Home Blog Page 1133

શું અભિનય છોડી રાજનીતિમાં એન્ટ્રી કરશે અનુપમ ખેર?

મુંબઈ: અનુપમ ખેરે તાજેતરમાં જ અભિનય છોડીને રાજકારણમાં જોડાવાની ચાલી રહેલી અટકળો પર પ્રતિક્રિયા આપી છે. અભિનેતાને તેમના એક ચાહકે પૂછ્યું કે શું તે અભિનય છોડીને રાજકારણમાં જોડાવા જઈ રહ્યા છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે હવે આ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે અને આ સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે તેના X હેન્ડલ પર એક ચાહકના પ્રશ્નનો જવાબ આપ્યો અને કહ્યું કે તેણે ફક્ત એક સારા નાગરિક બનવાનું ચાલુ રાખવું પડશે. છતાં તમે મને સારું સૂચન આપ્યું, તેના માટે આભાર. આ સાથે તેણે પોતાના અભિનય વિશે પણ ખુલાસો કર્યો છે.

શું અનુપમ ખેર રાજકારણમાં જોડાશે?
અનુપમ ખેરના રાજકીય કારકિર્દી તરફ વળવાના અહેવાલો વહેતા થયા, ત્યારે અભિનેતાએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ ભાષણો માટે સ્ક્રિપ્ટ બદલવા તૈયાર નથી. તાજેતરમાં X પર #AskAnupam સત્ર દરમિયાન એક ચાહકે તેમને પૂછ્યું કે શું તેઓ હવે અભિનય છોડીને રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જવાબમાં, અનુપમ ખેરે બધી અટકળોનો અંત લાવતા કહ્યું, ના, હું અભિનય છોડી રહ્યો નથી કે રાજકારણી બનવાનો નથી.

અનુપમ ખેરનું ટ્વિટ વાયરલ થયું
ચાહકે પૂછ્યું,’તમે રાજકારણમાં કેમ નથી જોડાતા? તમે સરકાર વતી સારું કામ કરશો. તમે સંસ્કૃતિ મંત્રાલયનો ભાગ બની શકો છો… મને ખાતરી છે કે તમે ખૂબ સારું કામ કરશો. આના પર અનુપમે લખ્યું, ‘સૂચન અને તમારી પ્રશંસા બદલ આભાર! પણ મારું માનવું છે કે દેશ માટે એક સંપત્તિ બનવા માટે તમારે રાજકારણમાં જોડાવાની જરૂર નથી! તમારે ફક્ત એક સારા નાગરિક બનવાનું છે.’

અનુપમ ખેરે એલોન મસ્કને પ્રશ્ન પૂછ્યો
તાજેતરમાં અનુપમ ખેરનું એક્સ-અકાઉન્ટ લોક કરવામાં આવ્યું હતું. તેમણે પોતે એક પોસ્ટમાં આ અપડેટ શેર કરી હતી અને આ ઘટના બન્યા પછી તેમણે એલોન મસ્ક પર પણ સવાલ ઉઠાવ્યા હતા. અભિનેતાના કામ વિશે વાત કરીએ તો, તે છેલ્લે કંગના રનૌતની ‘ઇમર્જન્સી’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1975-77માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી દરમિયાનની રાજકીય પરિસ્થિતિની આસપાસ ફરે છે.

બ્રહ્માકુમારી ગુજરાત દ્વારા હિરક જયંતિ મહોત્સવની ઉજવણી

અમદાવાદ: બ્રહ્માકુમારી ગુજરાત દ્વારા હિરક જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તે દરમિયાન 89મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.બ્રહ્માકુમારી મહાદેવનગર દ્વારા પરમપિતા શિવ પરમાત્માના દિવ્ય અવતરણના ઉપલક્ષ્ય માં 89મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.તારીખ 23 ફેબ્રુઆરી રવિવારે સવારે સરદાર પટેલ સ્મારક ઓડિટોરિયમ, શાહીબાગ અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.શ્રાવણી ડાન્સ એકેડમી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સુંદર નૃત્ય નાટિકા પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આર્ટ એન્ડ કલ્ચર વિંગ આરઈઆર એફ અને બ્રહ્માકુમારી મહાદેવ નગર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં 40 મહાનુભાવો દ્વારા દીપ પ્રજ્વલન કરવામાં આવ્યું હતું.મુખ્ય મહેમાનો આર. એસ. પટેલ, ચેરપર્સન આશીર્વાદ ફાઉન્ડેશન, સ્મિતા શાસ્ત્રી કલા ગુરુ નર્તન સ્કૂલ ઓફ ડાન્સ, મેહા મજમુદાર કલા ગુરુ શ્રાવણી ડાન્સ એકેડમી સહિત અનેક મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા.બી. કે. પ્રતિભા, બી. કે. રાજ્યોગી ટીચર નૈરોબી અને બી. કે. ચંદ્રિકા દીદી જેઓ આર્ટ એન્ડ કલ્ચર વિંગના ચેરપર્સન છે, તેમના દ્વારા મુખ્ય ઉદબોધન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અનેક બી. કે. ભાઈ-બહેનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

કેરળમાં યુવાને માતા-ગર્લફ્રેન્ડ સહિત 6ની હત્યા કરી, શું છે કારણ?

