Home Blog Page 1252

સોનાક્ષીના ઉછેર પર મુકેશ ખન્નાએ કહી આવી વાત, અભિનેત્રીએ આપ્યો જડબાતોડ જવાબ

મુંબઈ:’શક્તિમાન’ના નામથી પ્રખ્યાત મુકેશ ખન્ના વિવિધ વિવાદો અને મુદ્દાઓને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે દરેક વિષય પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રહ્યા છે. તાજેતરમાં તેણે સોનાક્ષી સિન્હાના ઉછેર પર ટિપ્પણી કરી હતી, જેના પછી તે ટિપ્પણી સમાચાર રહી હતી. તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’નો એક જૂનો એપિસોડ યાદ કર્યો, જેમાં સોનાક્ષી ‘રામાયણ’ સંબંધિત પ્રશ્નનો જવાબ આપી શકી ન હતી. આ પછી મુકેશ ખન્નાએ તેમના ઉછેર પર સવાલ ઉઠાવીને તેણીને ટ્રોલ કરી હતી. હવે બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ મુકેશને જવાબ આપ્યો છે. એવું લાગે છે કે બંને વચ્ચે સોશિયલ મીડિયા યુદ્ધ શરૂ થઈ ગયું છે.

સોનાક્ષી સિન્હા મુકેશ ખન્ના પર ગુસ્સે થઈ

સોનાક્ષી સિન્હાએ મુકેશ ખન્નાના ઉછેર અને પિતા શત્રુઘ્ન સિંહાને આ બાબતમાં લાવવાના નિવેદન બદલ ટીકા કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, ‘મેં તાજેતરમાં તમારું એક નિવેદન વાંચ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે મારા પિતાની ભૂલ છે કે મેં થોડા વર્ષો પહેલા એક શોમાં રામાયણ વિશેના પ્રશ્નનો સાચો જવાબ આપ્યો ન હતો. સૌ પ્રથમ, હું તમને યાદ અપાવી દઉં કે તે દિવસે હોટ સીટ પર બે મહિલાઓ હતી, જેમને પણ એ જ પ્રશ્નનો જવાબ ખબર ન હતી, પરંતુ સમજી શકતા નથી કે તમે મારું નામ કેમ લીધું અને હું કારણ જાણું છું. અભિનેત્રીએ આગળ કહ્યું, ‘હા, તે દિવસે હું ભૂલી ગઈ હતી, આ એક માનવીય ભૂલ છે અને તે ભૂલી ગઈ હતી કે સંજીવની બુટી કોના માટે લાવી હતી અથવા કોણ લાવ્યા હતા, પરંતુ તમે ક્ષમાશીલ છો અને ભગવાન રામે કેટલીક બાબતો શીખવી હતી એ તમે પણ ભૂલી ગયા.

સોનાક્ષીએ શક્તિમાન અભિનેતાને રામાયણનો પાઠ ભણાવ્યો
શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષીએ આગળ કહ્યું,’જો ભગવાન રામ મંથરાને માફ કરી શકે છે, જો તે કૈકેયીને માફ કરી શકે છે… જો તે યુદ્ધ પછી રાવણને માફ કરી શકે છે તો તમે આટલા નાના વ્યક્તિને માફ ન કરી શકો.એવું નથી કે મને તમારી ક્ષમાની જરૂર છે.’ ઉલ્લેખનીય છે કે લક્ષ્મણ માટે સંજીવની જડીબુટ્ટી કોણ લાવ્યું હતું?એ સવાલનો જવાબ સોનાક્ષી આપી શકી નહોતી. મુકેશ ખન્નાએ આ વિશે વાત કરતા સિદ્ધાર્થ કન્નનને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેના પિતા શત્રુઘ્ન સિન્હા પર તેની પુત્રીને સંસ્કાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો.

સોનાક્ષીએ મુકેશ ખન્નાને ચેતવણી આપી હતી
આ પોસ્ટમાં વધુમાં, અભિનેત્રીએ તેને ચેતવણી પણ આપી છે કે આગલી વખતે જ્યારે તે તેના ઉછેર પર પ્રશ્ન કરશે તો તે ચૂપ નહીં રહે. તેણીએ કહ્યું, ‘હું ઇચ્છું છું કે તમે આને ભૂલી જાઓ અને એક જ ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરવાનું બંધ કરો જેથી કરીને હું અને મારા પરિવારને આવા નકામા સમાચારોમાં ન આવીએઅને આગલી વખતે તમે મારા પિતા વિશે વાત કરતા પહેલા વિચારો. મહેરબાની કરીને યાદ રાખો કે તેમણે આપેલા મૂલ્યોને કારણે હું મૌન છું.’

