Home Blog Page 1033

રામનવમી પૂર્વે વડોદરા પોલીસ એલર્ટ, ડ્રોનથી રખાશે ચાંપતી નજર

વડોદરા: આવતીકાલે 6 એપ્રિલના રોજ રામનવમીના તહેવારની ઉજવણી દેશભરમાં થવાની છે. વિવિધ સ્થળે શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ તહેવારને લઈ ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તહેવારને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગુજરાત પોલીસ પણ આગોતરું આયોજન કરી રહ્યું છે. વડોદરા પોલસી પણ રામનવમીની ઉજવણીને લઈ એક્શનમાં આવી ચુકી છે. અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 27 શોભાયાત્રા નીકળશે. અગાઉ શહેરમાં રામનવમીની દિવસે શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ આ વર્ષે પોલીસે ચુસ્ત બંદોબસ્તની તૈયારી કરી છે. સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી થાય તેને લઈને 2500 પોલીસ જવાન તૈનાત કરવામાં આવશે.

વડોદરા શહેર પોલીસ આવતીકાલે નીકળનાર શોભાયાત્રાને લઈને સઘન તૈયારી કરી છે. પોલીસ સંવેદનશીલ વિસ્તારો જેવા કે કરીમાંડવીથી લહેરીપુરા, ચાંપાનેર દરવાજા, પાંજરીગર મોહલ્લા વિગેરે વિસ્તારોમાં સુરક્ષા સંબંધીત ચકાસણી હાથ ધરતા વધુ પોલીસ તૈનાત કરશે. શહેર પોલીસ દ્વારા હાલમાં ચાલતાં ચૈત્રી નવરાત્રી તેમજ આગામી રામનવમી વગેરે તહેવારોની ઉજવણીમાં કોઈ ભંગ ના પડે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં તહેવારની ઉજવણીમાં અડચણ ઉભી કરનારા અસામાજિક તત્વો સામે ડ્રોનથી પોલીસ બાજ નજર રાખશે.

પોલીસ કમિશનરના આદેશ બાદ શહેરમાં અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોનથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ધાબા પર પથ્થર કે અન્ય વસ્તુ છે કે નહીં જોવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ વડોદરામાં રામનવમીના દિવસે રામજીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ આવતીકાલે સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળનાર બે શોભાયાત્રાને લઈને પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કર્યું છે. આ માટે પોલીસ અધિકારીઓ સહિત 2500 પોલીસ જવાનનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

અમિતાભ બચ્ચન KBC 17 લઈને આવી રહ્યા છે, આ દિવસથી રજીસ્ટ્રેશન શરૂ થશે

કૌન બનેગા કરોડપતિ શૉ તેની નવી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. આ શોની છેલ્લી સીઝન 11 માર્ચે પૂરી થઈ હતી અને માત્ર 24 દિવસ પછી, આ હિટ રિયાલિટી શોની નવી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. નિર્માતાઓએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર ‘કૌન બેગના કરોડપતિ 17’ નો બ્લોકબસ્ટર પ્રોમો પોસ્ટ કર્યો છે, જેમાં બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો સમાવેશ થાય છે. સારા સમાચાર એ છે કે 17મી સીઝન માટે નોંધણી આ મહિનાથી શરૂ થવા જઈ રહી છે.

 

KBC 17 માટે નોંધણી સરળ બનશે
4 એપ્રિલના રોજ, સોની ટીવીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘કૌન બનેગા કરોડપતિ 17’ નો એક અદ્ભુત પ્રોમો અપલોડ કર્યો જે વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. 17મી સીઝનના આ પહેલા પ્રોમોમાં અમિતાભ બચ્ચન પેટમાં દુખાવાના દર્દી તરીકે જોવા મળે છે. આ દરમિયાન એક ડૉક્ટર બિગ બીને મદદ કરવા આવે છે જે પેટમાં દુખાવાથી પીડાઈ રહ્યા છે. બિગ બીને ચીડવતા, ડૉક્ટર કહે છે કે તેઓ સત્ય છુપાવી રહ્યા છે, જેના કારણે તેમને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. ત્યારબાદ પીઢ અભિનેતા જાહેરાત કરે છે કે KBC 17 માટે નોંધણી 14 એપ્રિલથી શરૂ થશે.

