Home Blog Page 1099

શબાના આઝમી લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત

બેંગલુરુમાં આયોજિત 16મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દરમિયાન કાવેરી નિવાસ ખાતે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પીઢ ભારતીય અભિનેત્રી શબાના આઝમીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કર્યો. તેમને ઈનામની રકમ તરીકે 10 લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે પ્રખ્યાત કવિ, ગીતકાર અને શબાના આઝમીના પતિ જાવેદ અખ્તર પણ હાજર હતા. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ પોતાના સોશિયલ મીડિયા પર શબાના અને જાવેદ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.

સીએમ સિદ્ધારમૈયાએ શબાના આઝમીની પ્રશંસા કરી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શબાના આઝમીના કાર્યને યાદ કરતા કહ્યું, ‘અમને… મિલે સુર મેરા તુમ્હારા ખૂબ ગમે છે. મેં તમને આમાં જોયા છે. તું એક મહાન અભિનેત્રી છે.’આ દરમિયાન હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રીઓ શબાના આઝમી અને જાવેદ અખ્તરે કર્ણાટકના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સંગીત વારસાની પ્રશંસા કરી. આ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે કર્ણાટક ભીમસેન જોશી, કુમાર ગંધર્વ અને ગંગુબાઈ હંગલ જેવા મહાન હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકારોનું ઘર છે, જે બધા ધારવાડના છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક સરકાર માટે કર્ણાટક ચલણચિત્ર એકેડેમી ખાતે 16મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Siddaramaiah (@siddaramaiah_official)

60 દેશોની ફિલ્મોનું 11 સ્ક્રીન પર પ્રીમિયર થયું
16મા બેંગલુરુ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓરિઅન મોલ ​​ખાતે પીવીઆર સિનેમાના 11 સ્ક્રીન પર 60 દેશોની 200 થી વધુ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી. આ દરમિયાન સરકારી સચિવ કાવેરી, મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર કેવી પ્રભાકર અને માહિતી અને જનસંપર્ક કમિશનર હેમંત નિમ્બાલકરે શબાના આઝમી અને જાવેદ અખ્તરનું સ્વાગત કર્યું. અધિક મુખ્ય સચિવ એલ.કે. અતીક, કર્ણાટક ચલચિત્ર એકેડેમીના અધ્યક્ષ સાધુ કોકિલા અને 16મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના કલાત્મક દિગ્દર્શક વિદ્યા શંકર પણ હાજર રહ્યા હતા. આ મહોત્સવમાં ફિલ્મ નિર્માતાઓ ગુરુ દત્ત, રાજ કપૂર અને ઋત્વિક ઘટક અને લોકપ્રિય કન્નડ કલાકારો કે.એસ.એ હાજરી આપી હતી. અશ્વથને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

શબાના આઝમીના કામ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી વેબ સિરીઝ ‘ડબ્બા કાર્ટેલ’માં જોવા મળી હતી.

તનિષ્ક શોરૂમમાં ફિલ્મી સ્ટાઇલે 25 કરોડનાં ઘરેણાંની લૂંટ

ભોજપુરઃ બિહારના ભોજપુરમાં તનિષ્ક જ્વેલરી શોરૂમમાં બદમાશોએ ધોળા દિવસે મોટી લૂંટ ચલાવી હતી. સવારે  10 વાગ્યે સશસ્ત્ર બદમાશોએ શીશમહલ ચોક સ્થિત તનિષ્ક જ્વેલરી શોરૂમમાં ધાડ પાડી હતી અને 25 કરોડ રૂપિયાના દાગીના લૂંટી લીધા હતા. પોલીસે અથડામણમાં બે બદમાશોને ઢેર કર્યા હતા.  

