Home Blog Page 1045

આ ભૂલ રિયાન પરાગને મોંઘી પડી, IPL આચાર સંહિતા હેઠળ થઈ કાર્યવાહી

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચ દરમિયાન સ્લો ઓવર રેટ માટે દોષી ઠેરવવામાં આવ્યો છે, જેના કારણે તેમના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPL દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝ મુજબ, આ રિયાન પરાગની ટીમની સ્લો ઓવર રેટ સંબંધિત પ્રથમ ભૂલ હોવાથી, IPL આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ આ દંડ લાદવામાં આવ્યો છે. આ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર પણ ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. IPLના નિયમો અનુસાર, જો કોઈ કેપ્ટન એક સિઝનમાં ત્રણ વખત સ્લો ઓવર રેટનો દોષી સાબિત થાય તો તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સે 6 રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા, જેમાં રિયાન પરાગે 28 બોલમાં 37 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જવાબમાં CSK 20 ઓવરમાં 6 વિકેટે 176 રન જ બનાવી શકી, જેમાં છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી, પરંતુ રાજસ્થાનના ફાસ્ટ બોલર સંદીપ શર્માએ શાનદાર બોલિંગ કરીને ટીમને જીત અપાવી. રિયાન પરાગની કેપ્ટનશીપની ખૂબ પ્રશંસા થઈ, ખાસ કરીને એમએસ ધોની સામે સ્પિનરોની ઓવર બચાવવાના તેના નિર્ણયને લઈને. જોકે, સ્લો ઓવર રેટના કારણે તેને આ દંડનો સામનો કરવો પડ્યો.

રિયાન પરાગ IPL 2025માં સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારાયેલો બીજો કેપ્ટન છે. આ સિઝનમાં અગાઉ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર પણ ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં સ્લો ઓવર રેટ માટે દંડ લાદવામાં આવ્યો હતો. હાર્દિકે આ સિઝનમાં અગાઉ પણ સ્લો ઓવર રેટના કારણે એક મેચનો પ્રતિબંધ ભોગવ્યો હતો, અને તે પ્રતિબંધ બાદ તે વાપસી કરી રહ્યો હતો. IPLના નિયમો મુજબ, સ્લો ઓવર રેટની પ્રથમ ભૂલ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે, જ્યારે વારંવારની ભૂલો માટે કડક પગલાં લેવામાં આવે છે, જેમાં મેચ પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે.

“IIM-Aના 60મા દીક્ષાંત સમારંભમાં ડૉ. સોમનાથનો સંદેશ: નવીનતા અને જ્ઞાનનો ઉપયોગ કરો

અમદાવાદ: IIM અમદાવાદમાં આજે સંસ્થાના પ્રતિષ્ઠિત લુઈ કાન પ્લાઝા ખાતે તેનો 60મો દીક્ષાંત સમારંભ સંપન્ન થયો. આ પ્રસંગે ડૉ. વિક્રમ સારાભાઈ પ્રતિષ્ઠિત પ્રોફેસર તથા ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સ્ટેજ પર બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ પંકજ પટેલ; IIM-Aના ડિરેક્ટર પ્રોફેસર ભારત ભાસ્કર અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ દીક્ષાંત સમારંભની શોભાયાત્રાનું નેતૃત્વ પ્રોફેસર દિપ્તેશ ઘોષ, ડીન (પ્રોગ્રામ્સ) અને મેનેજમેન્ટ ડોક્ટરલ પ્રોગ્રામના અધ્યક્ષ પ્રોફેસર સંદીપ ચક્રવર્તીએ કર્યું હતું. તેમના પછી તમામ પાઠ્યક્રમોના અધ્યક્ષો, ફેકલ્ટી સભ્યો અને સ્નાતક વિદ્યાર્થીઓએ શોભાયાત્રામાં પ્રસ્થાન કર્યું હતું. દીક્ષાંત સમારંભની શરૂઆત IIM-Aના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ દ્વારા દીક્ષાંત સમારંભના ઉદ્ઘાટનની ઘોષણા સાથે થઈ હતી.60મા દીક્ષાંત સમારંભમાં ચાર પાઠ્યક્રમોના 630 યુવા લીડરને ઔપચારિકતાપૂર્વક તેમની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ સમારંભમાં ડોક્ટરલ મેનેજમેન્ટ પ્રોગ્રામ (PhD)ના 22 ડૉક્ટર, બે-વર્ષીય મેનેજમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (MBA-PGP)ના 405 વિદ્યાર્થીઓ, બે-વર્ષીય ફૂડ એન્ડ એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ (MBA-FABM)ના 45 વિદ્યાર્થીઓ અને એક-વર્ષીય પૂર્ણ-સમયના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (MBA-PGPX)ના 158 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડિગ્રી પ્રાપ્તકર્તાઓને પ્રોત્સાહન આપવા માટે IIM-Aના સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓના પરિવારના સભ્યો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.   

