Home Blog Page 1190

નેટફ્લિક્સની ઈવેન્ટમાં અર્જુન રામપાલ થયો ઘાયલ

મુંબઈ: નેટફ્લિક્સે મુંબઈમાં ઇવેન્ટમાં તેની આગામી ફિલ્મો અને વેબ સીરિઝની જાહેરાત કરી, જે 2025 માં રિલીઝ થવાની છે. રાણા દગ્ગુબાતી અને વેંકટેશની વેબ સીરિઝ ‘રાણા નાયડુ 2’ ના રિલીઝની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. આ દરમિયાન ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી રહેલા બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલે પણ ભાગ લીધો હતો. હવે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અર્જુન રામપાલ ઘાયલ થયો છે.

આ કાર્યક્રમમાં અર્જુન રામપાલે કાચની ફ્રેમ તોડીને સ્ટેજ પર ભવ્ય એન્ટ્રી કરી. આ દરમિયાન તેના હાથમાં ઈજા થઈ અને લોહી નીકળવા લાગ્યું. અભિનેતાની આંગળીઓમાંથી લોહી નીકળતું હોવા છતાં તે કાર્યક્રમમાં રહ્યો હતો. ઈજાને કારણે તે કાર્યક્રમ દરમિયાન અસ્વસ્થ દેખાતો હતો,પરંતુ ચહેરા પર સ્મિત સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ટેકનિકલ કારણોસર કાચ તૂટ્યો નહીં

એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે કાર્યક્રમમાં લગાવવામાં આવેલ કાચ યોગ્ય રીતે તૂટ્યો ન હતો, જેના કારણે અર્જુન રામપાલે તેને પોતાના હાથે તોડવો પડ્યો હતો. જેના કારણે તેના હાથમાં ઈજા થઈ હતી.

સોમવારે વેબ સીરિઝની બીજી સીઝનની જાહેરાત સાથે તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું. નેટફ્લિક્સે કેપ્શનમાં લખ્યું, “હવે વિનાશ શરૂ થશે મામુ, કારણ કે આ રાણા નાયડુની શૈલી છે. 2025 માં આવી રહેલી ‘રાણા નાયડુ સીઝન 2’ ફક્ત નેટફ્લિક્સ પર જુઓ.” આ વેબ સીરિઝમાં સુચિત્રા પિલ્લઈ, અભિષેક બેનર્જી, ગૌરવ ચોપરા, સુરવીન ચાવલા, ઇશિતા અરુણ અને કૃતિ ખરબંદા પણ છે.

સુરત: ઓલપાડના 20 ગામોમાં વીજ ચોરી પર કાર્યવાહી, 31.41 લાખનો દંડ ફટકારાયો

સુરત: ઓલપાડ તાલુકાના 20થી વધુ ગામોમાં વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 38 જેટલી ટીમે દ્વારા 1323 જગ્યા પર વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 20 ગામમાંથી દરોડ 19 જગ્યાએ વીજ ચોરીમાં 31.41 લાખનો દંડ ફટકારાયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં થઈ રહેલી વીજળીની ચોરી દામવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના વીજ કંપનીએ વીજ ચોરી પકડવા માટે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતુ. વહેલી સવારેથી હાથ ધરેલી કાર્યવાહીમાં ઓલપાડ તાલુકાની વિજિલન્સની ટીમે અલગ અલગ 38 ટીમ બનાવી તાલુકાના 20 ગામોમાં વીજ ચેંકિગ હાથ ધર્યું હતુ. વીજ ચેકિંગ દરમિયાન અનેક જગ્યાએ વીજ ચોરી ઝડપાઇ છે.ઓલપાડ તાલુકાના 20થી વધુ ગામોમાં GUVNLને ફાળવેલ 4 પોલીસ ટીમે બંદોબસ્ત વચ્ચે વિજિલન્સની ટીમે 1323 જગ્યા પર ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 19 જગ્યા પર વીજ ચોરી ઝડપાતા 31.41 લાખનો દંડ ફાટકરાયો છે.

મહિલાઓમાં શરીરના આ દુખાવાને આંતર વસ્ત્રો સાથે શું સંબંધ?

ઋત્વાના લગ્નને પાંચ મહિના થયા હતા. એક દિવસ એ એની સાસુ કાવ્યાબેન સાથે રસોડામાં કામ કરી રહી હતી. કામ દરમિયાન ઋત્વાએ મીઠું લેવા માટે હાથ લંબાવ્યો અને એની પીઠમાં દુઃખાવો થયો,  વેદનાથી એની ચીસ નીકળી ગઈ. કાવ્યાબેને તરત જ ઋત્વાને પાસે બેસાડીને પૂછ્યું, શું થયું બેટા? ઋત્વાએ દુઃખદ સ્વરમાં કહ્યું,  મમ્મી, છેલ્લા કેટલાક દિવસોથી પીઠ અને ખભામાં દુખાવો રહે છે. દિવસભર થાક લાગે છે અને ગળામાં તાણ પણ થાય છે.