અમિતાભ બચ્ચન ફરી એકવાર હોસ્ટ તરીકે ધૂમ મચાવશે
આ પ્રોમોના કેપ્શનમાં લખ્યું છે, ’14 એપ્રિલથી હોટ સીટ પર બેસવા માટે તૈયાર થઈ જાઓ.’ KBC રજીસ્ટ્રેશન અને અમારા AB ના પ્રશ્નો શરૂ થવાના છે. નિર્માતાઓએ કૌન બનેગા કરોડપતિ સીઝન 17 નો પ્રોમો શેર કરતાની સાથે જ દર્શકો આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ વખતે બધાના પ્રિય અમિતાભ બચ્ચન આ શોના હોસ્ટ હશે.

તમે KBC 17 ક્યારે અને ક્યાં જોઈ શકશો?
કૌન બનેગા કરોડપતિ સીઝન 16નું પ્રીમિયર 16 ઓગસ્ટ, 2024ના રોજ થયું હતું અને 11 માર્ચ, 2025 ના રોજ સમાપ્ત થયું હતું. આમિર ખાન, જુનૈદ ખાન, વિદ્યા બાલન, ફરાહ ખાન, અભિષેક બચ્ચન જેવી ઘણી હસ્તીઓ તેમના પ્રોજેક્ટ્સને પ્રમોટ કરવા માટે શોમાં આવી હતી. હવે આ સિઝનમાં ઘણા સ્ટાર્સ ફરી જોવા મળશે. જોકે તેની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ તમે તેને સોની લિવ પર જોઈ શકો છો.

ગુજરાતમાં વધ્યું ગરમીનું જોર, 7 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

અમદાવાદ: ગુજરાતમાં ગરમીનું જોર વધી રહ્યું છે. બેવડી ઋતુના અહેસાસ બાદ આખરે આગઝરતીની ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. શુક્રવારે 7 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જ્યારે ભુજમાં 44.5 ડિગ્રી સાથે સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ બની રહ્યો હતો.

હવામાન વિભાગના આંકડા પ્રમાણે અમદાવાદમાં શુક્રવારે 41.3 ડિગ્રી સરેરાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતા 3 ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી અમદાવામાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોને મતે આગામી રવિવારથી બુધવાર એમ ચાર દિવસ તાપમાન 44 ડિગ્રી થઈ શકે છે. આ સાથે ગુજરાતમાં ભરમાં આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. જે બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે શુક્રવારે ગાંધીનગરમાં 41 ડિગ્રી,ડીસામાં 42.1 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 38.9 ડિગ્રી,વડોદરામાં 39.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી,નલિયામાં 40.4 ડિગ્રી, કંડલામાં 42 ડિગ્રી,પોરબંદરમાં 33.4 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી,કેશોદમાં 40.7 ડિગ્રી, મહુવામાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

કાળઝાળ તાપમાં શરીરને ‘પાણીદાર’ કેમ રાખશો?

પ્રશ્ન: ગરમીની સીઝનમાં શરીરને ઠંડક મળે અને લૂ ન લાગે એ માટે શું ધ્યાન રાખી શકાય? એવાં કોઈ સ્પેશિયલ પીણાં ખરાં? દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ?

– વૈભવી શાહ (ભરૂચ)

ઉત્તર: ગરમીથી બચવા માટે સૌપ્રથમ તો લાઈટ કૉટનનાં કપડાં પહેરવાં. જરૂર સિવાય તડકામાં બહાર ન નીકળવું અને નીકળવું પડે તો ચહેરો અને હાથ બન્ને વ્યવસ્થિત કૉટન કપડાંથી કવર કરવા. એ ઉપરાંત, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, કારણ કે પાણી એ લૂથી રક્ષણ આપવા માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. દિવસ દરમિયાન ત્રણથી ચાર લિટર પાણી જરૂરી છે. એને લીધે શરીરનું ટેમ્પરેચર નૉર્મલ રાખવામાં મદદ મળશે. ડિટોક્સ વૉટર પણ શરીરને ઠંડક પ્રદાન કરવા માટે લઈ શકાય. પાણીની બૉટલમાં લેમન સ્લાઈસ તથા ફુદીનો ઉમેરી એકથી બે કલાક રાખવાથી ડિટોક્સ વૉટર તૈયાર થઈ જશે. કાકડી, સક્કરટેટી, સંતરાં, કલિંગરમાંથી પણ ડિટોક્સ વૉટર બનાવી શકાય, જે ડિહાઈડ્રેશનથી બચવામાં મદદ કરી શકશે.

