ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન વિવિધ વિભાગોના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે, જેમાં નાણાં, ઊર્જા, પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા, સહકાર વગેરેના પ્રશ્નો સામેલ હતા. આ તકે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાના મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો.
વિધાનસભામાં અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. અન્ય ભાજપ શાસિત રાજ્યો જેમ કે હરિયાણા અને રાજસ્થાનમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યો છે, તો ગુજરાતમાં પણ આવી જ યોજના અમલમાં મુકવામાં આવે. આ પ્રશ્નના જવાબમાં રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું કે, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલમાં 14.2KG ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 810.50 રૂપિયા છે, જ્યારે 19KG કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1,816 રૂપિયામાં મળે છે. જયારે બીજા રાજ્યોની વાત કરીએ તો હાલમાં રાજસ્થાન અને હરિયાણામાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો વચન આપ્યું હતું. ગુજરાત સરકાર હવે આ મુદ્દે શું નિર્ણય લેશે, તે જોવાનું રહેશે.
અમદાવાદ: ગુજરાતમાં વધતા ડ્રગ્સના દુષણ સામે SOG સતત કાર્યરત રહે છે. પાછલા ઘણા સમયથી રાજ્યમાંથી ડ્રગ્સ પકડાવું જાણે સામાન્ય વાત બની ગઈ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG દ્વારા ગુરુવારે સાંજે ફરી એક વખત આસ્ટોડિયા બગીચા નજીક એક યુવાનને 1.81 લાખની કિંમતોના 18 ગ્રામ MD ડ્ર્ગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે યુસુફ પઠાણ (જમાલપુર, અમદાવાદ)ને ડ્રગ્સની લત હોવાથી તેણે વેચાણ શરૂ કર્યું હતું.
એસઓજીના ઇન્સ્પેક્ટર N.D. નકુમ અને તેમની ટીમને ગુપ્ત બાતમી મળી કે આસ્ટોડિયા વિસ્તારમાં યુવક એમ.ડી. ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી યુસુફ પઠાણને ઝડપી લીધો અને તેની પાસેથી ₹1.81 લાખની કિંમતના 18 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત કર્યો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે યુસુફ પઠાણ જુહાપુરામાં રહેતા મોહસીન પઠાણ પાસેથી એમ.ડી. ડ્રગ્સ લાવી વેચતો હતો. તેને પણ ડ્રગ્સની લત હતી, જેથી ખર્ચ કાઠવા માટે વેચાણ શરૂ કર્યું. પોલીસે યુસુફના ગ્રાહકો અને અન્ય સંડોવાયેલા લોકોની માહિતી એકત્ર કરવા તપાસ શરૂ કરી છે. અગાઉ પણ યુસુફ પઠાણ ડ્રગ્સ વેચાણમાં સામેલ હતો, અને હવે વધુ કડીઓ ખૂલવાની શક્યતા છે.
દિલ્હીમાં ભાજપ સરકાર સત્તામાં આવ્યાના એક દિવસ પછી, પાર્ટીના નેતા અને આગામી સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ શુક્રવારે (21 ફેબ્રુઆરી) જણાવ્યું કે વિધાનસભા સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્ર 27 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે. આશ્ચર્યજનક વાત એ છે કે ભાજપ સરકાર નવી રચાયેલી વિધાનસભાના પહેલા સત્રમાં CAG રિપોર્ટ રજૂ કરશે.
દિલ્હી વિધાનસભાનું સત્ર 24, 25 અને 27 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાશે. નવી રચાયેલી દિલ્હી વિધાનસભાના પહેલા સત્રમાં, નવા ધારાસભ્યોને પહેલા શપથ ગ્રહણ કરાવવામાં આવશે. બીજા દિવસે, CAG ના 14 અહેવાલો ગૃહમાં રજૂ કરવામાં આવશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીના લોકોને વચન આપ્યું હતું કે ભાજપ સરકાર બન્યા પછી, અમારી પાર્ટી પહેલા વિધાનસભા સત્રમાં જ CAG રિપોર્ટ રજૂ કરશે. હવે, ૨૭ વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પાછી આવેલી ભાજપ સરકાર, પીએમ દ્વારા આપવામાં આવેલા વચનોનો અમલ કરી રહી હોય તેવું લાગે છે. રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળ રચાયેલી નવી સરકારે ગુરુવારે યોજાયેલી તેની પહેલી કેબિનેટ બેઠકમાં CAG રિપોર્ટ રજૂ કરવાનો નિર્ણય પણ લીધો હતો.