મુખ્ય અતિથિ દ્વારા પાંચ વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. તેમાં MBA-PGPના અભિ બંસલ, ઈશાન જૈન અને આંચલ ચઢ્ઢા, MBA-FABMના યોગેશ કુમાર આર. અને MBA-PGPXના આશ્રુત રંગરાજનનો સમાવેશ થાય છે.

IIM-Aના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ પંકજ પટેલે ઝડપથી બદલાતી વ્યવસાયિક દુનિયામાં આગળ વધવા માટે લવચીક રહેવા અને પોતાની કુશળતાને સતત અપગ્રેડ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. “ઝડપી તકનીકી પ્રગતિ અને ડેટા-સંચાલિત નિર્ણય લેવાની સાથે, વ્યવસાયો સતત વિકસિત થઈ રહ્યા છે. નવીનતમ વલણો સાથે તાલમેલ રાખી શકે તેવા વ્યવસાયિક વ્યાવસાયિકોની માંગ વધી રહી છે.

સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓને નવા ભારત માટે પરિવર્તનકારી બનવા પ્રોત્સાહિત કરતા પંકજ પટેલે કહ્યું, “માત્ર બે દાયકા જ બાકી રહ્યા છે કે જ્યારે ભારત તેની સ્વતંત્રતાના 100મા વર્ષમાં પ્રવેશ કરશે. આપણે વિકસિત ભારત 2047ને વાસ્તવિકતા બનાવીશું. ભારતને તમારી ઉર્જા, આશાવાદ અને કલ્પનાશક્તિની જરૂર છે. આજે સ્નાતક થઈને અહીંથી વિદાય લેનારા તમારામાંથી દરેક વ્યક્તિ આ નવા ભારતના સર્જક બનશે.

સ્નાતક વિદ્યાર્થીઓને તેમના પ્રેરણાદાયક દીક્ષાંત સંબોધનમાં, ડૉ. એસ. સોમનાથે કહ્યું, “તમારી પાસે

જુસ્સો હોવો જોઈએ: તમે જે કરો છો તેના માટે સંપૂર્ણપણે સમર્પિત રહેવું.

પ્રતિબદ્ધતા હોવી જોઈએ: બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આગલી હરોળથી નેતૃત્વ કરવું.

શ્રેષ્ઠતા હોવી જોઈએ: વ્યાવસાયિક પ્રામાણિકતા અને પ્રદર્શનના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કરવા.

દૃઢ નિશ્ચય હોવો જોઈએ: તમે ક્યારેક નિષ્ફળ થઈ શકો છો પરંતુ ક્યારેય જુસ્સો ઓછો ના થવા દેશો.

ધ્યાન કેન્દ્રિત કરો: હંમેશા મોટા સપના જુઓ, અને નાની બાબતોથી વિચલિત ન થાઓ.

શીખવાની ક્ષમતા: તમારે તમારા સમગ્ર જીવન દરમિયાન વિદ્યાર્થી બની રહેવાની જરૂર છે.

આ બધાથીયે ઉપર, નમ્રતા, પ્રામાણિકતા અને સત્યનિષ્ઠા રાખો.”

