Home Blog Page 1182

વાસ્તુ: અગ્નિ દિશામાં પાણી હોય તો શું થાય?

કાગઝ કે ફૂલ ફિલ્મનું ગીત “બિછડે સભી બારી બારી” સાચે જ હૃદયસ્પર્શી છે. ૧૯૫૧માં બનેલી ફિલ્મનો મર્મ આજે પણ એવો જ છે. પરિવારજનો કે સ્વજનો અંતે તો પોતાના વિશે જ વિચારે છે. એક સાચો પ્રેમ છે જેનાથી વ્યક્તિ બચવા પ્રયાસ કરે છે કારણકે એને ક્યાંક કોઈની ચિંતા છે. નિયમો એવા પણ ન હોવા જોઈએ જે જીવનને બરબાદ કરી નાખે. વળી વ્યક્તિ પોતાને જયારે વસ્તુની જેમ વપરાવાની ના પાડે ત્યારે સામેવાળાને તકલીફ થાય જ. ગમતું કરવા માટે શું ગમે છે એ સમજવું જરૂરી છે. જો એ સમજાઈ જાય તો ગમતાનો ગુલાલ થઇ શકે. બાકી જીવન પ્રવાહિત છે. માણસો તો બદલાતા જ રહેવાના છે. પાણીને વહેણ ગમે. સમુદ્રમાં ગયા પછી પણ પાણી સ્થિર નથી રહેતું. એ પ્રવાહ જ પાણીનું આકર્ષણ છે. જીવન પણ એવું જ હોવું જોઈએ. આકર્ષક અને પ્રવાહિત.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારી ઉંમર મધ્યાહ્ન વટાવી ચુકી છે. પણ સાઠે બુદ્ધિ નથી નાઠી એટલું સારું છે. કદાચ આકર્ષણ હજુ પણ મારામાં ભારોભાર છે. બાળપણથી આત્યાર સુધીમાં સો થી વધારે લોકોએ મને પ્રપોઝ કર્યું છે. પહેલી વખત મારી ઉંમર ચાર વરસની હતી અને મારા સગા કાકીએ જ મારી સાથે સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો. મને કશુક અજુગતું લાગતા મેં બુમો પાડી અને એ ભાગી ગયા. મારી સાથે શું થયું એ કહેવા માટે હું અક્ષમ હતો એટલે બધાએ માની લીધું કે કદાચ મને માર્યું હશે.

લગભગ છ મહિના પછી એક યુવતીએ પ્રયાસ કર્યો. એ મારી પડોશણ હતી. સ્કુલમાં સિનિયર્સ, શિક્ષકો, પડોસીઓ, સંબંધીઓ આમ લીસ્ટ મોટું થતું ગયું અને અંતે બાર વરસની ઉમરમાં મારો પહેલો સંબંધ બંધાયો. બંને જાતિના લોકો મારાથી આકર્ષિત થતા. પણ મને નારી જાતી વધારે ગમતી. કોલેજમાં આવતા સુધીમાં પચાસેક લોકો સાથે સંબંધ બંધાઈ ગયા. પણ એ માત્ર આકર્ષણ રહેતું. કોઈ મારું ક્યારેય થયું જ નહિ.

આ ઉંમરે મારાથી ચાલીસ વરસ નાની વ્યક્તિને પણ મારામાં રસ જાગે છે. હવે જીવન સમજાઈ ગયું છે. એટલે અંતર રાખવાનું શરુ કર્યું. જીવનમાં કશુક નવું કરવા એક વિષય પર અભ્યાસ શરુ કર્યો. મારા શિક્ષક જે મારાથી વીસ વરસ નાના છે એ અડપલા કરે છે. આચાર્યને ફરિયાદ કરી તો એ પણ વિચિત્ર વાતો કરે છે. એમને પણ મારામાં રસ છે. એ ગમેત્યારે કમર પર હાથ ફેરવી લે છે. આ મારી સાથે શું ચાલી રહ્યું છે? જોકે મેં અભ્યાસ છોડી દીધો છે. પણ આવું ક્યાં સુધી ચાલશે? વળી હું જેમને રીજેક્ટ કરું છુ એ મારા વિષે ગમે તેવી અફવા ફેલાવે છે. મેં લગ્ન નથી કર્યા. એનું કારણ આવા લોકો જ છે. માણસો સ્વાર્થ વગરના ન હોઈ શકે? શું સંબંધ એટલે શારીરિક જ હોય?

