Home Blog Page 1084

સુરતમાં એક જ દિવસમાં આ બે દુષ્કર્મની ઘટના

સુરત: કતારગામ વિસ્તારમાં 14 માર્ચની મોડી રાતે એક અજાણ્યા શખ્સે ફૂટપાથ પર માતા અને ભાઈ-બહેનો સાથે સુઈ રહેલી 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું છે. ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીએ બાળકીને પાછી તે જ જગ્યાએ મૂકી દીધી. ગંભીર ઈજાઓને કારણે બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો હ્યુમન ઈન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધમાં લાગી છે. બાળકીના પ્રાથમિક નિવેદનના આધારે આરોપીના ચહેરાનું વર્ણન તૈયાર કરવામાં આવ્યું છે.

બીજી બાજું સુરત શહેરમાંથી સંબંધોને શર્મસાર કરનારી ઘટના પ્રકાશમાં આવી છે. 16 વર્ષની સગીરા સાથે કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સગીરાની માતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી. હાલ, સમગ્ર મામલે સગીરાની માતાએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે સમગ્ર મામલે POCSO હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ, 12 માર્ચે સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક ગેંગરેપની ઘટના સામે આવી હતી. મહારાષ્ટ્ર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલાને, એક અજાણ્યા શખ્સે તેણીના પતિને ઓળખતો હોવાનો ભ્રમ પેદા કરી, ઉધના રેલવે સ્ટેશન પર ઊતારી હતી. ત્યારબાદ તેને અવારાં જગ્યા પર લઈ જઈ બે દિવસ સુધી અન્ય સાગરીત સાથે મળીને દુષ્કર્મ આચર્યું. મહિલાને ગંભીર રીતે માર મારી તેના પાસેથી કિંમતી વસ્તુઓ પણ લૂંટી લેવામાં આવી. એક સ્થાનિક વ્યક્તિએ પાલતું શ્વાન સાથે પસાર થતા આ ઘટનાને જોઈ તુરંત પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે મહિલાને હોસ્પિટલમાં ખસેડી અને બંને આરોપીઓને ઝડપી લીધા છે.

વડોદરામાં કાર અકસ્માત સર્જનારા નબીરાએ કર્યો હતો ભાંગનો નશો

વડોદરાઃ કારેલીબાગમાં બુધવારે મોડી રાત્રે કારે ત્રણ ટૂ-વ્હીલર અને રાહદારીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે કાર ચલાવનાર વ્યક્તિ અને તેના સાથીની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે આરોપી રક્ષિત ચૌરસિયાએ કહ્યું હતું કે અકસ્માત સમયે તે નશામાં નહોતો, તેણે પોતાના બે મિત્રો સાથે ભાંગનો નશો કર્યો હતો. પરંતુ અકસ્માત બાદ કારની એરબેગ ખૂલી ગઈ હતી. આ કારણે તે આગળ કંઈ જોઈ શક્યો નહીં અને આ અકસ્માત થયો હતો.

આ અકસ્માત અંગે રક્ષિતે કહ્યું છે કે તે તેના મિત્રના ઘરેથી કાર દ્વારા ઘરે પરત ફરી રહ્યો હતો. ગાડી ચલાવતી વખતે કારની એરબેગ ખૂલી ગઈ, જેને કારણે તે આગળ કંઈ જોઈ શક્યો નહીં અને અકસ્માત થયો. તેણે કહ્યું હતું કે તે નશામાં નહોતો અને સ્કૂટર રસ્તાની વચ્ચે આવી જવાથી અકસ્માત થયો. તે આ અકસ્માતનું કારણ ઓટોમેટિક કારને પણ માને છે. ત્યાં જ તેણે ભાંગનો નશા કર્યાની વાત કબૂલ કરી હતી.

મહિલાના મૃત્યુ અંગે રક્ષિતે કહ્યું કે તેને ખબર નહોતી કે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. રક્ષિતે વધુમાં કહ્યું કે જ્યારે તે મુક્ત થશે, ત્યારે તે પીડિત પરિવારોને મળશે.