કાવ્યાબેને હળવા હસીને કહ્યું, બેટા, તું યોગ્ય સાઈઝના આંતર વસ્ત્ર (બ્રા) પહેરે છે કે નહીં એ ચેક કર્યું છે?

ઋત્વા એકદમ ચોંકી ગઈ. મમ્મી, આંતર વસ્ત્ર સાથે આનું શું સંબંધ? સંબંધ છે, અને ઘણો મહત્વનો છે! કાવ્યાબેને સમજાવવાનું શરૂ કર્યું. મહિલાઓ માટે યોગ્ય સાઈઝની બ્રા એટલી જ મહત્વની છે, જેટલું પોષણયુક્ત ભોજન કે વ્યાયામ. ખોટી સાઈઝની બ્રા પહેરવાથી પીઠ, ખભા અને ગળાનો દુઃખાવો થવાની શક્યતા રહે છે. જો એ વધારે ફીટ હોય તો ત્વચામાં ઘર્ષણ અને લાલચટ્ટા થઈ શકે, અને જો વધારે ઢીલી હોય તો પીઠ અને છાતીના સ્નાયુઓ પર દબાણ પડે. આ વાત સાંભળીને ઋત્વાએ તરત જ પોતાન આંતર વસ્ત્રની સાઈઝ બદલી, થોડા સમયમાં એની દરેક તકલીફ દૂર થઈ ગઈ.

આ આંતર વસ્ત્ર એટલે કે બ્રા એ શબ્દ જાહેરમાં નથી બોલાતો એટલે આ વિષય વિશે આપણે ત્યાં ચર્ચા ઓછી થાય છે. અરે, મહિલાઓ એ લેવા માટે દુકાને જાય ત્યારે પણ ખૂબ જ સંકોચ સાથે ખરીદી કરે છે. મોટા શહેરોમાં કદાચ મહિલાઓ આ બાબતે છુટથી બોલતી હોય, પરંતુ ભારતમાં 70 ટકા મહિલાઓ આજે પણ બ્રાની ખરીદી પર મૌન સેવે છે. કલર, કાપડ અને ડિઝાઈન પસંદ આવે એટલે બ્રા લઈ લેવામાં આવે છે, પરંતુ એની પરફેક્ટ સાઈઝની ચર્ચા નથી કરવામાં આવતી. ખુલીને તો નહીં જ.

કદાચ આ જ કારણસર આજે પણ 80 ટકા મહિલાઓ ખોટી સાઈઝની બ્રા પહેરે છે. કદાચ એ પોતે પણ આનાથી અજાણ છે. જેના કારણે અનેક પ્રકારની શારિરીક સમસ્યાઓથી મહિલા પીડાય છે. બ્રા માટે યોગ્ય માપ હોય એ વાતને મહિલાઓ માટે સ્વીકારવી પણ શક્ય નથી. પરંતુ હવે એ સમય આવી ગયો છે, બ્રાની પસંદગી, માપ, યોગ્ય ફિટિંગ, અને અયોગ્ય આંતર વસ્ત્ર પહેરવાના કારણે થતી સમસ્યાઓ વિશે ચર્ચા કરવાનો.

તો ચાલો જાણીએ આંતર વસ્ત્રો સાથે જોડાયેલી મહત્વની વાતો..

એક સરવે પ્રમાણે લગભગ 89 ટકા મહિલાઓ યોગ્ય માપના આંતર વસ્ત્રો પહેરતી નથી. જો એના  સ્ટ્રેપને કારણે ખભા પર ફોલ્લી થાય, અથવા આંતર વસ્ત્રોના કારણે અન્ડર બસ્ટ પર બળતરા થાય તો કદાચ એ તમામ મહિલાઓનો સમાવેશ 89 ટકા મહિલાઓમાં થાય છે. દરેક સ્ત્રી અલગ હોય છે, એના બ્રેસ્ટનું કદ પણ અલગ હોય છે. માટે બ્રાનું યોગ્ય માપ જાણવું ખુબજ જરૂરકી છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જાણીતા તજજ્ઞ નફીસા ગુગરમાન કહે છે કે, “મહિલાઓ માટે યોગ્ય બ્રાની પસંદગી આરોગ્ય માટે એટલી જ મહત્વપૂર્ણ છે, જેટલી અન્ય વ્યક્તિગત અને આરોગ્યવર્ધક આદતો. અનેક વખત મહિલાઓ ખોટી સાઈઝની બ્રા પહેરે છે અને એનો પ્રભાવ વર્ષો પછી દેખાય છે. મારા ક્લિનિકમાં આવી અનેક મહિલાઓ આવે છે, જેમને લાંબા સમયથી ચાલતા પીઠદુખાવાનું કારણ સમજાતું ન હોય, પણ તપાસ કર્યા પછી ખબર પડે કે તેઓ ખોટી સાઈઝની બ્રા પહેરી રહ્યા છે. ખાસ કરીને મોટો બસ્ટ સાઈઝ ધરાવતી મહિલાઓ માટે યોગ્ય સપોર્ટવાળી બ્રા પહેરવી અત્યંત જરૂરી છે. હવે સમય આવી ગયો છે કે તમે ચાર્ટ પ્રમાણે તમારા કદ પ્રમાણે આંતર વસ્ત્ર પહેરો. જો કે આપણા સમાજમાં આજે પણ બ્રાને માત્ર અંદર પહેરવાનું સામાન્ય વસ્ત્ર માનવામાં આવે છે, ઘણી જગ્યાએ તો એના માટે વધારે પૈસા ન ખર્ચાય એવી પણ ચર્ચાઓ થતી હોય છે. આ વિશે ચર્ચા કરવી જોઈએ, સાથે જ પોતાની રીતે પોતાની બ્રાનું યોગ્ય માપ નીકાળી એ પ્રમાણે જ એને પહેરવી જોઈએ. મહિલાઓના અનેક પ્રોબ્લમનું સોલ્યુશન એ રીતે આવી જશે.”