ભાજપ કેમ CAG રિપોર્ટ રજૂ કરવાનો આગ્રહ રાખી રહ્યું છે?
હકીકતમાં, દિલ્હી ભાજપના નેતાઓ લાંબા સમયથી AAP સરકાર પાસે દિલ્હી એક્સાઇઝ પોલિસી, દિલ્હી જલ બોર્ડ સહિત ઘણા વિભાગો સંબંધિત CAG રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી રહ્યા છે. જાન્યુઆરી 2025 માં કેજરીવાલ સરકારના કાર્યકાળના છેલ્લા વિધાનસભા સત્ર દરમિયાન પણ ભાજપે આ મુદ્દા પર ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. ભાજપના નેતાઓનો આરોપ છે કે CAG રિપોર્ટ રજૂ ન કરીને, AAP સરકાર છેલ્લા 10 વર્ષ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા માંગે છે.
આના જવાબમાં, વિધાનસભા સચિવાલયે કહ્યું કે વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે, તેથી CAG રિપોર્ટ રજૂ કરવાની કોઈ જરૂર નથી. હાઈકોર્ટમાં દિલ્હી સરકાર વતી હાજર રહેલા વકીલે કોર્ટને કહ્યું હતું કે CAG રિપોર્ટ વિધાનસભાના ટેબલ પર રજૂ કરવામાં કોઈ ઉતાવળ નથી.
આના જવાબમાં, અરજદાર ભાજપ ધારાસભ્યો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું હતું કે કોર્ટ સ્પીકરને વિધાનસભાનું સત્ર બોલાવવાનો નિર્દેશ આપી શકે છે. તે સમયે કોર્ટે એમ પણ કહ્યું હતું કે શું હાઈકોર્ટ પોતાની રીતે વિધાનસભા અધ્યક્ષને ખાસ સત્ર બોલાવવાનો નિર્દેશ આપી શકે છે.
નવી દિલ્હી: ભારતમાં Apple iPhone 16eના લોન્ચ સાથે, ત્રણ iPhone મોડલ બંધ કરવામાં આવ્યા છે. જેમાં iPhone 14, iPhone 14 Plus અને ત્રીજી પેઢીના iPhone SEનો સમાવેશ થાય છે. આ હેન્ડસેટ્સને એપલ ઇન્ડિયાના સત્તાવાર પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવ્યા છે. Apple iPhone 16eની કિંમત પણ જાહેર કરવામાં આવી છે. કંપનીએ 64GB વેરિઅન્ટ દૂર કરીને 128GBને બેઝ વેરિઅન્ટ બનાવ્યું છે. તેની શરૂઆતની કિંમત 59,990 રૂપિયા છે.
વેચાણ અન્ય સ્ટોર્સ પર કરવામાં આવશે
એપલના ત્રણેય આઇફોન એપલ ઓનલાઈન સ્ટોર્સ પરથી દૂર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. તમને જણાવી દઈએ કે iPhone 14 અને iPhone 14 Plus વર્ષ 2022માં લોન્ચ કરવામાં આવ્યા હતા.
C-1 ચિપનું પણ અનાવરણ કરવામાં આવ્યું
Apple iPhone 16eના લોન્ચ સાથે, કંપનીએ તેની નવીનતમ C-1 ચિપ પણ રજૂ કરી છે. જે કંપનીની પ્રથમ 5G મોડેમ ચિપ છે.
iPhone 16e ના સ્પેશિફિકેશન
iPhone 16e માં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED સ્ક્રીન છે. તેનો રિફ્રેશ રેટ 60Hz અને પીક બ્રાઇટનેસ 800nits છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે સિરામિક શીલ્ડ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
iPhone 16e કેમેરા સેટઅપ
iPhone 16e માં 48-મેગાપિક્સલનો રિયર કેમેરા હશે, જેની સાથે ઓપ્ટિકલ ઝૂમ ઉપલબ્ધ છે. તેમાં સેકન્ડરી કેમેરા લેન્સ નથી. 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. અહીં તમને ડાયનેમિક આઇલેન્ડને બદલે સ્ટાન્ડર્ડ નોચ ડિઝાઇન મળશે.