વિદ્યાર્થીઓને નવીનતાની ભાવના કેળવવા માટે આગ્રહ કરતા, ડૉ. સોમનાથે કહ્યું, “આપણા રાષ્ટ્રની ક્ષમતાઓને ખરેખર ઉજાગર કરવા માટે, આપણે નવીનતા અને સહયોગ કરવાનું ચાલુ રાખવું જોઈએ. ઈસરોમાં, અમે આટલાં વર્ષોમાં અસંખ્ય પડકારોનો સામનો કર્યો છે, પરંતુ દરેક નિષ્ફળતાએ ફરીથી પ્રયાસ કરવા, વધુ સારા ઉકેલો શોધવા અને વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાના અમારા સંકલ્પને મજબૂત બનાવ્યો છે. ભારત હવે તકનીકી અને વૈજ્ઞાનિક ક્રાંતિના શિખર પર છે. ભવિષ્યમાં અપાર શક્યતાઓ રહેલી છે – અવકાશ સંશોધન, કૃત્રિમ બુદ્ધિ, ટકાઉ વિકાસ અને તેનાથી પણ આગળ ઘણું બધું.”સમાપન ભાષણ આપતા, IIM-Aના ડિરેક્ટર પ્રોફેસર ભારત ભાસ્કરે છેલ્લા એક વર્ષ દરમિયાન સંસ્થાની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓના મુખ્ય ઝલક પ્રસ્તુત કરી. તેમણે એવી પણ જાહેરાત કરી કે IIM-A દુબઈમાં આંતરરાષ્ટ્રીય કેમ્પસ સ્થાપવા જઈ રહેલ પ્રથમ IIM છે અને દુબઈ કેમ્પસનો પ્રથમ અભ્યાસક્રમ સપ્ટેમ્બર 2025માં શરૂ કરવામાં આવશે.વિદાય થઈ રહેલી સ્નાતક બેચને પ્રામાણિકતા સાથે નેતૃત્વ કરવા અને શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા માટે પ્રોફેસર ભાસ્કરે કહ્યું, “આજે તમે જે ડિગ્રી મેળવી છે તે જ્ઞાન, કુશળતા અને તમે અહીં બનાવેલા અમૂલ્ય જોડાણો પર બનેલ પાયો છે. આગળના પડકારો જટિલ હશે, સ્પર્ધા તીવ્ર હશે, પરંતુ તમારામાંના દરેકમાં નવીનતા લાવવાની, પ્રામાણિકતા સાથે નેતૃત્વ કરવાની અને અર્થપૂર્ણ અસર કરવાની ક્ષમતા રહેલી છે.”આ કાર્યક્રમને વધુ ખાસ બનાવતા, 1966માં સ્નાતક થયેલા IIM-Aની પ્રથમ બેચના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ દીક્ષાંત સમારંભમાં હાજરી આપી હતી.

શું કાજલ પિસલ ખરેખર દિશા વાકાણીની જગ્યાએ દયા બેનનો રોલ ભજવશે?

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોનું દરેક પાત્ર ખૂબ જ ખાસ છે અને દર્શકો સાથે સીધું જોડાયેલું છે. પરંતુ, જેઠાલાલ અને દયાબેનની વાત જ અલગ છે. દયાબેનનું પાત્ર અભિનેત્રી દિશા વાકાણીએ ખૂબ જ સુંદર રીતે ભજવ્યું હતું. વર્ષ 2017 માં તે પ્રસૂતિ રજા પર ગઈ. ત્યારથી ચાહકો તેના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, હવે દિશા પાછી નહીં આવે. શોના નિર્માતા અસિત મોદીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓએ દિશાનો વિકલ્પ પણ શોધી કાઢ્યો છે.

અટકળોને ખોટા સમાચાર ગણાવ્યા
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી કાજલ પિસલ હવે ‘તારક મહેતા’ શોમાં દયાબેનની ભૂમિકા ભજવતી જોવા મળશે. કાજલે પોતે આવી અટકળો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે આ દાવાઓને ખોટા સમાચાર ગણાવ્યા છે. કાજલે સ્પષ્ટતા કરી છે કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની ભૂમિકા ભજવી રહી નથી. જોકે, કાજલે એમ પણ કહ્યું કે તેણે આ શો માટે ઓડિશન આપ્યું હતું.

તેણીએ કહ્યું ‘હું ‘ઝનક’માં કામ કરી રહી છું.’
દાવા કરવામાં આવી રહ્યા છે કે કાજલ પિસાલે હવે દિશા વાકાણીનું સ્થાન લીધું છે. તેમનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વિશે ઝૂમ સાથે વાત કરતા, કાજલ પિસાલે સ્પષ્ટતા કરી કે આવા સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. તેમણે એમ પણ કહ્યું કે ફોટો જૂનો છે. કાજલે કહ્યું કે તેને આ સમાચાર અંગે ઘણા ફોન અને મેસેજ આવી રહ્યા છે, પરંતુ આ સમાચારમાં કોઈ સત્ય નથી. કાજલે કહ્યું, ‘હું પહેલેથી જ ‘ઝનક’માં કામ કરી રહી છું. આવી સ્થિતિમાં, આ સમાચાર ખોટા છે. હા, મેં 2022 માં દયા બેન માટે ઓડિશન આપ્યું હતું અને તે ફોટો હવે વાયરલ થઈ રહ્યો છે. હવે હું ફક્ત એટલું જ કહીશ કે મારા શોમાં કામ કરવાના સમાચાર ખોટા છે.

