Home Blog Page 1120

૦૪ માર્ચ ૨૦૨૫

મિયાં ચોરે મુઠે ને અલ્લા વસૂલે ઊંટે     

 

 મિયાં ચોરે મુઠે ને અલ્લા વસૂલે ઊંટે 

 

ઈશ્વરીય ન્યાયનો સિદ્ધાંત આ કહેવત દ્વારા વ્યક્ત થયો છે. માણસ કોઈ પણ વસ્તુ અણહકથી મેળવે ત્યારે એ એક મર્યાદામાં જ આ કામ કરી શકતો હોય છે.

ઉપરવાળો જ્યારે એનાથી રૂઠે અને એની પાસેથી એણે વસૂલ કરવાનું હોય તો પેલાએ મુઠ્ઠી મુઠ્ઠી ચોરીને જે ભેગું કર્યું હોય તે સામે ‘સો સુનારકી ઔર એક લોહારકી’ એ ન્યાયે માણસ ચોરે મુઠ્ઠે અને અલ્લા વસૂલે ઊંટે એ કહેવત વપરાતી હોય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

ઔરંગઝેબને ‘સારો માણસ’ કહેવા બદલ એકનાથ શિંદેએ અબુ આઝમી પર પ્રહાર કર્યા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સમાજવાદી પાર્ટી (SP) ના નેતા અને ધારાસભ્ય અબુ આઝમી દ્વારા ઔરંગઝેબ અંગે આપવામાં આવેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે.

 

શિંદેએ કહ્યું કે, અબુ આઝમીનું નિવેદન ખોટું છે અને તેની નિંદા થવી જોઈએ. ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને 40 દિવસ સુધી ત્રાસ આપ્યો. આવા વ્યક્તિને સારો કહેવું એ સૌથી મોટું પાપ છે અને તેથી આઝમીએ માફી માંગવી જોઈએ. આપણા મુખ્યમંત્રીએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવો જોઈએ.

મુંબઈમાં મીડિયા સાથે વાત કરતી વખતે આઝમીએ કહ્યું હતું કે બધો ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઔરંગઝેબે ઘણા મંદિરો બંધાવ્યા… ઔરંગઝેબ ક્રૂર નહોતો. એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, સપા નેતાએ કહ્યું હતું કે, મેં ઔરંગઝેબ વિશે જેટલું વાંચ્યું છે, તેમણે ક્યારેય જાહેર પૈસા પોતાના માટે લીધા ન હતા, તેમનું શાસન બર્મા (હાલના મ્યાનમાર) સુધી વિસ્તર્યું હતું, તે સમયે દેશને સોનાની ચિડયા કહેવામાં આવતું હતું. તેમણે કહ્યું, મને લાગે છે કે તેઓ એક મહાન પ્રશાસક હતા, તેમની સેનામાં ઘણા હિન્દુ સેનાપતિઓ
હતા.

અબુ આઝમી આ નિવેદનની એકનાથ શિંદેએ ટીકા કરી છે. તેમજ તેમણે કહ્યું કે આ નિવેદન બદલ અબુ આઝમીએ માફી માંગવી જોઈએ.

ગુજરાતની ચાર વીજ વિતરણ કંપનીઓને કેન્દ્ર તરફથી A+ રેટિંગ મળ્યો

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ઊર્જામંત્રી કનુ દેસાઈએ રાજ્યના વીજ ઉત્પાદન અને વિતરણ અંગે મહત્વની જાણકારી આપી. રાજ્યમાં સરકારી વીજ કંપનીઓની સુચારુ કામગીરી અને મજબૂત વીજ માળખાને ધ્યાને રાખીને, કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓમાં ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓને A+ રેટિંગ આપવામાં આવ્યું છે.

આમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) પ્રથમ, મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) દ્વિતીય, ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) તૃતીય, અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL) પાંચમા ક્રમે રહી છે. ઉર્જામંત્રીએ જણાવ્યું કે ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત 1997થી ડિસેમ્બર 2024 સુધીમાં, રાજ્યમાં 10,96,581 પરિવારોને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવ્યું છે, જેના માટે 583.34 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1419 લાભાર્થીઓને રૂ. 65.43 લાખના ખર્ચે વીજ જોડાણ આપવામાં આવ્યું છે.