અમેરિકા: ગુજરાતી મૂળના કાશ પટેલે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જેના માટે તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એટર્ની જનરલ પામ બોન્ડીનો આભાર માન્યો. તેમણે એજન્સીને પારદર્શક, જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ બનાવવાની પ્રતિજ્ઞા લીધી. આ ઉપરાંત FBIમાં જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા વિશે વાત કરી.
I am honored to be confirmed as the ninth Director of the Federal Bureau of Investigation.
Thank you to President Trump and Attorney General Bondi for your unwavering confidence and support.
The FBI has a storied legacy—from the “G-Men” to safeguarding our nation in the wake of…
કાશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના 9મા ડિરેક્ટર તરીકે પુષ્ટિ મળવા બદલ હું સન્માનિત છું. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એટર્ની જનરલ બોન્ડીનો તેમના અતૂટ વિશ્વાસ અને સમર્થન બદલ આભાર. એફબીઆઈનો લાંબો વારસો છે. જી-મેનથી લઈને 9/11 પછી આપણા દેશનું રક્ષણ કરવા સુધી. અમેરિકન લોકો એવી FBIને લાયક છે જે પારદર્શક, જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ હોય. આપણી ન્યાય વ્યવસ્થાના રાજકીયકરણથી જનતાનો વિશ્વાસ ડગી ગયો છે. પણ તે આજે સમાપ્ત થાય છે.’
ઇતિહાસ રચ્યો
કાશ પટેલે ભારતીય મૂળના પ્રથમ FBI વડા બનીને ઈતિહાસ રચ્યો છે. તેમના નામને યુ.એસ. સેનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જો કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાંથી જ જાહેરાત કરી હતી કે તેઓ કાશ પટેલને FBI વડા બનાવશે.
કોણ છે કાશ પટેલ?
મૂળ ગુજરાતી 44 વર્ષીય કાશ પટેલનો જન્મ 25મી ફેબ્રુઆરી, 1980ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના માતા-પિતા ગુજરાતથી પૂર્વ આફ્રિકા ગયા હતા અને પછી ત્યાંથી કેનેડાના રસ્તે થઈને અમેરિકામાં સ્થાયી થયા હતા.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
માત્ર ‘જાગતાં’ રહેવા ખાતર પેટમાં કંઈ પણ પધરાવવાને બદલે મગજને પોષણ મળે એવો ખોરાક લો. ફેબ્રુઆરી મહિનો આવે એટલે જુદી જુદી પરીક્ષાના ભણકારા વાગવા માંડે. આ મહિનાથી સામાન્ય રીતે આપણે ત્યાં બાળકોની એક્ઝામ આવે, જેને કારણે ટેન્શન તેમ જ એક્ઝામ ફોબિયાની શરૂઆત થઈ જાય. પહેલાં દસમા-બારમાની બોર્ડ એક્ઝામ અને ત્યાર બાદ સ્કૂલ તથા કૉલેજની પરીક્ષા આવે. આ સમય બાળકો તેમ જ પેરન્ટ્સ માટે ખૂબ જ નિર્ણાયક હોય છે. ઘણાં બધાં રિસ્ટ્રિક્શન્સ તેમ જ સ્ટ્રેસ સાથેના દિવસોમાં સ્ટડીનો સમય સાચવવામાં બાળકો સાથે પેરન્ટ્સનાં પણ રૂટિન કામકાજ અસ્તવ્યસ્ત થઈ જાય છે. આ દિવસોમાં બાળકોની તો સ્લીપિંગ પૅટર્ન અને આહાર, વગેરે પણ ડિસ્ટર્બ થઈ જાય છે, જેની અસર ચોક્કસપણે એમનાં સ્વાસ્થ્ય પર થાય છે. જેમાં વજન વધે અથવા ઘટે, આળસ-થાક, સ્ટ્રેસ, ગભરામણ, અભ્યાસમાં મન ન લાગે, આંખમાં બળતરા થવી, ચક્કર આવવાં, વગેરે ગણી શકાય.
આવા સમયે બાળકો કયા પ્રકારનો આહાર લઈ રહ્યાં છે એ બાબતે વડીલો પણ સજાગ હોતા નથી, કારણ કે એમનું ધ્યાન પણ બાળકોના અભ્યાસમાં લાગેલું હોય છે. થાય એવું કે ક્યારેક ફક્ત ક્રેવિંગને કારણે અથવા તો ક્યારેક ઊંઘ ન આવે એ કારણે બાળકો એમના હાથમાં જે કંઈ પણ આવે એ ખાઈ લે છે. સ્કૂલ તેમ જ ટ્યુશનની ભાગાભાગીમાં ઘરનો ખોરાક લઈ શકવાનો સમય ન હોવાથી ક્યારેક એ જંકફૂડ તરફ આકર્ષાય છે. આવા સમયે જરૂરી છે કે બાળકોને એવા પ્રકારનો આહાર અપાય કે જે એમને પસંદ તો હોય જ, સાથે સાથે હળવો, ઓછી ચરબીયુક્ત અને હેલ્ધી હોય, જેથી એમને ઊંઘ ન આવે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે. ટૂંકમાં, ભૂખ સંતોષવાની સાથે એનું પરિણામ સારું લાવવામાં પણ એમને ઉપયોગી થાય.
એક્ઝામ સમયે આરોગ્યપ્રદ ખોરાક લેવાય એ જરૂરી છે. એમાં પણ ખાસ તો ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ્સ, બી ગ્રુપનાં વિટામિન્સ અને મિનરલ્સ તેમ જ ઍન્ટિઑક્સિડન્ટ જેવા ફાયદાકારક ન્યુટ્રિયન્ટ. આ તત્ત્વોને મગજનો ખોરાક તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ બધા વિકલ્પ મગજનું સ્વાસ્થ્ય સુધારવા-યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.
આપણે જે ભોજન લઈએ છીએ એ સીધી અથવા આડકતરી રીતે મગજના સ્વાસ્થ્ય પર એક અથવા બીજી રીતે અસર કરે છે. સદ્નસીબે પ્રકૃતિ પણ મગજને ઉત્તેજના આપતા ખોરાકથી ભરેલી છે, પરંતુ હા, એ વાત ચોક્કસ છે કે કોઈ એક એવું સુપર ફૂડ પણ નથી કે જેના દ્વારા તમારું બ્રેન હેલ્ધી રહે. કોઈક હેલ્ધી ખાદ્યોના રેગ્યુલર સમન્વય દ્વારા આપણે એ મેળવી શકીએ છીએ. ખરેખર તો તમારા મગજની તંદુરસ્તી તમારા સમગ્ર જીવન દરમિયાન તમારી આહાર લેવાની પૅટર્ન દ્વારા અસરકારક બને છે. ખનિજ તત્ત્વોમાં સોડિયમ તેમ જ પોટેશિયમનું વ્યવસ્થિત બૅલેન્સ પણ બ્રેનને કન્ટ્રોલ કરવા માટે જરૂરી છે. એક્ઝામ સમયે નિષ્ણાતો તમારા બ્રેનને તંદુરસ્ત રાખવા માટે સારા કે હેલ્ધી ખોરાકનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. એવાં કેટલાંક બ્રેન સુપર ફૂડ્સ વિશે જાણીએ:
મગજને શરીરના કોષોની સરખામણીમાં વધુ શક્તિની જરૂર પડે છે. એકમાત્ર ઊર્જા કે જે બ્રેનનો સીધો ઉપયોગ કરી શકે છે એ ગ્લુકોઝ છે. મગજમાં રહેલા ચેતા કોષો ગ્લુકોઝનો સંગ્રહ કરી શકતા નથી, આથી એનો સતત પુરવઠો આપવા માટે કૉમ્પ્લેક્સ કાર્બનો ઉપયોગ જરૂરી બને છે. આખાં અનાજ, સ્ટાર્ચયુક્ત શાકભાજી (બટેટાં, શક્કરિયાં તથા બીટરૂટ), બધા જ પ્રકારનાં સીઝનલ ફ્રૂટ્સ, વાલ, રાજમા, ચણા જેવાં કઠોળ, વગેરેનો ઉપયોગ કૉમ્પ્લેક્સ કાર્બ તરીકે કરી શકાય.
