ગુજરાતમાં રખડતા મુદ્દે હાઇકોર્ટમાં એક જાહેર હિતની પીટીસન દાખલ કરવામાં આવી હતી. જેમાં રખડતાં ઢોર, ગેરકાયદે કરેલા પાર્કિંગ અને દબાણ જેવી બાબતોને લઈ સુનવણી સમય અંતરે ધરવામાં આવે છે. ત્યારે આ સુનવણીમાં ગુજરાત હાઈકોર્ટ પર લાલઘૂમ થઈ હતી. ખાણી-પીણીની લારીઓએ કરેલા દબાણ મુદ્દે પણ હાઈકોર્ટ નારાજ છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, કોર્ટના 62 આદેશ બાદ પણ સ્થિતિ એવીને એવી જ છે.

અમદાવાદમાં રખડતાં ઢોર અને શહેરમાં વધી રહેલાં દબાણને લઈને તબક્કાવાર સુનાવણી ચાલી રહી છે. જેમાં હાઈકોર્ટના નિર્દેશનું પાલન ન કરવું અને આદેશોનો તિરસ્કાર બદલ અરજી દાખલ કરવામાં આવી હતી. છેલ્લાં સાડા છ વર્ષથી આ સુનાવણી ચાલી રહી છે. જેમાં 62 જેટલાં આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ અધિકારીઓ દ્વારા તેનું પાલન ન કરાવાતા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું અને જવાબદાર અધિકારીઓના નામ માંગવામાં આવ્યા છે. આ સિવાય આ અધિકારીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરવા સુધીની પણ કોર્ટ દ્વારા તૈયારી દાખવવામાં હતી. પરંતુ, સરકાર દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે, તંત્ર આ મુદ્દે સતત કાર્યવાહી કરી રહી છે. રાજ્ય સરકાર વતી સરકારી વકીલ જી.એચ વિર્કે જવાબ આપ્યો હતો. સરકારી વકીલના અનુસાર, દબાણો અને પાર્કિંગના મુદ્દે તંત્ર સતત કામગીરી કરે છે. દબાણો દૂર થયાના થોડા દિવસોમાં ફરીથી દબાણો થાય છે. હાઈકોર્ટના આ મૌખિક અવલોકન બાદ સરકારી વકીલ દ્વારા થોડા સમયની માંગ કરવામાં આવી હતી. હવે આ વિશે વિગતવાર સુનાવણી 6 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. જોકે, સમગ્ર બાબતે સરકારી વકીલની બાહેંધરી બાદ હાઈકોર્ટે પોલીસ પ્રશાસન પર ગંભીર અવલોકન કરતાં કહ્યું કે, અમે પોતે પણ જોયું છે કે, જાહેર રસ્તા પર દબાણના કારણે ટ્રાફિક થાય છે અને ત્યાંથી પોલીસ વાન પસાર થતી હોય તો તેઓ વાનની બહાર પણ નથી નીકળતાં. તેઓને જે કામ કરવા માટે મહેનતાણું મળે છે, છતાં કામગીરી નથી કરતાં.






મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિધ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરિકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો છે.
ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તે વિકાસ ગાથા પ્રાચીન વિરાસતની ઝાંખી સાથે પ્રસ્તુત થઈ હતી.
ગત વર્ષ-2024ના 75મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ 2024માં બીજો ક્રમ મેળવ્યો હતો.
આ જ પરંપરામાં વધુ એક સિધ્ધિ મેળવીને 76મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજી વાર પ્રથમ ક્રમ મેળવીને હેટ્રીક સર્જવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. 76મા પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલા આ ટેબ્લોમાં – સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઇ હતી. તેણે ખરા અર્થમાં ન માત્ર રાજ્ય પરંતુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના અભૂતપૂર્વ સંમિશ્રણને અસરકારકતાથી સાકાર કર્યું હતું.
ગુજરાતની પારંપારિક લોક સંસ્કૃતિના મેરૂ સમાન આ મણિયારા રાસને વિવિધ રાજ્યોના ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં પણ ત્રીજું સ્થાન મળ્યું છે. આ સમગ્ર પ્રસ્તુતિ અને ઝાંખીએ પરેડમાં સૌના મન મોહી લીધા હતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