 

જવાબ: માણસ જ્યારથી ભૌતિકતા તરફ ભાગવા લાગ્યો છે ત્યારથી એને માત્ર શરીર જ ગમે છે. મન, હૃદય અને આત્મા સુધી પહોંચવાની એની શક્તિ પૂરી થઇ રહી છે. કેટલીક વ્યક્તિઓ આકર્ષક હોય છે. એમાં એનો કોઈ વાંક નથી હોતો. પણ ભૂખ્યા લોકો રહેવાના જ. કબુતર, કુતરા વિગેરેની નજીક રહીને માણસ અતીકામી થઇ રહ્યો છે. કામ એ જીવનની જરૂરિયાત છે. પણ યોગ્ય વ્યક્તિ સાથે સ્વેચ્છાએ થયેલી ક્રિયા ઉર્જા આપે છે. તમે અનુભવ આધારિત વિચારો ઉભા કર્યા છે. તમારી સાથે જે થયું એમાંથી ઘણું ખોટું હશે. પણ કામ એ માત્ર વાસના નથી એ સમજવું જરૂરી છે. આપને ચોક્કસ યોગ્ય ચાહક મળી રહેશે. આપના અગ્નિમાં ચંદનના બે વૃક્ષ વાવી દ્યો. જરૂરથી લાભ થશે.

સવાલ: અગ્નિ દિશામાં પાણી હોય તો શું થાય?

જવાલ: અગ્નિ અને પાણી બંને તત્વ છે. પાણીમાં એટલી તાકાત છે કે એ અગ્નિને પણ આકર્ષે છે. જો અમુક પ્રમાણમાં પાણી હોય તો એ ઘરની મુખ્ય બે જાતી વચ્ચે અંતર ઉભું કરી શકે છે.

સુચન: અગ્નિ દિશામાં ફૂલ દાડમ વાવવાથી લાભ થાય છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

પંચાંગ 07/02/2025

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૭ ફેબ્રુઆરી ૨૦૨૫

Chitralekha Gujarati – 17 February, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

ભાઈ સિદ્ધાર્થના લગ્નમાં પ્રિયંકાએ લગાવી મહેંદી, જુઓ તસવીરો

મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરાના પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો સામે આવી રહી છે. હલ્દી સેરેમની બાદ હવે મહેંદી સેરેમનીની તસવીરો વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર મહેંદી ફંક્શનના ફોટો શેર કર્યા છે. જેમાં ચોપરા પરિવારની તમામ લેડિઝ મહેંદી મુકાવતી જોવા મળી રહી છે.

Photos: Priyanka Chopra Instagram

મામાના લગ્ન માટે પ્રિયંકાની દીકરી માલતીનો પણ હરખ જોવા મળ્યો છે. માલતીએ પણ હાથમાં મહેંદી લગાવી છે. નિક જોનાસ પણ સાળાના લગ્ન માટે મુંબઈ પહોંચી ગયા છે.

સુરત: 2 વર્ષના માસૂમનું ગટરમાં પડ્યા બાદ મોત,તંત્રની બેદરકારી સામે રોષ

સુરતના વરિયાવ વિસ્તારમાં ગઇકાલે (5 ફેબ્રુઆરી) સાંજે અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે  એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. 24 કલાક બાદ આજે (6 ફેબ્રુઆરી)એ બાળક વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. હાલ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીએ માસૂમનો જીવ ગયો છે. સતત 24 કલાકથી ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો છે.

આઈસ્ક્રીમ લેવા જતા કેદાર નામનો માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડ્યો હતો. બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ સાથે નીકળેલો તેમનો 2 વર્ષીય પુત્ર કેદાર વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો.  સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં લાગ્યા હતા. પાણીના ભારે વહેણને કારણે બાળક ઘણું આગળ સુધી પહોંચી ગયો હતો. અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં માતા સાથે પસાર થઈ રહેલ માસુમ બાળક પડી જવાને કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મહાનગર પાલિકાના વહીવટી તંત્રના પાપે માસુમ બાળકની બીજા દિવસ સાંજ સુધી પણ કોઈપણ પ્રકારની ભાળ મળી ન હતી. આજે પણ સવારથી ફાયર વિભાગથી માંડીને કતારગામ ઝોનની ટીમો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બપોરે એનડીઆરએફની ટીમ પણ ફાયર વિભાગના જવાનો સાથે તપાસમાં જોતરાઈ હતી. આ સિવાય ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈનમાં ગેરકાયદેસર કનેકશનને કારણે પાણીનો ફોર્સ વધારે હોવાને કારણે મેઈન લાઈનમાં 15 ફુટ સુધી પાણીનો પ્રવાહ જોવા મળ્યો, જેને કારણે પણ શોધખોળમાં ભારે વિલંબ થયો હોવાનું જણાઈ રહ્યું છે. ફાયર વિભાગની સાથે સાથે ઝોનની ટીમ દ્વારા પણ સ્ટ્રોમ ડ્રેનેજથી માંડીને ખાડીમાં તપાસ કરાઈ. બીજા દિવસે પણ બપોર સુધી કેદારનો કોઈ પત્તો ન મળતાં પરિવારજનો સહિત લોકોમાં વહીવટી તંત્રની કામગીરી વિરૂદ્ધ ભારે રોષ જોવા મળ્યો.  વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન કરીને સુરત મહાનગર પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ ફાયર ઓફિસર જણાવ્યું કે ભારે વાહનોની અવર જવરને કારણે આ મેનહોલનું ઢાકણ તૂટી ગયું છે.