કપ અને બેન્ડનું કદ કેવી રીતે શોધી શકાય?

સામાન્ય રીતે પહેલા બેન્ડના કદને માપો. જેમ કે 30, 32, 34 ઇંચની બેન્ડ સાઇઝની બ્રા સૌથી સામાન્ય છે. બ્રાની યોગ્ય સાઇઝ પસંદ કરવા માટે સૌથી પ્રથમ રીપ એટલે પાંસળીની આસપાસનું માપ લેવું. આ ભાગ બ્રેસ્ટના મણકાની નીચે હોય છે. જો રીપનું માપ 26 ઇંચ હોય, તો એમાં 4 ઇંચ ઉમેરવું પડશે, અને જો 25 ઇંચ હોય, તો એમાં 5 ઇંચ ઉમેરવું પડશે. આ રીતે, 26 ઇંચ + 4 = 30 બેન્ડ સાઇઝ મળશે. પછી, રેબ એટલે બ્રેસ્ટના સૌથી અગ્રણી ભાગને માપવું પડશે. બેન્ડ સાઇઝ અને બ્રેસ્ટ સાઇઝ વચ્ચેનો તફાવત 2 ઇંચ હોય, તો A અથવા B કપની બ્રા પહેરવી. જો 3 ઇંચ હોય, તો C કપ, 4 ઇંચ હોય, તો D કપ આ પ્રમાણે કદ વધતું જશે. આ રીતે, બેન્ડ સાઇઝ અને બ્રેસ્ટ સાઇઝ વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખીને,  જરૂરિયાત પ્રમાણે યોગ્ય બ્રા પસંદ કરી શકા છે.

અન્ય રીતે સમજીએ તો બ્રેસ્ટની નીચે કપડા માપવાની ટેપ લપેટો જેથી ટેપનો છેડો બ્રેસ્ટના નીચે થઈ પીઠ પરથી થઈને પરસ્પર મળે. હવે ટેપ પર જેટલો નંબર આવે એમાં 5 એડ કરો. ઉદાહરણ તરીકે જો બ્રેસ્ટના ટેપનું માપ 27 છે તો એમાં એમાં +5 કરો, તો 32 થશે એટલેકે તમારી બ્રાની સાઈઝ 32 છે. હવે વાત કરીએ કપ સાઈઝ માપવાની તો એમાં બ્રેસ્ટનો સૌથી મોટો કે બ્રેસ્ટના સૌથી વધુ ઉભાર વાળા ભાગનું માપ લેવું, જેને બસ્ટલાઈન કહે છે. એનું માપ લેતા સમયે હાથ એકદમ નીચે હોવો જોઈએ. બસ્ટલાઈનનું માપ બ્રા ચેસ્ટ સાઈજ માપથી વધારે હશે. તમારા બ્રા ચેસ્ટ સાઈજ માપ અને બસ્ટલાઈનની માપનું અંતર જ કપ સાઈજ છે.

યોગ્ય માપના આંતર વસ્ત્ર ન પહેરવાથી થાય છે આ સમસ્યા

યોગ્ય સાઈઝની બ્રા પહેરવામાં ન આવે તો, મહિલાઓ અને યુવતીઓને શારીરિક તેમજ આરોગ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

પીઠ અને ગળાના દુઃખાવોઃ બહુ ટાઇટ અથવા ઢીલી બ્રા ઓછા સપોર્ટ આપે છે, જેનાથી પીઠ અને ગળાની નસોને તાણ પડે છે. ખાસ કરીને જે મહિલાઓની બ્રેસ્ટ સાઈઝ વધારે હોય એ મહિલાઓમાં  આ સમસ્યા વધુ જોવા મળે છે.

