કોરબેટ નેશનલ પાર્કના ઢીકાલા ઝોનમાં સફારીમાં વચ્ચેથી રામગંગા નદી પસાર થાય. રામગંગા નદી એ કોરબેટ અને ખાસ તો ઢીકાલા ઝોનની જીવન રેખા. જંગલના લગભગ દરેક પ્રાણી નદી પર જોવા મળી જ જાય.
થોડા વર્ષો પહેલા ઢીકાલાની સફારી દરમિયાન અમે ચિતલના એલાર્મ કોલ સાંભળ્યા. એટલે અમે નદીની બાજુમાંથી પસાર થતા જંગલના રસ્તા પર બીજા એલાર્મ કોલની પ્રતિક્ષામાં ઉભા હતા.
અહીં નદીમાં હાથીનું એક ઝુંડ પાણીથી રમી રહ્યું હતું. આ બાજુ કેટલાંક નર સાબર હરણ પણ પાણીમાં હતા. અમે હાથીની ફોટોગ્રાફી કરી રહ્યા હતા. અચાનક અગમ્ય કારણ થી બે સાબર બે પગ પર ઉભા રહીને જાણે બોક્સિંગ કરતા હોય એમ લડવાનું શરું કર્યું. થોડી વધુ લડાઈ ચાલતા પાણીમાં રમી રહેલા હાથીએ જોરથી અવાજ કરી બંને સાબરને થોડા ચાર્જ કરી ત્યાંથી ભગાડી દીધા.
આ જોઈ વિચાર આવ્યો કે, કાયમ જંગલમાં વાઘ, સિંહ કે બીગ કેટને જોવા પાછળ જીપ્સી દોડાવવાની સાથે જો થોડું જંગલને માણીએ તો તેની પણ મજા અનેરી હોય છે.
અમેરિકા: વ્હાઇટ હાઉસે મિડીયા પોલિસી બદલી નાખી છે. નવી નીતિ હેઠળ રોઇટર્સ, બ્લૂમબર્ગ અને એસોસિએટેડ પ્રેસ જેવી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓને વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલમાંથી બાકાત રાખવામાં આવી છે. આ સમાચાર એજન્સીઓને હવે પ્રેસ પૂલમાં કાયમી સ્થાન નહીં મળે. વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલ લગભગ 10 મિડીયા સંગઠનોનું જૂથ છે. તેમાં પત્રકારો અને ફોટોગ્રાફરોનો સમાવેશ થાય છે. આ લોકો અમેરિકન પ્રમુખની દરેક નાની-મોટી પ્રવૃત્તિને કવર કરે છે. અન્ય મિડીયા સંસ્થાઓ પ્રમુખ સંબંધિત કવરેજ માટે પ્રેસ પૂલમાં સમાવિષ્ટ મિડીયા સંસ્થાઓ પર આધાર રાખે છે.
જોકે હવે નીતિમાં ફેરફાર પછી આંતરરાષ્ટ્રીય મિડીયા સંગઠનો માટે અમેરિકન પ્રમુખ સુધી પહોંચવું મુશ્કેલ બનશે. વ્હાઇટ હાઉસના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, આંતરરાષ્ટ્રીય મિડીયા સંગઠનોએ તેને પ્રેસ કવરેજને નિયંત્રિત કરવાનો પ્રયાસ ગણાવ્યો, જે સ્વતંત્ર પત્રકારત્વ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર કરી શકે છે. નવી નીતિ હેઠળ, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ હવે નક્કી કરશે કે કયો પત્રકાર અથવા મિડિયા સંગઠન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રશ્નો પૂછી શકે છે. આ નીતિ વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસ, પ્રેસ બ્રીફિંગ રૂમ અને રાષ્ટ્રપતિના ખાસ વિમાન ‘એરફોર્સ વન’માં પણ લાગુ પડશે.
આ બ્રહ્માંડમાં બે પ્રકારનો લોકો છે. એક જે આસ્તિક છે, શ્રદ્ધાળુ છે અને જે થાય તે, એમન શ્રદ્ધા ડગતી નથી, આ લોકનાં સુખ-દુઃખ તેમને સ્પર્શતા નથી. બીજા એવા લોકો છે, જેમને ભગવાનની સેવાભક્તિની અંતરમાં ઈચ્છા તો હોય છે, પરંતુ એ જ્યારે પોતાના રોજબરોજના પ્રશ્રો સામે જુએ છે ત્યારે તેમની ચિંતા જંપીને બેસવા દેતી નથી. પરિણામે, મન અસ્થિર અને અસ્વસ્થ રહે છે.
