ભારત ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ ચાલી રહી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમનો કૅપ્ટન રોહિત શર્મા પોતાના પ્રદર્શનને લઈને સંઘર્ષ કરી રહ્યા છે. એડિલેડ પછી ગાબામાં પણ તેમને જાદુ ચાલતો જોવા મળ્યો ના હતો. ગાબામાં તે 27 બોલમાં 10 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. આ મેચમાં પેટ કમિન્સે તેને આઉટ કર્યા હતા. ભારતીય ટીમને ગાબા ટેસ્ટના ચોથા દિવસે રોહિતના રૂપમાં પહેલો મોટો ઝટકો લાગ્યો હતો. ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા પછી, જ્યારે તે કેએલ રાહુલ સાથે અણનમ પાછો ફર્યા ત્યારે દરેકને તેની પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી. પરંતુ ચોથા દિવસે તે વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા નહીં. છેલ્લા ઘણાં સમયથી રોહિત ખરાબ પરફોર્મસનો સામનો કરી રહ્યા છે.
રોહિતની બેટિંગને લઈને હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ નિરાશ છે. તેણે રોહિતની બેટિંગ વિશે કહ્યું હતું કે, “મને લાગે છે કે જ્યારે તમારી ઉંમર 35થી ઉપર હોય ત્યારે તમારે સતત ક્રિકેટ રમવાનું હોય છે. તમે વ્હાઇટ બોલથી રમો કે રેડ બોલથી, પરંતુ જો તમારી રમતમાં અંતર રહે છે. મસલ્સ મેમરીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા માટે જરૂરી ઝડપ અને આરામની જરૂર હોય છે. મને લાગે છે કે રોહિત શર્માના ક્રિકેટમાં જે અંતર આવી ગયો છે તેના કારણે, તે હવે રમવા માટે થોડો સંઘર્ષ કરી રહ્યો છે. તે બોલ પર થોડો મોડો રમી રહ્યા છે, અને કદાચ આ કારણે તે વાંરવાર આઉટ થઈ રહ્યા છે.” બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ રોહિત રમી શક્યો ન હતો. બાળકના જન્મને કારણે તે પરિવાર સાથે રહ્યો હતો. તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહે પર્થમાં ભારતીય ટીમનું નેતૃત્ત્વ કર્યું હતું. અને તેણે ભારતને 295 રનથી જીત અપાવી હતી. રોહિતે એડિલેડ ટેસ્ટમાં વાપસી કરી હતી, પરંતુ ત્યાં પણ તેનું બેટ શાંત રહ્યું હતું. એડિલેડની બે ઇનિંગ્સમાં રોહિત માત્ર 3 અને 6 રન જ બનાવી શક્યો હતો. એડિલેડ ટેસ્ટમાં ભારત 10 વિકેટે હારી ગયું હતું. ગબ્બા ટેસ્ટમાં પણ તે ભારતની પહેલી ઇનિંગમાં કેએલ રાહુલ સાથે મોટી ભાગીદારી કરી શક્યો ન હતો અને જેના કારણે ટીમ મોટા જોખમમાં મૂકાઈ ગઈ હતી.
ઈરાન: હિજાબને લઈને વધી રહેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિરોધ વચ્ચે ઈરાને હિજાબ કાયદાના અમલીકરણ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ગયા શુક્રવારથી અમલમાં આવેલા વિવાદાસ્પદ ‘હિજાબ અને પવિત્રતા કાયદા’ના અમલને અટકાવી દીધો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને હિજાબ કાયદા અંગે કહ્યું કે આ કાયદો અસ્પષ્ટ છે અને તેમાં સુધારાની જરૂર છે. તેમણે સંકેત આપ્યો છે કે અમલ કરતા પહેલા તેની જોગવાઈઓ પર પુનઃર્વિચાર કરવામાં આવી શકે છે.ઈરાનના વિવાદાસ્પદ કાયદામાં એવી મહિલાઓ અને છોકરીઓ માટે સખત સજાની જોગવાઈ છે, જેઓ વાળ, હાથ અને પગને સંપૂર્ણપણે ઢાંકતી નથી. કાયદામાં આવી છોકરીઓ અને મહિલાઓને દંડ અને 15 વર્ષ સુધીની લાંબી જેલની સજાનો સમાવેશ થાય છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલ સહિત અનેક માનવાધિકાર સંગઠનોએ આ કાયદાની નિંદા કરી છે.પેઝેશ્કિયનનું વચન અને કાયદાના અમલીકરણ પર પ્રતિબંધ!આ વર્ષની શરૂઆતમાં, પ્રમુખપદની ચૂંટણી દરમિયાન, પેઝેશ્કિયને હિજાબને લઈને મહિલાઓ સાથે સરકારના વ્યવહાર સાથે અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે વ્યક્તિગત સ્વતંત્રતાઓનો આદર કરવાનું વચન આપ્યું હતું. જે યુવાન ઈરાનીઓમાં લોકપ્રિય સાબિત થયું. મહિલા અને પારિવારિક બાબતોના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ માસૌમેહ એબ્ટેકરે પણ કાયદાની ટીકા કરી અને તેને ‘અડધી ઈરાની આબાદી પર અત્યાચાર’ સમાન ગણાવ્યો.
