Home Blog Page 1153

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનો ધમાકેદાર વિજય, 1 મનપા અને 66 નગરપાલિકાનું રિઝલ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો હતો. જેનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતગણતરી ચાલી રહી છે. નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિન હરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિન હરિફમાંથી ભાજપની 162, કોંગ્રેસની 1 અને અન્ય 4 સીટ બિન હરીફ થઈ છે.

આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા કુતિયાણા નગરપાલિકાને લઈ કાંધલ જાડેજાની તથા જેતપુર નગરપાલિકાને લઈ જયેશ રાદડિયાની રહી છે. આમ તેમના રાજકીય વર્ચસ્વની પણ પરીક્ષા છે.

  • મહેમદાવાદ નગરપાલિકામાં વિજય થતાં લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી હતી.
  • ખેડામાં આચાર સંહિતાનો ભંગ

ખેડાના ચકલાસી પાલિકામાં જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકર્તાઓ અને વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. વિજેતા ઉમેદવારના સમર્થકોએ રૂપિયા ઉડાડી ઉજવણી કરી હતી.

  • સાણંદ નગર પાલિકામાં ભાજપનો વિજય

સાણંદ નગર પાલિકામાં 28 બેઠકમાંથી ભાજપે 16 બેઠકો પર જીત હાંસલ કરી બહુમતનો આંકડો પાર કર્યો છે. નોંધનીય છે કે, કોંગ્રેસ હજુ સુધી ખાતુ પણ નથી ખોલાવી શકી.

  • જૂનાગઢમાં ભાજપનો ભવ્ય વિજય

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. ભાજપે કુલ 60 બેઠકોમાંથી 40 બેઠકો પર વિજય મેળવી બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે કોંગ્રેસે 7 બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે ગિરિશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા હાર્યો. આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે. ગિરિશ કોટેચા જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર વિજયી થયા.

  • તળાજા રિકાઉન્ટિંગમાં ભાજપ જીત્યો 

ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. અહીં રિકાઉન્ટિંગમાં પણ ભાજપને જીત પ્રાપ્ત થઈ છે. જ્યારે   ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઇ હાડગડા જીતી ગયા છે.

  • જિલ્લા પંચાયતની તમામ પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે 9 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી. જેમાં તમામે તમામ નવ બેઠકો પર ભાજપની જીત થઈ છે. ભાજપે ગાંધીનગર (હાલીસા), ભરૂચ (આછોદ), દાહોદ (પિપેરો), ડાંગ (કડમાળ), અમદાવાદ (અસલાલી), અમદાવાદ (કોઠ), બોટાદ (પાળીયાદ) બેઠકો પર વિજય હાંસલ કરી છે.

  • જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ

અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, 28 બેઠકમાંથી 16 બેઠક પર ભાજપ પહેલાંથી જ બિનહરીફ જાહેર થયું હતું અને આજે અન્ય 12 બેઠક પણ પોતાના કબ્જે કરી છે.

  • સાબરકાંઠાના પરિણામ

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવાર રામજી પંડ્યાએ રિકાઉન્ટિંગની માંગ કરી છે. ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે વોર્ડ નંબર 3 માં ફક્ત 30 મતોનું માર્જિન હોવાના કારણે રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી રહી છે. બીજી બાજુ વિજયનગરની તાલુકા પંચાયતની બાલેટા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.  તલોદના વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. કોડીનારમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા.

  • તાપીના સોનગઢમાં ભગવો લહેરાયો

તાપીના સોનગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે. 28 બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં ભાજપના 16 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. નોંધનીય છે કે, સોનગઢ નગરપાલિકામાં પાંચ બેઠક પર ભાજપ બિનહરીફ રહી હતી.

  • હળવદમાં માહોલ ગરમાયો 

હળવદ વોર્ડ નંબર.3 નું પરિણામ જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. માહોલ ઉગ્ર બનતા પોલીસે સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો.

  • ગઢડા નગરપાલિકામાં ભાજપની જીત

ગઢડા નગરપાલિકા વોર્ડ નંબર 3ની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપની કુલ 8 બેઠકો પર જીત થઈ છે. નોંધનીય છે કે, ચાર બેઠક પર પર ભાજપના ઉમેદવાર પહેલાંથી જ બિન હરીફ જાહેર થયા હતાં.

