Home Blog Page 1253

જાફરાબાદના માછીમારો સામે દક્ષિણ ગુજરાતના માછીમારોનું વિરોધ પ્રદર્શન

વલસાડઃ વલસાડ અને દક્ષિણ ગુજરાતની આસપાસનાં વિસ્તારના માછીમારોએ રવિવારે વિરોધી પ્રદર્શન કર્યું હતું, જેમાં તેમણે સોરાષ્ટ્રના જાફરાબાદના માછીમારો સામે માછલી પકડવાના વિસ્તારોમાં અતિક્રમણ કરવા, સમજૂતીનું ઉલ્લંઘન કરવા અને આક્રમક વ્યવહાર કરવાના આરોપ લગાવ્યા હતા. તેમનો આરોપ હતો કે તેમના આ અતિક્રમણ અને આક્રમક ધમકીભર્યા વલણથી અને  સ્થાનિક માછલી પકડવાની આજીવિકા પર જોખમ ઝળૂંબી રહ્યું છે અને એને પ્રતિકૂળ અસર થઈ છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે ઇમરગામ, નારગોલ અને અન્ય દક્ષિણ ગુજરાતના માછલી પકડવવળા વિસ્તારોમાં રહેતા લોકોની આજીવિકા પર બહારના વિસ્તારમાંથી માછીમારોના પ્રભુત્વે કારણે ખતરામાં પડી ગઈ છે. જેથી સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીને કારણે વલસાડ જિલ્લાના માછીમારો આજે હડતાળ પર ઊતર્યા હતા અને .જિલ્લાના માછીમારોએ આજે વિરોધ વ્યક્ત કરવા પોતાની બોટોને કિનારે લંગારી દીધી હતી તેમણે નારગોલમાં માછીમારોની એક વિશાળ સભા મળી હતી, જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

જાફરાબાદના માછીમારો અને વલસાડ જિલ્લાના નારગોલ ઉમરગામ અને ખતલવાડ સહિત સમગ્ર જિલ્લાના માછીમારો વચ્ચે ચાલતો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ઉમરગામના માસીમારોના આક્ષેપ મુજબ જાફરાબાદના માછીમારો ગેરકાયદેસર રીતે પોતાનો વિસ્તાર છોડી અને હદને લઈ થયેલી તમામ સમજૂતીઓનો ભંગ કરી અને વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા આવે છે.

સરકારી નીતિ નિયમો અને માછીમાર સંગઠનો વચ્ચે થયેલી અગાઉની સમજૂતીઓને ભંગ કરી અને દાદાગીરીથી તેઓ વલસાડ જિલ્લાની દરિયાઈ હદમાં આવીને માછીમારી કરતા હોવાથી અહીંના માંથી મારોને મોટું નુકસાન થતા અનેક માછીમાર પરિવારોની રોજી રોટી પણ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

UPI ટ્રાન્જેક્શને સર્જ્યો નવો રેકોર્ડ, નાણા મંત્રાલયે આંકડા જાહેર કર્યા

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPIએ બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નાણા મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં 223 લાખ કરોડ રૂપિયાના 15,547 કરોડથી વધુ ટ્રાન્જેક્શન્સ યુપીઆઈ મારફત થયા છે. નાણા મંત્રાલયે તેના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટ દ્વારા ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ અંગે UPI સંબંધિત ડેટા શેર કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2016માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું હતું. એક જ મોબાઈલ એપ્લિકેશનમાં મલ્ટીપલ બેન્ક ખાતાઓને એકીકૃત કરીને ઓનલાઈન ચુકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવતી સિસ્ટમ યુપીઆઈએ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ સાત મહિનામાં ગતવર્ષની તુલનાએ બમણા ટ્રાન્જેક્શન નોંધાયા છે. સરકારી આંકડા પ્રમાણે આ વર્ષે એપ્રિલથી ઑક્ટોબર સુધીમાં, 750 મિલિયનથી વધુ લોકોએ રૂ. 63,825.8 કરોડના ટ્રાન્જેક્શન યુપીઆઈ રૂપે ક્રેડિટ કાર્ડ મારફત કર્યા છે. નાણાકીય વર્ષ 2024માં, UPI રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શનની સંખ્યા 362.8 મિલિયન હતી, જેનું કુલ મૂલ્ય રૂ. 33,439.24 કરોડ હતું. સરકારે સપ્ટેમ્બર 2022માં રૂપે ક્રેડિટ કાર્ડ પર UPI વ્યવહારોની સુવિધા શરૂ કરી હતી. જેમાં યુઝર્સ યુપીઆઈ એપ્લિકેશનની મદદથી સરળતાથી ટ્રાન્જેક્શન કરી શકે છે. ઑક્ટોબર 2024માં યુપીઆઈ દ્વારા 16.58 અબજનું ટ્રાન્જેક્શન નોંધાયું છે. નવેમ્બરમાં યુપીઆઈ ટ્રાન્જેક્શન્સની સંખ્યા 38 ટકા વધીને 24 ટકા વધી રૂ. 21.55 લાખ કરોડ થયું છે.

