Home Blog Page 1163

વાસ્તુ: ઈશાનમાં ઓવરહેડ પાણીની ટાંકી હોય તો શું થાય?

માણસને જાત જાતના શોખ હોય. પણ ક્યારેય એવા શોખ વિષે સાંભળ્યું છે કે જેના માટે કોઈ અન્યની ખાસિયત પારખવી પડે? ભોળપણ અને નિસ્વાર્થપણું એ ખાસિયત જોઇને કોઈના મોઢામાં લાળ આવે એવો શોખ પણ હોય. કોઈને છેતરવાનો શોખ હોય એવા માણસો જોયા છે? વળી આવા માણસોને બડાસ હાંકવાની ટેવ હોય કે અમે એટલા હોંશિયાર છીએ કે અમારે ત્યાં લોકો સામેથી છેતરાવા આવે.

આવા લોકો પકડાઈ જાય ત્યારે પોતે મહા પરાક્રમ કર્યું હોય એ રીતે સામે વાળાને નીચા દેખાડીને પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરે એવું પણ બને. જો કે આવા લોકોના જીવનમાં ઘણા બધા ચડાવ ઉતાર આવતા હોય છે. કર્મનો સિદ્ધાંત એની જગ્યાએ કામ કરે જ છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારા લગ્નને ઘણા વરસ થયા ત્યાં સુધી મારા પતિ સફળ ન થઇ શક્યા. એક દિવસ મારા પતિ એક ભલા માણસને અમારા ઘરે લઇ આવ્યા. એમની મદદથી અમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો. એમની ફી અમે નહિ આપી શકીએ એ મેં એમને કરગરીને સમજાવી દીધું. પછી તો મારા સગા સંબંધીઓને પણ મેં એમની આવડતનો મફતમાં લાભ અપાવ્યો.

હું મારા મીત્રવર્તુળમાં બધાને કહેતી કે આ માણસ મારા પુરા કંટ્રોલમાં છે. એને એટલો ઘસારો આપ્યો કે એટલું તો કોઈ ના ઘસાય. એક વખત તો મેં જાહેરમાં એમની આ ખાસિયત કહી અને એ પણ એમની હાજરીમાં. મને મારી આ આવડત પર ગર્વ હતો. એમની લાખો રૂપિયાની ફીની સામે મને મારા મિત્રો મદદ કરતા. બસ, દુ:ખી દેખાવાનું અને એ માણસ પીગળી જાય. થોડા સમય પહેલા અમે આર્થિક તકલીફમાં છીએ એવું કહીને અમે આર્થિક મદદ પણ લીધી. અને એ માણસને એવો લીધો કે હવે તો મારા લીધે મારા ગ્રુપમાં પણ બધા એને સરળતાથી છેતરે છે.

પણ અચાનક મારાથી એને સત્ય કહી દેવાયું. એ હવે પૈસા પાછા માંગે છે. એવો કોઈ ઉપાય આપો જેનાથી એ આ દુનિયામાં જ ન રહે. મારે પૈસા પાછા ન આપવા પડે.

જવાબ: વાહ. જેણે તમને આજીવન મદદ કરી એ આ દુનિયામાં જ ન રહે. એવો વિચાર તમને જ આવી શકે. તમારી છેતરવાની આવડત સિવાય કોઈને મારી નાખવાની સિદ્ધિ પણ તમે જાહેરમાં ચર્ચી શકશો. તમારા જેવા લોકોના લીધે જ દુનિયામાં ભલા માણસો કોઈના ઉપર જલ્દી વિશ્વાસ નથી કરતા.

તમારે એના પૈસા પાછા આપીને માફી માંગી લેવી જોઈએ. તમે સોનાના ઈંડા આપતી મરઘીને મારવા જઈ રહ્યા છો. પણ જો કે હવે એ ચોક્કસ તમારા હાથમાં નહિ આવે. તમને માત્ર સલાહ આપી શકાય. તમારી ઉર્જા વધારવી એ રાક્ષસને વરદાન આપવા બરાબર છે.

સવાલ: ઈશાનમાં પાણી હોવું જોઈએ. પણ જો ઈશાનમાં ઓવર હેડ ટાંકી હોય તો શું થાય?

જવાબ: ઈશાનમાં પાણી હોવું જોઈએ એ વાત અધુરી છે. ઈશાનમાં ઓવરહેડ ટાંકી ન રાખી શકાય. વાસ્તુ શાસ્ત્રમાં પાણીના સ્થાન અને પ્રમાણ વિષે ઘણી વાત છે. ઇશાન હૃદય સાથે જોડાયેલી દિશા છે. તેથી જો ઓવરહેડ ટાંકી રાખવામાં આવે તો હૃદયને લગતી નકારાત્મક ઉર્જા ઉદભવી શકે. તેથી ઈશાનમાં ઓવરહેડ ટાંકી ન રાખવાની સલાહ છે.

સુચન: વાસ્તુની ઉર્જા અને કર્મ બંને એક બીજા સાથે જોડાયેલા છે. તેથી બંનેની ઉર્જા જીવનને સમૃદ્ધ બનાવવા માટે જરૂરી છે.

( આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )  

માઇક્રો રિટાયરમેન્ટ : એ વળી કઇ બલા છે?

હમણાં એલન મસ્ક અને ઇન્ફોસીસના વડા નારાયણ મૂર્તિના કેટલા કલાકો કામ કરવું જોઈએ એ મતલબના નિવેદનોની ભારે ચર્ચા છે. યુવાનોએ વીકના 90 કલાક કે 120 કલાક કામ કરવું જોઇએ એવી સલાહો આપવામાં આવે છે. આજની પેઢી પોતાની આગવી સમજણ અને કોઠાસૂઝથી આ પ્રેશર સામે લડવા સજ્જ થઇ રહી છે. જ્યાં તેઓ કામમાં સર્જનાત્મકતા લાવવા તેમજ હાઇપર વર્કલોડ સાથે પોતાની પર્સનલ લાઈફ બેલેન્સ કરતાં શીખી રહી છે.

સોશિયલ મીડિયા અને ન્યુઝ અપડેટસમાં વારંવાર અનેક જાણીતી હસ્તીઓના બ્રેક અપ અને ડિવોર્સના ખબરને જોઈને આપણને નવાઈ નથી લાગતી કેમ કે હવે આ બધુ સામાન્ય બની રહ્યું છે. કારણ કે આપણે જાણીયે છીએ કે અંડર્સ્ટેન્ડિંગ અને એક્સટર્નલ અફેર્સ સિવાય લગભગ દરેક રિલેશનશીપ માટે સૌથી મૂળભૂત કારણ સમયનો અભાવ જ રહ્યો છે. જ્યાં સંવનન અને સમજ માટે પણ સમય જરૂરી છે ત્યાં કેરિયર બનાવવાની અને તેમાં અવલ્લ આવવાની હોડ, અસંખ્ય સબંધો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. એક સર્વે મુજબ મોટાભાગના લગ્ન જીવન તૂટવાનું કારણ વર્કલોડ માનવામાં આવે છે. થોડા સમય પહેલાં કોર્પોરેટ જગતમાં, ખાસ કરીને યુવાઓમાં ‘બર્નિગ આઉટ’ શબ્દ ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો. બર્નિગ આઉટનો સામાન્ય ભાષામાં અર્થ થાય છેઃ ‘અકળાવું’.

થોડા સમય પહેલા અમેરિકાની સિલિકોન વેલીમાં કામ કરતાં એક કન્ટેન્ટ રાઇટરે પોતાના સોશિયલ મીડિયાના અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો, જેમાં તેણે ખુલાસો કર્યો કે પોતાની અધધ સેલેરી વાળી જોબ છોડીને તે ખૂબ ખુશ છે. એટલું જ નહિ તેણે બીજાને પણ આવું કરવા માટે અપીલ કરી હતી કે જો તમે તમારી જોબથી અકળાઈ ગયાં હોય તો જોબ છોડી દો, ભલે તે ગમે તેટલી ઉચ્ચ હોય. ટીકટોક પરના આવાં ઘણા વિડિયોઝ બાદ યુવાઓમાં નવા વિચારો શરૂ થવા લાગ્યા. ત્યારબાદ તબક્કા વાર અનેક ટ્રેન્ડ બદલાયા, ‘કોફી બેજીંગ’, ક્વાઇટ કવિટિંગ, અને હવે એમાનું જ, પણ લેટેસ્ટ આવ્યું છે ‘માઈક્રો રિટાયરમેન્ટ’.

માઈક્રો રિટાયરમેન્ટ શું છે?

નવા શબ્દોમાં છુપાયેલ જૂનો અભિગમ પ્રકટ કરતાં આ શબ્દોના અર્થ કોઈ નવા નથી. જેમ જમીનમાં સતત પાક લેતાં લેતાં જમીનની ગુણવત્તા સાચવવા જમીનને એકાદ વર્ષ માટે ખેતી વિહોણી છોડવી પડે છે તેમ આ અભિગમ શારીરિક અને માનસિક કાર્યશીલતા વધારવા તેમજ પરિવારજનો માટે સમય ફાળવવા માટે નવી પેઢી દ્વારા અપનાવવવામાં આવેલો કન્સેપ્ટ છે, જેમાં નિવૃત્તિની ઉંમર ન હોવા છતાં યુવાનો અનિશ્ચિત સમય માટે કામમાંથી બ્રેક લે છે અને જોબ છોડે છે, પ્રવાસો કરે છે, પોતાના લોકો માટે સમય ફાળવે છે, શોખ પુરા કરે કે કોઈ સ્ટાર્ટ અપ કરે છે, જેમાં તે જીવનનો ખરો આનંદ માણી શકે.

માઇક્રો રિટાયરમેન્ટ માટેના મૂળભૂત કારણો

મૉડર્ન વર્કલાઈફ અને જીવનશૈલીમાં બદલાવના લીધે માઇક્રો રિટાયરમેન્ટ જરૂરી બની રહ્યું છે, જેના માટે ઘણા કારણો જવાબદાર છે.

