દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ રવિવારે સીએમ આતિશીએ રાજીનામું આપી દીધું. મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશી આજે સવારે લગભગ 11 વાગ્યે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ આતિશી મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે 21 સપ્ટેમ્બરના રોજ શપથ લીધા હતા. તેઓ લગભગ ચાર મહિનાથી દિલ્હીના મુખ્યમંત્રી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPનો કારમો પરાજય થયો છે.
ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી મળી
ઉલ્લેખનીય છે કે, એક સમયે 70 માંથી 67 અને 70 માંથી 62 બેઠકો જીતનારી AAP આ વખતે 22 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળી અને 70 માંથી 48 બેઠકો જીતીને 27 વર્ષ પછી સત્તામાં પાછી આવી.
કેજરીવાલ-મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા ચહેરાઓ હારી ગયા છે. જોકે, આતિશી કાલકાજી બેઠક (દિલ્હી ચૂંટણી પરિણામ) પરથી જીતી ગઈ છે. દિલ્હીની તમામ 70 બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ વખતે ૬૦.૫૪ ટકા મતદાન થયું છે, જ્યારે ગયા વખતે ૬૨.૬૦ ટકા મતદાન થયું હતું.
कालकाजी की जनता का मुझ पर भरोसा जताने के लिए मैं उनका आभार व्यक्त करती हूं। मैं अपनी टीम को बधाई देती हूं जिसने बाहुबल, गुंडागर्दी और मारपीट के खिलाफ काम किया।
हम दिल्ली की जनता के जनादेश को स्वीकार करते हैं। यह जंग का समय है और हमारी BJP की तानाशाही और गुंडागर्दी के ख़िलाफ़… pic.twitter.com/32etifk09V
આતિશી શરૂઆતમાં કાલકાજી બેઠક પરથી પાછળ હતી, પરંતુ તેમનું નસીબ ચમક્યું છે. કારણ કે તેમણે આ બેઠક જીતી છે. તેમણે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશ બિધુરીને 3580 મતોથી હરાવ્યા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આતિશીએ 12 રાઉન્ડ પછી કાલકાજી બેઠક 52058 મતોથી જીતી લીધી છે.
લોકોના આદેશનો સ્વીકાર
આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો તે પછી, સીએમ આતિશીએ કહ્યું કે હું જનતા તેમજ મારી ટીમનો આભાર માનવા માંગુ છું, જેમણે હિંસા અને ગુંડાગીરીનો સામનો કરવા છતાં પાયાના સ્તરે સખત મહેનત કરી. તેમણે એવા લોકો સુધી પહોંચ્યું જેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. અમે દિલ્હીના લોકોના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ.
કુરુક્ષેત્રના મેદાન ૫૨ અર્જુનને મોટીવેશન એટલે કે પ્રોત્સાહન અને કોન્ફલીક્ટ મેનેજમેન્ટ એટલે કે વિરોધી વિચારોના વાવાઝોડા વચ્ચે કઈ રીતે કામ કરવું તે વિષયનું જ્ઞાન આપી હતાશામાંથી બહાર લાવી પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપનાર શ્રીકૃષ્ણનું જીવન અને એમાં ઘટતા પ્રસંગો પણ મેનેજમેન્ટના અથવા વહીવટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ઓછા અગત્યના નથી.
આમાંનો એક પ્રસંગ એટલે ચેદી રાજ્યના શક્તિશાળી અને અહંકારી રાજા શિશુપાલ વધની કથા. શિશુપાલની માતાને શ્રીકૃષ્ણએ વચન આપ્યું હતું કે તે સો ગુના કરશે ત્યાં સુધી શિશુપાલને સહન કરી લેશે. દરમિયાનમાં યુધિષ્ઠિર દ્વારા કરવામાં આવેલ રાજસૂય યજ્ઞ દરમિયાન શ્રીકૃષ્ણનું જ્યારે વિશિષ્ટ સન્માન કરી પાંડવોએ એમનું બહુમાન કર્યું ત્યારે તડપતા શિશુપાલે બેફામ વાણીવિલાસ શરૂ કર્યો. એની આ લવારી અને આ અપમાન કૃષ્ણ ચૂપચાપ સહન કરતા રહ્યા પણ એમના મનમાં પેલું ગણતરીનું યંત્ર તો ચાલુ હતું. જ્યારે શિશુપાલે સો ગુના પૂરા કર્યા ત્યારે શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રનું આહ્વાન કરી શિશુપાલનું મસ્તક છેદી નાખ્યું. આ આખોય પ્રસંગ પ્રતિસ્પર્ધીના અહંકાર અને ઇર્ષ્યાને કારણે ઊભા થતા જોખમો દર્શાવે છે. તમારી સફળતા જ્યારે એકદમ અસહ્ય બની જાય ત્યારે કેટલાક પ્રતિસ્પર્ધીઓ તમને બદનામ કરવાની અથવા તમને નેસ્તનાબૂદ કરવાની એક તક જતી નથી કરતા. એક હદથી આગળ તેમને સહન કરવા એ કાયરતાનું લક્ષણ છે જે વિનાશ નોતરે છે.
