Home Blog Page 1179

વડોદરામાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 6.66 લાખનો મુદ્દામાલ કબ્જે

ગુજરાતમાં નસેડી પદાર્થોની હેરાફેરી દિનપ્રતિદીન વધી રહી છે ત્યારે વડોદરામાંથી વધુ એક નસીલા પદાર્થનો જથ્થો પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે કેરિયરને ઝડપી પાડી રાજસ્થાનના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. આખી વાત એમ છે કે, ડભોઇ રોડ ઉપર વુડાના મકાનમાં ભાડેથી રહેતો અશોક મેઘવાલ રાજસ્થાનથી પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાતા મેફેડ્રોનનો જથ્થો મંગાવી ડિલિવરી આપનાર હોવાની વિગતો મળી  હતી.

SOGને મળેલી બાતમીને આધારે તેમણે કપુરાઈ ચોકડી પાસે વોચ રાખી હતી. પોલીસે શકમંદ હાલતમાં નજરે પડતા અશોક મહિપાલ મેઘવાલને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી રૂ.6.66 લાખની કિંમતને 66 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે તેની પાસેથી મોબાઇલ પણ કબજે લીધો હતો. આ ડ્રગ્સ રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે રહેતા કાળુ એ મોકલ્યું હોવાની વિગતો ખુલતા તેમજ તાંદલજા વિસ્તારના નીલોફર સલમાનને ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

તો બીજી બાજું પ્લાસ્ટિકની સ્ટ્રોની આડમાં લાખોનો દારૂ ઘુસાડવાની મોડસ ઓપરેન્ડીનો પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે દારૂની હેરાફેરી કરતા કન્ટેનરને ઝડપી લીધી. સાથે જ પોલીસે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. વલસાડ પોલીસને બાતમી મળી હતી કે દમણથી દારૂનું કન્ટેનર ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ કન્ટેનર આવતા તેને અટકાવી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. કન્ટેનરમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્લાસ્ટિકની સ્ટ્રો અને ફ્રૂટી બનાવવા માટે રોલના બોક્ષ મળી આવ્યા હતા. પોલીસે પ્લાસ્ટિકનો રોલ હટાવી કન્ટેનરની તપાસ કરતા લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 5.52 લાખના વિદેશી દારૂ અને કન્ટેનર મળી 16.4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રમાકાંત પ્રસાદ અને રવિશંકર પાંડે નામના આરોપીઓને પણ દબોચી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો જથ્થો દમણથી ભરૂચ તરફ લઈ જવાઈ રહ્યો હતો. હાલ તો પોલીસે દારૂ કોણે મંગાવ્યો હતો અને અત્યાર સુધી કેટલી વખત દારૂની હેરાફેરી કરવામાં આવી છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

WAVES સમિટમાં PM મોદીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ સાથે કરી વાતચીત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારત અને વિશ્વના ટોચના વ્યાવસાયિકો સાથે વાતચીત કરી, જેઓ WAVES સમિટના સલાહકાર બોર્ડનો ભાગ છે. તેમણે અમિતાભ બચ્ચન, દિલજીત દોસાંઝ, રજનીકાંત, શાહરૂખ ખાન, રણબીર કપૂર, ચિરંજીવી, અનિલ કપૂર, અક્ષય કુમાર, અનુપમ ખેર અને એઆર રહેમાન જેવા ફિલ્મી હસ્તીઓ સાથે વર્ચ્યુઅલી વાર્તાલાપ કર્યો. પ્રધાનમંત્રીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા અને અન્ય ઘણા અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પણ વાતચીત કરી.

પીએમ મોદીએ વેવ્સ સમિટ અંગે અપડેટ આપ્યું
ટ્વિટર પર તેમની વાતચીતની એક ઝલક શેર કરતા પ્રધાનમંત્રીએ લખ્યું, ‘મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકસાથે લાવતી વૈશ્વિક સમિટ, WAVES ની સલાહકાર બોર્ડની બેઠક હમણાં જ પૂર્ણ થઈ છે. સલાહકાર બોર્ડના સભ્યો વિવિધ ક્ષેત્રોના કેટલાક શ્રેષ્ઠ સ્ટાર્સ છે જેમણે માત્ર પોતાનો ટેકો જ નથી આપ્યો પરંતુ ભારતને વૈશ્વિક મનોરંજન કેન્દ્ર બનાવવાના અમારા પ્રયાસોને આગળ વધારવા માટે ઘણા અદ્ભુત સૂચનો પણ શેર કર્યા છે. ડિસેમ્બર 2024 માં પીએમ મોદીએ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) ના પ્રારંભની જાહેરાત કરી, તેને ભારતને વિશ્વભરમાં વધુ સારું સ્થાન બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. તેમણે સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતા યુવાનોને આ સમિટમાં જોડાવા માટે પણ વિનંતી કરી.’