ઈરાની ગાયકની ધરપકડથી આક્રોશ
ગયા અઠવાડિયે પ્રસિદ્ધ ગાયિકા પરસ્તુ અહમદીની ધરપકડ બાદ ઈરાનમાં હિજાબની ચર્ચાએ જોર પકડ્યું હતું. અહમદીએ હિજાબ પહેર્યા વિના યુટ્યુબ પર વર્ચ્યુઅલ કોન્સર્ટ કર્યો. જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. વિડીયો વાયરલ થતાની સાથે જ ઈરાની સિંગર અને તેના બેન્ડની ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જો કે, વધી રહેલા વિરોધને જોતા, અધિકારીઓએ તેમને એક દિવસ પછી છોડી દીધા હતા.મહસા અમીની નામની કુર્દિશ મહિલાના મૃત્યુ પછી 2022 માં ઈરાનમાં હિજાબ વિરોધી વિરોધ શરૂ થયો. જે હજુ પણ ચાલુ છે. અમીનીને કથિત રીતે ડ્રેસ કોડના ઉલ્લંઘન માટે કસ્ટડીમાં રાખવામાં આવી હતી. જ્યાં તેણીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. અમીનીના મૃત્યુ પછી, ઘણી યુવાન ઈરાની મહિલાઓએ ખુલ્લેઆમ હિજાબના નિયમોનો ભંગ કર્યો છે અને સરકારી સત્તાને પડકારી છે.
અનિકા, તારી સેલેરી આવ્યે તો એક વીક પણ થયું નથી તો પછી તારા સર્વિસ એકાઉન્ટમાં કેમ પૈસા નથી? રાઘવે પત્ની પર શબ્દોના તીક્ષ્ણવાર કરતા પૂછ્યું. અનિકાએ સામો જવાબ આપતાં કહ્યુ કે, મેં મારા બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. રાઘવ ફરી અકળાયો. રાડ પાડતા બોલ્યો કે, તું આવા નાટકો કેમ કરે છે, આ ખાતામાંથી પેલામાં અને પેલામાંથી બીજામાં. ગઈ વખતે પણ તારા પગારમાંથી વધારે પૈસા વપરાઈ ગયા હતા, મેં તને પૂછ્યું તો તે મને આ જ જવાબ આપ્યો હતો. આખરે તારા પગારનો હિસાબ તો આપ? ક્યાં જાય છે આટલા બધા પૈસા?
અનિકા પણ થોડી ગુસ્સે થતા બોલી કે, રાઘવ એ મારા પૈસા છે, હું નોકરી કરું છું, મને મારા પૈસા વાપરવાનો હક નથી? જવાબ સાંભળીને રાઘવ વધારે ગુસ્સામાં આવી ગયો અને સ્પષ્ટ ભાષામાં અનિકાને કહી દીધું, આ મારા પૈસા શું હોય? હું તને રાખુ છું, ખવડાવું છું, ફરવા લઈ જઉં છું એ બધા મારા જ પૈસા હોય છે ને? માટે તારે મને પૈસાનો હિસાબ તો આપવો જ પડે. તારી કમાણી પર મારો પણ હક છે જ અને તારી ફરજ છે મને હિસાબ આપવાની.
અનિકાએ વધારે દલીલ કરી તો રાઘવે બધી શરમ છોડીને કહી દીધુંઃ મારી સાથે રહેવું હોય તો હિસાબ તો આપવો જ પડશે સમજી?
સવાલ એ છે કે, શું ખરેખર મહિલાએ હિસાબ આપવો પડે? પિતા, ભાઈ, પતિ અને પુત્રને દરેક પૈસાનો હિસાબ આપવો મહિલા માટે કેમ ફરજીયાત છે? ક્યારેક મજબૂરીમાં તો ક્યારેક કંકાસના કારણે તો ક્યારેક ડર અને અન્ય સામાજિક બંધનો વચ્ચે ફસાયેલી મહિલા બાળપણથી જ પાઈપાઈનો હિસાબ આપવા કેમ બંધાયેલી રહે છે?
મહિલાઓ પરિવારનો મુખ્ય આધારસ્તંભ હોય છે
કહેવામાં આવે છે કે મહિલાઓ પરિવારનો મુખ્ય આધારસ્તંભ હોય છે. પરંતુ ઘણા પ્રસંગો એવા હોય છે જ્યાં મહિલાને નાની વયથી જ પોતાના પૈસાનો હિસાબ આપવો પડે છે. પહેલા પિતાને, પછી ભાઈને, ત્યારબાદ પતિને અને છેલ્લે પુત્રને. સામાન્ય રીતે આ હિસાબ ધારાને આધારે જ એક મહિલાના જીવનની સફર નક્કી થતી હોય છે.
આ વિશે ચિત્રલેખા.કોમસાથે વાત કરતા ‘વિંગ્સ ટુ ફ્લાય ધ ફાઉન્ડેશન’ના ફાઉન્ડર અર્પિતા વ્યાસ કહે છે, “હા એ વાત બિલકુલ સાચી છે કે મહિલાઓને પોતાની આવકનો પણ હિસાબ આપવો પડે છે. હકીકતમાં કોઈ પણ સ્ત્રી હોય એ પરિવાર માટે જ કામ કરતી હોય છે. એની આવકનો મોટાભાગનો હિસ્સો ઘર, બાળકો અને વ્યવહાર પાછળ જ વપરાતો હોય છે. ઘણીવાર તો મહિલા પોતાની જાતે જ ઘરની અનેક જવાબદારી ઉપાડી લે છે. એ અલગ વાત છે કે એમની આ સમજણને પણ ફરજનો ભાગ માની લેવામાં આવે છે. આ કહેવાતી ફરજ પાછળ થતો ખર્ચનો હિસાબ પણ જયારે મહિલાઓ પાસે માંગવામાં આવે એ યોગ્ય નથી. આજે તો મોટા ભાગે પતિને મદદ કરવાના આશય સાથે પત્ની કામ કરતી જ હોય છે. છતાં એના પૈસાનો પણ હિસાબ રાખવામાં આવે છે. જો એ પોતાની ઇચ્છાથી બે પૈસા વાપરે તો પણ એને કેટલુ સાંભળવું પડે છે. સમાજમાં ચોક્કસથી આધુનિકતા આવી છે. છતાં વુમન એમ્પાવરમેન્ટની વાત અનેક જગ્યાએ પોકળ દાવા જેવી છે.”