અહીં સવાલ એ થાય કે શું ઉદ્વેગ, અજંપો અને અશાંતિમાંથી સુખ તરફ જવાનો કોઈ રસ્તો ખરો? તણાવમુક્ત જીવન જીવવાની ચાવી ખરી? આંસુ સરી પડે એવી પરિસ્થિતિમાં પણ એયને મોજથી રહી શકીએ એવી કોઈ જાદુઈ ચાવી ખરી છે? કેટલાંક દષ્ટાંતોથી આને સમજવાનો પ્રયાસ કરીએ.
ધારો કે એક વ્યક્તિને એક કરોડ રૂપિયાનો જેકપૉટ લાગે છે. તેના આનંદનો પાર રહેતો નથી. બૅન્કમાં ટ્રાન્સફર થયેલા પૈસા એ ઘરે લાવે છે ને રૂપિયા ફરીથી ગણે છે ત્યારે ખબર પડે છે કે એમાંથી લાખ રૂપિયા ઓછા છે. એ અત્યંત દુઃખી થઈ જાય છે કે, “મારા લાખ રૂપિયા ખોવાઈ ગયા.” તે હીબકાં ભરીને રડે છે. આપણને સલાહ આપવાનું મન થાય કે “ભ’ઈ રડે છે શું? 99 લાખ છે એનો આનંદ કરને.”
અમેરિકાના વિસા માટે કેટલા ધક્કા ખાઈને, ધોમધખતા તાપમાં લાઈનમાં ઊભા રહ્યા. ત્યારે ગરમીમાં લાઈનમાં ઊભા રહેવાનું દુઃખ નથી, પણ પાસપૉર્ટ પર વિસાનો સ્ટેમ્પ લાગ્યાનો આનંદ રહે છે.
વિદ્યાર્થીને ડૉક્ટર બનવાની અભિલાષા હોય છે. એ દિવસ-રાત કે ખાવાપીવાની દરકાર કર્યા વિના ભણ્યા જ કરે છે. રમતવીરને દૌડની સ્પર્ધામાં કલાકો સુધી દોડવું પડે છે, તેમ છતાં નજર વિદ્યાર્થીની ડૉક્ટરની ડિગ્રી પર અને રમતવીરની ગોલ્ડ મેડલ તરફ નજર હોય છે. થાક લાગે કે શ્રમ પડે તો પણ એમનો ઉત્સાહ મોળો પડતો નથી.
આ ચારેય દષ્ટાંતોથી એક વાત સ્પષ્ટ સમજાય છે કે જ્યારે દષ્ટિ ઉત્કૃષ્ટ સુખ સામે હોય ત્યારે દુઃખ સામેથી દષ્ટિ આપોઆપ દૂર થઈ જાય છે. કંઈ નહીં, 99 લાખ તો છે, યુએસ વિસા તો મળી ગયા, એમબીબીએસની ડિગ્રી મળી ગઈ કે દૌડમાં પહેલો નંબર તો આવી ગયો. આવા સમયે વેઠેલાં દુ:ખની કલ્પના કરવી પણ નિરર્થક લાગે છે.
આપણા સંતકવિઓએ ભગવાનના સુખમાં દષ્ટિ પહોંચાડી તો આ લોકનાં સુખને તુચ્છ બનાવી દીધાં. ગોપીઓએ જે દિવસથી ભગવાન શ્રીકૃષાના ચરણાવિંદનો સ્પર્શ કર્યો ત્યારથી સંસારનાં સર્વે સુખને ઝેર જેવા કરી દીધાં. સીતાજી જનક રાજાનાં પુત્રી હતાં, સુખ-સમૃદ્ધિની વચ્ચે તેમનો ઉછેર થયો હતો, પરંતુ જ્યારે રામ ભગવાનને વલ્કલ પહેરીને વનમમાં જવાની વાત આવી ત્યારે એ પોતે પણ દુઃખ વેઠવા તૈયાર થઈ ગયાં. સીતાજીને ખબર હતી કે વન્યજીવન સહેલું નહીં હોય. રાક્ષસોનો, જંગલી પશુનો ભય હશે, એશઆરામ નહીં હોય, ખાવા-રહેવાની સુવિધા નહીં હોય. આમ છતાં ભગવાન રામ તરફ વૃત્તિ હતી તો દુઃખ જેવું તેમને ક્યારેય લાગ્યું જ નહોતું.
