Home Blog Page 1087

12 પછી શું? ડોક્ટર, એન્જીનીયર સિવાયના કારકિર્દીના અધ્યતન પણ સફળ વિકલ્પો

મોટા ભાગના વાલીઓ તેમનામાં બાળકોને 12 પછી ડોક્ટર, એન્જીનીયર અને જો ટકાવારી લથડે એટલે બેચલર્સ કરવાની શીખ દેતાં હોય છે. આપણો મોટા ભાગનો એક વર્ગ, ચોક્કસ લઘુતાગ્રંથિથી પીડાય છે કે, એક વાર ડોક્ટર કે એન્જીનીયર બની ગયાં પછી લાઈફ સેટ જ હોય. પણ મેટ્રો સિટીની, એક હકીકત એ પણ છે કે, ત્યાં પાન વાળો કે ગાંઠિયા વાળો, ડોક્ટર્સ કરતાં વધુ કમાય છે. તો શુ ડોક્ટર બનવામાં કંઈ પ્રોબ્લેમ છે? ના. પ્રોબ્લેમ ડોક્ટર કે એન્જીનીયર બનવામાં નથી. પ્રોબ્લેમ છે, ના બની શકાય તો પણ જબરજસ્તી બનવામાં. વિદ્યાર્થી નબળો હોય, કે આર્થિક તંગી હોય છતાં પણ ડોનેશન કે વારંવાર એન્ટ્રન્સ એક્ષામ અપાવીને બાળકનો આત્મવિશ્વાસ પર પ્રહારો કરવા યોગ્ય નથી. આનું એકમાત્ર કારણ પેરેન્ટ્સમાં કારકિર્દીના નવા વિકલ્પો વિશે યોગ્ય જાણકારીનો અભાવ છે.

ઘણા વાલીઓ અને વિધાર્થીઓ અમુક ફિલ્ડ કે શાખાઓ વિશે બિલકુલ અજાણ છે,જ્યાં નબળો વિદ્યાર્થી પણ સારા માં સારી જોબ મેળવી શકે છે. એવા અસંખ્ય કેરિયર ઓરિએન્ટેડ કોર્ષ દ્વારા તેઓ ખૂબ આગળ વધી શકે છે. હાલ આર્ટિફિશિયલ ઇન્ટિલિજન્સ દરેક ફિલ્ડમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યાં યુવાઓ સામે કેરિયરના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.એ સિવાય પણ દરેક ફિલ્ડમાં ટેક્નોલોજી દ્વારા મોટા ફેરફારો આવ્યા છે. જેમકે એગ્રીક્લચરનો અર્થ હવે માત્ર ખેતી, સિંચાઈ,હળ અને બળદ જ રહ્યો નથી. હાઇડ્રોફોનિક્સ, એક્વાફોનિક્સ, જેવી ખેતીની અધ્યતન રીતો દ્વારા ઓછી જગ્યાએથી મબલખ પાક લઇ શકાય છે. જ્યાં સ્પેસ સ્ટેશન ખુલી રહ્યા છે, ત્યાં સ્પેસ ટુરિઝમ અને સ્પેસ ગાઈડ જેવા શબ્દો આવનારા દિવસોમાં ઘરે ઘરે ફેમસ થવા જઈ રહ્યા છે. તો કેમ આવાં અવનવા અને રોચક ક્ષેત્રોમાં આગળ ના વધીયે. એ ઉપરાંત પણ ઘણા એવા ક્ષેત્રો છે,જેની આવનારા દિવસોમાં માંગ વધવાની પૂરી શક્યતાઓ છે. ચાલો જાણીયે અવનવા ક્ષેત્રોમાં કારકિર્દીના વિકલ્પો વિશે.

ડ્રોન ઑપરેશન

કોઈ નાના બાળકને જયારે પહેલી વખત એના પપ્પાએ ડ્રોન અપાવ્યું હશે ત્યારે એની સ્વપ્ન દ્રષ્ટિએ મનોમન ઘણીએ ઝંખના કરી લીધી હશે. એવા જ ઘણા દુરદેશીના પરિણામે, આજે ડ્રોન ઘણા જ ક્ષેત્રોમાં મહત્વનું ગેજેટ બની ગયું છે. ફિલ્મમેકિંગ, ખેતી,રિયલ એસ્ટેટ, સુરક્ષા વગેરે ક્ષેત્રમાં ડ્રોન હવે મહત્વનું અંગ બની ચૂક્યું છે. વૈશ્વિક બજારમાં ડ્રોન ટેક્નોલોજીનો વિકાસ વધી રહ્યો છે, જેના માટે કુશળ ઓપરેટરોની માંગ સતત વધતી રહે છે.
યોગ્ય સંસ્થાઓ દ્વારા તાલીમ લઈ,સર્ટિફેકેટ મળ્યા બાદ પ્રેક્ટિકલ તાલીમથી ફ્રીલાંન્સીંગ દ્વારા યોગ્ય પ્રોફેશનલ નેટવર્કમાં જોડાઈ શકાય છે.