. પોલીસના જણાવ્યા અનુસાર, રક્ષિત ચૌરસિયા ફુલ સ્પીડમાં ફોક્સવેગન વર્ચસ ચલાવી રહ્યો હતો, જેણે ત્રણ ટૂ-વ્હીલર્સને ટક્કર મારી હતી. હોળીના રંગો ખરીદવા માટે બહાર નીકળેલી હેમાલી પટેલનું અકસ્માતમાં મોત થયું હતું અને 10 અને 12 વર્ષની બે છોકરીઓ સહિત અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલ થયેલા સાત લોકોમાંથી ત્રણની હાલત ગંભીર છે અને અન્ય ત્રણને સામાન્ય ઈજાઓ થઈ છે.

પોલીસે જણાવ્યું હતું કે રક્ષિત ચૌરસિયાની સાથે કાર માલિકનો પુત્ર પ્રાંશુ ચૌહાણ પણ હતો. સ્થાનિકો દ્વારા પકડાયા બાદ રક્ષિત ચૌરસિયાની ઘટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પ્રાંશુ ચૌહાણની થોડા કલાકો પછી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત સમયે એક રાહદારીએ શૂટ કરેલા વિડિયોની મદદથી પ્રાંશુ ચૌહાણને શોધી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરી. રક્ષિત ચૌરસિયા એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી છે જ્યારે પ્રાંશુ ચૌહાણ વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે.

રંગોત્સવમાં લોકો મનમુકીને ઝુમ્યા

શહેરની સોસાયટીમાં, શેરી, મહોલ્લા , પોળો , પાર્ટી પ્લોટ, ક્લબોમાં ધૂળેટી રંગોત્સવની ઉજવણી થઈ. મ્યુઝિક, ડી જે, ઢોલ નગારાના તાલે લોકો નાચ્યા અને ઝુમી ઉઠ્યા.
શહેરના માર્ગો પર થી પસાર થતાં વાહનોમાં પણ લોકો અવનવા રંગોથી રંગાયેલા જોવા મળ્યા. ધૂળેટીમાં મસ્તીએ ચઢેલા કેટલાક ટોળા રોડ પર જ નાચતાં અને ચીચીયારીયો પાડતા નજરે પડ્યા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

વસ્ત્રાલમાં આતંક મચાવનારના ગેરકાયદેસર બાંધકામ AMCએ તોડી પાડ્યા

અમદાવાદા: શહેરમાં અસામાજીક તત્વોના આંકત વધતો જઈ રહ્યો છે. આ આતંકને રોકવામાટે શહેર પોલીસ દિવસ રાત એક કરી કાર્યરત રહે છે. જેથી કરી આવા આતંક કરનારાને દામી શકે. વસ્ત્રાલમાં પણ ઉત્તરપ્રદેશ વાળી થઈ છે. જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓ સામે પોલીસે તો કાર્યવાહી કરી છે. તંત્ર પણ આ મામલે કડક કાર્યવાહી કરી રહ્યું છે. આરોપીઓએ ગેરકાયદેસર બાંધકામ ઉભુ કર્યુ છે તે આરોપીઓના મકાનો એએમસી તોડી પાડશે અને લુખ્ખાઓને રોડ પર લાવી દેશે, આવી કાર્યવાહી થવી જ જોઈએ એટેલે બીજા ગુંડાઓ એમનેમ સુધરી જાય.

ગઈકાલે વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓ સામે પોલીસે લાલઆંખ કરી છે, અને તંત્રએ પણ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે પોલીસને અને સ્થાનિકોને સાથ આપ્યો છે. ઉત્તરપ્રદેશના સીએમ યોગીની જેમ અમદાવાદમાં પણ AMCનું બુલડોઝર ફર્યુ છે. ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા આરોપીઓનું મકાન તોડી પડાયું છે. અમરાઈવાડીમાં લવજી દરજીની ચાલીમાં આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસ દ્વારા જે કામગીરી કરાઈ તેને લઈ આસપાસા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.

પ્રિયંકા ચોપરાએ હોળી પર ચાહકોને આપી ખુશખબરી

હોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપરા છેલ્લે 4 વર્ષ પહેલા ભારતીય ફિલ્મમાં અભિનય કરતી જોવા મળી હતી. આ પછી પ્રિયંકાના ચાહકો તેના ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા કારણ કે તે સતત હોલીવુડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતી. હવે પ્રિયંકા ચોપરાએ હોળીના દિવસે ચાહકોને ખુશખબર આપી છે. પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ઓસ્કાર વિજેતા ભારતીય દિગ્દર્શક એસએસ રાજામૌલીની ફિલ્મ SSMB29 માં જોવા મળશે. પ્રિયંકા ચોપરાએ તેનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ જ કારણ છે કે આ વખતે પ્રિયંકા ચોપરાને ફિલ્મના સેટ પર જ હોળી ઉજવવી પડી. પ્રિયંકાએ પોતે તેની તસવીરો શેર કરી છે અને તેના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી છે.