ખભાના અને છાતીના દુઃખાવોઃ ખોટી સાઈઝની બ્રા પહેરવાથી છાતી પર વધુ દબાણ પડે છે, જેનાથી દર્દ અને અનકમ્ફર્ટ અનુભવાય છે. સ્ટ્રેપ બહુ ટાઇટ હોય તો ખભા પર લાલચટ્ટા અને દુઃખાવો થઈ શકે.

ગર્ભાશય અને હોર્મોનલ અસરોઃ ખોટી સાઈઝની બ્રા લાંબા સમય સુધી પહેરવાથી લીમ્ફેટિક ડ્રેનેજ ખોરવાય છે, જેના કારણે છાતીમાં ગાંઠ અથવા સોજો થઈ શકે. હોર્મોનલ અસરો પણ થઈ શકે છે, જેનાથી ગર્ભાશય સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ શકે.

ચામડીના સંક્રમણ અને ઈરિટેશનઃ બહુ તંગ બ્રા પહેરવાથી ગળા અને છાતીના આજુબાજુ ઘર્ષણ થવાથી ખંજવાળ, ફંગસ અથવા અન્ય ત્વચા સંક્રમણ થઈ શકે. ગરમ હવામાનમાં કે પરસેવો આવતો હોય ત્યારે આ સમસ્યા વધુ ઉગ્ર બને છે.

શ્વાસ લેવામાં તકલીફઃ ટૂંકી અને કસી ગયેલી બ્રા ફેફસાંના વિસ્તરણને અવરોધે છે, જેનાથી ઊંડો શ્વાસ લેવાની તકલીફ થઈ શકે છે. લાંબા ગાળે શ્વાસ લેવામાં તકલીફ અને થાક અનુભવાય છે.

શરીરની પોઝિશન પર અસરઃ ખોટી સાઈઝની બ્રા પેહરવાથી પીઠ વાળવી પડે છે અથવા ખભા આગળ ઝૂકવા લાગે છે, જેનાથી લંબાગો (લોવર બેક પેઈન) થઈ શકે. શારીરિક હાવભાવ બગડે છે, જે લાંબા ગાળે હાડકાંની સમસ્યાઓ તરફ દોરી જાય.

ભવિષ્યમાં બ્રેસ્ટ પર અસરઃ સતત ખોટી સાઈઝની બ્રા પહેરવાથી છાતીનો આકાર બદલાઈ શકે છે અથવા એ નેચરલ ફોર્મ ગુમાવી શકે. અમુક મહિલાઓમાં બ્રેસ્ટ સમય પહેલા ઢીલી પડી જવાની શક્યતા રહે છે.

કપનું સૌથી નાનું કદ શું છે?

જો તમારી બ્રાની સાઈઝ 30થી શરૂ થાય છે, તો એ મુજબ AA કપ યોગ્ય હોઈ શકે છે. આ સૌથી નાની સાઈઝ છે અને આમાં બેન્ડ એટલે કે રીપની સાઈઝ 30 છે. અને કપ એટલે કે બ્રેસ્ટનું કદ AA છે. જેમ જેમ શરીરની ચરબી અને બ્રેસ્ટનું કદ વધે છે, એમ કપનું કદ પણ વધે છે. ધારો કે બેન્ડનું કદ 31 છે અને કપનું કદ એનાથી 4 ઇંચ વધુ છે, તો 32, A  આંતર વસ્ત્ર એ સાઈઝ માટે યોગ્ય રહેશે. આ માટે, કોઈ નિષ્ણાતની મદદ પણ લઈ શકાય છે. આંતર વસ્ત્રની સાચી કપ સાઈઝ કેવી રીતે માપવી એ પણ જાણી શકાય છે.

આંતર વસ્ત્રના કદ A, B, C, D, E નો અર્થ શું છે?

મોટાભાગની મહિલાઓ આને લઈને મૂંઝવણમાં હોય છે, એ સમજી શકતી નથી કે એમના કપનું કદ શું હોઈ શકે છે. હકીકતમાં બ્રા કપનું કદ બ્રેસ્ટ ગોળાકાર આકારના કદના માપ પ્રમાણે હોય છે. જો  કોઈના બ્રેસ્ટ મોટી હોય તો એને D,E,F જેવા કદ પણ પસંદ કરી શકે છે. અને  જો કોઈની બ્રેસ્ટ સાઈઝ નાની હોઈ તો એ A,B,C  જેવા કદ પસંદ કરી શકે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્રેસ્ટ એપોલો કેન્સર સેન્ટરના કન્સલ્ટન્ટ બ્રેસ્ટ એન્ડ ઓન્કોપ્લાસ્ટિક સર્જન ડો. શુભા સિંહા કહે છે કે, “ખોટી બ્રા પહેરવાથી પીઠ અને ગળાનો દુખાવો, ત્વચા પર ઘર્ષણ અને બ્રેસ્ટના આકાર સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે.” મહિલાઓએ ન માત્ર ફેશન માટે, પણ આરોગ્ય માટે યોગ્ય આંતરવસ્ત્ર પસંદ કરવું જોઈએ. દર બે-ત્રણ વર્ષે બ્રાનું માપ ચેક કરાવી લેવું અને પ્રવૃત્તિઓ મુજબ વિવિધ પ્રકારની બ્રા રાખવી, જેમ કે દૈનિક ઉપયોગ માટે કોમફર્ટ બ્રા, વ્યાયામ માટે સ્પોર્ટ્સ બ્રા અને પાર્ટી ડ્રેસ માટે પર્ફેક્ટ ફિટીંગવાળી બ્રા. મહિલાઓએ પોતાના આરોગ્ય અને આરામને પ્રાથમિકતા આપવી જોઈએ. ખોટી બ્રાની પસંદગી માત્ર અસહજતા જ નહીં, પરંતુ લાંબા ગાળે આરોગ્ય પર ગંભીર અસર પણ પાડી શકે છે.

