Home Blog Page 1238

દલિત વિદ્યાર્થીઓના વિદેશમાં ભણવાનો ખર્ચ ઉઠાવીશું: કેજરીવાલ

દિલ્હી: પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દલિત વિદ્યાર્થીઓ માટે ‘ડૉ.’ આંબેડકર શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. આ શિષ્યવૃત્તિ દ્વારા, આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોતા દલિત વિદ્યાર્થીઓનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના બાળકો પણ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે.અરવિંદ કેજરીવાલે 21 ડિસેમ્બર 2024ના રોજ બાબા સાહેબના સન્માનમાં દિલ્હીના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે જો આમ આદમી પાર્ટી (AAP) દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતશે, તો દિલ્હી સરકાર ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ, જે દલિત વિદ્યાર્થીઓએ વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લીધો છે તેમના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના બાળકોને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે.

આ અવસર પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરે પણ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ (LSE)માં અભ્યાસ છોડવો પડ્યો હતો. કારણ કે તેમની પાસે પૈસા ન હતા. બાદમાં ફંડની વ્યવસ્થા કરીને તેમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તેમણે કહ્યું, “આપ એ સુનિશ્ચિત કરશે કે દિલ્હીનો કોઈ પણ દલિત વિદ્યાર્થી પૈસાની અછતને કારણે પોતાનો અભ્યાસ અધૂરો ન છોડે. આ ડૉ. આંબેડકરને અમારું સન્માન અને સાચી શ્રદ્ધાંજલિ છે.”દિલ્હીના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીના બજેટનો 25% હિસ્સો શિક્ષણ પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, “આપ સરકારનો ઉદ્દેશ્ય દરેક વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે.”

અમદાવાદ ઍરપૉર્ટ પર રૂ. 13.80 કરોડની ઘડિયાળ સાથે દંપતી ઝડપાયું

અમદાવાદ: ગુજરાતમાં સ્વમગલિગની ઘટનામાં નોંધપાત્ર વઘારો થઈ રહ્યો છે. પછી ભલે તે નસીલા પદાર્થની હોય કે કિંમતી ધાતુની હોય. એમાં પણ અમદાવાદ અને જિલ્લામાં તો અલગ અલગ પેતરાથી ગેરકાયદે કામ કરવાની છાશવારે ઘટનાઓ સામે આવતી હોય છે. પછી ઈન્ટરનેશલ એરપોર્ટ હોય કે પછી કોઈ ફેક્ટરી હોય. ઍરપૉર્ટમાં હવે અબુધાબીથી આવી રહેલા દંપતી પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા રૂપિયા 13.80 કરોડની ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ ઍરપૉર્ટથી કસ્ટમ્સ દ્વારા  જપ્ત કરાયેલી ઘડિયાળો પૈકી એક ઘડિયાળની કિંમત 12 કરોડ 50 લાખ રૂપિયા છે જ્યારે બીજી ઘડિયાળની કિંમત 1 કરોડ 30 લાખ રૂપિયા છે. આમ કુલ 13 કરોડ 80 લાખ રૂપિયાની સ્મગલિંગની ઘડિયાળો જપ્ત કરાઈ છે. પેસેન્જર બેગેજમાં લવાતી ઘડિયાળો પર 40 ટકા ડ્યુટી લેવાય છે. પણ આ દંપતિએ કસ્ટમ્સ વિભાગના અધિકારીઓની આંખોમાં ધૂળ નાંખવા માટે ઘડિયાળ હાથમાં પહેરી હતી જ્યારે બોક્સ બેગેજમાં મૂકી દીધા હતા. આ ઉપરાંત પતિ અને પત્ની અલગ-અલગ ફ્લાઇટમાં આવ્યા હતા. પતિ એર અરેબિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો. તેના અડધો કલાકના અંતરમાં જ ઇન્ડિગોની ફ્લાઇટમાં તેની પત્ની આવી હતી. બંને ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના અરાઇવલ પાસે કન્વેયર બેલ્ટ નજીક લગેજ લેવા માટે ઊભા હતા તે દરમિયાન લગેજ લઈને નીકળતી વખતે કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને શંકા જતાં તેમણે પૂછપરછ કરી હતી, પરંતુ દંપતીએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેથી તેમના સામાનની તપાસ કરતાં તેમાંથી ઘડિયાળના બોક્સ મળી આવ્યા હતા. જે બાદ કસ્ટમ વિભાગે પતિ-પત્નીના નિવેદનો લીધા છે અને બંનેની ધરપકડ કરવામાં આવી છે. આવી ઘડિયાળ પેસેન્જર કોના માટે લઈને આવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. કસ્ટમ્સ અધિકારીઓએ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી અને પ્રોફાઇલ ચેક કરતાં ખબર પડી કે આ દંપતી અવારનવાર દુબઈ અને અબુધાબી જાય છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે અમદાવાદ ઍરપૉર્ટ ઉપર ઘડિયાળો લેવા માટે આવેલો શખ્સ ઍરપૉર્ટના ટર્મિનલ ટુ બિલ્ડિંગની બહાર સાત કલાક સુધી રાહ જોઈને બેઠો હતો. ત્યારબાદ તેણે દુબઈમાં ફોન કર્યો હતો ત્યારે ખબર પડી કે કસ્ટમ વિભાગ એ પકડી લીધા છે ત્યાર પછી તે ત્યાંથી ભાગી ગયો હતો. અમદાવાદના ઍરપૉર્ટ પર પકડાયેલા દંપતીની મોડી રાત્રે સુધી પૂછપરછ કરાઈ હતી અને બંને જણા અબુધાબીમાં પફ્‌ર્યુમનો બિઝનેસ કરતાં હોવાનું જણાવ્યું હતું. બંને રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી છે અને એક લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે આવ્યા હતા. અમદાવાદ આવે તે પહેલા પેસેન્જરના મામાએ આ ઘડિયાળ તેમને આપી હતી અને એવું કહ્યું હતું કે તમે ઍરપૉર્ટની બહાર નીકળશો એટલે હું ફોન કરું એ વ્યક્તિને ઘડિયાળ આપી દેજો.

