Home Blog Page 1214

કચ્છના મુન્દ્રામાં એસી કમ્પ્રેશર બ્લાસ્ટથી ભયાનક આગ, પિતા-પુત્રીનું મૃત્યુ

કચ્છ:  આજે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ એક ઘરમાં એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાલ્ટ થતા ચકચાર મચી જવા પામ્યો છે. બ્લાસ્ટ થવાની આગ લાગવાની ઘટના બની હતી. જેના લીધે થોડી જ વારમાં આખું ઘર આગની ચપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં પિતા-પુત્રીનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જેની હાલત નાજુક હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુન્દ્રામાં આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં એસીનું કમ્પ્રેશર ફાટતાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે ઘરની અંદર વિકરાળ આગ લાગી હતી. કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો ત્યારે પરિવારના ત્રણ સભ્યો ઘરમાં સૂતા હતા હતા. આ બ્લાસ્ટના લીધે ભભૂકી આગમાં ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં રવિ કુમાર રામેશ્વર રાય અને તેમના પૂત્રી જાનવીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પત્ની કવિતાબેન ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક છે. બ્લાસ્ટ બાદ ઘરમાં આગ લાગતાં આસપાસના વિસ્તારના લોકો એકઠાં થઇ ગયા હતા અને તેમણે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોની ડેડબોડીને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જોકે કયા કારણોસર કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. હાલમાં પોલીસે જાણવા જોગના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

આ ફિલ્મ નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ, અભિનેત્રીને હેરાન કરવાનો આરોપ

પ્રખ્યાત મલયાલમ ફિલ્મ નિર્માતા સનલ કુમાર શશિધરન પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક અગ્રણી અભિનેત્રીને કથિત રીતે હેરાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેના સંબંધિત ફિલ્મ નિર્માતા વુરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

મલયાલમ ફિલ્મ નિર્માતા સનલ કુમાર શશિધરન પર એક અભિનેત્રીએ હેરાન કરવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે આજે એટલે કે મંગળવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે,અહીંના એલામક્કારા પોલીસે ‘કાયામ’ ફિલ્મના દિગ્દર્શક વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ પીછો કરવા, ગુનાહિત ધાકધમકી અને માનહાનિના આરોપસર કેસ નોંધ્યો છે.

અભિનેત્રીની ફરિયાદ પર નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ
પોલીસે જણાવ્યું કે, અભિનેત્રીએ સોમવારે ફરિયાદ નોંધાવી હતી અને મલયાલમ ફિલ્મ નિર્માતા સનલ કુમાર શશિધરન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તાજેતરમાં એક ફેસબુક પોસ્ટમાં, દિગ્દર્શકે દાવો કર્યો હતો કે અભિનેત્રી અને તેની પુત્રીના જીવ જોખમમાં છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે સોમવારે પોતાના ફેસબુક પેજ પર આ કેસમાં નોંધાયેલી FIRની નકલ શેર કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રીના નામે કોઈ બીજાએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સનલ કુમાર શશિધરનની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી છે

મે 2022 માં, સનલ કુમાર શશિધરનની તે જ અભિનેત્રી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા બ્લેકમેલ કરવા અને તેની પ્રતિષ્ઠાને ખરાબ કરવાના આરોપસર ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

ધરતીનો છેડો ઘર

         ધરતીનો છેડો ઘર

 

રોટી, કપડાં અને મકાન માણસની મૂળભૂત જરૂરિયાત છે. આ બધામાં પણ માથે છાપરું એટલે કે ઘર એવી જગ્યા છે જ્યાં માણસ થાક્યો-તરસ્યો આખા દિવસના પરિશ્રમ પછી પાછો આવે છે અને પોતાના કુટુંબ સાથે કિલકિલાટ કરતાં સ્વર્ગનો આનંદ અનુભવે છે.