પ્રિન્સ રહીમ આગા ખાન-પાંચને શિયા ઈસ્માઈલી મુસ્લિમ્સના 50મા વારસાગત ઈમામ તરીકે જાહેર કરાયા

લિસ્બન, પોર્ટુગલ: પ્રિન્સ રહીમ અલ-હુસૈની આગા ખાન પાંચને શિયા ઈસ્માઈલી મુસ્લિમ્સના 50મા ઈમામ(આધ્યાત્મિક નેતા) જાહેર કરાયાં છે. તેમના પિતા પ્રિન્સ કરીમ અલ-હૂસૈની આગા ખાન-4ના વીલ(વારસાઈ)ને ખોલ્યાં પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રિન્સ કરીમ અલ-હૂસૈનીનું પોર્ટુગલના લિસ્બન ખાતે 88 વર્ષની વયે અવસાન થયું હતું.

પ્રિન્સ રહીમ આગા ખાન-પાંચ પ્રોફેટ મોહમ્મદના દિકરી હઝરત બીબી ફાતિમા અને પ્રોફેટના કઝીન અને જમાઈ હઝરત અલી મારફતે સીધા વંશજ છે. હઝરત અલી ઈસ્લામના ચોથા ખલીફા અને પ્રથમ શિયા ઈમામ હતાં. 1400-વર્ષોના ઈતિહાસમાં ઈસ્માઈલીઝ વારસાગત ઈમામની પ્રણાલી સાથે જીવી રહ્યાં છે. ઈસ્માઈલીઝ 35 દેશોમાં વસે છે અને તેમની વસ્તી 1.2 કરોડથી 1.5 કરોડ હોવાનું અનુમાન છે.

પ્રિન્સ રહિમ આગા ખાન-પાંચનો પરિચય

પ્રિન્સ રહીમ આગા ખાન-પાંચ શિયા ઈસ્માઈલી મુસ્લિમ્સના 50મા વારસાગત ઈમામ છે. તેમની નિમણૂંક તેમના સ્વર્ગવાસી પિતા પ્રિન્સ કરીમ આગા ખાન-4 દ્વારા શિયા ઈમામી ઈસ્માઈલી પરંપરાને અનુસરી કરવામાં આવી હતી. પ્રિન્સ રહીમનો જન્મ 12 ઓક્ટોબર, 1971ના રોજ થયો હતો. તેઓ પ્રિન્સ કરીમ આગા ખાન અને તેમના પ્રથમ પત્નિ પ્રિન્સેસ સલીમાહનું સૌથી મોટું સંતાન છે. પ્રિન્સ રહીમે ફિલીપ્સ એકેડેમી એન્ડોવર ખાતે અભ્યાસ કર્યો છે અને 1995માં બ્રાઉન યુનિવર્સિટી ખાતેથી કમ્પેરેટીવ લિટરેચર આર્ટ્સમાં સ્નાતક થયા હતા. પ્રિન્સ રહીમને તેમના ભૂતપૂર્વ પત્નિ પ્રિન્સેસ સાલ્વાથી બે સંતાનો પ્રિન્સ ઈરફાન(જન્મ 2015) અને પ્રિન્સ સિનાન(જન્મ 2017) છે.

તેઓ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની ઘણી સંસ્થાઓના બોર્ડ્સ પર સેવા આપી રહ્યાં છે. તેમજ તેઓ ધ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈસ્માઈલી સ્ટડીઝ અને ધ ઈસ્માઈલી કમ્યુનિટીની સોશ્યલ ગવર્નન્સ ઈન્સ્ટીટ્યુશન્સની કામગીરીને નજીકથી અનુસરી રહ્યાં છે.

પ્રિન્સ રહીમ AKDNની પર્યાવરણના રક્ષણ અને ક્લાઈમેટ ચેન્જની અસરોને  ખાળવાના પ્રયાસો સાથે સંકળાયેલા છે, અને AKDNની એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાયમેન્ટ કમિટીના ચેરમેન છે. દારુણ ગરીબીમાં જીવી રહેલાંઓની જરૂરિયાતો પૂરી કરવાના અને શિક્ષણ, તાલીમ અને સાહસિક્તા મારફતે તેમની આજીવિકામાં સુધારાના AKDN અને ઈસ્માઇલી કમ્યુનિટી સંસ્થાઓના કામ પર તેઓ સતત દેખરેખ રાખે છે.

