Home Blog Page 104

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૧ મે ૨૦૨૬

ભરત કપૂર: અભિનયના તેજસ્વી હસ્તાક્ષર… 

બાલ્યાવસ્થામાં એક ફિલ્મ જોયેલીઃ ‘ઈનકાર.’ વિનોદ ખન્ના-અમજદ ખાનવાળી ફિલ્મમાં 7-8 વર્ષની વયના એક બાળકનું અપહરણ થાય છે, એને કિડનેપર્સની ચુંગાલમાંથી છોડાવવાની મથામણ થાય છે. આમાં એક કેરેક્ટર છેઃ મનમોહન. એ હતા ભરત કપૂર. જે સહજતાથી એમણે કિડનેપર (અમજદ ખાન)ના થોડા ગાફેલ એવા મળતિયાનું પાત્ર ભજવેલું એ જોઈને આફરીન પોકારી જવાય.

સોમવાર, 27 એપ્રિલેની બપોર 80 વર્ષી અભિનેતા ભરત કપૂરના નિધનના સમાચાર લાવી ત્યારે કલાજગતમાં શોક છવાઈ જવો સ્વાભાવિક હતોઃ ભારતીય સિનેમાના આકાશનો વધુ એક તેજસ્વી સિતારો ખરી પડ્યો. અલબત્ત, છેલ્લાં થોડાં વર્ષથી એ ખાસ સક્રિય નહોતા, પણ એ એક લેગસી જરૂર મૂકતા ગયા.

૧૫ ઑક્ટોબર, ૧૯૪૫ના રોજ લાહોરની ધરતી પર જન્મ. તે વખતે કોઈને અંદેશો સુધ્ધાં નહોતો કે આ બાલક આગળ જતાં મુંબઈની માયાનગરીમાં વિલન તરીકે પોતાની ધાક જમાવશે. પિતા ઈશ્વરચંદ્ર કપૂર પોતે ગીતકાર હતા એટલે કલા તો લોહીમાં જ હતી. ૩ મહિનાની ઉંમરે માતા કૌશલ્યા દેવી સાથે મુંબઈ આવ્યા બાદ બાળપણ મુંબઈની ગલીઓમાં પાંગર્યું.

શાળાશિક્ષણ બાદ ભરતજીએ મુંબઈની સાબુ સિદ્દીક કૉલેજમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી તો લીધી, પણ કુદરતની કંઈ અલગ જ સ્કિમ હતી. એન્જિનિયરિંગ કૉલેજમાં એમના પ્રોફેસર હતા નાટક-સિનેમાના દિગ્ગજ લેખક-અભિનેતા કાદર ખાન! કાદર ખાને જ ભરત કપૂરને ‘ઈપ્ટા’ (ઈન્ડિયન પીપલ્સ થિએટર)ના મંચ પર લાવી દીધા. ‘ઈપ્ટા’ સાથે જોડાઈને એમણે હિંદી રંગભૂમિ પર નામના મેળવી.

1970ના દાયકાના આરંભમાં એક દિવસ ભરતજીનું ‘તન્હાઈ’ નામનું નાટક જોવા આવ્યા હોય છે દિગ્દર્શક ચેતન આનંદ. ભરત કપૂરનો અભિનય જોઈને એ મંત્રમુગ્ધ થઈ ગયા. એ જ ક્ષણે એમણે ભરતજીને બે ફિલ્મ ઑફર કરીઃ વૉર ડ્રામા ‘હિન્દુસ્તાન કી કસમ’ (જેમાં એ પાકિસ્તાની મિલિટરી અફ્સર ઉસ્માન બનેલા) અને રોમાન્ટિક ડ્રામા ‘હસતે જખ્મ’.

ચેતન આનંદ જેવા મોટા ફિલ્મકારની ઓફર કોણ ઠુકરાવે? ભરતજીએ તુરંત સ્વીકારી લીધી. આમ પણ એ રંગભૂમિ સાથે જોડાયા જ એટલા માટે હતા કે ફિલ્મોમાં કામ મળે. ચેતન આનંદે એમને પૂછ્યું કે ‘તું હીરો-બીરો બનવાનાં સપનાં તો નથી જોતોને?’ ત્યારે ભરતજીએ સ્પષ્ટ કહ્યું હતું કે મારે તો એક્ટિંગ કરવી છે. પાત્ર સારું હોવું જોઈએ, પછી એ નેગેટિવ હોય કે પોઝિટિવ!

એમ તો ૧૯૭૪માં ‘ગુપ્ત જ્ઞાન’ જેવી હિટ ફિલ્મમાં સેક્સોલોજિસ્ટ તરીકે હીરોની ભૂમિકા ભજવ્યા બાદ ‘ક્ષિતિજ’ નામની ફિલ્મમાં પણ એ હીરો હતા, પણ વિધાતાએ તેમના માટે વિલનગીરી જ નક્કી કરી હતી.

-અને ૧૯૭૯માં યશ ચોપરાની ‘નૂરી’ રિલીઝ થાય છે, અનપેક્ષિત સુપરહિટ થાય છે. લો-બજેટની ‘નૂરી’ની સફળતામાં ખય્યામનના સંગીત ઉપરાંત ભરત કપૂરનો ફાળો નાનોસૂનો નહોતો. ફારુક શેખ-પૂનમ ધિલ્લોંને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મમાં ભરતજીએ ભજવેલું બશીર ખાનનું પાત્ર એટલું ડરામણું અને જીવંત હતું કે એ હિંદી સિનેમાના આઈકનિક વિલન બની ગયા. ૨૦૦થી વધુ ફિલ્મોમાં એમની આંખોનો કિલર અંદાજ અને પડછંદ વ્યક્તિત્વ પ્રેક્ષકોનાં દિલ ધડકાવી દેતા. સાગર સરહદીની ‘બઝાર’થી લઈને ‘લવસ્ટોરી,’ ‘નાખુદા,’ ‘ગુલામી,’ ‘આખરી રાસ્તા,’ ‘ખુદા ગવાહ,’ વગેરેમાં એ પોતાના સશક્ત અભિનય અને ઘેઘૂર અવાજથી છવાઈ જતા.

ફિલ્મ ઉપરાંત ભરત કપૂરે દૂરદર્શનથી લઈને પ્રાઈવેટ ચૅનલ્સ સુધી ૪૦ જેટલી ટીવીસિરિયલ્સમાં કામ કર્યું, પણ ડેઈલી સોપથી એ વિરક્ત રહ્યા. એ માનતા કે દૈનિક ધારાવાહિકમાં વાર્તાના નામે કંઈ હોતું નથી. એકના એક રેઢિયાળ પ્લોટ કે વિષયવસ્તુને જુદી જુદી રીતે રજૂ કરવામાં આવે છે. બહુ ઓછી ટીવીસિરીઝ એમણે કરી, જેમ કે ‘તારા’, ‘કેમ્પસ,’ ‘પરંપરા’, ‘સાઁસ’, ‘અમાનત,’ વગેરે.

અંગત જીવન જોઈએ તો ભરત કપૂરનાં 1970માં લોપા કપૂર સાથે લગ્ન થયાં, જેનાથી એમને બે દીકરા સાગર અને રાહુલ અને, દીકરી કવિતા છે. રાહુલ પણ જાણીતા ડિરેક્ટર છે, જ્યારે સાગર ઍડફિલ્મ બનાવતી એજન્સીમાં જૉબ કરે છે. એ રીતે એમનો ઘરસંસાર સુખી રહ્યો. સફળ અભિનેતાની સાથે એ શ્રેષ્ઠ પતિ, પિતા, દાદા-નાનાની ફરજ નિભાવીને વિદાય થયા.

ભરત કપૂરનાં પરદા પરનાં પાત્રો અને કલા પ્રત્યે એમની નિષ્ઠા આવનારી પેઢીઓ માટે હંમેશા દીવાદાંડી સમાન રહેશે.

 

Chitralekha Gujarati – 11 May, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

IPL 2026 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત ટાઈટન્સની શાનદાર જીત

અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કરતા RCB ને 4 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરની ટીમ 19.2 ઓવરમાં માત્ર 155 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલીએ 28 રન બનાવ્યા હતા પરંતુ મધ્યમ ક્રમ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. જવાબમાં ગુજરાત ટાઈટન્સે કેપ્ટન શુભમન ગિલના 43 અને જોસ બટલરના 39 રનની મદદથી 15.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ગુજરાત તરફથી અર્શદ ખાને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

મેચની શરૂઆતની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સાચો સાબિત થયો જ્યારે મોહમ્મદ સિરાજે ત્રીજી જ ઓવરમાં બેંગ્લોરને પ્રથમ ઝટકો આપ્યો હતો. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ કગિસો રબાડાની ઓવરમાં સતત 5 છગ્ગા ફટકારીને સ્ટેડિયમમાં ઉત્સાહ ભરી દીધો હતો, પરંતુ રબાડાએ વળતો પ્રહાર કરતા કોહલીને 28 રનના વ્યક્તિગત સ્કોર પર રાશિદ ખાનના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન ભેગો કર્યો હતો. દેવદત્ત પડિક્કલે 40 રનનું યોગદાન આપીને દાવ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન લાંબી ઇનિંગ રમી શક્યા નહોતા.

બેંગ્લોરનો મધ્યમ ક્રમ અને લોઅર ઓર્ડર ગુજરાતના બોલરો સામે લાચાર દેખાતો હતો. રજત પાટીદાર (19 રન), જિતેશ શર્મા (1 રન), ટિમ ડેવિડ (9 રન) અને કૃણાલ પંડ્યા (4 રન) જેવી આક્રમક બેટિંગ લાઇન-અપ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. અંતિમ ઓવરોમાં ભુવનેશ્વર કુમારે અણનમ 15 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, છતાં પૂરી ટીમ 19.2 ઓવરમાં 155 રન બનાવીને તંબુ ભેગી થઈ ગઈ હતી. ગુજરાત વતી અર્શદ ખાને તરખાટ મચાવતા 3 વિકેટ લીધી હતી, જ્યારે રાશિદ ખાન અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી હતી.

156 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત વિસ્ફોટક રહી હતી. કેપ્ટન શુભમન ગિલે માત્ર 18 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 43 રનની તોફાની ઇનિંગ રમી હતી. જોકે, તેનો ઓપનિંગ પાર્ટનર સાઈ સુદર્શન માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ જોસ બટલરે પણ આક્રમક વલણ અપનાવતા 19 બોલમાં 39 રન ફટકારીને જીતનો માર્ગ મોકળો કર્યો હતો. મધ્યમ ક્રમમાં વોશિંગ્ટન સુંદર (12 રન) અને જેસન હોલ્ડર (12 રન) નાની ઇનિંગ રમીને આઉટ થયા હતા, જેના કારણે મેચ થોડી રોમાંચક બની હતી.

અંતિમ ક્ષણોમાં અનુભવી રાહુલ તેવટિયા અને રાશિદ ખાને સંયમપૂર્વક બેટિંગ કરી હતી. તેવટિયાએ અણનમ 27 રન બનાવીને ટીમને જીત અપાવી હતી, જ્યારે રાશિદ ખાને 7 રન સાથે સાથ આપ્યો હતો. ગુજરાતે માત્ર 15.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. બેંગ્લોરના બોલરો શરૂઆતમાં રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા, જે તેમની હારનું મુખ્ય કારણ બન્યું હતું. આ જીત સાથે ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.

પશ્ચિમ બંગાળમાં કાઉન્ટિંગ પૂર્વે હાઈવોલ્ટેજ ડ્રામા

પશ્ચિમ બંગાળમાં મતગણતરી પહેલા તૃણમૂલ કોંગ્રેસે સ્ટ્રોંગ રૂમમાં ગેરરીતિના ગંભીર આરોપો લગાવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે અને દાવો કર્યો છે કે પક્ષના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં મતપેટીઓ ખોલવામાં આવી રહી છે. બીજી તરફ, ચૂંટણી પંચે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતા સ્પષ્ટતા કરી છે કે વીડિયોમાં દેખાતી પ્રવૃત્તિ પોસ્ટલ બેલેટની છંટણીની પ્રક્રિયા હતી, જે નિયમ મુજબ અને પક્ષોને પૂર્વ જાણ કરીને કરવામાં આવી હતી.

તૃણમૂલ કોંગ્રેસનો દાવો છે કે જાહેર કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોઈપણ રાજકીય પક્ષના એજન્ટોની હાજરી વગર જ મતપેટીઓ ખોલવામાં આવી રહી હતી. પાર્ટીએ આને ‘ચૂંટણીલક્ષી છેતરપિંડી’ ગણાવતા કહ્યું છે કે લોકશાહીના પર્વમાં આ પ્રકારની હસ્તક્ષેપ અસ્વીકાર્ય છે. આ આરોપોને ગંભીરતાથી લઈને મમતા બેનર્જી પોતે કોલકાતાના એવા કેન્દ્રોની મુલાકાતે પહોંચી ગયા હતા જ્યાં મતપત્રો રાખવામાં આવ્યા છે. તેઓ ભવાનીપુર મતવિસ્તારની સુરક્ષા ચકાસવા સખાવત મેમોરિયલ ગર્લ્સ હાઈસ્કૂલ અને ત્યારબાદ ખુદીરામ અનુશીલન કેન્દ્ર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્ટ્રોંગ રૂમની બહાર ધરણા પર બેઠેલા કાર્યકરોનું મનોબળ વધાર્યું હતું.

આ વિવાદ વધુ વકરતા ટીએમસીના વરિષ્ઠ નેતાઓ શશિ પાંજા અને કુણાલ ઘોષે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. મમતા બેનર્જીએ પોતાના કાર્યકરો અને સમર્થકોને આદેશ આપ્યો છે કે તેઓ 4 મે ના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી ગણતરી કેન્દ્રો પર ચોવીસ કલાક કડક પહેરો રાખે. તેમણે કાર્યકરોને ચેતવણી આપતા જણાવ્યું કે વિપક્ષી દળો રાત્રિના અંધકારમાં મશીનો બદલવાની કોશિશ કરી શકે છે, તેથી સતર્ક રહેવું અત્યંત અનિવાર્ય છે.

ચૂંટણી પંચે આ મામલે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે ખુદીરામ અનુશીલન કેન્દ્ર પરિસરમાં 7 વિધાનસભા ક્ષેત્રોના સ્ટ્રોંગ રૂમ આવેલા છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ મશીનોને ઉમેદવારો અને ચૂંટણી એજન્ટોની હાજરીમાં યોગ્ય રીતે સીલ કરવામાં આવ્યા હતા. પંચના જણાવ્યા અનુસાર, છેલ્લો સ્ટ્રોંગ રૂમ ગુરુવારે સવારે લગભગ 5:15 વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો. જે વીડિયો ટીએમસી દ્વારા શેર કરવામાં આવ્યો છે તે વાસ્તવમાં પોસ્ટલ બેલેટના વર્ગીકરણની પ્રક્રિયા હતી, જે અલગ રૂમમાં અને કોરિડોરમાં ચાલી રહી હતી. પંચે ઉમેર્યું કે આ પ્રક્રિયા માટે તમામ રિટર્નિંગ ઓફિસરોને ઈમેલ મારફતે અગાઉથી જાણ કરવામાં આવી હતી.

રાજકીય વિશ્લેષકો માને છે કે એક્ઝિટ પોલ્સમાં ભાજપને મળતી મોટી સરસાઈના અહેવાલો બાદ ટીએમસી વધુ આક્રમક બની છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે બે તબક્કામાં એટલે કે 23 અને 29 એપ્રિલના રોજ મતદાન થયું હતું, જેમાં 90 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. ભાજપ આને સત્તા પરિવર્તનનો સંકેત ગણાવી રહ્યું છે, જ્યારે મમતા બેનર્જી 226 થી વધુ બેઠકો સાથે પુનરાગમન કરવાનો દાવો કરી રહ્યા છે. હવે આ આક્ષેપબાજી વચ્ચે 4 મે ના રોજ ખરેખર શું પરિણામો આવે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

દુનિયામાં તેલનું સંકટ: હોર્મુઝ નાકેબંધીને કારણે ક્રૂડ ઓઈલ 126 ડોલરને પાર

હોર્મુઝની ખાડીમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા તણાવ અને નાકેબંધીને કારણે કાચા તેલના ભાવ 126 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. વિશ્વના 20% તેલ અને ગેસ સપ્લાય પર તેની અસર પડતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવા માટે સીક્રેટ ડિપ્લોમેટિક કેબલ મોકલ્યો છે. ઈરાને ચેતવણી આપી છે કે જો નાકેબંધી ચાલુ રહેશે તો તેલના ભાવ 140 ડોલર સુધી પહોંચી શકે છે. આ સ્થિતિએ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોંઘવારી અને આર્થિક મંદીનો ભય ઉભો કર્યો છે.

અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા આ ગુપ્ત સંદેશની વિગતો ન્યૂઝ એજન્સી રોઇટર્સ દ્વારા સામે આવી છે. આ સીક્રેટ ડિપ્લોમેટિક કેબલમાં જણાવાયું છે કે હોર્મુઝમાં જહાજોની આઝાદી અને સપ્લાય ચેઈનને પુનઃસ્થાપિત કરવા માટે દુનિયાના શક્તિશાળી દેશોએ એકસાથે આવવું પડશે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને બે મહિના વીતી ગયા હોવા છતાં આ મહત્વનો સમુદ્રી માર્ગ હજુ પણ બંધ છે. તેલની નિકાસ ઈરાનની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને અમેરિકી નૌસેનાની નાકેબંધીને કારણે ઈરાનને અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે, જેના જવાબમાં ઈરાને પણ હોર્મુઝના માર્ગને રોકી દીધો છે.

તેલની કિંમતોમાં અચાનક આવેલા આ ઉછાળા પાછળ એક્સિયોસ (Axios) નો એક અહેવાલ પણ જવાબદાર છે, જેમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન પર નવા સૈન્ય હુમલા કરવાની યોજના અંગે બ્રીફિંગ લેવાના છે. ટ્રમ્પ ઈરાનને પરમાણુ કાર્યક્રમ અટકાવવા અને વાતચીતની ટેબલ પર લાવવા માટે મોટા પાયે સૈન્ય દબાણ વધારી શકે છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં તોફાની તેજી જોવા મળી હતી. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં તેલના ભાવ બમણાથી વધુ થઈ ચૂક્યા છે, જેની સીધી અસર દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી રહી છે.

ઈરાને આ મુદ્દે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેની સુરક્ષા સામે ખતરો રહેશે અને અમેરિકી નાકેબંધી ચાલુ રહેશે, ત્યાં સુધી તે હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને રોકતું રહેશે. ઈરાની અધિકારીઓના મતે અમેરિકાના પ્રતિબંધોની તેમના ઉત્પાદન પર કોઈ ખાસ અસર થઈ નથી, પરંતુ તેની ઉંધી અસર મોંઘવારીના રૂપે દુનિયાને ભોગવવી પડી રહી છે. ઈરાને દાવો કર્યો છે કે આવનારા દિવસોમાં કાચું તેલ 140 ડોલરના સ્તરને પણ પાર કરી શકે છે.

બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની એક આક્રમક તસવીર પોસ્ટ કરીને ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. આ તસવીરમાં ટ્રમ્પ મશીનગન પકડીને ઉભા છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “હું હવે મિસ્ટર નાઈસ (Mr. Nice) રહ્યો નથી.” ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાને વહેલી તકે સમજદાર બનવાની જરૂર છે અને બિન-પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ. આ ગંભીર ભૌગોલિક-રાજકીય તણાવને કારણે અત્યારે આખું વિશ્વ ચિંતામાં છે કે જો હોર્મુઝમાં લાંબો સમય નાકેબંધી રહી તો વૈશ્વિક મોંઘવારી ક્યાં જઈને અટકશે.

અમેરિકાને હોર્મુઝ નાકેબંધી વચ્ચે ઈરાનની અત્યાર સુધીની સૌથી મોટી ધમકી

ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે કે ખાડી વિસ્તારમાં હવે ઈરાનનું જ વર્ચસ્વ રહેશે. હોર્મુઝ સ્ટ્રેટની નાકેબંધી અને અમેરિકી પ્રતિબંધો વચ્ચે ખામેનેઈએ જણાવ્યું કે અમેરિકાની હાજરી જ અસુરક્ષાનું મુખ્ય કારણ છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી નાકેબંધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેલનો આ મહત્વનો સમુદ્રી માર્ગ ખોલવામાં આવશે નહીં. આ ગતિરોધને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના જોખમ હેઠળ છે.

ખામેનેઈનો આ કડક સંદેશ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના તે પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યા બાદ આવ્યો છે, જેમાં નાકેબંધી હટાવવાની માગ કરવામાં આવી હતી. ઈરાને શરત મૂકી છે કે જ્યાં સુધી તેની અર્થવ્યવસ્થા પર લાદવામાં આવેલા પ્રતિબંધો અને દરિયાઈ નાકેબંધી દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને પરવાનગી આપશે નહીં. માર્ચ 2026 થી આ વ્યૂહાત્મક માર્ગ બંધ હોવાને કારણે દુનિયાભરમાં તેલની કિંમતો આસમાને પહોંચી છે અને અનેક દેશોમાં ઉર્જા કટોકટી સર્જાઈ છે. ખામેનેઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વિસ્તારની સુરક્ષા હવે ઈરાન પોતે સંભાળશે અને એક નવી વ્યવસ્થા ઊભી કરશે જેનાથી પ્રાદેશિક દેશોને આર્થિક ફાયદો થશે.

અમેરિકા પર કટાક્ષ કરતા ખામેનેઈએ જણાવ્યું હતું કે જે અમેરિકી સૈન્ય મથકો પોતાની સુરક્ષા કરવામાં અક્ષમ છે, તેઓ બીજાને શું સુરક્ષા આપશે. તેમણે દાવો કર્યો કે પર્સિયન ગલ્ફમાં અમેરિકાની હાજરી જ અસ્થિરતાનું મૂળ છે. ઉલ્લેખનીય છે કે ઈરાને અગાઉ પણ અમેરિકા અને ઈઝરાયેલના સંભવિત હુમલાઓના જવાબમાં ખાડીમાં અનેક લશ્કરી કાર્યવાહીઓ કરી છે. ઈરાની નૌકાદળના કમાન્ડરોએ પણ તાજેતરમાં એવા નવા શક્તિશાળી હથિયારોનો ઉલ્લેખ કર્યો છે જેનાથી દુશ્મન દેશોમાં ફફડાટ ફેલાયો છે. આ લશ્કરી તાકાતના જોરે જ ઈરાન હવે ખાડી દેશો સાથે નવા જોડાણો બનાવી રહ્યું છે.

આ સંઘર્ષના મૂળમાં અમેરિકી નાકેબંધી છે જેણે ઈરાનના તેલના વેપાર પર ભારે દબાણ લાવ્યું છે. જેના વળતા પ્રહાર રૂપે ઈરાને હોર્મુઝના માર્ગનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો છે. ખામેનેઈએ સ્પષ્ટ કીધું છે કે જે લોકો હજારો કિલોમીટર દૂરથી આવીને આ વિસ્તારમાં દખલ દે છે, તેમના માટે હવે માત્ર સમુદ્રના ઊંડાણ સિવાય બીજી કોઈ જગ્યા બાકી નથી. આ આક્રમક વલણથી આખા વિશ્વમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે, કારણ કે જો યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો તેની અસર ભારત સહિત સમગ્ર એશિયાના તેલ પુરવઠા પર પડી શકે છે.

પંચાંગ 01/05/2026

રિયાન પરાગ ઈ-સિગારેટ પીતા ઝડપાયો, BCCI એ ફટકાર્યો દંડ

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીવા બદલ સજા ફટકારવામાં આવી છે. IPL ના આચાર સંહિતાના ભંગ બદલ તેમની મેચ ફીના 25 ટકાનો દંડ વસૂલવામાં આવશે અને તેમના ખાતામાં 1 ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. રિયાન પરાગે મેચ રેફરી અમિત શર્મા સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. IPL 2026 માં વેપિંગના કારણે સજા પામનાર તેઓ પ્રથમ ખેલાડી અને કેપ્ટન બન્યા છે.

આ વિવાદની વિગતવાર વાત કરીએ તો, પંજાબ કિંગ્સ સામેની હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન જ્યારે રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં હતા, ત્યારે તેઓ ઈ-સિગારેટના કશ લગાવતા કેમેરામાં કેદ થયા હતા. આ વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ ગયો હતો, જેનાથી ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળ્યો હતો. મેચ રેફરી અમિત શર્માએ આ મામલે તપાસ કરી અને રિયાન પરાગને IPL ના કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.22 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. પરાગે પણ દલીલ કર્યા વિના પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. દંડના ભાગરૂપે તેમની મેચ ફીમાંથી 25 ટકા રકમ કાપી લેવામાં આવશે.

મહત્વનું છે કે ભારતમાં વેપિંગ અથવા ઈ-સિગારેટનું વેચાણ અને વપરાશ 2019 થી ગેરકાયદેસર છે. BCCI ના નિયમો મુજબ સ્ટેડિયમ અને ડ્રેસિંગ રૂમ જેવા જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર સખત મનાઈ છે. જોકે, રિયાન પરાગ પ્રથમ એવા ક્રિકેટર નથી જેઓ આવી પ્રવૃત્તિમાં પકડાયા હોય. અગાઉ 2020 માં એરોન ફિંચ અને દક્ષિણ આફ્રિકાની લીગ દરમિયાન એબી ડી વિલિયર્સ પણ સિગારેટ કે વેપિંગ કરતા જોવા મળ્યા હતા. પરંતુ રિયાન પરાગ માટે આ બાબત વધુ ગંભીર એટલે છે કારણ કે તેઓ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.

ક્રિકેટના મેદાન પર રિયાન પરાગના પ્રદર્શનની વાત કરીએ તો, IPL 2026 માં તેમનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે. તેમણે રમેલી 9 મેચોમાં માત્ર 14.6 ની એવરેજથી 117 રન જ બનાવ્યા છે, જેમાં તેમનો સ્ટ્રાઈક રેટ પણ 124.4 જેટલો ઓછો રહ્યો છે. જોકે, વ્યક્તિગત નિષ્ફળતા છતાં તેમની કેપ્ટન્સી હેઠળ રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સારું પ્રદર્શન કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ શિસ્તભંગની કાર્યવાહી બાદ રિયાન પરાગ પોતાના વર્તન અને બેટિંગમાં કેવો સુધારો લાવે છે.

રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ માટે પણ આ એક ચિંતાનો વિષય છે, કારણ કે ટીમનો કેપ્ટન જ જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે યુવા ખેલાડીઓ પર તેની નકારાત્મક અસર પડી શકે છે. IPL પ્રશાસને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કોઈ પણ ખેલાડી ભલે ગમે તેટલો મોટો હોય, તે રમતની ગરિમા અને દેશના કાયદાથી ઉપર નથી. 4 મે ના રોજ થનારી આગામી મેચોમાં હવે રિયાન પરાગ પર બીસીસીઆઈની ખાસ નજર રહેશે.