સુખી કુટુંબ હોય ત્યારે ત્રણેય ભુવનના વૈભવ કરતાં પોતાના ઘરમાં પ્રાપ્ત થતો આનંદ અમૂલ્ય હોય છે. આમ આખી દુનિયા ખૂંદીને પણ છેલ્લે માણસ જ્યારે પોતાના ઘરે પાછો ફરે છે ત્યારે એને હાશકારો થાય છે. પોતાની મંઝીલે પહોંચવાનો જે સંતોષ છે એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

યમુનામાં ઝેર ભેળવ્યાના કેજરીવાલના દાવાને જલ બોર્ડે ફગાવ્યો

નવી દિલ્હીઃ યમુનાના પાણીની ગુણવત્તાને લઈને જારી વાકયુદ્ધની વચ્ચે દિલ્હી જલ બોર્ડનાં CEO શિલ્પા શિંદેએ આપ પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલના એ દાવાનું ખંડન કર્યું છે કે હરિયાણા સરકારે નદીમાં ઝેર ભેળવ્યું છે. શિલ્પા શિંદેએ દિલ્હીના મુખ્ય સચિવ ધર્મેન્દ્રને લખેલા પત્રમાં આરોપોને ખોટા અને આધાર વગરના અને ભ્રામક ગણાવતાં એ દાવાને ફગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ પ્રકારના દાવા આંતરરાષ્ટ્રીય સંબંધો અને જનતાના વિશ્વાસને ઠેસ પહોંચાડી શકે છે.

આ પહેલાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે હરિયાણા સરકાર પર યમુનામાં ઝેર મિલાવી રહ્યા હોવાનો દાવો કર્યો છે. કેજરીવાલનો આરોપ કર્યો હતો કે દિલ્હીની જનતા ભાજપને મત નથી આપી રહી એટલા માટે ભાજપ સરકારે આવું પગલું ભર્યું છે. જ્યારે આ મામલે હરિયાણાના CM નાયબ સિંહ સૈનીએ પલટવાર કરતાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની ટેવ એવી છે કે આરોપ લગાવો અને ભાગી જાઓ. કેજરીવાલે ખુદ 28 ડ્રેઇન્સ યમુનામાં નાખ્યા અને વિચાર્યું છે કે હરિયાણા પર આરોપ લગાવીને બચી જાઉં. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પણ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

ભાજપ કરશે માનહાનિનો કેસ

હરિયાણા સરકાર કેજરીવાલના પાણીમાં ઝેર મિલાવ્યાના દાવા પર તેમના આરોપ માટે કેસ દાખલ કરશે. તેમની પાર્ટી ચૂંટણી પંચનો દાવો પણ ખટખટાવશે, એમ તેમણે સૈનીએ કહ્યું હતું.

સુનીલ ગ્રોવરે મહાકુંભ પહોંચી ત્રિવેણી સંગમમાં કર્યુ પવિત્ર સ્નાન

મુંબઈ: મહાકુંભ 2025માં સામેલ થવા લાખો લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે. નેતાથી લઈ અભિનેતાઓ પણ આ ધાર્મિક મેળાવડાનો ભાગ બની રહ્યા છે. મહાકુંભમાં ઘણા પ્રખ્યાત સ્ટાર્સ પણ ડૂબકી લગાવવા આવી રહ્યાં છે. ત્યારે હાસ્ય કલાકાર અને અભિનેતા સુનીલ ગ્રોવર પણ પ્રયાગરાજ પહોંચ્યા હતાં. પ્રયાગરાજમાં ભક્તોના સમૂહમાં સુનીલ ગ્રોવર પણ જોવા મળ્યા હતા. અભિનેતાએ આ સંબંધિત દરેક અપડેટ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. તેમણે એક વીડિયો શેર કરીને પોતાનો અનુભવ પણ શેર કર્યો છે.

અભિનેતાએ ઝલક બતાવી
અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પવિત્ર સ્થળની મુલાકાતનો એક વીડિયો પણ શેર કર્યો છે. તેમણે પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી. તે ભગવા વસ્ત્રોમાં જોવા મળે છે.સુનીલ ગ્રોવરે પોતાના આધ્યાત્મિક અનુભવ વિશે પણ વાત કરી. તેમણે વીડિયોના કેપ્શનમાં કૃતજ્ઞતા અને વિસ્મયની લાગણીઓ વ્યક્ત કરી.

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover)

સુનીલ ગ્રોવરે પોતાનો અનુભવ જણાવ્યો
કેપ્શનમાં તેણે લખ્યું,’દિવ્ય, દૈવી, ઈશ્વરીય. 2025 માં અહીં મહાકુંભનું આયોજન થવું એ દૈવી વાત છે. લાંબા સમયથી રાહ જોયા બાદ ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યો છું. હજારો વર્ષોથી ઘણા સાધુઓ, સંતો, ઋષિઓ, મુનિઓ, મહાત્માઓ આ જળમાં આવી રહ્યા છે. હું પૂર્ણ, સંપૂર્ણ અનુભવી રહ્યો છું. મને અહીં સુધી પહોંચવામાં મદદ કરનાર દરેકનો આભાર. જય હો!.’ આ પોસ્ટ જોયા પછી અભિનેતાના ચાહકોએ પણ પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી છે. એક વ્યક્તિએ લખ્યું, ‘તે કેટલો નસીબદાર છે.’ જ્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘તમારું પ્રયાગરાજ આવવું ચોક્કસ હતું… હર હર ગંગે.’ જ્યારે બીજા વ્યક્તિએ લખ્યું,’વીર – ખૂબ સારું.’

