Home Blog Page 121

સિંધુના પાણી માટે UNSCમાં પાકિસ્તાનની કાકલૂદીઃ સંધિ ફરી શરૂ કરવાની માગ

નવી દિલ્હી: સિંધુ જળ સંધિ (IWT) મુદ્દે ભારતના કડક વલણથી ગભરાયેલું પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય મંચોની શરણમાં ગયું છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સમક્ષ ભારતના નિર્ણયનો મુદ્દો ઉઠાવી સંધિને “પૂર્ણ રીતે અમલમાં મૂકવા”ની માગ કરી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ અસીમ ઇફ્તિfખાર અહમદે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે તેમણે પાકિસ્તાનના ઉપ વડા પ્રધાન અને વિદેશમંત્રી તરફથી લખાયેલો પત્ર યુએન જનરલ એસેમ્બલીના અધ્યક્ષને સોંપ્યો છે. આ પત્રમાં ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી હોવાનો નિર્ણય “પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો” ગણાવ્યો છે.

ભારતના નિર્ણયથી અકળાયેલા પાકિસ્તાને સુરક્ષા પરિષદને અપીલ કરી છે કે તે ભારતને સિંધુ જળ સંધિ સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરવા આહવાન કરે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો નિર્ણય પાકિસ્તાનમાં માનવીય સંકટ ઊભું કરી શકે છે. એ સાથે જ ભારત પર “પ્રચાર અભિયાન” ચલાવવાનો આરોપ મૂકતાં કાશ્મીર મુદ્દો ફરી આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવામાં આવ્યો છે.

ભારતે પાણીને વ્યૂહાત્મક હથિયાર બનાવ્યું

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનું માનવું છે કે ભારતે પહેલી વાર પાણીના મુદ્દાને વ્યૂહાત્મક અને શરતો સાથે જોડાયેલા વિષય તરીકે રજૂ કર્યો છે. યુરોપાવાયર માટે લખતાં ગ્રીક વિશ્લેષક દિમિત્રા સ્ટાયકૌએ કહ્યું હતું કે પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સ્પષ્ટ કરી દીધું કે લોહી અને પાણી સાથે-સાથે વહે શકતા નથી.

પાકિસ્તાનની ધમકીઓ પર ભારતનો કડક જવાબ

સિંધુ જળ સંધિ મુદ્દે ભારતના નિર્ણયે પાકિસ્તાનને કૂટનીતિ અને વ્યૂહાત્મક બંને મોરચે બેકફૂટ પર ધકેલી દીધું છે. UNSCમાં અપીલ કરીને પાકિસ્તાન પોતે પીડિત છે તેવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો સંદેશ વધુ સ્પષ્ટ છે કે આતંક અને કરાર સાથે ચાલી શકતા નથી.

શા માટે સંધિ સ્થગિત કરાઈ?

ભારતનું સ્પષ્ટ કહેવું હતું કે લોહી અને પાણી એકસાથે વહે શકતા નથી. સરકારે જણાવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને વિશ્વસનીય અને સ્થાયી રીતે સમાપ્ત નહીં કરે, ત્યાં સુધી 1960ની સંધિને જૂની રીતથી ચાલુ રાખવી ભારતના રાષ્ટ્રીય હિત અને નાગરિકોની સુરક્ષાના વિરોધમાં છે.

અન્નુ કપૂર સ્વર્ગસ્થ ઓમ પુરી પર કેમ ભડકયા?

અભિનેતા અન્નુ કપૂરે તાજેતરમાં સ્વર્ગસ્થ ઓમ પુરીના અભિનયની પ્રશંસા કરી હતી, અને તેમના વિશે કઠોર ટિપ્પણીઓ પણ કરી હતી.

તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન અન્નુ કપૂરે સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પુરી સાથેના તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમણે ઓમ પુરીને એક અદ્ભુત અભિનેતા તરીકે પ્રશંસા કરી, પરંતુ તેમણે તેમના પર તેમની બહેનનું જીવન બરબાદ કરવાનો પણ આરોપ લગાવ્યો.

ઓમ પુરીએ અન્નુ કપૂરની બહેન સાથે લગ્ન કર્યા

અન્નુ કપૂરની બહેન સીમા કપૂરના લગ્ન ઓમ પુરી સાથે થયા હતા, પરંતુ થોડા મહિનામાં જ આ સંબંધનો અંત આવ્યો. સીમાને ખબર પડી કે ઓમ પુરીએ તેની સાથે છેતરપિંડી કરી છે. જોકે, ઓમ પુરી જીવનના અંતિમ તબક્કામાં હતા ત્યારે બંને ફરી જોડાયા.

