Home Blog Page 1216

‘એબી ડી વિલિયર્સ આઈપીએલમાં ખોટી ફ્રેન્ચાઇઝી માટે રમ્યો’, આ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મોટું નિવેદન

IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. RCB અત્યાર સુધી એક પણ IPL ટાઇટલ જીતી શક્યું નથી, પરંતુ તેમ છતાં ચાહકો ટીમને ખૂબ પસંદ કરે છે. કોહલીને કારણે ટીમ ખૂબ જ પ્રિય છે. હવે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સંજય માંજરેકરે વિરાટ કોહલીની ટીમ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે એબી ડી વિલિયર્સ ખોટી ફ્રેન્ચાઇઝી માટે રમ્યો હતો.

સંજય માંજરેકરને એબી ડી વિલિયર્સ અને સૂર્યકુમાર યાદવ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આના જવાબમાં તેમણે કહ્યું કે ડિવિલિયર્સને આઈપીએલમાં એક મહાન ખેલાડી તરીકે જોઈ શકાયો હોત, પરંતુ તે ખોટી ફ્રેન્ચાઇઝી માટે રમ્યો.

એબી ડી વિલિયર્સ અને સૂર્યકુમાર યાદવ વિશેના પ્રશ્નના જવાબમાં સંજય માંજરેકરે કહ્યું, “એબી શાનદાર હતો. એબીની મહાનતા એ હતી કે તેની ટેસ્ટમાં સરેરાશ ૫૦ હતી. વનડેમાં પણ. એટલા માટે તે એક મહાન ખેલાડી છે. પરંતુ તમે ફક્ત ટી20 ક્રિકેટ જુઓ, જયારે હું બંને ખૂબ જોઉં છું.”

IPL વિશે વધુ વાત કરતાં સંજય માંજરેકરે કહ્યું, “IPLમાં એબીની વાસ્તવિક ક્ષમતા પ્રમાણે એનો યોગ્ય રીતે ઉપયોગ થયો ન હતો. તેથી, IPLમાં અમને તેની પાસેથી ઘણું બધું મળ્યું નહીં. અને હા, માફ કરશો, પરંતુ જો તે રમ્યો હોત તો તે ખોટી ફ્રેન્ચાઇઝી માટે હતો.” બીજે ક્યાંક હોત, તો આપણે તેમની મહાનતા જોઈ હોત.”

 એબી ડી વિલિયર્સની આઈપીએલ કારકિર્દી

ડી વિલિયર્સે 2008 માં દિલ્હી કેપિટલ્સ માટે પોતાની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી 2011 માં, ડી વિલિયર્સ RCB ટીમમાં જોડાયો અને જ્યાં સુધી તેની IPL કારકિર્દી સમાપ્ત ન થઈ ત્યાં સુધી તેણે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહીં. એબી 2021 સુધી આરસીબી માટે રમ્યો. તેમણે પોતાની IPL કારકિર્દીમાં ૧૮૪ મેચ રમી, ૧૭૦ ઇનિંગ્સમાં બેટિંગ કરીને ૩૯.૭૦ ની સરેરાશ અને ૧૫૧.૬૮ ના સ્ટ્રાઇક રેટથી ૫૧૬૨ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેણે 3 સદી અને 40 અડધી સદી ફટકારી.

‘આયુષ્માન યોજના’ હેઠળ 600 ખાનગી હોસ્પિટલ્સ નહીં કરે સારવાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ હરિયાણામાં તેમની સંખ્યા વધવાને પગલે હોસ્પિટલોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યની 600 ખાનગી હોસ્પિટલ્સ આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવાર બંધ કરી દેશે, એમ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ એલાન કર્યું છે.

આ સમસ્યાને પગલે IMA હરિયાણાની ઘોષણા કરી હતી કે આવનારી ત્રીજી ફેબ્રુઆરીથી આયુષ્માન ભારત યોજનાથી જોડાયેલી 600 હોસ્પિટલ્સ  આ યજના હેઠળ દર્દીઓની સારવાર આપવાનું બંધ કરી દેશે. સંસ્થાનું કહેવું હતું કે રિએમ્બર્સમેન્ટના રૂ. 450 કરોડ સરકર પાસે લેણાં છે અને અત્યાર સુધી માત્ર 10-15 ટકાની રકમની ચુકવણી પ્રાપ્ત કરવામાં આવી હતી.