આ શોરૂમમાં બદમાશોને જોતાં ત્યાં હાજર લોકો અને સેલ્સમેનો ડરી ગયા હતા. બદમાશો લોકોને ખૂણામાં ધકેલી દીધા હતા. ત્યાં સુરક્ષા કર્મચારીઓ પાસેથી હથિયાર છીનવી લીધા હતા.. આ દરમિયાન પોલીસ અને ગુનેગારો વચ્ચે ગોળીબારની માહિતી મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડાયરા વિસ્તારમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ગુનેગારો સવારે લગભગ 10.15 વાગ્યે ગ્રાહકો તરીકે પોતાને રજૂ કરીને શોરૂમમાં પ્રવેશ્યા હતા. થોડી જ વારમાં તેઓએ સેલ્સમેન અને ગાર્ડને બંદૂકની અણીએ પકડી લીધા. જ્યારે તેમણે વિરોધ કર્યો ત્યારે સેલ્સમેન રોહિતકુમારને માર મારવામાં આવ્યો, જ્યારે ગેટ પર તૈનાત સુરક્ષા ગાર્ડ મનોજ ઠાકુરને ધમકી આપવામાં આવી અને તેમની લાઇસન્સવાળી રાઇફલ છીનવી લેવામાં આવી. આ પછી, બદમાશોએ લગભગ 22 મિનિટ સુધી બંને માળે લૂંટ ચલાવી.આ લૂંટ બાદ ગુનેગારો ચાલાકીપૂર્વક સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુનેગારો છાપરા તરફ ભાગી ગયા છે. આ લૂંટમાં સંડોવાયેલા સાત ગુનેગારોમાંથી એકે માસ્ક પહેર્યો હતો, જ્યારે બાકીના ગુનેગારો માસ્ક વગરના હતા. આ ઘટનાની માહિતી મળતાં જ ભોજપુરના એસપી રાજ, એએસપી પરિચય કુમાર અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી હતી.

આ ભારતીય ક્રિકેટરના છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું, જાણો શું છે આખો મામલો

ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક જાણીતા ખેલાડીઓ તેમના વૈવાહિક જીવનને લઈ અવારનવાર ચર્ચામાં રહે છે. મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓના છૂટાછેડાના સમાચાર પહેલા ચોંકાવનારા હતા. હવે વધુ એક ક્રિકેટર અને અભિનેત્રીની જોડી તૂટવાને લઈ સમાચારોએ જોર પકડ્યું છે. એક બાજું ભારતની ટીમે ચેમ્પન્સ ટ્રોફી 2025 જીત્યા ત્યારે આવી ખરબો વહેતી થઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભારતીય ક્રિકેટર મનીષ પાંડે અને તેમની પત્ની, સાઉથ ફિલ્મ એક્ટ્રેસ આશ્રિતા શેટ્ટી વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 2019માં ધામધૂમથી લગ્ન કરનાર આ દંપતી વિશે એવી અફવાઓ છે કે તેઓ હવે અલગ થવાના મૂડમાં છે. મીડિયા અહેવાલો પ્રમાણે, મનીષ અને આશ્રિતાએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. બંનેએ લગ્નના ફોટા સોશિયલ મીડિયા પરથી હટાવી દીધા છે. મનીષ છેલ્લા 37 અઠવાડિયાથી કોઈપણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી નથી. તાજેતરમાં, મનીષ ફ્રેન્ડસ સાથે વેકેશન માણતો જોવા મળ્યો છે, જયારે આશ્રિતા એકલી વેકેશનની તસ્વીરો શેર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, મનીષ પાંડે ભારતીય ક્રિકેટ ટીમ માટે 29 વનડે અને 39 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી ચૂક્યો છે. જ્યારે આશ્રિતા શેટ્ટી તમિલ ફિલ્મોમાં સક્રિય રહી છે. લગ્ન પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી થોડું બ્રેક લીધો છે. આ મામલે હજુ સુધી મનીષ કે આશ્રિતા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી. જો કે, સંકેતો અને જાહેર ઈવેન્ટ્સમાં બંનેની ગેરહાજરીને કારણે છૂટાછેડાની ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે.

ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે ‘ચારણ-કન્યા’ વાટિકાનું ઉદ્ઘાટન

ધંધુકા: રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે ગત 9મી માર્ચના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘ચારણ-કન્યા’ વાટિકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે ગુજરાતનું પ્રથમ કાવ્ય આધારિત થીમ પાર્ક છે. આ પાર્ક મેઘાણીની 1928માં લખાયેલી પ્રસિદ્ધ કવિતા “ચારણ-કન્યા” પર આધારિત છે.