Infused water for detoxing your body with lemons, spearmint, melissa and ginger

એ સિવાયના વિકલ્પો છે નાળિયેરપાણી, લીંબુ શરબત, છાશ, લસ્સી, જલજીરા, કાળી દ્રાક્ષનું પાણી તેમ જ આમ પ્ન્ના એટલે કે કાચી કેરીનો બાફલો. આ બધાં ગરમીથી રક્ષણ આપનારાં પ્રવાહી છે, જેનો ઉપયોગ તમે લૂથી બચવા કરી શકશો. જ્યૂસી ફ્રૂટ્સ પણ ગરમીમાં ઠંડક આપે છે. ડુંગળીમાં સનસ્ટ્રોકથી બચાવવાનો ગુણધર્મ છે તો આવા સમયે ડુંગળી (કાંદા)નો પણ સૅલડમાં ઉપયોગ કરી શકો. બને ત્યાં સુધી નૉનવેજ ફૂડ કે બહુ તીખા અને તળેલા પદાર્થ ન લેવા તેમ જ સુગરી ડ્રિન્ક્સ પણ ટાળવાં.

પ્રશ્ન:: મારી 20 વર્ષની દીકરીને પિરિયડ દરમિયાન ખૂબ દુખાવો થાય છે, એનું કારણ શું? એ નિવારવા અથવા ઘટાડવા માટે કોઈ ડાયેટ છે?

– દીના દેસાઈ (વડોદરા)

ઉત્તર: મેન્સ્ટ્રુઅલ પેઈન એટલે કે માસિક સમયે થતા દુખાવાનાં ઘણાં કારણ હોઈ શકે. આ પ્રકારના પેઈનને ડિસ્મેનોરિયા કહેવાય છે. સ્ત્રીઓના યુટ્રસમાં પ્રોસ્ટાગ્લેડિન નામનું કેમિકલ હોય છે. એનું પ્રમાણ વધી જવાથી પણ આ પ્રકારનો દુખાવો થાય છે. કોઈક વાર એન્ડોમેટ્રિઓસિસ, ફાઈબ્રોઈડ્સ, વગેરેને કારણે પણ પિરિયડ ક્રૅમ્પ્સ થતા હોય છે. આ પ્રકારના દુખાવાનાં કારણ છે સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, અમુક પ્રકારની દવા તથા અનહેલ્ધી ફૂડની આદત. ઘણી વખત જન્મથી જ યુટ્રસનો આકાર પણ પિરિયડ દરમિયાન દુખાવાનું કારણ બની શકે.

આવી સ્થિતિને અથવા દુખાવાને અટકાવવા માટે કોઈ ખાસ આહારપદ્ધતિ નથી, પરંતુ મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, ઝિંક જેવાં મિનરલ્સ તેમ જ વિટામિન બી૬, બી૧, વગેરે વિટામિન્સના ઉપયોગથી રાહત મેળવી શકાય છે.

ડાર્ક ચૉકલેટ, આદું, હળદર, નટ્સ, ફિશ, લીલી ભાજી, દહીં ઉપરાંત કેળું, પપૈયા જેવાં ફ્રૂટ્સનો ઉપયોગ આ સમયે કરવો. આ બધાં ખાદ્યોમાં મિનરલ્સ તેમ જ વિટામિન્સનો સારો સ્રોત છે.

વધુ નમકયુક્ત પદાર્થ વૉટર રિટેન્શન એટલે કે શરીરમાં પાણીની માત્રાની વધ-ઘટ કરી શકે છે. વધુ ગળપણયુક્ત ખાદ્યોથી પણ આ પ્રકારનું પેઈન વધી શકે છે. તળેલા તેમ જ વધુ ફૅટવાળાં ખાદ્યો (બટર, ક્રીમ, વેફર્સ, નૉનવેજ, વગેરે)થી ઍસિડિટી થવાના ચાન્સ રહે છે. તો વધુપડતા તીખા પદાર્થોથી પાચન ખરાબ થવાના તેમ જ ઍસિડ રિફ્લક્સ થવાની શક્યતા છે આથી ઉપરોક્ત ખાદ્યો મેન્સ્ટ્રુએશન પેઈન રહેતું હોય એ સમયે ન લેવા. સારી માત્રામાં પાણી પીવું. આ સમયે પૂરતો આરામ થાય એ પણ એટલું જ જરૂરી છે.