ટેક્નોલોજી ઉપયોગમાં સરકારની નવી પહેલ, 10 સભ્યોની ટાસ્કફોર્સની રચના કરાઇ

આજ કાલ AIનો ઉપયોગ વધી રહ્યો છે. આ વધતો AIનો ઉપયોદ રોજિંદા જીવનમાં સામાન્ય જનતા કામને અમુક અંશે ઘટાડે પણ છે. આ રીતે સરકાર પર કેટલાક ક્ષેત્રોમાં AIની મદદથી કર્મચારીઓનું ભારણ ઘડવાની દિશામાં કામ કરી રહ્યું છે. ત્યારે હવે ગુજરાત સરકારે વિવિધ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવા માટે AI ટાસ્કફોર્સની રચના કરી છે. 10 સભ્યોની આ ટાસ્કફોર્સમાં આઇસીટી, આઇઆઇટી, આઇઆઇઆઇટીના ડિરેક્ટર્સ સહિત પાંચ જેટલા વિવિધ તજજ્ઞોનો સમાવેશ કરાયો છે.

નાગરિકોની યોજનાઓ, સેવા-સુવિધાનો અસરકારક રીતે અને ટેક્‌નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ઝડપથી મળી રહે તે માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હાલના સમયની જરૂરિયાત હોવાનો સરકાર દ્વારા દાવો કરાયો છે. આ પરિપ્રેક્ષ્યમાં ગિફ્‌ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે તાજેતરમાં જ માઇક્રોસોફ્‌ટ સાથે એમઓયુ કર્યા હતા. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસ, બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્‌નોલોજીનો ઉપયોગ કરાશે. સાયન્સ એન્ડ ટેક્‌નોલોજી વિભાગના અગ્રસચિવ આ ટાસ્કફોર્સના અધ્યક્ષ તરીકે સેવા આપશે. પ્રારંભિક તબક્કે એક વર્ષના સમયગાળામ માટે રચાયેલા આ ટાસ્કફોર્સની વાર્ષિક સમીક્ષા કરી તેના સ્કોપ ઓફ વર્ક અને કામગીરી વધુ સમય લંબાવવા યોગ્ય સુધારા કરાશે. ટાસ્કફોર્સના સભ્યોમાં આઇસીટી, ઈ-ગવર્નન્સના ડિરેક્ટર, આઇઆઇટી ગાંધીનગરના ડિરેક્ટર, આઈઆઈઆઈટીના ડિરેક્ટર, ઈન્ડિયા એ.આઈ. મિશનના વરિષ્ઠ તજજ્ઞ તેમજ એનઆઈસી, સી-ડેક, એનવીડિયા, આઈસ્પિરિટના વરિષ્ઠ તજજ્ઞોનો સમાવેશ કરાયો છે.

કેનેડાના ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ કેનેડાના ડેપ્યુટી PM અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્રુડોની વિરુદ્ધ મંત્રીમંડળની અંદર સૌપ્રથમ વાર અસહમતી દર્શાવી હતી. જેથી હવે ટ્રુડોની ખુરશી પર પણ જોખમ ઊભું થયું છે.

ફ્રીલેન્ડના રાજીનામા પછી તેમના કેબિનેટ સહયોગી ડોમિનિક લેબ્લાંકે કેનેડાના નવા નાણાં મંત્રી તરીકે શપથ લીધા હતા.  ફ્રીલેન્ડે ટ્રુડોને રાજીનામા પત્રમાં લખ્યું હતું કે કેનેડાની આયાત પર 25 ટકા ટેરિફ યોજના તરફ ઇશારો કરતાં લખ્યું હતું કે અમારો દેશ આજે ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે. ટ્રુડો તેમને અન્ય નોકરીમાં સ્થાનાંતરિત કરવા ઇચ્છતા હતા. જેથી મેં રાજીનામું આપી દીધું છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે એક પત્ર સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે ટ્રુડો સાથેના પોતાના મતભેદ વિશે જણાવ્યું હતું. કેબિનેટમાં ટ્રુડોના સૌથી નજીકના સાથી ગણાતા ફ્રીલેન્ડે નાણા મંત્રી તેમ જ નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.