‘ચારણ-કન્યા’ વાટિકાનું ઉદ્ઘાટન

નવી ઉદ્ઘાટિત ‘ચારણ-કન્યા’ વાટિકા મુલાકાતીઓને મેઘાણીની સાહિત્યિક કૃતિનો જીવંત અનુભવ કરાવે છે. પાર્કમાં 30થી વધુ જીવનતુલ્ય શિલ્પો છે, જે કવિતાના દૃશ્યો અને ગીરના સમૃદ્ધ વનજીવનને દર્શાવે છે. આ પહેલ મેઘાણીના વારસાનું સન્માન કરવાની સાથે ભવિષ્યની પેઢી માટે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ સેવા આપે છે.

મયુર વાકાણી અને આનંદ ટિકેનું શિલ્પકાર્યમાં યોગદાન

પ્રસિદ્ધ કલાકાર અને અભિનેતા મયુર વાકાણી, જેઓ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટેલિવિઝન શ્રેણીમાં “સુંદર મામા” તરીકે જાણીતા છે, તેમણે પાર્કના શિલ્પોની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ અગાઉ તેમના શિલ્પ કાર્ય માટે સન્માનિત થઈ ચૂક્યા છે. મયુર વાકાણીએ કલાકાર આનંદ ટિકે સાથે મળીને “ચારણ-કન્યા”ની ભાવનાને તેમના કળા દ્વારા જીવંત કરી છે.

મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

પાર્કના ઉદ્ઘાટન ઉપરાંત, આ પ્રસંગે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉમેરો ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને તેને આકાર આપનાર વ્યક્તિઓના સન્માનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

‘મેઘાણી વંદના’ સાંસ્કૃતિક કાર્યક્રમ

ઉત્સવનું સમાપન ‘મેઘાણી વંદના’ નામના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયું. જેમાં ગુજરાતી લોકસંગીત અને કવિતાની સમૃદ્ધ પરંપરાનું પ્રદર્શન કરવામાં આવ્યું. અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટ જેવા પ્રતિષ્ઠિત કલાકારોએ મેઘાણીની રચનાઓ રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.

આ દિવસના કાર્યક્રમોએ ઝવેરચંદ મેઘાણીની અવિનાશી વારસાને સન્માનિત કર્યો અને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને જાળવવાની અને ઉજવવાની મહત્વતાને મજબૂત કરી. ‘ચારણ-કન્યા’ વાટિકાના સફળ ઉદ્ઘાટન અને સંબંધિત ઉત્સવોએ આ ક્ષેત્રમાં સાંસ્કૃતિક પહેલ માટે એક નવી મર્યાદા સ્થાપિત કરી છે.

“કેનેડા ક્યારેય અમેરિકાનો ભાગ નહીં બને” સત્તા પર આવતાની સાથે માર્ક કાર્નેનો ટ્રમ્પ પર પ્રહાર

માર્ક કાર્ને, બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર, હવે કેનેડાના નવા વડાપ્રધાન બન્યા છે. તેઓએ લિબરલ પાર્ટીના નેતૃત્વની ચૂંટણીમાં 85.9% મત સાથે જીત મેળવી છે.પદ સંભાળતા જ, કાર્નેએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા અંગેના નિવેદનોનો પ્રતિસાદ આપ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “અમેરિકા આપણા સંસાધનોનું શોષણ કરવા માંગે છે. જો તેઓ સફળ થશે તો આપણે સમાપ્ત થઈશું. કેનેડા કોઈપણ રીતે અમેરિકાનો ભાગ બની શકે નહીં.”

કાર્નેએ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ્સ અંગે પણ નિંદા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, “ડોના લ્ડ ટ્રમ્પે અમારા ઉત્પાદનો પર અયોગ્ય ટેરિફ લાદ્યા છે, જે કેનેડિયન પરિવારો, કામદારો અને વ્યવસાયો પર હુમલો છે. પરંતુ અમે તેને સફળ થવા દઈ શકીએ નહીં.” કાર્ને પ્રથમ એવા કેનેડિયન વડાપ્રધાન છે જેઓ અગાઉ કોઈ વિધાનસભા કે કેબિનેટનો અનુભવ રાખતા નથી. તેઓના આર્થિક અનુભવને કારણે, તેઓ દેશને આર્થિક પડકારોમાંથી બહાર કાઢવામાં સફળ થશે તેવી અપેક્ષા છે.માર્ક કાર્નેના વડાપ્રધાન તરીકેના નિમણૂક સાથે, કેનેડાની રાજકીય દિશામાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે.