મેટાવર્સ આર્કીટેકટ

હમણાં થોડા સમય પહેલા એક સ્વર્ગસ્થ પિતાએ વર્ચ્યુલી પોતાના હયાત દીકરાના લગ્નમાં હાજરી પુરાવી અને આ વાત ન્યુઝ બની ગઈ. બધાને જ ખબર છે કે માત્ર અને માત્ર ટેક્નોલોજીની ઉત્ક્રાંતિ દ્વારા આ શક્ય બન્યું છે. પણ આજથી 2 વર્ષ પછી આ બધુ એકદમ સામાન્ય હશે. કેમકે આજના ડિજિટલ યુગમાં પરંપરાગત ટેક્નોલોજીમાં કેરિયરના નવા અને અનોખા વિકલ્પો આવી રહ્યા છે.આવું જ એક વિલક્ષણ અને વિક્રાંતિકારક વિકલ્પ છે – મેટાવર્સ આર્કિટેક્ટ. જ્યાં આવાં ક્ષેત્રમાં ડિજિટલ આભાસી જગતનું નિર્માણ કરવા માટે સોફ્ટવેર, 3D ડિઝાઇન અને ક્રિએટિવ આર્ટની જરુરિયાત વધારે હોય,મેટાવર્સ આર્કીટેક્ટની ડિમાન્ડ અત્યારે સૌથી વધુ છે. એના માટે 3D એનિમેશન, સોફ્ટવેર ડેવલોપમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિકલ્પો પસન્દ કરી શકાય છે.

મરીન ફાર્મિંગ

આવનારા સમયમાં વિશ્વની લડાઈ કોઈ જીવંત લોકો સામે નહીં પરંતુ પોતે જ ખડકેલા પ્લાસ્ટિક નામના અતિખતરનાક તત્વ સામે હશે. જ્યાં માઈક્રોપ્લાસ્ટિક નદીથી લઈને ઘર સુધી પહોંચ્યું અને હવે લોકોની ધમનીઓમાં પણ વહેવા લાગ્યું છે ત્યાં પ્લાસ્ટિકના વિકલ્પો શોધવા અનિવાર્ય બની ગયાં છે.થોડા સમય પહેલા હેંજ કેચપ દ્વારા શેવાડ માંથી ખાય શકાય તેવા કેચપના પેકેટ્સ તૈયાર કર્યા હતાં. અને હવે તો ઘણી અંતરરાષ્ટ્રીય કંપનીઓ આવાં બાયોડિગ્રેડેબલ પેકેટ્સ બનાવી રહી છે. દરિયાઈ પાણીની નીચે આવાં ચોક્કસ શેવાડની ખેતી કરવામા આવે છે. જે પોષકતત્વોથી ભરપૂર હોવાથી તેનો ઉપયોગ,ઉધોગ ક્ષેત્રમાં, પેકેજીંગ, દવાઓ બનાવવામાં તેમજ સુપર ફૂડ તરીકે પણ વાપરવામાં આવે છે. આવનારા સમયમાં વધતી જતી માંગને લીધે મરીને ફાર્મિંગમાં કારકિર્દી બનાવવા તેમજ વેપાર કરવાની સોનેરી તકો રહેલી છે.

આ સિવાય પણ ઘણા અવનવા અને ભાવિ સમયમાં ઉપયોગી એવા કારકિર્દી માટેના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે જેવા કે, ડિજિટલ ડિટોક્સ કન્સલ્ટ, ઇ-સ્પોર્ટ્સ એથલિટ, કન્ટેન્ટ ક્રિએટર્સ, બાયોટેક આંતોરપ્રેન્યોર્સ, સ્ટાર્ટપ ફાઉન્ડર્સ, કે જેના માટે સરકારની વિવિધ લોન માટેની યોજનાઓ પણ ઉપલબ્ધ હોય છે. અને જેમાં કારકિર્દી બનાવી બહુ ખર્ચાળ હોતી નથી. આવામાં તમારા બાળકોને તમારી રુચિ કે તમારા અધૂરા સપનાઓ પ્રમાણે નહીં પણ ભવિષ્યમાં વધતી માંગ મુજબ કારકિર્દી બનાવી વધુ ફાયદાકારક સાબિત થશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