આ દિશામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ જે રીતે એમને શૅરબજારમાંથી ઉઠાડી મૂકનાર મારવાડી સિન્ડિકેટની આખીયે ચાલનો ખુડદો બોલાવ્યો, જે રીતે એમણે ઓ૨કે અને બૉમ્બે ડાઇંગ જેવા પ્રતિસ્પર્ધીઓ સામે ચાણક્ય બુદ્ધિ અને કડકાઈથી કામ લઈ એમને એમનું સ્થાન બતાવ્યું તે દાખલો ભૂલી શકાય નહીં. શિશુપાલ વધ અને કૃષ્ણની આખીયે વાર્તા આપણને શીખવાડે છે કે એક હદ પછી સજ્જનતા અથવા સીધા રહેવું એ કાયરતામાં ખપી જાય છે.
એવું કહેવાયું છે કે, ‘ટુ બી એ જેન્ટલમેન ઇઝ એ ડિસ્ક્વોલીફિકેશન ફોર એન એડમીનીસ્ટ્રેટર’ અર્થાત્ એક હદથી આગળની વધારે પડતી સજ્જનતા કોઈ પણ દક્ષ સંચાલક અથવા વહીવટદાર માટે ગેરલાયકાત છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
વેલેન્ટાઇન ડે એ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ એ પ્રેમ અને લાગણીઓ વ્યક્ત કરવાનો વિશેષ અવસર છે. 14 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં લોકો પોતાના પ્રેમી અથવા જીવનસાથી માટે પ્રેમનો ઈઝહાર કરે છે.
કોઈ ખાસ ભેટ આપે છે, કોઈ રોમેન્ટિક ડિનર પ્લાન કરે છે, તો કોઈ પોતાના સાથી માટે સરપ્રાઇઝ ગિફ્ટ કે ટ્રિપનું આયોજન કરે છે. ભારતથી લઈને યુરોપ, અમેરિકા અને એશિયાના વિવિધ દેશોમાં વેલેન્ટાઇન ડે અલગ-અલગ પરંપરાઓ સાથે ઉજવાય છે.
આવો જાણીએ કે કયા દેશમાં કેવી રીતે ઉજવાય છે વેલેન્ટાઇન ડે!
જાપાન
જાપાનમાં વેલેન્ટાઇન ડે ખાસ કરીને મહિલાઓ માટે વિશેષ હોય છે, કારણ કે આ દિવસે મહિલાઓ પુરુષોને ચોકલેટ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. અહીં બે પ્રકારની ચોકલેટો આપવામાં આવે છે: ગિરી-ચોકો(Giri-Choco), જે મિત્રો, સહકર્મીઓ અને પરિવાર માટે હોય છે, જ્યારે હોનમેઇ-ચોકો (Honmei-Choco), જે પ્રેમી અથવા પતિને આપવામાં આવે છે. જાપાનમાં આ પરંપરા 1950થી શરૂ થઈ છે. જ્યાપરે એક મહિના પછી, 14 માર્ચે, સફેદ દિવસ ઉજવવામાં આવે છે, જ્યારે પુરુષો સ્ત્રીઓને ભેટો પરત કરે છે.
દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયામાં વેલેન્ટાઇન ડે ઉજવવાની વિવિધ પરંપરાઓ છે. અને આ દિવસ ત્રણ મહિના સુધી ચાલે છે. જયાં 14 ફેબ્રુઆરીએ મહિલાઓ પુરુષોને ચોકલેટ આપે છે, જ્યારે 14 માર્ચે વ્હાઇટ ડે જવાય છે. જેમાં પુરુષો સ્ત્રીઓને ભેટ આપે છે. અહીં 14 એપ્રિલ બ્લેક ડે ઉજવવામાં આવે છે, જે પણ ખાસ છે, જેમાં સિંગલ લોકો “જજાંગમ્યાં” (કાળા રંગના નૂડલ્સ) ખાઈને એકલાપણાની ઉજવણી કરે છે. દક્ષિણ કોરિયામાં પ્રેમીઓ માટે “લવ લોક બ્રિજ” લોકપ્રિય છે, જ્યાં આ ત્રણ મહિન દરમિયાન ખાસ કરીને પ્રેમીઓ તાળું (લોક) લગાવી પોતાના પ્રેમને સદંતર બનાવે છે.
ડેનમાર્ક
ડેનમાર્કમાં વેલેન્ટાઇન ડે પર પુરુષો અનામી પ્રેમ પત્રો ‘ગાયકેબ્રેવ’(Gaekkebrev) રૂપે મોકલે છે, જેમાં કવિતા લખેલી હોય છે. જો મહિલા અંદાજ લગાવી શકે કે કોણે પત્ર મોકલ્યો છે, તો એને ઈનામ સ્વરૂપે ઈસ્ટરના તહેવારે ચોકલેટ મળે. અહીં ગુલાબ અથવા ટ્યૂલિપ્સની જગ્યાએ સફેદ ફૂલો (Snowdrops) આપવાની પરંપરા છે.