દિશા પરિવાર સાથે સમય વિતાવી રહી છે
તમને જણાવી દઈએ કે દિશા વાકાણીના લગ્ન નવેમ્બર 2015 માં થયા હતા. વર્ષ 2017 માં, તે પ્રસૂતિ રજા પર ગઈ હતી. આ દરમિયાન, દિશાના પાછા ફરવાના સમાચાર આવતા રહ્યા, પરંતુ દિશા શોમાં પાછી ફરી નહીં. વર્ષ 2022 માં તેઓએ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું. અભિનેત્રીએ અભિનય છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર વિકરાળ આગે પેટ્રોલ પંપને ત્રણ બાજુથી ઘેર્યો

ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહર નગર નજીક આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગોડાઉનથી માત્ર 25-30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આગની ભયાનકતા એટલી હતી કે ધુમાડાના ગોટા 5 કિલોમીટર દૂરથી પણ દેખાઈ રહ્યા હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

આગની જાણ થતાં જ ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કંડલા, ગાંધીધામ અને ભચાઉની કુલ 6 ફાયર ટીમો સાથે 15થી 16 પાણીના ટેન્કરો સાથે આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આસપાસના ગામોમાંથી પણ પાણીના ટેન્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નજીકના ગાયત્રી પેટ્રોલ પંપને બંધ કરી દેવાયો હતો અને તેના સ્ટાફને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને ટ્રાફિક પોલીસે છ માર્ગીય હાઈવેને બંને તરફથી બંધ કરી દીધો હતો, જેથી વધુ જોખમ ટળે.

ઉલ્લેખનીય છે કે, ગરમીના કારણે લાકડા વચ્ચેના ભૂસામાં આગ ભભૂકી હોવાનું પ્રાથમિક અનુમાન છે, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર ટીમો હાલ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહી છે, જેથી પેટ્રોલ પંપ સુધી આગ ફેલાવાનું જોખમ ટળે.

ચીખલીમાં દેશની સૌથી મોટી સોલર સેલ મેન્યુફેક્ચરિંગ ગિગા ફેક્ટરીનું ઓપનિંગ

સુરત: ગુજરાતના ચીખલીમાં વારી એનર્જીસ દ્વારા ભારતના સૌથી મોટા સોલર સેલ મેન્યુફેક્ચરિંગ ગિગા ફેક્ટરીનું ઉદ્ઘાટન થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ, કનુભાઈ દેસાઈ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, મુકેશ પટેલ અને સાંસદ તેમજ વન નેશન વન ઇલેક્શનના ચેરપર્સન પી. પી. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.વારી એનર્જીસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હિતેશ દોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ચીખલીમાં અમારી 5.4 ગિગાવોટ સોલર સેલ ગિગાફેક્ટરીના લોન્ચ સાથે વારી ભારતની ઊર્જા સ્વતંત્રતા અને ટેક્નોલોજી પુનરુત્થાનનો પાયો નાંખી રહી છે. આ અમારું રાષ્ટ્રીય ઘોષણાપત્ર છે, જે સોલર સેલમાં જડેલું છે. એક એવી બ્લુપ્રિન્ટ જે આપણા આર્થિક માર્ગને નવેસરથી લખશે, વૈશ્વિક ટેક્નોલોજીકલ પરિમાણોને વિક્ષેપિત કરશે અને ભારતને પરોક્ષ ગ્રાહકથી વૈશ્વિક સ્વચ્છ ઊર્જા ક્રાંતિના અગ્રણી તરીકે આગળ લઈ જશે.