રાજ્યમાં આશરે 1300 હોસ્પિટલોને સરકારની આયુષ્માન ટેક્નોલોજીથી જોડવામાં આવી છે અને એમાંથી 600 ખાનગી હોસ્પિટલ્સ છે, જેમાંથી ગુરુગ્રામમાં આશરે 60 હોસ્પિટલ નોંધાયેલી છે. રાજ્યમાં આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની સંખ્યા 1.2 કરોડ છે, જેમનું રજિસ્ટ્રેશન છે. આ યોજના હેઠળ સરકારે ચિરાયુ કાર્ડ પણ બનાવ્યું છે.

આ કેસમાં CM નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે મેં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ડોક્ટર્સથી મળ્યો છું અને અમે તેમના રૂ. 786 કરોડના બાકી લેણાં 16 જાન્યુઆરીએ ચૂકવી દીધાં છે. હવે રૂ. 200 કરોડ બાકી બચ્ચા છે. જેની ટૂંક સમયમાં ચુકવણી કરવામાં આવશે.

મોદી સરકારે વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજનાને લોન્ચ કરી હતી અને હવે 35 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી ચૂક્યા છે.

મહેસાણામાં ગેરકાયદે દબાણો પર મનપાનુ એક્શન

ગુજરાતમાં ઘણા સમયથી મેગા ડિમોલેશન ડ્રાઈવ ચાલી રહી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર, દ્વારકા જિલ્લામાં ગેરકાયદે ખડકેલા દબાણો પણ તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું. તો હવે મહેસાણામા પણ તંત્રની ગેરકાયદે દબાણ કરનારા પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા મનપાએ ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવી છે.  રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મહેસાણામાં મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. મનપાએ આપેલ નોટિસ બાદ કાર્યવાહી શરૂ કરી. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ અને શોરૂમ આગળના દબાણો દૂર કરાયા છે. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ અને શોરૂમ આગળના દબાણો દૂર કરાયા છે. જેમાં ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. દુકાન, કોમ્પલેક્ષ કે શો રૂમ આગળ કરેલ વધારાના દબાણ દૂર કરાયા છે. અગાઉ મહેસાણાના રાધનપુર ચોકડીથી પાંચોટ રોડ અને પાંચોટ રોડથી રાધનપુર ચોકડી સુધીના રસ્તામાં આવતા હંગામી કે કાયમી દબાણો કે માર્જિનની જગ્યામાં કરાયેલા દબાણ દૂર કરવા મનપા દ્વારા બે દિવસથી કવાયત શરૂ કરાઈ છે. ગુરુવારે પાંજરાપોળથી પાંચોટ રોડ તરફના વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

GBS ડિસઓર્ડર શું છે? મહારાષ્ટ્રમાં ફેલાઈ રહ્યો રોગ,પુણેમાં દર્દીઓની સંખ્યા 100ને પાર

ઇમ્યુનોલોજિકલ નર્વ ડિસઓર્ડર ગુઇલેન બેરે સિન્ડ્રોમનો સૌથી ખરાબ પ્રકોપ પુણેમાં જોવા મળી રહ્યો છે, જ્યાં રવિવારે અસરગ્રસ્ત લોકોની સંખ્યા 100 ને પાર થઇ હતી. પુણેમાં GBS થી પ્રભાવિત લોકોની સંખ્યા 101 પર પહોંચી ગઈ છે, જેમાંથી 68 પુરુષો અને 33 મહિલાઓ છે.

મહારાષ્ટ્રમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમને કારણે પ્રથમ મૃત્યુ શંકાસ્પદ છે. આરોગ્ય વિભાગે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સોલાપુરમાં મૃત્યુ પામેલા વ્યક્તિનું મૃત્યુ ગુઇલેન બેરે સિન્ડ્રોમ (GBS) ને કારણે થયું હોવાની શંકા છે. તે જ સમયે, રાજ્યમાં GBS થી પ્રભાવિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને એકલા પુણેમાં જ 100 થી વધુ દર્દીઓ છે. મૃતક સોલાપુરનો રહેવાસી હતો, પરંતુ થોડા સમય પહેલા પુણે ગયો હતો. એવું માનવામાં આવે છે કે તે પુણેમાં જ GBS સિન્ડ્રોમનો ભોગ બન્યો હતો. જોકે, અધિકારીઓએ હજુ સુધી આ મામલે વધુ માહિતી આપી નથી.