ભગવાન સ્વામિનારાયણના નિષ્કંચન સાધુ સંતો ગામોગામ લોકકલ્યાણ કાજે વિચરણ કરે છે, લોકોને નિર્વ્યસની બનાવે છે, ત્યારે એમની સામે માત્ર ભગવાન સ્વામિનારાયણને, એમના ગુરુને રાજી કરવાની દષ્ટિ જ હોય. આથી જ બીએપીએસ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે આ વર્ષે તમામ ભક્તોને ભગવાનના મહિમાનો વિચાર કરવાનો આદેશ આપ્યો છે.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.”
કદાચ આપણી પાસે પૈસા ઓછા હશે તો ચાલશે, પરંતુ ભગવાન સાથેનું કનેક્શન હશે તો પ્રશ્નોની વચ્ચે પણ આપણે સ્થિર, સુખી અસંતોષી રહી શકીશું, કારણ કે ભગવાનના સુખની સાપેક્ષમાં આપણા પ્રશ્નો અને આ લોકનાં સુખ-દુઃખ નહિવત્ અનુભવાશે.
માટે, તમે જે કોઈ ભગવાનમાં માનતા હો તેમાં મન પરોવવાનો અભ્યાસ કરીએ, તેમની સેવા અને ભક્તિ કરીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકાને તેમની નવી ટેરિફ નીતિથી એટલી બધી આવક થશે કે પછી અમેરિકાના લોકોએ આવકવેરો ભરવાની જરૂર જ નહીં રહે. ડોનાલ્ડ ટ્રમ્પે 1800ના દાયકાના અંતના સમયનો હવાલો આપતા કહ્યું કે તે સમયે અમેરિકા ફક્ત ટેરિફ દ્વારા પૈસા કમાતું હતું અને ત્યારે આપણો દેશ વિશ્વનું સૌથી ધનિક રાષ્ટ્ર હતું. જો કે હવે હાલના સમયમાં આ એક એવી તક છે કે આપણે એટલા બધા પૈસા કમાઈ શકીએ છીએ કે તેના બાદ આવકવેરો ચૂકવવાની જરૂર જ નહીં રહે.
કરનીતિ નક્કી કરવાનો અધિકાર અમેરિકન કોંગ્રેસને
ઉલ્લેખનીય છે કે આવકવેરામાં કોઈ પણ ફેરફાર ફક્ત અમેરિકન કોંગ્રેસ દ્વારા જ કરી શકાય છે, કારણ કે તેને કર નીતિ બનાવવાનો અધિકાર છે. ટ્રમ્પે કહ્યું કે અમે ટેરિફમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ ટિપ્સ અને સામાજિક સુરક્ષા પરના કરને નાબૂદ કરવા અને તેમના અન્ય ચૂંટણી વચનોને પૂર્ણ કરવા માટે કરી રહ્યા છે.1880માં બની હતી એક સમિતિ
ટ્રમ્પે દાવો કર્યો કે 1880ના દાયકામાં એક સમિતિ બનાવાઈ હતી જેનું કામ એ હતું કે નક્કી કરે કે ટેરિફથી ભેગા કરેલા પૈસાનું શું કરીએ, કોને આપીએ. 1913માં આ લોકોએ હોંશિયારીપૂર્વક ઈનકમ ટેક્સ સિસ્ટમ લાગુ કરી દીધી. પછી 1931-32માં ફરી ટેરિફ પાછો લાવવા પ્રયાસ કર્યો પણ ત્યાં સુધી મોડું થઇ ગયું હતું. લોકો ગ્રેટ ડિપ્રેશન માટે ટેરિફને દોષ આપે છે. જો કે ડિપ્રેશન તો પહેલા જ આવી ગયું હતું.
ટેરિફથી થતી કેટલી આવક?
