ગુજરાતમાં અવાર નવાર નકલીનો ખેલ કરનારા સામે આવતા હોય છે. આ વચ્ચે ફરી એક નકલી DySP અંગેનો મોટો ઘટસ્ફોટ થયો છે. આણંદ જિલ્લાના સોજીત્રાની નિશા વ્હોરા નામની યુવતી પોતે Dysp હોવાનો અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો દાવો કર્યો છે. આ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજ સિહં જાડેજાએ આક્ષેપ લગાવ્યો છે કે નિશા વ્હોરાના તમામ દાવા ખોટા છે. તેમણે GPSCની પરીક્ષા પાસ નથી કરી કે નથી તે કોઈ અધિકારી. આ મુદ્દે હવે આણંદની સોજીત્રા પોલીસ સ્ટેશન ખાતે નિશા વ્હોરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

નિશા વ્હોરા સામે પોતે Dysp ના હોદ્દા પર નહીં હોવા છતાં પોતાને ઉચ્ચ અધિકારી હોવાનો ડોળ કરવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે પોતાના સરકારી અધિકારી હોવાસ બાબતનો પ્રચાર કરવા તેમજ ઈરાદાપૂર્વક જાહેરમાં સન્માન કરાવવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દે આણંદ LCB ની ટીમે તપાસ હાથ ધરી છે. આખી વાત એમ છે કે ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સોશિયલ મીડિયામાં પુરાવા સાથે દાવો કર્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં નિશા વ્હોરા નામની કોઈ યુવતીએ GPSC પાસ કરી નથી, તેમણે પાંચ વર્ષના પરિણામોની પણ તપાસ કરી છે. આ સાથે આવી કોઈ યુવતીની છેલ્લા પાંચ વર્ષમાં Dysp તરીકે કોઈ નિમણૂક પણ નથી થઈ. આ મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી લઈને નિશા વ્હોરાના વતન એવા આણંદ જિલ્લાના સોજીત્રા શહેર સુધી તપાસ કરી છે.

“💥મયુર તડવી પાર્ટ – 2💥”
નામ : નિશાબેન સલીમભાઈ વોહરા
ગામ : સોજીત્રા👉🏻નીચે આપેલ તમામ ન્યૂઝ કટીંગ અને અન્ય ફોટા આપ જોવો.
👉🏻આ બહેનનું વતન છે આણંદ નું સોજીત્રા.💥👉🏻 નિશાબેન દ્વારા ન્યૂઝ પેપર માં કહેવામાં આવેલ દાવા પ્રમાણે “કથિત રીતે” Dy.sp તરીકે હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માં… pic.twitter.com/ksfbpPyKl8
— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 4, 2025
ઉલ્લેખનીય છે કે નકલી DySP નિશા વ્હોરાએ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેના પણ ફોટા પડાવ્યા હતા અને બહુમાન મેળવ્યું હોવાના ફોટા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત તેલંગાણા રાજ ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંદેશ જેવા પ્રશસ્તિ પત્રો મેળવી અને સમાજના કાર્યક્રમોમાં ભરપૂર વાહવાહી પણ લૂંટી છે. મુસ્લિમ સમાજ સહિતના અનેક સામાજીક સંગઠનોમા વિવિધ કાર્યક્રમોમાં તેનું GPSC પાસ કરી Dysp બની હોવા અંગે સન્માન પણ થઈ ચૂક્યું છે. નિશા વ્હોરાની કથિત સફળતા અંગે વિવિધ સમાચાર માધ્યમોમાં ફોટા સાથે અહેવાલો પ્રકાશિત થયા હતા.


