ રહી હતી, જે ગયા વર્ષની સરખામણીએ 25 ટકા વધુ છે.
- રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પાછળ કુલ રૂ. 129.97 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, જે આવકના 8.2 ટકા જેટલું છે.
- કંપનીનો એબિટા (EBITA) રૂ. 382.39 કરોડ રહી હતી, જે વાર્ષિક ધોરણે 7 ટકા ઓછી છે. એબિટા માર્જિન 24.0 ટકા રહ્યું હતું.
- કંપનીનો ચોખ્ખો નફો રૂ. 188.59 કરોડ રહ્યો હતો, જે વાર્ષિક ધોરણે 31 ટકા ઓછો છે.
- કંપનીનો પ્રથમ છ મહિનામાં ઓર્ગેનિક કેપેક્સ રૂ. 105.30 કરોડ રહ્યો હતો.
- કંપનીનો 30 સપ્ટેમ્બર, 2026એ નેટ ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.19 ગણો હતો, જ્યારે સપ્ટેમ્બર 2026ના અંતે નેટ ડેટ ટુ એબિટા રેશિયો 0.62 ગણો રહ્યો હતો.
Zydus Lifesciences Q2 net profit falls 26 pc to Rs 925 crore; shares fall over 4 pc
Zydus Lifesciences on Wednesday reported a 26.6 per cent year-on-year decline in consolidated net profit at Rs 925.5 crore for the July-September quarter of FY27, compared to about Rs 1,261 crore in the same period last year.
https://t.co/V5UAAG4SYz
— IANS (@ians_india) November 4, 2026
કંપનીના MD ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનું પ્રદર્શન તમામ ક્ષેત્રોમાં મજબૂત રહ્યું હતું. તેમાં ભારતમાં બ્રાન્ડેડ બિઝનેસ, આંતરરાષ્ટ્રીય બજારો અને વેલનેસ બિઝનેસે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે અમેરિકામાં બ્રાન્ડેડ વેચાણનો હિસ્સો વધીને 16 ટકા થયો છે, જે કંપનીના વધુ વિશિષ્ટ અને સ્પેશિયલિટી આધારિત પ્રોડક્ટ પોર્ટફોલિયો તરફના સતત પરિવર્તનને દર્શાવે છે. કંપની દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી પ્રથમ નવી કેમિકલ એન્ટિટી (NCE) સરોગ્લિટાઝારને અમેરિકામાં મંજૂરી મળવાની અને તેનું લોન્ચિંગ થવાની કંપની આતુરતાથી રાહ જોઈ રહી છે. કંપનીની વિકાસયાત્રામાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. દર્દીઓને કેન્દ્રમાં રાખવાની પ્રતિબદ્ધતા અને મજબૂત ગુણવત્તા વ્યવસ્થાને આધારે કંપની લાંબા ગાળાના વિકાસના નવા માર્ગો તૈયાર કરવા અને તમામ હિતધારકોને મળતા વળતરમાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છે.