  • ચાણસ્મા વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલ જીતી 

હળવદમાં વોર્ડ નંબર 1માં ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો છે ત્યારે ચાણસ્મામાં વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલ જીતી જતાં ખાતું ખુલી ગયું છે.

  • વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સત્તા મળવાની શક્યતા 

વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો 11 બેઠકો પર ભાજપ બિનહરિફ રહ્યા બાદ હવે વધુ ચાર બેઠકો જીતી ગયો છે. વાંકાનેરમાં કુલ 28 બેઠકો છે. જેમાં મોટાભાગની બેઠકો ભાજપને મળે તેવી શક્યતાને જોતાં સત્તામાં અહીં ભાજપ આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

  • ગાંધીનગરમાં રૂપાલ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો વિજય

તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું ખોલતાં ગાંધીનગરના રુપાલમાં વિજયી શરૂઆત કરી છે. અહીં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે. જ્યારે ગાંધીનગરમાં તાલુકા પંચાયતની બે બેઠક પર ભાજપ જીત્યો છે. રાયપુર તાલુકા પંચાયતની બેઠક ભાજપ જીતી ગયો છે.

  • કાલોલમાં 10 સીટ પર અપક્ષનો વિજય
  • દ્વારકામાં તમામ 28 સીટ પર ભાજપની જીત
  • પ્રાંતિજ નગરપાલિકા પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. ભાજપે એકતરફી વિજય હાંસલ કર્યો છે.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલનો જંગી લીડથી વિજય થયો છે. તેમની 21201 મતથી જીત થઈ છે. 
  • બોરિયાવી નગરપાલિકાના વોર્ડ નંબર 1 ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારને જીત મળી હતી. 
  • આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપના 1 અને અપક્ષના 3 ઉમેદવારો જીત્યાં છે. 
  • છોટાઉદેપુર ન.પા.વોર્ડ નંબર 1 માં 1 કોંગ્રેસ અને 3 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. 
  • ધરમપુર વોર્ડ નંબર 1માં ચારેય અપક્ષ ઉમેદવારની પેનલ જીતી.
  • બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવારો જીત્યાં હતા. 
  • સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો.
  • માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર 1માં પણ ભાજપની પેનલ જીતી છે. 
  • સંતરામપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ આગળ નીકળી ગઈ છે. 
  • ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાણવડની 24 પૈકી 8 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા.  
  • કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીતી ગયા છે. 
  • વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી.
  • ખેડબ્રહ્માં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ એટલે કે ચારેય ઉમેદવાર વિજયી બન્યા છે.
  • હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં પણ ભગવો લહેરાયો છે. 
  • ચોરવાડ નગરપાલિકામાં પહેલો વોર્ડ ભાજપે જીત્યો હતો. જામજોધપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. 
  • ચલાલા નગર પાલિકાની ચૂંટણીમાં તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર કરાયા છે. આ સાથે ભાજપના 24 ઉમેદવારો જીતી ગયા છે
  • લુણાવાડામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા.
  • ધ્રોલ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા.
  • સાણંદ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલની જીત થઇ હતી.
  • સાણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની જીત 
  • જામજોધપુરના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી 
  • કોડીનારમાં ભાજપની પેનલ જીતી  
  • તલોદના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય 
  • તાપીના સોનગઢ વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી, 28 બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં 4 ઉમેદવારોની જીત સાથે ખાતું ખુલ્યું.  

કેટલી બેઠકો બિનહરિફ રહી

પાલિકા-પંચાયતની ચૂંટણીમાં 5084 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ છે ત્યારે 1677 જન પ્રતિનિધિઓની આજે પસંદગી થઇ જશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી યોજાય તે પહેલા નગરપાલિકામાં ભાજપની 150 બેઠકો બિનહરિફ જાહેર કરાઈ હતી. આ ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની 9 બેઠકો બિનહરિફ જાહેર કરાઈ હતી. જોકે કોંગ્રેસની માત્ર 3 બેઠક બિનહરિફ રહી હતી જ્યારે ભાજપના 21 મુસ્લિમ ઉમેદવારો પણ બિનહરિફ રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે 4 નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતીમાં આવી ગયો હતો. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલ બેઠકનો સમાવેશ થાય છે.