IPL 2025થી પહેલાં DCએ કર્યું કેપ્ટનના નામનું એલાન, જાણો…

 નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝનમાં આશરે એક સપ્તાહ બચ્યું છે. ત્યારે હવે IPL 2025થી પહેલાં દિલ્હી કેપિટલ્સે (DC)એ કેપ્ટનના નામની જાહેરાત કરી છે. અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અક્ષર પટેલ 2019થી દિલ્હી કેપિટલ્સ સાથે છે અને ગત વર્ષ નવેમ્બરમાં IPL 2025ની મેગા હરાજી પહેલાં તેને 16.50 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. અક્ષર પટેલને કેપ્ટન્સીનો એટલો અનુભવ નથી, પરંતુ તેને આ વર્ષે જાન્યુઆરીમાં ભારતનો T20I વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

31 વર્ષના અક્ષર પટેલે તમામ ફોર્મે્ટસમાં મળીને કુલ 23 મેચોમાં પોતાની રાજ્ય ટીમ ગુજરાતનું નેતૃત્વ કરેલું છે. હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી અને 2024-25માં વિજય હજારે ટ્રોફીની કેટલીક મેચોમાં અક્ષર પટેલે ગુજરાતની કમાન સંભાળી હતી.

અક્ષર પટેલે ગત વર્ષ એક IPL મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી સંભાળી હતી. IPL 2025ની મેગા ઓક્શનમાં ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સના હાથે ગુમાવ્યા બાદ દિલ્હી કેપિટલ્સ પાસે અક્ષર પટેલ સૌથી અનુભવી ખેલાડી હતો, જે કેપ્ટન બનવા માટે પ્રબળ દાવેદાર હતો. અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સ (DC) માટે છ આઈપીએલ સીઝનમાં 82 મેચ રમી છે. ગત વર્ષે અક્ષર પટેલે લગભગ 30ની સરેરાશથી 235 રન કર્યા અને 7.65ના ઈકોનોમી રેટથી 11 વિકેટ લીધી હતી.

આ અગાઉ એવું અનુમાન થઈ રહ્યું હતું કે કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનશે કારણ કે આ ફ્રેન્ચાઈઝીએ તેને મેગા ઓક્શનમાં 14 કરોડમાં ખરીદ્યો હતો. જોકે દિલ્હી કેપિટલ્સે આખરે અક્ષર પટેલને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે.

 

 

તુઝે પતા નહીં?

સતત પ્રવાસ અને કામના પ્રેશરને લીધે એક્ચ્યુઅલ પુસ્તકો વાંચવાનું થોડું ઓછું થઈ ગયું હતું. તેમાં વચ્ચે ઈ-બુક્સ, આઈ-બુક્સ, પોડકાસ્ટ, વ્હોટકાસ્ટની ભરમાર થઈ.  આપણે કામ કરતા હોઈએ ત્યારે એકાદ પુસ્તક કોઈક વાંચી સંભળાવતું હોય તો સો કોલ્ડ મલ્ટિટાસ્કિંગ હોવાના અભિમાનને પુષ્ટિ મળી અને ખાસ સમય કાઢીને એક જગ્યાએ બેસીને હાથમાં પુસ્તક લઈને વાંચવું સમયનો વેડફાટ લાગવા માંડ્યાની માનસિકતા તૈયાર થઈ. જો કે પેન્ડેમિકે ઘરે બેસાડ્યા ત્યારે વર્ચ્યુઅલ માધ્યમની અતિશયોક્તિ થઈ, ટીવી સ્ક્રીનનો કંટાળો આવવા લાગ્યો અને બુક શેલ્ફમાંનાં પુસ્તકો `ડોન્ટ વરી, વી આર વિથ યુ’ કહીને ખુશીથી સંગાથે આવ્યાં.

સવારે વાંચવાનું એક પુસ્તક અને રાત્રે વાંચવાનું એક પુસ્તક એમ અલગ-અલગ વિષયોનાં બે પુસ્તકો આસપાસ રહેતાં અને તેમાંથી કમ સે કમ એક ચેપ્ટર રોજ વાંચવાની જૂની આદત ફરી એક વાર નિત્યક્રમમાં આવવા લાગી. કષ્ટ પડતો હતો છતાં તેમાં પોતાને ઢાળી દીધી. થોડા દિવસોની મહેનત પછી જૂની આદત નવેસરથી અંગીકાર કરી. તે સમયે ઈન્દ્રા નૂઈનું `માય લાઈફ ઈન ફુલ’ આત્મચરિત્ર બેસ્ટ સેલર્સ લિસ્ટમાં સર્વત્ર દેખાતું હતું. દુનિયા પૂર્વવત થઈ રહી હતી,પુસ્તકોની દુકાનો ઈશારો કરતી હતી. ઓનલાઈન ઓર્ડર કરવા કરતાં મને કિતાબખાનું અથવા ક્રોસવર્ડમાં જઈને પુસ્તકો લેવાનું બહુ ગમતું. એટલે કે, એક પુસ્તક માટે જવાનું અને પુસ્તકની મોટી થપ્પી લઈને બહાર નીકળવાનું. સુધીરના ચહેરા પર `તું આટલું ક્યારે વાંચશે?’ એવો ભાવ દુર્લક્ષિત કરવું તે હવે મારું રુટીન થઈ ગયું હતું અને તે પણ કેળવાઈ ગયું છું. એટલે કે, એવું હોવું જોઈએ.

