રાજકોટ: મહાનગર પાલિકાનું વર્ષ 2025-26 માટેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી મેજૂર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે 3118.28 કરોડનું રાજકોટ મહાનગર પાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો રૂ. 150 કરોડનો વધારો કમિટીએ ફગાવી દેવામાં આવ્યો છે. બજેટમાં 6 કરોડનો વધારો કરી કુલ નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું. પરંતુ, તે પણ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો છે.

મકાનવેરા અને ફાયર ટેક્સેને કમિટીએ ફગાવ્યા
રાજકોટ મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટ બજેટમાં આ વખતે જંગી વધારો ઝીકવામાં આવ્યો હતો. મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 4 રૂપિયાનો વધારો કરી 11 ના બદલે 15 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 5 રૂપિયાનો વધારો કરી 25ના બદલે 30 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જે વધારો સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરી જૂનો દર યથાવત રાખ્યો છે. રાજકોટમાં ફાયર ટેક્સ વસુલવાની શરૂઆત કરવા સૂચન કરાયું હતું. જેમાં રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર 15 રૂપિયા તથા બિન રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટર 25 રૂપિયા વસૂલવા સૂચન કરાયું હતું. જે પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.
રોડ-રસ્તાને બજેટ શું થઈ છે જોગવાઈ

રાજય સરકારના સહયોગથી રૂ.167.25 કરોડના ખર્ચે કાલાવડ રોડ, કટારિયા ચોકડી પર રાજકોટના પ્રથમ આધુનિક બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫ – ૨૬માં વોર્ડ નં.૧ માં રૈયા રોડ પર સ્માર્ટ સિટીને જોડતા રસ્તા પર રૂ. ૧૫.૧૯ કરોડનાં ખર્ચે ફોર લેન બ્રિજની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાગી વિકાસ માટે રસ્તાના મૂળભુત માળખાકિય કામો માટે સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન તથા ઇસ્ટ ઝોનના જુદા- જુદા વિસ્તારોમાં મેટલિંગ રસ્તા, કાર્પેટ, રીકાર્પેટ, ડિઝાઈન રસ્તા, સિમેન્ટ કોકીટ રસ્તા, માટે SJMMSVY માંથી બજેટ જોગવાઈ રાખવામાં આવેલ છે.
કોમ્યુનિટી હોલની મળશે સુવિધા
લોકોની સુખાકારી અને સારા માઠા પ્રસંગોએ કોમ્યુનિટી હોલ અને એ પણ આધુનિક સરકારી કોમ્યુનિટી હોલની ભરમાર એ હવે રાજકોટ મહાનગરપાલિકાનાં વિકાસ અને પ્રજાભોગ્ય વહીવટની ઓળખ બની રહી છે. જેનાં ભાગરૂપે પાછલા ટુંક સમયમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 1માં સંતોષી પાર્ક મેઇન રોડ પર કોમ્યુનિટી હોલનું કામ ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તથા વોર્ડ નં. ૩માં રેલનગર વિસ્તારમાં નવા આધુનિક કોમ્યુનિટી હોલનું બાંધકામ ચાલુ છે તથા તથા વોર્ડ નં. ૧૭માં વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલને ડિસ્મેન્ટલ કરી નવા આધુનિક કોમ્યુનિટી હોલનું બાંધકામ ચાલુ છે.
સ્પોર્ટસને મળશે પ્રોત્સાહન
રાજકોટ શહેરનાં યુવાનોને રમત-ગમતની સુવિધાઓ ધ્યાને લઇ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. 12માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું 12૦૦ લોકોની ક્ષમતાવાળા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તથા સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. 17માં પારડી રોડ પર પણ સ્પોર્ટસ સંકુલ બનાવવાનું આયોજન કરવામાં આવેલ. ટુંક સમયમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર રાજકોટના શહેરીજનોને ઇન્ડોર ગેમ્સ માટે સુવિધા મળી રહે તે માટે શ્રી રામ બ્રિજ નીચે પાર્કિંગ એરિયામાં પીકલ બોલ, બોક્સ ક્રિકેટ તથા મલ્ટી ઇન્ડોર ગેમનું આયોજન કરવામાં આવેલ છે. હાલ આ કામ પ્રગતિમાં છે.
100 CNG 34 ઈલેક્ટિરક બસની મળશે ભેટ
જાહેર પરિવહન મજબૂત કરી પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 100 નવી CNG બસ અને 34 ઇલેક્ટ્રિક બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. નવી 100 બસ માટે સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવર ખાતે અંદાજીત રૂ.7.92 કરોડ ના ખર્ચે ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરેલ છે. એટલું જ નહિ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બસ સેવા શરૂ કરવામાં આવશે અને તેમાં AI સિસ્ટમ નો ઉપયોગ કરવા માટે વિચારણા ચાલી રહી છે જેમાં મુસાફર દ્વારા પોતાની ટિકિટ બોર્ડિંગ સ્કેન કરી એપીકેશનમાં અપલોડ કરવામાં આવશે તો નજીકમાં તેમને ચોક્કસ સમય આપી પીકપ માટે સેવા કાર્યરત કરવામાં આવી શકે છે.
|
સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં નવી 20 યોજના ઉમેરી
|