WAVES સમિટની બેઠક શા માટે યોજાઈ હતી?
આ બેઠકમાં નવીનતા, વૈશ્વિક નેતૃત્વ, ભારતના સાંસ્કૃતિ, તકનીકી પ્રભાવ અને વિશ્વ મંચ પર ભારતની સ્થિતિ સુધારવા અને આગળ વધારવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરવામાં આવી હતી. વેવ્સ સમિટ, વિવિધ ક્ષેત્રોના વિચારશીલ નેતાઓને એકસાથે લાવવા માટે જાણીતી છે. તેનો ઉદ્દેશ્ય આંતર-ઉદ્યોગ સહયોગને પ્રોત્સાહન આપવાનો અને ડિજિટલ-સર્જનાત્મક અર્થતંત્રમાં ભારતને આગળ ધપાવવાનો છે.

ચિરંજીવીએ પીએમ મોદીને વચન આપ્યું
આ દરમિયાન મેગાસ્ટાર ચિરંજીવીએ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ (વેવ્સ) ના સલાહકાર બોર્ડની બેઠકમાં પણ હાજરી આપી હતી. પોતાની પોસ્ટમાં તેમણે વેવ્ઝના સલાહકાર બોર્ડમાં સામેલ કરવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો. ચિરંજીવીએ વચન આપ્યું હતું કે તેઓ સાથે મળીને #WAVES ને ભારતની ‘સોફ્ટ પાવર’ ને વધુ ઊંચાઈ પર લઈ જવા અને ભારતને વૈશ્વિક સામગ્રી નિર્માણનું કેન્દ્ર બનાવવામાં મદદ કરશે.

નીતા અંબાણીએ વહુ શ્લોકા સાથે માણ્યા પ્રિયંકાના ભાઈના લગ્ન

મુંબઈ: પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાય લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી શ્લોકા મહેતા, આકાશ અંબાણી, ઈશા અંબાણી જોવા મળ્યા હતા. આ દરમિયાન નિક જોનાસ અને નીતા અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી ક્લિપમાં, નીતા અંબાણી લગ્નનો આનંદ માણી રહી છે જ્યારે નિક જોનાસ તેની બાજુમાં ઉભો છે. નીતા અંબાણીની પુત્રવધૂ અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા પણ હાજર હતી.

સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાય 7 ફેબ્રુઆરીના રોજ લગ્નગ્રંથિથી જોડાયા. એપ્રિલ 2024 માં રોકા સમારોહ પછી આ દંપતીએ ઓગસ્ટ 2024 માં સગાઈ કરી. હવે નવદંપતી સિદ્ધાર્થ અને નીલમના લગ્ન સમારંભની દરેક સુંદર ક્ષણની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે, જેમાં હલ્દી, મહેંદી અને સંગીતથી લઈને લગ્ન સુધીની ખાસ ઝલક જોવા મળી છે. લગ્નના ઘણા અંદરના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે, જેના પછી પ્રિયંકા ચોપરા અને તેનો આખો પરિવાર હાલમાં ચર્ચામાં છે. આ બધાની વચ્ચે નીતા અંબાણી અને નિક જોનાસનો વીડિયો પણ બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

સિદ્ધાર્થ ચોપરાના લગ્નમાં પરિણીતી પહોંચી

સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાયના લગ્નમાંથી પરિણીતી ચોપરાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે સ્થળમાં પ્રવેશતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે પરિણીતી પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થના પ્રી-વેડિંગ ફંક્શનનો ભાગ નહોતી, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની વચ્ચે અણબનાવ હોવાની અટકળો ચાલી રહી હતી. આવી સ્થિતિમાં જ્યારે પરિણીતીનો વીડિયો બહાર આવ્યો, ત્યારે બધી અફવાઓનો અંત આવ્યો. બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા તેના પતિ રાઘવ ચઢ્ઢા સાથે લગ્નમાં પહોંચી હતી.