તાઈવાનની સંસદમાં સાંસદો વચ્ચે છુટા હાથની મારામારી!

તાઈવાન: અહીંની સંસદમાં શુક્રવારે છૂટા હાથની મારામારી જોવા મળી હતી. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના સાંસદોએ સ્પીકરની ખુરશી પર કબજો કરવાની પણ કોશિશ કરી હતી.માહિતી અનુસાર ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના સાંસદોએ ગુરુવારે રાત્રે સંસદમાં હુમલો કર્યો હતો. તેમણે સંસદની બારીઓ તોડી નાખી હતી. નેશનલિસ્ટ પાર્ટી દ્વારા ત્રણ નવા બિલ રજૂ કરવામાં આવ્યા હતા. વિપક્ષે ત્રણેય બિલ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.વિપક્ષના જણાવ્યા અનુસાર, સરકાર બંધારણને નબળું પાડવાનો પ્રયાસ કરી રહી છે. જો આ ત્રણેય બિલ પસાર થઈ જશે તો દેશની કોર્ટ લકવાગ્રસ્ત થઈ જશે. કોર્ટ સરકાર વિરૂદ્ધ નિર્ણય લઈ શકશે નહીં અને રાજ્યો પાસેથી મેળવેલા ટેક્સનો મોટો ભાગ કેન્દ્રના કબજામાં જશે.

