Home Blog Page 1103

લોભને થોભ ના હોય – એ યાદ રાખો

યાદ કરીએ, કૃષ્ણનું દૂતકાર્ય, જ્યારે દ્વારકાધીશ પોતે પાંડવોના દૂત બની ભીષ્મપિતામહ અને કૌરવસભાને મળવા સામે ચાલીને ઉપસ્થિત થયા હતા. તમે પણ કોઈના મધ્યસ્થી બનો તો બે વસ્તુ ખ્યાલ રાખો:

પહેલી, જેના વતી મધ્યસ્થી કરો છો તે વ્યક્તિ તમે જે નક્કી ક૨શો તે સાથે સંમત થશે જ અને ફરી નહીં જાય તે સુનિશ્ચિત કરો. શ્રીકૃષ્ણને આ વિશ્વાસ પાંડવો માટે હતો. બીજું, જરૂર પડ્યે તમારી કૂનેહ અથવા કરડાકી સામા પક્ષને તમારી શક્તિનું ભાન કરાવનાર હોવી જોઈએ. દુર્યોધન જ્યારે અત્યંત ક્રોધિત થઈ કૃષ્ણને કેદ પકડવા સૈનિકોને આદેશ કરે છે ત્યારે ભગવાન વિરાટ સ્વરૂપના દર્શન દુર્યોધનને કરાવે છે. પોતે એ શક્તિ છે, જે આવી કોઈ ધમકીથી ડરે તો નહીં જ પણ એ ધમકી આપનારનું પણ માથું ભાંગી નાખવાની ક્ષમતા રાખે એટલું સામર્થ્ય ધરાવે છે, એ વજન સામા પક્ષે પણ તમારું પડવું જોઈએ.

વાત આગળ વધારીએઃ શ્રીકૃષ્ણે પોતાની પાસેની સત્તાની રૂએ એક અત્યંત સામાન્ય અને છેલ્લી દરખાસ્ત મૂકી. પાંડવોને અડધું રાજ્ય નહીં આપો તો ચાલશે. એમને માત્ર પાંચ ગામડાં આપો તો પણ વાત પતી જશે. પોતાની શક્તિ ઉપર આંધળા થયેલા દુર્યોધનને એનો અહંકાર બોલાવે છેઃ ‘પાંચ ગામડાં તો શું સોયના ટોચકા પર ચઢે એટલી જમીન પણ પાંડવોને નહીં મળે.’

કોઈ પણ પરિસ્થિતિમાં નેગોસિએટેડ સોલ્યૂશન એટલે કે થોડુંઘણું જતું કરવું પડે તો જતું કરીને પણ સર્વસંમત ઉકેલ એ શ્રેષ્ઠ વસ્તુ છે. યુદ્ધ એ છેલ્લો ઉપાય છે. સમાધાન શાંતિ અને પ્રગતિનો માર્ગ મોકળો કરે છે જ્યારે યુદ્ધ તબાહી નોતરે છે. માત્ર મહાભારત જ નહીં બીજા વિશ્વયુદ્ધથી માંડીને આજે પણ ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ કે હમાસ-ઇઝરાયલ યુદ્ધના દાખલાઓ આપણી સામે છે. વિયેતનામની ખુમારી અને ખુવારી, અમેરિકા-ઇરાક યુદ્ધ – આ બધા ગઈકાલના દાખલાઓ છે.

યુદ્ધ થકી કોઈ જગ્યાએ કંઈ મેળવી શકાયું હોય એવું ભાગ્યે જ થયું છે. તમે કોઈ પણ સરકાર, સંસ્થા, કુટુંબ કે કંપનીના વડા અથવા મેનેજર હોવ તો યાદ રાખો યુદ્ધ કે ટકરાવ છેલ્લો રસ્તો છે. તમે ગમે તેટલા મોટા છો, સામેનો માણસ મરણિયો થશે તો તમારે પણ વેઠવાનું આવશે જ. વાસ્તવિકતાવાદી બનો, પૂર્વગ્રહ અને અહંકારને નકારો, મહાભારત ટળી જશે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પંચાંગ 09/03/2025

WPL: ગુજરાત જાયન્ટ્સની ટીમે ચોથી જીત નોંધાવી

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનમાં ગુજરાત જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કરીને ચોથી જીત હાંસલ કરી છે. શુક્રવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં ટીમે દિલ્હીને 5 વિકેટે હરાવી ટુર્નામેન્ટમાં સારો મુકામ બનાવ્યો. ટોસ હારીને પહેલા બેટિંગ કરનાર દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 177 રન બનાવ્યા. કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્માએ ટીમને મજબૂત શરૂઆત અપાવી. શેફાલીએ 27 બોલમાં 40 રન બનાવ્યા, જ્યારે મેગ લેનિંગે માત્ર 57 બોલમાં 92 રનની શાનદાર ઇનિંગ રમી.