1. નોકરીમાં બર્નઆઉટ (Burnout)

બર્નઆઉટ એટલે કે કંટાળી જવું. વર્કલોડ, પ્રેશર અને એક સરખા કામને લીધે જીવન મશીન જેવું લાગે છે. બોરડમ વધવાના લીધે વારંવાર જોબ છોડી દેવાનું મન થાય છે.

 

2. કેરિયરના નવા વિકલ્પો

આપણે ઘણીવાર એવુ વાંચેલું કે સાંભળેલું હોય છે કે મોટી જોબ છોડીને કોઈ ખેતી કરે છે કે કોઈ નવું સ્ટાર્ટ અપ કરે છે તો એની પાછળનો મુખ્ય હેતુ પોતાની સ્કિલના ગ્લોબલ એક્સપોઝર માટેનો હોય છે. આ ઉપરાંત, લોકો ફ્રિલાન્સિંગ જોબ તરફ વધારે આકર્ષિત થઇ રહ્યા છે, જ્યાં તેઓ પોતાની મરજી મુજબ કામ કરવાનું વધુ પસંદ કરે છે.

3. પર્સનલ લાઈફનું મહત્વ

એક સર્વે પ્રમાણે 70 ટકા બ્રેકઅપનું કારણ બીઝી લાઈફ સ્ટાઇલ હોય છે. યુવાનો હવે આ બાબતે વધુ મેચ્યોર બની રહ્યા છે. પોતાના સાથી પ્રત્યે સમય ફાળવવો એ સબંધની તંદુરસ્તી માટે જરૂરી બન્યું છે.

માઈક્રોરિટાયરમેન્ટ પછી શુ?

કોરોના મહામારી બાદ માણસ જીંદગીને માણતા શીખ્યો છે. ‘ઓછામાં ઘણું જીવવું’ ના બોધને જાણ્યો છે. પરંતુ આ એક અત્યંત જોખમી પ્રકિયા છે, જેમાં ઘણીવાર નવી આશાઓ અને ઉત્સાહ પર પાણી ફરતાં વાર લાગતી નથી. એક્સપર્ટસના મત મુજબ જો તમારી પાસે આર્થિક સધ્ધરતા હોય તો જ તમે આ રિસ્ક લઇ શકો છો. કામના બ્રેક બાદ પ્રવાસ, મોજ શોખમાં બમણી આવક પણ જઈ શકે છે. આ ઉપરાંત, ચોક્કસ સમય બાદ પણ યોગ્ય જોબ માટેનો સંઘર્ષ તો ખરો જ. બધું મૂકીને નવું સ્ટાર્ટઅપ કરવામાં ઘણા જોખમ પણ છે. દરેક સાહસને સફળતા મળે જ એ પણ જરૂરી નથી એટલે જાણકારોના મત મુજબ માઈક્રોરિટાયરમેન્ટ પહેલાં નાણાકીય અને કેરિયરની અનિશ્ચિત્તા વિશે વિચાર કરવો પણ ખૂબ જરૂરી છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