સામાન્ય લોકો સુધી વાયુ પ્રદૂષણની સમજણ પહોંચાડશે VayuBuddy

ગાંધીનગર: દર શિયાળામાં ઉત્તર ભારત પર ધુમ્મસની ચાદર પથરાઈ જાય છે. જો કે આ ધુમ્મસનું સ્તર ઉત્તર ભારતના લોકો માટે સ્વાસ્થ્ય અંગેની ગંભીર બીમારીઓને નોતરે છે. દિલ્હી જેવા શહેરો સતત વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં સ્થાન મેળવે છે. જેમાં PM 2.5નું સ્તર સલામત મર્યાદાથી ઘણું વધારે છે. જેના કારણે આરોગ્યની ગંભીર અસર થાય છે. જેમ કે શ્વસન સંબંધી બિમારીઓ, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને અકાળે મૃત્યુ પણ થાય છે. એક અંદાજ મુજબ, વાયુ પ્રદૂષણના કારણે વિશ્વભરમાં વાર્ષિક 6.7 મિલિયનથી વધુ લોકો મોતને ભેટે છે. જેમાં ભારત પણ એક મહત્વનો દેશ છે.સરકારી એજન્સીઓ હવાની ગુણવત્તાનો ડેટા તો આપે છે. પરંતુ તેમાં દર્શાવેલા આંકડાઓ અને માહિતી સામાન્ય લોકોની સમજણની બહાર હોય છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ લોક ઉપયોગી માહિતીને સામાન્ય લોકો માટે કાર્યક્ષમ દૃષ્ટિમાં કેવી રીતે રૂપાતંરિત કરી શકાય?IIT ગાંધીનગરના સંશોધકો અને સહયોગીઓ દ્વારા એક પ્રગતિશીલ ચેટબોટ VayuBuddy વિકસાવવામાં આવ્યું છે. જે હવાની ગુણવત્તાના ડેટાને દરેક માટે સુલભ બનાવી શકે તે પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે.  આ લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) સંચાલિત ટૂલ જટિલ ડેટાસેટ્સને પણ સમજી શકાય તેવી ભાષામાં સરળ બનાવે છે.

વાયુબડી શું છે?

વાયુબડી હવાની ગુણવત્તા વિશે કુદરતી ભાષાના પ્રશ્નોના જવાબ આપવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, વપરાશકર્તા પ્રશ્ન પૂછી શકે છે જેમ કે, “મારા શહેરમાં ગયા મહિને પ્રદૂષણનું સ્તર શું હતું?” અથવા “શિયાળામાં કયા શહેરો સૌથી સ્વચ્છ છે?” ચેટબોટ તરત જ આ પ્રશ્નો પર પ્રક્રિયા કરે છે. ભારતના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટાનું વિશ્લેષણ કરે છે અને સાદી ભાષામાં અથવા ગ્રાફ અને હીટમેપ જેવા વિઝ્યુલાઇઝેશન દ્વારા જવાબો આપે છે.પ્રોજેકટના મુખ્ય સંશોધક પ્રોફેસર નિપુન બત્રાએ જણાવ્યું, “અમારો ઉદ્દેશ્ય બેઝિક ડેટા અને સામાન્ય લોકો વચ્ચેના અંતરને ઘટાડવાનો છે. વાયુબડી લોકોને વાયુ ગુણવત્તા ડેટા સાથે તેમના બધાં જ પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ આપવાની ક્રિયા કરે છે.”