દર 6 મહિને દરેક યુવતીએ મહિલાએ બ્રાની સાઈઝ ચેક કરવી અનીવાર્ય છે. ઘણી વખત સ્ત્રીઓ શરૂઆતમાં યોગ્ય બ્રા પહેરે છે, પરંતુ ધીમે ધીમે એમના કપની સાઈઝ બદલાય છે, પરંતુ તેઓ બ્રાની સાઈઝ નથી બદલતા. જેના કારણે અનેક સમસ્યો સર્જાય છે.

હેતલ રાવ

લોકસભામાં રાહુલ ગાંધી, કેજરીવાલને આડે હાથ લીધા PM મોદીએ

નવી દિલ્હીઃ PM મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપતાં વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. એ દરમ્યાન તેમણે સરકારી ઉપલબ્ધિઓ ગણાવતાં રાહુલ ગાંધી અને કેજરીવાલને પણ આડે હાથ લીધા હતા.

તેમણે કહ્યું હતું કે ઇથેનોલ બ્લેન્ડિંગ દ્વારા 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના હાથમાં ગયા છે અને કોઈ કૌભાંડ ન થવાને કારણે લાખો, કરોડ રૂપિયા બચાવ્યા છે, જેનો ઉપયોગ જનતાની સેવામાં લગાવ્યા છે. બાકીના લાખો કરોડ રૂપિયાનો ઉપયોગ આપણે કાચનો મહેલ બનાવવામાં નહીં પણ દેશ બનાવવા માટે કર્યો છે. અમારા પહેલાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ રૂ. 1.8 લાખ કરોડ હતું. આજે તે 11 લાખ કરોડ રૂપિયા છે.આયુષ્માન ભારત યોજના, બીમારીને કારણે લોકો દ્વારા થતા ખર્ચ, અત્યાર સુધીમાં જેમણે લાભ લીધો છે તેમણે 1.20 લાખ કરોડ રૂપિયા બચાવ્યા છે. અમે જન ઔષધિ કેન્દ્રો ખોલ્યાં છે, જ્યાં લોકોએ દવાઓ લઈને લગભગ 30,000 કરોડ રૂપિયા બચાવ્યા છે. યુનિસેફનો અંદાજ છે કે જે પરિવારના ઘરમાં શૌચાલય બનાવ્યાં છે. તે પરિવારના લગભગ 70,000 રૂપિયા બચાવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

ભારતમાં જન્મેલા પણ ન હોય તેવા 10 કરોડ લોકો વિવિધ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. અમે તેમને દૂર કર્યા અને વાસ્તવિક લાભાર્થીઓને શોધવા અને તેમને લાભ આપવા માટે એક ઝુંબેશ શરૂ કરી. જો તમે ગણતરી કરો તો 3 લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી ગયા. હું એમ નથી કહેતો કે તે કોના હાથનો હતો. અમે સરકારી ખરીદીમાં પણ ટેક્નોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કર્યો. JAM પોર્ટલ દ્વારા જે નિયમિત ખરીદી કરતાં ઓછી કિંમતે ખરીદી કરવામાં આવી હતી અને તેથી સરકારે 1.15 લાખ કરોડ રૂપિયા બચાવ્યા છે.

અમારા સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવવામાં આવી રહી હતી, પણ સરકારી કચેરીઓમાંથી વેચાતા કચરાના જથ્થામાંથી સરકારે 2300 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

કેટલાક નેતાઓનું ધ્યાન તેમના ઘરના સ્ટાઇલિશ બાથરૂમ પર છે. અમારું ધ્યાન દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા પર છે. 12 કરોડ લોકોને અમે નળ દ્વારા પાણી પૂરું પાડ્યું છે. અમારો પ્રયાસ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે અને અમે સમર્પણ સાથે પ્રયાસ કરીએ છીએ.