આવક વિશે સવાલ કરવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ મારા કાર્યકાળ દરમિયાન દરરોજ બે થી ત્રણ અબજ ડૉલરની કમાણી કરી હતી. અગાઉ ક્યારેય આટલી આવક થઇ નહોતી. આ સેંકડો અબજ ડૉલર વાર્ષિકની વાત છે. હાલમાં મેં આ આવકને અટકાવી દીધી છે કેમ કે આ એક ટ્રાન્ઝિશન છે. થોડીક તો ફ્લેક્સિબિલિટી બતાવવી પડશે.
અમેરિકા: ચીને તાજેતરમાં અમેરિકા પર સાયબર હુમલાનો આરોપ લગાવ્યો હતો અને હવે તેમની વચ્ચે ચાલી રહેલા ટેરિફ વૉરનો તણાવ સાયબર સ્પેસમાં ફેલાઈ ગયો છે. ઘણા લોકોને ડર છે કે બે મહાસત્તાઓ વચ્ચેનું વેપાર યુદ્ધ સાયબર યુદ્ધમાં ફેરવાઈ શકે છે જેના ગંભીર પરિણામો વિશ્વના બાકીના ભાગો પર પણ પડી શકે છે.કોનો પક્ષ ઉપરી રહેશે?
આ અતિ-જોડાણવાળી દુનિયામાં, વ્યવસાય અને સાયબર સ્પેસ એ મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રોમાંના એક છે જે રાષ્ટ્રની સુરક્ષાનો પાયો બનાવે છે. અમેરિકા અને ચીન વચ્ચેની દુશ્મનાવટ હવે આ બંને ક્ષેત્રોને સ્પર્શી રહી છે. ચીને આરોપ લગાવ્યો છે કે 2025માં હેઇલોંગજિયાંગ પ્રાંતમાં આયોજિત એશિયન વિન્ટર ગેમ્સ પર થયેલા સાયબર હુમલામાં ત્રણ યુ.એસ. સરકારી એજન્ટો સામેલ હતા.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને 15 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે, “આ પગલું અત્યંત ગંભીર છે કારણ કે તે ચીનની ગુપ્ત માહિતી, રાષ્ટ્રીય સુરક્ષા, નાણાં, સમાજ અને ઉત્પાદન તેમજ તેના નાગરિકોના વ્યક્તિગત ડેટાની સુરક્ષાને ગંભીર રીતે ખતરો આપે છે.” ચીન અમેરિકન સરકારના આ પગલાની નિંદા કરે છે.
ચીનનો અમેરિકા પર આરોપ
તાજેતરના એક નિવેદનમાં, ચીને યુ.એસ. એજન્ટો કેથરિન એ વિલ્સન, રોબર્ટ જે સ્નેલિંગ અને સ્ટીફન ડબલ્યુ જોહ્ન્સનના નામ પણ જાહેર કર્યા છે, જેઓ હેઇલોંગજિયાંગમાં ઊર્જા, ટેલિકોમ અને સંરક્ષણ સંશોધન ક્ષેત્રો સહિત મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નિશાન બનાવતા સાયબર હુમલાઓમાં સામેલ હતા. ઘણા મહિનાઓથી, સરકાર સાથે જોડાયેલા ચીની હેકિંગ જૂથો એનર્જી ગ્રીડ, ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક અને સંરક્ષણ પ્રણાલી જેવા મહત્વપૂર્ણ યુએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર હુમલાઓ શરૂ કરી રહ્યા હોવાના અહેવાલ છે. ડિસેમ્બર 2024માં, ચીની અધિકારીઓએ કથિત રીતે સ્વીકાર્યું હતું કે તેમણે મહત્વપૂર્ણ યુ.એસ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે સાયબર હુમલા કર્યા હતા, ખાસ કરીને વોલ્ટ ટાયફૂન નામના ચીન સમર્થિત હેકિંગ જૂથ દ્વારા.સાયબર ઓપરેશન્સ આધુનિક શસ્ત્રો
ગુપ્ત સાયબર કામગીરી લગભગ દરેક દેશ માટે એક શક્તિશાળી સાધન બની ગઈ છે, જેનો ઉપયોગ મહત્વપૂર્ણ માહિતી મેળવવા અને તેમના હિતોને આગળ વધારવા માટે મિત્રો અને શત્રુઓ બંને સામે થાય છે. એવું માનવામાં આવે છે કે અમેરિકા પણ તેના વિરોધીઓ પર આવા સાયબર હુમલા કરે છે. ચીન ભાગ્યે જ તેના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓનો ખુલાસો કરે છે અને જ્યારે તે કરે છે, ત્યારે તે હુમલાખોરો, તેમના સ્વભાવ અને તેમના હેતુઓ વિશે વધુ માહિતી આપતું નથી. ઉપરાંત, ચીનની સિસ્ટમમાં હેક કરવું મુશ્કેલ છે કારણ કે ત્યાં ઇન્ટરનેટ પર એક મહાન ફાયરવોલ છે.