નો માર્કેટિંગ…

તાજેતરમાં ઘણા દિવસો પછી પાર્લાની ગજાલીમાં જવાનું યોગ આવ્યો. તેને યોગ જ કહેવું જોઈએ, કારણ કે ઐસે મૌકે બાર બાર નહીં આતે! છતાં વર્ષમાં ત્રણ-ચાર વાર જવાનું થાય જ છે અને આ અખંડ પરંપરા છેલ્લાં વીસ પચ્ચીસ વર્ષથી ચાલી રહી છે. ગજાલીમાં જવાનું એટલે બપોરનું લંચ લેવાનું, રાત્રે ઝાઝું ખાવાનું નહીં અથવા ખવાય નહીં તેથી. સવારે બ્રેકફાસ્ટ કરવાનો નહીં. અમારામાંથી અમુક જણ શક્ય બને તો આગલા દિવસે રાત્રે પણ ખાતા નથી અથવા ઓછું ખાય છે. ખાવા પૂર્વે ગમે તેટલી તૈયારી કરો તો પણ ગજાલીમાં ખાધા પછી ખાઈ-ખાઈને એટલા ધરાઈ જવાય છે કે `હવે જલદી નહીં રે બાબા’ એવું કહીને બધા ઊઠે છે અને તૃપ્ત મન સાથે પોતપોતાનાં ઘરે જાય છે. ‘જલદી નહીં રે’ કહેનારા અમે બધા ફરી એક-બે મહિનામાં જ ગજાલીના નશાના શિકાર બનીએ છીએ અને નારાયણ ચૌગુલેને ફોન કરીને ટેબલ રિઝર્વ કરી રાખવા કહીએ છીએ. `ગજાલી નારાયણ અને અમે બધાં’એ સમીકરણ બની ગયું છે. તે દિવસે અમે થોડું મોડા પહોંચ્યાં હતાં. આથી ધરાઈને ખાતાં-ખાતાં ચાર વાગી ગયા. નીકળતી વખતે ગજાલીના નિર્માતા શ્રી મધુકર શેટ્ટી મળ્યા. કાયમ મુજબ તેમને કોમ્પ્લિમેન્ટ્સ આપીને અમે બહાર નીકળતાં હતાં.તેમને કહ્યું, `તમને ખ્યાલ નહીં હોય, પરંતુ તમારો દાખલો અમે અમારી મેનેજર્સ મીટમાં ઉપયોગ કરીએ છીએ. અમારું ટ્રેનિંગ ટૂલ તમારા જેવી રેસ્ટોરાંની કેસ સ્ટડી છે. `ક્વોલિટી’ અને `કન્સિસ્ટન્સી’ આ બંને બાબતમાં તમે સીમાચિહન ક્યારનું પાર કરી દીધું છે. આટલાં વર્ષ તમે સતત દરેક ખાદ્યપદાર્થનો સ્વાદ કઈ રીતે મેઈનટેઈન કર્યો છે તે જ અમને કાયમ નવાઈ લાગે છે.’તેમણે કહ્યું, `અમે રોજ સવારે સેમ્પલિંગ કરીએ છીએ. ઈન્ગ્રીડિયન્ટ્સ જોઈને લઈએ છીએ.’ ક્વોલિટીનું એક રહસ્ય સમજાયું હતું. દરજ્જો ગુણવત્તા સાતત્યતા જેવી બાબતો તો છે જ, પરંતુ ગજાલીની જાહેરાત મેં ક્યારેય જોઈ હોય તેવું યાદ નથી અને આ અમારી ટ્રેનિંગમાં `ગજાલી’ વિષય પરનો બીજો મુદ્દો હોય છે. તેમને કહ્યું, `તમારી જાહેરાત ક્યારેય જોઈ નથી. છતાં વર્ષના ત્રણસો પાંસઠ દિવસ ગિરદી ચાલુ જ હોય છે. રજાના દિવસે તો લોકો બહાર એકથી દોઢ કલાક સુધી વાટ જોવા પણ તૈયાર હોય છે. આ જાદુ કઈ રીતે કરો છો?’ તેમણે કહ્યું, `જાહેરાત છોડો, હમણાં આ ક્ષણે બહાર બોર્ડ પણ નથી. લોકો આવે છે, જમે છે, બીજાને કહે છે, બીજો ત્રીજાને કહે છે, એમ આ ચેઈન ચાલતી રહે છે.’ સિંપલ ફંડા.