સુનીલ ગ્રોવરે મહિલાઓ સાથે સાંજ વિતાવી
આ સિવાય સુનીલ ગ્રોવરે બીજી એક પોસ્ટ શેર કરી જેમાં તેણે બે તસવીરો બતાવી છે. આ બંને તસવીરોમાં તે મહિલાઓ ભક્તો સાથે સમય વિતાવતો જોવા મળે છે. અભિનેતા મહિલાઓ વચ્ચે બેઠેલા જોવા મળે છે. તેને ધાબળામાં જમીન પર બેઠેલો જોઈ શકાય છે. આ પોસ્ટ શેર કરતી વખતે, અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, ‘કુંભમાં શિયાળાની સાંજ.’

Sohrab Modi: મોદી આવી રીતે બન્યા સિનેમાનાં સિકંદર

મુંબઈ: આજે, 28 જાન્યુઆરી એ તેમના સમયના પ્રખ્યાત અભિનેતા, નિર્માતા-દિગ્દર્શક સોહરાબ મોદીની પુણ્યતિથિ (Sohrab Modi Death Anniversary) છે.તેમણે પારસી થિયેટરમાં પણ કામ કર્યું અને અહીંથી જ અભિનેતા તરીકેની શરૂઆત કરી. 2 નવેમ્બર 1897ના રોજ જન્મેલા સોહરાબ મોદીએ તેમનું બાળપણ રામપુરમાં વિતાવ્યું. હિન્દી સિનેમામાં તેઓ આયર્ન મૅન તરીકે પ્રખ્યાત હતા. તેમની અભિનય કુશળતા જ નહીં, પરંતુ તેમનો અવાજ પણ ખૂબ જ મજબૂત હતો. ચાલો તેમના વિશે જાણીએ…

ટ્રાવેલિંગ ગાઇડથી સિનેમાના આયર્ન મૅન સુધીની સફર

સોહરાબ મોદી પારસી હતા, પરંતુ તેમની હિન્દી અને ઉર્દૂ બોલવાની શૈલીએ પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી દીધા. એવું કહેવાય છે કે સોહરાબ મોદી પોતાની પસંદગીની ફિલ્મો કેવી રીતે બનાવવી તે જાણતા હતા. સોહરાબ મોદી સૌપ્રથમ તેમના ભાઈ કેકી મોદી સાથે ટ્રાવેલિંગ ગાઇડ બન્યા. પછી, 26 વર્ષની ઉંમરે તેમણે આર્ય સુબોધ થિયેટ્રિકલ કંપની શરૂ કરી.સ્ટેજનો પડદો પડતાની સાથે જ જનતા જોરથી તાળીઓ પાડતી, પણ તે નાટકો શાંત હતા. 1935માં તેમણે સ્ટેજ ફિલ્મ કંપની શરૂ કરી. આ અંતર્ગત તેમણે ‘ખૂન કા ખૂન’ અને ‘સઈદ એ હવાસ’ નામની બે ફિલ્મો બનાવી.જોકે,બંને ફિલ્મો ફ્લોપ ગઈ. 1936માં તેમણે મિનર્વા મુવીટોન ફિલ્મ કંપની શરૂ કરી અને તેમની પહેલી ફિલ્મ ‘મીઠા ઝહર’ બનાવી.

‘મીઠા ઝહર’ એ કારકિર્દીને વેગ આપ્યો
સોહરાબ મોદીની ફિલ્મ ‘મીઠા ઝહર’ દર્શકોને ખૂબ જ ગમી. પછી મોદીએ ‘પુકાર’ બનાવી. આ ફિલ્મની વાર્તા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કમાલ અમરોહી દ્વારા લખવામાં આવી હતી અને તેમાં સોહરાબ સાથે ચંદ્ર મોહન અને નસીમ બાનોએ અભિનય કર્યો હતો. દર્શકોને ફિલ્મની વાસ્તવિકતા ખૂબ ગમી અને ફિલ્મે અજાયબીઓ કરી. એવું કહેવાય છે કે તે સમયે સોહરાબ મોદી ‘પુકાર’ ની રીમેક બનાવવા માંગતા હતા અને જહાંગીરની ભૂમિકા માટે દિલીપ કુમારને સાઇન કરવા માંગતા હતા, પરંતુ દિલીપ પુકાર અભિનેતા ચંદ્રમોહન સાથે સરખામણી કરવા માંગતા ન હતા, જે આ ફિલ્મથી રાતોરાત સેન્સેશન સ્ટાર બની ગયા હતા.