ભવિષ્યના ગંભીર જોખમો
જો વેપાર યુદ્ધ સંપૂર્ણ સાયબર યુદ્ધમાં ફેરવાઈ જાય, તો એવો ભય છે કે ચીન ઉત્તર કોરિયા જેવા અન્ય પ્રતિકૂળ દેશો સાથે જોડાણ કરી શકે છે, જે ખતરાને વધુ વધારશે. કારણ કે બંને દેશોએ સાયબર સ્પેસમાં ખુલ્લેઆમ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે, ખાસ કરીને અમેરિકાને નિશાન બનાવીને. ચીનમાં સ્ટોન પાંડા, કોમેન્ટ ક્રૂ જેવા ઘણા સરકાર સમર્થિત સંગઠનો છે, જેમણે જાસૂસી અભિયાન ચલાવ્યું છે. 2017માં પણ, સ્ટોન પાંડા પર 147 મિલિયન અમેરિકનોનો સંવેદનશીલ ડેટા લીક કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉત્તર કોરિયાના લાઝારસ ગ્રુપ અને APT38 એ 2014માં સોની પિક્ચર્સ હેક અને 2017માં WannaCry રેન્સમવેર ફાટી નીકળવા જેવા હાઇ-પ્રોફાઇલ સાયબર હુમલાઓ માટે ધ્યાન ખેંચ્યું.અમેરિકા પાસે શક્તિશાળી સાયબર હથિયારો
તાજેતરમાં, ચીની હેકર જૂથો સોલ્ટ ટાયફૂન અને વોલ્ટ ટાયફૂન દ્વારા સંદેશાવ્યવહાર, ઊર્જા, ઉત્પાદન અને પરિવહન ક્ષેત્રોમાં અમેરિકન કંપનીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકન હેકિંગ જૂથો વિશે બહુ કંઈ જાણીતું નથી, અને જો કોઈ જૂથ સરકાર સાથે જોડાયેલું હોય, તો યુ.એસ. પાસે NSAના ટેઇલર્ડ એક્સેસ ઓપરેશન્સ (TOA) અને ઇક્વેશન ગ્રુપ જેવા સંગઠનો પણ છે, જેમણે કેટલાક સૌથી શક્તિશાળી સાયબર શસ્ત્રો વિકસાવ્યા છે.
અમેરિકા પાસે કેટલાક ખૂબ જ હાઇ-ટેક કમ્પ્યુટર પ્રોગ્રામ છે જેનો ઉપયોગ દુશ્મનોને નુકસાન પહોંચાડવા માટે થઈ શકે છે, જેમ કે સ્ટક્સનેટ, ડ્યુક અને ફ્લેમ. આ કાર્યક્રમો અમેરિકાને ચોક્કસ અને ગુપ્ત રીતે જાસૂસી કરવાની સુવિધા આપે છે. તેમાંથી કેટલાકનો ઉપયોગ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે થયો હોવાનું માનવામાં આવે છે.
યુ.એસ. સાયબર કમાન્ડ દ્વારા, અમેરિકાએ ઓનલાઈન આતંકવાદી માળખાનો નાશ કર્યો છે. ઉદાહરણ તરીકે, ISIS વિરુદ્ધ ઓપરેશન ગ્લોઇંગ સિમ્ફની. આ પછી, અમેરિકાએ ‘આગળ બચાવો’ની રણનીતિ અપનાવી છે. ચીન, રશિયા અને ઉત્તર કોરિયા અમેરિકા માટે ડિજિટલ ખતરાના સૌથી મોટા સ્ત્રોતોમાંના એક છે. તેવી જ રીતે, ચીની નિષ્ણાતો અમેરિકાને પોતાનો સૌથી મોટો સાયબર ખતરો માને છે.