રશિયાના કઝાનમાં ઇમારતો પર 9/11 જેવો હુમલો

મોસ્કોઃ રશિયાના કઝાનમાં 9/11 જેવો હુમલો થયો છે. કઝાન મોસ્કોથી 720 કિલોમીટર દૂર છે. આ હુમલો ડ્રોનથી કરવામાં આવ્યો છે. યુક્રેનિયન ડ્રોન રશિયામાં ત્રણ ઊંચી ઇમારતો પર ટકરાયા છે અને ભીષણ આગ ફાટી નીકળી હતી. આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટકથી ભરેલા ઘણા UAV એ કઝાનમાં બહુમાળી ઇમારતોને નિશાન બનાવી હતી. આ પછી તે ઈમારતોમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારે સવારે બની હતી, જેમાં ત્રણ કામિકાઝ ડ્રોન દ્વારા કઝાન શહેરમાં અનેક રહેણાક ઊંચી ઇમારતો પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાંક મીડિયા જૂથોએ હુમલાના પ્રત્યક્ષદર્શીઓ દ્વારા શૂટ કરાયેલી વિડિયો ક્લિપ્સ પ્રકાશિત કરી છે, જેમાં હુમલાની ક્ષણ અને તેના પરિણામોની ભયાનકતા દર્શાવવામાં આવી છે.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈમર્જન્સી સેવાઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ટેલિગ્રામ ચેનલો દાવો કરે છે કે અસરગ્રસ્ત ઇમારતોમાંથી રહેવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અગાઉ શનિવારે રશિયન સંરક્ષણ મંત્રાલયે તેની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે તેના વાયુ સંરક્ષણ દળોએ તાતારસ્તાન ગણરાજ્યની રાજધાની કઝાન શહેર પર યુક્રેનિયન માનવરહિત હવાઈ વાહનને તોડી પાડ્યું હતું.

રશિયન શહેર કઝાન પર યુક્રેન દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે, તે કિવથી લગભગ 1400 કિલોમીટર દૂર છે. આ પહેલાં ફેબ્રુઆરી, 2022 માં યુક્રેન પર રશિયાના સૈન્ય અભિયાનની શરૂઆતથી કિવના ડ્રોનને મોસ્કો અને અન્ય રશિયન પ્રદેશોમાં હવાઈ હુમલાથી અટકાવવામાં આવ્યા છે. આમાંથી માત્ર થોડા જ UAV તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. આવા મોટા ભાગના કિસ્સા બંને દેશોની સરહદ નજીક બન્યા છે. પરંતુ યુક્રેનથી લગભગ 1379 કિલોમીટર (857 માઈલ) દૂર આવેલા રશિયન શહેર કઝાન પર આ પ્રકારનો હુમલો પહેલી વાર થયો છે. આના થોડા દિવસો પહેલાં રશિયાના વરિષ્ઠ પરમાણુ વડાની પણ બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી. યુક્રેને આ હત્યાની જવાબદારી લીધી હતી.

મુંબઈમાં શિવસેના એકલા હાથે BMC ચૂંટણી લડી શકે છે

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સૂર બદલાવા લાગ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે સંકેત આપ્યા છે કે ઠાકરે સેના આગામી BMC ચૂંટણી એકલા હાથે લડી શકે છે. પુણેમાં મીડિયાને સંબોધતા સંજય રાઉતે કહ્યું કે કાર્યકરો ઈચ્છે છે કે નગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવી જોઈએ. તેમણે કહ્યું કે અમારી તાકાત મુંબઈમાં છે. અમે મુંબઈમાં લડીએ, આ કાર્યકર્તાઓની ઈચ્છા છે.

સંજય રાઉતે આ મોટી વાત કહી

સંજય રાઉતે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં પ્રતિકૂળ સંજોગો છતાં અમે મુંબઈમાં 10 બેઠકો જીતી. બહુ ઓછા માર્જિનથી 4 બેઠકો ગુમાવી. શિવસેના (ઉદ્ધવ જૂથ)ની તાકાત મુંબઈમાં રહેવી જોઈએ નહીં તો આ લોકો (વિરોધી પક્ષો) મુંબઈ તોડી નાખશે. જે રીતે મરાઠી લોકો પર હુમલા થઈ રહ્યા છે તે બધા જોઈ રહ્યા છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસે પણ મોટું નિવેદન આપ્યું છે

સંજય રાઉતના નિવેદન બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પણ કહ્યું છે કે જો ઉદ્ધવ શિવસેના એકલા ચૂંટણી લડશે તો કોંગ્રેસ પણ એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર છે. અગાઉ પણ અમે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ગઠબંધનમાં એકલા હાથે લડ્યા છીએ. આ અંગે અમે બેસીને ચર્ચા કરીશું.