આ અંગે મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યના તમામ વિસ્તારના કોઈ પણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીઓ પૈકી શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000 સુધીની વાર્ષિક આવક ધરાવતાં તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000 સુધીની વાર્ષિક આવક ધરાવતાં લાભાર્થીઓ આ યોજના હેઠળ ઘર વપરાશનું વીજજોડાણ મેળવી શકે છે. આ યોજના હેઠળ ઘરવપરાશના વીજ જોડાણ માટે લેવા માટે અરજદારો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયત કચેરીએ, જ્યારે શહેરી વિસ્તારોમાં નગર પાલિકાએ નોંધાવેલી અરજી વીજ વિતરણ કંપનીની સંલગ્ન ક્ષેત્રીય કચેરી દ્વારા અરજદારનો સંપર્ક કરી, જરૂરી દસ્તાવેજો મેળવીને વીજ જોડાણ આપવાની કામગીરી કરવામાં આવે છે. જેના માટેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે, જ્યારે લાભાર્થીએ ઘરવપરાશના વીજજોડાણ માટે કોઈ જ રકમ ભરપાઈ કરવાની રહેતી નથી.

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદની પક્ષમાંથી કરી હકાલપટ્ટી

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટી (BSP)નાં પ્રમુખ માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. આકાશને પાર્ટી છોડવાનું કારણ તેમના સસરા અશોક સિદ્ધાર્થનો પ્રભાવ બતાવવામાં આવ્યો છે.બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરતાં જણાવ્યું હતું કે હવે તેમના અંતિમ શ્વાસ સુધી પક્ષમાં તેમનો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ CM અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમ માયાવતીએ એક મોટી કાર્યવાહી કરતા તેમના ભત્રીજા આકાશ આનંદને BSPમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે આકાશ આનંદને પાર્ટીના તમામ મહત્વપૂર્ણ પદો પરથી હટાવી દીધા હતા.

BSP સુપ્રીમો માયાવતીએ X પર પોસ્ટ કરી અને લખ્યું – “ગઈ કાલે BSPની અખિલ ભારતીય બેઠકમાં, આકાશ આનંદને તેના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવમાં રહેવાને કારણે રાષ્ટ્રીય સંયોજક સહિતની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, જેનો તેણે પશ્ચાતાપ કરી પોતાની પરિપક્વતા દર્શાવવાની હતી.”

તેમણે વધુમાં  લખ્યું હતું કે આકાશ દ્વારા આપવામાં આવેલો વિગતવાર જવાબ તેના પસ્તાવો અને રાજકીય પરિપક્વતાનો નહીં,  પરંતુ તેના સસરાના પ્રભાવ હેઠળ મોટા ભાગે સ્વાર્થી, ઘમંડી અને બિન-મિશનરી છે, જેનાથી બચવાની સલાહ હું પાર્ટીના આવા તમામ લોકોને આપવાની સાથે સજા પણ આપતી રહી છું.”

પરમ આદરણીય બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરના આત્મ-સમ્માન અને સ્વાભિમાનની મુવમેન્ટના હિતમાં તેમ જ આદરણીય કાંશીરામની અનુશાસનની પરંપરાને અનુસરીને આકાશ આનંદને તેમના સસરાની જેમ પક્ષ અને આંદોલનના હિતમાં પાર્ટીમાંથી દૂર કરવામાં આવે છે, એમ તેમણે લખ્યું હતું.

 

 

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ બનાવ્યો વીડિયો, તંત્રની બેદરકારીસામે ઉઠ્યા પ્રશ્નો

પાટણ: ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષાનો ધમધમાટ ચાલી રહ્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાય રહી છે. સમી તાલુકાની મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં આજે સમાજશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું. આ પેપર દરમિયાન એક વિદ્યાર્થીએ વીડિયો બનાવી અને વાયરલ કર્યો હતો. આ વિદ્યાર્થીએ પોતાના સ્ટેટશ પર લગાવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ વિડીયોમાં પાછલ બેઠેલા બીજા બે વિદ્યાર્થી પણ ફોનમાંથી પેપર લખતા નજરે પડે છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે, પાટણ જિલ્લામાં આવેલી મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ ઈન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી અને પછી તેને બિન્દાસ રીતે અપલોડ પણ કરી હતી. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોતાના ટ્વીટર (x) પર પોસ્ટ કરી તંત્ર સામે આકરા પ્રશ્નો કર્યા હતા. શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી આ વીડિયો બહાર આવ્યા પછી શું એક્શન લે છે?’ પાટણની મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીની ગેરરીતિ અને ચાલુ પરીક્ષા દરમિયાન રીલ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી વીડિયો બનાવે છે. વીડિયો જોવા મળે છે કે, ક્લાસરૂમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ દરમિયાન એક વિદ્યાર્થી ઈસ્ટાગ્રામમાં રીલ બનાવે છે. જ્યારે આ મામલે કોલેજની બેદરકારી સામે સવાલો થઈ રહ્યાં છે.