વધુમાં કહ્યું કે અમારી ગિગાફેક્ટરી એ કેવળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં સવિશેષ છે. તે એક પવિત્ર રાષ્ટ્રીય કરાર છે અને નવીનતા, સ્થિતિસ્થાપકતા અને અવિશ્વસનીય સંભાવનાની ભારતની અતૂટ ભાવનાની સાક્ષી છે. અહીં ઉત્પાદન થતો દરેક સોલર સેલ આપણા દેશની આકાંક્ષાના ડીએનએને સમાવે છે જે ટેક્નોલોજીકલ વર્ચસ્વ, આર્થિક આત્મનિર્ણય અને વૈશ્વિક નેતૃત્વનું સ્વપ્ન છે. અમે અહીં કેવળ ઊર્જાનું જ ઉત્પાદન નથી કરતા, અમે રાષ્ટ્રીય ગૌરવની નવી ગાથા ઊભી કરીએ છીએ જ્યાં સ્વદેશી નવીનતા આપણી સૌથી શક્તિશાળી નિકાસ બને છે.આ પોતાના સાચા સ્વરૂપમાં રહેલું આત્મનિર્ભર ભારત છે. કેવળ આત્મનિર્ભરતા જ નથી. પરંતુ સમગ્ર વિશ્વને એક નિર્ભિક જાહેરાત છે કે, ભારત વૈશ્વિક ઊર્જાના ક્ષેત્રે નેતૃત્વ કરશે, નવીનતા લાવશે અને પરિવર્તન લાવશે.”

(અરવિંદ ગોંડલિયા-સુરત)

હૈદરાબાદ યુનિવર્સિટીમાં હોબાળો, 53 વિદ્યાર્થીઓની અટકાયત

તેલંગાણાની હૈદરાબાદ યુનિવર્સિટીમાં ચાલી રહેલો વિવાદ રવિવારે વધુ ઘેરો બન્યો. અધિકારીઓ બુલડોઝર સાથે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ્યા અને જમીનનો એક ભાગ ખાલી કરવાનો પ્રયાસ કરતા જ વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કરી દીધો. જ્યારે પોલીસે વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે હોબાળો મચી ગયો. આ પછી પોલીસે લગભગ 53 વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લીધા. જોકે, મામલો શાંત થયા બાદ, બધા વિરોધીઓને છોડી દેવામાં આવ્યા હતા. ખરેખર આ મામલો એક આઈટી પાર્ક સાથે સંબંધિત છે. તેલંગાણા સરકાર આ જમીન પર આઇટી પાર્ક વિકસાવવા ઉપરાંત અન્ય પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.

વિદ્યાર્થીઓ સરકારના આ પ્રયાસનો વિરોધ કરી રહ્યા છે. આ કારણે છેલ્લા ઘણા દિવસોથી અહીં તણાવ છે. વાસ્તવમાં આ જમીન હૈદરાબાદ યુનિવર્સિટી (UOH) નજીક કાંચા ગચીબોવલીમાં 400 એકર વિસ્તારમાં આવેલી છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને નજીકમાં રહેતા લોકો આ જમીનની હરાજીનો વિરોધ કરી રહ્યા છે. પર્યાવરણવાદીઓએ પણ પર્યાવરણીય ચિંતાઓનો ઉલ્લેખ કરીને સરકારની યોજના પર સવાલ ઉઠાવ્યા છે. રવિવારે, વિદ્યાર્થીઓએ સ્થળ પર બુલડોઝર જોતાં જ તેઓ સ્થળ પર આવી ગયા અને વિરોધ શરૂ કરી દીધો. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓ મશીનો ઉપર ચઢી ગયા.

વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા

વિદ્યાર્થીઓએ સરકાર અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ શરૂ કર્યા. પોલીસે કાર્યવાહી કરી અને ઘણા વિદ્યાર્થીઓની અટકાયત કરી. બાદમાં બધાને છોડી મૂકવામાં આવ્યા. આ કિસ્સામાં, પોલીસને વિદ્યાર્થી સંગઠનો તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (UOHSU) એ પોલીસ કાર્યવાહીની નિંદા કરી છે. વિદ્યાર્થી સંઘે કહ્યું કે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. પોલીસે તેને બળજબરીથી કસ્ટડીમાં લીધો. તેમણે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું; તેમને સંકેત મળ્યો હતો કે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ કહ્યું- યુનિવર્સિટી માટે જમીન નથી

UOHSU ના અધિકારીઓએ અગાઉ 13 અને 29 માર્ચે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. તેમણે સરકારને તેની યોજના બંધ કરવા અપીલ કરી હતી. વિદ્યાર્થી સંઘ પછી, BRS નેતાઓએ પણ પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા અને વિદ્યાર્થીઓની અટકાયતનો વિરોધ કર્યો. જોકે, તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ વિધાનસભાને જાણ કરી છે કે આ જમીન હૈદરાબાદ યુનિવર્સિટીની નથી. આ જમીનનો ઉપયોગ આઇટી પાર્ક બનાવવા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે થવાનો છે.