પુરુષ પૈસાનો હિસાબ માંગે એમાં નવાઈ શેની?
જ્યારે એક છોકરી નાની હોય છે, ત્યારે એનો દરેક ખર્ચ પિતાની મંજૂરીથી જ થાય છે. એને કહેવામાં આવે છે કે તારે આની જરૂરી નથી કે પછી આ વસ્તુ ઘણી મોંઘી છે. આ વસ્તુ વગર કામ ચલાવતા શીખ. છોકરીને એના શોખને લગતા મુદ્દે મર્યાદિત કરી દે છે. બાળપણની આ સ્ટેજમાં જ એ સમજી લે છે કે પૈસાનો ઉપયોગ એની વ્યક્તિગત ઇચ્છાઓ માટે નહી પણ પરિવારની જરૂરિયાત માટે થવો જોઈએ.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેત્રી અને નિર્માતા વિવેકા પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, આજે મહિલાને કમાવવાની ફ્રીડમ મળી છે. પરંતુ પૈસા વાપરવાની ફ્રીડમ નથી મળી. બાળપણથી જ દીકરી પોતાની માતાને જોઈને મોટી થાય છે. મમ્મી પપ્પાને દરેક પૈસાનો હિસાબ આપે છે. માટે એ જ સાચી રીત હશે એવુ પણ માની બેસે છે. થોડી મોટી થતા ભાઈ પણ એને પુછે કે તારી પોકેટ મનીના પૈસા ક્યાં ગયા? એટલે એનો બાળપણનો વિશ્વાસ વધારે અડગ બને કે હા પૈસાનો હિસાબ લેવાનો પિતા, ભાઈ, પતિ અને પુત્રને હક છે. પરંતુ એવું નથી હોતું. પોતાની આવકનો પોતાની મરજીથી હિસાબ રાખવો એ જુદી વાત છે અને હિસાબ કોઈને આપવો એ અલગ વાત છે. કોઈ પણ સ્ત્રી ક્યારેય ખોટો ખર્ચ ન કરે. અને મોટાભાગે તો દરેક મહિલા પાસે એના એક એક રૂપિયાનો હિસાબ હોય જ. હિસાબ રાખે તો વાંધો નહીં પરંતુ આજના સમયમાં જો એને હિસાબ રાખવા માટે મજબૂર થવું પડે એ યોગ્ય નથી.
શોખ પૂરો કરવા પણ મંજૂરી લેવી જરૂરી છે?
જ્યારે છોકરી થોડી મોટી થાય છે, ત્યારે ઘરમાં ભાઈનું સ્થાન એક અનૌપચારિક નિરીક્ષક તરીકે ઉભરાય છે. ભલે છોકરી પોતાની પોકેટમનીમાંથી બચત કરે, છતાં ભાઈને ક્યારેક એના ખર્ચ વિશે શંકા થાય ત્યારે એ તરત જ સવાલ કરે છે કે, પૈસા ક્યાંથી આવ્યા? અથવા તો તારી પાસે તો આટલા બધા પૈસા હતા ક્યાં ખર્ચ કર્યા? એ જ રીતે લગ્ન પછી મહિલાનું નવું જીવન શરૂ થાય છે, પરંતુ ત્યાગ અને સમર્પણના પાઠ ચાલુ જ રહે છે. પતિ માટે, ઘરની દરેક આર્થિક યોજના ખૂબ મહત્વની હોય છે. મહિલાઓને પોતાનો પગાર ઘર માટે બચાવવો પડે છે, અને તેઓ પોતાના નાનકડા શોખ પૂરા કરવા માટે પણ કયારેક મંજૂરી લેવી પડે છે.
અમદાવાદમાં માર્કેટિંગ હેડ તરીકે કામ કરતી ધ્વનિ જીવાણીચિત્રલેખા.કોમને કહે છે, કોઈ યુવતી પોતાના પૈસાનો હિસાબ જાતે આપે ત્યાં સુધી કોઈ વાંધો નથી. પરંતુ જો એની પર દબાણ કરીને કે પછી અન્ય રીતે એના જ પૈસાનો હિસાબ વારંવાર માંગવામાં આવે એ જરાય સારું ન જ કહેવાય. બીજી એક વાત એ પણ છે કે જે હિસાબ માંગવાનો હક રાખે એ પોતે પણ હિસાબ આપવાની ફરજ નિભાવે એ જરૂરી છે.
એક સ્ત્રી જ્યારે વૃદ્ધાવસ્થામાં હોય છે, ત્યારે એ પોતાના બાળકો પર આધારિત થાય છે. પુત્ર કે દીકરીની સાથે રહેતી માતાને પોતાના પૈસાની વ્યવસ્થા માટે પુત્રના દિશાનિર્દેશો પર આધાર રાખવો પડે છે. મહિલાઓને આર્થિક સ્વતંત્રતા માટે સમર્થન આપવું એ સમાજની મુખ્ય જવાબદારી છે. પૈસાનો હિસાબ એમની જીવનશૈલીનો ભાગ નહીં પરંતુ એમની પસંદગીઓનો આગ્રહ હોવો જોઈએ.