ગુજરાતમાં ક્રિકેટનું પ્રભુત્વ છે અને તેનો ભારે દબદબો છે અને મજબૂત આધાર પણ છે, જ્યારે ફૂટબોલ તેની સરખામણીમાં ઓછું મહત્વ પામ્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં સ્ટેડિયમ અને એકેડેમીઓ હોવા છતાં, પાયાથી ફૂટબોલ પ્રત્યેનો ઉમંગ અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછો છે, કારણ કે અમુક રાજ્યોમાં પરંપરાગત રીતે ફૂટબોલનાં મૂળ ઊંડાં છે.. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) છેલ્લાં થોડાં વર્ષોમાં ઘણું સક્રિય થયું છે, પરંતુ પ્રગતિ હજુ ધીમી છે.
ગુજરાતમાં ફૂટબોલને લોકો રોજિંદા જીવનનો ભાગ નથી બનાવતા, જ્યારે પશ્ચિમ બંગાળ, કેરળ અને ગોવામાં આ રમત જીવનશૈલીનો હિસ્સો છે. ગુજરાતના ખેલાડીઓ માટે સ્થાનિક લીગ પછી રાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે ઓછા અવસરો છે. વિશ્વ સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ હોવા છતાં, ગુજરાતમાં ફૂટબોલ માટે સમર્પિત તાલીમ કેન્દ્રો અને એકેડેમીઓ કે સ્ટેડિયમો નથી. ફૂટબોલને ટેકો કરી સહાય આપતા પ્રાયોજકો અને રોકાણકારો ગુજરાતમાં ઓછા છે, જેના કારણે આ રમત રાજ્યમાં વિકાસ પામી શકતી નથી. જો કે આ પરિદ્રશ્ય પણ ક્રમશ: બદલાઈ રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે જે આવકારદાયક છે.
શાળાઓ અને કોલેજોમાં ફૂટબોલને અભ્યાસક્રમમાં સમાવવો જોઈએ અને વધુ ટૂર્નામેન્ટો આયોજિત કરવી જોઈએ. ગુજરાતમાંથી I-લીગ અથવા ISLમાં ભાગ લેનાર ક્લબો ઉભી કરવી જોઈએ, જે રમતના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ફૂટબોલ માટે સમર્પિત સ્ટેડિયમ અને તાલીમ કેન્દ્રો માટે સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં વિવિધ ઉદ્યોગો ફૂટબોલ ક્લબો અને ટૂર્નામેન્ટ્સમાં રોકાણ કરી શકે, જેથી રમત વિકાસ પામે. ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ઇવેન્ટ્સનાં આયોજનો થવાં જોઈએ, જેનાથી સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન મળશે.
ટૂંકમા, ગુજરાત પાસે ફૂટબોલ વિકાસ માટે સંસાધનો અને ક્ષમતા છે, પરંતુ તેને રાજ્ય સરકાર, ખેલ સંચાલકો, ખાનગી રોકાણકારો અને સૌથી મહત્વપૂર્ણ – રમતપ્રેમી ગુજરાતીઓની સહાયથી આગળ ધપાવવાની જરૂર છે. યોગ્ય વ્યૂહરચનાથી, ગુજરાત એક સશક્ત ફૂટબોલ રાજ્ય તરીકે ઉભરી શકે અને ભારતીય ફૂટબોલના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે તેવી પ્રબળ અને ઉજ્જવળ સંભાવનાઓ છે.


પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં વૃંદાએ સરસ્વતી વંદના કરી. ત્યારબાદ યુનિવર્સિટીનું રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. પ્રાદેશિક નિયામક ડૉ. અવની ત્રિવેદી ભટ્ટે ખાસ મહેમાન પ્રોફેસર હર્ષદ પટેલ, કુલપતિ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું.
ડૉ. ત્રિવેદી ભટ્ટે પ્રાદેશિક કેન્દ્ર, અમદાવાદનો અહેવાલ રજૂ કરતી વખતે આજના સમયમાં ઓપન યુનિવર્સિટીની ભૂમિકા વિશે વિગતવાર જણાવ્યું અને તમામ શીખનારાઓ, સહાય કેન્દ્રો અને તેના સંયોજકોના સમર્થનની પ્રશંસા કરી. ડૉ. ત્રિવેદી ભટ્ટે NEPને અનુરૂપ IGNOUના પ્રયાસો અને નવા શૈક્ષણિક કાર્યક્રમોના પ્રારંભ વિશે વિગતવાર ચર્ચા કરી અને માહિતી આપી.
જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નથી તેઓ એક અઠવાડિયા પછી યુનિવર્સિટી દ્વારા નિર્ધારિત ફી ચૂકવીને તેમના ઓળખ કાર્ડ સાથે પ્રાદેશિક કાર્યાલયમાંથી તે મેળવી શકે છે. હર્ષદ પટેલ (કુલપતિ ગુજરાત વિદ્યાપીઠ પ્રોફેસર) પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ ખાતે મુખ્ય મહેમાન હતા. તેમણે વિવિધ અભ્યાસક્રમોના 50 વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક રીતે ડિગ્રી આપીને સન્માનિત કર્યા. સાથે જ તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને જ્ઞાનના મહત્વ વિશે વિગતવાર ચર્ચા કરી.
તેમણે કહ્યું કે શિક્ષણ અને અનુભવો દ્વારા જ્ઞાન મેળવી શકાય છે. પરંતુ જ્યારે મેળવેલ જ્ઞાન સમાજને પાછું આપવા માટે રૂપાંતરિત થાય છે, ત્યારે તે ફળદાયી બને છે. તેમણે શિક્ષકની ભૂમિકા પર પણ ભાર મૂક્યો અને આધુનિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય જ્ઞાન પરંપરાને લગતા અભ્યાસક્રમોની ઉપયોગીતા પર વિશેષ ભાર મૂક્યો અને કૌશલ્ય વિકાસ સંબંધિત અભ્યાસક્રમોની પ્રશંસા કરી.
સહાયક પ્રાદેશિક નિયામક ડૉ. જયેશ પટેલે તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો.



આ બેઠકમાં સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે. સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCCનો મુસદ્દો તૈયાર કરાશે. નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ બને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે.
આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર સહિત ગાંધીનગરવાસીઓએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
આ બેઠકમાં ગાંધીનગરના મેયર મીરાંબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ અને જે. એસ. પટેલ, કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશ જહાં, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડાયરેક્ટર એસ. શાન્તાકુમાર, ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ટી. એસ. જોશી સહિત નિવૃત્ત અધિકારીઓ, જિલ્લાના તબીબો, વકીલો, વેલનેસ કોચ, સામાજિક કાર્યકરોએ ઉપસ્થિત રહી UCC અંગે પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા હતાં.