પુણેમાં સૌથી વધુ દર્દીઓ
ઇમ્યુનોલોજિકલ નર્વ ડિસઓર્ડર ગુઇલેન-બેરે સિન્ડ્રોમનો સૌથી ખરાબ પ્રકોપ પુણેમાં જોવા મળી રહ્યો છે, જ્યાં રવિવારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 100 ને પાર થઈ હતી. પુણેમાં GBS સંક્રમિત લોકોની સંખ્યા 101 પર પહોંચી ગઈ છે, જેમાંથી 68 પુરુષો અને 33 મહિલાઓ છે. જેમાંથી 16 દર્દીઓની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો રેપિડ રિસ્પોન્સ ટીમ અને આરોગ્ય વિભાગ સતત દેખરેખ રાખી રહ્યા છે. ખાસ કરીને, પુણેના સિંઘડ રોડ પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે કારણ કે ત્યાં મહત્તમ દર્દીઓ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 25,578 ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. આમાંથી 15761 ઘરો પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે અને 3719 ઘરો ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે. 6098 ઘરો ગ્રામીણ વિસ્તારોમાં છે.

GBS શું છે?
ગુઇલેન બેર સિન્ડ્રોમ અથવા જીબીએસ એ એક રોગપ્રતિકારક ચેતા વિકાર છે. આ રોગમાં હાથ-પગ અચાનક સુન્ન થઈ જાય છે અને સ્નાયુઓ નબળા પડી જાય છે. આ રોગના લક્ષણોમાં નબળાઈ, ઝાડા વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, GBS બેક્ટેરિયલ અને વાયરલ ચેપને કારણે થાય છે. આના કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. બાળકો અને યુવાનો આ રોગથી વધુ પીડાઈ રહ્યા છે. જોકે, સારી વાત એ છે કે દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા છે. સરકારે લોકોને પીવાનું પાણી સ્વચ્છ રાખવા અને તેને ઉકાળીને પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ઉપરાંત, લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના ખોરાકમાં સ્વચ્છતા જાળવી રાખે અને શાકભાજીને સારી રીતે પકાવીને ખાય.

JPC એ વક્ફ સુધારા બિલને મંજૂરી આપી

વકફ સુધારા કાયદા પર સોમવારે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની બેઠક મળી. બેઠકમાં 44 સુધારાઓની ચર્ચા કરવામાં આવી. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સાંસદોના સુધારા સ્વીકારવામાં આવ્યા હતા જ્યારે વિપક્ષના સુધારાઓને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા.

સંસદીય સમિતિના વડા ભાજપના સાંસદ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે NDA સાંસદો દ્વારા રજૂ કરાયેલા 14 સુધારા સ્વીકારવામાં આવ્યા હતા જ્યારે વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા તમામ સુધારા નકારી કાઢવામાં આવ્યા હતા. સમિતિ દ્વારા પ્રસ્તાવિત એક મુખ્ય સુધારો એ હતો કે હાલની વકફ મિલકતો પર ‘વક્ફ બાય યુઝર’ ના આધારે પ્રશ્ન ઉઠાવી શકાતો નથી.

 

આજે સમિતિની બેઠકમાં યોજાયેલી મતદાનમાં શાસક સરકારના 16 સાંસદોએ સુધારાના પક્ષમાં મતદાન કર્યું જ્યારે 10 વિપક્ષી સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. વિપક્ષના સુધારાઓમાં, વિપક્ષને બિલના 44 કલમો સામે વાંધો હતો પરંતુ તે નકારી કાઢવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે JPC કહે છે કે તેનો ડ્રાફ્ટ રિપોર્ટ 28 જાન્યુઆરીએ પ્રસારિત કરવામાં આવશે, જ્યારે તેને 29 જાન્યુઆરીએ સત્તાવાર રીતે અપનાવવામાં આવશે. આ બેઠક પછી ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે આજે તેમણે જે નક્કી કર્યું હતું તે કર્યું. તેમણે અમને બોલવાનો સમય પણ ન આપ્યો. કોઈ નિયમો કે પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું.