સાબરમતી મેટ્રો સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટ પર ભીષણ આગ

અમદાવાદ: સાબરમતી મેટ્રો સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટ પર આગી દુર્ઘટથી ચકચાર મચી જવા પામ્યો છે. સાબરમતીમાં બની રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશનમાં વેલ્ડીગ કરતા આગ દુર્ઘટના બનવા પામી.આગ એટલી ભયંકર હતી કે 1 નહીં 2 નહીં પરંતુ 14 ફાયર બ્રિગેડની ટોમો બોલાવી પડી. મેટ્રો સ્ટેશન પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પરની આગ એટલી ભયંકર હતી કે 14 ફાયર ફાયટરની ટીમો કામમાં લાગી. સાબરમતી મેટ્રો સ્ટેશન પાસે કન્સ્ટ્રકશન સાઈટ પર અચાનક આગ લાગી હતી. આ સાઈટ પર લાકડાનો સામાન વધુ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ભારે મથામણ બાદ 14 ફાયર બ્રિગેડની ટીમોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નિર્માણાધીન સ્ટેશનના એક ભાગમાં છતના શટરિંગમાં આગ લાગી હતી. પહેલી નજરે જોતા આગ લાગવાનું કારણે વેલ્ડિંગ સ્પાર્ક હોય શકે છે. તપાસ બાદ આગ લાગવાનું સ્પષ્ટ કારણ અંગે જાણ થશે આવશે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની ઘટના નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે  NHSRLC ના અધિકારીઓ ઘટનાસ્થળે સ્થિતિની દેખરેખ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, આ સ્ટેશન 508 કિમી લાંબી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાનો ભાગ છે. આ યોજના ગુજરાત (352 કિમી) અને મહારાષ્ટ્ર (156 કિમી)ને કવર કરે છે. જેમાં મુંબઈ, ઠાણે, વિરાર, બોઇસહર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતીમાં કુલ 12 સ્ટેશનની યોજના છે.

જાવેદ અલીએ ‘ગુઝારીશ’ થી ઘરની લોન ચૂકવી હતી

આમિર ખાનની ફિલ્મ ‘ગજની’ (2008) નું ‘ગુઝારીશ’ ગીત ગાયક જાવેદ અલીના જીવનમાં બહુ મહત્વનું બની રહ્યું હતું. અસલમાં એ ગીત પહેલાં અન્ય ગાયકના સ્વરમાં હતું પણ પછી જાવેદ અલીને મળ્યું હતું. જ્યારે આ ગીતનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આમિર ખાન, સંગીતકાર એ.આર. રહેમાન, ગીતકાર પ્રસૂન જોશી અને ગાયક જાવેદ અલી હાજર હતા. પહેલાં આ ગીતના 6-7 મુખડાનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. એમાંથી અંતે ‘ગુઝારીશ’ શબ્દોનું મુખડું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે જાવેદ પાસે જ આખું ગીત ગવડાવવાનું નક્કી ન હતું. બધાએ વિચારીને જાવેદનું નામ નક્કી કર્યું હતું. કેમકે એનો અવાજ અનોખો અને અલગ લાગી રહ્યો હતો.

આમિરે ગીતના ‘ટકરાના’ જેવા શબ્દોના ગાયનમાં જાવેદને ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું. ‘ટકરાના’ શબ્દ બહુ કઠિન હતો અને જાવેદ ઝડપી રીતે બોલી રહ્યો હતો એને સોફ્ટ રીતે ધીમેથી ગાવા કહ્યું હતું. જાવેદે પોતાની બધી જ ક્ષમતાનો ઉપયોગ કરીને આ ગીત ગાયું હતું અને લોકપ્રિય બન્યું હતું. જાવેદે આ ગીતનું એક રહસ્ય ઉજાગર કરતાં કહ્યું કે અસલમાં ફિલ્મમાં જે જગ્યાએ આ ગીત આવે છે એ સોનૂ નિગમે ગાયું હતું. પરંતુ એના શબ્દો બદલવાનો નિર્ણય થયો હતો. તેથી બીજા ગાયકનો પ્રયોગ કરવાનું નક્કી થયું હતું. જાવેદે રહેમાનના સંગીતમાં આગાઉ ‘જોધા અકબર’ માટે ‘જશ્ને બહારા’ (2008) ગીત ગાયું હતું અને એનો ટોન બહુ ગમ્યો હતો. તેથી જાવેદને બોલાવવામાં આવ્યો હતો અને એના સ્વરમાં ‘ગુઝારીશ’ તૈયાર થયું હતું.