ફ્રાન્સ
પ્રેમનો દેશ ગણાતા ફ્રાન્સમાં વેલેન્ટાઇન ડે ખૂબ જ રોમાંટિક રીતે ઉજવાય છે. આ દિવસે લોકો ડેટ પર જાય છે, પ્રેમ પત્રો આપે છે, સાથે ભેટ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. પહેલા અહીં ઉને લોટરીએ દ’અમોઉર (Une Loterie d’Amour) નામની પરંપરા હતી, જેમાં અવિવાહિત પુરુષો અને સ્ત્રીઓ લોટરી દ્વારા એકબીજાને પસંદ કરતા. જે નામ લોટરીમાં આવે, એ યુગલ એકબીજાને સાથી તરીકે સ્વીકારતા અને દિવસભર સાથે ગાળતા. જો કે, આ પરંપરા ઘણીવાર વિવાદાસ્પદ બનતી, એમ પણ કહેવાય છે કે, જો કોઈ મહિલાને પોતાનો પાર્ટનર પસંદ ન આવે, તો એ એને આગમાં ફેંકી દેતી! જેથી આ પ્રથાને ફ્રાન્સ સરકારે પ્રતિબંધિત કરી દીધી.
ફિલીપીન્સ
ફિલીપીન્સમાં વેલેન્ટાઇન ડે એક વિશેષ દિવસ છે, કારણ કે હજારો યુગલો આ દિવસે સામૂહિક લગ્ન કરે છે. સરકાર દ્વારા વિશાળ સમૂહ લગ્ન યોજવામાં આવે છે, જેમાં યુગલો નાવડીઓ પર કે બગીચાઓમાં લગ્ન કરે છે. આ દિવસે ઘણા કપલ માટે મેરેજ એનીવર્સરી પણ હોય છે. માટે ફિલીપીન્સમાં આ દિવસને ખુબ મહત્વનો માનવામાં આવે છે.
ફિનલેન્ડ અને એસ્ટોનિયા
ફિનલેન્ડ અને એસ્ટોનિયામાં વેલેન્ટાઇન ડેને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવામાં આવે છે. અહીં, પ્રેમીઓ ઉપરાંત, મિત્રો પણ એકબીજાને શુભેચ્છાઓ મોકલે છે. લોકો એકબીજાને કાર્ડ અને ભેટ મોકલે છે. આ દિવસનો હેતુ ફક્ત પ્રેમીઓના સંબંધો જ નહીં પરંતુ તમામ પ્રકારના સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ દિવસે ખાસ કરીને સિંગલ લોકો માટે “લવ બસ” ટૂર્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં તેઓ નવા સંબંધો બનાવવાનો પ્રયાસ કરે છે.
અમેરિકા અને યૂ.કે
આ દેશોમાં વેલેન્ટાઇન ડે પ્રણય અને રોમાંસ માટે મહત્વનો તહેવાર છે. લોકો પ્રેમીઓને ગુલાબ, ચોકલેટ, કાર્ડ અને ભેટ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. કેટલાક યુગલો આ દિવસે લગ્ન માટે પ્રપોઝ પણ કરે છે, અને કેટલાક લોકો આ દિવસને વિશેષ બનાવવા માટે રોમાંટિક ટ્રીપ પર જાય છે.ખાસ કરીને વેલેન્ટાઇન ડે પર, અમેરિકનો કેન્ડી હાર્ટ આપીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. આ નાના હૃદય આકારની કેન્ડી છે. આના પર, યુગલો એકબીજા માટે પ્રેમાળ સંદેશાઓ લખે છે.
ઇટાલી
ઇટાલીમાં, વેલેન્ટાઇન ડેને લા ફેસ્ટા ડેગલી ઇન્નામોરાટી તરીકે ઓળખવામાં આવે છે. એ એક રોમેન્ટિક રજા છે અને એ યુનાઇટેડ સ્ટેટ્સની જેમ જ ઉજવવામાં આવે છે. યુગલો ભેટોની આપ-લે કરે છે અને રોમેન્ટિક ડેટ પર જાય છે. પરંતુ, ઇટાલીમાં, વાસી પેરુગીના અથવા પેરુગીના ચોકલેટ આપવાની પરંપરા પણ છે, જેના રેપર પર રોમેન્ટિક લખાણ લખેલુ હોય છે.
ભારત
છેલ્લા કેટલાક વર્ષોમાં વેલેન્ટાઇન ડે ભારતમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે, ખાસ કરીને યુવા પેઢીમાં. અન્ય દેશોની જેમ ઘણા લોકો ભેટની આપ-લે કરે છે અને રોમેન્ટિક ડેટ પર જાય છે, પરંતુ આ દિવસને પરંપરાગત મૂલ્યો ધરાવતા કેટલાક ધાર્મિક જૂથો તરફથી પણ તીવ્ર પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે. જોકે, ઘણા ભારતીયો આ દિવસની ઉજવણી પ્રેમના પ્રતિકરૂપે કરે છે. એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.