તે જ સમયે શિવસેનાના એકનાથ શિંદેએ આ મામલે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ હિન્દુત્વ છોડી દીધું છે. તેઓ હિન્દુત્વને પકડી રહ્યા છે. તેમનો પક્ષ ભારે મૂંઝવણમાં છે. લોકસભામાં તેમને જે પણ સફળતા મળી તે માત્ર કોંગ્રેસ અને એનસીપીના કારણે જ મળી. ઉદ્ધવ ઠાકરે પાસે એકલા ચૂંટણી લડવા સિવાય કોઈ વિકલ્પ નથી. પણ શું તે આટલી હિંમત બતાવી શકશે? આ સૌથી મોટો પ્રશ્ન છે.

વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મળી નથી

તમને જણાવી દઈએ કે શિવસેના UBT મહા વિકાસ અઘાડીનો એક ભાગ છે. જેમાં કોંગ્રેસ અને એનસીપી (શરદ જૂથ)નો સમાવેશ થાય છે. ત્રણેય પક્ષોએ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ચૂંટણી પછી, SP, જે MVAનો ભાગ હતો, પણ અલગ થઈ ગઈ. જો શિવસેના યુબીટી એકલા ચૂંટણી લડે છે, તો તે MVA માટે ફટકો હશે.

પાકિસ્તાનમાં મોટા આત્મઘાતી હુમલામાં 16 સૈનિકોનાં મોત

પાકિસ્તાન: અહીં એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ભયંકર વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં લગભગ 16 જેટલા સુરક્ષાકર્મીઓના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાંક લોકો ઘાયલ થયા છે.

હાફિઝ ગુલ બહાદુર જૂથે હુમલાની જવાબદારી લીધી 

આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં થયો હતો. પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જૂથ હાફિઝ ગુલ બહાદુર જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. જો કે સરકારે આ ઘટના અંગે હજુ કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ હુમલા માટે જવાબદાર લોકો સામે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

ક્યાં થયો આ હુમલો? 

મળતી માહિતી મુજબ એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર તેના વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટ બાદ ફાયરિંગના પણ સમાચાર છે, જેના કારણે ઘાયલોની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરના સમયનો આ સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.

સચીન તેંડુલકર બાળકીની બોલિંગ સ્ટાઈલથી પ્રભાવિત, શેર કર્યો વિડીયો

સોશિયલ મીડિયા પર એક 12 વર્ષીય બાળકીનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ક્રિકેટની પીચ પર ફાસ્ટ બોલિંગ કરતી જોવા મળે છે. છોકરીની આ બોલિંગ એક્શન જોઈને ક્રિકેટના ગોડ કહેવાતા સચિન તેંડુલકર પણ તેનો વિડીયો શેર કરવાથી પોતાની જાતને રોકી ન શક્યા. બાળકીનો વિડીયો શેર કરતી વખતે તેમણે તેની સરખામણી પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન સાથે કરી છે. વિડીયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું છે, “એકદમ સરળ, કોઈપણ જાતના પ્રયત્નો વગર એન્ડ જોવામાં પણ મજા આવે તેવી બોલિંગ સ્ટાઈલ! સુશીલા મીણાની બોલિંગમાં ઝહીર ખાનની ઝલક જોવા મળે છે. શું તમે પણ આ ઝલક જોઈ?” આટલું લખીને તેમણે પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને ટેગ કર્યા છે.સચિન તેંડુલકરે વિડીયો શેર કર્યો

આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે શાળાનો યુનિફોર્મ પહેરેલી એક બાળકી ક્રિકેટની પીચ પર ખુલ્લા પગે ફાસ્ટ બોલિંગ કરી રહી છે. બાળકીની બોલિંગ સ્ટાઈલ બિલકુલ ફાસ્ટ બોલર ઝહીર ખાન જેવી છે. યુવતી ડાબા હાથેથી ફાસ્ટ બોલિંગ કરે છે. હાલમાં આ યુવતી સોશિયલ મીડિયા પર લોકોને પોતાની તરફ આકર્ષી રહી છે. યુવતીનું નામ સુશીલા મીણા છે. જે રાજસ્થાનની રહેવાસી છે. 12 વર્ષીય બાળકી ધરિયાવાદ પ્રતાપગઢની સરકારી શાળામાં બાળકી ધોરણ-5માં અભ્યાસ કરે છે. તે ખૂબ જ ગરીબ પરિવારની હોવાનું કહેવાય છે.