ગુજરાત માટે મેઘના સિંહ અને ડિઆન્ડ્રા ડોટિને સારી બોલિંગ કરી. મેઘનાએ 4 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે ડોટિને 4 ઓવરમાં 37 રનમાં 2 વિકેટ ઝડપી. 178 રનના ટાર્ગેટને ચેઝ કરતા ગુજરાત જાયન્ટ્સની શરૂઆત નિરાશાજનક રહી હતી. માત્ર 4 રનના સ્કોરે ઓપનર દયાલન હેમલથા આઉટ થઈ ગઈ. પરંતુ ત્યારબાદ હરલીન દેઓલ અને બેથ મૂનીએ ઇનિંગ સંભાળી. બેથ મૂનીએ 35 બોલમાં 44 રન બનાવ્યા, જ્યારે હરલીન દેઓલે 70 રનની વિજયી ઇનિંગ રમી. ફિનિશિંગ માટે કાશ્વી ગૌતમ અને ડિઆન્ડ્રા ડોટિને મહત્ત્વની ભૂમિકા નિભાવી. 19મી ઓવરમાં કાશ્વી ગૌતમના સિક્સર બાદ મેચ ભારત માટે અનુકૂળ બની ગઈ. છેલ્લી ઓવરમાં હરલીન દેઓલે ચોગ્ગો ફટકારી ટીમને વિજય અપાવ્યો. આ જીત સાથે ગુજરાત જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગયું છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ હજી પણ 10 પોઈન્ટ સાથે ટોચ પર છે.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સલમાનની ફિટનેસની પ્રશંસા કરી

સુપરસ્ટાર સલમાન ખાન ફક્ત તેની ફિલ્મો માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તે ફિટનેસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા માટે પણ જાણીતા છે. સોશિયલ મીડિયા પર પોતાના વર્કઆઉટના ફોટા અને વીડિયો શેર કરીને, સલમાન લાખો લોકોને સ્વાસ્થ્ય અને ફિટનેસ તરફ પ્રેરણા આપે છે.

કિરેન રિજિજુએ સલમાનની પ્રશંસા કરી

તાજેતરમાં, કેન્દ્રીય મંત્રી અને સાંસદ કિરેન રિજિજુએ સલમાન ખાનના ફિટનેસમાં યોગદાનનો સ્વીકાર કર્યો. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા કિરેન રિજિજુએ કહ્યું કે તે બંને ફિટનેસ, શિસ્ત અને સખત મહેનતના સંદર્ભમાં એકબીજાને પ્રેરણા આપે છે.

અભિનેતાને સારા સ્વભાવના અને દયાળુ તરીકે વર્ણવવામાં આવ્યા

સલમાનની પ્રશંસા કરતા તેમણે કહ્યું, “ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપવા બદલ હું સલમાનનો આભાર માનું છું. તે મારી સાથે અરુણાચલ પ્રદેશમાં સાહસિક રમતો અને સાયકલિંગને પ્રોત્સાહન આપવા આવ્યો હતો. તેણે પોતાનું શૂટિંગનું કામ છોડી દીધું અને મારી સાથે સમય વિતાવ્યો. તે ખૂબ જ દયાળુ અને સારા દિલનો વ્યક્તિ છે.” આ વાતચીત દરમિયાન જ્યારે કિરેન રિજિજુને પૂછવામાં આવ્યું કે શું તેમણે સલમાન પાસેથી ફિટનેસના કોઈ ખાસ રહસ્યો શીખ્યા છે ત્યારે તેમણે જવાબ આપ્યો,”જ્યારે હું સલમાનને મળ્યો ત્યારે હું પહેલેથી જ ફિટ હતો. અમે એકબીજા પાસેથી કંઈ શીખતા નથી, અમે એકબીજાને પ્રેરણા આપીએ છીએ.”