પોર્ટુગલ
પોર્ટુગલ રોમેન્ટિક પ્રેમીઓ માટે એક આકર્ષક સ્થળ છે, જ્યાં વેલેન્ટાઇન ડે “પ્રેમ દિવસ” તરીકે ઉજવાય છે. પરંપરાગત ભેટો તરીકે ચોકલેટ, ફૂલો અને ઘરેણાં આપવામાં આવે છે, પરંતુ દેશના કેટલાક ભાગોમાં ‘કેન્ટારિન્હા ડોસ નામોરાડોસ’ નામની વિશેષ પરંપરા પણ પ્રચલિત છે. આ પરંપરામાં, કુંભારો માટીમાંથી ‘વેલેન્ટાઇન કવિતા બનાવતા, જે છોકરાઓ એમના પ્રેમનો પ્રસ્તાવ આપવા માટે ગર્લફ્રેન્ડને ભેટ આપતા. આ નાની કવિતા સગાઈ દરમિયાન મળેલી ભેટો સંગ્રહવા માટે પણ ઉપયોગમાં લેવાતી. આજકાલ, યુગલો આ પરંપરાને પ્રતીકાત્મક રીતે અપનાવીને પ્રેમની ભાવનાઓ વ્યક્ત કરે છે.
કેમ ઉજવવામાં આવે છે વેલેન્ટાઇન ડે
ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાઝિન’ નામના પુસ્તક મુજબ, સંત વેલેન્ટાઈન રોમના પાદરી હતા. એ વિશ્વમાં પ્રેમને પ્રોત્સાહિત કરવામાં માનતા હતા. પરંતુ એ જ શહેરના રાજા ક્લાઉડીયસને એમની આ વાત પસંદ ન હતી. રાજાને લાગ્યું કે પ્રેમ અને લગ્ન પુરુષોની બુદ્ધિ અને શક્તિ બંનેનો નાશ કરે છે. આ કારણોસર, એના રાજ્યમાં સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શક્યા નહીં. જો કે, સંત વેલેન્ટાઈનએ કિંગ ક્લાઉડીયસના આ હુકમનો વિરોધ કર્યો. અને રોમના લોકોને પ્રેમ અને લગ્ન માટે પ્રેરણા આપી હતી. એટલું જ નહીં, એમણે ઘણા અધિકારીઓ અને સૈનિકોનાં લગ્ન પણ કરાવ્યા. આ વાતે રાજાને ઉશ્કેર્યા અને એણે સેન્ટ વેલેન્ટાઈનને 14 ફેબ્રુઆરી 269ના રોજ ફાંસી આપી. એ દિવસથી દર વર્ષે આ દિવસને ‘પ્રેમનો દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. કહેવામાં આવે છે કે સેન્ટ વેલેન્ટાઇને મૃત્યુ સમયે જેલરની બ્લાઈન્ડ પુત્રી જૈકોબસને પોતાની આંખો દાન કરી હતી. સેન્ટે જેકોબસને એક પત્ર પણ લખ્યો હતો, જેના અંતે એમણે ‘યોર વેલેન્ટાઇન’ લખ્યું.
અલબત્ત, વેલેન્ટાઇન ડે મુખ્યત્વે રોમાંસ અને પ્રેમનો તહેવાર છે, ત્યારે વિવિધ દેશોની પોતાની આગવી પરંપરાઓ છે. કેટલાક દેશો રોમેન્ટિક પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે અન્ય મિત્રતા અને પરિવારની ઉજવણી કરે છે. વેલેન્ટાઇન ડે ક્યારે, ક્યાં અથવા કેવી રીતે ઉજવો છો એનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે આ માત્ર પ્રેમનો સાચો અહેસાસ કરવાનો દિવસ છે.
ફેબ્રુઆરી ફેસ્ટિવલ..તારીખ 7 થી લઇને 21..
‘બધીયે અટકળોનો એવી રીતે અંત મળે, કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.‘ વસંતના વાયરા વિતેલાં વર્ષોમાં યુવાનોને લાગણીની આપ-લે કરાવતા હતા. એવી જ રીતે આજની જનરેશન માટે ફેબ્રુઆરી મહિનો છે. માત્ર વૅલેન્ટાઇન-ડે કે પછી વૅલેન્ટાઇન વીક નહીં, પરંતુ પુરા પંદર દિવસની સુંદર સફર આ દિવસોમાં હોય છે. એક પછી એક જુદા-જુદા દિવસ અને તેની સાથે વહેંચાતી લાગણીઓ.
ફેસ્ટિવલ-ડેની ઉજવણી શરૃ થઈ ગઈ છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે સાત તારીખથી શરૃ થતા ડે છેક એકવીસ તારીખ સુધી ઉજવવામાં આવે છે. ૭- રોઝ-ડે, ૮-પ્રપોઝ-ડે, ૯-ચોકલેટ-ડે, ૧૦-ટેડી-ડે, ૧૧-પ્રોમિસ-ડે, ૧૨-હગ-ડે, ૧૩-કિસ-ડે, ૧૪- વેલેન્ટાઇન-ડે, ૧૫- સ્લેપ ડે, ૧૬- કિક-ડે, ૧૭-પરફ્યુમ ડે, ૧૮-ફ્લર્ટિંગ ડે, ૧૯-કન્ફેશન ડે, ૨૦- મિસિંગ ડે અને આ દિવસો દરમિયાન એકબીજાને સંપૂર્ણ જાણવાની વાતો કરતા યુવાનોને જો એકબીજાનો સાથ પસંદ ના આવે તો એ યુવાનો ૨૧ તારીખે બ્રેકઅપ ડે ઉજવી પોતાના સંબંધો પર પૂર્ણવિરામ મુકે છે. પશ્ચિમ દેશોમાં ફેબ્રુઆરી મહિનાને લઈને ઘણુ એક્સાઇટિંગ જોવા મળે છે. ધીમે-ધીમે આપણા ત્યાં પણ આ મહિનાને લઈને ઉત્સાહ વધતો જાય છે. એમાં પણ ખાસ કરીને યુવાનો આ દિવસોને લઈને ઘણા ક્રેઝી હોય છે.