મિડિયાના અહેવાલો અનુસાર ફ્રીલેન્ડ અને ટ્રુડો વચ્ચે કામચલાઉ ટેક્સ બ્રેક્સ અને અન્ય ખર્ચનાં પગલાં માટેના સરકારી પ્રસ્તાવને લઈને સંઘર્ષ થયો હતો. ફ્રીલેન્ડે ટ્રુડોને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તમે નથી ઈચ્છતા કે હું નાણાં મંત્રી તરીકે સેવા આપું, જેથી તમે મને મને કેબિનેટમાં અન્ય પદની ઓફર કરી. આથી તેના પર ચિંતન કર્યા પછી, હું એવા નિષ્કર્ષ પર પહોંચી છું કે મારા માટે એકમાત્ર પ્રામાણિક અને શક્ય એ છે કે કેબિનેટમાંથી રાજીનામું આપવાનું છે.

ખાલિસ્તાન સમર્થક અને ન્યુ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમિત સિંહે ટ્રુડોને કહ્યું છે કે ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આજે સવારે નાણાં મંત્રીપદ પરથી રાજીનામું આપ્યા બાદ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપવું જોઈએ.

જગમિત સિંહે ટ્રુડો પર પ્રહારો કર્યા અને તેમના રાજીનામાની માગ કરતા કહ્યું હતું કે અમે કરિયાણાની ખરીદી કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ, યુવાનોને પોસાય તેવા આવાસ મળી શકતા નથી અને અમને ટ્રમ્પના ટેરિફનો ખતરો પણ છે તેમ કેનેડામાં હજારો નોકરીઓ જોખમમાં છે. એવામાં કેનેડિયનો માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે વ્યવહાર કરવાને બદલે, વડા પ્રધાન તેમના પોતાના પક્ષની અંદર ચાલી રહેલી લડાઈ પર કામ કરી રહ્યા છે.

 

 

 

 

 

 

સઈની સાંજ ને મોચીની કાલ

   સઈની સાંજ ને મોચીની કાલ

 

આજના જેમ રેડીમેડનો જમાનો નહોતો ત્યારે દરેક ગામ કે શહેરમાં કપડાં અથવા જોડા માપ પ્રમાણે સીવડાવવા પડતા હતા. લગનસરા કે એવું કોઈ ટાણું હોય ત્યારે દરજી અથવા મોચીને ત્યાં સારો એવો ધસારો રહે. ઘરાક હોય એટલે કામ તો લેવું જ પડે પણ સમયમાં પહોંચી ન વળાય એટલે વાયદા થાય. સરવાળે ધક્કા ખાવા પડે તે પરિસ્થિતીનું નિર્માણ થાય.

દરજી અથવા મોચી પણ તમે ઢળતા બપોરે જાવ તો કાલે સવારે ચોક્કસ આપી દઇશ એવો વાયદો પાડે અને સવારે જાવ તો સાંજનો વાયદો કરે. આમ, મુદ્દતો પડ્યે રાખે. આ પરિસ્થિતીમાંથી ખોટા વાયદા કરવાની વૃત્તિને ‘સઈની સાંજ ને મોચીની કાલ’ કહેવત દ્વારા વ્યક્ત કરાઇ છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૭ ડિસેમ્બર ૨૦૨૪

ગાયક અભિજીત ભટ્ટાચાર્યના કેટલાક ગીતોના રસપ્રદ કિસ્સા

ગાયક અભિજીતે ગાયેલા હિન્દી ફિલ્મોના હજારો ગીતો હિટ રહ્યા છે. અભિજીતે અંદાજે 6000 ગીતો ગાયા છે પણ એમાં એવા ગીતો સામેલ છે જે ફિલ્મો બની નહીં કે રજૂ ના થઈ હોય. રેશમ જૈસી રાહેં, મેં ચાહતા હૂં તુઝે જેવા ઘણા ગીતો રેકોર્ડ થયા હતા પણ એ ફિલ્મો બની ન હતી. અભિજીતે એક મુલાકાતમાં કેટલાક ગીતોની રસપ્રદ વાતો જણાવી હતી. ફિલ્મ ‘તેજાબ’ (1988) નું ‘સો ગયા યે જહાં’ અભિજીતના હાથમાંથી જતું રહ્યું હતું. આ એ સમય પછીની વાત છે જ્યારે અભિજીતે દેવ આનંદની ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’ (1984) માટે ‘મેં આવારા હી સહી’ ગીત ગાયું હતું પણ ફિલ્મ ફ્લોપ થઈ ચૂકી હતી.