આ ઉપરાંત સોહરાબ મોદીએ ‘પૃથ્વી વલ્લભ’, ‘શીશ મહેલ’, ‘ઝાંસી કી રાની’, ‘મિર્ઝા ગાલિબ’ અને ‘કુંદન’ જેવી ફિલ્મો બનાવી.સોહરાબ મોદીની ફિલ્મ ‘ઝાંસી કી રાની’ (1953) દેશની પહેલી ટેક્નિકલર ફિલ્મ હતી. સોહરાબએ હોલીવુડના ટેકનિશિયનોની મદદથી આ રંગીન ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં તેમણે પોતે રાજગુરુની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ઝાંસીની રાણીનું પાત્ર સોહરાબ મોદીની પત્ની મહેતાબે ભજવ્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.

પ્રભુ દેવાએ ‘લક્ષ્ય’નું ગીત એક જ કલાકમાં તૈયાર કર્યું

કોરિયોગ્રાફર તરીકે શરૂઆત કરનાર પ્રભુ દેવાને હિન્દી ફિલ્મોમાં અનેક પ્રકારના અનુભવ થયા છે. એક ગીત માટે એને 50 દિવસ આપવામાં આવ્યા હતા પણ ગણતરીના દિવસોમાં શુટિંગ કર્યું હતું. તો એક ગીત માત્ર એક કલાકમાં તૈયાર કરી દીધું હતું. નિર્માતા બોની કપૂર ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ (1993) બનાવી રહ્યા હતા ત્યારે શ્રીદેવીએ કોરિયોગ્રાફર તરીકે પ્રભુનું નામ સૂચવ્યું હતું. કેમકે પ્રભુ સાથે દક્ષિણમાં ‘શનમ શનમ’ અને ‘ગોવિંદા ગોવિંદા’ કરી હતી. બોનીએ પ્રભુને કહ્યું કે ગીતના નૃત્ય નિર્દેશન માટે પાંચ નહીં પચાસ દિવસ લઈ શકે છે.

પ્રભુને નવાઈ લાગી કેમકે એ બે-ત્રણ દિવસમાં ગીત પૂરું કરી દેતો હતો. પ્રભુએ એમને કહ્યું હતું કે તે ચાર દિવસમાં ગીત પૂરું કરી દેશે. પણ સેટ પર કલાકારો મોડા આવતા હોવાથી પ્રભુએ ચાર દિવસ પછી રજા માંગી હતી. તે ઘરથી વધારે દૂર રહી શકતો ન હતો. તેણે ગીત માટે ભાઈ અને પિતાને મોકલ્યા હતા.

બીજો કિસ્સો બોની કપૂરની જ ફિલ્મનો છે. ‘પુકાર’ (2000) માટે એક ગીત તૈયાર કરવામાં આવ્યું હતું. તેનાથી નિર્દેશક રાજકુમાર સંતોષી સહિતનાને સંતોષ ન હતો. એમણે એ. આર. રહેમાનનું બીજું એક તમિલ ગીત પસંદ કર્યું હતું. એના પરથી ‘કે સેરા સેરા’ બનાવ્યું હતું. ગીતમાં પ્રભુ દેવા સાથે માધુરી દીક્ષિતને નાચવાનું હતું.

પ્રભુએ માધુરીને કહ્યું કે તમે સુપર સ્ટાર છો અને હું તમારા માટે પહેલી વખત ગીતનું નૃત્ય નિર્દેશન કરી રહ્યો છું. હું ગીતમાં તમારી નૃત્ય પ્રતિભાને બતાવીશ. માધુરીએ કહ્યું કે કોઈ વાંધો નથી. કેટલા રિહર્સલ કરવા છે? 20? 40? 100 રિહર્સલ? હું હાજર રહીશ. પ્રભુએ જે સ્ટેપ આપ્યા એ બધા જ માધુરીએ કર્યા અને એમાં કોઈ ફેરફાર ના કરાવ્યો. પ્રભુ માટે આ ગીત પડકારરૂપ હતું. કેમકે એ. આર. રહેમાનના સંગીતમાં ત્રણ સ્તર હતા. પ્રભુએ કલાકાર, ડાન્સર અને બેકગ્રાઉન્ડ ડાન્સર એમ ત્રણ સ્તર બનાવ્યા હતા. એ સ્તર બતાવવા માટે અલગ સેટની જરૂર પડી હતી.