કુંભ મેળાના વાતાવરણમાં આખો સમાજ જાણે જાગતૃ થઈ ગયો છે, ઘણા સ્તરો પર લોકો વિચારવા લાગ્યા છે કે આ શું છે. જે સ્થળે મેળો ભરાયો છે તેને તીર્થ કહેવામાં આવે છે. તીર્થ શબ્દ ખૂબ જ જૂનો છે, તે ભારતીય આધ્યાત્મિક્તાની શોધ છે. તે પદ્મ પુરાણ, દેવી ભાગવત અને વેદોમાં પણ જોવા મળે છે. એવું લખેલું છે કે તે નદીના કિનારે અથવા પર્વત પર હોવું જોઈએ, અને પાણી શુદ્ધ હોવું જોઈએ જેથી લોકો તેમાં સ્નાન કરી શકે. પરંતુ, આજના વૈજ્ઞાનિક વિશ્વમાં એ શંકા ઊભી થાય છે કે શું ફક્ત પવિત્ર સ્થાનના પાણીમાં સ્નાન કરવાથી પાપો ધોવાઈ જાય છે? એનો અર્થ એ કે જો તમે કોઈની હત્યા કરો અને નદીમાં ડૂબકી લગાવો, તો શું તમારો ગુનો ધોવાઈ જશે? ના, પાપો ધોવા એટલા સરળ કે સસ્તા નથી અને ભારતીય ઋષિઓ એટલા ના સમજ ન હતા.તીર્થ વિશે પુરાણો શું કહે છે તેના પર ધ્યાન આપો. પદ્મ પુરાણ કહે છે, “જેના અંગો, મન, જ્ઞાન, તપ અને કીર્તિ તેના નિયંત્રણમાં છે, જે શરીરથી પવિત્ર છે, અહંકારથી રહિત છે, સુંતષ્ટ છે અને જે ક્યારેય દાન સ્વીકારતો નથી. તેને તીર્થ સ્થાનોમાં જવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.”દેવી ભાગવતમમાં, ઋવિ ચ્યવન એ એક વાર પ્રહલાદને કહ્યું હતું: “એવા લોકો જે હૃદયથી શુદ્ધ છે તેમને જ પવિત્ર સ્થળો ઉપર જવાથી લાભ મળે છે. ગંગાના કિનારા ગામડાઓ અને શહેરોથી ભરેલા છે, ત્યાં અનેક પ્રકારના લોકો રહે છે તેઓ પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને પવિત્ર જળ પીએ છે, પરંતુ તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે તેમનું મન અને હૃદય શુદ્ધ નથી.” પરંતુ લાંબો સમય જતાં સત્ય ઉપર ધૂળ પડી જાય છે અને તેનો મૂળ આશય ખોવાઈ જાય છે.ઓશોએ દરેક પ્રકિયાને ધૂળમાંથી ઉપાડીને તેને ચમકાવી છે અને તેનું વૈજ્ઞાનિક કારણ સમજાવ્યું છે. તેઓ કહે છે કે, તીર્થ સ્થાનો બનાવવાનો હેતુ એવા ચાર્જ્ડ, ઊર્જાથી ભરેલા સ્થળો ઉતપન્ન કરવાનો હતો. જ્યાંથી કોઈપણ વયક્તિ સરળતાથી આંતરિક યાત્રા કરી શકે.
તીર્થ સ્થળ એક એવું સ્થાન હતું જ્યાંથી ચેતનાનો પ્રવાહ આપ મેળે વહે છે, અને તેને વહેતો રાખવા માટે સદીઓથી મહેનત કરવામાં આવી છે. જો તમે ફક્ત તે પ્રવાહમાં ઊભા રહેશો, તો તમારી ચેતનાનું શઢ ખેંચાઈ જશે અને તમે આધ્યાત્મિક યાત્રા પર નીકળી પડશો. જેટલી મહેનત તમારે એકલા એ કરવી પડે તેના કરતાં ઘણી ઓછી મહેનતે યાત્રા શક્ય બની શકે છે. જો ધ્યાન સમયે નકારાત્મક તરંગો હોય, તો ધ્યાન ઘણું મોંઘુ સાબિત થઈ શકે છે, તેથી જ તીર્થનું ઊર્જા ક્ષેત્ર મહત્વપૂર્ણ છે. હકીકતમાં વાસ્તવિક તીર્થ સ્થાન પોતાની અંદર છે. કબીર સાહેબ કહે છે, ‘શરીરની અંદર અડસઠ તીર્થ સ્થાનો છે, હું મારા મન અને ગંદકીને ત્યાં જ ધોઈશ.’ જો બાહ્ય યાત્રા તમને આંતરિક યાત્રા માટે તૈયાર કરે છે તો યાત્રા સફળ થાય છે.