પ્રિયંકા ચોપરા 4 વર્ષ પહેલા બોલિવૂડ ફિલ્મ ‘વ્હાઇટ ટાઇગર’માં જોવા મળી હતી. OTT પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સાથે આદર્શ ગૌરવે પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારથી, પ્રિયંકા ચોપરા સતત હોલીવુડ પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે. હવે 4 વર્ષ પછી પ્રિયંકા ચોપરા ઘરે પાછી ફરી છે. પ્રિયંકા હવે એસએસ રાજામૌલીની ફિલ્મ SSMB29 માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રિયંકાએ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શૂટિંગ સેટ પરથી એક ફોટો શેર કરતા પ્રિયંકા ચોપરાએ લખ્યું,’આ અમારા માટે કામ કરતી હોળી હતી. હું તમને બધાને હોળીની શુભકામનાઓ પાઠવું છું.’

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

ઓસ્કાર વિજેતા દિગ્દર્શક સાથે આવી રહી છે ફિલ્મ

પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ SSMB29 ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મના ગીતો માટે ઓસ્કાર જીતનાર દિગ્દર્શક એસએસ રાજામૌલીએ તેની વાર્તા લખી છે. અહેવાલો અનુસાર આ ફિલ્મની વાર્તા પણ ઐતિહાસિક પૌરાણિક નાટક પર આધારિત છે. પણ વાર્તા વિશે કોઈ જાણતું નથી. ફિલ્મનું નામ પણ થોડું અલગ છે. આ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. દિગ્દર્શક રાજામૌલી તેમની વાર્તાઓ અને તેના રહસ્યોને જાળવી રાખવા માટે જાણીતા છે.

ડોનાલ્ડ ટ્રમ્પની 43 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ મૂકવાની તૈયારી

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે 43 દેશો પર વ્યાપકપણે મુસાફરી પ્રતિબંધ(Travel Ban) મૂકવાની યોજના અંગે વિચારી રહ્યા છે. આ પ્રસ્તાવિત નીતિ ખાસ કરીને ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાનમારને અસર કરી શકે છે.

ટ્રમ્પની આ નીતિ 20 જાન્યુઆરીએ દ્વારા જારી કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરનો એક ભાગ છે, જેમાં વિદેશી નાગરિકો માટે કડક સુરક્ષા તપાસ ફરજિયાત કરવામાં આવી હતી. આ આદેશમાં ઘણા કેબિનેટ અધિકારીઓને 21 માર્ચ સુધીમાં એવા દેશોની યાદી સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જ્યાં અપર્યાપ્ત તપાસ અને સ્ક્રિનિંગ પ્રક્રિયાઓને કારણે મુસાફરી પર સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ મૂકવો જોઈએ.

અહેવાલ અનુસાર અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે ટ્રમ્પ દ્વારા આ પગલું ભરવામાં આવી શકે છે. જોકે હજુ સુધી 43 દેશોની યાદીને ફાઈનલ ટચ નથી અપાયો અને તેમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. આ યાદીને હજુ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની સહમતિની સાથે વહીવટી મંજૂરીની જરૂર પડશે.

આ પ્રસ્તાવિત પ્રતિબંધની સૌથી મોટી અસર ભારતના પડોશી દેશો ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનને સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે, જ્યારે પાકિસ્તાનને પણ આ યાદીમાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આનાથી આવા દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ કરવો મુશ્કેલ બની શકે છે. તેનાથી અફઘાનિસ્તાનના શરણાર્થીઓ અને સ્પેશિયલ ઇમિગ્રન્ટ વિઝા (SIV) ધારકો પર મોટી અસર પડી શકે છે જે તાલિબાન સત્તામાં આવ્યા બાદ અમેરિકા પહોંચ્યા હતા. જોકે એવી પણ ચર્ચા છે કે અમેરિકાનો વિદેશ મંત્રાલય SIVધારકોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કોણ છે ગોરી સ્પ્રેટ? જેને આમિર ખાન કરી રહ્યો છે ડેટ