તેમને ધન્યવાદ આપીને તે દિવસે ત્યાંથી બહાર નીકળ્યાં ખરાં, પરંતુ મન તેમના `હમણાં તો બોર્ડ પણ નથી બહાર’ આ જ વાક્ય ફરતે ઘૂમરાતું હતું. `આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું’ એવું આપણે નક્કી કરીએ તો? ફક્ત આ પ્રશ્ન ટીમ સામે મૂકીએ તો સો ટકા `નોટ એટ ઓલ પોસિબલ, વિચાર પણ નહીં કરો’ એવો દમદાર વિરોધ થશે એવી મને પૂર્ણ ખાતરી છે. તેની આગળ જઈને, `શું એક-એક નવું ગાંડપણ ભેજામાં ઊપજે છે’ કહીને મારો ટેકો પણ પાછો ખેંચી લેવાશે. નામ, લોગો, બોર્ડ, જાહેરાત, બ્રાન્ડિંગ, સોશિયલ મિડિયા આ બધી જંજાળમાં આપણી કંપની આમ જોવા જઈએ તો નવી છે. અડધા લોકોને તો નામ પણ ખબર નથી અને તમે ચોક્કસ શું કરો છો તેનો અતાપતા પણ નથી. આથી `સેલ્સ ઓફિસ પર બોર્ડ નહીં હોવું’ આ બાબત પ્રત્યક્ષ ઉતારી નહીં શકાય એ તેટલું જ સાચું છે. સરનામું કઈ રીતે શોધવાનું? આથી આપણી દરેક સેલ્સ ઓફિસ પર બોર્ડ હોય તેની પર મનમાં ને મનમાં મેં મહોર મારી અને આ પ્રશ્નમાંથી જાતે જ બહાર નીકળી ગઈ. બીજી વાત હતી, `જાહેરાત નહીં કરવાની.’ મને અમારી આખા પાનાની જાહેરખબરો સામે દેખાવા લાગી. જાહેરાત વિના લોકોને-પર્યટકોને ખબર કઈ રીતે પડશે? એકાદ નવી ટુર આપણે લોન્ચ કરીએ તે તેમના સુધી કઈ રીતે પહોંચશે? આ મુદ્દો હતો. આથી આપણી જાહેરાત આપણી પાસે કઈ-કઈ ટુર્સ છે તે જણાવવા માટે એનાઉન્સમેન્ટ હોય છે. તેની પર હું સેટલ થઈ. પોતે જ પોતાને સમજાવીએ તેવું જ કાંઈક આ હતું. તાજેતરમાં અમે એક નિયમ કર્યો, આપણી જાહેરાતમાં `વી આર ધ બેસ્ટ’ વગેરે શબ્દ વાપરવાનો નહીં. અમુક દેશોમાં જાહેરાતોમાં આવા શબ્દ વાપરવા માટે બંધી છે, એ જ્યારે જાણવા મળ્યું ત્યારે અમે તેની પર ચર્ચા કરીને નિર્ણય લીધો કે જો આપણે ત્યાં બંધીનો કાયદો નથી છતાં એ સારી બાબત છે કે તેનું પાલન કરીએ. આપણે જ પોતાને કયા આધાર પર બેસ્ટ કહેવાનું? તેના કરતાં વસ્તુસ્થિતિ જણાવો. અમસ્તા જ ટૉલ કલેઈમ્સ અથવા મોટા મોટા દાવાઓ નહીં જોઈએ. જે છે, જેવું છે, તેવું કહો અને પર્યટકોને નિર્ણય લેવા દો. તેમાં રસ્સીખેંચ નહીં જોઈએ. આપણી સર્વિસ ગમશે તો લોકો આપણી પાસે આવશે અને નહીં ગમશે તો નહીં આવશે. ખરેખર આ જ સત્ય હોય છે. અમને જાહેરાત કરવી પડે તે સ્વીકાર કરીએ તો પણ તેમાં અમે ત્રણ બાબતની નોંધ કરવાનું સાહસ કર્યું, જે છે, `નો ડિસ્કાઉન્ટ્સ’,`નો ઓપ્શનલ્સ’ અને `નો કેશ ટ્રાન્ઝેકશન્સ.’ સાહસ જ કહેવું જોઈએ, કારણ કે તે નિર્ણય લેતી વખતે અમારા પગ નીચેની જમીન સરકી જ ગઈ એમ કહી શકાય. વૈશ્વિકીકરણે `ડિસ્કાઉન્ટ્સ, બોનસ, લોયલ્ટી પોઈન્ટ્સનો અમલ આપણા ભારતીયો પર રાજ કરી રહ્યો છે ત્યારે અમે કહી રહ્યા છીએ,`નો ડિસ્કાઉન્ટ્સ.’ સહેલગાહ ખર્ચ ઓછો બતાવીને સહેલગાહ પર ઓપ્શનલ્સ વેચવાના એ બાબત અમને રુચતી જ નથી. આથી જે `મસ્ટ સી’ છે તે બધાને બધું બતાવવાનું જ આ અમારો વણલખ્યો નિયમ છે. આથી ત્યાં ઝાઝું ડિસ્કશન થયું નહીં. ત્રીજી વાત હતી, `કેશ નહીં લેવાની.’ ભારત જેવા `કેશ ઈકોનોમી’વાળા દેશમાં આવું કરવા થોડું સાહસ જોઈએ. અમે ઘણાં બધાં ચર્ચાસત્ર લીધાં અથવા આ મુદ્દા પર અને સર્વસંમતિથી`નો કેશ ટ્રાન્ઝેકશન્સ એટ વીણા વર્લ્ડ’ પર મહોર મારી છે અને અમારી દરેક જાહેરાતમાં લખી નાખ્યું છે, `નો કેશ ટ્રાન્ઝેકશન્સ.’ અમને કલ્પના છે કે `ડિસ્કાઉન્ટ અને નો કેશ’ જેવી પોલિસીને લીધે અમે અમુક બુકિંગ્સ ગુમાવતાં હોઈશું. ટૂંકમાં તે નુકસાન છે, પરંતુ તે છતાં હમણાં સુધી આ નિર્ણય પર ફેરવિચાર કરવાનું મહેસૂસ થયું નથી. ધીમે ધીમે એક બાબત વધુ ગળે ઊતરવા લાગી છે કે`લેટ્સ કોન્સન્ટ્રેટ ઓન સર્વિસ.’જ્યાં ભૂલ થાય છે તેને સુધારીએ,જે સુધારવું જોઈએ તે સુધારીએ, પર્યટકો આપણે ત્યાં આવવા જોઈએ એ ફક્ત તેમની અગાઉની ટુર સારી થઈ તેથી. આથી જ `વી આર ઓલ્વેઝ ઓન અવર ટોઝ.’ આપણી સર્વિસ આપવામાં ક્યારેય કોમ્પ્લેસન્સી અથવા શિથિલતા નહીં આવવી જોઈએ. આજની ટુર સારી થઈ તો આપણું ભવિષ્ય છે આ વીણા વર્લ્ડમાં દરેકના રોમેરોમમાં જેટલું પ્રવેશી શકાય તેટલું દરેક લેવલની સર્વિસ સારી બનશે. આપણે જ આપણા સારા માટે સતત તત્પર રહેવું જોઈએ એ ઉત્તર છે આપણા કરિયરમાં અને આપણા વ્યવસાયમાં સારી રીતે ટકી રહેવાનું તેમજ ગ્લોબલાઈઝેશનમાં પોતાને અથવા આપણી સંસ્થાને બચાવવાનું.આમ ગમે તેટલું કહીએ તો પણ હજુ બોર્ડ વિનાની ઓફિસ અને જાહેરાત વિના વીણા વર્લ્ડનો વિચાર કરવાનું સાહસ થતું નથી. એટલે કે, દિલ્લી બહુત દૂર હૈ અભી! લેમ્બોર્ગિની અથવા રોલ્સ રોઈસ જેવી લક્ઝરી કારવાળી કંપનીઓ જાહેરાત કરતી નથી, કારણ કે તે કાર્સ જે એફોર્ડ કરી શકે તે જાહેરાત જોતા નથી અથવા ટીવી જોતા નથી એ. લેમ્બોર્ગિની ઓફિશિયલ્સનું એક્સપ્લેનેશન છે. તેનો બીજો મજેદાર અર્થ પછી એવો પણ નીકળે છે કે `લેમ્બોર્ગિની અથવા રોલ્સ રોઈસ લેવાની આપણી હેસિયત જો નિર્માણ કરવી હોય તો ટીવી નહીં જોવું જોઈએ. અથવા ટીવી જોવા માટે સમય જ મળે નહીં એટલી મહેનત આપણે કરવી જોઈએ. દુનિયાની પીઠ પર અનેક કંપનીઓ છે, જેઓ જાહેરાતનો માર્ગ લેતી જ નથી. `ઝારા’ કપડાંની બ્રાન્ડ જાહેરાત નહીં કરતાં તે બજેટ મોટા મોટા શોરૂમ્સમાં નાખે છે, જેથી ગ્રાહકો ડાયરેક્ટ પ્રોડક્ટ ચેક કરી શકે છે. આપણે ત્યાં `નેચરલ આઈસક્રીમ’ બ્રાન્ડ પણ અત્યંત ઓછી જાહેરાત કરે છે અને નામ પ્રમાણે પ્રોડક્ટ નેચરલ રાખવા પર તેમનો ભાર હોય છે. આવી અનેક વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડસની કેસ સ્ટડીઝ આજે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જે પ્રોડક્ટ અને સર્વિસ કેટલી મહત્ત્વની હોય છે તે આપણને દાખલા સાથે બતાવે છે અને ઈન્સ્પાયર કરી રહી છે. જાહેરાત નહીં કરનારી હજુ પણ બ્રાન્ડ્સ છે અથવા તેમને જાહેરાત જ કરતા આવડતું નથી, પરંતુ તે સેલ્સની બાબતમાં કાયમ `સબ સે આગે,’ હોય છે. તે છે આલ્કોહોલ બ્રાન્ડ્સ, ગેમ્બ્લિંગ બ્રાન્ડ્સ, ટોબેકો જેવી અથવા સોડા વોટર બ્રાન્ડસ. એટલે કે આપણે તેમની જાહેરાતો પણ જોઈએ અપ્રત્યક્ષ રીતે અથવા `ઈન્જુરિયસ ટુ હેલ્થ’ આ કોશનરી લાઈન સાથે. નેગેટિવ અથવા શરીરને હાનિકારક હોવા છતાં આ બાબત લોકોને કેટલા કંટ્રોલમાં રાખે છે તેનું આ ઉદાહરણ છે. અમુક ક્રિકેટર્સ, અભિનેતા આવી બાબતોના બ્રાન્ડ એમ્બેસેડર્સ બનતા નથી તેમને સલામ. `પૈસા હી સબ કુછ નહીં’ એ પોતાની કૃતિમાંથી બતાવીને એથિક્સ મોરલ્સનું મહત્ત્વ તેઓ એક રીતે સમજાવે છે.લોગો વિના, બોર્ડ વિના, જાહેરાત વિના, બ્રાન્ડ આગળ આવવી જોઈએ, એ ભેજામાં એકદમ ઊંડાણમાં બેસી ગયું છે. લોકોના મનમાં બ્રાન્ડ વસી જવી જોઈએ. બ્રાન્ડિંગ મનોમનમાં હોવું જોઈએ. આ માટે પછી કર્મણ્યે વાધિ કારસ્તે.