અમૃત સાધના
(અમૃત સાધના લાંબા સમયથી ઓશોના શિષ્ય છે અને ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની મેનેજમેન્ટ ટીમના સભ્ય છે. ઓશો પ્રેસ અને મીડિયાનું ધ્યાન રાખે છે. તે ભારતના ઘણા અગ્રણી પ્રકાશનોમાં લખે છે. સમગ્ર વિશ્વમાં ઓશો ધ્યાન અને સ્વ-વિકાસ કાર્યશાળાઓનું સંચાલન કરે છે.)
પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સિદ્ધાર્થે નીલમ ઉપાધ્યાય સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. બહેન પ્રિયંકા ચોપરાએ આ પ્રસંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રીએ ભાઈ-ભાભી સાથેની પળો તો શેર કરી છે પરંતુ સાથે સાથે સાસુ-સસરા સાથેના સુંદર ફોટો પણ પોસ્ટ કર્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિજયનો પતાકા લહેરાવ્યા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા. જ્યાં, કાર્યકરોને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ યમુના મૈયા કી જય સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું. પીએમએ કહ્યું કે આજે દિલ્હીના લોકોમાં ઉત્સાહની સાથે શાંતિ પણ છે. મોદીની ગેરંટી પર વિશ્વાસ કરવા બદલ હું દિલ્હીના દરેક પરિવારને નમન કરું છું. હું દિલ્હીના લોકોનો આભાર માનું છું. મિત્રો, દિલ્હીએ દિલથી પ્રેમ આપ્યો. હું ફરી એકવાર દિલ્હીના લોકોને ખાતરી આપું છું કે અમે તમારા પ્રેમને વિકાસના રૂપમાં પરત કરીશું. દિલ્હીના લોકોનો આ પ્રેમ અને વિશ્વાસ આપણા બધા પર ઋણ છે. હવે, દિલ્હીની ડબલ એન્જિન સરકાર દિલ્હીનો ઝડપથી વિકાસ કરીને આ રકમ ચૂકવશે.
आज दिल्ली में, दिल्ली के लोगों में एक उत्साह भी है और एक सुकून भी है।
उत्साह विजय का है और सुकून दिल्ली को AAP-दा से मुक्त कराने का है।
પીએમ મોદીએ કહ્યું કે આજની જીત એક ઐતિહાસિક જીત છે. આ કોઈ સામાન્ય જીત નથી. દિલ્હીના લોકોએ આપત્તિ ટાળી છે. દિલ્હી એક દાયકાની આપત્તિથી મુક્ત છે. મિત્રો, આજે દેખાડો, અરાજકતા, ઘમંડ અને દિલ્હી પર પડેલી આફતનો પરાજય થયો છે. આ પરિણામ ભાજપના કાર્યકરોની દિવસ-રાત મહેનત અને પ્રયત્નોથી મળેલી જીતને ગૌરવ અપાવે છે. આપ સૌ કાર્યકરો આ વિજયને પાત્ર છો. આ જીત માટે હું દરેક ભાજપ કાર્યકર્તાને અભિનંદન આપું છું.
आज दिल्ली का ऐसा कोई क्षेत्र नहीं, ऐसा कोई वर्ग नहीं जहां कमल न खिला हो।
हर भाषा बोलने वालों ने, हर राज्य के लोगों ने दिल्ली में भाजपा के कमल निशान पर वोट दिया है।
યમુનાજી આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે. આપણે યમુના દેવીને નમન કરીએ છીએ જે હંમેશા શુભ રહે છે. યમુનાજીના દુઃખ જોઈને લોકોને ખૂબ દુઃખ થયું છે, પરંતુ દિલ્હીમાં આવેલી આપત્તિએ આ માન્યતાનું અપમાન કર્યું છે. દિલ્હીમાં આવેલી આપત્તિએ લોકોની લાગણીઓને કચડી નાખી છે. આપણે યમુનાજીને દિલ્હી શહેરની ઓળખ બનાવીશું. હું એ પણ જાણું છું કે આ ખૂબ જ મુશ્કેલ છે અને લાંબા ગાળાનું કાર્ય છે, પરંતુ જો સંકલ્પ મજબૂત હશે તો કાર્ય થશે જ. અમે આ માટે તમામ પ્રયાસો કરીશું અને સેવાની સંપૂર્ણ ભાવના સાથે કામ કરીશું. આ આફત લાવનારાઓ કહેતા આવ્યા હતા કે તેઓ રાજકારણ બદલી નાખશે, પરંતુ તેઓ અત્યંત અપ્રમાણિક નીકળ્યા.