દાદા-દાદીએ બનાવ્યો રેકોર્ડ: 84 વર્ષનું લગ્નજીવન, 100થી વધુ પૌત્ર-પૌત્રીઓ

બ્રાઝિલ: અહીં એક દંપતીના નામે સૌથી લાંબા લગ્નજીવનનો રેકોર્ડ નોંધાયો છે, જેઓ 84 ​​વર્ષથી લગ્નગ્રંથિથી બંધાયેલા છે. આ દંપતીના લગ્નને 84 વર્ષનો રેકોર્ડ છે અને તેમના 100થી વધુ પૌત્ર-પૌત્રીઓ છે. મેનોએલ અને મારિયાએ 1940માં બ્રાઝિલના સિએરામાં બોઆ વેન્ચુરાના ચેપલમાં લગ્ન કર્યા. આ પહેલા, બંનેને તેમના પરિવારને મનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી.

આ રીતે મળ્યા

તેમની વાર્તા 1936માં શરૂ થઈ હતી, જ્યારે મનોએલ પરંપરાગત બ્રાઝિલિયન કેન્ડી, રાપાદુરાસનો શિપમેન્ટ લેવા માટે બોઆ વિઆગેમના અલમેડા વિસ્તારમાં ગયા હતા. અહીં તેઓ પહેલી વાર મારિયાને મળ્યા. જો કે, તેમના સંબંધો તરત જ શરૂ ન હતા થયા. 1940માં થયેલી મુલાકાતે તેમના સંબંધોને ફરીથી જીવંત કર્યા અને મનોએલને ખાતરી થઈ ગઈ કે મારિયા જ તેના માટે યોગ્ય છે, તેથી તેમણે તેના પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો. મારિયાએ તે પ્રેમનો સ્વીકાર કર્યો.મારિયાના માતા શરૂઆતમાં આ સંબંધ અંગે રાજી ન હતા, જેના કારણે મનોએલને પોતાની યોગ્યતા સાબિત કરવાની ફરજ પડી. તેમના ભવિષ્ય માટે નિર્ધારિત, તેમણે તેમના માટે ઘર બનાવવાનું શરૂ કર્યું. એકવાર તેણીને પરિવારની સ્વીકૃતિ મળી ગઈ, પછી બંનેએ લગ્ન કરી લીધા અને સાથે જીવન શરૂ કર્યું.

ઘણી પેઢીઓ જોઈ છે

દાયકાઓ સુધી, તેમણે ખેતીમાં ખંતથી કામ કર્યું. પોતાના વધતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોલ્ડ તમાકુ ઉગાડ્યું. તેમણે 13 બાળકોનો ઉછેર કર્યો, જેમણે પાછળથી તેમનો વંશ વધાર્યો. જે 55 પૌત્ર-પૌત્રીઓ, 54 પ્રપૌત્ર-પૌત્રીઓ અને 12 પ્રપૌત્ર-પૌત્રીઓ સુધી વિસ્તર્યો છે.

હવે વૃદ્ધાવસ્થામાં, મનોએલ અને મારિયા શાંતિથી પોતાના દિવસો વિતાવે છે. તેમની ઉંમરને કારણે, મનોએલ દિવસ દરમિયાન આરામ કરે છે, પરંતુ દરરોજ સાંજે, તેઓ ટેલિવિઝન જોતા પહેલા રેડિયો પર રોઝરી પ્રાર્થના સાંભળવા માટે લિવિંગ રૂમમાં મારિયા સાથે જોડાય છે.

વિશ્વ રેકોર્ડ

લોંગેવિક્વેસ્ટે તેમના વિસ્તૃત પરિવારની મદદથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડની પુષ્ટિ કરી. જ્યારે મેનોએલ અને મારિયા સૌથી લાંબા સમય સુધી ટકેલા લગ્નનો રેકોર્ડ ધરાવે છે, ત્યારે વિવિધ જાતિઓ વચ્ચેનો સૌથી લાંબો લગ્ન ડેવિડ જેકબ હિલર (જન્મ 1789) અને સારાહ ડેવી હિલર (જન્મ 1792) વચ્ચેનો હતો, જેઓ 1898માં સારાહના મૃત્યુ સુધી 88 વર્ષ અને 349 દિવસ સુધી લગ્નજીવનમાં રહ્યા.