સોશિયલ મીડિયા પર એક 12 વર્ષીય બાળકીનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ક્રિકેટની પીચ પર ફાસ્ટ બોલિંગ કરતી જોવા મળે છે. છોકરીની આ બોલિંગ એક્શન જોઈને ક્રિકેટના ગોડ કહેવાતા સચિન તેંડુલકર પણ તેનો વિડીયો શેર કરવાથી પોતાની જાતને રોકી ન શક્યા. બાળકીનો વિડીયો શેર કરતી વખતે તેમણે તેની સરખામણી પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન સાથે કરી છે. વિડીયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું છે, “એકદમ સરળ, કોઈપણ જાતના પ્રયત્નો વગર એન્ડ જોવામાં પણ મજા આવે તેવી બોલિંગ સ્ટાઈલ! સુશીલા મીણાની બોલિંગમાં ઝહીર ખાનની ઝલક જોવા મળે છે. શું તમે પણ આ ઝલક જોઈ?” આટલું લખીને તેમણે પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને ટેગ કર્યા છે.

કોણ છે આ બાળકી?
આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે શાળાનો યુનિફોર્મ પહેરેલી એક બાળકી ક્રિકેટની પીચ પર ખુલ્લા પગે ફાસ્ટ બોલિંગ કરી રહી છે. બાળકીની બોલિંગ સ્ટાઈલ બિલકુલ ફાસ્ટ બોલર ઝહીર ખાન જેવી છે. યુવતી ડાબા હાથેથી ફાસ્ટ બોલિંગ કરે છે. હાલમાં આ યુવતી સોશિયલ મીડિયા પર લોકોને પોતાની તરફ આકર્ષી રહી છે. યુવતીનું નામ સુશીલા મીણા છે. જે રાજસ્થાનની રહેવાસી છે. 12 વર્ષીય બાળકી ધરિયાવાદ પ્રતાપગઢની સરકારી શાળામાં બાળકી ધોરણ-5માં અભ્યાસ કરે છે. તે ખૂબ જ ગરીબ પરિવારની હોવાનું કહેવાય છે.

મહિલા ટીમને ઝહીર ખાન મળશે!
બાળકીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ શેર કર્યો છે. લોકો તેની બોલિંગ સ્ટાઈલથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને BCCIને અપીલ કરી છે કે આ છોકરીને ઉડવા માટે પાંખો આપવા તેને સારી તાલીમ આપવી જોઈએ. યુવતીની આ બોલિંગ એક્શન જોઈને ઘણા લોકોએ એમ પણ કોમેન્ટ કરી છે કે ભારતીય મહિલા ટીમને ટૂંક સમયમાં જ તેનો ઝહીર ખાન મળશે.

યુવતીનો આ વીડિયો સચિન તેંડુલકરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેને 1 કરોડથી વધુ લોકોએ જોયું અને 13 લાખ 12 હજાર લોકોએ લાઈક કર્યું. વીડિયો પર કોમેન્ટ કરીને ઘણા લોકોએ યુવતીના ખૂબ વખાણ કર્યા છે. વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- સચિન સરની નજરમાં આવી ગઈ છે, તો સમજો કે બાળકીના સારા દિવસો આવી ગયા છે. બીજાએ લખ્યું- જ્યારથી વિડીયો ભગવાન સુધી પહોંચ્યો છે, તો ભગવાન ચોક્કસપણે આ છોકરીને આશીર્વાદ આપશે. ત્રીજાએ લખ્યું – તે ફૂલ નથી, અગ્નિ છે. તેવી જ રીતે, અન્ય ઘણા લોકોએ છોકરીને ટેકો આપતી કોમેન્ટસ કરી છે.