વિપક્ષે શું કહ્યું?

આ કેસમાં, ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના નેતૃત્વ હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ જણાવ્યું હતું કે પોલીસે વિદ્યાર્થીઓને લાકડીઓથી માર માર્યો હતો. તેમના વાળ ખેંચાયા હતા, છોકરીઓ રડી રહી હતી કે તેમના કપડાં ફાટી ગયા છે, પરંતુ તેઓએ તેમને અવગણ્યા. 200 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ પ્રેમની દુકાન નથી પણ વિશ્વાસઘાતનું બજાર છે.

સોનાક્ષી-ઝહીરે લગ્ન પછીની પહેલી ઈદ આ રીતે ઉજવી

મુંબઈ: ગયા વર્ષે લગ્ન કરનાર સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ તેમના પ્રેમભર્યા સંબંધને કારણે સોશિયલ મીડિયા પર સમાચારમાં રહે છે. તેમના લગ્ન વખતે પણ ખૂબ જ ચર્ચા થઈ હતી. કારણ, તેઓ બંને અલગ અલગ ધર્મના હતા.લોકોને તેના રોમેન્ટિક ફોટા અને ફની વીડિયો ખૂબ ગમે છે. લગ્ન પછી બી-ટાઉનના સૌથી પ્રખ્યાત યુગલોમાંના એક, સોનાક્ષી-ઝહીરે પતિ-પત્ની તરીકે તેમની પહેલી ઈદ ખૂબ જ ખાસ રીતે ઉજવી. ઉપરાંત, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરીને તેના ચાહકોને આ ખાસ દિવસની શુભેચ્છા પાઠવી છે.

સોનાક્ષી-ઝહીરનો પહેલો ઈદનો તહેવાર
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીરો શેર કરી છે. તેમાં તે ખૂબ જ દેશી અંદાજમાં જોવા મળી રહી છે. પોતાના પહેલા ફોટામાં, તેમણે પોતાના ચાહકોને ગુડી પડવા, વૈશાખી, ઉગાડી, ચેતી ચાંદ તેમજ નવરાત્રી અને ઈદની શુભેચ્છાઓ પાઠવી. શેર કરેલી બીજી તસવીરમાં તે તેના મિત્ર સાથે જોવા મળી હતી. તેમના ઈદ 2025 ના ફોટા બધે છવાઈ ગયા છે. સોનાક્ષી અને ઝહીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બંને સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સોનાક્ષી કાળા રંગમાં જોવા મળે છે અને ઝહીર સફેદ-કાળા રંગના પોશાકમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોનાક્ષી સિંહાની આગામી ફિલ્મ
અભિનેત્રીના વ્યાવસાયિક જીવન વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરવા જઈ રહી છે. સોનાક્ષી ફિલ્મ ‘જટાધારા’ થી તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. 8 માર્ચે, તેમણે ફિલ્મનો પોતાનો પહેલો લુક શેર કર્યો, જેમાં તેમનો એક અલગ જ અવતાર જોવા મળ્યો. વેંકટ કલ્યાણ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સુધીર બાબુ સાથે સોનાક્ષી સિંહા પણ છે.

ભારતની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું ટ્રાયલ જીંદ-સોનીપત રૂટ પર શરૂ

ભારતે ઈકોફ્રેન્ડલી ટ્રાવેલની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, કારણ કે દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનની ટ્રાયલ આજે, 31 માર્ચથી હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર શરૂ થઈ રહી છે. આ 89 કિલોમીટરના રૂટ પર ચાલનારી આ ટ્રેનનું નિર્માણ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રાયલ દરમિયાન ટ્રેનની ટેકનિકલ ક્ષમતા, સલામતીના ધોરણો અને ઓપરેશનલ કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. સફળ ટ્રાયલ બાદ આ ટ્રેનને સૌપ્રથમ જીંદ-સોનીપત રૂટ પર નિયમિત રીતે ચલાવવામાં આવશે, અને ત્યારબાદ દેશના અન્ય નાના રૂટ્સ પર તેનો વિસ્તાર કરવાની યોજના છે. આ પહેલ ભારતીય રેલવેના ‘નેટ ઝીરો’ કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ થશે.

હાઈડ્રોજન ટ્રેન હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજી પર આધારિત છે, જે હાઈડ્રોજન ગેસ અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે, અને તેનું એકમાત્ર બાય-પ્રોડક્ટ પાણીની વરાળ છે. આ ટ્રેન પરંપરાગત ડીઝલ અથવા ઈલેક્ટ્રિક ટ્રેનોથી અલગ છે, કારણ કે તે કાર્બન ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરતી નથી, જેનાથી પ્રદૂષણ અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાક હશે, જે સામાન્ય પેસેન્જર ટ્રેનો કરતાં વધુ છે, પરંતુ રાજધાની, વંદે ભારત કે શતાબ્દી જેવી ઝડપી ટ્રેનો કરતાં ઓછી છે. આ ટ્રેન 2,638 મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે અને તેનું એન્જિન 1,200 હોર્સપાવરનું છે, જે તેને વિશ્વની સૌથી શક્તિશાળી હાઈડ્રોજન ટ્રેનોમાંની એક બનાવે છે. ભારતને આ ટ્રેનથી ઘણા ફાયદા થશે, જેમ કે ઓછો મેઈન્ટેનન્સ ખર્ચ, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો દ્વારા હાઈડ્રોજન ઉત્પાદન, રોજગાર સર્જન, અને રેલવે નેટવર્કનું આધુનિકીકરણ, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં વિદ્યુતીકરણ શક્ય નથી.

ભારતીય રેલવે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’ પ્રોજેક્ટ હેઠળ 35 હાઈડ્રોજન ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે, જેના માટે 2023-24ના નાણાકીય વર્ષમાં 2,800 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત, હાઈડ્રોજન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે 600 કરોડ રૂપિયા ફાળવાયા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ હેરિટેજ અને ડુંગરાળ માર્ગો જેવા કે દાર્જિલિંગ હિમાલયન રેલવે, નીલગિરિ માઉન્ટેન રેલવે અને કાલકા-શિમલા રેલવે પર સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે. જીંદમાં 1 મેગાવોટનું પોલિમર ઈલેક્ટ્રોલાઈટ મેમ્બ્રેન (PEM) ઈલેક્ટ્રોલાઈઝર સ્થાપવામાં આવ્યું છે, જે દરરોજ 430 કિલો હાઈડ્રોજન ઉત્પન્ન કરશે, અને 3,000 કિલો હાઈડ્રોજન સ્ટોરેજ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આ પહેલ ભારતને જર્મની, ફ્રાન્સ, ચીન જેવા દેશોની શ્રેણીમાં લઈ જશે, જેમણે હાઈડ્રોજન ટેક્નોલોજીને અપનાવી છે, અને દેશના ટકાઉ પરિવહનના ભવિષ્યને મજબૂત બનાવશે.

1 એપ્રિલે બેંકો બંધ રહેશે કે ખુલી રહેશે? જુઓ રજાઓનું લિસ્ટ

દર મહિનાની શરૂઆત સાથે, બેંક રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે. વર્ષની શરૂઆત પહેલા ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે. જોકે, જો કોઈ મહિનામાં કોઈ ખાસ પ્રસંગ કે અન્ય કામ હોય તો બેંકોની રજાઓની યાદીમાં ફેરફાર થઈ શકે છે. ક્યારેક ખાસ દિવસ ન હોય તો પણ બેંકો બંધ રહે તે જરૂરી નથી. ૩૧ માર્ચે ઈદ હોવા છતાં બેંકોમાં કોઈ રજા નહોતી. કારણ કે તે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નો અંતિમ દિવસ હતો અને આ દિવસે બેંકો ક્યારેય બંધ થતી નથી. શું બીજા દિવસે એટલે કે ૧ એપ્રિલે બેંકો બંધ રહેશે? અમને જણાવો.