નવી દિલ્હીઃ એક દેશ, એક ચૂંટણી’ બિલનો લોકસભાએ સ્વીકાર કરી લીધો છે અને એને વિચારવિમર્શ માટે જોઇન્ટ પાર્લમેન્ટરી કમિટીની પાસે મોકલી દેવામાં આવ્યું છે. જોકે PM મોદીનું ડ્રીમ બિલ પાસ થયા એવી શક્યતા હાલ તો ઓછી છે, કેમ કે આ બિલને પસાર કરવામાં વિપક્ષના સાંસદોની મદદ લેવી પડશે, જે અશક્ય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભામાં હાલ 543 સાંસદ છે. NDAને બિલ પસાર કરવા માટે 362 મતો જોઈએ. હાલ NDAના લોકસભામાં માત્ર 292 સાંસદ છે. આવામાં વિપક્ષી સાંસદોની બિલ પાસ કરવામાં મદદ લેવી પડશે. આ જ પ્રકારે રાજ્યસભામાં આ બિલને પસાર કરવામાં 164 મતો જોઈએ. NDAની પાસે 112 મતો છે. અન્ય છ અપત્રના સાંસદ તેમની સાથે છે. આવા રાજ્યસભામાં પણ અન્ય પક્ષો પાસેથી ટેકો માગવો પડશે. જે અઘરો થઈ પડશે.
This has failed in the Lok Sabha today. This just completely misfired because they were not able to have the numbers. A two-thirds majority was needed.
સામે પક્ષે વિપક્ષની સ્થિતિ જોઈએ તો લોકસભામાં એની પાસે 205 મતો છે, જ્યારે રાજ્યસભામાં 85 સાંસદ હાજર છે. આવામાં NDAએને બંને ગૃહોમાં આ બિલને પસાર કરવામાં વિપક્ષી સાંસદોની આવશ્યકતા પડશે. જે સરળ નહીં હોય.
આ પહેલાં વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતાં જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો. હાલ આ બિલની તરફેણમાં 269 મત અને વિરોધમાં 198 મત પડ્યા છે.
રશિયાની રાજધાની મોસ્કોમાં ભયંકર બોમ્બ બ્લાસ્ટ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ બ્લાસ્ટમાં રશિયાના ન્યુક્લિયર, બાયલોજિકલ, કેમિકલ ડિફેન્સ ફોર્સ (NBC)ના ચીફ ઈગોર કિરિલોવનું મોસ્કોનું મૃત્યુ નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર જ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જ્યારે આ મામલે યુક્રેનની સિક્યુરિટી સર્વિસે દાવો કરતા કહ્યું કે, ‘અમે આ ઘટનાને અંજામ આપ્યો છે.’
સૂત્રોના અહેવાલો અનુસાર, રશિયાના ન્યૂક્લિયર પ્રોગ્રામના વડા ઈગોર કિરિલોવ પોતાના એપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યા હતા. ત્યારે અચાનક એક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઇગોર કિરિલોવની સાથે અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ નિપજ્યું હતું. આ બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રિટને ઓક્ટોબરમાં ઈગોર કિરિલોવ પર પ્રતિબંધો લાદ્યા હતા. બ્રિટને આરોપ લગાવ્યો હતો કે,ઈગોર કિરિલોવે યુક્રેનમાં રાસાયણિક હથિયારના ઉપયોગ પર નજર રાખી હતી અને ક્રેમલિન પ્રચાર કર્યો હતો. સોમવારે યુક્રેનની ગુપ્તચર એજન્સી SBUએ પણ તેના પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘ઈગોર પ્રતિબંધિત રાસાયણિક હથિયારોના મોટા પાયે ઉપયોગ માટે જવાબદાર હતા.’
લેફ્ટનન્ટ જનરલ ઈગોર કિરિલોવ 54 વર્ષના હતા. તે રશિયાના ન્યુક્લિયર, બાયલોજિકલ, કેમિકલ ડિફેન્સ ફોર્સ (NBC)ના વડા હતા.ઈગોર કિરિલોવે અમેરિકા અને પશ્ચિમી દેશોના કથિત જૈવિક અને રાસાયણિક હથિયાર પરિયોજના સામે ઘણાં ઘટસ્ફોટ કર્યા હતા.
દુબઈ: આ એક એવો દેશ છે જે તેના કડક કાયદા માટે જાણીતો છે. વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાં તેની ગણતરી થાય છે. હાલમાં દુબઈમાં બનેલી એક ઘટનાએ ફરી તેના કાયદાઓને હેડલાઇન્સમાં લાવ્યા છે. પાર્કિંગના નાના વિવાદને કારણે, બે વિદેશીઓને દુબઈના કડક કાયદાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં એકને દેશ છોડવો પડ્યો હતો.પાર્કિંગ વિવાદ ભારે સજાનું કારણ બન્યોગલ્ફ ન્યૂઝ અનુસાર, આ ઘટના ગયા વર્ષે 8 ફેબ્રુઆરીએ બની હતી. જ્યારે દુબઈના ટેલિકોમ વિસ્તારમાં પાર્કિંગને લઈને બે લોકો વચ્ચે નજીવી તકરાર એટલી વધી ગઈ હતી કે તે લડાઈમાં ફેરવાઈ ગઈ હતી. કોર્ટે આ મામલામાં એક પાકિસ્તાની વડીલને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. તેમની સજા પૂરી થયા બાદ તેમને દુબઇમાંથી તડીપાર કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
કેવી રીતે થયો વિવાદ?
માહિતી અનુસાર એક 70 વર્ષીય પાકિસ્તાની વ્યક્તિએ પાર્કિંગની જગ્યા પકડી લીધી જેનો ઉપયોગ 34 વર્ષીય ભારતીય વ્યક્તિ કરવા માંગતો હતો. મામલો એટલો ગરમાયો કે નારાજ પાકિસ્તાની વડીલે ભારતીય વ્યક્તિને જોરથી ધક્કો માર્યો. ભારતીય વ્યક્તિ પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને જમીન પર પડ્યો. મેડિકલ રિપોર્ટ અનુસાર, ભારતીય વ્યક્તિના ડાબા પગના હાડકામાં ફ્રેક્ચર થયું હતું. આ ઈજાને કારણે તેણે તેના પગની 50 ટકા કાર્યક્ષમતા ગુમાવી દીધી હતી, એટલે કે તેને પગમાં અપંગતા આવી ગઈ હતી.બદલામાં ભારતીયોએ પણ હુમલો કર્યો
આ ઘટના બાદ ભારતીય વ્યક્તિએ પણ જવાબી કાર્યવાહી કરી અને વૃદ્ધ પાકિસ્તાની વ્યક્તિને માથામાં માર માર્યો હતો. તેની અસર એવી હતી કે પાકિસ્તાની વ્યક્તિ લગભગ 20 દિવસ સુધી પોતાનું રોજનું કામ કરી શક્યો ન હતો.