IIFA Awardsમાં કોણે-કોણે પાડ્યો વટ, જુઓ સુંદર તસવીરો

IIFA Awards 2025: પિંક સિટી જયપુરમાં આઈફા એવોર્ડ્સની ધામધુમ જોવા મળી. ગત રોજ એટલે કે રવિવારે વિજેતાઓને એવોર્ડ્સ આપી સમારોહનું સમાપન થયું. આ સાંજ ઝળહળતાં સિતારાઓ અને કલા ક્ષેત્રના વિવિધ કલાકારોથી સજ્જ હતી. એક તરફ કાર્પેટ પર સેલેબ્સના ગ્લેમર અંદાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા તો બીજી તરફ, સ્ટેજ પર પણ કલાકારોએ અદ્ભુત પ્રદર્શન કર્યુ.

(Photo: IANS)

અવોર્ડ્સ નાઈટમાં રેખાથી માંડીને કરીના કપૂર, માધુરી દીક્ષિત, ક્રિતી સેનોન, સહિતની અભિનેત્રીઓનો સુંદર અંદાજ જોવા મળ્યો હતો. આ સાથે શાહિદ કપૂર અને કાર્તિક આર્યન સહિતના અભિનેતાઓ પણ ઠાઠમાઠમાં દેખાયા.

(Photo: IANS)

(Photo: IANS)

(Photo: IANS)

(Photo: IANS)

(Photo: IANS)

 (Photo: IANS)

Jaipur: Singer Shreya Ghoshal at the green carpet during the IIFA Digital Awards 2025 in Jaipur on Sunday, March 09, 2025. (Photo: IANS)

છોટા ઉદેપુરમાં તાંત્રિકે બાળકીનો નરબલી ચઢાવ્યો

છોટા ઉદેપુરઃ દેશમાં ‘નરબલી’ અંધશ્રદ્ધા કે શિક્ષણ પરનો અભિશાપ, દેવી-દેવતાઓના નામની આડમાં બેરોકટોક ચાલે છે. જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે પાંચ વર્ષની બાળકીની બલિ આપવાની ઘટના બની છે. જ્યાં અંધશ્રદ્ધાને કારણે ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ ભૂવાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી બલિ ચઢાવી દીધી.

તાંત્રિક લાલુ હિંમત તેની સામે રહેતી બાળકીને ઉઠાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને તાંત્રિક વિધિ કરી માસૂમ બાળકીના ગળા ઉપર કુહાડીનો હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી, આટલું જ નહીં, આ ભૂવો બાળકીના દોઢ વર્ષના નાના ભાઈને પણ ઉઠાવી ગયો હતો. જોકે ગામલોકોએ જોઈ જતાં એ બાળકને છોડાવી પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને લઈ મામલતદાર સાથે પોલીસ ઘટનાસ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપી તાંત્રિક લાલુની ધરપકડ કરી છે.

રાજ્ય વિધાનસભામાં ગયા વર્ષે ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને (તેનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર થઈ ગયું હતું.