તેણે મારી બહેન સાથે દગો કર્યો

અન્નુ કપૂરે કહ્યું,”ઓમ પુરી એક તેજસ્વી અભિનેતા હતા. તેમનાથી મોટો કોઈ અભિનેતા નહોતો, પણ એ વાત અલગ છે. તે કોઈનો પતિ બન્યો, અને પછી તેણે એક સ્ત્રી સાથે દગો કર્યો. ત્યાં જ બધું ખોટું થયું, અને હું તે સ્ત્રીનો ભાઈ છું.”

તેમણે આગળ કહ્યું,”તેણે 10 વર્ષ પહેલાં જવું જોઈતું હતું, પરંતુ મારી બહેને તેની સંભાળ રાખી. જ્યારે તેનું શરીર નબળું અને નાજુક થઈ ગયું ત્યારે તે પાછો ફર્યો. હું મારી બહેનથી ગુસ્સે અને દુઃખી પણ હતો.”

મારી બહેનનું જીવન બરબાદ થઈ ગયું

અન્નુ કપૂરે કહ્યું કે તેમણે હવે ભૂતકાળને પાછળ છોડી દીધો છે. “આજે, ઓમ પુરી સાહેબ હયાત નથી, પણ તેમનો પુત્ર છે. હું હજુ પણ તેમના પુત્ર અને તેમની ભૂતપૂર્વ પત્ની નંદિતા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.મારે કોઈ સાથે દુશ્મની નથી, પરંતુ મને દુઃખ છે કે મારી બહેન સીમા કપૂરનું જીવન બરબાદ થઈ ગયું, અને તેમને કોઈનો સહારો નથી.”

તેમણે ઉમેર્યુ કે,”જો હું તે બાબતો વિશે વાત કરવાનું શરૂ કરીશ, તો તે પરિસ્થિતિને વધુ ખરાબ કરશે કારણ કે મારામાંનો ભાઈ બહાર આવશે. ઓમ પુરી મારાથી ડરતા પણ હતા કારણ કે હું સ્પષ્ટપણે બોલું છું. મને ડર નથી. હું લાચાર હતો, હું કંઈ કરી શકતો ન હતો.” અભિનેતા ઓમ પુરીનું 2017 માં અવસાન થયું.

ગૌહાટી હાઇકોર્ટે પવન ખેડાની વચગાળાની જામીન અરજી ફગાવી

ગૌહાટીઃ ગૌહાટીની હાઇકોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેડાને આગોતરા જામીન આપવા ઇનકાર કર્યો છે. આ સાથે તેમની ધરપકડની શક્યતા પણ વધી ગઈ છે. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુઇયાં સરમા દ્વારા નોંધાયેલી FIR સંબંધિત કેસમાં ખેરાએ હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. ખેડાએ CMની પત્ની પર અનેક પાસપોર્ટ હોવાના આરોપ લગાવ્યા હતા. કોર્ટના આ નિર્ણય બાદ પવન ખેડાને હાલ કોઈ તાત્કાલિક રાહત મળી નથી.

આ પહેલાં કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નહોતી. કોર્ટે તેમને ટ્રાંઝિટ બેલ આપવા ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં પવન ખેડાની અરજી પર જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે સુનાવણી કરી હતી. પવન ખેડાએ કોર્ટને વિનંતી કરી હતી કે તેમને થોડો વધુ સમય આપવામાં આવે, જેથી તેઓ આસામની કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી શકે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ રાહત વધારવાનો ઇનકાર કર્યો હતો.તેલંગાણા હાઇકોર્ટે એક સપ્તાહના આગોતરા જામીન આપ્યા હતા

પવન ખેડાએ સુપ્રીમ કોર્ટને બુધવારે આપેલો તે આદેશ પાછો ખેંચવાની માગ કરી છે, જેમાં સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઇકોર્ટથી મળેલા આગોતરા જામીન પર સ્ટે લગાવ્યો હતો. એ પહેલા તેલંગાણા હાઇકોર્ટે તેમને એક સપ્તાહના ટ્રાંઝિટ આગોતરા જામીન આપ્યા હતા.

શું છે મામલો?