તપાસમાં શું બહાર આવ્યું?
જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેને કસ્ટડીમાં લીધા હતા. કોર્ટમાં બંને પક્ષકારોના મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનો રજૂ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની વ્યક્તિએ કબૂલાત કરી હતી કે તેણે ભારતીય વ્યક્તિની ઉશ્કેરણી કરી હતી.કોર્ટનો નિર્ણય
દુબઈની ક્રિમિનલ કોર્ટે 70 વર્ષીય પાકિસ્તાની વ્યક્તિને શારીરિક અપરાધ માટે દોષિત ઠેરવ્યા હતા અને તેમને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. વધુમાં, તેમની સજા પૂર્ણ થયા બાદ તેને દુબઈથી દેશનિકાલ કરવામાં આવશે.
મુંબઈ: બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર કરણ જોહર પોતાની પર્સનલ લાઈફ અને ફેન્સને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. કરણ જોહર પોતાના વિચારો વ્યક્ત કરવામાં ક્યારેય ડરતો નથી. હવે તેણે લગ્નને લઈને પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. તેણે કહ્યું કે તે લગ્નને જુરાસિક પાર્કમાં ફરવા જેવું માને છે.
આ વાત કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી સમજાવ્યું કે હું શા માટે સિંગલ છું, કારણ કે રિલેશનશીપ એ પાર્કમાં ચાલવા બરાબર છે…જુરાસિક પાર્કમાં. આ જાણીને કરણ જોહરના ચાહકો લગ્નની આડ અસરોથી વાકેફ છે.
આ રીતે મેં સિંગલ પેરેન્ટ બનવાનું નક્કી કર્યું
કરણ જોહરે તાજેતરમાં સિંગલ પેરેન્ટ હોવાની વાત કરી હતી અને કહ્યું હતું કે તેની માતાએ તેને આ નિર્ણયમાં સાથ આપ્યો હતો. વળી, માતાના કારણે તેઓ જીવનસાથી વિના બાળકની જવાબદારી ઉપાડી શક્યા. આ દરમિયાન તેમણે જીવન પ્રત્યેના તેમના દૃષ્ટિકોણ પર પણ પ્રકાશ ફેંક્યો હતો.
કરણ જોહર બે બાળકોનો પિતા છે
કરણ જોડિયા બાળકો યશ અને રૂહીના પિતા છે. બાળકોનો જન્મ 7 ફેબ્રુઆરી 2017ના રોજ સરોગસી દ્વારા થયો હતો. કરણ જોહર પોતાના બાળકોના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. હાલમાં જ તેણે પોતાના પુત્ર યશનો એક ફની વીડિયો પણ શેર કર્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરણ જોહર તેની ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને લક્ષ્ય લાલવાણી લીડ રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 2025માં રિલીઝ થશે.
અમદાવાદ: ગુજરાત છેલ્લાં બે વર્ષથી દેશમાં કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય રહ્યું છે. રાજ્યએ 2022-23 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) અને 2023-24 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) દરમિયાન અનુક્રમે 87.95 લાખ બેલ અને 90.57 લાખ બેલ કપાસનું ઉત્પાદન કર્યું છે. જ્યારે ભારતનું કુલ ઉત્પાદન 336.60 લાખ બેલ અને 325.22 લાખ બેલ રહ્યું હતું. 2023-24માં ગુજરાતે ભારતના કુલ કપાસનાં ટેક્સટાઈલ નિકાસમાં લગભગ 30% પ્રદાન કર્યું છે. આ માહિતી કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી પબિત્રા મર્ગેરિટાએ 13મી ડિસેમ્બરના રોજ રાજયસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કહી હતી.પબિત્રા મર્ગેરિટા અનુસાર, ભારતની કુલ કોટન ટેક્સટાઈલ નિકાસ (જેમાં કપાસનાં ફેબ્રિક્સ, કોટન વેસ્ટ, યાર્ન સહિતના કપાસની કાચી સામગ્રી અને અન્ય ટેક્સટાઈલ યાર્ન્સ, ફેબ્રિક મેડ-અપ આર્ટિકલ્સનો સમાવેશ થાય છે) વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન અનુક્રમે 11,085 મિલિયન અમેરિકી ડૉલર અને 12,258 મિલિયન ડૉલર રહી હતી. જ્યારે ગુજરાતની કુલ કપાસની ટેક્સટાઈલ નિકાસ અનુક્રમે 2,835 મિલિયન અને 3,615 મિલિયન ડૉલર રહી હતી.પબિત્રા મર્ગેરિટાએ આપેલા નિવેદન અનુસાર, ટેક્સટાઈલ ઉત્પાદનોના નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર એપરલ/ગાર્મેન્ટ્સ અને મેડ-અપ્સના નિકાસ પર રાજ્ય અને કેન્દ્રના કર અને શુઃલ્ક પર રિબેટ (RoSCTL) યોજનાનો અમલ કરી રહી છે. જે ટેક્સટાઈલ ઉત્પાદનો ROSCTL હેઠળ આવતાં નથી. તેને અન્ય ઉત્પાદનો સાથે રીમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સિસ ઑન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ (RoDTEP) હેઠળ આવરી લેવામાં આવે છે. ભારતે વિવિધ વાણિજ્યિક ભાગીદારો સાથે 14 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTAs) અને 6 પ્રેફરેન્સિઅલ ટ્રેડ એગ્રીમેન્ટ (PTAs) પર હસ્તાક્ષર કર્યા છે.29 mm અને 30 mm લોંગ-સ્ટેપલ કપાસની પ્રીમિયમ ભારતીય બ્રાન્ડ ‘કસ્તુરી કપાસ ભારત’ને ટેક્સટાઈલ મંત્રાલય અને ઉદ્યોગ વચ્ચે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ વિકસાવવામાં આવી છે. આ પહેલમાં અત્યાર સુધીમાં 464 એકમો જોડાયા છે. 