‘ઝૂંપડપટ્ટીમાં ફોટોશૂટ કરાવનારાઓને ગરીબી વિશે વાત કરવી કંટાળાજનક લાગે’: PM મોદી

સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કેટલાક લોકોને ગરીબો વિશે વાત કરવી કંટાળાજનક લાગે છે, પરંતુ અમારી સરકારે માત્ર સૂત્રો જ આપ્યા નથી પરંતુ સાચો વિકાસ પણ બતાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું, “દેશની જનતાએ મને 14મી વખત કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપી છે, આ માટે હું લોકોનો આભાર માનું છું.” તેમણે કહ્યું કે ભારતે 21મી સદીનો 25 ટકા ભાગ પાર કરી લીધો છે અને આગામી 25 વર્ષ દેશને વિકસિત ભારત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે દાયકાઓથી ફક્ત ‘ગરીબી હટાવો’ ના નારા આપવામાં આવતા હતા, પરંતુ અમારી સરકારે તેને વાસ્તવિકતામાં ફેરવી દીધું. તેમણે કહ્યું, “અમે ગરીબોને ખોટા નારા નહીં, પણ વાસ્તવિક વિકાસ આપ્યો.” પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે 4 કરોડ ગરીબ લોકોને કોંક્રિટના ઘર પૂરા પાડ્યા, 12 કરોડથી વધુ શૌચાલયો બનાવ્યા અને 12 કરોડ પરિવારોને નળના પાણીની સુવિધા પૂરી પાડી. વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે કેટલાક નેતાઓનું ધ્યાન સામાન્ય લોકોની સમસ્યાઓ પર નહીં પરંતુ ઘરોમાં ‘જાકુઝી’ અને સ્ટાઇલિશ શાવર જેવી બાબતો પર છે.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક નેતાઓ ગરીબોની ઝૂંપડીઓમાં ફોટો સેશન કરીને પોતાને મસીહા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વાસ્તવમાં તેમને ગરીબોની સમસ્યાઓથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું, “ઝૂંપડપટ્ટીમાં ફોટો સેશન કરનારા લોકોને સંસદમાં ગરીબો વિશે વાત કરવી કંટાળાજનક લાગે છે.” પીએમ મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે જો દિલ્હીમાંથી 1 રૂપિયો નીકળે છે, તો ગામડાઓમાં ફક્ત 15 પૈસા જ પહોંચે છે. પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકો સારી રીતે સમજી શકે છે કે આ પૈસા આખરે કોના હાથમાં ગયા.

તેમની સરકારની પારદર્શિતા નીતિઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેમણે યોજનાઓમાંથી 10 કરોડ નકલી લાભાર્થીઓને દૂર કર્યા અને 3 લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચાવ્યા. તેમણે કહ્યું, “અમારું મોડેલ બચતની સાથે સાથે વિકાસનું પણ છે. જનતાના પૈસા ફક્ત જનતા માટે જ ખર્ચવામાં આવે છે.” પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમની સરકારના સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે આજે દરેક ગામમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અને લોકો વધુ સારું જીવન જીવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની સરકારનો ઉદ્દેશ્ય ગરીબોનું ઉત્થાન કરવાનો છે અને તેઓ આ માટે કામ કરતા રહેશે.

સ્થાનિક ચૂંટણી યોજાય એ પહેલાં જ ભાજપ કરે છે ખેલો?

અમદાવાદઃ કચ્છમાં સાત વોર્ડની ૨૮ બેઠકો ધરાવતા ભચાઉ પાલિકામાં જ ચૂંટણી પહેલાં ભાજપને બહુમતી મળી છે તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપના ૧૦ ઉમેદવારો બિન હરીફ બન્યા છે. રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય એ પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે કે ભાજપ દ્વારા પાડવામાં આવી રહ્યું છે એ એક સવાલ છે? કેમ કે નગરપાલિકા,તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોનાં ફોર્મ ચકાસણીના અંતે કેટલીક પાલિકા-પંચાયતમાં ભગવો લહેરાયો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે  ભાજપે પોલીસ અને વહીવટી તંત્રને જોરે કોંગ્રેસના ઉમેદવારોને યેનકેનપ્રકારેણે ફોર્મ પરત ખેંચાવ્યાં છે, એવા આક્ષેપો થઈ રહ્યા છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે નગરપાલિકાની તમામ બેઠક પર કોંગ્રેસ લડી રહી છે, પરંતુ ભાજપ લોકતાંત્રિક પ્રક્રિયાને બદલે ડર અને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યો છે

સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપ 20 બેઠકો પર બિનહરીફ

હાલોલ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપ સત્તામાં આવ્યું છે. ભાજપ 20 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયું છે. ચૂંટણી અધિકારી દ્વારા નવ વોર્ડની 36 બેઠકો માટે 72માંથી 67 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા,  પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના મેન્ડેટ વગરના ચાર અને આપનું એક ફોર્મ સામેલ છે. ત્યાર બાદ 15 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા હતા. હાલોલ નગરપાલિકામાં નવ વોર્ડમાંથી પાંચ વોર્ડમાં ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું છે. સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં 68 નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે. રાજ્યના રાજકારણમાં હવે ધીમે-ધીમે ગરમાટો આવી રહ્યો છે, કારણ કે ઉમેદવારી કરવા કરતાં ઉમેદવારી પાછી ખેંચવામાં હોડ જામી છે. ઉમેદવારી ચકાસાણીમાં ધડાધડ ફોર્મ રદ થતા અનેક બેઠકો બિનહરીફ થઈ રહી છે. આ કારણે કોંગ્રેસમાં રોષ છે. કોંગ્રેસે હવે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યુ છે. આજે ચૂંટણી પંચને તમામ મુદ્દા અંગે રજૂઆત કરાશે.