અભિજીતના અવાજને વખાણવામાં આવ્યો હતો પરંતુ એનું નામ થયું ન હોવાથી કોઈ કામ આપવા તૈયાર ન હતું. સંગીતકાર લક્ષ્મીકાંતે અભિજીતને બોલાવીને કહ્યું હતું કે ‘સો ગયા યે જહાં’ ગીત કિશોરકુમાર પાસે ગવડાવવાનું છે પણ તારે પહેલાં ડબ કરવાનું છે. આ રીતે ડબ થયેલા ગીતો ઘણી વખત સારા ગવાયા હોય તો એ જ ગાયકના અવાજમાં રહેવા દેવામાં આવતા હતા. પરંતુ લક્ષ્મીકાંતે જે તારીખ આપી એ જ દિવસે અભિજીતે દુર્ગાપૂજા માટે કાર્યક્રમ કરવાના કામના એડવાન્સ રૂપિયા લઈ લીધા હતા. એ સમય પર અભિજીતનું નામ ના હોવા છતાં એની મોટાપાયે જાહેરાત કરી દેવામાં આવી હતી એટલે એમણે જવું પડે એમ હતું. એટલે અભિજીતે લક્ષ્મીકાંતને એમ કહેવું પડ્યું હતું કે તમે બીજા પાસે ડબ કરાવી લેજો. પછી એ ગીત બજારમાં આવ્યું ત્યારે નિતીન મુકેશના સ્વરમાં હતું. કિશોરકુમારના અવાજમાં કેમ ના આવ્યું એની અભિજીતને ખબર નથી.

અભિજીત માને છે કે નિતીને ખરેખર એ ગીતને ન્યાય આપ્યો હતો. અભિજીતે ‘અનાડી નં.1’ (1999) નું ‘મૈં લૈલા લૈલા ચિલ્લાઉંગા કુર્તા ફાડકે’ ગીત મજબૂરીમાં ગાવું પડ્યું હતું. અસલમાં આ ગીત અન્ય ગાયક પાસે ગવડાવવામાં આવ્યું હતું. પરંતુ દિલીપ સેન- સમીર સેનને મજા આવી ન હતી. અભિજીતે ગીતના શબ્દો વાંચીને એમને કહ્યું હતું કે આવું ગીત મારી પાસે ના ગવડાવો. હું ક્લાસીક ગીતો ગાવા માંગું છું. અગાઉ ‘ટન ટના ટન’ ગાઈને પસ્તાયો છું. અભિજીતે એમના આગ્રહને વશ થઈ ગાવું પડ્યું હતું. ફિલ્મ ‘રાજાબાબુ’ (1994) નું ‘અ આ ઇ ઉ ઉ ઊ, મેરા દિલ ના તોડો’ ગીત અભિજીતે શબ્દોને ધ્યાનમાં રાખીને એક રોમેન્ટિક ગીત તરીકે ગાયું હતું. ત્યારે ખબર ન હતી કે નિર્દેશક ડેવિડ ધવનના કોરિયોગ્રાફર એમાં સ્ત્રી કલાકારો પાસે ઘાઘરો ઊંચો કરાવી ડાન્સ કરાવશે. અભિજીતના ઘણા ગીતો અપેક્ષા ન હોવા છતાં લોકપ્રિય થઈ ગયા હતા.

અભિજીતે એ ગીત હીરો માટે ગાઈ રહ્યા હોવાના વહેમમાં ગાયા હતા પણ એને ફિલ્મના બીજા હીરો પર ફિલ્માવવામાં આવ્યા હતા. ‘જોશ’ (2000) નું ‘મેરે ખયાલો કી મલિકા’ ગીત અભિજીતે શાહરૂખને ધ્યાનમાં રાખીને ગાયું હતું. એને ચંદ્રચૂડસિંહ પર રાખવામાં આવ્યું હતું. ‘ફરેબ’ (2018) ના ‘યે તેરી આંખે ઝૂકી ઝૂકી’ ને પણ હીરો પર ફિલ્માવાયું ન હતું. સંગીતકાર નદીમ- શ્રવણે ઘણા વર્ષો સુધી માત્ર કુમાર સાનૂ પાસે જ ગીતો ગવડાવ્યા હતા. પણ પછી જ્યારે અભિજીત સાથે ‘જુદાઇ’ (1996) ના ‘હાં મુઝે પ્યાર હુઆ પ્યાર હુઆ અલ્લાહ-મિયાં’ ગીતથી શરૂઆત કરી ત્યાર પછી કહ્યું હતું કે પહેલાં એમના પર કુમાર સાનૂ પાસે ગવડાવવાનું દબાણ રહેતું હતું.