બિલ પર વિવાદ

8 ઓગસ્ટના રોજ લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ થયા પછી તરત જ આ સમિતિની રચના કરવામાં આવી હતી. વિરોધ પક્ષોએ આ બિલમાં પ્રસ્તાવિત સુધારાઓની આકરી ટીકા કરી હતી અને તેને મુસ્લિમ સમુદાયના ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તે જ સમયે, શાસક ભાજપનું કહેવું છે કે આ સુધારાઓ વક્ફ બોર્ડના કામકાજમાં પારદર્શિતા લાવશે અને તેમને જવાબદાર બનાવશે.

વકફ બિલમાં થશે 572 સંશોધન?: JPCના સભ્યોનાં સૂચનો

નવી દિલ્હીઃ વકફ સંશોધન બિલ પર સંસદીય સમિતિના સભ્યોએ 572 સંશોધનોનું સૂચન કર્યું છે. સમિતિની સુનાવણીના અંતિમ તબક્કામાં પહોંચવા પર રવિવારે મોડી રાત્રે ભાજપના નેતા જગદંબિકા પાલની અધ્યક્ષતામાં વકફ સંશોધન બિલ પર સંયુક્ત સમિતિ દ્વારા સંસોધનોની સૂચિ જારી કરવામાં આવી છે. સમિતિ સોમવારની બેઠકમાં ખંડવાર સંસોધનો પર ચર્ચા કરશે.

ભાજપ અને વિપક્ષના સભ્યોએ બિલ પર સંશોધન રજૂ કર્યા છે. વકફ સંશોધન બિલ, 2024નો ઉદ્દેશ વકફ અધિનિયમ, 1995માં સંશોધન કરવાનું છે. વકફ સંપત્તિઓનો વહીવટ અને સંચાલનમાં સુધારો થઈ શકે. વકફ સંપત્તિઓ દેશમાં મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને ચેરિટેબલ ઉદ્દેશો માટે આપવામાં આવેલી સંપત્તિઓ હોય છે. અને એનો વહીવટ વકફ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આ બિલમાં પ્રસ્તાવિત ફેરફારો દ્વારા વકફ સંપત્તિઓના વહીવટને પારદર્શી, સંગઠિત અને અસરકારક બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

વકફ બિલ કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી કિરણ રિજિજુ દ્વારા આઠ ઓગસ્ટે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું હતું.આ બિલનો ઉદ્દેશ વકફ કાયદામાં 1995માં સંશોધન કરવાનું છે.

વક્ફ સુધારા બિલ પર જેપીસી 27 અથવા 28 જાન્યુઆરીએ લોકસભા સ્પીકરને પોતાનો રિપોર્ટ સુપરત કરી શકે છે. લોકસભા સ્પીકરની મંજૂરી બાદ આગામી બજેટ સત્રમાં રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવશે. વકફ સુધારા વિધેયક પર જેપીસી રિપોર્ટના ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે સતત બે દિવસ જેપીસીની બેઠક બોલાવવામાં આવી છે.

પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા ICC ચેરમેન જય શાહ, હનુમાનગઢી મંદિરમાં કરી પૂજા

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના વર્તમાન ચેરમેન જય શાહ તેમના પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા છે. તેઓ મહાકુંભ 2025 માટે પ્રયાગરાજ પહોંચ્યા. જય શાહનો પ્રયાગરાજ પહોંચવાનો એક વીડિયો સામે આવ્યો છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દુનિયાભરમાંથી ભક્તો પહોંચી રહ્યા છે, જેમાં જય શાહ પણ જોડાયા હતા.

વર્તમાન ICC ચેરમેન અને ભૂતપૂર્વ BCCI સચિવ જય શાહ પ્રયાગરાજ પહોંચ્યાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રયાગરાજ પહોંચ્યા બાદ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત પછી, તેમણે ત્યાં હાજર લોકો સાથે પણ વાત કરી.

મહાકુંભ પહોંચતા પહેલા, જય શાહ અયોધ્યાના હનુમાનગઢી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી હતી. હવે તે પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચી ગયો છે, જ્યાં તે મહાકુંભમાં ભાગ લેશે. જય શાહે પોતાના પરિવાર સાથે હનુમાનગઢી મંદિરની પણ મુલાકાત લીધી હતી.