આ પહેલા, હર્બર્ટ ફિશર (યુએસએ, જન્મ 1905) અને ઝેલમીરા ફિશર (યુએસએ, જન્મ 1907) ના નામે સૌથી લાંબા લગ્નનો રેકોર્ડ હતો, તેઓ 27 ફેબ્રુઆરી, 2011ના રોજ હર્બર્ટના મૃત્યુ સુધી 86 વર્ષ અને 290 દિવસ સાથે રહ્યા હતા.

હીરાનો મોલ ઝવેરી જ કરે

       હીરાનો મોલ ઝવેરી જ કરે

 

હીરાની પરખ ઝવેરી જ જાણે. ગુણની કદર ગુણવાન જ કરી શકે. વસ્તુની યોગ્યતા તેનો પારખનાર જ નક્કી કરી શકે. ક્ષમતા વગર પરખ કરી શકાતી નથી. બગલો અને હંસ બંનેનો મૂળભૂત તફાવત દર્શાવતો શ્લોક કાંઈક આ પ્રમાણે છે –

હંસો શ્વેત: બકો શ્વેત:

કો ભેદ બક: હંસયો

નીરક્ષીર વિવેકેતુ

હંસો હંસ: બકો બક:

આમ નીરક્ષીર વિવેક કરવાની ક્ષમતા કોઈ પણ વસ્તુના પરીક્ષણ માટે પાયાની જરૂરિયાત છે. હીરા કે ઝવેરાત માટેની આવી ક્ષમતા ઝવેરી ધરાવે છે. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

લેબનોનમાં યુદ્ધવિરામ પહેલા, ઈઝરાયલે હમાસના ઓપરેશન હેડને ઠાર કર્યો

ઈઝરાયલ: ગાઝામાં હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે, ઇઝરાયલી સેનાએ લેબનોનમાં તેના ઓપરેશન હેડ મુહમ્મદ શાહીનની હત્યા કરી દીધી. સોમવારે સવારે સિડોન વિસ્તારમાં IDFના હુમલામાં તેનું મોત થયું હતું. શાહીન હમાસનો ટોચનો કમાન્ડર હતો, જે ઇઝરાયલી નાગરિકો સામેના વિવિધ આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર હતો. તે ઈરાનના નિર્દેશ પર કાવતરું ઘડતો હતો.

ઇઝરાયલી લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે યુદ્ધવિરામ પૂર્ણ થવાની સમયમર્યાદા પછી પણ તેમના સૈનિકો લેબનોનમાં પાંચ સ્થળોએ તૈનાત રહેશે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 14 મહિનાના યુદ્ધવિરામની શરતો હેઠળ IDF દક્ષિણ લેબનોનમાંથી પાછી આવી જશે. આ પહેલા સોમવારે ઇઝરાયલે ડ્રોન હુમલામાં હમાસના એક મુખ્ય કમાન્ડરની હત્યા કરીને મોટો સંદેશ આપ્યો હતો.

બીજી તરફ, યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર તેમની ગાઝા યોજનાનો પુનઃરોચ્ચાર કર્યો છે, જેને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ગાઝાના લોકોને ત્યાંથી જવાનો વિકલ્પ આપવો જોઈએ. રવિવારે જેરુસલેમમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને મળ્યા બાદ નેતન્યાહૂએ કહ્યું કે ટ્રમ્પની યોજના સાચી છે. ગાઝાના લોકોને પસંદગીનો મોકો આપવો જ જોઇએ.

તે જ સમયે, યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંધકોની મુક્તિનો ઉલ્લેખ કરીને ઇઝરાયલને ટેકો આપ્યો. તેમણે કહ્યું કે બંધકોની મુક્તિ અંગે હમાસ અને ઇઝરાયલ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઇઝરાયલ જે ઇચ્છે તે કરી શકે છે. અમેરિકા સંપૂર્ણપણે ઇઝરાયલની સાથે છે. આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરીથી તેમની ગાઝા યોજનાનો પુનઃરોચ્ચાર કર્યો. ઇઝરાયલી વડાપ્રધાને તેમની યોજનાને ટેકો આપ્યો.

આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિએ ગાઝા પરના કબજા અંગે આરબ દેશોને ચેતવણી આપી હતી. એક મુલાકાતમાં, તેમણે ખાસ કરીને જોર્ડન અને ઇજિપ્તને ધમકી આપતા કહ્યું કે તેઓ દર વર્ષે તેમને અબજો ડોલરની મદદ કરે છે. તેથી, જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો તે આ મદદ બંધ કરશે. તેમણે કહ્યું કે તેમની ગાઝા યોજના મુજબ, પેલેસ્ટિનિયનોને ગાઝા પાછા ફરવાનો કોઈ અધિકાર નથી.

તેમણે સૂચન કર્યું કે ગાઝાના લોકોને ફક્ત જોર્ડન અને ઇજિપ્તમાં જ અસ્થાયી રૂપે પુનઃર્વસન કરવામાં આવશે. દરમિયાન, બે દાયકા સુધી હ્યુમન રાઇટ્સ વોચના વડા રહેલા કેનેથ રોથે ટ્રમ્પના નિવેદનની સખત નિંદા કરી. તેમણે તેને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો અને કહ્યું કે તે વંશીય સફાઇ હશે. એટલું જ નહીં, કેનેશે ટ્રમ્પના પ્રસ્તાવને ચોથા જીનીવા સંમેલનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન પણ ગણાવ્યું.

તમને જણાવી દઈએ કે વોશિંગ્ટનમાં નેતન્યાહૂ સાથે મુલાકાત બાદ, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 4 ફેબ્રુઆરીએ આ ચોંકાવનારી જાહેરાત કરી હતી. તેમણે ગાઝામાં 2.2 મિલિયન પેલેસ્ટિનિયનોને ફરીથી વસાવવા અને દરિયાકાંઠાના પ્રદેશને યુએસ નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે, ટ્રમ્પના આ પ્રસ્તાવને માત્ર હમાસ દ્વારા જ નહીં પરંતુ જોર્ડન, ઇજિપ્ત અને સાઉદી સહિત ઘણા આરબ દેશોએ પણ નકારી કાઢ્યો હતો.

રિચા ચઢ્ઢાનું ‘ઓયે લકી! લકી ઓયે!’ થી નસીબ ચમક્યું ન હતું

રિચા ચઢ્ઢાને પહેલી હિન્દી ફિલ્મ જલદી મળી ગઈ હતી પરંતુ એ પછી બે વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. દિલ્હીમાં જન્મેલી રિચા કોલેજ સુધી અભ્યાસ કરીને પત્રકાર બનવાની ઈચ્છા લઈ મુંબઈમાં મીડિયાનો ડિપ્લોમા કોર્સ કરવા આવી હતી. એ સાથે થિયેટરમાં પણ શોખથી કામ શરૂ કર્યું હતું.

રિચાએ પુરુષો માટેના એક જાણીતા મેગેઝીનમાં ઇન્ટર્નશીપ પણ શરૂ કરી હતી. ત્યારે ખબર ન હતી કે એણે જે અભય દેઓલ સાથે મેગેઝીનમાં ફેશન ફીચર માટે ફોન પર વાત કરી હતી એની સાથે જ થોડા મહિનામાં ફિલ્મ કરવાની હતી. અભય દેઓલે ત્યારે રિચાને એમ કહીને ના પાડી હતી કે તેની ‘દેવ ડી’ આવે પછી લખજે.

કોલેજનો અભ્યાસ પૂરો કરી રિચા નાટકમાં કામ કરવા લાગી હતી. રિચાને જાણીતા થિયેટર કોચ અને નિર્દેશક બેરી જોનનું નાટક ‘બગદાદ કા ગુલામ’ મળ્યું હતું. એ નાટક જોવા માટે નિર્દેશક દીબાકર બેનર્જીના સહાયક કનુ બહેલ આવ્યા હતા. એમણે રિચાનું કામ જોયું અને ફિલ્મ ‘ઓયે લકી! લકી ઓયે!’ (૨૦૦૮) ના ઓડિશન માટે બોલાવી અને ‘ડોલી’ની ભૂમિકા માટે પસંદ કરી લીધી હતી. ફિલ્મનો હીરો એ જ અભય હતો જેનો એ એક સમય પર ઇન્ટરવ્યુ કરવાની હતી.