કેરળ: રાજધાની તિરૂવનંતપુરમમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 23 વર્ષીય યુવકે પરિવારના પાંચ સભ્યો અને તેની ગર્લફ્રેન્ડ સહિત છ લોકોની ક્રૂર હત્યા કરીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જો કે, તેમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતાં. જ્યારે આરોપીની માતાની હાલત ખૂબ જ ગંભીર છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે, આરોપી તેના પિતા સાથે વિદેશમાં રહેતો હતો. તાજેતરમાં વિઝિટિંગ વિઝા પર પાછો ફર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવાનનો પરિવાર તેના ફરઝાના સાથેના સંબંધનો વિરોધ કરી રહ્યો હતો. આથી યુવાને આ પગલું ભર્યું છે.

હત્યા કર્યા પછી આરોપીએ ઝેર પીધું 

આરોપીની ઓળખ પેરુમાલાના રહેવાસી અફાન તરીકે થઈ છે. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના રવિવારે (23મી ફેબ્રુઆરી) સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનાર આરોપીએ જણાવ્યું કે તેના પરિવારના સભ્યોની હત્યા કર્યા પછી તેણે ઝેર પી લીધું હતું. પોલીસે આરોપીને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

આરોપી અફાને કથિત રીતે તેના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. મૃતકોમાં આરોપીની દાદી સલમાબી, 13 વર્ષનો ભાઈ અફસાન, તેના પિતાનો ભાઈ લતીફ, લતીફની પત્ની શાહિદા અને ગર્લફ્રેન્ડ ફરઝાનાની ઓળખ થઈ છે.

અમેરિકાએ ભારતની આ 4 કંપની પર કેમ પ્રતિબંધ મૂક્યો?

અમેરિકા: 24મી ફેબ્રુઆરીએ અમેરિકા તરફથી ચાર ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યો છે. અમેરિકાની આ કાર્યવાહીમાં ભારત સહિત ઈરાનની 16 કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનું કારણ ઈરાનના તેલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં તેમની કથિત સંડોવણી છે.

ઈરાન પર દબાણ લાવવાનો પ્રયાસ 

અમેરિકાના નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, પ્રતિબંધિત ભારતીય કંપનીઓમાં ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રા.લિ., બી.એ.એમ. મરીન એલ.એલ.પી., કાસમોસ લાઈન્સ ઈન્ક અને ફ્લક્સ મેરીટાઇમ એલ.એલ.પી.નો સમાવેશ થાય છે.

ચોથી ફેબ્રુઆરીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા મેમોરેન્ડમ જાહેર કર્યા પછી, ઈરાની તેલના વેચાણને લક્ષ્ય બનાવતા પ્રતિબંધોનો આ બીજો તબક્કો છે. અમેરિકાના પ્રતિબંધો પાછળનું કારણ ઈરાન પર મહત્તમ દબાણ લાવવાનું છે.

ઈરાની કંપનીઓ પર શા માટે કડક કાર્યવાહી?

અમેરિકા ઈરાનના તેલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ સાથેના સંબંધો બદલ 16 કંપનીઓ અને જહાજો પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. આ ગેરકાયદે શિપિંગ નેટવર્ક ઈરાની તેલના લોડિંગ અને પરિવહનમાં તેની ભૂમિકા છુપાવીને એશિયામાં ખરીદદારો સાથે છેતરપિંડી કરી રહ્યું હતું. ઈરાનને તેની આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં આપવા માટે તેલની આવકનો ઉપયોગ કરતા અટકાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ આવા પગલાં લેવાનું ચાલુ રાખશે.

ભારતીય ખેતીમાં AIનો ઉપયોગ, સત્યા નડેલાએ વિડીયો શેર કર્યો 

અમેરિકા: હાલમાં AIની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. જ્યાં કેટલાક તેના ગુણગાન ગાઈ રહ્યા છે, તો કેટલાક તેના જોખમો વિશે વાત કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક ભારતીય ખેડૂતો ખેતીમાં AIનો ઉપયોગ કરી રહ્યા છે, જેની માહિતી માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ આપી છે. આ પછી, ટેસ્લાના CEO એલોન મસ્ક પણ આ ખેડૂતોના ફેન બની ગયા અને તેમણે નડેલાની પોસ્ટ શેર કરી.