૨૦૦૩, નાસિક : ૧૯૮૬ની દુર્ઘટના પછી, કુંભ મેળો લાંબા સમય સુધી સફળતાપૂર્વક ચાલુ રહ્યો. આ સમયગાળા દરમિયાન, ભીડ વ્યવસ્થાપનમાં પણ સુધારો થતો રહ્યો. પરંતુ 2003 માં, નાસિક કુંભમાં ફરી એકવાર અકસ્માત થયો. નાસિકમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન ભયંકર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 39 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના અત્યંત દુ:ખદ હતી અને એણે લાખો લોકોને હચમચાવી નાખ્યા હતા. આ કુંભ અકસ્માતમાં 100 લોકો ઘાયલ થયા હતા.
૨૦૧૦, હરિદ્વાર: આ વખતે કુંભ મેળો હરિદ્વારમાં યોજાઈ રહ્યો હતો. ૧૪ એપ્રિલ ૨૦૧૦ના રોજ હરિદ્વાર કુંભમાં શાહી સ્નાન દરમિયાન સાધુઓ અને ભક્તો વચ્ચે થયેલી અથડામણમાં ૭ લોકો માર્યા ગયા હતા અને ૧૫ લોકો ઘાયલ થયા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે, ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સાધુઓ અને ભક્તો વચ્ચે ઝઘડો થયો હતો, જેના પછી લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.



બ્રહ્માકુમારી ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ વિંગના ચેરમેન બી.કે. દિવ્યપ્રભા દીદીજી (મુંબઈ-બોરીવલી) એ જણાવ્યું કે માર્ગ સલામતી સંસ્કૃતિમાં પરિવર્તન સાથે કેવી રીતે જોડાયેલી છે? કાર ખરીદતા પહેલા બાળકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મૂલ્યો શીખવવા જોઈએ. મેડીટેશન દ્વારા મનને નિયંત્રિત કરી રસ્તા પર ટ્રાફિકનું સંચાલન કરી શકાય છે.
બી કે કવિતા બહેન (વરિષ્ઠ રાજયોગ શિક્ષક, મુંબઈ-બોરીવલી) એ કહ્યું કે સારા રસ્તા બને છે પણ ટ્રાફિક નિયમોનું પાલન કરનાર સારું મન કોણ બનાવશે? સારું મન વિક્ષેપથી રક્ષણ આપે છે. જીવન કોઈ દોડ નથી, દરેકે પોતાની ગતિએ આગળ વધવું જોઇએ. આપણી માનસિક સ્થિતિ આપણા વાહન ચલાવવાને અસર કરે છે – જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ. કાર્યક્રમ અંતર્ગત હવાલદાર કડક સિંહ નામના વિડીયો દ્વારા બધા ટ્રાફિક સિગ્નલના નિયમોથી વાકેફ થયા.
સુરત જમણ માટે પ્રસિદ્ધ છે, પણ સ્વાદરસિયાના શોખીનો માટે ક્યારેક બહારનું ભોજન જોખમી પણ સાબિત થઇ શકે છે, વરાછા વિસ્તારમાં બનાવટી પનીર પકડાયું છે.જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા. અહીંથી દરોડામાં 150 કિલોથી પણ વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ પનીરને જપ્ત કરી તેના નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ ઘટનામાં ત્રણ જણની અટકાયત કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગ અને પોલીસની કાર્યવાહીને પગલે અખાદ્ય ફૂડ પ્રોડક્ટ વેચતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સાથે શહેરમાં હોટેલ, રેસ્ટોરાંમાં અને નાસ્તાની ચાલતી હાટડી ચલાવતા ફૂડ સ્ટોલધારકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. આરોગ્ય વિભાગ આ પનીર સંદર્ભે વધુ તપાસ કરે તો અનેક વિગતો બહાર આવે એવી શક્યતા છે.