અરાઉન્ડ દ વર્લ્ડ

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

પંચાંગ 14/02/2025

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫

Chitralekha Gujarati – 24 February, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

એલોન મસ્કે PM મોદી સાથે કરી મુલાકાત

ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અમેરિકાની મુલાકાતે આવેલા પીએમ મોદીને મળ્યા. મસ્ક પોતાના આખા પરિવાર સાથે પીએમ મોદીને મળવા આવ્યા હતા. મુલાકાત દરમિયાન બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં સ્ટારલિંકનો વ્યવસાય શરૂ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. રોઇટર્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં તેની બ્રોડબેન્ડ સેવા શરૂ કરી શકે છે.

પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. અહીં તેઓ ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. આ પહેલા, અમેરિકન નેતાઓ અને અધિકારીઓ તેમને મળવા પહોંચી રહ્યા છે. ગુરુવારે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પણ પીએમ મોદીને મળવા બ્લેર હાઉસ પહોંચ્યા હતા. તેમની સાથે તેમની પત્ની અને ત્રણ બાળકો પણ હતા. મસ્કે પીએમ મોદી સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકર, NSA અજિત ડોભાલ અને અન્ય લોકો પણ હાજર હતા.

પીએમ મોદી અને મસ્ક વચ્ચે 55 મિનિટ સુધી ચર્ચા ચાલી

પીએમ મોદી અને મસ્ક વચ્ચે લગભગ 55 મિનિટ સુધી ચર્ચા થઈ. મીટિંગ પછી, જ્યારે મસ્ક બહાર આવ્યા અને તેમને પૂછવામાં આવ્યું કે પીએમ મોદી સાથેની તેમની મુલાકાત કેવી રહી, ત્યારે મસ્કે થમ્બ્સ અપ સાઇન આપી અને કહ્યું કે મીટિંગ ખૂબ સારી રહી. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર મીટિંગની તસવીરો પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે મીટિંગ ખૂબ જ સારી રહી.

યુએસ એનએસએ સાથે ખૂબ સરસ ચર્ચા થઈ

પીએમ નરેન્દ્ર મોદી યુએસ એનએસએ માઈકલ વોલ્ટ્સને મળ્યા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાતની તસવીર ટ્વીટ કરી અને લખ્યું કે NSA સાથે ફળદાયી બેઠક યોજાઈ. તેઓ હંમેશા ભારતના મહાન મિત્ર રહ્યા છે. સંરક્ષણ, ટેકનોલોજી અને સુરક્ષા ભારત-અમેરિકા સંબંધોના મહત્વપૂર્ણ પાસાં છે અને અમે આ મુદ્દાઓ પર ઉત્તમ ચર્ચા કરી. AI, સેમિકન્ડક્ટર, અવકાશ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગની મજબૂત સંભાવનાઓ છે.

ભારતના સમર્થનમાં બાંગ્લાદેશી નાગરિકો પહોંચ્યા

અમેરિકામાં રહેતા બાંગ્લાદેશી નાગરિકો ભારતના સમર્થનમાં વ્હાઇટ હાઉસની બહાર પહોંચી ગયા છે. તેઓ “વી સપોર્ટ મોદી” ના નારા લગાવી રહ્યા છે. બાંગ્લાદેશી નાગરિકો પણ હાથમાં બેનર લઈને યુનુસને હટાવવાની માંગ કરી રહ્યા છે.

મણિપુરમાં લાગુ કરવામાં આવ્યું રાષ્ટ્રપતિ શાસન

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. આ પહેલા 9 ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં લગભગ બે વર્ષ સુધી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસા બાદ તેમણે આ રાજીનામું આપ્યું છે. આ બાબત તેમજ અન્ય મુદ્દાઓને લઈને રાજ્યમાં તેમની ટીકા થઈ રહી હતી. બિરેન સિંહના રાજીનામા પછી, એવી ચર્ચા હતી કે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે બંધારણ મુજબ, કોઈપણ રાજ્યની વિધાનસભાની બે બેઠકો વચ્ચે 6 મહિનાથી વધુનું અંતર ન હોવું જોઈએ. જોકે, મણિપુર વિધાનસભાના કિસ્સામાં, આ સમયમર્યાદા બુધવારે સમાપ્ત થઈ ગઈ. આ સાથે, રાજ્યમાં કોઈપણ પક્ષ કે ગઠબંધન સરકાર બનાવવાનો દાવો રજૂ કરતું નથી.

વિધાનસભા સત્ર 10 ફેબ્રુઆરીથી શરૂ થવાનું હતું

મણિપુર વિધાનસભાનું સત્ર 10 ફેબ્રુઆરીથી શરૂ થવાનું હતું. પરંતુ બિરેન સિંહના રાજીનામા પછી, તેને મુલતવી રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો. આ બધું ત્યારે થયું જ્યારે કોંગ્રેસ વિધાનસભા સત્રમાં બિરેન સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી હતી. જોકે, હવે બધી રાજકીય ઉથલપાથલનો અંત આવી ગયો છે અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ શાસન લાદવાની અસર

જ્યારે કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, ત્યારે તે રાજ્યના શાસનમાં ઘણા ફેરફારો થાય છે. રાજ્યનો વહીવટ રાષ્ટ્રપતિના નિયંત્રણ હેઠળ આવે છે. રાષ્ટ્રપતિ, તેમના પ્રતિનિધિ તરીકે, રાજ્યપાલને વહીવટ ચલાવવાની જવાબદારી સોંપે છે અને રાજ્યપાલ કેન્દ્રની સૂચનાઓના આધારે શાસન કરે છે.

રાજ્યના કાયદાઓ પર શું અસર પડે છે?

સામાન્ય રીતે રાજ્ય વિધાનસભાઓ કાયદા બનાવે છે. પરંતુ, રાષ્ટ્રપતિ શાસન દરમિયાન, સંસદ રાજ્યના કાયદા બનાવે છે. જો સંસદનું સત્ર ચાલુ ન હોય તો રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. રાષ્ટ્રપતિ શાસન મહત્તમ 6 મહિના માટે લાદવામાં આવે છે. પરંતુ, તેને 3 વર્ષ સુધી પણ લંબાવી શકાય છે. આ માટે સંસદની પરવાનગી જરૂરી છે.