રશિયા: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે એલોન મસ્કની પ્રશંસા કરતા તેમની તુલના સર્ગેઈ કોરોલેવ સાથે કરી દીધી હતી. સર્ગેઈ કોરોલેવે 1950 અને 1960ના દાયકામાં સોવિયેત યુનિયનની અવકાશમાં સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પુતિન કેટલાક વિદ્યાર્થીઓ સાથેની બેઠકમાં રશિયાની અવકાશ નીતિ પર બોલી રહ્યા હતા. આ દરમિયાન, મસ્કનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, ‘તમને ખબર છે, અમેરિકામાં એક વ્યક્તિ રહે છે, તેનું નામ એલોન મસ્ક છે.’ તમે કહી શકો છો કે તે મંગળ ગ્રહ માટે એકદમ પાગલ છે.1961માં રશિયા (તે સમયે સોવિયેત યુનિયન) પહેલો દેશ હતો જેણે મનુષ્યોને અવકાશમાં મોકલવામાં સફળતા મેળવી હતી. યુરી ગાગરીન અવકાશમાં જનાર વિશ્વના પ્રથમ અવકાશયાત્રી હતા. અવકાશ વિજ્ઞાનમાં સોવિયેત યુનિયનની આ સફળતામાં એન્જિનિયર સેરગેઈ કોરોલેવે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ વોસ્ટોક-1 પ્રોજેક્ટના મુખ્ય ઇજનેર હતા. તેમને સોવિયેત અવકાશ કાર્યક્રમના પિતા માનવામાં આવે છે. તેમણે જ વિશ્વનો પ્રથમ કૃત્રિમ પૃથ્વી ઉપગ્રહ ‘સ્પુટનિક’ બનાવ્યો હતો અને અવકાશયાન ‘વોસ્ટોક-1’ વિકસાવ્યું હતું, જેના દ્વારા વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરીન 1961માં પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચ્યો હતો.રશિયાની સરકારી સમાચાર એજન્સી TASSના અહેવાલ મુજબ, પુતિને મસ્કની પ્રશંસા કરતા કહ્યું, ‘આ એવા લોકો છે જે માનવ વસ્તીમાં વારંવાર જોવા મળતા નથી, તેઓ એક ખાસ વિચારથી પ્રેરિત છે.’ ભલે આજે મને આ વાત અવિશ્વસનીય લાગે, પણ આવા વિચારો ઘણીવાર થોડા સમય પછી સાચા પડે છે. જેમ આપણા અવકાશ કાર્યક્રમના પ્રણેતા કોરોલેવના વિચારો સમયસર સામે આવ્યા. પુતિને અગાઉ પણ મસ્કની પ્રશંસા કરી હતી અને તેમને ‘ઉત્તમ વ્યક્તિ’ ગણાવ્યા હતા.તમને જણાવી દઈએ કે એલોન મસ્ક, વિશ્વ વિખ્યાત ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ‘ટેસ્લા’ના સ્થાપક હોવા ઉપરાંત, ‘સ્પેસએક્સ’ કંપનીના સ્થાપક પણ છે, જે અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર એલોન મસ્ક તાજેતરના સમયમાં યુક્રેનની ટીકા કરવામાં સ્પષ્ટપણે બોલ્યા છે, જે 2022થી રશિયા સાથે યુદ્ધમાં છે. ગયા મહિને, મસ્કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હંમેશા ચાલુ રહે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, મસ્કે કહ્યું હતું કે કિવ આ સંઘર્ષમાં ખૂબ આગળ વધી ગયો છે.