સોમવારે સત્યા નડેલાએ X પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી. અહીં તેમણે મહારાષ્ટ્રના નાના ખેતરોમાં ઉત્પાદન વધારવામાં AIની સકારાત્મક અસર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા વિશે વાત કરી.

વીડિયોમાં, નડેલા કહે છે કે, હું નાના ખેડૂતોનું ઉદાહરણ આપવા માંગુ છું, જેઓ બારામતી (મહારાષ્ટ્ર) સહકારીનો ભાગ છે. જ્યાં તેમણે આ શક્તિશાળી ટેકનોલોજી અપનાવી છે. એક નાના જમીન માલિકે પોતાની ખેતી સુધારી છે. અહીં રસાયણોનો ઉપયોગ ઓછો થયો, પાણીનો વપરાશ સુધર્યો અને અંતે તેમણે જે આંકડા શેર કર્યા તે આશ્ચર્યજનક હતા.

નડેલા વિડીયોમાં સમજાવે છે કે, આ ખેડૂતો હવામાન, માટી, ડ્રોન અને ઉપગ્રહોના ડેટાનો ઉપયોગ કરે છે અને ખેડૂતોને તેમની પોતાની ભાષામાં રિયલ ટાઈમ માહિતી મળે છે. તમને જણાવી દઈએ કે આ સમગ્ર ડેટા માઇક્રોસોફ્ટના એઝ્યુર ડેટા મેનેજર દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે. ત્યારબાદ તે મોબાઇલ એપ્લિકેશન દ્વારા સરળ અને દૈનિક ભલામણો આપે છે. એઝ્યોર ડેટા મેનેજર ખાસ કરીને કૃષિ માટે રચાયેલ છે.

AI ની મદદથી ખેતીમાં વધુ સારા પરિણામો જોવા મળ્યા

અહેવાલમાં અનુસાર, AI ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી ખેતીમાં સારા પરિણામો જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં, AIની મદદથી એક એકર જમીનની ખેતી કરવામાં આવી હતી. પરિણામોમાં જોવા મળ્યું કે જમીન વધુ હરિયાળી બની હતી અને ત્યાં વધુ પાક લેવામાં આવ્યો હતો. સંશોધન દર્શાવે છે કે AI આધારિત ખેતીથી ઉત્પાદનમાં ભારે ફાયદો થયો છે. વધુમાં, પાણી અને રસાયણોનો ઉપયોગ ઓછો થયો. આના પરિણામે ઉત્પાદનમાં પણ સારો વધારો થયો છે.

2024ના કૃષિ મહોત્સવમાં AI રજૂ કરવામાં આવ્યું હતું

કૃષિ વિકાસ ટ્રસ્ટ બારામતીએ તેના 2024 કૃષિ મહોત્સવ દરમિયાન AI-સક્ષમ ખેતી રજૂ કરી. આમાં ટામેટા અને ભીંડા જેવા પાક દર્શાવવામાં આવ્યા હતા. આ ખ્યાલને ભવિષ્યના ખેતર તરીકે વર્ણવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઘણા ખેડૂતોએ રસ દાખવ્યો અને 20 હજાર ખેડૂતોએ તેમાં ભાગ લીધો. જાન્યુઆરીમાં માઇક્રોસોફ્ટે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રારંભિક પરીક્ષણમાં 1,000 ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાંથી 200 ખેડૂતોએ AIની મદદથી શેરડીનું વાવેતર કર્યું હતું.

અમેરિકાએ UNમાં યુક્રેનને બદલે રશિયાને સમર્થન આપ્યું, ભારત મતદાનથી દૂર રહ્યું

રશિયા સાથેના યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર યુક્રેને UNમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ ઠરાવમાં રશિયન હુમલાની નિંદા કરવામાં આવી હતી અને યુક્રેનમાંથી રશિયન સૈનિકોને તાત્કાલિક પાછા ખેંચવાની માગ કરવામાં આવી હતી. અમેરિકાએ તેની જૂની નીતિઓ વિરુદ્ધ જઈને પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કર્યું. અમેરિકાના મતદાને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ભારતે U Nજનરલ એસેમ્બલીના ડ્રાફ્ટ ઠરાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો. સોમવારે યુનાઇટેડ સ્ટેટ્સે UN સુરક્ષા પરિષદના પ્રસ્તાવિત ઠરાવ પર રશિયાની જેમ જ મતદાન કર્યું જેમાં ક્રેમલિનને આક્રમક તરીકે લેબલ કરવામાં આવ્યું ન હતું કે યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાને સ્વીકારવામાં આવી ન હતી.

અમેરિકાના મતદાનથી આશ્ચર્ય થયુંઆ પ્રસ્તાવ પર મતદાનમાં લગભગ 65 દેશોએ ભાગ લીધો ન હતો. આમાં અમેરિકા, ઇઝરાયલ અને હંગેરીએ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કર્યું છે. જો કે, આ પ્રસ્તાવ 93 મતોથી પસાર થયો હતો. સુરક્ષા પરિષદના પાંચ યુરોપિયન સભ્યોના સમર્થન વિના આ ઠરાવ પસાર થયો. અમેરિકા અને રશિયા વચ્ચેનું આ આશ્ચર્યજનક જોડાણ એવા સમયે ઉભરી આવ્યું છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર યુદ્ધનો અંત લાવવા માટે વાતચીત કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં, યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વિરુદ્ધ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનો વધુ તીવ્ર બન્યા છે.

અમેરિકાએ પ્રસ્તાવ પર શું કહ્યું?
અમેરિકા વતી યુએનમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં રશિયાનો કોઈ ઉલ્લેખ નહોતો, ન તો ક્રેમલિનને આક્રમક કહેવામાં આવ્યું હતું. યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાને પણ સ્વીકારવામાં આવી ન હતી. અમેરિકાએ કહ્યું કે તે યુક્રેન અને રશિયા વચ્ચે લડાઈનો ઝડપી અંત અને કાયમી શાંતિ માટે અપીલ કરે છે.

યુ.એસ. રાજદ્વારી ડોરોથી કેમિલ શિયાએ કહ્યું કે આવા પ્રસ્તાવો યુદ્ધ અટકાવવામાં નિષ્ફળ ગયા છે. આ યુદ્ધ હવે ખૂબ લાંબો સમય ચાલી રહ્યો છે. યુક્રેન અને રશિયા તેમજ અન્યત્ર લોકો આ માટે મોટી કિંમત ચૂકવી રહ્યા છે.

દરખાસ્ત દ્વારા કઈ માંગણીઓ રજૂ કરવામાં આવી છે?
આ ઠરાવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રશિયન હુમલો 3 વર્ષથી ચાલી રહ્યો છે અને તેની વિનાશક અસર માત્ર યુક્રેન જ નહીં પરંતુ વિશ્વની સ્થિરતા માટે ખતરો છે, જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. તેની અસર ફક્ત એક દેશ પર જ નહીં પરંતુ આ યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે. આમાં બંને દેશોમાં થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ ઠરાવમાં યુક્રેનમાંથી રશિયન સૈનિકોને તાત્કાલિક પાછા ખેંચવાની, યુક્રેનમાં કાયમી અને ન્યાયી શાંતિ સ્થાપિત કરવાની અને યુદ્ધ ગુનાઓ માટે રશિયાની જવાબદારીની માંગ કરવામાં આવી છે. આ થોડી માંગણીઓ પર મતદાન થયું.

બંગાળની ખાડીમાં સવારે 5.1ની તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સુધી ઝટકા અનુભવાયા

કોલકત્તા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેના પગલે ડરના માર્યા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. એવું કહેવાય છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ બંગાળની ખાડીમાં હતું અને તેની ઊંડાઈ 91 કિલોમીટર હતી.

ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. કોલકાતામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરથી ઘણું દૂર બંગાળની ખાડીમાં હોવાનું એક અનુમાન છે. આજના ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૯૧ કિલોમીટર નીચે હતું, તેથી ભૂકંપથી કોઈ નુકસાન થવાની શક્યતા ઓછી છે. હકીકતમાં, સપાટીથી પાંચ કે ૧૦ કિલોમીટર નીચે આવતા છીછરા ધરતીકંપો સપાટીથી ખૂબ નીચે આવતા ધરતીકંપો કરતાં વધુ નુકસાન પહોંચાડે છે.

૮ જાન્યુઆરીએ પણ કોલકાતામાં ભૂકંપ આવ્યો હતો
આ વર્ષે 8 જાન્યુઆરીએ પણ કોલકાતામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. કારણ કે તિબેટના દૂરના વિસ્તારો અને નેપાળના કેટલાક ભાગોમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ત્યારે ઉત્તર બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે કોઈ નુકસાન થયું નથી.

આ પહેલા, મણિપુરના ઉખરુલમાં મંગળવારે મધ્યરાત્રિએ લગભગ 12:23 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા ૩.૨ હતી અને ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી. છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકાના બનાવો નોંધાઈ રહ્યા છે, જેના કારણે લોકો ગભરાઈ ગયા છે. તાજેતરમાં રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં એક સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