 

PM મોદીએ ધારાસભ્ય કરસન સોલંકીના નિધન પર વ્યક્ત કર્યો શોક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાત વિધાનસભાના સભ્ય કરસન સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. X પરની એક પોસ્ટમાં મોદીએ લખ્યું, “ગુજરાત વિધાનસભાના સભ્ય કરસન સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના! ૐ શાંતિ!!”

ઉલ્લેખનીય છે કે મહેસાણાના કડીના ભારતીય જનતા પાર્ટીના MLA કરસન સોલંકીનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે અને આજે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી તેઓની અંતિમ યાત્રા નીકળી હતી. અમદાવાદ ખાતે સિવિલમાં તેમની બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી. દરમિયાન મોડી રાત્રે અઢી વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.

‘તેનાથી કોઈ ફરક નહીં પડે…’, AAPના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ

દિલ્હી ચૂંટણી પહેલા રાજધાનીમાં રાજકીય તાપમાન ખૂબ જ ઉંચુ જોવા મળ્યું હતું. ચૂંટણી પંચને પણ આરોપો અને પ્રતિ-આરોપોમાં ઘસવામાં આવ્યું. આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે, ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી, ચૂંટણી પંચે કેજરીવાલને યોગ્ય જવાબ આપ્યો છે.

ચૂંટણી પંચે શું કહ્યું?

અરવિંદ કેજરીવાલ પર વળતો પ્રહાર કરતા ચૂંટણી પંચે કહ્યું કે તેઓ ભારતના ચૂંટણી પંચને બદનામ કરવા માંગે છે. તેઓ જાણી જોઈને ચૂંટણી પંચ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનું નિવેદન આ રણનીતિનો એક ભાગ છે. પરંતુ તેમના આવા આરોપોની ચૂંટણી પંચ પર કોઈ અસર થશે નહીં. જોકે, આ સમય દરમિયાન ચૂંટણી પંચે કોઈ પક્ષ કે નેતાનું નામ લીધું નથી. પરંતુ તેમનું સીધું નિશાન કેજરીવાલ છે.

ચૂંટણી પંચે ટ્વિટ કર્યું

ચૂંટણી પંચે X પ્લેટફોર્મ પર ટ્વીટ શેર કર્યું અને કહ્યું કે દિલ્હી ચૂંટણીમાં ECI ને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ રણનીતિ જાણી જોઈને દબાણ લાવવા માટે બનાવવામાં આવી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર 1.5 લાખથી વધુ અધિકારીઓ કાર્યવાહી કરે છે.

કેજરીવાલનું નિવેદન

તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે દિલ્હી ચૂંટણી પ્રચાર દરમિયાન સીઈસી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કેજરીવાલે કહ્યું કે સીઈસી રાજીવ કુમાર આ મહિને નિવૃત્ત થશે. આવી સ્થિતિમાં, તે હવે કયા પદ માટે ઝંખે છે? ચૂંટણી પંચે ભાજપ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. કેજરીવાલે ચૂંટણી કમિશનરને પોતાની ફરજ બજાવવા અને લોભ છોડી દેવાની સલાહ આપી હતી.

 

ટ્રમ્પના નિર્ણયથી સેન્સેક્સ 1400 પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી 23,700ને પાર

અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર લાદેલા વધારાના ટેરિફને હંગામી સમય માટે અટકાવતાં ઘરેલુ શેરબજારમાં ફરી તેજીની આગેકૂચ થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકાથી વધુની તેજી થઈ હતી. નિફ્ટી આશરે એક મહિનાના ઉપરના સ્તરે બંધ થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.7 લાખ કરોડનો વધારો થયો હતો.

વ્હાઇટ હાઉસે કેનેડા અને મેક્સિકોથી આયાત થતા માલસામાન પર વધારાના 25 ટકા અને ચીનથી આયાત થતા માલસામાન પર 10 ટકા ડ્યુટી લગાવવાનો નિર્ણય કર્યો હતો, જેનાથી વૈશ્વિક ટ્રેડ વોરનું જોખમ ઊભું થયું હતું, પણ હવે આ નિર્ણયમાં વિલંબને પગલે બજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.

દેશનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મજબૂત થઈ HSBC ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ PMI ઇન્ડેક્સ જાન્યુઆરીમાં વધીને 57.7એ પહોંચ્યું હતું. આ સિવાય જાન્યુઆરીમાં GST કલેક્શન પણ રૂ. 1.92 લાખ કરોડની સાથે નવ મહિનાના મહત્તમ સ્તરે પહોંચ્યું હતું. આ ઉપરાંત નાણાપ્રધાને બજેટમાં મધ્યમ વર્ગ માટે રૂ. 12 લાખની આવક સુધી આવક પર ઇન્કમ ટેક્સ ફ્રી કરવાથી રોકાણકારો વિશ્વાસ ફરી એક વાર પરત ફર્યો હતો. જેથી સેન્સેક્સ 1397 પોઇન્ટ ઊછળી 78,584ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 378 પોઇન્ટ ઊછળી 23,739 અને નિફ્ટી બેન્ક 947 પોઇન્ટ વધીને 50,158ના મથાળે બંધ આવ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ 825 પોઇન્ટની તેજી સાથે 53,814ના સ્તર બંધ થયો હતો. નિફ્ટી ઇન્ફ્રામાં પણ બે ટકાની તેજી થઈ હતી.

આ સાથે ફોરેક્સ બજારમાં ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો હતો. BSE એક્સચેન્જ પર કુલ 4073 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2511 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1407 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 155 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 66 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 84 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

ભાઈ સિદ્ધાર્થના લગ્નમાં ડાન્સ માટે પ્રિંયકાની તૈયારી,જુઓ પોસ્ટ

મુંબઈ: પ્રિયંકા ચોપરાએ એસએસ રાજામૌલીની ફિલ્મ SSMB29 ના શૂટિંગમાંથી બ્રેક લીધો છે અને તે મુંબઈ આવી છે. અભિનેત્રી તાજેતરમાં હૈદરાબાદમાં મહેશ બાબુ સાથેની તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, પરંતુ ભાઈ સિદ્ધાર્થના લગ્ન માટે અભિનેત્રી હવે કામથી વિરામ લઈને મુંબઈ પહોંચી ગઈ છે. સિદ્ધાર્થે ઓગસ્ટ 2024 માં નીલમ ઉપાધ્યાય સાથે સગાઈ કરી હતી અને હવે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરાના મુંબઈ સ્થિત ઘરે તેમના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેની એક ઝલક અભિનેત્રીએ પોતે તેના ચાહકો સાથે શેર કરી છે.

પ્રિયંકાએ તેના ભાઈના લગ્નની તૈયારીઓની ઝલક બતાવી
પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર ચાહકોને સંગીતની તૈયારીઓની ઝલક આપી છે, જેમાં પરિવાર અને સંબંધીઓ સાથેનું તેનું જોરદાર કનેક્શન જોઈ શકાય છે. ફોટો શેર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ કેપ્શનમાં લખ્યું,’લગ્ન ઘર… અને તે કાલથી શરૂ થાય છે, મારા ભાઈના લગ્ન, સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાય દ્વારા સંગીત પ્રેક્ટિસ, ઘરે આવીને ખૂબ મજા આવી. મારું હૃદય ભરાઈ ગયું છે અને મારું શિડ્યુલ પણ, કોણ કહે છે કે લગ્ન સરળ છે? કોઈ નહીં…પણ મજા આવે છે. આગામી થોડા દિવસો ખૂબ સારા રહેવાના છે.’

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ડાન્સ પ્રેક્ટિસ કરતી જોવા મળી
ફોટામાં પ્રિયંકા ચોપરા અન્ય લોકો સાથે ડાન્સ પ્રેક્ટિસ કરતી જોઈ શકાય છે. અન્ય કેટલીક તસવીરોમાં ગ્લોબલ સ્ટારે ઘરે ચાલી રહેલી તૈયારીઓ અને પરિવારના સભ્યો વચ્ચેના બંધનને દર્શાવ્યું છે. અભિનેત્રીએ તેના ફેમિલી ડિનરના ફોટા પણ શેર કર્યા છે. આ તસવીરોમાં અભિનેત્રીની પુત્રી માલતી મેરીની ઝલક પણ જોઈ શકાય છે. અભિનેત્રીએ તેના ઘરમાંથી સૂર્યાસ્તનો નજારો પણ બતાવ્યો છે. તાજેતરમાં અભિનેત્રી મુંબઈના કલિના એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં અભિનેત્રી સંપૂર્ણપણે સફેદ લુકમાં જોવા મળી હતી.

પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મો

પ્રિયંકા ચોપરા હાલમાં એસએસ રાજામૌલીની ફિલ્મ SSMB29 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે જોવા મળશે. પ્રિયંકાએ તાજેતરમાં હૈદરાબાદના ચિલકુર બાલાજી મંદિરની મુલાકાતના ફોટા પણ શેર કર્યા છે. આ તસવીરો શેર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ એમ પણ કહ્યું કે તેણીએ તેના જીવનનો નવો અધ્યાય શરૂ કરતા પહેલા ભગવાનના આશીર્વાદ લેવા પહોંચી હતી.