રણવીર અલ્હબાદિયાને સુપ્રીમ કોર્ટથી રાહત,આ શરતે શો પ્રસારિત કરવાની પરવાનગી

‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ કેસને કારણે ચર્ચામાં આવેલા યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હબાદિયાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે ‘ધ રણવીર શો’ ચાલુ રાખવાની પરવાનગી આપી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે શો પ્રકાશિત કરતી વખતે શિષ્ટાચારનું પણ ધ્યાન રાખવાની સૂચના આપી છે. કોર્ટે એક શરત મૂકી છે કે રણવીરે એક બાંયધરી આપવી પડશે જેમાં તે ખાતરી કરશે કે તેના શોમાં નૈતિક સ્તર જળવાઈ રહે જેથી તમામ ઉંમરના દર્શકો તેને જોઈ શકે. સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી કે આ રાહત એટલા માટે આપવામાં આવી છે કારણ કે 280 લોકોની આજીવિકા આ ​​શો સાથે જોડાયેલી છે.

રણવીર વિદેશ જઈ શકતો નથી

જોકે, સુપ્રીમ કોર્ટે હાલમાં વિદેશ યાત્રાના મુદ્દા પર કોઈ છૂટછાટ આપી નથી. કોર્ટે કહ્યું કે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યા પછી આ માંગણી પર વિચાર કરી શકાય છે.

કેન્દ્ર સરકારને પણ મહત્વપૂર્ણ સૂચનાઓ મળી

વિવાદ વચ્ચે, સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે અને એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્રને ઓનલાઈન સામગ્રીનું નિયમન કરવા કહ્યું છે અને આ માટે કોર્ટે સંબંધિત લોકો પાસેથી અભિપ્રાય માંગવાનું કહ્યું છે.

તમને જણાવી દઈએ કે રણવીર અલ્લાહબાદિયાએ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી, જેના પછી શોને લઈને ઘણો વિવાદ થયો હતો અને તેના પર ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હવે તેમને કોર્ટના આ નિર્ણયથી રાહત મળી છે.

IIT બાબાની જયપુર પોલીસે ગાંજા સાથે કરી ધરપકડ

જયપુરઃ મહાકુંભ દરમ્યાન મશહૂર થનારા IIT બાબાને નામે જાણીતા થયેલા અભય સિંહની જયપુરમાં ગાંજો રાખવાના આરોપમાં અટકાયત કરવામાં આવી હતી, જોકે તેમને થોડા સમય પછી છોડી મૂકવામાં આવ્યા હતા.

સોશિયલ મિડિયા પર IIT બાબા તરીકે પ્રખ્યાત અભય સિંહની જયપુરમાં પોલીસે અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મિડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી, ત્યાર બાદ શિપ્રા પથ પોલીસ સ્ટેશન રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી અને IIT બાબાને કસ્ટડીમાં લીધા.

પ્રાપ્ત માહિતી મુજબ અભય સિંહ પાસેથી ગાંજો મળી આવ્યો છે. તેમની સામે NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ કાર્યવાહી થાય એવી શક્યતા છે. હાલમાં પોલીસ IIT બાબાની પૂછપરછ કરી રહી છે.

જોકે આ મામલે IIT બાબાએ આપઘાતવાળી વાતને ફેક ન્યૂઝ જણાવી છે. તેમણે કહ્યું હતું કે ગાંજાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી અને જામીન પર છોડી દેવામાં આવ્યો છે. મને તરત જામીન મળી ગયા છે અને આપઘાત મામલે મેં ફક્ત એટલું લખ્યું હતું કે હું સંસારમાં ફક્ત મહાદેવને પ્રેમ કરું છું, બીજું મારા જીવનમાં કોઈ નથી.

 

ગાંધીનગર ખાતે IITEનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો

ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો  સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં IITEના ૩,૦૧૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, “વિકસીત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં સૌ નાગરીકો ભગીરથ પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે આપ સૌ શિક્ષકોએ એવા બાળકોનું ઘડતર કરવાનું છે જેઓ ભવિષ્યમાં દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે.”

વધુમાં એમણે ઉમેર્યું  કે, “એક સારો, ઉમદા, ચારિત્ર્યવાન, કર્મનિષ્ઠ, સમાજસેવી, બાળકોને પ્રેમ કરનાર અને ભવિષ્યને ભાખી શકનાર કર્મયોગી શિક્ષક જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આવા શ્રેષ્ઠ શિક્ષકોના જગતને ભેટ આપવાના ઉમદા આશયથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ સંસ્થાને પરિકલ્પિત કરી હતી.

આ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન – IITE એ શિક્ષકોને પ્રશિક્ષણ આપતી ભારતની પ્રથમ સંસ્થા છે. ઉચ્ચ શિક્ષણને બળવત્તર બનાવવા માટેના દૂત, એટલે કે શાળામાં ભણાવતા શિક્ષકોને તાલીમ આપવાનું શ્રેષ્ઠ કામ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન કરી રહી છે. દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર એવા દેશના ભાવી યુવાનોને આપ સૌએ શિક્ષિત કરવાના છે. વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં IITE ના શિક્ષકો દ્વારા અપાયેલ શિક્ષણ ખુબ જ અગત્યનો ભાગ ભજવશે.”

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનનાં કુલપતિ  રમેશ પટેલે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, “આવતીકાલના શિક્ષકોને ભારતીય પરંપરાના જ્ઞાન સાથે ઉછેરવા અને શિક્ષકોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષક શિક્ષણના નવા યુગની શરૂઆતની દિશામાં IITE કાર્ય કરી રહી છે.  ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તેમના વ્યવસાયિક જીવનમાં ડગ માંડી રહયા છે ત્યારે તેઓએ IITE   માંથી મેળવેલ શિક્ષણનો યોગ્ય દિશામાં ઉપયોગ કરી નવીનીકરણ સાથે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરવાનું છે.”

NCTEના પૂર્વ અધ્યક્ષ પ્રો. સંતોષ પાંડાએ પ્રાસંગોચિત ઉદબોદન કરતાં કહ્યું કે, “ વિકસીત ભારતના નિર્માણ માટે IITE જેવી ઉત્તમ સંસ્થાઓનું યોગદાન ખૂબ જરૂરી છે. અહીંના પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓ દેશના સાંસ્કૃતિક, આધ્યાત્મિક જ્ઞાનને શિક્ષણ પ્રણાલી થકી બાળકોમાં પહોંચાડશે. તેમણે IITE ભવિષ્યમાં એક આંતરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય બને તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.”

આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા બી.એ બી.એડ.ના ૮૫, બી.એસસી. બી.એડ.ના ૭૭, બી.એડ. એમ.એડ.ના ૭, બી.એડ.ના ૨,૭૪૫, એમ.એ. એમ. એડના ૫, એમ.એસસી. એમ.એડ.ના ૩૯ તેમજ એમ.એડ.ના ૨૪ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. ઉપરાંત એમ.એ. (એજ્યુકેશન)ના ૨૦, પી.એચડી.ના ૫ અને એમ.એસ. સી.ના ૩ જેવા સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમો તેમજ શિક્ષણ વિદ્યાશાખામાં શોધ કાર્યક્રમ પીએચ.ડી.ના કુલ મળીને ૩,૦૧૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે IITEના વાર્ષિક અહેવાલનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે બે શ્રેષ્ઠ શિક્ષકોને ચાણક્ય એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. પદવીદાન સમારોહમાં ગાંધીનગરના ધારાસભ્ય  રીટાબેન પટેલ, IITE ની ગવર્નિગ, એક્ઝયુકેટિવ, એકેડેમિક અને ફાયનાન્સ કમિટીના સભ્યો,  કુલ સચિવ અનિલ વરસાત, ડીન પ્રેરણા શેલત સહિત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, IITE ના અધ્યાપકો, પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વન્યજીવ દિવસઃ અમદાવાદના આ પાર્કમાં સૃષ્ટિના સંતુલનનો પ્રયાસ…