વાયુબડી શા માટે મહત્વ ધરાવે છે?

વાયુ પ્રદૂષણ માત્ર ફેફસાંને જ નુકસાન કરતું નથી; તે જીવનના દરેક પાસાને અસર કરી રહ્યું છે. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે શાળાઓ બંધ થવાથી લઈને કાર્યસ્થળની ઉત્પાદકતામાં ઘટાડા સુધી તેની અસરો વિશાળ છે. જો કે સામાન્ચ લોકોની આ સમસ્યાઓને ગંભીરતાથી સંપૂર્ણ રીતે સમજવામાં આવતી નથી.હવા ગુણવત્તા નિષ્ણાત અને સહયોગી ડૉ. સરથ ગુટ્ટીકુંડાનું કહેવું છે, “વાયુ પ્રદૂષણ એ એક સહિયારો પડકાર છે, અને વાયુબડી જેવા સાધનો સામૂહિક જાગૃતિ અને ક્રિયાને પ્રોત્સાહન આપી શકે છે. જ્યારે લોકો સ્પષ્ટ, સ્થાનિક ડેટા જુએ છે, ત્યારે તેઓ વધુ સ્વચ્છ નીતિઓની હિમાયત કરે તેવી શક્યતા છે.”વાયુબડીના સંશોધકોમાંના એક ઝીલ પટેલનું કહેવું છે, “એઆઈ-સંચાલિત આ ચેટબોક્ષ સાથે ડેટા વિશ્લેષણને જોડીને, તે હવાની ગુણવત્તાના ડેટા સાથે જોડાવા માટે નવી શક્યતાઓ ખોલે છે. તે માત્ર નિષ્ણાતો માટે જ નહીં પરંતુ દરેક વ્યક્તિ ઉપયોગ કરવા માટે રચાયેલ છે.”VayuBuddyને તૈયાર કરનારી ટીમ પહેલેથી જ તેના આગલા પગલાઓનું આયોજન કરી રહી છે. NO2 અને ઓઝોન જેવા વધુ પ્રદૂષકોને આવરી લેવા માટે આ ચેટબોક્ષની ક્ષમતાઓનો વિસ્તાર કરવો, બહુભાષી સુવિધાઓને એકીકૃત કરવી અને અન્ય દેશોના ડેટાસેટ્સનો પણ સમાવેશ કરવો એ બધું જ પાઈપલાઈનમાં છે. આ બધી જ માહિતી સંશોધકો આપવા માગે છે તેમ છતાં તેઓ મુખ્ય મિશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે છે હવાની ગુણવત્તાની આંતરદૃષ્ટિને વધુ સરળ, સુલભ, કાર્યક્ષમ અને પ્રભાવશાળી બનાવવી.

VayuBuddy જેવી નવીનતાઓ સાથે, સ્વચ્છ, સ્વસ્થ ભવિષ્યની આશા થોડી વધુ ઉજ્જવળ લાગે છે.

‘હું ભારતમાં નહીં કરું કોન્સર્ટ’, શા માટે દિલજીતે આવું કહ્યું?

મુંબઈ: પંજાબી ગાયક દિલજીત દોસાંઝે શનિવારે ચંદીગઢમાં પોતાનો કોન્સર્ટ પૂર્ણ કર્યો. આ દરમિયાન તેણે ભારતમાં પરફોર્મ નહીં કરવાની જાહેરાત પણ કરી હતી. દિલજીતે આ નિર્ણયનું કારણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે પાયાની સુવિધાઓની વ્યવસ્થા સારી નથી.

અધિકારીઓને આવી વાતો કહી

દિલજીતે અધિકારીઓને સંબોધતા કહ્યું કે તેઓએ કોન્સર્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ધ્યાન આપવું જોઈએ. હવે દેશમાં ઉદ્યોગ વધી રહ્યો છે. તેણે કહ્યું, “હું અધિકારીઓને કહેવા માંગુ છું કે અમારી પાસે અહીં લાઈવ શો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આ એક મોટી આવક પેદા કરનારી સિસ્ટમ છે અને ઘણા લોકો અહીં કામ કરી રહ્યા છે. કૃપા કરીને આ પર ધ્યાન આપો.”

આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે

દિલજીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે પંજાબીમાં કહે છે કે તેનો સેટ લાઈવ શો પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો ન હતો. તેઓ ઇચ્છે છે કે તેમનો સેટ કેન્દ્રમાં હોય અને તેમના ચાહકો તેમની આસપાસ હોય. જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી તે ભારતમાં કોન્સર્ટ નહીં કરે.

ઈમ્તિયાઝ અલીએ વીડિયો શેર કર્યો છે

આ પહેલા ફિલ્મમેકર ઈમ્તિયાઝ અલીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં લોકો ઝાડ પર ચડીને ચંદીગઢમાં ગાયકનો શો જોઈ રહ્યા હતા. આટલું જ નહીં કોન્સર્ટની બહાર રસ્તા પર ચાહકો ડાન્સ પણ કરી રહ્યા હતા.

દિલજીત દોસાંઝ તેના કોન્સર્ટને લઈને ઘણા વિવાદોથી ઘેરાયેલા હતા. દિલજીતના કોન્સર્ટ પર તેના ધૂમ્રપાનથી ભરેલા ગીતો અને કેટલાક શબ્દોને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અંગે દિલજીત દોસાંજને નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસમાં તેને ચેતવણી આપવામાં આવી હતી કે તે હૈદરાબાદમાં તેના આગામી કોન્સર્ટ દરમિયાન દારૂ, ડ્રગ્સ અથવા હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો વગાડશે નહીં.

EVM પર અબદુલ્લાના નિવેદન પર કોંગ્રેસ કર્યો પલટવાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબદુલ્લાએ હાલમાં કહ્યું હતું કે રાજકીય પક્ષ ચૂંટણી જીતવા પર EVMની પ્રશંસા ના કરી શકે અને હારવા પર એની ટીકા ના કરી શકે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જો તમને EVM પર વિશ્વાસ નથી તો તમે ચૂંટણી ના લડો. જે પછી કોંગ્રેસ સાંસદે ઉમર પર પલટવાર કરતાં કહ્યું હતું કે CM બન્યા પછી સહયોગીઓને લઈને આ વલણ કેમ?

કોંગ્રેસ સાસંદ મણિકમ ટેગોરે જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબદુલ્લા દ્વારા EVM પર કોંગ્રેસના વાંધાને ફગાવ્યા પછી તેમણે પલટવાર કરતાં કહ્યું હતું કે તેમણે તેમનાં તથ્યોની તપાસ કરવી જોઈએ. SP, NCP અને શિવસેના-UBTએ EVM વિરુદ્ધ નિવેદનો આપ્યાં છે.

આ પહેલાં કોંગ્રેસના સાથી NCએ કોંગ્રેસને EVMનાં રોદણાં બંધ કરી ચૂંટણીમાં પરાજય સ્વીકારી લેવાની સલાહ આપી છે. એટલું જ નહીં, સાથી પક્ષે કહ્યું કે જે પક્ષોને મતદાનના તંત્ર પર વિશ્વાસ ના હોય તેમણે ચૂંટણી લડવી જોઈએ નહીં. શું વિપક્ષ અને વિશેષરૂપે કોંગ્રેસનું ચૂંટણીમાં પરાજય માટે EVMને દોષિત ઠેરવવું અયોગ્ય છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તમને EVM અંગે સમસ્યા હોય તો તમારે દરેક ચૂંટણીમાં તેનાથી સમસ્યા હોવી જોઈએ. હકીકતમાં એક ચૂંટણીમાં મતદારો તમને પસંદ કરે છે. બીજી ચૂંટણીમાં નથી કરતા. હું પોતે લોકસભા ચૂંટણીમાં હારી ગયો હતો અને વિધાનસભા ચૂંટણીમાં જીતી ગયો. મારા પક્ષને બહુમતી મળી. બંને પરિણામો મેં સ્વીકાર્યાં અને ક્યારેય EVMને દોષ આપ્યો નથી. EVM મુદ્દે તેમની ટિપ્પણી ભાજપની લાઈનને અનુરૂપ છે તેવો સવાલ કરવામાં આવતાં ઉમર અબદુલ્લાએ કહ્યું હતું કે ના એવું નથી. જે સાચું છે તે સાચું છે. પક્ષની લાઈન ફોલો કરવાના બદલે તેઓ સત્યને સત્ય અને ખોટાને ખોટું કહેવાનું પસંદ કરે છે. ભાજપ પણ કહે છે કે વિપક્ષ જીતે તો EVMને બરાબર માને છે અને હારે તો દોષ આપે છે.

