બાંગ્લાદેશની યુનુસ સરકારે સોમવારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. બાંગ્લાદેશ સરકારે આજે ભારતને રાજદ્વારી પત્ર લખીને હસીનાને ઢાકા પરત મોકલવા જણાવ્યું છે. બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) એ હસીના અને કેટલાક ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ, સલાહકારો અને સૈન્ય અને નાગરિક અધિકારીઓ સામે માનવતા અને નરસંહાર વિરુદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે.

તમને જણાવી દઈએ કે શેખ હસીના 5 ઓગસ્ટથી ભારતમાં રહે છે. થોડા મહિનાઓ પહેલા બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના હિંસક વિરોધ બાદ તેણી દેશ છોડીને ભાગી ગઈ હતી, જેના પગલે તેની સરકાર પડી હતી.
ભારત પાસેથી પ્રત્યાર્પણની માંગ
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે અમે ભારત સરકારને મૌખિક નોંધ મોકલી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ ન્યાયિક પ્રક્રિયા માટે તેમને પાછા ફરવા માંગે છે. વહેલી સવારે, ગૃહ સલાહકાર જહાંગીર આલમે જણાવ્યું હતું કે તેમની ઓફિસે વિદેશ મંત્રાલયને ભારતમાંથી કાઢી મૂકેલા વડા પ્રધાનના પ્રત્યાર્પણની સુવિધા આપવા માટે એક પત્ર મોકલ્યો છે.







આજે ફરી સમાચાર સામે આવ્યા છે કે કાંબલીની તબિયત અચાનક ખરાબ થઈ છે અને તેમને થાણેની પ્રગતિ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જો કે ડૉક્ટર્સની ટીમ તેમની સાર-સંભાળ રાખી રહી છે અને દરેક જરુરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
વિનોદ કાંબલીએ ભારતીય ટીમ માટે વર્ષ 1991માં વન ડેમાં ડેબ્યું કર્યું હતું. ત્યાર બાદ તેમણે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં વર્ષ 1993માં ડેબ્યુ કર્યુ હતું. તેમણે ટીમ ઈન્ડિયા માટે ઘણી શાનદાર ઈનિંગ રમી છે. તેઓ ભારતના સૌથી ઝડપી 1,000 ટેસ્ટ રન બનાવનારા બેટમેન રહ્યા હતા.


નેશનલ મેથ્સ કાર્નિવલ-2024માં ત્રણ દિવસ દરમિયાન મેથ્સ મોડેલ પઝલ એક્ઝિબિશન, મેથ્સ ક્વિઝ, પોપ્યુલર મેથ્સ લેક્ચર, પઝલ પ્રેક્ટિકલ, કલ્ચરલ એક્ટિવિટી, મેથ્સ પોએમ, સ્ટોરી એન્ડ રીલે, ટીચર પેપર પ્રેઝન્ટેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના 18 રાજ્યની અલગ-અલગ શાળાના 250થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ ગણિત પ્રેમીઓએ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાયન્સ સિટીની મુલાકાતે આવેલા લોકોએ મેથ્સ પ્રદર્શનો નિહાળ્યા હતા.
22મી ડિસેમ્બરે નેશનલ મેથ્સ કાર્નિવલ-2024ના સમાપન પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સહભાગી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સહભાગી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગણિતપ્રેમીઓએ ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી સહિતની ગેલેરીઓની મુલાકાત લીધી હતી. ગણિત વિષય પ્રત્યે વિદ્યાર્થીઓ અને લોકોની રૂચિ વધે તે હેતુથી આ નેશનલ મેથ્સ કાર્નિવલ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.