પ્રભુએ એક જ લાલ રંગનો સેટ તૈયાર કરાવ્યો હતો. જેથી દર્શકોની નજર માત્ર કલાકારો ઉપર જ રહે. એનું શુટિંગ 5 દિવસમાં થયું હતું. ‘કે સેરા સેરા’ અસલમાં 6 મિનિટનું ગીત હતું પણ ફિલ્મમાં સાડા ચાર મિનિટનું રાખવામાં આવ્યું હતું. ફિલ્મ ‘લક્ષ્ય’ (2004) માટે નિર્દેશક ફરહાન અખ્તર પ્રભુના ઘરે ગયા હતા અને ગીત માટે તારીખો આપી હતી. પ્રભુને નવાઈ લાગી હતી. કેમકે એક વર્ષ પછી એ ગીતનું શુટિંગ કરવાના હતા. સામાન્ય રીતે એક- બે મહિના પહેલાંની તારીખ નક્કી થતી હોય છે. અને ફરહાને કહ્યા મુજબ બરાબર એક વર્ષ પછી 1 જૂને જ ગીતનું શુટિંગ ગોઠવ્યું હતું. ફરહાને ‘મૈં ઐસા ક્યૂં હૂં’ ગીત માટે ત્રણ-ચાર સેટ નક્કી કર્યા હતા અને એમાં ગીત વચ્ચે વાર્તા ચાલતી હોવાનું બતાવવાનું હતું.

પ્રભુએ કહ્યું કે ફક્ત ડાન્સ માટે જ મને બોલાવવાનો હતો. અને આટલા બધા સેટની જરૂર ન હતી. પછી પ્રભુએ બેકડ્રોપમાં માત્ર એક જ કાળો રંગ રાખીને ગીત તૈયાર કર્યું હતું. રિતિકે ડાન્સમાં કમાલ કર્યો હતો. રિતિક સાથે 3-4 દિવસ રિહર્સલ કર્યું હતું. પણ માત્ર એક જ કલાકમાં આ ગીતનું શુટિંગ થઈ ગયું હતું. પ્રભુ માટે પહેલી વખત આમ બન્યું હતું. પ્રભુએ ‘લક્ષ્ય’ ની કોરિયોગ્રાફી માટે કારકિર્દીનો બીજો રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો હતો.

ઝાંસીથી પ્રયાગરાજ જતી મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પર ભીડે કર્યો હુમલો!

ઉત્તર પ્રદેશ: ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર મધ્યપ્રદેશના હરપાલપુરમાં હુમલો થયો. હુમલાખોરોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો, સાથે તેમાં તોડફોડ પણ કરી. આ ટ્રેન મહાકુંભ માટે જઈ રહી હતી. આવતીકાલે મૌની અમાવસ્યાના કારણે, વિવિધ સ્થળોએથી લાખો ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રે લગભગ 1 વાગ્યે ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશન પર બની હતી. અહીં ટોળાએ અચાનક ટ્રેન પર હુમલો કર્યો. જેના કારણે ટ્રેનની અંદર બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા. હુમલાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડમાંથી લોકો ટ્રેનની બોગી પર પથ્થરમારો કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડ ટ્રેનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ જ્યારે લોકો અંદર પ્રવેશી શક્યા નહીં, ત્યારે તેઓએ દરવાજા અને બારીઓ તોડી નાખી.

આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રેલવે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ઘણી ટ્રેનો મોડી પડી હતી. છતરપુર સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વાલ્મિક ચૌબેએ જણાવ્યું હતું કે, છતરપુર રેલ્વે સ્ટેશન પર ફાટક ન ખોલવાને કારણે રાત્રે લગભગ 1 વાગ્યે કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો અને તોડફોડ કરી.

માહિતી મળ્યા પછી, અમે ઘટનાસ્થળે પહોંચ્યા, ટ્રેન છતરપુરથી પ્રયાગરાજ કુંભ જઈ રહી હતી, બધા આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. દરમિયાન, હરપાલપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પુષ્પક શર્માએ જણાવ્યું હતું કે પોલીસ ટીમે યોગ્ય સલાહ આપ્યા પછી ટ્રેન મોકલી હતી, ખજુરાહો અને છતરપુરમાં પણ લોકોએ અશાંતિ ઉભી કરી છે.