જસપ્રીત બુમરાહ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી માટે ઈશા ગુહાએ માફી માગી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં ત્રીજી મેચ 14 ડિસેમ્બરના રોજ રમાય હતી. ત્યારે આ મેચ દરમિયાન પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ઈશા ગુહાના બફાટ વિવાદ સર્જાયો હતો. ખરેખર વાત એમ છે કે કોમેન્ટેટર ઈશા ગુહાએ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વિશે જાતિવાદી ટિપ્પણી કરી હતી. ઈશાએ બુમરાહ માટે ‘પ્રાઈમેટ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પ્રાઈમેટનો અર્થ નર વાનર થાય છે. સસ્તન પ્રાણીઓના ઉત્ક્રાંતિમાં અક તબક્કો પ્રાઈમેટનો રહ્યો છે.
મેચના બીજા દિવસના પહેલા સેશનમાં જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના બંને ઓપનરોને ઓછા રનો સાથે આઉટ કરી દીધા હતા. પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બ્રેટ લી બુમરાહની આ શાનદાર બોલિંગથી પ્રભાવિત થઈ કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે, ‘તમે પૂર્વ કેપ્ટન જસપ્રિત  બુમરાહ પાસેથી અવા જ પ્રદર્શનની ઈચ્છો રાખો છો.’ આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ઈસા ગુહા પણ બ્રેટ લી સાથે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. બ્રેટ લીને જવાબ આપતા તેણે કહ્યું, ‘તે MVP છે, સૌથી મોંઘો પ્રાઈમેટ, જસપ્રિત બુમરાહ.’ ઈશા ગુહા દ્વારા કરાયેલી કોમેન્ટ બાદ સોશિય મીડિયા પર લોકો ભડક્યા હતા. આ ટિપ્પણી માટે ઈશા ગુહાને માફી માગવા માટે મજબૂર કરી હતી.

જે બાદ ગુહાએ માફી માગતા કહ્યું કે “ગઈકાલે કોમેન્ટ્રી દરમિયાન મેં એક શબ્દનો પ્રયોગ કર્યો હતો જેના અલગ-અલગ મતલબ નીકળી શકે છે. મારાથી થયેલી કોઈપણ ભૂલ માટે હું માફી માગવા માગુ છું. હું તેમની સિદ્ધિની મહાનતા બતાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ મેં ખોટા શબ્દનો પ્રયોગ કર્યો. તેના માટે મને ખેદ છે. જો તમે મારી આખી વાત સાંભળો તો મારો હેતુ ભારતના મહાન ખેલાડીઓમાંથી એકની પ્રશંસા કરવાનો હતો. હું તેની ખૂબ પ્રશંસા કરું છું.” આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રીએ ઈશા ગુહાને બહાદૂર મહિલા ગણાવી. તેમણે કહ્યું કે, લાઈવ ટીવી પર માફી માગવા માટે હિમ્મતની જરૂર પડે છે. લોકોને ભૂલ કરવાનો અધિકાર છે, કારણ કે, આપણે બધા માણસ છીએ. જ્યારે તમારા હાથમાં માઈક હોય ત્યારે ક્યારેક-ક્યારેક આવું થાય છે.