કયા સંજોગોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે?

કોઈપણ રાજ્યમાં જ્યારે રાજ્ય સરકાર બંધારણની જોગવાઈઓનું પાલન કરવામાં અસમર્થ હોય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. જો કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ જાય તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદવામાં આવી શકે છે. આ ઉપરાંત, જ્યારે સરકાર લઘુમતીમાં આવે છે અને સ્થિર સરકાર બની શકતી નથી ત્યારે રાષ્ટ્રપતિ શાસન પણ લાદવામાં આવે છે. આ ઉપરાંત, જો સરકાર ભ્રષ્ટાચાર, બળવો, આપત્તિ અથવા અન્ય કારણોસર નિષ્ફળ જાય તો રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે.

22 વર્ષ પછી થિયેટરમાં વાપસી, સ્ટેજ પર આશુતોષ રાણાનો અલગ જ અંદાજ

મુંબઈ: મુંબઈમાં અત્યાર સુધીનું સૌથી મોટું નાટક થવા જઈ રહ્યું છે. ભારતના 10 શહેરોમાં ભવ્ય સફળતા બાદ આશુતોષ રાણા અને રાહુલ બુચર અભિનીત નાટક ‘હમારે રામ’ એક અઠવાડિયા માટે મુંબઈના સૌથી મોટા ઓડિટોરિયમમાં મંચન થવા જઈ રહ્યું છે. આશુતોષ રાણા 22 વર્ષ પછી થિયેટરમાં પરત ફરી રહ્યાં છે. તે રાવણની ભૂમિકામાં તેમને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ નાટકને લોકોનું સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ગત વર્ષે આ નાટક મુંબઈમાં 2 દિવસ માટે દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ ‘હમારે રામ’ ની અપાર સફળતા અને શો જોવા માટે લોકોની આતુરતા જોઈને નાટકના નિર્માતા રાહુલ બુચર અને ફેલિસિટી થિયેટરે આ નાટક મુંબઈના સૌથી મોટા ઓડિટોરિયમમાં રજૂ કર્યું છે. જ્યાં એક સમયે હજારો લોકો આવી શકે છે અને નાટકનો આનંદ માણી શકે છે.

રામ રાજ પર પુસ્તક લખનાર અને અભિનયના જાણકાર અભિનેતા આશુતોષ રાણા બાળપણથી જ રાવણનું પાત્ર ભજવવા માંગતા હતા અને ‘હમારે રામ’ નાટક દ્વારા તેમનું સ્વપ્ન સાકાર થયું છે. અભિનયનો ધોરણ ગમે તે હોય, આશુતોષ રાણા દરેક કસોટીમાંથી પસાર થાય છે અને આ જ કારણ છે કે ‘હમારે રામ’માં રાવણની તેમની ભૂમિકા ખૂબ જ સફળ રહી છે.

આ નાટક 16 થી 23 ફેબ્રુઆરી, 2025 દરમિયાન મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે બપોરે 2 અને 7 વાગ્યે બતાવવામાં આવશે. ‘હમારે રામ’ નાટકમાં અભિનેતા રાહુલ બુચર રામની ભૂમિકામાં જોવા મળશે, જે આ નાટકના લેખક નિર્માતા અને અભિનેતા પણ છે. આ ઉપરાંત દાનિશ અખ્તર (હનુમાન), તરુણ ખન્ના (શિવા), હરલીન કૌર રેખી (સીતા) અને કરણ શર્મા (સૂર્યદેવ) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ નાટકના ગીતો માટે ગાયકો સોનુ નિગમ, શંકર મહાદેવન અને કૈલાશ ખેરે પણ પોતાનો અવાજ આપ્યો છે. લવ અને કુશથી શરૂ કરીને, આ નાટક ભગવાન રામને તેમની માતા સીતા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નો પર આધારિત છે. ‘આપણા રામ’ દર્શકોને ભગવાન રામ અને સીતાની અમર વાર્તા અને ભગવાન સૂર્ય દ્વારા શાશ્વત પ્રેમ, મુશ્કેલીઓ, કસોટીઓ અને વિજયની તેમની યાત્રા તરફ લઈ જાય છે.

રામની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા રાહુલ બુચર અને નાટકના નિર્માતા કહે છે કે “રામાયણની વાર્તામાં આપણા રામનું એક નવું સ્વરૂપ લાવવા માટે આ નાટક ખૂબ જ સરળતાથી વણાયું છે જેથી નવી પેઢી તેને પસંદ કરી શકે. આશુતોષ રાણા દ્વારા રાવણનું સંવેદનશીલ ચિત્રણ પ્રશંસનીય છે અને દિગ્દર્શક ગૌરવ ભારદ્વાજનો આ અમૂલ્ય પ્રયાસ ઉત્તમ પરિણામો આપી રહ્યો છે.”