1 એપ્રિલે બેંકો બંધ રહેશે કે ખુલશે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિર્દેશો અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 માટેના તમામ વ્યવહારોનો હિસાબ કરવામાં આવ્યો છે. આ કારણે, RBI એ 1 એપ્રિલ 2025 ના રોજ બેંકોમાં રજાનો આદેશ જારી કર્યો છે. 1 એપ્રિલના રોજ કેટલીક જગ્યાએ બેંકો ખુલ્લી રહેશે પરંતુ ભારતના ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

1 એપ્રિલના રોજ બેંકો ક્યાં ખુલ્લી રહેશે?

RBI ના જણાવ્યા અનુસાર, ભારતના કેટલાક સ્થળોએ 1 એપ્રિલ, મંગળવારના રોજ બેંક રજા રહેશે નહીં. મિઝોરમ, છત્તીસગઢ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં બેંકો ખુલશે. અહીંના લોકો ૧ એપ્રિલથી બેંકિંગ સુવિધાઓનો લાભ લઈ શકશે.

બેંક બંધ હોય ત્યારે તમે પૈસા ઉપાડી શકો છો

જો તમારા શહેરમાં 1 એપ્રિલે રજા હોય અને તમારે પૈસા ઉપાડવાની જરૂર હોય, તો તમે તમારા ATM કાર્ડની મદદથી રોકડ ઉપાડી શકો છો. આ ઉપરાંત, તમે ઓનલાઈન બેંકિંગ સુવિધા અથવા UPI ચુકવણી દ્વારા પણ ઓનલાઈન વ્યવહારો કરી શકો છો. જોકે, બેંકમાં ચેક અથવા ડ્રાફ્ટ જમા કરાવવાનું કામ કરાવવા માટે, બેંકની શાખા ખુલવાની રાહ જોવી પડશે.

જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવવું મોંઘુ થશે

હવે ગુજરાતમાં જન્મ પ્રમાણપત્રની ફીમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. આ નવા નિયમો અમલમાં આવી ગયા છે, જેના કારણે નાગરિકોએ હવે આ સેવાઓ માટે વધુ ખર્ચ કરવો પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. તમને જણાવી દઈએ કે, જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવવું હવે મોંઘુ થવા જઈ રહ્યું છે. આ વધારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આદેશ બાદ AMC એ આ નિર્ણય લીધો છે. જુદા જુદા હેતુઓ અને સમયગાળા માટે જુદા જુદા શુલ્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફી વધારો લાગુ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018 પછી વિવિધ ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

અગાઉ, AMC જન્મ પ્રમાણપત્રમાં ફક્ત એક જ સુધારાની મંજૂરી આપતું હતું. જો તમે હવે જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રારની ઑફિસમાં નામ, પિતાનું નામ અને અટક સહિતની નોંધાયેલ વિગતો સુધારવા જાઓ છો, તો ખાતરી કરો કે તમારા દ્વારા આપવામાં આવેલી વિગતોમાં કોઈ ભૂલ નથી. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવો નિયમ બનાવવામાં આવ્યો હતો.

AMC એ લીધો મોટો નિર્ણય

નામ બદલવાની વારંવારની વિનંતીઓથી કંટાળીને, AMC એ એક મોટો નિર્ણય લીધો. જે મુજબ હવે જન્મ કે મૃત્યુ પ્રમાણપત્રમાં સુધારો ફક્ત એક જ વાર કરી શકાય છે અને તે પછી વધુ કોઈ સુધારો કરી શકાતો નથી. જ્યોતિષીય સલાહ મુજબ સુધારા કરવા અથવા ફેરફારો કરવા અથવા ‘ભાઈ’ અથવા ‘કુમારી’ જેવા સન્માનજનક શબ્દો દૂર કરવા માટે હવે એક કરતા વધુ વખત ફેરફારો કરી શકાતા નથી.

ફક્ત 2024 ના પહેલા 6 મહિનામાં નામ બદલવાની વિનંતીઓ બમણી થઈ ગઈ. ફક્ત પ્રથમ છ મહિનામાં, AMC ને સુધારા માટે 50,000 થી વધુ અરજીઓ મળી છે. આવી અરજીઓની સંખ્યામાં સતત વધારો થવાને કારણે, AMC ને આરોગ્ય ભવનમાં રજિસ્ટ્રાર ઑફિસમાં નવી પોલિસીઓ અંગે નોટિસ લગાવવાની ફરજ પડી છે.