આ નેત્રહીન ખેલાડી લાંબા કૂદકામાં સતત 7 વર્ષ નેશનલ ચેમ્પિયન…

અમદાવાદમાં જ્યારે હું ગુજરાત કોલેજ ખાતે લાંબા કૂદકાની પ્રેક્ટિસ કરવા માટે જતો ત્યારે બીજા પણ સામાન્ય લોકો પોલીસ  ભર્તીની કે ફોરેસ્ટ ખાતાની પરીક્ષા માટે જરૂરી પ્રેક્ટિલ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આવતા હતા. ત્યાં કેટલાક યુવાનોએ મને કહ્યું હતું કે આજે અમે લોકો આંખોથી જોઈ શકીએ છીએ તો પણ અમને ગ્રાઉન્ડ ક્લિયર કરવું અઘરૂં લાગે છે. પરંતુ તમારા માટે તો આ રમત જેવું લાગે છે. તમે ખરેખર અમને ખૂબ જ પ્રેરણા આપો છો. ત્યારબાદ હું તેમને પ્રેક્ટિસ કરવાતો હતો. જેમાંથી ત્રણેક યુવાનોનું ફોરેસ્ટ ખાતામાં સિલેક્શન થઈ પણ ગયું છે. જેની ખુશી મને મારી સફળતા કરતા પણ વધારે લાગે છે….

આ શબ્દો છે ગુજરાતના દૃષ્ટિહીન લોંગ જમ્પર જગદીશ પરમારના, જે હમણાં જ નડિયાદમાં યોજાએલ 23મી ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઈન્ડ પીપલમાં ભાગ લઈ રહ્યા હતા.

જીવનની ખુમારી વિશે જો વાત કરીએ તો જગદીશભાઈનું કહેવું છે, મારી આંખોમાં કોઈ પ્રકાશ નથી. નાનપણથી જ મારી આંખોમાં રોશની નથી. પરંતુ હું મારી જાતને કોઈનાથી ઓછી આંક્તો નથી. હું નથી ઇચ્છતો કે કોઈ મારા પર દયા બતાવે. એક ખેલાડી તરીકે મને સામાન્ય ખેલાડીઓની જેમ જ લાગે છે. ફરક માત્ર એટલો જ છે કે અમારી રમતોને પેરા ગેમ્સ કહેવામાં આવે છે.

જગદીશ પરમારનો ટૂંકો પરિચય મેળવીએ તો, તેઓ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના રહેવાસી છે. એક ખેડૂત પરિવારમાંથી આવે છે. અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતે રહીને જ તેમણે ધોરણ 1થી 12નો અભ્યાસ કર્યો. ત્યારબાદ શહેરની સીટી કોલેજમાંથી હિન્દી વિષય સાથે તેમણે સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી છે. અંધજન મંડળ દ્વારા તેમના દરેક વિદ્યાર્થીમાં રહેલ ટેલેન્ટને ઓળખી તેને બહાર લાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. દૃષ્ટિહીન બાળકો માટે રમત-ગમત ઉત્સવ, સંગીતના કાર્યક્રમો, ગાયનના કાર્યક્રમો એ સિવાય પણ વિવિધ પ્રકારના આર્ટના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જગદીશભાઈએ પણ અંધજન મંડળમાં હતા, ત્યારથી જ વિવિધ પ્રકારની સ્પોર્ટ્સને લગતી કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ખેલ મહાકુંભમાં પણ ભાગ લીધો હતો. જગદીશભાઈની મહેનત જોઈને બ્લાઈન્ડ પીપલ તરફથી તેમને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. શરૂઆત બ્લાઈન્ડ ક્રિકેટથી કરી હતી. પરંતુ કોચના કહેવાથી જગદીશભાઈએ એથ્લેટિક્સમાં ધ્યાન કેન્દ્રિત કર્યું.

જગદીશ પરમાર ચિત્રલેખા.કોમને કહે છે, “જન્મથી જ મારી દૃષ્ટિ નથી. માતા અને પિતા સિવાય પરિવારમાં એક નાનો ભાઈ અને એક બહેન છે. પરિવારમાં આર્થિક સંકળામળ ખરી. પરંતુ દૃઢ નિશ્ચયી જગદીશ ક્યારેય પોતાની વિકલાંગતાને કે તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિને સપનાની આડે આવવા દીધી ન હતી.”

જગદીશ પરમારે તેમના ગુરુની સલાહ વિશે કહ્યું. “મનસુખ સર ગુજરાતના ખેડામાં પેરા એથ્લેટ્સને તાલીમ આપે છે. એક દિવસ હું પણ ત્યાં ગયો અને દોડવાનો અને લાંબો કૂદકો મારવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જ સર મને ક્રિકેટ છોડીને એથ્લેટિક્સ અજમાવવાનું કહ્યું. પહેલાં હું ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરની દોડ લગાવતો હતો. પરંતુ પાછળથી મેં દોડવાનું છોડી દીધું અને માત્ર લોંગ જમ્પ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.”