પહેલી ફિલ્મ ‘ઓયે લકી! લકી ઓયે!’ થિયેટરમાં બહુ ચાલી નહીં પરંતુ પાછળથી એક કલ્ટ ફિલ્મ બની ગઈ હતી. ફિલ્મ ચાલી ન હોવાથી રિચાએ એમ માન્યું હતું કે તે આગળ ફિલ્મોમાં કામ કરી શકશે નહીં અને કોઈ ઓફર પણ આવી રહી ન હતી. તેથી માની લીધું હતું કે ફિલ્મોમાં કામ કરી શકશે નહીં એટલે ટીવીમાં, જાહેરાતોમાં અને થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એમાં બે વર્ષ નીકળી ગયા હતા અને એક જાહેરાતમાં એ અનુરાગ કશ્યપ સાથે કામ કરતી હતી ત્યારે એમણે ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’ (2012) માં નગમા ખાતૂનની ભૂમિકા આપી હતી. એમાં યુવાનીના દિવસોમાં એક માતાની ભૂમિકા હોવા છતાં રિચાએ સ્વીકારી લીધી હતી.

આ ફિલ્મની સફળતા પછી રિચાનું નસીબ ચમકી ગયું હતું અને ફુકરે, રામલીલા વગેરે ફિલ્મો મળી હતી. ફિલ્મ ‘ફુકરે’ માં રિચાને પતિ પણ મળ્યો હતો. ફિલ્મને કારણે રિચા અને અલી ફઝલની મુલાકાત થઈ હતી અને બંને પરણી ગયા હતા.

મસ્કની મોટી જાહેરાત, ‘પૃથ્વીનું સૌથી સ્માર્ટ AI’ Grok 3 ટૂંક સમયમાં લોન્ચ

અમેરિકા: આજે, ભારત સહિત વિશ્વના અનેક દેશો ‘સૌથી સ્માર્ટ AI’ ના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આવો દાવો બીજા કોઈએ નહીં પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે X પ્લેટફોર્મ પર દાવો કર્યો હતો કે તેઓ આજે વિશ્વનું સૌથી ઝડપી Grok 3 AI લોન્ચ કરવા જઈ રહ્યા છે. એલોન મસ્કની X પોસ્ટ મુજબ, Grok 3 સોમવારે રાત્રે 8 વાગ્યે યુ.એસ. સમય અનુસાર ડેમો સાથે રિલીઝ થશે. ભારતીય સમય મુજબ, આ લોન્ચ મંગળવારે સવારે 9 થી 9:30 વાગ્યાની વચ્ચે થઈ શકે છે.

AI કંપની સાથે સંઘર્ષ
એલોન મસ્ક દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અન્ય AI ખેલાડીઓ સાથે તેમનો સંઘર્ષ ચાલી રહ્યો છે. તાજેતરમાં, ટેસ્લાના CEO એલોન મસ્કે OpenAI ખરીદવાની ઓફર કરી હતી અને ત્યારબાદ OpenAIના CEO સેમ ઓલ્ટમેને તે ઓફરને નકારી કાઢી હતી. આ પછી બંને વચ્ચે ઝઘડો શરૂ થયો.OpenAIની સ્થાપક ટીમનો ભાગ રહ્યા છે

ટેસ્લાના CEO એલોન મસ્ક પણ OpenAIની સ્થાપક ટીમનો ભાગ રહ્યા છે. OpenAIની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. આ પછી, એલોન મસ્ક આ ટીમથી અલગ થઈ ગયા અને બાદમાં ગ્રોક નામનું પોતાનું AI પ્લેટફોર્મ વિકસાવવાની યોજના બનાવી. તેનો ઉપયોગ X પ્લેટફોર્મ પર સરળતાથી થઈ શકે છે.
DeepSeek અને ChatGPT સાથે સ્પર્ધા કરશે

Grok 3ના લોન્ચ પછી, AI ક્ષેત્રમાં સ્પર્ધા વધશે. Grok 3 લોકપ્રિયતાના રેકોર્ડ તોડવા માંગે છે. તાજેતરમાં, ચીની સ્ટાર્ટઅપ DeepSeekએ તેની ઓછી કિંમતને કારણે લોકપ્રિયતા મેળવી છે. DeepSeekR1ની ChatGPT સાથે સ્પર્ધા છે. હવે Grok 3 પણ આ રેસમાં જોડાશે.

