મુંબઈ: શેરબજારમાં સળંગ બીજા સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી છે. સેન્સેક્સ આજે 550.76 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 766.6 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. એકંદરે સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે 4.21 લાખ કરોડનો વધારો થયો છે. 
નિફ્ટી50માં 23500નું લેવલ ક્રોસ
નિફ્ટી50 પણ આકર્ષક સુધારા સાથે આગેકૂચ કરી રહ્યો છે. આજે નિફ્ટી 23,500ના મજબૂત તેજીના સપોર્ટ લેવલે ખૂલ્યા બાદ 23583.25ની સપાટીએ પહોંચ્યો હતો. બેન્કિંગ અને ફાઈનાન્સ શેરોમાં નીચા મથાળે ખરીદી વધતાં બેન્ક નિફ્ટી 996 પોઈન્ટના ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો.
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થઈ રહ્યા છે. આર્થિક ગતિવિધીઓ મજબૂત બની છે. પરિણામે વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારો જોવા મળ્યો છે. ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે છેલ્લાં લગભગ એક માસથી ચાલી રહેલી મંદીનો અંત આવ્યો છે. માર્કેટે તેજીનો યુટર્ન લીધો છે.
વિદેશી રોકાણકારોનું કમબેક
ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનું કમબેક થતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીને ટેકો મળ્યો છે. શુક્રવારે એફ.આઈ.આઈ.એ રૂ. 7470.36 કરોડનું રોકાણ નોંધાવ્યુ હતું. એફ.આઈ.આઈ.ના કમબેક સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યા છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશન (ગુરૂવાર-શુક્રવાર)માં એફ.આઈ.આઈ.એ કુલ રૂ. 10709.5 કરોડની ખરીદી નોંધાવી છે.


એવો આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેર્યા હતા અને ભીડ એકઠી કરી હતી. કોર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. પોલીસે દાવો કર્યો છે કે મુખ્ય આરોપી, 38 વર્ષીય ફહીમ શમીમ ખાન, આ રમખાણ ભડકાવવા માટે જવાબદાર છે. શમીમ માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના નાગપુર શહેર પ્રમુખ છે.
ઔરંગઝેબની કબરના વિવાદે ગત સોમવારે હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહલમાં ગત સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી. મહલ પછી, મોડી રાત્રે હંસપુરીમાં હિંસા થઈ. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે 60 થી વધુ તોફાનીઓની અટકાયત પણ કરી હતી.
કોર્ટ તરફથી આ ક્લિનચીટ પછી, દક્ષિણ કોરિયાના બીજા ક્રમના ઉચ્ચ અધિકારી હાન કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે. દેશમાં લશ્કરી કાયદો લાગુ થવાને કારણે, રાષ્ટ્રપતિ યૂન સુક યોલ સામે મહાભિયોગ લાવવામાં આવ્યો. આ રાજકીય સંકટ વચ્ચે, ગયા વર્ષે ડિસેમ્બરમાં, વિપક્ષી સાંસદોએ સંસદમાં હાન વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પણ લાવ્યો હતો. પરંતુ હવે બંધારણીય અદાલતે હાન સામેના મહાભિયોગને ફગાવી દીધો છે.
કોર્ટે કહ્યું કે તેણે હાનના મહાભિયોગને ઉથલાવી દેવાનો નિર્ણય લીધો છે, પરંતુ હજુ સુધી યૂનના મહાભિયોગ પર ચુકાદો આપ્યો નથી. હવે આવી સ્થિતિમાં, જો કોર્ટ યૂનના મહાભિયોગને માન્ય રાખે છે, તો દક્ષિણ કોરિયાએ નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણીઓ યોજવી પડશે. જો કોર્ટ તેમના પક્ષમાં ચુકાદો આપે છે, તો યુનને ફરીથી પદ પર લેવામાં આવશે અને તેમની રાષ્ટ્રપતિની સત્તાઓ ફરીથી પ્રાપ્ત થશે.