મુંબઈ: આમિર ખાને તાજેતરમાં જ તેનો 60મો જન્મદિવસ ઉજવ્યો અને તેના ઘરે ઉજવણી ભવ્ય રીતે થઈ. આ ખાસ જન્મદિવસની ઉજવણીમાં બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ જન્મદિવસની પાર્ટીમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. આ ઉપરાંત આમિર ખાને આ જન્મદિવસની ઉજવણીમાં તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પટનો પરિચય બધા સાથે કરાવ્યો. એટલું જ નહીં, આમિર ખાને ગૌરીનો પરિચય તેના મિત્રો અને પરિવાર સાથે કરાવ્યો છે. આમિર ખાન હવે ત્રીજી વખત પ્રેમમાં પડ્યો છે. આમિરે ગૌરી વિશે ખુલાસો કર્યો કે તેઓ પહેલી વાર 25 વર્ષ પહેલા મળ્યા હતા. જોકે, આ મુલાકાત પછી ક્યારેય તેમની વાતચીત થઈ નહોતી.

જન્મદિવસની પાર્ટીમાં ગૌરી વિશે વાત કરતા આમિર ખાને કહ્યું, ‘હું ઘણા સમયથી એવી વ્યક્તિની શોધમાં હતો જેની સાથે મને શાંતિ મળી શકે. હું શાંત રહેવા માંગુ છું. હું ગૌરીને 25 વર્ષ પહેલાં મળ્યો હતો. જોકે, તે સમયે અમે વધારે વાત કરી શક્યા નહીં અને અમે અમારા અલગ રસ્તે ચાલ્યા ગયા. આ પછી અમે 2-3 વર્ષ પહેલા ફરીથી મિત્રો બન્યા.’ તમને જણાવી દઈએ કે આમિર ખાન બેંગ્લોરની રહેવાસી ગૌરી સ્પ્રેટ સાથે રિલેશનશિપમાં છે. આ પહેલા આમિર ખાન પણ બે વાર છૂટાછેડા લઈ ચૂક્યો છે. આમિર ખાને 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. જોકે, આમિર ખાનના પહેલા લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંનેએ 2002 માં છૂટાછેડા લીધા. આ પછી આમિર ખાને વર્ષ 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા. જે બાદ થોડા વર્ષો પહેલા બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

ગૌરી સ્પ્રેટ 1 બાળકની માતા છે

તમને જણાવી દઈએ કે આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ બેંગ્લોરની રહેવાસી છે. આમિર ખાન અને ગૌરી લગભગ 2-3 વર્ષથી સારા મિત્રો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના અફેરના સમાચાર આવી રહ્યા હતા. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી ન હતી. હવે આમિર ખાને પોતાના 60મા જન્મદિવસની ઉજવણીમાં આ વાતનો ખુલાસો કર્યો છે. ગૌરીના પણ છૂટાછેડા થઈ ગયા છે અને તે એક બાળકની માતા છે. ગૌરી અને આમિર બંને પોતાના સંબંધોને ખાનગી રાખવા માંગે છે. ગૌરીને પણ વધુ ચર્ચામાં રહેવાનું પસંદ નથી.

શું આમિર ખાન ત્રીજી વાર લગ્ન કરશે?
આમિર ખાને પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ તેમનું અંગત જીવન એકદમ સુવ્યવસ્થિત રહ્યું છે. આમિર ખાને બે વાર લગ્ન કર્યા અને પહેલી વાર તો ભાગીને. પરંતુ પહેલા લગ્ન થોડા વર્ષોમાં જ તૂટી ગયા અને કિરણ રાવ સાથેના બીજા લગ્ન પણ પૂર્ણ થઈ શક્યા નહીં. હવે આમિર ખાન છેલ્લા 2-3 વર્ષથી ગૌરી સાથે રિલેશનશિપમાં છે. તેમના અફેરના સમાચાર પણ સામે આવ્યા હતા. હવે એવું માનવામાં આવે છે કે આમિર ખાન ત્રીજી વખત લગ્ન કરી શકે છે. જોકે, આમિર ખાને હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.