30 ઓક્ટોબર, 2024 સુધીમાં 47,600 બેલ્સ કસ્તુરી કપાસ લેબલ હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યા છે. ICAR-કેન્દ્રીય કપાસ સંશોધન સંસ્થા (CICR), નાગપુરે છેલ્લા દાયકામાં 333 કપાસની જાતો રજૂ કરી છે. જેમાં 191 નોન-બીટી અને 142 બીટી કપાસની જાતોનો સમાવેશ થાય છે. ICAR-CICR દ્વારા લેવામાં આવેલી અન્ય પહેલો જેવી કે પ્રોજેક્ટમાં વોલન્ટરી કાર્બન માર્કેટ પ્રોજેક્ટ, જનોમ એડિટિંગ, ટ્રાંસજેનીક સંશોધન, HDPS ટેક્નોલોજી સ્કેલિંગ, રેસિસ્ટન્સ માટે બ્રીડિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. જે ભારતમાં કપાસના ઉત્પાદન અને સસ્ટેનેબિલિટી સુધારવા માટે બનાવવામાં આવ્યા છે.
‘એક દેશ, એક ચૂંટણી’ બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. ગૃહમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ જેવા મુખ્ય વિરોધ પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો. અગાઉ, કેન્દ્રીય કેબિનેટે ગયા ગુરુવારે ‘એક દેશ, એક ચૂંટણી’ બિલને મંજૂરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં 73માં સ્વતંત્રતા દિવસના અવસર પર સૌથી પહેલા એક દેશ, એક ચૂંટણીનો પોતાનો વિચાર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશના એકીકરણની પ્રક્રિયા હંમેશા ચાલુ રહેવી જોઈએ. વડાપ્રધાને 2024માં સ્વતંત્રતા દિવસના અવસર પર પણ આ વિચાર વ્યક્ત કર્યો હતો.
‘એક દેશ એક ચૂંટણી’ શું છે?
આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવાનો છે. હાલમાં, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પાંચ વર્ષની મુદત પૂરી થયા પછી અથવા કોઈપણ કારણસર સરકારનું વિસર્જન થાય ત્યારે અલગ-અલગ રીતે યોજાય છે. ભારતીય બંધારણમાં તેની જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ અલગ-અલગ સમયે પૂરો થાય છે, તે મુજબ તે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે. જો કે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાય છે. જેમાં અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. તે જ સમયે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ જેવા રાજ્યોમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ચૂંટણી યોજાઈ હતી, જ્યારે હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી સમાપ્ત થયાના છ મહિનાની અંદર યોજાઈ હતી. લોકસભા ચૂંટણી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી એક દેશ, એક ચૂંટણીના સમર્થક છે. વડાપ્રધાને 2019ના સ્વતંત્રતા દિવસે એક દેશ, એક ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક પ્રસંગોએ ભાજપ એક દેશ, એક ચૂંટણીની વાત કરી રહી છે.
એક દેશ એક ચૂંટણીની ચર્ચાનું કારણ શું?
હકીકતમાં, વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા 2018માં કાયદા પંચના ડ્રાફ્ટ રિપોર્ટ બાદ શરૂ થઈ હતી. તે અહેવાલમાં આર્થિક કારણોની ગણતરી કરવામાં આવી હતી. પંચે કહ્યું કે 2014માં લોકસભા ચૂંટણીનો ખર્ચ અને ત્યારપછીની વિધાનસભા ચૂંટણીનો ખર્ચ લગભગ સરખો હતો. તે જ સમયે, જો એકસાથે ચૂંટણી યોજવામાં આવે છે, તો આ ખર્ચને 50:50 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે.
સરકારને સોંપવામાં આવેલા તેના ડ્રાફ્ટ રિપોર્ટમાં કાયદા પંચે કહ્યું હતું કે 1967 પછી એકસાથે ચૂંટણી યોજવાની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. પંચે કહ્યું કે આઝાદીના શરૂઆતના વર્ષોમાં દેશમાં એક પક્ષનું શાસન હતું અને પ્રાદેશિક પક્ષો નબળા હતા. ધીમે ધીમે અન્ય પક્ષો મજબૂત બન્યા અને ઘણા રાજ્યોમાં સત્તા પર આવ્યા. તે જ સમયે, બંધારણની કલમ 356 ના ઉપયોગથી એક સાથે ચૂંટણી યોજવાની પ્રક્રિયામાં પણ વિક્ષેપ પડ્યો. હવે દેશના રાજકારણમાં બદલાવ આવ્યો છે. ઘણા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તે જ સમયે, ઘણા રાજ્યોમાં તેમની સરકારો પણ છે.
અગાઉ ક્યારે એક સાથે ચૂંટણી યોજાતી હતી?
આઝાદી પછી પહેલીવાર દેશમાં 1951-52માં ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ લોકસભાની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. આ પછી, 1957, 1962 અને 1967 માં પણ લોકસભા અને રાજ્ય વિધાનસભાની એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી. આ વલણ 1968-69 પછી તૂટી ગયું હતું, કારણ કે કેટલીક એસેમ્બલીઓ વિવિધ કારણોસર વિસર્જન કરવામાં આવી હતી.
વન નેશન-વન ઈલેક્શન પર આયોજિત વેબિનારમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ એકે સિકરીએ કહ્યું હતું કે, ‘વન નેશન-વન ઈલેક્શન કોઈ નવો કોન્સેપ્ટ નથી. સ્વતંત્ર ભારતની પ્રથમ ચાર સામાન્ય ચૂંટણીઓ આ રીતે યોજાઈ હતી. જસ્ટિસ સિકરી કહે છે, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત 1960ના દાયકામાં થઈ જ્યારે બિન-કોંગ્રેસી પક્ષોએ રાજ્ય સ્તરે સરકાર બનાવવાનું શરૂ કર્યું. જેમાં યુપી, બંગાળ, પંજાબ, હરિયાણાનો સમાવેશ થાય છે. આ પછી, 1969 માં કોંગ્રેસનું વિભાજન થયું અને 1971ના યુદ્ધ પછી મધ્યસત્ર ચૂંટણીઓ યોજાઈ અને ત્યારબાદ વિધાનસભા ચૂંટણીની તારીખો સામાન્ય ચૂંટણીઓ સાથે ક્યારેય એકરૂપ ન થઈ અને અલગ ચૂંટણીઓ શરૂ થઈ.
આ જ વેબિનારમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ અને ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ પરાગ પી. ત્રિપાઠીએ કહ્યું હતું કે, ‘ચૂંટણીઓ લોકશાહી સાથે સંબંધિત છે અને લોકશાહી શાસનનું એક માધ્યમ છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો ખ્યાલ 1952 થી 1967 સુધી ચાલ્યો. અલગ ચૂંટણીઓ દ્વારા રાજ્યોની સાર્વભૌમત્વ અને ઓળખ મજબૂત થઈ. દેશના અર્ધ અને સહકારી સંઘવાદ માટે આ એક સારો વિકલ્પ છે.
આ પ્રસ્તાવ કેવી રીતે પસાર થશે?
રાજ્યસભાના પૂર્વ મહાસચિવ દેશ દીપક શર્માએ એક ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું હતું કે, ‘એક રાષ્ટ્ર-એક ચૂંટણીને લઈને એક પ્રક્રિયા કરવી પડશે જેમાં બંધારણીય સુધારો અને રાજ્યોની મંજૂરી પણ સામેલ છે. આ બિલને પહેલા સંસદમાં પાસ કરાવવું પડશે. એક હરકત એવી કહેવાય છે કે તેનો અમલ થાય તે પહેલા વિધાનસભાઓનું વિસર્જન કરવું પડશે. જો કે, એવું નથી કે જ્યારે રાજ્યસભાની રચના થઈ અને તેમાં ઘણા સભ્યો આવ્યા ત્યારે તેમાંથી એક તૃતિયાંશ સભ્યોને કેવી રીતે નિવૃત્ત કરવામાં આવે તેવો પ્રશ્ન ઊભો થયો હતો. જરૂરી નથી કે તેમનો કાર્યકાળ ઓછો કરવામાં આવે, એ પણ શક્ય છે કે જે રાજ્યોનો સમય પૂરો થયો નથી તેમને વધારાનો સમય આપવામાં આવે.
હવે સવાલ એ થાય છે કે રાજ્યની વિધાનસભાઓ કેવી રીતે ભંગ થશે? આના બે જવાબ છે – પ્રથમ, કેન્દ્રએ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યમાં કલમ 356 લાગુ કરવી જોઈએ. બીજું એ છે કે સંબંધિત રાજ્યોની સરકારોએ પોતે આવું કરવા માટે કહેવું જોઈએ.
શું છે ચૂંટણી પંચનું વલણ?
ચૂંટણી પંચે ઘણી વખત કહ્યું છે કે તે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવી શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, એક જ સમયે સંસદીય અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનો વિષય ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવતો નથી. તેમણે કહ્યું કે ત્યાં ચોક્કસપણે ઘણાં લોજિસ્ટિક્સ સામેલ છે, ઘણી બધી વિક્ષેપો છે, પરંતુ તે કંઈક છે જે વિધાનસભાઓએ નક્કી કરવાનું છે. તેમણે કહ્યું હતું કે જો આવું કરવામાં આવે તો અમે સરકારને અમારી સ્થિતિ જણાવી છે કે વહીવટી રીતે આયોગ તેને સંભાળી શકે છે.
શું છે કોવિંદ સમિતિની ભલામણો?
સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે એક સાથે ચૂંટણીની ભલામણો બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે. બીજા તબક્કામાં, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ (પંચાયતો અને નગરપાલિકાઓ) સામાન્ય ચૂંટણીના 100 દિવસની અંદર યોજવામાં આવશે. આ અંતર્ગત તમામ ચૂંટણી માટે સમાન મતદાર યાદી તૈયાર કરવામાં આવશે. આ માટે સમગ્ર દેશમાં વિસ્તૃત ચર્ચા શરૂ કરવામાં આવશે. અમલીકરણ જૂથ પણ બનાવવામાં આવશે.
કોવિંદ સમિતિએ પણ જણાવ્યું હતું
1951 અને 1967 વચ્ચે એક સાથે ચૂંટણીઓ યોજાઈ છે.
1999માં કાયદા પંચના 170મા અહેવાલમાં પાંચ વર્ષની અંદર લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ સૂચવવામાં આવી હતી.
2015 માં, સંસદીય સમિતિના 79મા અહેવાલમાં બે તબક્કામાં એકસાથે ચૂંટણી યોજવાની રીતો સૂચવવામાં આવી હતી.