मैं तो पूर्वांचल से सांसद हूं।
पूर्वांचल से मेरा अपनेपन का रिश्ता है।
पूर्वांचल के लोगों ने प्यार और विश्वास की नई ऊर्जा दे दी, नई ताकत दे दी।
इसलिए मैं पूर्वांचल के लोगों का, पूर्वांचल के एक सांसद के नाते विशेष रूप से आभार व्यक्त करता हूं।
પ્રધાનમંત્રીએ કહ્યું કે દિલ્હીના વાસ્તવિક માલિક ફક્ત જનતા છે
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે દિલ્હીના લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હીના વાસ્તવિક માલિક ફક્ત અને ફક્ત દિલ્હીના લોકો જ છે. તેમને દિલ્હીના માલિક હોવાનો ગર્વ હતો પણ તેમણે સત્યનો સામનો કર્યો. દિલ્હીના જનાદેશથી એ પણ સ્પષ્ટ છે કે રાજકારણમાં જૂઠાણા અને કપટ માટે કોઈ સ્થાન નથી. જનતાએ શોર્ટકટના રાજકારણને શોર્ટ-સર્કિટ કર્યું. આઝાદી પછી આ પહેલી વાર છે જ્યારે ભાજપ દિલ્હી-એનસીઆરના દરેક રાજ્યમાં સત્તામાં આવ્યું છે. આઝાદી પછી પહેલી વાર આવું બન્યું છે. આ ખૂબ જ સુખદ સહયોગ છે. આ એક સંયોગને કારણે, દિલ્હી-એનસીઆરમાં પ્રગતિના અસંખ્ય રસ્તા ખુલવા જઈ રહ્યા છે. આવનારા સમયમાં, આ સમગ્ર વિસ્તારમાં ગતિશીલતા અને માળખાગત સુવિધાઓ પર ઘણું કામ કરવામાં આવશે. પહેલાની સરકારો શહેરીકરણને એક પડકાર માનતી હતી. તેમણે શહેરોને ફક્ત વ્યક્તિગત સંપત્તિ કમાવવાનું સાધન બનાવ્યું.
आज अयोध्या के मिल्कीपुर में भी भाजपा को शानदार जीत मिली है।
हर वर्ग ने भारी संख्या में भाजपा के लिए मतदान किया है।
आज देश तुष्टिकरण नहीं, बल्कि भाजपा के संतुष्टिकरण की पॉलिसी को चुन रहा है।
પીએમએ વધુમાં કહ્યું કે હું પૂર્વાંચલના લોકોનો ખાસ આભાર માનું છું. સબકા સાથ અને સબકા વિકાસ મારી ગેરંટી છે. હું પૂર્વાંચલનો સાંસદ પણ છું, જેનો મને ગર્વ છે. અયોધ્યાના મિલ્કીપુરમાં પણ ભાજપને મોટી જીત મળી છે. આપણો દેશ તુષ્ટિકરણ સાથે નહીં પણ સંતોષ સાથે ઉભો છે. આ વખતે તમે દિલ્હીમાં આવતા અવરોધને દૂર કરી દીધો છે. દિલ્હીએ પહેલાનો સમય જોયો છે. શાસન એ નાટક માટેનું પ્લેટફોર્મ નથી. આ પ્રચાર માટેનું પ્લેટફોર્મ નથી. શાસન એ છેતરપિંડીનું પ્લેટફોર્મ નથી. હવે જનતાએ ડબલ એન્જિન સરકાર પસંદ કરી છે. અમે જમીન પર સંપૂર્ણ ગંભીરતા સાથે કામ કરીશું અને લોકોની સેવામાં દિવસ-રાત કામ કરીશું.
सुशासन का लाभ गरीब को भी होता है और मध्यम वर्ग को भी होता है।
इस बार दिल्ली में गरीब, झुग्गी में रहने वाले मेरे भाई-बहन और मिडिल क्लास ने भाजपा को जबरदस्त समर्थन दिया है।
हर वर्ग के बहुत सारे professionals हमारी पार्टी में काम कर रहे हैं।
આખો દેશ જાણે છે કે જ્યાં NDA છે, ત્યાં સુશાસન, વિશ્વાસ અને વિકાસ છે. એટલા માટે ભાજપ સતત જીતી રહ્યું છે. લોકો બીજી અને ત્રીજી વખત આપણી સરકારોને ચૂંટી રહ્યા છે. આમાં ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે. આપણે ઘણા રાજ્યોમાં સત્તા પાછી મેળવી છે. અહીં, દિલ્હીની બાજુમાં, ઉત્તર પ્રદેશ છે. એક સમયે, ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા એક મોટો પડકાર હતો અને સૌથી મોટો પડકાર મહિલા શક્તિનો હતો. ઉત્તર પ્રદેશમાં મગજના તાવએ હાહાકાર મચાવ્યો હતો, પરંતુ અમે તેને નાબૂદ કરવા માટે દૃઢ નિશ્ચય સાથે કામ કર્યું. મહારાષ્ટ્રમાં દુષ્કાળને કારણે, આપણા ખાદ્ય ઉત્પાદકોને મોટા સંકટનો સામનો કરવો પડ્યો. આ માટે અમે એક ઝુંબેશ ચલાવી અને ખેડૂતોને પાણી પૂરું પાડ્યું.
