પંચમહાલના ગોધરાના કેટલાક શખ્સો 25 દિવસ પાકિસ્તાનથી રોકાઈને ગુજરાત પરત ફર્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ ગોધરામાં સ્થાનિક પોલીસ અને ATS દ્વારા સહિયારુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ગોધરામાંથી શંકાસ્પદ શખ્સોને ATSએ દબોચીને એસપી કચેરી ખાતે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરામાં એટીએસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ગોધરામાં સર્ચ હાથ ધર્યું હતું. જેમાં ગોધરાના લધુમતી વિસ્તારમાંથી શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી. જે બાદ ગોધરાની એસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ ત્રણેય શખ્સો 25 દિવસ પાકિસ્તાનમાં રોકાઈને પરત આવ્યા હતા. જ્યાં શંકાસ્પદ શખ્સોની પાંચ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછના અંતે ત્રણેય શંકાસ્પદ શખ્સોને ATSની ટીમ દ્વારા અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા છે. જ્યાં ચોકાવનારા ખુલાસાઓ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
પંચમહાલના ગોધરા શહેરમાં વહેલી સવારથી ગુજરાત એટીએસની ટીમે ધામા નાખ્યા હતા. જેમાં પોલીસે માજ ઉસ્માની, અબ્દુલ ઉસ્માની અને મહમદ હનીફની અટકાયત કરી ગોધરા એસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નાઝ ઉસ્માની, અબ્દુલ ઉસ્માની બંને ભાઈઓની અગાઉ પણ એટીએસની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત એટીએસની ટીમે આ ત્રણેય ઈસમોની વધુ પૂછપરછ માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, અમદાવાદને અડીને આવેલા સાણંદમાં 6 દિવસ પહેલાં મદરેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ સાથેના કનેકશનને લઈ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે બાદમાં આદિલને છોડી મૂકવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસને તેના પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.







નાસિકમાં જન્મ, ૧૭ વર્ષની વયે ગિરનાર આવ્યા
ચિત્રલેખા. કોમ સાથેની એક વાતચીતમાં જૂનાગઢ ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરીએ જણાવ્યું હતું કે ‘હું જુનાગઢ-ગિરનાર વર્ષો સુધી રહ્યો. ત્યારે ધાર્મિક જગ્યાઓ અને વનવિભાગ ઉપરાંત સરકારના જુદા-જુદા વિભાગો સાથે સતત વિવિધ પ્રશ્નોને લઈને સંઘર્ષ થતો હતો અને તેનું નિરાકરણ દિલ્હીથી થતું હતું. આથી મેં દિલ્હી જવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2007માં દિલ્હી ગયો અને અનેક સામાજિક આંદોલનમાં ભાગ લીધો સ્થાનિક પ્રશ્નો ઉઠાવ્યા. ગિરનારના પ્રશ્નો હોય કે સનાતનની જગ્યાનો મુદો હોય જયાં અન્યાય કે સનાતન વિરુદ્ધની વાત થતી હશે તેનો હું વિરોધ કરતો રહ્યો છું અને કરતો રહીશ’
જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંત તનસુખગિરીના નિધન બાદ ભવનાથ મંદિરના ગાદીપતિનો વિવાદ ઊભો થયો. આ મંદિર ગુરુ-શિષ્ય પરંપરામાં અંબાજી મંદિર સાથે જોડાયેલું છે. ભવનાથ મંદિરના વિવાદમાં હરિગીરી અને મહેશગિરીએ સામ-સામે આક્ષેપો કર્યા છે. હાલ આ મંદિરમાં કલેકટરે મામલતદારને વહીવટ સોંપ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ સતાધારની જગ્યામાં મહંત વિજય બાપુ સામે તેમના જ પૂર્વાશ્રમના ભાઈ નીતિનભાઈ ચાવડાએ નાણાંકીય ગેરરીતિ અને સતાધારમાં એક મહિલાનો કબજો હોવા અંગે આક્ષેપો કરતાં આ મંદિરનો પણ વિવાદ ઊભો થયો છે. સતાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં મહેશગિરી આવ્યા છે અને તેમણે ધર્મસભા બોલાવવા માગણી કરી છે. આમ પૂર્વ સાંસદ મહેશગિરી જુનાગઢ મંડળમાં એક સાધુ તરીકે વર્ચસ્વ ઊભું કરી રહ્યા છે.