ડિસેમ્બર 2024થી ICC ચેરમેનની જવાબદારી સંભાળી

નોંધનીય છે કે જય શાહે 1 ડિસેમ્બર, 2024થી ICC ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળવાનું શરૂ કર્યું હતું. જોકે તેઓ પહેલાથી જ આ પદ માટે ચૂંટાઈ ચૂક્યા હતા. ગ્રેગ બાર્કલીનું સ્થાન જય શાહે લીધું. તેઓ 2020થી ICC ચેરમેન પદ સંભાળી રહ્યા હતા. તેમણે ICC ને સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ત્રીજી ટર્મ નહીં લે. જય શાહ બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાયા હતા. ગ્રેગ બાર્કલેએ ત્રીજા સત્રમાં ભાગ લેવાનો ઇનકાર કર્યા પછી, ICC એ ચેરમેન પદ માટે અરજીઓ મંગાવી હતી, પરંતુ જય શાહ સિવાય કોઈએ આ પદ માટે અરજી કરી ન હતી, ત્યારબાદ તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. જય શાહે 36 વર્ષની ઉંમરે જવાબદારી સંભાળી સૌથી નાની ઉંમરના ચેરમેન બનવાનો ખિતાબ પણ મેળવ્યો.

વર્ષ 2025-26 માટે AMTSનું 705 કરોડનું બજેટ મંજૂર

ગુજરાતમાં AMTS ને અમદાવાદ મ્યુ.કોર્પોરેશને બજેટ રજૂ કરી દીધું છે. AMTSને તંત્રએ 705 કરોડના બજેટને મંજૂરી આપી દીધી છે. આગામી વર્ષમાં 445 નવી એસી બસનો ઉમેરો કરવામાં આવશે સાથે સાથે 4 નવી ડબલ ડેકર બસનો પણ થશે ઉમેરો તો વિધવા બહેનોને ટિકિટમાં 50 ટકા રાહતની જાહેરાત કરવામાં આવી છે અને 10 ધોરણ બાદ વિદ્યાર્થીઓને 85 ટકા ટિકિટમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ શાસનાધિકારી ડો.એલ. ડી. દેસાઈએ રજૂ કર્યું હતું. સ્કૂલ બોર્ડની સામાન્ય સભામાં 1143 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી સહિત ભાષાઓની નવી 12 શાળાઓ બનાવવામાં આવશે. બજેટની 91 એટલે કે રૂ. 1042 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થશે. વિદ્યાર્થી વિકાસ/શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ 6.78 ટકા એટલે કે 77.50 કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ થનાર 2.05 કરોડ એટલે કે 23.44 કરોડ ખર્ચ થશે. 2025ના વર્ષના અંતે AMCની ચૂંટણી યોજાનાર હોવાથી નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નહિવત છે. AMCમાં ચૂંટાયેલી પાંખનું છેલ્લું બજેટ હોવાથી અને આગામી વર્ષે ચૂંટણી યોજાનાર હોવાથી શાસક પક્ષ દ્વારા કરવેરા રહિત બજેટ આપવાનું અને પ્રજાલક્ષી કામોની જાહેરાતો કરાય તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2,070ના વર્ષ સુધી ‘નેટ ઝીરો એમીશન’ના વિઝનને સાકાર કરવાની નેમ સાથે AMC દ્વારા 2025-26ના વર્ષના બજેટમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્ટસ અને કામગીરી પર ભાર મૂકવા સાથે બજેટ તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે.

મોહમ્મદ શમીની જરૂર નથી? ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રિપોર્ટમાં મોટો ખુલાસો!

મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ નવેમ્બર 2023માં ODI વર્લ્ડ કપ ફાઇનલમાં રમી હતી. આ દિવસોમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી રમી રહી છે, જેમાંથી બે મેચ રમાઈ ચૂકી છે. શમી ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો ભાગ છે. જોકે, આ ઝડપી બોલરને અત્યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી. હવે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બહાર આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયાને શમીની જરૂર નથી.