થોડા સમય પૂર્વે એક વખત હું ઈન્દ્રા નૂઈનું પુસ્તક લાવી અને વાંચવાનું શરૂ કર્યું. એક અસામાન્ય કર્તૃત્વવાન મહિલાએ સરળ ભાષામાં લખેલા આ પ્રેરણાદાયી પુસ્તકનો હું ફાવે તે રીતે ઉપયોગ કરતી હતી. દરમિયાન એક દિવસ બિલ્ડિંગમાં અમે ભેગાં થયાં હતાં. ગપ્પામાં વાંચનનો અને પુસ્તકનો વિષય નીકળ્યો. કોણ શું વાંચે છે તેની ચર્ચા શરૂ થઈ. `અરે મેં ઈન્દ્રા નૂઈ કા `માય લાઈફ ઈન ફુલ’ પઢ રહી હૂં, ટૂ ગૂડ યાર, કભી ખત્મ કરુ ઐસા હુઆ હૈ।’ આવું કહેતાં જ `અરે યાર, ઈટ્સ અ બિગ માર્કેટિંગ’ એવો અવાજ આવ્યો. `વ્હોટએવર શી સેજ, આફટરઓલ વ્હોટ શી સોલ્ડ વોઝ ઓલ નોટ એટ ઓલ હાઈજીનિક’ એમ બીજો અવાજ આવ્યો. `અરે વો પ્રોડક્ટ્સને લોગોં કી જિંદગીયાં બરબાદ કી’ એવું ત્રીજાનું સમર્થન મળ્યું. ગપ્પાં પૂરા કરીને હું ઘરે આવી. કેમ કોણ જાણે અથવા મારા મગજમાં પછીની ચર્ચાના મુદ્દા એટલી અસર કરી ગયા કે મેં તે પુસ્તક હાથમાં લીધું નહીં. કોઈક કારણ આપીને હું તે દિવસે પુસ્તકથી દૂર ગઈ અને પછી રોજ તેજ બનવા લાગ્યું. આટલા ઝડપથી વંચાય રહેલું  તે અત્યંત સારું પુસ્તક અધૂરું જ રહી ગયું.

જનરલી લોકોનું સાંભળવું પરંતુ મનનું કરવું એ મારી માનસિકતા છે. એક વખત એક ચર્ચા સત્રમાં ગઈ હતી. મુલાકાત લેનારના પ્રશ્નો અને અમારા મોકળા મનથી ઉત્તરો આપવાનો કાર્યક્રમ ખાસ્સો રંગત લાવ્યો હતો. કાર્યક્રમ પૂરો થવા પર એક શ્રોતાએ આવીને કહ્યું, `તમે આપેલા સર્વ દાખલા સારા હતા, પરંતુ અમુક એક જોડીનો દાખલો ખટક્યો, તેમને હું નજીકથી ઓળખું છું. ચમકે તે બધું સોનું હોતું નથી. અડધી બાબતો માર્કેટિંગ માટે કરેલી હોય છે.’ હવે આ ખરેખર એક શ્રોતાની પ્રતિક્રિયા હતી, તેનો મત હતો. તેની આપણી પર અસર શા માટે થવી જોઈએ? જો કે તે પછી ભાષણમાં અથવા ચર્ચા સત્રમાં આ નામ લેવાનો સમય આવતાં હું પીછેહઠ કરતી. એક સાદી કમેન્ટ આવી અસર કરી ગઈ.