સલમાન ‘સિકંદર’માં જોવા મળશે

સલમાનની ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં એક્શન ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળશે. તેનું દિગ્દર્શન એઆર મુરુગાદોસ દ્વારા કરવામાં આવ્યું છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાનની સાથે, આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના, સત્યરાજ, પ્રતીક બબ્બર અને અંજિની ધવન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

MPમાં ધર્માંતરણ કરવાવાળાને થશે ફાંસીની સજાઃ CM

ભોપાલ: મધ્ય પ્રદેશમાં ધર્માતરણ કરવાવાળાઓને ફાંસીની સજા આપવામાં આવશે. CM ડો. મોહન યાદવે કહ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમના માધ્યમથી અમે જોગવાઈ કરી રહ્યા છીએ કે જે લોકો ધર્માંતરણ કરાવશે તેમના માટે અમારી સરકાર દ્વારા ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી રહી છે.

તેમણે મહિલાઓ સાથે ગેરવર્તણૂક અને ધર્માંતરણ કરાવનારાને કડક ચેતવણી આપી છે. તેમણે ભોપાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કુશાભાઉ ઠાકરે કન્વેન્શન સેન્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમારી સરકાર ધાર્મિક સ્વતંત્રતા કાયદા દ્વારા લોકોનું ધર્માંતરણ કરનારાઓને ફાંસી આપવાની વ્યવસ્થા કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે સરકાર માસૂમ દીકરીઓની છેડતીના કેસોમાં ખૂબ જ કડક છે. તેથી આ સંદર્ભમાં મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. અમારી સરકાર બળજબરી કે લાલચ આપીને દુષ્કર્મ કરનાર કોઈ પણ વ્યક્તિને છોડશે નહીં. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર ધાર્મિક સ્વતંત્રતા કાયદા દ્વારા ધર્માંતરણ કરાવનારાઓને ફાંસી આપવાની વ્યવસ્થા પણ કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં ધર્મ પરિવર્તન કે વ્યવસ્થા વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક થશે નહીં. સરકારે વચન આપ્યું છે કે તે સમાજમાં ખોટી પ્રથાઓ અને દુષ્ટ પ્રથાઓને પ્રોત્સાહન આપનારાઓ સાથે કડક કાર્યવાહી કરશે.

તેમણે ગુનેગારોને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે જે લોકો લોકોને ધર્મ પરિવર્તન માટે દબાણ કરે છે તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર બળજબરીથી ધર્મ પરિવર્તન કે ગેરવર્તણૂક સહન કરશે નહીં. આવા ગુનેગારોને કડક સજા થવી જોઈએ અને તેમને મૃત્યુદંડની સજા થવી જોઈએ.

આ લૌટ કે આજા મેરે મિત.. મોરારિબાપુએ કોના માટે આ ગીત ગાયું?

તાપી: આદિવાસી વિસ્તાર સોનગઢમાં ગુણસદા ગામે મોરારીબાપુએ કથાના આરંભે બાપુએ સનાતન ધર્મનો મહિમા દર્શાવી આદિવાસીઓને સ્વધર્મમાં પરત ફરવા વિનય કર્યો હતો. ફિલ્મની પંક્તિઓ ગણગણાવી હતી કે, આ લૌટ કે આજા મેરે મિત.. તુજે મેરે ગીત બુલાતે હૈ..હજી મોડું નથી થયું પાછા આવી જઇએ.ગયા વર્ષે આદિવાસી ધરમપુરના ખાંડા ગામે આયોજિત કથામાં મોરારીબાપુએ કહ્યું હતું કે હવેથી દર વર્ષે હું તમારી પાસે રામ કથા લઈને આવીશ. આ જ અનુસંધાને આ વર્ષે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારીબાપુએ આજની કથામાં આવતા વર્ષે પણ કથા લઈને આવીશ એવી ઘોષણા કરી હતી. મોરારીબાપુએ કહ્યું કે આ કથા તમારી છે. તમારા માટે છે, તમારા કારણે છે ને તમારા વડે છે. કથાનો મુખ્ય વિષય માનસ રામકથા છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

શું વિરાટ કોહલી નહીં રમી શકે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ?