પંચાંગ 17/12/2024

દેશનું એકમાત્ર એરપોર્ટ જે 150 સ્થળો સાથે જોડાયેલ છે

દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (દિલ્હી એરપોર્ટ) દેશનું એકમાત્ર એરપોર્ટ બની ગયું છે જે 150 સ્થળો સાથે જોડાયેલ છે. બેંગકોક-ડોન મુઆંગ એરપોર્ટને નવીનતમ સ્થળ એટલે કે 150મું સ્થળ તરીકે ઉમેરવામાં આવ્યું છે. થાઈ એરેસિયા એક્સેગયા રવિવારે, તેણે દિલ્હી અને બેંગકોક-ડોન મુઆંગ (DMK) વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરી. ANIના સમાચાર મુજબ, નવો રૂટ અઠવાડિયામાં બે વાર એરબસ A330 એરક્રાફ્ટ સાથે કામ કરશે. એરલાઇન જાન્યુઆરી 2025ના મધ્ય સુધીમાં ફ્રિકવન્સી બેથી ચાર ગણી વધારવાનું પણ આયોજન કરી રહી છે.

20 થી વધુ વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સ્થળો ઉમેર્યા

સમાચાર અનુસાર, દિલ્હી એરપોર્ટનું સંચાલન કરતી કંપની દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL)એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હી એરપોર્ટે ફ્નોમ પેન્હ, બાલી ડેનપાસર, કેલગરી, મોન્ટ્રીયલ સહિત 20 થી વધુ વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સ્થળો ઉમેર્યા છે. તેમજ વાનકુવર, વોશિંગ્ટન ડ્યુલ્સ, શિકાગો ઓ’હારે અને ટોક્યો હેનેડા પણ સામેલ છે. છેલ્લા 10 વર્ષોમાં એરપોર્ટે ટ્રાન્સફર પેસેન્જરોમાં 100 ટકા વૃદ્ધિ જોવા મળી છે, જે દક્ષિણ એશિયામાં અગ્રણી ટ્રાન્ઝિટ હબ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

88 ટકા સ્થળો દિલ્હી સાથે જોડાયેલા છે

ભારતમાંથી તમામ લાંબા અંતરના સ્થળોમાંથી 88 ટકા દિલ્હી સાથે જોડાયેલા છે અને ભારતમાંથી તમામ લાંબા અંતરની સાપ્તાહિક ફ્લાઇટ્સમાંથી 56 ટકા દિલ્હી એરપોર્ટ પરથી ઓપરેટ થાય છે. ભારતમાંથી લગભગ 50 ટકા (42 ટકા ચોક્કસ) લાંબા અંતરના પ્રવાસીઓ તેમના પ્રવેશ દ્વાર તરીકે દિલ્હીને પસંદ કરે છે. દિલ્હી એરપોર્ટ વાર્ષિક 40 લાખ સ્થાનિક મુસાફરોને આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે સીમલેસ કનેક્શન પૂરું પાડે છે.

દિલ્હી એરપોર્ટને સુપર-કનેક્ટર હબમાં પરિવર્તિત કરવામાં આવશે

ભારતીય એરલાઇન કંપનીઓ દ્વારા વાઇડ-બોડી એરક્રાફ્ટની સતત રજૂઆત દિલ્હી એરપોર્ટને સુપર-કનેક્ટર હબમાં પરિવર્તિત કરવા માટે તૈયાર છે, જે આંતરરાષ્ટ્રીય અને લાંબા અંતરની મુસાફરી માટે અગ્રણી પસંદગી તરીકે તેની સ્થિતિને મજબૂત કરશે. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના સીઈઓ વિદેહ કુમાર જયપુરિયારે જણાવ્યું હતું કે 150 ગંતવ્યોને જોડવાનો આ માઈલસ્ટોન વૈશ્વિક કનેક્ટિવિટી વધારવા અને વિશ્વસ્તરીય પ્રવાસના અનુભવો પ્રદાન કરવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ભારતને ઉડ્ડયનના નવા યુગમાં લઈ જવા માટે અમને ગર્વ છે અને અમે વિશ્વભરના પ્રવાસીઓ માટે પસંદગીનું હબ બનવા માટે સમર્પિત છીએ.

નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઈન્ડ, છ ટીમ વિજેતા બની

નડિયાદ: શહેરમાં બે દિવસીય 23મી ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઈન્ડ પીપલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા રમતવીરોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન (IBSA) દ્વારા આ દ્વિ-વાર્ષિક આયોજન કરવામાં આવ્યું હતું.

પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ઓપન કેટેગરીમાં ફિલ્ડ સ્પોર્ટસ, ટ્રેક સ્પોર્ટ્સ અને રિલે રેસ જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સંપૂર્ણ દૃષ્ટિહીન એથ્લેટ્સે T-11 અને F-11 કેટેગરીમાં ભગા લીધો હતો. જ્યારે ઓછી દ્રષ્ટિ ધરાવતા ખેલાડીઓએ T-12, T-13 અને F-12, F-13 કેટેગરીમાં ભાગ લીધો હતો. તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, દમણ, દીવ, જમ્મુ-કાશ્મીર, મિઝોરમ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ અને ચંદીગઢે સહિત 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ સાથે કુલ 175 દૃષ્ટિહીન ખેલાડીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. દરેક શ્રેણી હેઠળ ટીમ ચેમ્પિયનશિપના પરિણામો પર એક નજર કરીએ તો,

શ્રેણી ટીમ ચેમ્પિયનશિપ્સ
પુરુષો T11 અને F11 તમિલનાડુ
પુરુષો T12 અને F12 ગુજરાત
પુરુષો T13 અને F13 ઉત્તરાખંડ
મહિલા T11 અને F11 ચંદીગઢ
મહિલા T12 અને F12 મહારાષ્ટ્ર
મહિલા T13 અને F13 મધ્યપ્રદેશ

ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ ડેવિડ એ. જણાવ્યું, ” દૃષ્ટિહીન ખેલાડીઓ માટે એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનું આયોજન કરવું તે ખરેખર અમારા માટે ગર્વની વાત છે. દરેક ઇવેન્ટ સાથે તેમની વધતી જતી સફળતાના સાક્ષી બનવાનો અમને અવસર મળે છે. હું પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત અને બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતનો ખરેખર દિલથી આભારી છું. તેઓ ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન સાથે જોડાયા અને આ અવિશ્વસનીય સિદ્ધિઓને વિશ્વ સમક્ષ દર્શાવવા માટે અમારા સહયોગી બન્યા. અહીં અમે વિજેતાઓને જ નહીં, પરંતુ દરેક ભાગ લેનારા ખેલાડીના ઉત્સાહ અને પ્રયાસોની ઉજવણી કરી રહ્યા છીએ. જે ખેલદિલી અને ટીમવર્કના સાચા સારને સાર્થક બનાવે છે.”IBSA શું છે?

1986માં સ્થપાયેલ ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન એ ઈન્ટરનેશનલ બ્લાઈન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે જોડાયેલ રાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ ફેડરેશન છે. જે દૃષ્ટિહીન તેમજ ભારતની પેરાલિમ્પિક્સ કમિટી સાથેની સર્વોચ્ચ વિશ્વ રમત-ગમત સંસ્થા છે. એસોસિએશન પાસે 20 રાજ્ય સંસ્થાઓ અને 4 રમત (ફૂટબોલ, ગોલબોલ, કબડ્ડી અને જુડો) વિશિષ્ટ ફેડરેશન્સનું જોડાણ છે. વિશ્વ સંસ્થાના સંલગ્ન તરીકે, IBSA દૃષ્ટિહીન ખેલાડીઓને પસંદ કરે છે, તાલીમ આપે છે અને વિશ્વકક્ષાએ રમવા માટે મોકલે છે. ભારત તરફથી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ગેમ્સ ફોર ધ બ્લાઈન્ડ સહિતની આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે ખેલાડીઓને તૈયાર કરીને આગળ મોકલે છે.