પ્રશ્ન:: મને હમણાં જાણવા મળ્યું છે કે બાજરાનો રોટલો નિયમિત ખાવાથી ગરમ પડે છે. જો કે ઘણા ગામવાસીઓ રોજ બાજરો ખાય છે તો એમને કેમ તકલીફ થતી નથી?

– આંચલ પ્રજાપતિ (આણંદ)

ઉત્તર: બાજરો એ પચવામાં થોડો ભારે હોય છે. આ આદર્શ ધાન્યને પચાવવા માટે એની સાથે ચોખ્ખું ઘી, દૂધ અથવા છાશની જરૂર છે. આ બધાનો બાજરાના રોટલા સાથેનો સમન્વય જ એના પાચનમાં મદદ કરી શકે. તમે બાજરાનો ઉપયોગ ભોજનમાં કરી રહ્યા છો તો તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી આથી અગર તમને દિવસ દરમિયાન ચારથી પાંચ વખત થોડું થોડું ખાવાની આદત છે તો તમને બાજરો અનુકૂળ નહીં આવે. બેઠાડુ જીવન એટલે કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય એ લોકો નિયમિત બાજરાનો ઉપયોગ કરે તો એમને પાચનમાં સમસ્યા થઈ શકે છે.

તમે જે વિસ્તારમાં રહો છો ત્યાંનું વાતાવરણ પણ તમારા આહારને અસર કરે છે. ભેજયુક્ત વાતાવરણવાળા એરિયામાં આ પ્રકારનાં ધાન્ય પચાવવામાં તમને તકલીફ પડી શકે, એનું કારણ એ કે બાજરો એ મૂળ તો સૂકા પ્રદેશનું ધાન્ય છે અને એવી જગ્યાની આબોહવા બાજરો પચાવવા માટે અનુકૂળ છે. આવા પ્રદેશ સિવાયની જગ્યાએ રહેતા લોકો જવારનો ઉપયોગ કરી શકે અથવા બાજરો અને જવાર ભેળવીને એના રોટલા બનાવી શકે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

દિલ્હીમાં આજથી લાગુ થશે આયુષ્માન યોજના

નવી દિલ્હીઃ દિલ્હીમાં આજથી ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. આ સુવિધા હેઠળ નોંધાયેલી વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે દિલ્હી સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે શનિવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે.

કેન્દ્ર સરકારની આયુષ્માન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સારી સારવાર પૂરી પાડવા માટે છે. દિલ્હીમાં પણ આ લોકોને આ યોજનાનો લાભ મળશે. દિલ્હીમાં જેમની પાસે AAY કાર્ડ છે તેમના કાર્ડ પહેલાં બનાવવામાં આવશે. આ પછી, BPL કાર્ડધારકોનો વારો આવશે. 10 એપ્રિલ સુધીમાં આયુષ્માન યોજના ઓછામાં ઓછા એક લાખ લોકોને ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક છે, એમ અહેવાલ કહે છે.

તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે AB-PMJAY લાગુ કરવાનું વચન આપ્યું હતું. આ મામલે અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે AB-PMJAY સાથે આ યોજનાઓને મર્જ કરવાની વિચારણા ચાલી રહી છે. સંભવત આગામી સમયમાં લોકોને વધુ સુવિધા આપતી આ યોજનાઓને AB-PMJAYમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

CM રેખા ગુપ્તાએ સત્તામાં આવ્યા પછી તેમની પહેલી કેબિનેટ બેઠકમાં AB-PMJAYનો સમાવેશ કર્યો હતો. આ મહિનાની શરૂઆતમાં તેમના પહેલા બજેટ ભાષણમાં  ગુપ્તાએ જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર ફક્ત આ યોજના લાગુ કરશે નહીં, પરંતુ દરેક પાત્ર પરિવારને પાંચ લાખ રૂપિયાનું વધારાનું ટોપ-અપ પણ આપશે. આ પછી પરિવારદીઠ વીમા કવચ 10 લાખ રૂપિયા હશે. દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ તેમણે જણાવ્યું અમે નાગરિકોને વધુ સુવિધા આપવા તેમના હિતમાં અનેક નિર્ણયો લીધા છે તેમ જ નવી યોજનાઓ પણ શરૂ કરીશું.

ગુલકંદ – ૦૫ એપ્રિલ ૨૦૨૫

સાબુદાણા બટેટા પરોઠા

નવરાત્રીની અષ્ટમી કે રામનવમીના વ્રત માટે ફરાળ માટે સાબુદાણા બટેટાના પરોઠા ઓછા તેલમાં બની જાય છે!

સામગ્રીઃ

  • સાબુદાણા 1 કપ
  • બાફેલા બટેટા 3
  • લીલા મરચાં 2-3
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • શેકેલી શીંગનો ભૂકો 2 ટે.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • દહીં 2 ટે.સ્પૂન
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • તેલ અથવા ઘી પરોઠા શેકવા માટે

રીતઃ સાબુદાણાને 1 પાણીએથી ધોઈને 4 કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખો.

ત્યારબાદ એક મોટા બાઉલમાં સાબુદાણામાંથી પાણી નિતારીને લો. તેમાં બાફેલા બટેટા ખમણીને ઉમેરો. લીલા મરચાં તેમજ આદુ ઝીણાં સમારી લો. સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરો. કાળા મરી પાઉડર, દહીં તેમજ શેકેલી શીંગનો ભૂકો અને સમારેલી કોથમીર મેળવીને હાથેથી લોટની જેમ મિશ્રણને બાંધીને 10 મિનિટ માટે ઢાંકીને રાખો.

ગેસ ઉપર નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. પેનમાં થોડું તેલ તવેથા વડે લગાડી રાખો.

એક પ્લાસ્ટીક શીટ પાટલા ઉપર મૂકી તેની ઉપર તેલ લગાડી લો. હાથને તેલવાળા કરી, સાબુદાણાના લોટમાંથી લૂવો લઈ પાટલા ઉપર પ્લાસ્ટીક ઉપર લૂવો મૂકીને હાથેથી તેનો રોટલો થાપો. ત્યારબાદ પરોઠાવાળું પ્લાસ્ટીક હાથમાં લઈ બીજા હાથમાં ઉંધું વાળીને પરોઠાને હાથમાં લઈ લો અને બંને હાથમાં પરોઠો લઈને હળવેથી તવામાં મૂકી દો. જેમ જુવારના રોટલા આપણે તવીમાં શેકવા માટે મૂકીએ તે રીતે.

2-3 મિનિટ પરોઠું શેકાયા બાદ તવેથા વડે ઉથલાવીને ફરતે તેલ અથવા ઘી રેડીને ફરીથી 2-3 મિનિટ શેકાવા દો. પરોઠું બંને બાજુએથી બ્રાઉન રંગનું થાય એટલે ઉતારી લો.

તૈયાર પરોઠા કોથમીર-મરચાં-દહીંની તીખી લીલી ચટણી અથવા ફક્ત દહીં સાથે પણ સારા લાગશે.

૦૫ એપ્રિલ – ૨૦૨૫

આયશા ઝુલ્કાને એક ફોટોશૂટથી મુંબઈની ટિકિટ મળી

આયશા ઝુલ્કાએ અભિનયમાં આવવા માટે કોઈ સંઘર્ષ કરવો પડ્યો ન હતો. પહેલી ફિલ્મ રજૂ થાય એ પહેલાં જ બીજી પાંચ ફિલ્મો મળી ગઈ હતી. ૧૬ વર્ષની ઉંમરે આયશાને પહેલી ‘કુર્બાન’ (૧૯૯૧) મળી અને એ રજૂ થઈ ત્યાં સુધીના દોઢ વર્ષમાં મેહુલકુમારની ‘મીત મેરે મન કે’, મંસૂર ખાનની ‘જો જીતા વોહી સિકંદર’, અબ્બાસ-મસ્તાનની ‘ખિલાડી’, નાગાર્જુન સાથેની તેલુગુ ફિલ્મ અને એક બંગાળી ફિલ્મ મળી ગઈ હતી. ૧૫ વર્ષની આયશા દિલ્હીમાં હતી ત્યારે પિતાના મિત્ર સિંઘાનિયા એક કાપડની મોટી કંપનીના માલિક હતા અને એમણે કંપનીની જાહેરાતમાં કામ કરવા કહ્યું હતું.