ભારત અને ન્યૂઝીલેન્ડ 9 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મહામુકાબલાની ફાઈનલમાં ટકરાશે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. ગઈકાલે પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલીને ઘૂંટણ નજીક બોલ વાગતા તરત જ ફિઝિયોથેરપિસ્ટે તેની સારવાર કરી. શરૂઆતમાં તેને દુખાવો થતો હતો, જેના કારણે તેને થોડીવાર માટે પ્રેક્ટિસ રોકવી પડી. જો કે, ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી છે કે કોહલી ફાઈનલ માટે સંપૂર્ણપણે ફિટ છે અને ચિંતા કરવાની જરૂર નથી.

ફાઈનલમાં ઉતરતા પહેલા કોહલીની નજર એક મોટો રેકોર્ડ બનાવવા પર હશે. જો તે 45 રન બનાવશે તો ચેમ્પિયન્સ ટ્રોફી ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. હાલ તેણે 4 મેચમાં 217 રન બનાવ્યા છે, જેમાં એક શાનદાર સદી અને અડધી સદીનો સમાવેશ થાય છે. પાકિસ્તાન સામેની સદી તેની ટુર્નામેન્ટની સૌથી યાદગાર ઇનિંગ્સ રહી છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે પ્રેક્ટિસ દરમિયાન લાંબી ચર્ચા કરી. ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાની સ્પિન બોલિંગ સામે પ્રેક્ટિસ કરી. સાથે જ, ફાઈનલ માટે સ્થાનિક સ્પિનરોની પણ મદદ લેવામાં આવી. ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ એક મોટા ઇતિહાસ સર્જવાનો મોકો છે. જો કોહલી અને ટીમ શાનદાર પ્રદર્શન કરશે, તો ભારત ફરી એકવાર આ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતવા માટે મજબૂત દાવેદાર બની શકે છે.

વિવિધ ક્ષેત્રની મહિલાઓ “ઉદ્દગમ વિમેન્સ એચિવર્સ” એવોર્ડથી સન્માનિત

અમદાવાદ: ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા પંદર વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓને ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત સોળમા વર્ષે ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં “ઉષાપર્વ”નું આયોજન 7મી માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. આ વર્ષે “ઉષા પર્વ”માં સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, કલા, ફેશન જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર 31 મહિલાઓ અને 1 પુરૂષનું બહુમાન કરવામાં આવ્યુ છે. કાર્યક્રમના અધ્યક્ષ પદે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અને અતિથિ વિશેષ તરીકે પી.સી. સ્નેહલ ગ્રુપના એમ.ડી. ચિરંજીવભાઈ પટેલ અને સમાજસેવી આશા સરવૈયા ઉપસ્થિત હતા.ઉદ્દગમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિષે જણાવ્યું કે, ભારતીય પરંપરામાં મહિલાઓનું સન્માન કરવાની પ્રણાલીને વિશિષ્ઠ રીતે આગળ ધપાવવા માટે ઉદગમ દ્વારા વિવિધ ક્ષેત્રમાં અથાગ પ્રયાસો થાકી વિશિષ્ઠ યોગદાન આપનાર મહિલાઓને 15 વર્ષથી સન્માનિત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવે છે.

એવોર્ડ સમારોહના મુખ્ય મેહમાન ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું.”મહિલાઓ તમામ ક્ષેત્રોમાં અદ્વિતીય યોગદાન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં મહિલાઓ માટે વિવિધ યોજનાના માધ્યમથી વધુ તકો આપવામાં આવી રહી છે જેનો મહિલાઓ મહત્તમ ઉપયોગ કરી રહી છે.એવોર્ડ વિજેતાઓની પસંદગી માટે જ્યુરી તરીકે બિઝનેસ વુમન અને સામાજિક કાર્યકર પૂર્વા શાહ પટેલ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – ઉન્મેષ દીક્ષિત, સામાજિક કાર્યકર્તા હેતલ અમીન, સામાજિક કાર્યકર – આશા સરવૈયા, પરમજીતકૌર છાબડા, તથા સામાજિક કાર્યકર અને લેખક વૈજયંતિ ગુપ્તેએ પોતાની સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું મસંચાલન દેવેન્દ્રભાઈ પારેખે કર્યું હતું.