IPL 2025 ના પહેલા સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું. અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરતા 188 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં ફક્ત 188 રન જ બનાવી શકી. આ પછી સુપર ઓવરમાં નિર્ણય લેવામાં આવ્યો અને અહીં મિશેલ સ્ટાર્કે શાનદાર બોલિંગ કરી અને રાજસ્થાનને ફક્ત 11 રનમાં જ રોકી દીધું. આ પછી, કેએલ રાહુલે પહેલા ચોગ્ગો ફટકાર્યો અને પછી ટ્રિસ્ટન સ્ટબ્સે સુપર ઓવરના ચોથા બોલ પર લાંબો છગ્ગો ફટકાર્યો, જેનાથી ટીમને યાદગાર વિજય મળ્યો. આ સાથે, દિલ્હીએ સિઝનમાં તેનો પાંચમો વિજય નોંધાવ્યો, જ્યારે રાજસ્થાનને સતત ત્રીજી અને એકંદરે પાંચમી હારનો સામનો કરવો પડ્યો.
આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરી હતી પરંતુ ફરી એકવાર ટીમની શરૂઆત ખરાબ રહી હતી. આ વખતે પણ ઓપનર જેક ફ્રેઝર મેકગર્ક વહેલા આઉટ થઈ ગયો. પરંતુ ગયા મેચનો સ્ટાર કરુણ નાયર આ વખતે કંઈ કરી શક્યો નહીં અને ખાતું ખોલ્યા વિના 3 બોલમાં રન આઉટ થઈ ગયો. ત્યારબાદ કેએલ રાહુલ (38) અને અભિષેક પોરેલ (49) એ 63 રન ઉમેર્યા પરંતુ ગતિ ધીમી હતી. આ પછી, કેપ્ટન અક્ષર પટેલે આવ્યા અને માત્ર 14 બોલમાં 34 રન બનાવીને ટીમના સ્કોરને વેગ આપ્યો. ત્યારબાદ ટ્રિસ્ટન સ્ટબ્સ (34) અને આશુતોષ શર્મા (15) એ છેલ્લી ત્રણ ઓવરમાં 42 રન ઉમેરીને ટીમનો સ્કોર 3 વિકેટે 188 રન સુધી પહોંચાડ્યો.
જવાબમાં, રાજસ્થાનના ઓપનર સંજુ સેમસન (31) અને યશસ્વી જયસ્વાલ (51) એ તેમની ટીમને ઉજ્જવળ શરૂઆત અપાવી અને પાવરપ્લેમાં સ્કોર 60 ને પાર પહોંચાડ્યો. પરંતુ છઠ્ઠી ઓવરમાં, કેપ્ટન સેમસન પાંસળીની ઇજાને કારણે રિટાયર્ડ હર્ટ થયો. ટૂંક સમયમાં રિયાન પરાગ પણ આઉટ થયા પછી પાછો ફર્યો. જયસ્વાલે સતત બીજી અડધી સદી ફટકારીને ટીમને મેચમાં જાળવી રાખી. પરંતુ તે આઉટ થતાં જ નીતિશ રાણાએ હુમલો કર્યો અને માત્ર 28 બોલમાં 51 રન બનાવ્યા. રાણા 18મી ઓવરમાં આઉટ થયો હતો અને તેના આઉટ થયા પછી, મેચ જીતવાની જવાબદારી શિમરોન હેટમાયર અને ધ્રુવ જુરેલ પર આવી ગઈ. બંને ટીમોએ સ્કોર નજીક પહોંચાડ્યો પરંતુ મિશેલ સ્ટાર્કે છેલ્લી ઓવરમાં જરૂરી 9 રન બનાવવા દીધા નહીં અને મેચ ટાઇ થઈ ગઈ.
આ પછી નિર્ણય માટે સુપર ઓવરનો આશરો લેવામાં આવ્યો. IPLમાં 2021 સીઝન પછી આ પહેલી વાર હતું જ્યારે મેચનો નિર્ણય સુપર ઓવરમાં થવાનો હતો. સુપર ઓવરમાં રાજસ્થાન પહેલા બેટિંગ કરવા આવ્યું. તેના માટે, રિયાન પરાગ અને શિમરોન હેટમાયર બેટિંગ કરવા આવ્યા. મિશેલ સ્ટાર્કે સુપર ઓવરમાં બોલિંગની જવાબદારી લીધી. રાજસ્થાનની ટીમ 6 બોલ પણ પૂરા રમી શકી નહીં અને તેની બંને વિકેટ રન આઉટમાં પડી ગઈ. ટીમ ફક્ત ૧૧ રન જ બનાવી શકી. જવાબમાં, દિલ્હી તરફથી કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સે માત્ર 4 બોલમાં મેચ પૂરી કરી દીધી.