આયશાનું ફોટોશૂટ જાણીતા ફિલ્મી ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષ કરી રહ્યા હતા. અને મેકઅપ પંઢરીદાદા કરતા હતા. બંનેએ આયશાને સૂચન કર્યું કે તારા માટે દિલ્લીમાં કોઈ તક નથી મુંબઇ આવવું જોઈએ. આયશાએ ઉત્સાહમાં આવીને એમને કહ્યું હતું કે મારે એક ફિલ્મ કરવી છે. તમે કોઈ તક હોય તો ફોન કરજો. ગૌતમે મુંબઇ જઈને કેટલાક નિર્માતા- નિર્દેશકોને આયશાના ફોટા મોકલ્યા હતા. એ વાતને છ મહિના વીતી ગયા પછી એક દિવસ ઘરે ફોન આવ્યો અને માતાને સંદેશ મળ્યો કે એક નિર્માતા નવી છોકરી શોધી રહ્યા છે એ માટે સ્ક્રિન ટેસ્ટ આપવા આયશાને મુંબઇ મોકલજો.

 

માતાએ એમ કહ્યું કે એણે મસ્તી મજાકમાં ફિલ્મ કરવાની વાત કરી હશે. ત્યારે એમણે આગ્રહ કર્યો એટલે પરિવાર સાથે ચર્ચા કરી જવાબ આપવાનું કહ્યું. રાત્રે ભોજન લેતી વખતે જ્યારે આ વાત ચર્ચાઇ ત્યારે પિતાએ કહ્યું કે મુંબઇ જવાનું અને ત્યાં કામ કરવાનું સરળ નથી. પછી જ્યારે માતાએ કહ્યું કે સલમાન ખાન સાથેની ફિલ્મ છે ત્યારે આયશા કૂદવા લાગી અને એક ફિલ્મમાં કામ કરવા કરગરવા લાગી. પિતાએ કહ્યું કે હજુ ફિલ્મ મળી નથી. જ્યારે સગાવહાલાને ખબર પડી ત્યારે તેમણે પણ આવીને કહ્યું કે આપણાં પરિવારમાં કોઈને ફિલ્મ કરવાની પરવાનગી નથી. આયશા અગાઉ ત્રણ શહેરોમાં બ્યુટી ક્વીનના ખિતાબ જીતી ચૂકી હતી. એની સુંદરતા એવી હતી કે એ ભાગ લેવાની છે એ જાણ્યા પછી ઘણી છોકરીઓ એમાં ભાગ લેતી ન હતી. પણ ગ્લેમર વર્લ્ડમાં કામ કરવાની ઈચ્છા હતી એટલે આયશાએ એવી સ્પર્ધામાં ભાગ લેવાનું બંધ કરી દીધું હતું.

આયશાએ જીદ ચાલુ રાખ્યા પછી આખરે એવું નક્કી થયું કે દર વર્ષે વેકેશનમાં કોઈ સ્થળે ફરવા જઈએ છીએ એ રીતે આ વખતે મુંબઇ જઈશું. માતા-પિતાને એમ હતું કે એને સલમાન સાથેની ફિલ્મ કેવી રીતે મળવાની હતી? જઈએ તો ખરા. આયશાનો પરિવાર મુંબઇ આવ્યો અને સિંઘાનિયાને ત્યાં રોકાયો. આયશાને ત્યારે ખબર ન હતી કે ફિલ્મનો ‘સ્ક્રિન ટેસ્ટ’ કેવો હોય છે. જ્યારે નક્કી થયા મુજબ આયશા માતા સાથે સ્ટુડિયો પર પહોંચી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને ચમકી જવા સાથે નિરાશ થઈ ગઈ.

(આયશાને સલમાન સાથેની પહેલી ફિલ્મ કેવી રીતે મળી અને ‘પ્રેમ કેદી’ કેમ છોડી દીધી તેની અજાણી રસપ્રદ વાતો વાતો હવે પછીના અંકમાં)

પંચાંગ 05/04/2025