શાળામાં હતી ત્યારથી અનેક ભારતીયોની જેમ હું પણ અમિતાભ બચ્ચનની ફેન હતી. રદ્દીની દુકાનમાં જઈને ફિલ્મી મેગેઝિન્સ લાવતી, તેમાંથી ફોટો કાપીને તેનું આલ્બમ બનાવતી. દોસ્તાના ફિલ્મના શૂટિંગના સમયે અમિતાભ બચ્ચનને મળવાની તક મળી. તેમને તે આલબમ બતાવ્યો, તેમણે પણ તે અત્યંત મનઃપૂર્વક પંદર મિનિટ સુધી જોયો અને તેમની રુઆબદાર સહી તેના પર કરી. આ પછી અનેક વર્ષો સુધી તે આલ્બમ મેં સાચવી રાખ્યો હતો. પરંતુ હવે તે ક્યાં ગુમ થયો છે ખબર નથી. કદાચ જીવનમાં જોડીદાર તરીકે સુધીરની એન્ટ્રી થયા પછી આ ફેન પ્રકરણ પાછળ રહી ગયું હોવું જોઈએ. કહેવાનો મુદ્દો એ છે કે અમિતાભ બચ્ચન સ્ટ્રગલરથી લઈને સાઈઠ વર્ષ ફિલ્મ સૃષ્ટિના મહાનાયક બની રહ્યાનો દાખલો અમે અમારી કોર્પોરેટ ટ્રેનિંગમાં અનેક વાર ઉપયોગ કરીએ છીએ. બોલીવૂડ, ટોલીવૂડ, હોલીવૂડ કે ક્રિકેટ વિશ્વના દાખલા એટલા માટે જ વાપરીએ, કારણ કે તે તુરંત સામેવાળાના ગળે ઊતરે છે. એકાદ મુદ્દો ગળે ઉતારવા માટે આ દાખલા સારા પડે છે અને તે માટે પછી રણવીર સિંહ, અક્ષય કુમાર, કંગના રનૌત જેવા પોતાના કર્તૃત્વ પર પોતાનું સ્થાન ઉચ્ચ સ્તરે લઈ ગયેલા અનેકોની લાઈફ સ્ટોરી બહુ કામ આવે છે.જોકે તે પછી ક્યારેક એકાદ સૂર સાંભળવા મળે જ છે, `અરે, તમે અમિતાભના આટલા બધા દાખલા આપો છો તો તમને ખબર છે કે કેમેરા સામેના અમિતાભ અને કેમેરાની બહારના અમિતાભમાં જમીન આસમાનનો ફરક છે. અનેક ફિલ્મ કલાકારોની બાબતમાં તો તને ખબર છે, તેનું કેટલી છોકરીઓ સાથે લફરું છે તે,એવા લોકોના દાખલા શું લેવાના?’

એક વાર અમે યુ.એસ.એ. ગયાં હતાં ત્યારે સુનિલાને જૂનો પાડોશી રોમી વિશ્વનાથન મળ્યો, આ જ ચર્ચા અમે કરતાં હતાં. કોને આદર્શ માનવા જોઈએ તે આજકાલ સમજાતું નથી. એવરી વન હેઝ સ્કેલેટન્સ ઈન ધ બેકયાર્ડ. મેં કહ્યું ક્યાંક એક વખત વાંચ્યું હતું `જે જીવિત છે તેમને આદર્શ નહીં માનો, જે આ દુનિયામાં સારું કામ કરી ગયા તેમને આદર્શ માનો. કમ સે કમ તેમની તો આવી વિચિત્ર વાતો સામે નહીં આવશે.’ તેની પર રોમીએ કહ્યું, `અરે આજકાલ ગુજરે હુયે લોગોં કી ભી બહૌત સારી કોન્ટ્રોવર્સિયલ બાતે સામને આતી હૈ. સિર્ફ ભગવાન કો યા માયથોલોજિકલ કેરેક્ટર્સ કો આદર્શ માનો।આદર્શ કોણ હોવું જોઈએ, વિચાર કોના સાંભળવા જોઈએ તે દરેકનો વ્યક્તિગત પ્રશ્ન છે. તેના પર અનેક ચર્ચાસત્ર અથવા વાદવિવાદ હોઈ શકે છે, પરંતુ હવે એક વાત શીખી ગઈ છું, `અરે તુઝે પતા હૈ ક્યા…’ `તૂ ઉસકી અસલિયત નહીં જાનતી?’ `અરે આ બધા બતાવવાના દાંત છે, હકીકત કાંઈક અલગ જ છે…’ આવા અથવા તેના જેવા `ગોસિપી’ મુદ્દા આવે એટલે તેનાથી થોડું દૂર જ રહેવું જોઈએ.