પ્રિન્સ રહીમ નિયમિતપણે સરકારી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નાગરિક સમાજના આગેવાનોને મળતાં રહે છે અને ઈસ્માઈલી ઈમામત સાથેના તેમના સંબંધોને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. સાથે તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયેલાઓના જીવનને સુધારણાના AKDNના પ્રયાસોને આગળ ધપાવી રહ્યાં છે.

ગુમ થયેલા મર્ચન્ટ નેવી કર્મચારીનો મૃતદેહ મુંબઈના દરિયામાંથી મળ્યો

મુંબઈ: મુંબઈના દરિયામાંથી એક મર્ચન્ટ નેવી કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો છે. કોલાબા પોલીસે સાસૂન ડોક્સ નજીક દરિયામાં મળી આવેલા મૃતદેહના સંદર્ભમાં ADR નોંધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. મૃતક યુવકની ઓળખ સુનીલ પાચર (23) તરીકે થઈ છે અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો. સુનીલ પાચર બે દિવસથી હોડીમાંથી ગુમ હતો.

સુનીલ પાચર રાત્રે બોટના ડેક પર સૂતો હતો

બોટના ક્રૂ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ સુનીલ પાચર રાત્રે બોટના ડેક પર સૂઈ રહ્યો હતો. સવારે તે બોટના ડેક પર દેખાયો ન હતો. બોટમાં બધે શોધખોળ કર્યા પછી પણ પાચર ન મળ્યા પછી, બોટના ક્રૂએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી.

સુનિલ 3 ફેબ્રુઆરીથી ગુમ હતો

મળતી માહિતી મુજબ, સુનીલ પાચર નવેમ્બર 2024 થી બોટ પર કામ કરી રહ્યા હતા. તે 3 ફેબ્રુઆરીની સવારથી ગુમ હતો. 5 ફેબ્રુઆરીના રોજ બપોરે 1 વાગ્યે, સ્થાનિક લોકોએ સાસૂન ડોક પાસે પાચરનો મૃતદેહ જોયો અને પોલીસનો સંપર્ક કર્યો. સુનીલ પાચરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ પાચરના મૃત્યુનું કારણ જાણી શકાશે.

સુનીલના પિતાએ જણાવ્યું કે તેમના મૃત્યુના થોડા સમય પહેલા તેમના દીકરાએ તેમની સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. તેને કોઈ પણ પ્રકારની સમસ્યા નહોતી. બાદમાં પોલીસે માહિતી આપી કે આવી ઘટના બની છે. આ પછી તે મુંબઈ આવ્યા.

પોલીસનું નિવેદન બહાર આવ્યું

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ વ્યક્તિનું મૃત્યુ ડૂબવાથી થયું હોવાનું જણાય છે, પરંતુ મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે. અધિકારીએ જણાવ્યું કે, મૃતદેહને વધુ તપાસ માટે સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. દક્ષિણ મુંબઈની કોલાબા પોલીસે અકસ્માત મૃત્યુ અહેવાલ (ADR) નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યસભામાં PM મોદીનો શાયરાના અંદાજ

સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. સંસદમાં પીએમ મોદીની કાવ્યાત્મક શૈલી જોવા મળી. તેમણે કહ્યું કે જ્યારે દેશમાં કોંગ્રેસ સરકાર સત્તામાં હતી, ત્યારે નીરજે કેટલીક કવિતાઓ લખી હતી.

 

પીએમ મોદીએ રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેને શાયરી સાથે જવાબ આપ્યો કે ‘લોકોને શું ખબર, આપણે કેટલા તોફાનો પાર કર્યા છે અને સળગાવી દીધા છે’. નીરજે આ કવિતાઓ 1970 ના દાયકામાં લખી હતી જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી. દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું, ‘અંધકાર દૂર થશે, સૂર્ય ઉગશે, કમળ ખીલશે’.

દેવ આનંદની ફિલ્મો બંધ થઈ ગઈ કારણ કે તેમણે ઈમરજન્સીને ટેકો આપ્યો ન હતો: પીએમ

પીએમ મોદીએ કહ્યું કે આ દેશે કટોકટીનો સમય પણ જોયો છે. દેશ જાણે છે કે કેવી રીતે બંધારણને કચડી નાખવામાં આવ્યું, સત્તા ખાતર બંધારણની ભાવનાને કેવી રીતે કચડી નાખવામાં આવી. કટોકટી દરમિયાન, પ્રખ્યાત ફિલ્મ અભિનેતા દેવ આનંદને જાહેરમાં કટોકટીને ટેકો આપવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. તેથી, દેવ આનંદની બધી ફિલ્મો દૂરદર્શન પર પ્રતિબંધિત કરવામાં આવી હતી.