પવન ખેડા સામે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની વિરુદ્ધ આરોપો લગાવવાને કારણે FIR નોંધાઈ છે. જામીન પર સ્ટે લાગ્યા બાદ પવન ખેડા પર ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેમણે રાહત માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.

સીએમ હિમંતાએ શું કહ્યું?

મીડિયા સાથેની વાતચીત દરમિયાન સીએમ સરમાએ કહ્યું હતું કે હું હવે એક વધુ કાર્યવાહી કરવા જઈ રહ્યો છું. હું પવન ખેડાને પવન પેડા બનાવી દઈશ, થોડા દિવસ રાહ જુઓ.

ગંગા બંગાળની આત્મામાં વહે છેઃ PM નરેન્દ્ર મોદી

હુગલીઃ વડા પ્રધાન મોદી  શુક્રવારે સવારે કોલકાતામાં ગંગા નદીના કિનારે પહોંચ્યા હતા. તેમણે ત્યાં હાજર નાવિકો અને સામાન્ય લોકો સાથે પણ મુલાકાત કરી હતી. આ અંગે PM મોદીએ X પર એક પોસ્ટ કરીને માહિતી આપી હતી. PM મોદીએ ગંગા નદીની તસવીરો શેર કરતાં લખ્યું હતું કે દરેક બંગાળી માટે ગંગાનું ખૂબ જ ખાસ સ્થાન છે. એવું કહી શકાય કે ગંગા બંગાળની આત્મામાં વહે છે. તેનું પવિત્ર જળ સમગ્ર સંસ્કૃતિની શાશ્વત ભાવનાને પોતાની સાથે વહન કરે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આજે સવારે કોલકાતામાં મેં હુગલીના નદી ના કિનારે થોડો સમય વિતાવ્યો. આ માતા ગંગા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર હતો. એ સાથે જ મને નાવ ચલાવનાર મહેનતુ લોકો સાથે મળવાનો મોકો મળ્યો અને સવારે ફરવા આવતા લોકો સાથે પણ મુલાકાત થઈ હતી.

બંગાળમાં પ્રથમ તબક્કામાં રેકોર્ડતોડ મતદાન

ગુરુવારે રાજ્ય માં પ્રથમ તબક્કામાં 152 વિધાનસભા બેઠકો પર મતદાન થયું. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રથમ તબક્કામાં 92.88 ટકા મતદાન નોંધાયું. ભાજપ અને TMC  – બન્ને પક્ષોએ તેને પોતાના પક્ષમાં ગણાવ્યું છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે  જણાવ્યું હતું કે આઝાદી પછીથી પશ્ચિમ બંગાળ માં નોંધાયેલું અત્યાર સુધીનું સર્વાધિક મતદાન પ્રમાણ છે. ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ્યમાં આ પહેલાં સૌથી વધુ મતદાન વર્ષ 2011ની વિધાનસભા ચૂંટણી દરમિયાન 84.72 ટકા નોંધાયું હતું. જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે ગુરુવારે થયેલા મતદાનમાં મહિલા મતદાતાઓની સંખ્યા પુરુષોથી વધુ રહી. મહિલા મતદાન ટકા 92.69 રહ્યું, જ્યારે પુરુષ મતદાન ટકા 90.92 રહ્યું. ત્રીજા લિંગના મતદાતાઓની ટકાવારી 56.79 રહી હતી.

મે મહિનાથી UPI દ્વારા PF ઉપાડી શકાશે, જાણો કેટલી છે લિમિટ!

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના લાખો ખાતાધારકો માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. PF ભંડોળ ઉપાડવાની પ્રક્રિયા હવે ઘણી સરળ બનવા જઈ રહી છે. અહેવાલ છે કે UPI દ્વારા તાત્કાલિક PF ઉપાડવાની સેવા મે મહિનાના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.

EPFO સભ્યો તેમના UAN વડે લોગ ઇન કરી શકશે, OTP ચકાસણી પૂર્ણ કરીને UPI દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરી શકશે. આનાથી લાંબી રાહ જોવાની અને કાગળકામનો અંત આવશે. જોકે, UPI દ્વારા ઉપાડની મર્યાદા રહેશે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે અને કેટલું ઉપાડી શકો છો…

PF ના 75% સુધી ઉપાડવાની પરવાનગી
EPFO એ તેના નવા નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. હવે, કર્મચારીઓ તેમના સમગ્ર PF બેલેન્સને એકસાથે ઉપાડી શકશે નહીં. કુલ બેલેન્સના મહત્તમ 75% ઉપાડી શકાય છે, જ્યારે ઓછામાં ઓછા 25% ખાતામાં રાખવા પડશે. આનો અર્થ એ છે કે કર્મચારીઓ પાસે નિવૃત્તિ સુધી કેટલીક બચત બાકી રહેશે.