મહત્ત્વનું એ છે કે ક્યારેક-ક્યારેક દૂર નહીં રહી શકાય તો પણ આ આવી કમેન્ટ્સની અસર આપણા પર પડવા નહીં દેવી જોઈએ. આપણી સારા-સાર બુદ્ધિ સતત જાગૃત રાખવાની અને આગળ જવાનું, કારણ કે આવી થોડી જેલસીને લીધે કોઈકે કરેલી કમેન્ટ્સની અસર આપણા પર જાણ્યે અજાણ્યે થતી હોય છે. બેક ઓફ ધ માઈન્ડ ક્યાંક તે કમેન્ટ ચોંટી રહે છે. જુઓને ઈન્દ્રા નૂઈનું સારું પુસ્તક તે સમયે મેં અડધું છોડી દીધું તે એક ચર્ચાની આવી બે-ત્રણ કમેન્ટ્સને લીધે. ખરેખર તો મારી વિવેકબુદ્ધિ મેં જાગૃત રાખવી જોઈતી હતી કે તામિલનાડુમાં એક સાદા સાધારણ ઘરની છોકરીએ આ અસામાન્ય સફળતા પ્રાપ્ત કરી હતી. અનેક એસ્પાયરિંગ છોકરા-છોકરીઓએ ભવિષ્ય તરફ આશાથી જોવા માટે અને `એવરીથિંગ ઈઝ પોસિબલ ઈફ યુ વર્ક ટુવર્ડસ ઈટ હોલ હાર્ટેડ્લી-ઓનેસ્ટ્લી’ આ એક અત્યંત સારો સંદેશ આપનારું તેનું જીવન તેણે બધાની સામે ખુલ્લું કર્યું. ખરેખર આવાં પુસ્તકો વાંચવાં અને તેના પર ચર્ચા કરવી તે શાળા-કોલેજીસમાં નિત્યક્રમ બનવો જોઈએ. નાની ઉંમરે મનનું ઘડતર થતું હોય ત્યારે જ આ ચરિત્રો સારી અસર કરી શકે છે. અમેરિકામાં એક મજબૂત કંપનીમાં એક મહિલાએ ગ્લાસ સીલિંગ તોડીને, જીદથી અને ધીરજથી કોર્પોરેટ લેડર ચઢીને ઉચ્ચ પદે પહોંચવું તે અતુલનીય કર્તૃત્વ તરફ આપણે જોવું જોઈએ. હવે આ મજબૂત કંપની જે કાંઈ બનાવે છે તે અનહેલ્ધી છે તે અમેરિકા જ નહીં દુનિયા પણ ક્યાં માનવા માટે તૈયાર છે. આથી ત્યાં આપણે ધ્યાન આપવું નહીં જોઈએ, કારણ કે તે જોવા જઈશું તો દુનિયાની અડધો-અડધ કંપનીઓ રદબાતલ થશે. આ જ બાબત અનેક પ્રસિદ્ધ હસ્તીઓની અથવા ફિલ્મ કલાકારો, ક્રિકેટર્સની છે. ઉંમરનાં એંસી વર્ષ પાર કર્યા પછી પણ યુવાનોને શરમાવે એવી કારકિર્દી ગજવનારા અમિતાભ પાસેથી આપણે જીદ ઉત્સાહ આત્મવિશ્વાસ લેવો જોઈએ. બહુ ઊંડાણમાં નહીં જવું જોઈએ. તમે, હું અને તે કોઈ પણ પરફેક્ટ નથી અને નહીં રહીશું, કારણ કે `પરફેક્ટ’ એવું કશું જ નથી હોતું. પરિપૂર્ણતાના માર્ગ પર આપણે બધા પ્રવાસી છીએ એવું કહી શકાય.

એકાદે કરેલા રિમાર્ક કેવી અસર કરે છે તે માટે માર્કેટિંગ મેનેજમેન્ટમાં સારો દાખલો આપવામાં આવે છે. માણસો અથવા ગ્રાહક વસ્તુ કઈ રીતે ખરીદી કરે છે અને આસપાસના લોકલ ઈન્ફ્લુએન્સર્સ, એટલે કે પાડોશી, મિત્રો અથવા ડોક્ટર્સ-ટીચર્સ કઈ રીતે ઈન્ફ્લુએન્સ કરે છે તે જોઈએ. એકાદ ફોન લેવાનો હોય, આપણે નેટ પર જઈને તેની આખી કુંડલી કઢાવીએ છીએ, રિવ્યુઝ જોઈએ છીએ, પ્રાઈસ કેમ્પેર કરીએ છીએ અને મોટી મૂંઝવણમાં મૂકનારા તે અનેક ફોન્સના ઓપ્શન્સમાં સેમસંગ અથવા વિવો એમ બે મોડેલ્સ અઠવાડિયાની અથાક મહેનત પછી ઝીરો ડાઉન કરીએ છીએ. હવે કામ આસાન હોય છે. બીજા દિવસે શોરૂમમાં જઈને બેમાંથી એકની પસંદગી કરવાની અને આપણે ફોન હાથમાં લેવાનું સપનું રંગવા લાગીએ છીએ. ખરીદીના આગલા દિવસે આપણો એક મિત્ર ઘણા બધા દિવસે મળવા માટે આવે છે. હવા-પાણીના ગપ્પા થયા પછી સહજ રીતે ફોનનો મુદ્દો નીકળે છે. આપણે આવતીકાલે સેમસંગ અથવા વિવોમાંથી એક ફોન ખરીદી કરવાના છીએ એવું કહેતાં તે કહે છે,`અરે ગાંડો થઈ ગયો છે, આજના જમાનામાં સૌથી ઉત્કૃષ્ટ ફોન છે તે ફલાણો છે એવું કહીને તે એકાદ ફોનનું નામ કહે છે. આવી બન્યું! આટલા દિવસોની મહેનત વેડફાઈ ગઈ. બીજા દિવસે આપણે સેમસંગ અથવા વિવો બાજુમાં રાખીએ છીએ. મિત્રએ સૂચવેલો ફોન ઘરે લઈ આવીએ છીએ.