 

બીજી રસપ્રદ વાત એ છે કે અગાઉના ગીતમાં સોનૂનો જે આલાપ હતો એ એટલો સરસ હતો કે એને જ ‘ગુઝારીશ’ માં રાખવામાં આવ્યો હતો. જાવેદે ‘ગુઝારીશ’ ગીત ગાયું એ પહેલાં એ.આર. રહેમાન સાથે અમેરિકાની ટૂર પર જવાનું નક્કી હતું. તે નવો હોવાથી રહેમાન સાથે સંગીત ટૂર પર જવાનો એને બહુ ઉત્સાહ હતો. પરંતુ કોઈ કારણથી જાવેદનું નામ એ ટૂરમાંથી નીકળી ગયું અને એને અમેરિકા જવાની તક મળી ન હતી. જ્યારે જાવેદે કારણ પૂછ્યું ત્યારે રહેમાને કહ્યું હતું કે ભગવાનની એવી ઈચ્છા હશે કે તું હવે પછી અમારા સંગીતના કાર્યક્રમોમાં તેં પોતે ગાયેલા ગીતો ગાઈ શકે. અને થોડા જ સમયમાં એ વાત સાચી પડી હતી. એના એક પછી એક ગીતો લોકપ્રિય થયા હતા. જાવેદ જ્યારે ‘ગજની’ માટે ગીત રેકોર્ડ કરતો હતો ત્યારે ઘર લેવા લોન લીધી હતી.

જાવેદે રહેમાન સાથે ઘણા ગીતો ગાયા હતા એટલે એમને વાતવાતમાં કહ્યું હતું કે લોન લઈને ઘર લીધું છે. ત્યારે રહેમાને એને કહ્યું હતું કે ‘ગુઝારીશ’ ગીત બહાર આવ્યા પછી તારી સ્થિતિ એવી થશે કે બધી લોન ચૂકવી શકીશ. કેમકે આ ગીત આવ્યા પછી તારો ભાવ વધી જશે. ખરેખર એ ગીતની લોકપ્રિયતાએ જાવેદને વધારે કામ અપાવ્યું હતું અને એણે પોતાના ઘરની લોન ચૂકવી દીધી હતી.

ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડી વધી, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગ પણ ઠંડીને લઈ આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે પવનની દિશા બદલાતા 45-55 કિમી પ્રકિ કલાકની ઝડપે પવન ફૂંકતા માછીમારો એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. પ્રેસરગ્રેડિયન્ટ વધતા હવામાન વિભાગે આપ્યું છે એલર્ટ તો બીજી તરફ ઉત્તર પૂર્વથી પૂર્વ પવન રહેતા ઠંડીમાં ઘટાડો થશે સાથે સાથે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજયમાં વાતાવારણને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે,ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ રહેશે સાથે સાથે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનથી રહેશે માવઠાની અસર સાથે સાથે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે સાથે સાથે હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે,અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત આવતીકાલથી 2-4 ડિગ્રી ઘટશે સાથે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી રહી છે. ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

સરકારી આંકડા પ્રમાણે નલિયામાં 7.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડુગાર બન્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી, કંડલામાં 11.3 ડિગ્રી, ડીસામાં 11.8 ડિગ્રી, રાજકોટમાં 13.3 ડિગ્રી, કેશોદમાં 13.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી, ભુજમાં 13.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 14.4 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 15.2 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી, ભાવનગરમાં 16.5, દ્વારકામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