VIDEO: કેનેડાના ટોરોન્ટોમાં વિમાન અકસ્માત, એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાન ક્રેશ

કેનેડા: ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ નંબર 4819ને લેન્ડિંગ સમયે અકસ્માત નડ્યો હતો. આ ફ્લાઇટ મિનિયાપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટથી ટોરેન્ટ પિયર્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જઇ રહી હતી. જો કે ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પર લેન્ડિંગ સમયે અકસ્માતનો ભોગ બની હતી. વિમાનમાં 80 લોકો સવાર હતા, જેમાંથી 76 મુસાફરો અને 4 ચાલક દળના સભ્યો હતા. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, આ દુર્ઘટનામાં 18 લોકોને ઇજા પહોંચી છે.

કેનેડાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 65 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. જેના લીધે વિમાનને અકસ્માત નડ્યો હોવાનું અનુમાન છે. જો કે હજુ સુધી અકસ્માતનું ચોક્ક્સ કારણ જાણી શકાયું નથી. હાલમાં યુ.એસ. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટિ બોર્ડ મદદે પહોંચી ગયું છે. એક રિપોર્ટ અનુસાર ઘટનાસ્થળ પર હાજર પેરામેડિકલ સ્ટાફે પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં બે મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.

ADR રિપોર્ટ: ભાજપ દેશનો સૌથી ધનવાન પક્ષ, જાણો કેટલી છે કમાણી?

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં ભાજપને સૌથી વધુ 4340.47કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. આ રકમ સાથે જ ફંડ મેળવનારા રાજકીય પક્ષોમાં ભાજપ ટોચના સ્થાને છે. ADR દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ભાજપે પોતાને વર્ષ 2023-24 દરમિયાન 4340.47 કરોડ રૂપિયા મળ્યાની જાહેરાત કરી હતી. જેમાંથી માત્ર 50 ટકા જ ખર્ચ કરવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. ADRએ જણાવ્યું હતું કે ભાજપે મળેલા કુલ ફંડના 50 ટકા એટલે કે આશરે 2211.59 કરોડ રૂપિયા ખર્ચ નથી કર્યો. જ્યારે કોંગ્રેસને ગત નાણાકીય વર્ષ દરમિયાન 1225.12 કરોડ રૂપિયા દાન તરીકે મળ્યા હતા. જેની સામે 1025 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, જે કુલ આવકના 83 ટકા છે. તમામ પક્ષોને સૌથી વધુ ફંડ ઇલેક્ટોરલ બોન્ડથી મળ્યું છે. ઇલેક્ટોરલ બોન્ડથી ભાજપને સૌથી વધુ 1685.63 કરોડ, કોંગ્રેસને 825.36  કરોડ, આમ આદમી પાર્ટીને 10.15 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ત્રણેય પક્ષોને કુલ 2524 કરોડ રૂપિયા એટલે કે આશરે 43ટકા રકમ ઇલેક્ટોરલ બોન્ડથી મળી હતી.

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ રદ કર્યા હતા, એક RTIમાં ADRને બેન્કે જવાબ આપ્યો હતો કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન વિવિધ રાજકીય પક્ષોએ તેમને ઇલેક્ટોરલ બોન્ડથી મળેલા રૂ. 4507 કરોડ વટાવી લીધા છે. જેમાં રાષ્ટ્રીય પક્ષોની રકમ 2524.13 કરોડ રૂપિયા એટલે કે 55.99 ટકા છે. કોંગ્રેસે સૌથી વધુ ચૂંટણી સાથે સંકળાયેલો આશરે 619 કરોડનો ખર્ચ કર્યો હતો, જ્યારે 340 કરોડ વહીવટી અને સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે. CPIMએ 56 કરોડ વહીવટી ખર્ચ કર્યો હતો. જ્યારે 47 કરોડ કર્મચારીઓ પાછળ ખર્ચ થયો હતો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