અન્યોના કહેવા પરથી આપણે અનેક વાર આપણા જીવનના મહત્ત્વના નિર્ણય લઈએ છીએ. કોઈકના કહેવા પરથી જ સીતાને અગ્નિપરીક્ષા આપવી પડી હતી. સો, હાલના ક્રિયેટર ઈકોનોમીવાળા, પિયર પ્રેશર્સ, ફ્રેન્ડ્સ, ફિલ્મ, પોડકાસ્ટ્સ આ બધાની ભરમાર થઈ છે. તેનો ગમે તેટલો ઈન્ફ્લુએન્સ થાય તો પણ અંતે યોગ્ય નિર્ણય લેવાનું આપણા હાથોમાં હોય છે. શું સારું શું ખરાબ તે નિર્ણય આપણે જ લેવાનો હોય છે. વી મસ્ટ હેવ અ સ્ટ્રોંગ કંટ્રોલ ઓવ્હર અવર માઈન્ડ!

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૪ માર્ચ ૨૦૨૫

Chitralekha Gujarati – 24 March, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 14/03/2025

IPL 2025: હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ, હવે મુંબઈનો કેપ્ટન કોણ બનશે?

IPL 2025 નો પ્રારંભ થવાનો છે. 22 માર્ચથી શરૂ થતી આ ટુર્નામેન્ટમાં, મુંબઈ ઈન્ડિયન્સ તેની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. બંને ટીમો વચ્ચે પહેલી ટક્કર 23 માર્ચે થશે, પરંતુ આ દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર અને મુંબઈનો કેપ્ટન હાર્દિક પંડ્યા રમતા જોવા મળશે નહીં. આ હાઇ-વોલ્ટેજ મેચમાં તેને બેન્ચ પર બેસવું પડશે કારણ કે તેના પર એક મેચનો પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ તેના પર કયા કારણોસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? જો તે નહીં રમે તો મુંબઈનો કેપ્ટન કોણ હશે?

હાર્દિક પર પ્રતિબંધ કેમ?

છેલ્લી સિઝનમાં હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં કેપ્ટન તરીકે પાછો ફર્યો. આ કારણે ઘણો વિવાદ થયો હતો. પરિણામે મુંબઈ ટીમનું પ્રદર્શન ખરાબ થયું. પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ છેલ્લા સ્થાને રહી. આ કારણે તેમની ઘણી ટીકા થઈ હતી. એટલું જ નહીં, કેપ્ટનશીપ દરમિયાન, તે ત્રણ વખત સ્લો ઓવર રેટનો દોષી સાબિત થયો હતો. નિયમો અનુસાર જો આવું ત્રણ વખત થાય છે, તો ટીમના કેપ્ટન પર 30 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવે છે. ઉપરાંત ખેલાડી પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં તેણે ધીમા ઓવર રેટની ત્રીજી ભૂલ કરી. જોકે, તેની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં. એટલા માટે તે પોતાનું વાક્ય પૂરું કરી શક્યો નહીં. હવે આ સિઝનમાં તે સજા ભોગવવા માટે પંડ્યાએ CSK સામેની ઓપનર મેચમાં બહાર બેસવું પડશે.

મુંબઈનો કેપ્ટન કોણ હશે?

હવે મુંબઈના કેપ્ટન વિશે પણ જાણીએ. જસપ્રીત બુમરાહ IPLના પહેલા ભાગમાં રમી શક્યો નથી. એટલે કે તે મુંબઈના કેપ્ટનશીપની રેસમાં રહેશે નહીં. હવે હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા કેપ્ટનશીપ માટે બે મોટા દાવેદાર છે. રોહિતની ટ્રોફી પોતે જ તેની ઉત્તમ કેપ્ટનશીપનો પુરાવો છે. તાજેતરમાં ટીમ ઈન્ડિયાની T20 ટીમના કેપ્ટન બનેલા સૂર્યકુમાર યાદવનો પણ એક ઉત્તમ રેકોર્ડ છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે 23 T20 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાં ભારતે 18 જીત મેળવી છે અને 4 હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, રોહિત ફરીથી કેપ્ટનશીપ સ્વીકારે તે મુશ્કેલ લાગે છે. તેથી, એ શક્ય છે કે સૂર્યકુમાર યાદવ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈની કેપ્ટનશીપ કરતા જોવા મળે.