‘જવાનો સમય થઈ ગયો છે…’ અમિતાભ બચ્ચને અડધી રાત્રે લખી એક પોસ્ટ

અમિતાભ બચ્ચન 82 વર્ષના છે અને આ ઉંમરે પણ ખૂબ સક્રિય છે. જે ઉંમરે લોકો નિવૃત્ત થઈને ઘરે આરામ કરે છે, તે ઉંમરે અમિતાભ બચ્ચન પોતાના ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે. તાજેતરમાં, તેમણે ‘કલ્કી 2898 એડી’ માં પોતાના અભિનયથી દર્શકોને આશ્ચર્યચકિત કર્યા. બિગ બી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને ગમે તેટલા વ્યસ્ત હોય, તેઓ સોશિયલ મીડિયા માટે સમય કાઢવાનું મેનેજ કરે છે. તે બ્લોગ અને ટ્વિટર દ્વારા પોતાના ચાહકોને પોતાની લાગણીઓ શેર કરવાનું ભૂલતા નથી. પરંતુ હવે તેની એક પોસ્ટથી તેણે તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે.

અમિતાભે પોસ્ટમાં શું લખ્યું?

અમિતાભ બચ્ચને શુક્રવારે ટ્વિટર પર કંઈક એવું પોસ્ટ કર્યું જેનાથી તેમના ચાહકો ચિંતિત થઈ ગયા છે. બિગ બીની પોસ્ટથી તેમના ચાહકો એટલા ચિંતિત થઈ ગયા કે તેઓ પૂછવા લાગ્યા કે ખરેખર શું થયું અને શું મેગાસ્ટાર ઠીક છે કે નહીં? 82 વર્ષીય અમિતાભ બચ્ચને શુક્રવારે રાત્રે 8.34 વાગ્યે એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે લખ્યું – ‘જવાનો સમય આવી ગયો છે.’ મેગાસ્ટારની આ પોસ્ટ જોઈને ચાહકોએ વિવિધ અટકળો લગાવવાનું શરૂ કરી દીધું.

આટલી રહસ્યમય પોસ્ટ કેમ કરી?
અમિતાભ બચ્ચનની પોસ્ટ જોઈને, કેટલાક લોકોએ તેને તેમના સ્વાસ્થ્ય સાથે જોડી દીધી તો કેટલાક લોકોએ તેને તેમના કામ સાથે જોડી દીધી. કેટલાક લોકોએ તેને તેના ભૂતપૂર્વ પ્રેમીના એકાઉન્ટ સાથે પણ લિંક કર્યું. તેમની આ રહસ્યમય પોસ્ટની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે અમિતાભ બચ્ચને કોઈ રહસ્યમય પોસ્ટ પોસ્ટ કરી હોય. અગાઉ પણ તેઓ પોતાની પોસ્ટથી લોકોમાં હલચલ મચાવી હતી. પોતાની પોસ્ટ અંગે બિગ બીએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તેમણે શેના વિષે પોસ્ટ લખી હતી. પરંતુ આ પોસ્ટે ચોક્કસપણે તેમના ચાહકોને બેચેન કરી દીધા. ચાહકો જાણવા માંગે છે કે ખરેખર શું થયું?

મેગાસ્ટારની પોસ્ટ જોઈને, તેમના ચાહકોએ તેમના સ્વાસ્થ્ય વિશે પૂછવાનું શરૂ કર્યું. મેગાસ્ટારના એક ચાહકે લખ્યું – ‘સાહેબ, આવું ના કહો’, જ્યારે બીજાએ પૂછ્યું – ‘તમને શું થયું છે સર?’ બીજા એકે લખ્યું – ‘સાહેબ, તમે શું લખી રહ્યા છો? કૃપા કરીને અમને તેનો અર્થ પણ જણાવો.’ તે જ સમયે, કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બિગ બીએ શૂટિંગ પૂર્ણ કરી લીધું હશે અને આ પોસ્ટ દ્વારા તેઓ ઘરે જવાની વાત કરી રહ્યા હશે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન જોવા મળશે
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અમિતાભ બચ્ચન હાલમાં પ્રખ્યાત ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 16’ હોસ્ટ કરી રહ્યા છે. બિગ બી છેલ્લે રજનીકાંત અભિનીત ફિલ્મ ‘વેટ્ટિયન’માં સ્ક્રીન પર જોવા મળ્યા હતા. આ ઉપરાંત તે નિતેશ તિવારીની ‘રામાયણ’ અને ‘આંખે 2’ માં જોવા મળી શકે છે.