હોળી-ધૂળેટીના માર્ગ અકસ્માત અને ઈમરજન્સી કોલ્સ વધ્યા, 108 આંકડા જાહેર કર્યા

અમદાવાદ: ગુજરાતમાં હોળી-ધૂળેટીના ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ રંગોત્સવ આખા ગુજરાતમાં ખુશીનો માહોલ લઈ આવ્યું હતું. આ વચ્ચે ગુજરાતની ઘણી એવી જગ્યા છે. જ્યાં આ તહેવાર ગમ લઈ આવ્યું હતું. આ તહેવારમાં મારામારી માર્ગ અકસ્માત સહિતની ઘટનામાં વધારો નોંધાતો હોય છે. તહેવારોમાં અકસ્માત સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચોવિસ કલાસ 108 ઈમરજન્સી સેવામાં સજ્જ રહી હતી. 108 ઈમરજન્સી સેવા દ્વારા રાજ્યમાં ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં આવેલા કોલને લઈને આંકડાકીય માહિતી જાહેર કરી છે. જેમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકા વધારો થયો, ત્યારે 3485 કોલ્સમાંથી 715 માર્ગ અકસ્માતના કોલ નોંધાયા હતા.

108 ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં આજે શુક્રવારે ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ રિસિવ કરવામાં આવ્યા હતા. જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ 715 કોલ્સ નોંધાયા હતા. જ્યારે 360 મારામારીના અને 209 સામાન્ય ઈજાના નોંધાયા હતા. અમદાવાદમાં 95, સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34, દાહોદમાં 30, ખેડામાં 29, બનાસકાંઠામાં 24, પંચમહાલ-ભરૂચમાં 23-23 અને વલસાડ, નવસારી અને આણંદમાં 20-20 અક્સમાતના કોલ્સ 108 ઈમરજન્સીમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ 3735 ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. જ્યારે સામાન્ય દિવસની સરખામણીએ માર્ગ અકસ્માતને લઈને 108 ઈમરજન્સીમાં નોંધાયેલા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં 458 સામાન્ય દિવસના કોલની તુલનાએ એક દિવસમાં 257 જેટલાં કોલ વધુ નોંધાયા હતા.

હરિયાણામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના પાછળ જમીનનો વિવાદ કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને FSL ટીમે પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસે મૃતદેહને કબજે લઈને ખાનપુર મેડિકલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. જવાહરા ભાજપના મુડલાના મંડળપ્રમુખ હતા.

જો કે, સોનીપતમાં શુક્રવારે (14 માર્ચ) હોળીના દિવસે ભાજપ નેતા મુંડલાના મંડળપ્રમુખ સુરેન્દ્ર જવાહરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મોડી રાતે ગામમાં પડોશીએ તેમને ગોળી મારી હતી. જમીન વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. શુક્રવારે (14 માર્ચ) સુરેન્દ્ર જવાહરાએ તેમના પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે હોળી રમી હતી. જ્યારે તેઓ રાત્રે લગભગ નવ વાગ્યે ઘરે પહોંચ્યા, ત્યારે પડોશીએ પિસ્તોલથી તેમના પર ફાયરિંગ કર્યું હતું. પોતાનો જીવ બચાવવા તેઓ એક દુકાનમાં ઘૂસ્યા હતા, પરંતુ ત્રણ રાઉન્ડ ફાયરિંગને કારણે તેમનું મોત થયું હતું. તેમનો મૃતદેહ ગામ ખાનપુર કલાં સ્થિત ભગત ફૂલ સિંહ રાજકીય મહિલા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ મન્નુની ફોઇની જમીન સુરેન્દ્રએ ખરીદી હતી, જેના કારણે મન્નુ નારાજ હતો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. સુરેન્દ્ર અગાઉ ઈનેલો પાર્ટીમાં હતા અને પછી ભાજપમાં સામેલ થયા હતા.

ભાજપ નેતાની હત્યા બાદ આ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસે અનેક ટીમોની રચના કરી છે અને આરોપી શોધવા માટે કામગીરી શરૂ કરી છે. આ ઘટનાથી સંકળાયેલા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોર દુકાનમાં ઘૂસતા અને ગોળીઓ ચલાવતા દેખાઈ રહ્યા છે. હત્યાને અંજામ આપ્યા પછી આરોપી ફરાર થઈ ગયા હતા.