‘અમારી સરકાર હરિયાણામાં કોઈપણ ખર્ચ અને કાપલી વગર સરકારી નોકરીઓ આપી રહી છે’
તેમણે વધુમાં કહ્યું કે હરિયાણામાં ખર્ચ અને કાપલી વગર સરકારી નોકરી મળતી નહોતી, પરંતુ આજે ભાજપ ત્યાં સુશાસનનું નવું મોડેલ સ્થાપિત કરી રહી છે. એક સમય હતો જ્યારે ગુજરાતમાં પાણીની ભારે કટોકટી હતી અને ખેતી કરવી મુશ્કેલ હતી, પરંતુ આજે એ જ ગુજરાત કૃષિ પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે. બધા જાણે છે કે નીતિશજી પહેલા બિહારની હાલત શું હતી. એનડીએ એટલે વિકાસની ગેરંટી. NDA એટલે સુશાસનની ગેરંટી. સુશાસન ગરીબ અને મધ્યમ વર્ગ બંનેને લાભ આપે છે. આ વખતે દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા મારા ભાઈઓ અને બહેનો અને મધ્યમ વર્ગે ભાજપને જબરદસ્ત સમર્થન આપ્યું છે.
મુંબઈ: IIFA એવોર્ડ્સ 2025 આ વખતે સિનેમેટિક ઉજવણીના 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે આ કાર્યક્રમ પણ ખાસ રહેશે. આ એવોર્ડ નાઇટમાં બોલિવૂડના બધા સ્ટાર્સ એક છત નીચે ભેગા થઈ ધમાલ મચાવશે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ (IIFA) ની રજત જયંતિ બે દિવસીય સમારોહમાં ઉજવવામાં આવશે. શું તમને ખબર છે કે આ કાર્યક્રમ ક્યાં યોજાશે?
આ કાર્યક્રમ ક્યાં યોજાશે?
આઈફા એવોર્ડ્સ રાજસ્થાનના જયપુરમાં યોજાશે. આ વખતે IIFA સૌપ્રથમ IIFA ડિજિટલ એવોર્ડ્સ લોન્ચ કરશે, જેમાં ડિજિટલ મનોરંજન, ફિલ્મો અને OTT સામગ્રીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપવામાં આવશે. એવોર્ડ નાઇટમાં ડાન્સ, ગ્લેમર અને ઘણી મજા હશે.
IIFA એવોર્ડ્સ 2025 જયપુરમાં યોજાશે. તારીખની વાત કરીએ તો એવોર્ડ સમારોહ 8 અને 9મી માર્ચના રોજ થશે. IIFA એવોર્ડ્સ જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. IIFA ડિજિટલ એવોર્ડ્સ 8 માર્ચે યોજાશે. IIFA ગ્રાન્ડ ફિનાલે 9 માર્ચે યોજાશે, જેમાં મુખ્ય એવોર્ડ સમારોહ અને લાઇવ પર્ફોર્મન્સનો સમાવેશ થશે.
કોણ હોસ્ટ કરશે?
આ વર્ષના IIFA એવોર્ડ્સના યજમાનો અને કલાકારો પણ શાનદાર છે. IIFA ગ્રાન્ડ ફિનાલેના હોસ્ટ તરીકે કરણ જોહર અને કાર્તિક આર્યન ખાસ હાજરી આપશે. તે જ સમયે અપારશક્તિ ખુરાના પ્રથમ IIFA ડિજિટલ એવોર્ડ્સનો હવાલો સંભાળશે. ગ્રાન્ડ ફિનાલેમાં શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન જેવા સ્ટાર્સ સ્ટેજ પર પરફોર્મ કરશે.તે જ સમયે નોરા ફતેહી IIFA ડિજિટલ એવોર્ડ્સ 2025 માં એક અદ્ભુત પ્રદર્શન આપશે.
ગુજરાતના ભરૂચના ત્રણ યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકા જઈને સ્થાયી થયા હતા. મળતી માહિતી મુજબ, આ ત્રણેય યુવાનો કામ અર્થે જઈ રહ્યા હતા, આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક મીની બસ સાથે તેમની કારની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં કારમાં એકાએક આગી ફાટી નીકળતા ભરૂચના ત્રણેય યુવાનોના દાઝી જવાથી મોત નીપજ્યા હતા.
સૂત્રોની જાણકારી પ્રમાણે ગુજરાતના ભરૂચના ત્રાલસા કોઠી ગામના શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ નામના ત્રણ યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકા ગયા હતા અને ત્યાં નોકરી શરૂ કરીને સ્થાયી થયા હતા. ભરૂચના ત્રણેય યુવાનો સહિત અન્ય યુવાનો કામ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારનો ગંભીર રીતે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં કારમાં આગ લાગવાથી ભરૂચના ત્રણેય યુવાનો ભડથુ થતા મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સાઉથ આફ્રિકામાં અકસ્માતની ઘટનામાં ભરૂચના યુવકોના મોતના સમાચાર સાંભળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.