એક મસ્જિદમાં ચોરીની વીજ સાથે આશરે 150 ઘરોમાં એ વીજ પુરવઠો પહોંચાડાતો હતો. મસ્જિદને એક રીતે વીજ ઘર બનાવી દેવામાં આવ્યું હતું, કેમ કે મસ્જિદની ઉપર વાયરોનો ગુચ્છો મળ્યો હતો. જોકે કાર્યવાહીની સૂચના મળતાં લોકોએ ઘર કે થાંભલા પરથી કેબલ કનેક્શનને કાપી નાખ્યાં હતાં. આ ઉપરાંત વિવિધ સ્થાનોએ કેબલ કાપવાનાં નિશાન મળ્યાં હતાં, જેનાથી અંદાજ છે કે આશરે 300 ઘરોમાં વીજ ચોરી કરવામાં આવતી હતી. વીજ વિભાગના અધિયારીઓએ SP સાંસદ જિયાઉર્રહેમાન બર્કના વિસ્તારમાં વીજ ચેકિંગ ઝુંબેશ ચલાવી હતી, જેમાં મોટા પાયે વીજ ચોરી પકડવામાં આવી હતી.
તે જીવો ખાસ છે જેમના પર આવા ખતરનાક અકસ્માતની કોઈ વિપરીત અસર થઈ નથી. આ શોધથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. ચેર્નોબિલ એક્સક્લુઝન ઝોન (CEZ)માં કેટલાક માઇક્રોસ્કોપિક જંતુઓ મળી આવ્યા છે. એટલે કે નેમાટોડ્સ. તેમના શરીર પર રેડિયેશનની કોઈ અસર થતી નથી. જો કોઈ વ્યક્તિ આ કુદરતી ટેકનિક અપનાવે તો તેને પણ રેડિયેશનની અસર નહીં થાય. હવે વૈજ્ઞાનિકો આ બાબતનો અભ્યાસ કરી રહ્યા છે.
વૈજ્ઞાનિકોએ ચેર્નોબિલની આસપાસમાંથી એકત્ર કરેલા નેમાટોડ્સ તેમના શરીર પર રેડિયેશનની કોઈ અસર દર્શાવતા ન હતા. આ જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે આ સંપૂર્ણપણે અશક્ય બાબત હતી. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે CEZ અન્ય જીવો માટે સુરક્ષિત નથી, પરંતુ આ જંતુઓ અહીં સંપૂર્ણપણે સુરક્ષિત છે.
એપ્રિલ 1986માં પરમાણુ વિસ્ફોટ બાદ ચાર્નોબિલ નજીક આવેલું શહેર પ્રિપિયત હજુ પણ ખાલી છે. અહીં જવા માટે સરકારની પરવાનગી લેવી પડે છે. અહીં, વૃક્ષો, છોડ અને પ્રાણીઓ બધા વિસ્ફોટ પછી ફેલાયેલા રેડિયેશનની પકડમાં આવી ગયા છે. જેના કારણે મ્યુટેશન, કેન્સર અને મૃત્યુ જેવી ઘટનાઓ જોવા મળી હતી.
સોફિયાએ કહ્યું કે ચેર્નોબિલ અકસ્માતની સરખામણી કરી શકાય નહીં. તેની સ્થાનિક વસ્તી પર નોંધપાત્ર અસર પડી છે. વસ્તી માત્ર માણસોની નથી પણ પ્રાણીઓની પણ છે. અહીં કિરણોત્સર્ગી પ્રકૃતિએ તેની સાથે રહેવા માટે યોગ્ય જીવોની પસંદગી કરી છે. તેમને રહેવા યોગ્ય બનાવવા માટે તેમના પર્યાવરણમાં ફેરફાર કરવાની ફરજ પાડવામાં આવી છે. જેમ કે કેટલાક કૂતરાઓના જનીનો પરિવર્તિત થઈ ગયા. તેઓને રેડિયેશનની અસર થઈ હતી.
સોફિયા અને તેના સાથીદારોને ચેર્નોબિલ નજીક ઓશિઅસ ટિપુલા પ્રજાતિના નેમાટોડ્સ મળ્યા છે જે જમીનમાં રહે છે. સોફિયાએ સડેલા ફળો, પાંદડાં અને માટીમાંથી સેંકડો જંતુઓના નમૂના એકત્ર કર્યા છે. તેઓ ગીગર કાઉન્ટર્સ સાથે રેડિયેશન માટે પરીક્ષણ કરવામાં આવ્યા હતા. ત્યાંથી એકત્ર કરાયેલા 300 જંતુઓનું લેબમાં સંવર્ધન કરવામાં આવ્યું હતું. 15 નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી હતી. આની ફિલિપાઇન્સ, જર્મની, અમેરિકા, મોરેશિયસ અને ઓસ્ટ્રેલિયાના જંતુઓના જીનોમ સિક્વન્સ સાથે સરખામણી કરવામાં આવી હતી. નવાઈની વાત એ હતી કે તેઓ બધા સરખા હતા. રેડિયેશનની કોઈ અસર નહોતી.