 

‘દિલજલે’ નો ક્લાઇમેક્સ આખરે બદલવામાં આવ્યો  

ફિલ્મ ‘દિલજલે’ (1996) માં પહેલાં હીરોઈન કાજોલ હતી પણ લેખક કરણ રાઝદાને એક કારણથી એના બદલે બીજી હીરોઈન લીધી હતી. નિર્દેશક હેરી બાવેજાની ‘દિલજલે’ ના લેખક કરણ કાજોલને એની વાર્તા સંભળાવી રહ્યા હતા ત્યારે ક્લાઇમેક્સ સાંભળીને એ હસી પડી હતી. કાજોલના આ વર્તનથી કરણને આંચકો લાગ્યો હતો. એને ગુસ્સો પણ આવ્યો હતો. કરણે એક મુલાકાતમાં એ કિસ્સાને યાદ કરીને કહ્યું છે કે એણે નિર્દેશક હેરીને કહ્યું કે કાજોલ આ ભૂમિકા બાબતે ગંભીર નથી. તે એક અભિનેત્રી તરીકે શ્રેષ્ઠ છે અને કોઈપણ ભૂમિકા ભજવી શકવા સક્ષમ છે. પણ આ ફિલ્મમાં આપણે એના બદલે બીજી હીરોઈન લઈશું.

કરણ અને હેરીએ ઘણી જાણી-અજાણી છોકરીઓ હીરોઈન તરીકે જોઈ પણ કોઈ યોગ્ય લાગી નહીં. આખરે એવો નિર્ણય કર્યો કે સોનાલી બેન્દ્રે બીજી ભૂમિકા માટે સાઇન કરી છે પણ એને મુખ્ય હીરોઈન તરીકે રાખવી અને એની ભૂમિકા બીજી કોઈ હીરોઈનને આપવી. સોનાલી પહેલાં મધુએ નિભાવી છે એ એક મહિલા આતંકવાદીની શબનમની ભૂમિકા માટે પસંદ થઈ હતી. મધુની ભૂમિકા સોનાલીને સંભળાવવામાં આવી હતી. સોનાલીને એ ગમી હતી પરંતુ છેલ્લે ‘દિલજલે’ માં અજય દેવગનની હીરોઈન તરીકે સોનાલી બેન્દ્રેને લેવામાં આવી હતી.

મધુની ‘રોજા’ અને ‘ફૂલ ઔર કાંટે’ સફળ રહી હોવાથી એને પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ રજૂ થઈ ત્યારે સોનાલી અને મધુ પોતાની ભૂમિકામાં ખરેખર વધુ યોગ્ય સાબિત થઈ હતી. પરમીત શેઠીની ભૂમિકા માટે પહેલાં સુનીલ શેટ્ટીનો વિચાર થયો હતો પણ નાની ભૂમિકા હતી અને તે બીજી મોટી ફિલ્મોમાં કામ કરતો હોવાથી ના પાડી દીધી હતી.

‘દિલજલે’ ના ક્લાઇમેક્સનું જ્યારે શુટિંગ કરવાનું થયું ત્યારે અજય દેવગન કરણના લેખન સાથે સંમત ન હતો. ફિલ્મમાં એક્શન વિભાગ સંભાળતા અજયના પિતા વીરૂ દેવગન પણ કલાઈમેક્સમાં જે બતાવવાનું હતું એના લેખનથી સંતુષ્ટ ન હતા. કરણનું ત્યારે દ્રઢપણે માનવું હતું કે એણે લખેલો ક્લાઇમેક્સ સારો જ છે. કાજોલ ક્લાઇમેક્સ સાંભળીને હસી હતી એનો મતલબ એ નથી કે ખરાબ છે. પરંતુ આખરે લાંબું વિચાર્યા પછી કરણને લાગ્યું કે એક વૈકલ્પિક ક્લાઇમેક્સ વિચારવામાં આવે એ જરૂરી છે. અને અત્યારે ફિલ્મમાં જે ક્લાઇમેક્સ છે એ વિચારવામાં આવ્યો હતો અને કરણે એ જ રાખ્યો હતો. એમાં એવું બતાવવામાં આવ્યું છે કે અજય પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજા આતંકવાદીઓનો જીવ બચાવે છે અને એ પછી એમનામાં પરિવર્તન આવે છે.

કરણનો પહેલો ક્લાઇમેક્સ કયો હતો એની કોઈને ખબર પડી નથી. જેના પર કાજોલ હસી હતી. પરંતુ બીજો ક્લાઇમેક્સ તૈયાર કર્યા પછી ફિલ્મ રજૂ થતાની સાથે જ સફળ રહી હતી. કલાકારોના અભિનય ઉપરાંત એના ગીતોને કારણે ‘દિલજલે’ બહુ લોકપ્રિય રહી હતી.