VIDEO: આમિર ખાને પોતાના હાથે પેપ્સ અને પત્રકારનો ખવડાવી કેક

મુંબઈ: અભિનેતા આમિર ખાન આવતીકાલે, શુક્રવાર 14 માર્ચે પોતાનો 60મો જન્મદિવસ ઉજવશે. આવતીકાલે તેમનો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવશે. પરંતુ તે પહેલાં આજે ગુરુવારે અભિનેતાએ પાપારાઝી સાથે ઉજવણી કરી હતી. તેમણે પેપ્સ અને પત્રકારો સાથે મળીને કેક તો કાપી જ હતી, પરંતુ પોતાના હાથે એક પછી એક બધાને કેક ખવડાવી પણ હતી.

Photo: Deepak Dhuri

આમિર ખાને પોતાનો જન્મદિવસ પાપારાઝી સાથે ઉજવ્યો. કેક કાપ્યા પછી અભિનેતાએ પોતાના હાથે બધાને કેક ખવડાવી હતી અને પછી તેની કારકિર્દી અને આગામી પ્રોજેક્ટ્સ વિશે ઘણી વાતો શેર કરી હતી. નોંધનીય છે કે આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી લાપતા લેડીઝ ફિલ્મે આઈફામાં છવાઈ ગઈ હતી. આ ફિલ્મે આઈફામાં અનેક અવોર્ડ જીત્યા છે.

ઉલ્લેખનીય છે કે આમિર ખાન કોઈ મહિલાને ડેટ કરી રહ્યા છે એવી પણ ચર્ચા વહેતી થઈ છે. મળતી માહિતી પ્રમાણે અભિનેતા બેંગલુરુની ગૌરી નામની એક મહિલાને ડેટ કરી રહ્યા છે, જેનો બોલિવૂડ સાથે કોઈ સંબંધ નથી.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

શાહરૂખ અને સલમાન સાથે ફિલ્મ પર કરી વાત
સેલિબ્રેશન બાદ પાપારાઝીએ આમિર ખાનને પૂછ્યું કે શું તે શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે ફિલ્મ કરશે? આ અંગે મિસ્ટર પરફેક્શનિસ્ટે કહ્યું,’ચોક્કસ કરીશું, અમે ત્રણેય પણ આવી ફિલ્મ કરવા માંગીએ છીએ. સારી વાર્તા આવતાની સાથે જ અમે તે ચોક્કસ કરીશું.’

 ઇડન ગાર્ડન વકફ બોર્ડની સંપત્તિઃ મમતાના મંત્રીનો દાવો

કોલકાતાઃ વકફ બોર્ડને લઈને મુસલમાનોમાં કેટલીક આશંકાઓ છે, જેને દૂર કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજી સરકારના મંત્રી સિદ્દિકુલ્લા ચૌધરીએ કોલકાતાના મશહૂર ક્રિકેટ સ્ટેડિયમ ઇડન ગાર્ડન અને ફોર્ટ વિલિયમ વકફ બોર્ડ એટલે કે મુસ્લિમોની સંપત્તિ હતી. CABએ એના પર કબજો કર્યો છે. એના બદલામાં રૂ. 150નું ભાડું વકફ બોર્ડને મળે છે.

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પશ્ચિમ બંગાળના પ્રદેશ અધ્યક્ષ ઇમરાન સોલંકીએ દાવો કર્યો છે કે કલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની જમીન વક્ફની પ્રોપર્ટી છે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઇન્ડિયન આર્મીના ઈસ્ટર્ન કમાન્ડનું જ્યાં હેડક્વોર્ટર છે એ ફોર્ટ વિલિયમ પણ વક્ફની પ્રોપર્ટી છે. કલકત્તાની પાર્ક સ્ટ્રીટમાં વક્ફની ૧૦૫ પ્રોપર્ટી છે

આ મુદ્દે પશ્ચિમ બંગાળમાં સરકારના પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે ‘પશ્ચિમ બંગાળમાં AIMIM એક એવી પાર્ટી છે જેનું કોઈ મહત્ત્વ નથી. આ પાર્ટીનો કોઈ આધાર નથી અને એ આવાં વાહિયાત નિવેદનો કરી રહી છે. ઈડન ગાર્ડન્સને વક્ફની સંપત્તિ ગણાવવું ખોટું છે. આ પાર્ટી BJPની બી ટીમ છે, જેણે દિલ્હી વિધાનસભામાં મત કાપ્યા હતા અને BJPને જિતાડી હતી.