બાળકીનો  આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ શેર કર્યો છે. લોકો તેની બોલિંગ સ્ટાઈલથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને BCCIને અપીલ કરી છે કે આ છોકરીને ઉડવા માટે પાંખો આપવા તેને સારી તાલીમ આપવી જોઈએ. યુવતીની આ બોલિંગ એક્શન જોઈને ઘણા લોકોએ એમ પણ કોમેન્ટ કરી છે કે ભારતીય મહિલા ટીમને ટૂંક સમયમાં જ તેનો ઝહીર ખાન મળશે.

લોકોએ કર્યા વખાણ!

યુવતીનો આ વીડિયો સચિન તેંડુલકરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેને 1 કરોડથી વધુ લોકોએ જોયું અને 13 લાખ 12 હજાર લોકોએ લાઈક કર્યું. વીડિયો પર કોમેન્ટ કરીને ઘણા લોકોએ યુવતીના ખૂબ વખાણ કર્યા છે. વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- સચિન સરની નજરમાં આવી ગઈ છે, તો સમજો કે બાળકીના સારા દિવસો આવી ગયા છે. બીજાએ લખ્યું- જ્યારથી વિડીયો ભગવાન સુધી પહોંચ્યો છે, તો ભગવાન ચોક્કસપણે આ છોકરીને આશીર્વાદ આપશે. ત્રીજાએ લખ્યું – તે ફૂલ નથી, અગ્નિ છે. તેવી જ રીતે, અન્ય ઘણા લોકોએ છોકરીને ટેકો આપતી કોમેન્ટસ કરી છે.

સાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટ, આંતરિક અદાવતને કારણે દ્વેષ કૃત્ય

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી એક વ્યક્તિના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી જવા પામ્યો છે. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઇ સુખડીયા ઘાયલ થયા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ ઘટનામાં ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર પાર્સલ રિસિવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડૉગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. રૂપેન બારોટના છૂટાછેડા થયા હતા, તેની પત્ની બળદેવભાઈને ભાઈ માને છે. બળદેવભાઈ હાઈકોર્ટમાં નોકરી કરે છે તેથી રૂપેનને શંકા હતી કે બળદેવભાઈના કારણે તેમના છૂટાછેડા થયા છે તેની અદાવત રાખીને બદલો લેવા આ કૃત્ય કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આંતરીક મતભેદને કારણે પાર્સલ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. અને બ્લાસ્ટ કરવા માટે રિમોટનો ઉપયોગ કરાયાની પણ પોલીસને આશંકા છે. અગાઉ ભોગ બનનનાર બળદેવભાઈને ધમકી મળી હતી. આરોપીઓ ડી કેબિન – ગોદાવરી વિસ્તારના હોવાની બાતમી મળી છે. અન્ય આરોપીના નામ પોલીસને મળી ગયા છે જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

માની પુણયતિથિ પર ભાવુક થયા અમિતાભ બચ્ચન

મુંબઈ: અમિતાભ બચ્ચને તેમની સ્વર્ગસ્થ માતા તેજી બચ્ચનને તેમની 17મી પુણ્યતિથિએ યાદ કર્યા છે. શનિવારે બિગ બીએ તેમના બ્લોગ પર તેમની માતાની એક અનસીન તસવીર શેર કરી હતી. આ દરમિયાન સદીના મહાનાયક ભાવુક થતા જોવા મળ્યા હતા. તેણે તેની માતાની તસવીર સાથે કેપ્શનમાં લખ્યું, ‘આજે 21મી ડિસેમ્બરઃ યાદમાં. મારી આંખો સમક્ષ, દરેક દિવસની દરેક ક્ષણ.

માતા યાદ આવી
અમિતાભ બચ્ચનની માતા અને સ્વર્ગસ્થ કવિ હરિવંશ રાય બચ્ચનની પત્ની તેજી બચ્ચનનું 21 ડિસેમ્બર 2007ના રોજ લાંબી માંદગીને કારણે અવસાન થયું હતું. જ્યારે તેણે દુનિયાને અલવિદા કહ્યું ત્યારે તે 93 વર્ષના હતા. 2017માં, અમિતાભે તેની માતા સાથેના પરિવારની અંતિમ ક્ષણો વિશે વાત કરી હતી. ‘જેમ કે તેણીએ હૃદયના ધબકારા મોનિટરને હરાવવા માટે સંઘર્ષ કર્યો, જલદી સાજા થવાનો પ્રયાસ કર્યો, તબીબો દ્વારા હિંમતભર્યા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, તેના નબળા શરીરનું હૃદય તૂટક તૂટક જવાબ આપી રહ્યું હતું.’