નવી સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે?

એકવાર નવી સુવિધા શરૂ થઈ ગયા પછી, વપરાશકર્તાઓ EPFO ​​પોર્ટલ અથવા એપમાં લોગ ઇન કરશે. તમને કુલ બેલેન્સ અને ઉપાડની રકમ વિશે માહિતી આપવામાં આવશે. ત્યારબાદ તમે ઉપાડવા માંગતા હોય તે રકમ અને તમારું UPI ID દાખલ કરવાનું રહેશે. ચકાસણી પછી, પૈસા સીધા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

સરકાર આ નિયમ કેમ લાવી રહી છે?

સરકાર ઇચ્છે છે કે કર્મચારીઓ તેમની સંપૂર્ણ ડિપોઝિટ રકમ ઝડપથી ખર્ચ કરવાનું ટાળે અને ભવિષ્ય માટે કેટલાક પૈસા બચાવે. આ જ કારણ છે કે આ મર્યાદા નક્કી કરવામાં આવી છે. વધુમાં, જો કોઈને કટોકટીનો સામનો કરવો પડે છે, તો તેઓ ફોર્મ ભરવાની રાહ જોયા વિના UPI દ્વારા તાત્કાલિક પૈસા મેળવી શકે છે.

UPI ની સાથે, સરકાર EPF યોજના 2026, EPS 2026 અને EDLI યોજના 2026 સહિત અનેક યોજનાઓ રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. આનાથી PF, પેન્શન અને વીમા માટેના નિયમો વધુ મજબૂત બનશે.

ગાંધીનગર ગિફ્ટ સિટી પાસે સ્કૂલવાન પલટી, 9 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

ગાંધીનગર: ગિફ્ટ સિટી સર્કલથી પાલજ તરફ જઈ રહેલી સ્કૂલવાને અચાનક કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે વાનમાં સવાર વિદ્યાર્થીઓએ ડરના કારણે ચીસાચીસ કરી હતી. અકસ્માતમાં 9 વિદ્યાર્થીને ઈજા પણ પહોંચી છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા.માહિતી અનુસાર આ સ્કૂલવાનમાં ક્ષમતા કરતા વધુ એટલે કે અંદાજિત 16 જેટલા બાળકો બેસાડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. કુલ 16માંથી 9 બાળકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. આ પૈકી 2 બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી પણ સામે આવી છે. બાકીના 7 બાળકને નાની-મોટી ઈજાઓ થઈ છે, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલ વાહનોમાં સુરક્ષાના નિયમો અને બાળકોની સંખ્યાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. વાલીઓમાં પણ આ સમાચારને પગલે ભારે ચિંતા વ્યાપી ગઈ છે. હાલમાં પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

રાશિ ભવિષ્ય 20/04/2026 થી 26/04/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

પંચાંગ 24/04/2026

પદ્મશ્રી સુરેશ ઠક્કરનું નિધન, ‘સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ’ના માધ્યમથી આજીવન સેવા કરી

સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં જેમના સેવાના કાર્યોની ગુંજ સંભળાતી હતી, તેવા પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુરેશભાઈ ઠક્કરનું આજે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી સેવા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.નિસ્વાર્થ સેવાનું જીવન
સુરેશભાઈ ઠક્કરે સંપૂર્ણ જીવન કુષ્ઠરોગીઓ અને સમાજના જરૂરિયાતમંદ લોકો માટે સમર્પિત કર્યુ હતું. ‘સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ’ના માધ્યમથી તેમણે હજારો દર્દીઓની સેવા કરી નવું જીવન આપ્યું હતું. વર્ષો સુધી ચાલેલી તેમની આ અવિરત સેવાને ધ્યાને રાખીને જ ભારત સરકાર દ્વારા વર્ષ 2025માં તેમને ‘પદ્મશ્રી’ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંતિમ વિદાય
આજે સુરેશભાઈની અંતિમ વિધિ યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો તેમને શ્રદ્ધાંજલિ આપવા જોડાશે. સેવા અને સંવેદનાનો જે સ્તંભ આજે તૂટી પડ્યો છે, તેની ખોટ લાંબા સમય સુધી વર્તાશે.

૨૪ એપ્રિલ ૨૦૨૬