ધૂળેટી પૂર્વે રંગો પિચકારીઓનું ધૂમ વેચાણ શરૂ

અમદાવાદ: હોળી-ધૂળેટીના તહેવારને લઈને બજારોમાં તેની સામગ્રીનું દરેક વિસ્તારમાં વેચાણ થઇ રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદની મધ્યમાં આવેલા જૂના હોલસેલ બજારમાં આધુનિક, નવી વેરાઇટીવાળી સામગ્રી મળી રહી છે. આ વર્ષે ઇકોફ્રેન્ડલી કલર, પિચકારીઓની વિવિધ સાઇઝ અને ડિઝાઇન બજારમાં આવી ગઇ છે. પરંતુ મોંધવારીને પગલે હોલસેલ બજારમાં માલ સામાનની અછત વર્તાય છે. છુટક વેપારમાં સતત તેજી જોવા મળે છે.દિલ્હી દરવાજાના વેપારી પ્રકાશભાઈ ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે ફાયરમાં એટલે કે આગ ઓલવવામાં વપરાતા સિલિન્ડર જેવા આકારમાં રંગોની માગ વધી છે. વિવિધ રંગોથી ભરેલા સિલિન્ડર બે કિલો, ચાર કિલો, છ કિલોમાં ઉપલબ્ધ છે. સિલિન્ડરની પીન ખોલી દેતાં એક સાથે જ તમામ કલર ઠલવાઈ જાય છે.શહેરની લારીઓ, સિઝનેબલ મંડપો, દુકાનોમાં છોટા ભીમ, સુપરમેન, સ્પાઇડરમેન, જાણીતા ક્રિકેટરોના સ્ટીકર સાથે અનેક ડિઝાઇનમાં પિચકારીઓ આવી ગઇ છે. રૂપિયા 30થી માંડી 1500 સુધીની પિચકારીઓ બાળકોના મનોરંજન માટે બજારમાં ઉપલબ્ધ છે.વિવિધ રંગોના પેકેટ- ડબ્બા, પ્રાકૃતિક રંગોના પેકેટ, હીરાકણીની ડબ્બીઓ અને ફુગ્ગાના પેકેટ બજારમાં ઉપલબ્ધ છે. લગ્ન જેવા પ્રસંગોમાં ફૂટતાં ‘કલરફૂલ’ ફટાકડાની આઈટમ તેમજ બંદૂકમાંથી નીકળતા કલર આ વર્ષે પણ બજારમાં અવનવા સ્વરૂપે આવી ગયા છે. બંદૂકના ધડાકા સાથે ફૂટતા ઉડતાં કલર, સિલિન્ડર કલર્સ, ઇલેક્ટ્રિક પિચકારીઓ, ફૂગ્ગા સાથે રંગ-રસિયા મોજ-મસ્તીમાં આવી જાય છે.તમામ તહેવારો અને ઉત્સવોમાં જગ્યા રાખી વેપાર કરતાં વિજયભાઈ ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે વેપારીઓના મંડપ, લારીઓ છે. મોંઘવારીના કારણે આગળથી જ માલ-સામાન ઓછો આવી રહ્યો છે. આ વર્ષે હોળી ધૂળેટી પર્વે છેલ્લી ઘડીએ ગ્રાહકો વધશે એવી આશા છે.શહેરના જુદા-જુદા બજારમાં ધાણી, મમરા, ખજૂર અને રંગબેરંગી હારડા જેવી હોળીની ખાદ્ય સામગ્રીનું વેચાણ શરૂ થઇ ગયું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

ગોંડલના પૂર્વ MLA વિવાદમાં, રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે CBI તપાસની માંગ

ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિંહ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના બંગલા પાસે પિતા-પુત્રને માર માર્યો હોવાના આરોપ વચ્ચે હવે પુત્રનો મૃતદેહ રાજકોટથી મળી આવતા પિતાએ આક્ષેપ કર્યા હતા. ઉલ્લેખનીય છે આ મામેલ ફરિયાદ સ્થાનિક પોલીસે નહીં લેતા એસ.પી.ને ફરિયાદ કરવામાં આવી હતી. જેનાથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તપાસ ઘોડા છૂટા મેલતાની સાથે પોલીસને જાણવા મળ્યું કે, રાજકોટ નજીક વાહનની અડફેટે આવી યુવકનું મૃત્યુ થયું છે. આ મામલે રાજસ્થાનના સાંસદે હનુમાન બેનિવાલે પણ પ્રતિક્રિયા આપી છે.