પાંચ મેચની T20 શ્રેણીની પહેલી બે મેચ ગુમાવ્યા બાદ, પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે શું શમી સંપૂર્ણપણે ફિટ નથી? હવે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયાને ટી20 શ્રેણીમાં શમીની જરૂર નથી અને તે વનડે શ્રેણીમાં સંપૂર્ણપણે જોવા મળી શકે છે. ટી20 પછી, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે.

બીસીસીઆઈના એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, “શમીએ ઈજા પહેલાનું પોતાનું વજન બે કિલોગ્રામ ઘટાડ્યું છે. તે પૂરી તીવ્રતાથી બોલિંગ કરી રહ્યો છે. ટી20 મેચોમાં તેની વધુ જરૂર નથી. પરંતુ આગામી વનડે મેચોમાં તે પાછો ફરશે. ફરી ફોર્મમાં આવે પછી તેણે રમવાનું શરૂ કરવું જોઈએ.”

નોંધનીય છે કે શમીનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ હજુ બાકી છે. ઈજાના કારણે તે છેલ્લા 14 મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા શમીનું ટીમ ઈન્ડિયામાં વાપસી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

ઉલ્લેખનીય છે કે, શમીએ અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં 64 ટેસ્ટ, 101 વનડે અને 23 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 229 વિકેટ, વનડેમાં 195 વિકેટ અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 24 વિકેટ લીધી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશને અપાતી મદદ મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશને અપાતી બધા પ્રકારની મદદ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. તેમના આદેશ પછી USAIDએ બાંગ્લાદેશમાં બધા પ્રકારનાં કામ અટકાવી દીધાં છે. 25 જાન્યુઆરીએ જારી એક પત્રમાં USAIDને સહયોગીઓથી સહાયતા કાર્યક્રમ તત્કાળ બંધ કરવા માટે નિર્દેશ આપ્યા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પત્રમાં કહ્યું છે કે તમામ USAID ભાગીદારોને USAID અને બાંગ્લાદેશ કરાર હેઠળ પૂરી પાડવામાં આવતી કોઈ પણ સબસિડી, સહકારી કરાર અથવા અન્ય સહાયને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવે છે.

બાંગ્લાદેશના અર્થતંત્રમાં અમેરિકી મૂડીરોકાણ હંમેશાં મહત્ત્વનું રહ્યું છે. અહેવાલ અનુસાર વર્ષ 2020 સુધી બાંગ્લાદેશમાં અમેરિકાનું કુલ સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) આશરે ત્રણ અબજ ડોલર હતું. અમેરિકી કંપનીઓ બાંગ્લાદેશનાં કપડાં, ઊર્જા, કૃષિ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં મુખ્ય રોકાણકાર છે.

આ અગાઉ  ટ્રમ્પ વહીવટી તંત્રે ઇઝરાયલ, ઇજિપ્ત અને ફૂડ પ્રોગ્રામ સિવાય વિદેશી દેશોને તમામ સહાય પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકન વિદેશ મંત્રાલયના આ આદેશમાં ગરીબ દેશોને સ્વાસ્થ્ય સહાય પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મેરિકાની યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વિશ્વમાં વિકાસ કાર્યો માટે સહાય પૂરી પાડે છે. આ ઉદ્દેશ લોકશાહીને પ્રોત્સાહન આપવા અને ગરીબી ઘટાડવાનો છે.

USAID કેવી રીતે કામ કરે છે?

USAID સરકારો, NGO, ખાનગી ક્ષેત્ર અને સ્થાનિક સમુદાયો સાથે મળીને કામ કરે છે. તેને યુએસ સંસદમાંથી પૈસા મળે છે, જેનો ઉપયોગ તે જુદા જુદા કાર્યક્રમો માટે કરે છે. તે આરોગ્ય, શિક્ષણ, આર્થિક વિકાસ, લોકશાહી અને શાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મદદ કરે છે.

USAID વિશ્વના લગભગ 100 દેશોમાં કામ કરે છે, મુખ્યત્વે આફ્રિકા, એશિયા, લેટિન અમેરિકા અને મિડલ ઈસ્ટ મુખ્ય છે. તેનો હેતુ અમેરિકન વિદેશ નીતિને આગળ વધારવાનો અને વિશ્વભરમાં વિવિધ કટોકટીઓનો સામનો કરવાનો છે.