ત્યારે જ ઘરમાં તોફાન ઊભું થયું. સાસુ સુશીલાબહેન ગુસ્સાથી બોલી ઉઠ્યાં, માયરાને રોજ તું સ્કૂલે મુકવા જાય છે, તો આજે દેવાંગને કેમ વહેલો ઊઠાડ્યો? એ મોડી રાત સુધી કામ કરે અને સવારે તારા માટે ફરી વહેલો ઊઠે! મા બની છે તો જવાબદારી પણ તારી જ છે. આમ મારા દીકરાને હેરાન ન કરીશ!”
અને માતાને સંતાનો ઉછેરનારી તરીકે જ જુએ છે. આવા વિચારો પેઢીઓથી ચાલે છે.
બાળક માટે માતા જેટલાં જ પિતા પણ મહત્વના છે.
ઘણીવાર બાળકને ઊંઘાડતાં ઊંઘાડતાં માતા પોતે જ ઊંઘી જાય છે. નાનું બાળક રાત્રે ઘણીવાર ઊઠે છે, ત્યારે માતાને પણ ઉજાગરા થાય છે. આવા સમયે પતિએ પણ પત્ની સાથે ઊંઘની કુરબાની આપવી પડે.


‘પંજાબ દે શેર’ ટીમમાં હાર્ડી સંધુ, નવરાજ હંસ, અપારશક્તિ ખુરાના, મનમીત (મીટ બ્રધર્સ), જસ્સી ગિલ, નીન્જા અને બબ્બલ રાય જેવા જાણીતા સ્ટાર્સનો સમાવેશ થાય છે. ‘મુંબઈ હીરોઝ’ ટીમમાં સોહેલ ખાન, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, સાકિબ સલીમ, શરદ કેલકર અને શબ્બીર આહલુવાલિયા જેવા બોલિવૂડના ચહેરાઓ શામેલ છે.
અન્ય 5 ટીમોના મુખ્ય ખેલાડીઓમાં કિચ્ચા સુદીપ, ગોલ્ડનસ્ટાર ગણેશ, મનોજ તિવારી, દિનેશ લાલ યાદવ, પ્રવેશ લાલ યાદવ, અખિલ અક્કીનેની, થમન, નિખિલ સિદ્ધાર્થ, જીશુ સેનગુપ્તા, સૌરવ દાસ, બોની સેનગુપ્તા, આર્ય, જીવા, વિક્રાંતનો સમાવેશ થાય છે.
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષ દેસાઈ જણાવે છે કે સુરતમાં પ્રથમ વખત સેલિબ્રિટી ક્રિકેટ લીગની મેચ થઇ રહી છે. સુરતની ક્રિકેટ પ્રેમી તેમજ ફિલ્મ રસિક જનતાને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર તેમના માનીતા સ્ટાર્સને જોવાની તેમજ માણવાની મજા આવશે.