કેફિન એ નર્વસ સિસ્ટમને ઉત્તેજના આપવાનું કાર્ય કરે છે અને માનસિક પ્રવૃત્તિ વધારી શકે છે. મેમરી માટે તેમ જ ચપળતા લાવવા માટે આ એક અગત્યનો ખોરાક છે. આથી જ આ સમયે કૉફી, ચા, ચૉકલેટ, એનર્જી ડ્રિન્કનો ઉપયોગ કરી શકાય. ભારતીયો માટે આહાર માર્ગદર્શિકા અનુસાર આશરે ૨૦થી ૨૦૦ મિલીગ્રામ કેફિનનો દિવસ દરમિયાન વપરાશ સુરક્ષિત છે.
ચૉકલેટ આપણા મૂડ પર શક્તિશાળી અસર ધરાવે છે. જો તમને દિવસ દરમિયાન ઊંઘ આવતી હોય તો આવા સમયે ડાર્ક ચૉકલેટ ખાવાથી તમારી સતર્કતા અને ધ્યાન વધે છે. આના માટે ઘરે પણ સ્વાદિષ્ટ અને હેલ્ધી ચૉકલેટ અને નટ્સના લાડુ બનાવી શકો છો.
પાલક, મેથી, બ્રોકોલી જેવાં શાકભાજીમાં વિટામિન કે, ફોલેટ અને બીટાકેરોટીન જેવાં મગજની તંદુરસ્તીનાં ખનિજો છે, જેનો ઉપયોગ ફાયદાકારક નીવડી શકે.
નાળિયેર એ સોડિયમ તેમ જ પોટેશિયમનો માતબર સ્રોત છે, જે બ્રેનને સ્ટ્રોન્ગ રાખવામાં મદદ કરશે. નૅચરલ ફ્રૂટ જ્યુસ દ્વારા ફ્રુક્ટોઝ મળશે, જેનાથી બ્રેનને એનર્જી મળશે.
નટ્સમાં પ્રોટીન અને હેલ્ધી ફૅટ્સ ખૂબ સારા પ્રમાણમાં રહેલાં છે. એમાં પણ અખરોટની એક ખાસિયત એ છે કે એ યાદશક્તિ સુધારવામાં મદદ કરે છે. અખરોટમાં આલ્ફા લિનોલેનિક ઍસિડ તેમ જ ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ હોય છે, જે હૃદય તેમ જ મગજ બન્ને માટે ફાયદાકારક છે.
આમ ઉપર જણાવેલ ખાદ્યો દ્વારા બ્રેનને એનર્જી, સારો મૂડ, સ્ફૂર્તિ, જાગ્રતતા, વગેરે મેળવવા માટે મદદ કરશે, જેના દ્વારા વિદ્યાર્થીઓને હેલ્ધી ફૂડની સાથે સાથે સારી મેમરી ડેવલપ કરીને સારી ગુણવત્તાવાળું પરિણામ લાવવા માટે ચોક્કસ ઉપયોગી બનશે, આથી ફક્ત ક્રેવિંગને અનુરૂપ થઈને આહાર લેવાની, પરીક્ષા સમયે વાંચનની સાથે આવા મેમરી બૂસ્ટ આહાર લઈને અભ્યાસમાં મહેનત કરશો તો ચોક્કસ તમારું ધારેલું પરિણામ મેળવવા માટે એ અમુક અંશે મદદરૂપ થશે.
ઑલ ધી બેસ્ટ!
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)