VIDEO: બાગપતમાં જૈન નિર્વાણ મહોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના, 25થી વધુ ઘાયલ

ઉત્તર પ્રદેશ: બાગપતના બારૌતમાં આયોજિત જૈન નિર્વાણ મહોત્સવમાં એક મોટી દુર્ઘટના બની. કાર્યક્રમનું સ્ટેજ તૂટી પડતાં બે ડઝનથી વધુ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. માહિતી મળતા જ એસ.પી. અને એડિશનલ એસ.પી. ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા.

ભક્તોની સંખ્યામાં વધારો થયો

જૈન સંતની હાજરીમાં ભગવાન આદિનાથના નિર્વાણ માટે લાડુ ચઢાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમ બારૌતના જૈન કોલેજ મેદાનમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન અકસ્માત થયો. આ અકસ્માતમાં બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

ભક્તો લાડુ ચઢાવી રહ્યા હતા
આ અકસ્માત દરમિયાન, ભક્તો માન સ્તંભ પર લાડુ ચઢાવી રહ્યા હતા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ ઘણા વરિષ્ઠ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા.

સારવાર બાદ ઘરે લઈ જવામાં આવ્યા
આ અકસ્માત બાદ એસ.પી. અર્પિત વિજયવર્ગીયએ માહિતી આપતા કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આ ઘટનામાં વીસથી પચીસ લોકો ઘાયલ થયા છે. બે થી ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કેટલાક લોકોને પ્રાથમિક સારવાર આપીને ઘરે લઈ જવામાં આવ્યા.

ટ્રમ્પે તાત્કાલિક WHO સાથે કામ બંધ કરવાનો આદેશ કેમ આપ્યો?

અમેરિકા: યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર જોન નેકેનગાસોંગે એક આદેશ જારી કરીને કહ્યું છે કે WHO સાથે કામ કરતા તમામ અધિકારીઓએ તાત્કાલિક અસરથી પોતાનું કામ બંધ કરવું પડશે. તેમના નિર્દેશોમાં, તેમણે કહ્યું કે બધાં આરોગ્ય અધિકારીઓએ WHO સાથે સહયોગ કરવાનું બંધ કરવું જોઈએ.

આ આદેશ WHOમાં જોડાનારા તમામ CDC કર્મચારીઓને લાગુ પડશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે CDCના કર્મચારીઓને WHO ઓફિસોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

હેલ્થ સેવાઓ પર અસર પડશે
અમેરિકા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પછી, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હેલ્થ સેવાઓ પર આટલો અચાનક પ્રતિબંધ આશ્ચર્યજનક છે અને તેની અસર આફ્રિકામાં મારબર્ગ વાયરસ અને મંકીપોક્સના પ્રકોપને રોકવા પર પણ પડશે. નિષ્ણાતો કહે છે કે આ નિર્ણય ત્યારે આવ્યો છે. જ્યારે આરોગ્ય અધિકારીઓ વિશ્વભરમાં બર્ડ ફ્લૂના વધતા પ્રકોપને રોકવા માટે કામ કરી રહ્યા છે.

હકીકતમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગયા અઠવાડિયે WHO માંથી અમેરિકાના ખસી જવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ જારી કર્યો હતો, પરંતુ તેનો તાત્કાલિક અમલ કરવામાં આવ્યો ન હતો. હકીકતમાં, WHO છોડવા માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી છે.નિર્ણયની અસર ઘણા દેશો પર પડશે

ગયા અઠવાડિયે, ટ્રમ્પે એઇડ્સ રાહત માટે રાષ્ટ્રપતિની કટોકટી યોજના પર ખર્ચ અટકાવ્યો હતો. HIV નાબૂદ કરવાની ઝુંબેશ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ, 25 મિલિયન લોકોના જીવ બચાવવામાં આવ્યા. જેમાં ૫૫ લાખ બાળકોનો પણ સમાવેશ થાય છે.

ટ્રમ્પની પીછેહઠ અમેરિકાના માર્ગ પર ચાલનારા દેશો પર પણ અસર કરશે. દુનિયા હાલમાં યુદ્ધથી ડરી રહી છે. ઘણા દેશો તેમના સંરક્ષણ બજેટમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમાં, તેઓ અમેરિકાનો હવાલો આપીને વિશ્વ આરોગ્ય સંગઠનને ભંડોળ પણ બંધ કરી શકે છે.