શું દિલ્હીમાં બનશે ડબલ એન્જિન સરકાર? ભાજપની જીતની ઉજવણી શરૂ

દિલ્હી: વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી રહ્યું છે. 1993માં જ્યારે પહેલીવાર ચૂંટણી થઈ ત્યારે રામમંદિર આંદોલનની લહેરમાં ભાજપે એકતરફી જીત મેળવી હતી. જો કે પાંચ વર્ષના કાર્યકાળમાં સ્થિતિ એવી હતી કે પાર્ટીને ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. ત્યાર બાદ વર્ષ 1998માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી. કોંગ્રેસ સતત ત્રણ વખત દિલ્હીમાં સત્તા પર આવ્યું અને હવે આમ આદમી પાર્ટી છેલ્લા ત્રણ વખતથી સત્તામાં હતું.

ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂરો થયો

આ વખતે ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂરો થઈ રહ્યો છે અને ભાજપ ફરીથી દિલ્હી પર શાસન કરવાની તક મળશે. જયારે કોંગ્રેસ પણ સત્તામાં આવવામાં સખત પ્રયાસ કર્યો. તેમજ આમ આદમી પાર્ટી પણ સતત ચોથી વખત સરકારમાં આવવાનો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો. દિલ્હીના ઇતિહાસમાં કોંગ્રેસના શીલા દીક્ષિત સૌથી લાંબા સમય સુધી એટલે કે 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે. તે પછી બીજા નંબર પર અરવિંદ કેજરીવાલ છે. તેઓ લગભગ 11 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા.

દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિજય થયો હતો. 2015માં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી હતી. 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠકો પર જીત હાંસલ થઈ હતી, જ્યારે ભાજપના ખાતામાં માત્ર આઠ બેઠકો ગઈ હતી. છેલ્લી બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 70માંથી એક પણ બેઠક પર સફળતા મળી નથી.

દિલ્હીમાં 1993માં પહેલીવાર થઈ ચૂંટણી

દિલ્હી વિધાનસભાના ગઠન બાદ 1993માં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મળી હતી. જોકે પાંચ વર્ષમાં ભાજપને ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા. મદનલાલ ખુરાનાએ કૌભાંડના આરોપમાં ખુરશી ગુમાવી, સાહિબ સિંહ વર્માએ મોંઘવારીના કારણે રાજીનામું આપ્યું જ્યારે સુષ્મા સ્વરાજ માત્ર બે જ મહિના મુખ્યમંત્રી રહી શક્યા.49 દિવસની સરકાર 

1998ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો અને શીલા દીક્ષિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 1998થી 2013 સુધી શીલા દીક્ષિત જ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. જોકે 2013ની ચૂંટણીમાં 70માંથી 32 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો પણ બહુમતી ન મળી. એવામાં 28 બેઠકો સાથે આમ આદમી પાર્ટીએ સાત બેઠકો ધરાવતી કોંગ્રેસના ટેકા સાથે સરકાર બનાવી.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર માત્ર 49 દિવસ જ ચાલી શકી હતી. કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને 2015માં ફરી ચૂંટણી યોજાઈ હતી.

મુંબઈ હુમલાના દોષિત રાણા ટૂંક સમયમાં ભારત પરત ફરશે!

મુંબઈ: 2008ના આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણા માટે ભારત આવવાનો માર્ગ મોકળો થઈ ગયો હોય તેવું લાગે છે. ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, તે રાણાના શરણાગતિ માટેની વ્યવસ્થા કરવા માટે અમેરિકી અધિકારીઓના સંપર્કમાં છે. રાણાએ અમેરિકામાં બધા કાનૂની માર્ગો અજમાવ્યા છે અને દરેક જગ્યાએ નિરાશાનો સામનો કરવો પડ્યો છે. જાન્યુઆરીમાં, યુએસ સુપ્રીમ કોર્ટે રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી અને હવે ભારત તેના શરણાગતિ માટે યુએસ અધિકારીઓ સાથે વાત કરી રહ્યું છે.રાણાના પ્રત્યાર્પણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે તમને તાજેતરના ઘટનાક્રમ પરથી ખબર પડી ગઈ હશે કે રાણાએ અમેરિકામાં બધા કાનૂની રસ્તાઓ ખતમ કરી દીધા છે, યુએસ સુપ્રીમ કોર્ટે પણ તેમની અપીલ ફગાવી દીધી છે.’ તેથી અમે હવે અમેરિકી અધિકારીઓના સંપર્કમાં છીએ જેથી રાણા ભારતીય અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરે. આ ખાસ બાબતે વધુ માહિતી મળતાં જ અમે તમને જણાવીશું.21 જાન્યુઆરીના રોજ, યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી, જેનાથી તેના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો હતો. ભારતે અગાઉ કહ્યું હતું કે તે રાણાના વહેલા પ્રત્યાર્પણ માટે યુએસ અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ‘અમે હવે મુંબઈ આતંકવાદી હુમલાના આરોપીઓને વહેલી તકે ભારતને સોંપવા માટે યુએસ પક્ષ સાથે કામ કરી રહ્યા છીએ.’