માતાની અંતિમ ક્ષણો શેર કરી
તેણે પોતાના બ્લોગમાં આગળ લખ્યું, ‘તેની છાતીને ભારે હાથ વડે જોરશોરથી હેન્ડ પંપિંગ જોવું મારા માટે દુઃખ હતું. અંતે મશીને પણ હાર માની લીધી હતી. અમે એકબીજાના હાથ પકડીને ઊભા રહ્યા અને તેને જતા જોયા.’ અમિતાભ બચ્ચન ઘણીવાર તેમના બ્લોગ પર તેમની લાગણીઓ વિશે લખે છે. અગાઉ બિગ બીએ અભિષેક અને ઐશ્વર્યાની અંગત બાબતો અંગે ચાલી રહેલી અટકળોને પણ સંબોધિત કરી હતી જ્યારે તેમણે દરેકને પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરી હતી.

બિગ બી પૌત્રીના સ્કૂલ ફંક્શનમાં સામેલ થયા
વરિષ્ઠ અભિનેતાએ તેમના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ સાથે તેમની પૌત્રી આરાધ્યાની શાળાના વાર્ષિક સમારોહમાં હાજરી આપી હતી. બિગ બીએ તેમના બ્લોગ પર પ્રદર્શન વિશે લખ્યું. ‘બાળકો…તેમની નિર્દોષતા અને તેમના માતા-પિતાની હાજરીમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ઇચ્છા. તે એક મહાન લાગણી છે અને જ્યારે તેઓ હજારો લોકો સાથે તમારા માટે પ્રદર્શન કરે છે. આ સૌથી રોમાંચક અનુભવ છે. આજે તે દિવસોમાંનો એક હતો.’

રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ, PF હેરાફેરી કેસમાં ગંભીર આરોપો

ક્રિકેટ જગતના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું છે. પ્રોવિડન્ટ ફંડ કેસમાં લાગેલા આરોપો બાદ ઉથપ્પા સામે વોરંટ ઈશ્યૂ કરાયો હતો. PF પ્રાદેશિક કમિશનર શદક્ષરી ગોપાલ રેડ્ડી તરફથી આ વોરંટ જારી કરાયું છે અને પુલકેશનગર પોલીસને તાત્કાલિક પગલા લેવાની સૂચના પણ આપી છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ભારતીય ક્રિકેટર ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડનું સંચાલન કરે છે. તેમના પર કામ કરતા લોકોના પગારમાંથી પીએફના પૈસા કાપી લેવાનો પણ તેમના પીએફ ખાતામાં જમા ન કરવાનો આરોપ છે. આ કેસમાં કુલ 23 લાખ રૂપિયાની હેરાફેરી કરાયાનો આરોપ લાગ્યો છે. 4 ડિસેમ્બરે કમિશનર રેડ્ડીએ પોલીસને ઉથપ્પા વિરુદ્ધ વોરંટ જારી કરવા કહ્યું હતું, પરંતુ તે પોલીસ પાસે પાછું આવી ગયું કારણ કે ઉથપ્પાએ તેનું સરનામું બદલી નાખ્યું હતું. અધિકારીઓ હવે તેનું નવું સરનામું શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિયમો અનુસાર, કોઈપણ કંપની જે તેના કર્મચારીઓના પીએફ કાપે છે તેણે એ રકમ પીએફ ખાતામાં જમા કરાવવી પડે છે. જો આમ ન થાય તો તેને કાયદાનું ઉલ્લંઘન અને પૈસાનો દુરુપયોગ ગણવામાં આવે છે. ઉથપ્પાએ પણ આવું જ કર્યું છે. પોલીસ હવે તેને શોધી રહી હોવાનો દાવો કરાયો છે.