અમદાવાદ: વિશ્વ વન્યજીવ દિવસ ઉજવી રહ્યું છે. વિશ્વમાં વન અને વન્યજીવોને બચાવવા બધા જ દેશોમાં પૂરતા પ્રયાસ થઇ રહ્યા છે. વધતી માનવ વસતી-માનવ વસાહતો કેટલીક જગ્યાએ વન્યજીવનમાં દખલ કરી રહી છે. જ્યારે કેટલીક જગ્યાએ ચુસ્તપણે વન્યજીવનમાં દખલ ન થાય એવું વાતાવરણ પણ ઉભું કરવામાં આવે છે. શહેરમાં પણ રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્ક બનાવી પર્યાવરણની નજીક જવાનો એક પ્રયાસ કરાયો છે.जीवो जीवस्य जीवनम्..જીવ એ જ જીવનો આહાર છે..સૃષ્ટિના સંતુલન માટે દરેક પ્રકારના જીવોને એકબીજાના પૂરક બનાવવા ખૂબ જ જરુરી છે. જીવ વિજ્ઞાન સાથે જોડાયેલા લોકો તેમજ પર્યાવરણ પ્રેમીઓ જૈવિક વિવિધતા ઉપર સતત જુદા-જુદા સંશોધન કરતા રહે છે. સંશોધનકર્તા, જાણકારો પોતે અભ્યાસ કરી જીજ્ઞાસુ લોકો માટે પણ માહિતી તૈયાર કરી પ્રયોગશાળા કે વાસ્તવિક ઉદ્યાન તૈયાર કરે છે. હા.. આવું જ એક ઉદ્યાન.. શહેરના રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્ક રુપે લોકો માટે ખુલ્લું મૂકાયેલું છે. સાબરમતી નદીને કાંઠે ઇવેન્ટ સેન્ટર, ફ્લાવર પાર્કના થોડા અંતર પછી વાસણા બેરેજની એકદમ નજીક બાયોડાયવર્સિટી પાર્ક તૈયાર કરાયો છે.

જૈવિક વિવધતાથી ભરપૂર આ પાર્ક સાથે જોડાયેલા આસિફભાઇ ચિત્રલેખા.કોમને જણાવે છે કે રિવરફ્રન્ટ પરના આ પાર્કમાં પહેલા જ ફેસમાં સાત હજાર જેટલા વૃક્ષ, વનસ્પતિ, છોડનું વાવેતર કરાયું છે. જેમાં 125 જાતની વેરાઇટીનો સમાવેશ થાય છે. અરીઠા, અરડુશી, નાગોડ, સીગ્રેપ્સ, અંજીર, પાઇનેપલ, કાજુ, મોસંબી, ગુંદા, બદામ જેવી અનેક ચીજ વસ્તુઓને ઉછેરી માવજત કરાઇ રહી છે. આ પાર્કમાં અનેક પ્રકારના પક્ષીઓ, જીવ જંતુઓ સહ અસ્તિત્વ માણી રહ્યા છે.બાયોડાયવર્સિટી પાર્કમાં કામ કરતાં સહ કર્મચારી કહે છે એકદમ કુદરતી રીતે તમામ પ્લાન્ટસ્ તૈયાર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છતા, રસધરાવતા વિદ્યાર્થીઓ માટે આ પાર્ક ખૂબ જ ઉપયોગી થઇ પડશે. અહીંના મોટાભાગના પ્લાન્ટેશનની ઓળખ થાય એ રીતે લખાણ તૈયાર કરવામાં આવ્યા છે. ઝાડ પર નામ સાથેની પ્લેટ મુકવામાં આવી છે. બાયોડાયવર્સિટી પાર્ક જુદા-જુદા ફેસમાં તૈયાર કરાયો છે, બીજા ફેસમાં વિશાળતા અને વિવિધતા વધારાશે. બાયોડાયવર્સિટી, પર્યાવરણ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ સહિતના લોકો જૈવિક વિવિધતાથી ભરપૂર અમદાવાદના આ પાર્કને માણી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)