ગોંડલમાં પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે જેમણે થોડા સમય પહેલા આક્ષેપ કર્યા હતા કે, 2જી માર્ચના રોજ મારા પુત્ર સાથે હું મોટા અવાજથી બોલતા બોલતા પૂર્વ ધારાસભ્યના ઘર પાસેથી નીકળો ત્યારે જયરાજસિંહ જાડેજા સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ પૂર્વ ધારાસભ્યએ ખોટી રીતે માર્યા પણ હતા. જે બાદ વાત થાળે પડતા રતનલાલ શંકરલાલ તેમના પુત્ર રાજકુમાર સાથે ઘરે પરત ફર્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.’ આ દરમિયાન પોલીસને ત્રણ દિવસ પહેલા કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દીશામાં તપાસ શરૂ કરી હતી. જે મરનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો છે.

ગોંડલના યુવકના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના સાંસદે હનુમાન બેનિવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ અંગે CBI તપાસની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે, ‘હું ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં રાજસ્થાનના ભીલવાડાના યુવાન રાજકુમાર જાટની હત્યા તરફ લોકોનું ધ્યાન દોરું છું અને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરું છું કારણ કે આ હત્યા કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ આવી રહ્યું છે. જાટ સમુદાયના યુવાનની હત્યા સહન કરવામાં આવશે નહીં. હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ. હું ગુજરાતમાં રહેતા મારા સમુદાયના ભાઈઓને અપીલ કરું છું કે તેઓ આ પરિવારને મદદ કરે અને ન્યાયની લડાઈમાં તેમને ટેકો આપે. હું ગુજરાત પોલીસને કહેવા માંગુ છું કે, પરિવાર પર અનૈતિક દબાણ ન કરવું જોઈએ. આ હત્યા કેસમાં તાત્કાલિક FIR દાખલ કરવી જોઈએ અને ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ’

ઝાકિર હુસૈનને યાદ કરી ભાવુક થયા શંકર મહાદેવન, લખી આવી પોસ્ટ

પ્રખ્યાત બૉલિવૂડ સંગીતકાર અને ગાયક શંકર મહાદેવને સ્વર્ગસ્થ તબલા વાદક ઝાકિર હુસૈન સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેમને તેમની 74મી જન્મજયંતિ પર યાદ કર્યા છે. ઝાકિર હુસૈનીનો જન્મ દિવસ રવિવાર, 9 માર્ચે હતો, પરંતુ શંકર મહાદેવને સોમવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઝાકિર હુસૈન સાથેની એક તસવીર શેર કરી, તેમને તેમના માર્ગદર્શક અને ગુરુ તરીકે યાદ કર્યા.

ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા શંકર મહાદેવને લખ્યું, “મારા પ્રિય ગુરુ અને માર્ગદર્શકને જન્મદિવસની શુભકામનાઓ. અમને હંમેશા આશીર્વાદ આપતા રહો. તમે હંમેશા, દરેક સમયે, દરેક જગ્યાએ અમારી સાથે છો. સંગીતના દરેક સ્વરમાં હું તમને યાદ કરું છું. ઝાકીર ભાઈ, હું તમને ખૂબ પ્રેમ કરું છું.”

73 વર્ષની વયે અવસાન થયું

પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું ગયા વર્ષે 15 ડિસેમ્બરે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ફેફસાના રોગને કારણે 73 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના પરિવાર દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.

છ દાયકાની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ જીત્યા

ઝાકીર હુસૈન વિશ્વના સૌથી પ્રખ્યાત તબલા વાદકોમાંના એક હતા. તેમને અનેક સન્માનો પણ એનાયત કરવામાં આવ્યા હતા. તેમને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે છ દાયકાની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ પણ જીત્યા. તેમણે 2009 માં તેમનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો. આ પછી, 2024 માં 66મા ગ્રેમી એવોર્ડ્સમાં, તેમણે 3 અલગ અલગ આલ્બમ માટે 3 ગ્રેમી એવોર્ડ જીત્યા.

શંકર મહાદેવન વિશે વાત કરીએ તો, ‘દિલ ચાહતા હૈ’ અને ‘કલ હો ના હો’ જેવી ફિલ્મોમાં સંગીત આપનાર શંકર મહાદેવનની ગણતરી ભારતના મહાન સંગીતકારોમાં થાય છે. શંકર મહાદેવન એક ગાયક હોવાની સાથે સાથે સંગીતકાર પણ છે અને તેમણે ‘મિતવા’ સહિત ઘણા બોલિવૂડ ગીતો ગાયા છે.