25 વર્ષીય પરમારે જણાવ્યું હતું કે, “દૃષ્ટિ ક્યારેય મારા માર્ગમાં આવી ન હતી. મેં રમત-ગમતને જ મારો એકમાત્ર સહારો બનાવ્યો છે.” જગદીશ પરમારે લાંબી કૂદમાં સાત વખત નેશનલ ચેમ્પિયન બનવાના પ્રયાસોમાં મક્કમ રહ્યા છે. તેમણે 2016થી 2023 સુધી આ ખિતાબ પોતાના નામે કર્યો છે. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં તેમણે પ્રથમ જ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023માં T 11 કેટેગરીમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીત્યા હતા. ખેડા જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સ્પોર્ટસ હોસ્ટેલમાં કોચ મનસુખ તેવટિયાની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરતા પરમારે 2018 અને 2022માં દિલ્હીમાં દૃષ્ટિહીન લોકો માટે સ્પેશિયલ નેશનલમાં પણ ગોલ્ડ જીત્યો છે.

જગદીશભાઈ પરમારે પરિવારના સપોર્ટ વિશે વાત કરતા જણાવ્યું, “જ્યારે મને જીવનમાં મોટી ઈન્જર્રી આવી ત્યારે માતા-પિતાનો ખૂબ સપોર્ટ હતો. તેઓ મને કહે કે એક ખેલાડી રમે અથવા પ્રેક્ટિસ કરે ત્યારે ઈન્જરી તો આવ્યા જ કરે. એમાં હતાશ નહીં થવાનું, પ્રેક્ટિસ નહીં છોડવાની. આ વર્ષે રમતમાં ભાગ ન લઈ શકે તો દિલ નાનું નહીં કરવાનું. આવતા વર્ષે ફરી સ્પર્ધામાં ભાગ લેવાનો. આવી વાતો પરિવાર તરફથી કહેવામાં આવે ત્યારે પ્રોત્સાહન મળે છે.

રમતની સાથે-સાથે જગદીશભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારીઓ કરી રહ્યા છે. તેમનું સપનું છે કે તેઓ ઈન્કમટેક્ષ વિભાગમાં કામ કરે. તેમના સપનાઓને પૂરા કરવા માટે જગદીશભાઈ રાત-દિવસ તનતોડ મહેન્ત કરી રહ્યા છીએ. જેમાં ગુરૂજનો અને મિત્રોનો પણ સહારો તેમને મળી રહ્યાો છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

અમિતાભ બચ્ચનથી લઈ અક્ષય કુમાર સહિતના સ્ટાર્સે ઝાકિર હુસૈનને અર્પી શ્રદ્ધાંજલિ

મુંબઈ: પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું સોમવારે સવારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં અવસાન થયું. અમેરિકામાં રહેતા 73 વર્ષીય તબલાવાદકને હૃદય સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝાકિર લગભગ 2 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ રવિવારે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, ત્યારબાદ તેને ICUમાં રાખવામાં આવ્યા હતાં. ઝાકિર હુસૈનના નિધનના સમાચારથી સમગ્ર દેશને આઘાત લાગ્યો છે. પ્રખ્યાત તબલાવાદકના નિધન પર બોલિવૂડ સ્ટાર્સે પણ શોક વ્યક્ત કર્યો છે. અમિતાભ બચ્ચનથી લઈને કરીના કપૂર સુધી, બી-ટાઉનના ઘણા સ્ટાર્સે ઝાકીરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ સેલેબ્સે અર્પી શ્રદ્ધાંજલિ

અમિતાભ બચ્ચને X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે લખ્યું,’એક ખૂબ જ દુઃખદ દિવસ…’ આ પછી તેણે પોતાના બ્લોગ પર ઝાકિર હુસૈનને શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું,’એક પ્રતિભા.. એક અજોડ માસ્ટર.. એક અપૂરી ખોટ.. ઝાકિર હુસૈન.’કરીના કપૂર ખાને ