આજે રાજ્યભરમાંથી ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન માટે ગાંધીગનર પહોંચી રહ્યા છે. તો બીજી તરફ આંદોલન આક્રમક બને તે પહેલાં પોલીસ દ્વારા અટકાયતનો દૌર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે ગાંધીનગરથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષકોની ભરતીને લઇને મોટું નિવેદન આપતાં કહ્યું છે કે રાજ્ય સરકાર 24,700 શિક્ષકોની ભરતી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આજે સોમવારે (24મી ફેબ્રુઆરી) આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચી રહ્યા છે. જેને લઈને સત્યાગ્રહ છાવણીએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. નોંધનીય છે કે, આંદોલનને મજબૂત બનાવવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરી હાજર રહેવા માટે અપીલ કરી હતી. જેના પગલે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલનમાં જોડાવવા માટે રાજ્યભરમાં બહોળી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે. આ બધા ઉમેદવારો ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર એકઠા થયા છે. ત્યારે આંદોલનના સ્થળે પહોંચે તે પહેલાં પોલીસે ઉમેદવારોની અટકાયત સિલસિલો શરૂ કરી દીધો છે. ઉમેદવારોની અટકાયત કરાતા પોલીસ આંદોલનકારી ઉમેદવારો ઘર્ષણના દ્વશ્યો સર્જાયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 250થી વધુ ઉમેદવારોની અટકાયત કરી લીધી છે.
શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયાએ શિક્ષણ ભરતીની જાહેરાત કરતા જણાવ્યું કે, સરકારે બાંહેધરી આપી છે તે પ્રમાણે ભરતી થશે. આચાર સંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં મોડું થયું છે. સરકાર દ્વારા ભરતી અંગે જે સત્તાવાર જાહેરાત કરી છે તે ખાલી જગ્યાઓ પર ચોક્કસ ભરતી કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું. શિક્ષમંત્રીએ આ પ્રકારે નિવેદન આપી આંદોલન પર ઠંડુ પાણી રેડી દેવાનો પ્રયાસ કર્યો છે. જોકે જોવાનું એ રહ્યું કે પ્રફુલ્લ પાનસેરિયાના નિવેદન બાદ ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન પાછું ખેંચશે કે પછી આંદોલન ઉગ્ર બનશે.






ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હેઠળ રવિવારે ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી. મેચમાં પાકિસ્તાને 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટથી મેચ જીતી લીધી. મેચમાં કોહલીનું બેટ પૂરજોશમાં હતું. તેણે 111 બોલમાં સદી ફટકારી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા. કોહલીએ ODI ક્રિકેટમાં 15 મહિના પછી આ સદી ફટકારી છે. આ પહેલા તેણે 15 નવેમ્બર 2023ના રોજ સદીની ઇનિંગ રમી હતી. ત્યારે કોહલીએ વાનખેડે ખાતે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 117 રન બનાવ્યા હતા. આ સાથે કોહલીએ 5 ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યા.




તમને જણાવી દઈએ કે ચૂંટણીમાં વિપક્ષી રૂઢિચુસ્ત ગઠબંધન ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન (CSU)ને 28.5 ટકા મત મળ્યા છે. જેના કારણે તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. તે જ સમયે, જમણેરી પક્ષ અલ્ટરનેટિવ ફોર જર્મની (AfD)એ 20% મત મેળવ્યા અને બીજા સ્થાને રહ્યું. આ AfDનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે ઓલાફ સ્કોલ્ઝની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SPD)ને 16.5% મત મળ્યા, જે બીજા વિશ્વયુદ્ધ પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે.
ટ્રમ્પે ફ્રેડરિક મેર્ઝને અભિનંદન આપ્યા
પાકિસ્તાનના અગ્રણી અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે, ‘પ્રથમ વખત, સરકારી માલસામાન વહન કરતું પાકિસ્તાન નેશનલ શિપિંગ કોર્પોરેશન (PNSC) જહાજ બાંગ્લાદેશી બંદર પર પહોંચશે. જે બંને દેશો વચ્ચેના દરિયાઈ વેપાર સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.’ 1971માં પૂર્વ પાકિસ્તાન પાકિસ્તાનથી અલગ થયું અને બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.
ગયા વર્ષે બાંગ્લાદેશના વડાપ્રધાનપદેથી શેખ હસીનાને હટાવ્યા બાદ, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પીગળ આવ્યો છે. મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધોને નવા સ્તરે લઈ જવા માટે મિત્રતાનો હાથ લંબાવ્યો, જેનો ઇસ્લામાબાદે પણ સકારાત્મક પ્રતિભાવ આપ્યો.
મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભારત વિરુદ્ધ રાજદ્વારી રણનીતિ અપનાવી રહી છે. પાકિસ્તાન સાથેનો આલિંગન એ એક એવો પ્રયાસ છે. આ વર્ષની શરૂઆતમાં, બાંગ્લાદેશ સેનાના એક વરિષ્ઠ અધિકારીએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે પાકિસ્તાનના આર્મી ચીફ સૈયદ આસિફ મુનીર અને અન્ય લશ્કરી અધિકારીઓને મળ્યા હતા. આ પછી તરત જ, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના અધિકારીઓએ બાંગ્લાદેશની મુલાકાત લીધી.
USAIDના કર્મચારીઓને મોકલવામાં આવેલી નોટિફિકેશનમાં જણાવાયું છે કે 23 ફેબ્રુઆરીની રાતે 11:59 વાગ્યાથી USAIDના તમામ પ્રત્યક્ષ નિમણૂક પામેલા કર્મચારીઓને વહીવટી રજાઓ પર મોકલવામાં આવી રહ્યા છે. ફક્ત એ જ કર્મચારીઓ જે મિશન આધાશ્રિત જરૂરી કામકાજ, મુખ્ય નેતૃત્વકાર અને વિશેષ નોમિનેટ છે તેઓને કામ પર આવવાનું ચાલુ રાખવાનું રહેશે.