રાણા અમેરિકાની અનેક અદાલતોમાં કાનૂની લડાઈ હારી ગયા છે

પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણા પર 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. આ અંગે, ભારતે અમેરિકન એજન્સીઓ સાથે માહિતી શેર કરી હતી જે નીચલી કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. યુએસ સુપ્રીમ કોર્ટે ભારત દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવાનો સ્વીકાર કર્યો, તહવ્વુરની અરજી ફગાવી દીધી અને તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી.

તેમણે અગાઉ સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ નોર્ધન સર્કિટ સહિત અનેક અદાલતોમાં પ્રત્યાર્પણ સામે અપીલ કરી હતી, પરંતુ તેમની અપીલ દરેક જગ્યાએ ફગાવી દેવામાં આવી હતી. તહવ્વુર રાણા હાલમાં મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કસ્ટડીમાં છે.રાણા પાકિસ્તાનની ISI સાથે જોડાયેલો છે અને લશ્કર-એ-તૈયબા સાથે પણ જોડાયેલો છે.

22/11 ના આતંકવાદી હુમલાના સંદર્ભમાં મુંબઈ પોલીસે 2008 માં દાખલ કરેલી ચાર્જશીટમાં તહવ્વુર રાણા મુખ્ય આરોપી છે. તેહવુર પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. એવો આરોપ છે કે રાણાએ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી હતી. ચાર્જશીટમાં, મુંબઈ પોલીસે રાણા પર હુમલાના સ્થળની રેકી કરવાનો અને બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનો અને તેને પાકિસ્તાની આતંકવાદીઓને સોંપવાનો આરોપ મૂક્યો હતો.

દિલ્હી ચૂંટણી પરિણામ: શરૂઆતના ટ્રેન્ડમાં કેજરીવાલ, આતિશી પાછળ

દિલ્હી: રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી માટે પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જે બાદ તમામ બેઠકો પર આજે પરિણામ આવી રહ્યા છે. મતગણતરી કેન્દ્રોની બહાર ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 11 જિલ્લાના કુલ 19 કેન્દ્રો પર ગણતરી શરૂ થઈ છે. પ્રારંભિક વલણોમાં ભાજપ લીડ કરી રહ્યું છે. બીજી તરફ આપ પણ આકરી ટક્કર આપી રહ્યું છે. કોંગ્રેસે એક બેઠક પર લીડ મેળવી છે. બધાની નજર તેના પર છે કે શું અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) સતત ત્રીજી વખત જીતશે કે પછી ભાજપ રાજધાનીમાં 27 વર્ષના સત્તાના દુષ્કાળનો અંત લાવશે. તો, કોંગ્રેસ, જે છેલ્લી બે ચૂંટણીઓમાં એક પણ બેઠક જીતી શકી નથી, તેને પણ આ ઇલેક્શનમાં ખાતું ખોલવાની અપેક્ષા છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે EVMની ગણતરી ચાલી રહી છે. વલણોમાં, ભાજપ 44 બેઠકો પર આગળ છે અને આમ આદમી પાર્ટી (AAP) 25 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. તેનો અર્થ એ કે ભાજપે શરૂઆતના ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. નવી દિલ્હી બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)ના અરવિંદ કેજરીવાલ, કાલકાજી બેઠક પરથી આતિશી અને પટપરગંજ બેઠક પરથી અવધ ઓઝા પાછળ છે. જ્યારે જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા આગળ નીકળ્યા છે.દેશના પાટનગર દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.