ગુજરાતમાં ગરમીનો પ્રહાર, હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ

અમદાવાદ: ગુજરાત ભરમાં બે દિવસના ઠંડીના ચમકાર બાદ ફરી ઉનાળાનો તપતો તાપ શરૂ થઈ ચૂક્યો છે. પવનની દિશા બદલાઈને ઉત્તર-પશ્ચિમ થઈ છે. જેના કારણે ઠંડા પવનનું જોર ઘટ્યું છે. એન્ટિસાઇકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી હવે ગરમ પવન ફૂંકાશે.  રાજ્ય સહિત દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ જેવા શહેરોમાં તો બપોરે બહાર નીકળવું કપરૂ બની રહ્યું છે. એવામાં હવે ગુજરાતીઓ માટે માર્ચ મહિનો વધુ કપરો બનવાનો છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ગુજરાતમાં હિટવેવની પણ ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે પણ ગરમીને લઈ આગાહી વ્યક્ત કરી છે. આગામી ચાર દિવસોમાં કચ્છ અને રાજકોટ માટે હિટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન ગરમ રહેવા સાથે ભેજયુક્ત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાવાવરણ સૂકું રહેશે. બે દિવસ બાદ કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ રહેશે. આ વિસ્તારમાં 12 માર્ચ સુધી હિટવેવની અસર વરતાય શકે છે. સામાન્ય રીતે માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે. પરંતુ, માર્ચના પહેલાં અઠવાડિયામાં સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તેમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. માર્ચમાં શહેરનું લઘુતમ તાપમાન જે 19 ડિગ્રીની આસપાસ રહેતું તેમાં પણ 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. શનિ-રવિવારથી જ અમદાવાદનું મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી વધુ રહી શકે છે.

મુંબઈમાં યોજાશે ઉડત અબીલ ગુલાલ -૨૦૨૫

મુંબઈ: 8મી માર્ચે ભવન્સ ચોપાટી ખાતે ઉડત અબીલ ગુલાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉદયન અને ફ્લૂટ એન્ડ ફેઘર ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમે 2025માં તેના 31મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સાંજે સાત વાગેથી ચતુર્બંદીમાં: સંતુર પર સ્નેહલ મુઝુમદાર અને તેમની સાથે તેમના દીકરી ડૉ. મૈથિલી મુઝુમદાર, સરસ્વતી વીણા પર નારાયણ મણિ, શરણાઈ પર કિરણ શિંદે અને વાયોલિન પર સતીષ શેષાદ્રિ શાસ્ત્રીય સંગીતની રજૂઆત કરશે. તેમની સાથે તાલ સંગતમાં તબલા પર સત્યપ્રકાશ મિશ્રા, મૃદંગમ્ પર સતીષ કૃષ્ણમૂર્તિ, ચેન્દા પર ચેતન શિંદે અને ઘટમ્ પર શક્તિધરણ સાથ આપશે. ત્યારબાદ નયનિકા ઘોષ કથક નૃત્યમાં હોરી રજૂ કરવાના છે.રવિવારને 9મી માર્ચે પણ સાંજે સાડા છ વાગે અંધેરી-મુંબઈ સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાશે. ઉદયન અને ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમમાં પણ સંતુર, સરસ્વતી વીણા, શરણાઈ અને વાયોલિનની ચતુર્બંદી રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ ડૉ. મોનિકા શાહ હોરી, રસિયા અને ઠૂમરી રજૂ કરશે. આ સંગીત-નૃત્ય કાર્યક્રમની પરિકલ્પના અને પ્રસ્તુતિ જાણીતા સંતૂરવાદક, લેખક અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવાં સ્નેહલભાઈ મુઝુમદારની છે.

આ વર્ષે પણ સંગીતના આ મધુરા કાર્યક્રમમાં અનેક રાગની પ્રસૂતિ કરવામાં આવશે. બંન્ને કાર્યક્રમના સૂત્રધાર મિહિર શેઠ અને શૈલી મુઝુમદાર રહેશે. આ નિ:શુલ્ક કાર્યક્રમોમાં સર્વ રસિકોને કલાકારો દ્વારા આમંત્રણ છે.