રામ નાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત વિવિધ હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કર્યો હતો.
રિપોર્ટ ઓનલાઈન ઉપલબ્ધ છે: https://onoe.gov.in
વ્યાપક પ્રતિસાદ દર્શાવે છે કે દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટે વ્યાપક સમર્થન છે.
એક દેશ એક ચૂંટણીનો અમલ કેવી રીતે થશે?
અગાઉ અધિકારીઓએ પીટીઆઈને કહ્યું હતું કે એક સાથે ચૂંટણી કરાવવા માટે બંધારણમાં ઓછામાં ઓછા પાંચ સુધારા કરવા પડશે. તેમાં સંસદના ગૃહોની અવધિ સાથે સંબંધિત કલમ 83, રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાના વિસર્જનને લગતી કલમ 85, રાજ્યની વિધાનસભાઓની અવધિ સાથે સંબંધિત કલમ 172, રાજ્ય વિધાનસભાઓના વિસર્જનને લગતી કલમ 174 અને રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા સંબંધિત કલમ 174 સામેલ છે. આ સાથે બંધારણની સંઘીય વિશેષતાને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોની સહમતિ જરૂરી રહેશે. સાથે જ તમામ રાજ્ય સરકારોની સંમતિ મેળવવી પણ ફરજિયાત છે.
સરકાર અને વિપક્ષનું શું કહેવું છે?
ભાજપના ચૂંટણી એજન્ડામાં એક દેશ, એક ચૂંટણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ કેન્દ્રમાં તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન આ બિલ રજૂ કરશે. કોવિંદ કમિટિનો રિપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસ પૂરા થયા બાદ જ સામે આવ્યો છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તેમના ભાષણ દરમિયાન, વડા પ્રધાને એકસાથે ચૂંટણી યોજવા માટે કાયદા માટે બધાને એક થવા વિનંતી કરી હતી. આ પહેલા કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે સંસદ પરિપક્વ છે અને ચર્ચા થશે, ગભરાવાની જરૂર નથી. ભારતને લોકશાહીની માતા કહેવામાં આવે છે, ત્યાં વિકાસ થયો છે.
આ સાથે જ વિપક્ષ કોંગ્રેસે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ લોકશાહીમાં ચાલી શકે નહીં અને કોંગ્રેસ તેની સાથે નથી. ખડગે દલીલ કરે છે કે જો આપણે આપણી લોકશાહી ટકી રહે તેવું ઈચ્છીએ છીએ તો આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે ચૂંટણી યોજવી જોઈએ.
જૂના અને વપરાયેલા વાહનોનું બજાર ખૂબ જ વધી ગયું છે. તમામ કંપનીઓ પોતાના જૂના વાહનોનું ઓછા ભાવે વેચાણ કરી દેતા હોય છે. જો કે હવે જૂના વાહનોની ખરીદી કરનારાઓને આંચકો લાગવાની શક્યતા છે. GST કાઉન્સિલ ઇલેક્ટ્રિક વાહનો સહિત જૂના અને ઉપયોગમાં લેવાયેલા વાહનો પર GST વધારી 18 ટકા કરી શકે છે. જો આમ થશે તો જૂના અને વપરાયેલા વાહનો મોંઘા થશે. મીડિયા રિપોર્ટ અનુસાર GST કાઉન્સિલની ફિટમેંટ કમિટીએ જૂના અને વપરાયેલા વાહનો પર GST 12 ટકાથી વધારી 18 ટકા કરવાની ભલામણ કરી છે. હાલમાં આ વાહનો પર સપ્લાયરના માર્જિનને આધારે ટેક્સ લાગુ કરવામાં આવે છે. જેના કારણે ટેક્સનો બોજ અપેક્ષાકૃત ઘટી જાય છે.
ખાસ વાત એ છે કે નવા ઇલેક્ટ્રિક વાહનો પર હાલમાં 5 ટકા જીએસટી લાગે છે. જેથી આ સેક્ટરમાં ગ્રોથ લાવી શકાય. જો કે ઇલેક્ટ્રિક વાહનોના રિસેલ પર 18 ટકા GST કરવામાં આવશે તો સેકન્ડ હેન્ડ ઇવીનું ગ્રાહકોમાં આકર્ષણ ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે સેકન્ડ હેન્ડ વાહનોના રિપેરિંગમાં ઉપયોગમાં લેવામાં સ્પેટ પાર્ટ્સ પર અગાઉથી જ 18 ટકા જીએસટી વસુલ કરવામાં આવે છે. જો જીએસટી દરમાં વધારો કરવામાં આવે છે તો આ સેક્ટરના સેકન્ડ હેન્ડ વાહનોના વેચાણ પર વધુ ટેક્સ ચુકવવો પડી શકે છે. જે વાહનોની માંગમાં ઘટાડો લાવી શકે છે. ખાસ કરીને ઇવી ગ્રાહકોને આંચકો લાગી શકે છે. હાલમાં અમલમાં જીએસટી દરોની વાત કરવામાં આવે તો 1200 સીસી કે તેનાથી વધુની એન્જિન ક્ષમતા અને 4000 એમએમ અથવા તેનાથી વધુ લંબાઇ વાળા પેટ્રોલ, એલપીજી કે સીએનજી વાહનો માટે 18 ટકા, જ્યારે 1500 સીસી અથવા તેનાથી વધારે એન્જિન ક્ષમતા અને 4000 મિમી અથવા તેનાથી વધુ લંબાઇવાળા ડીઝલ વાહનો માટે 18 ટકા, 1500 સીસીથી વધુ એન્જિન ક્ષમતાવાળા સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (એસયુવી) માટે 18 ટકા લાગે છે.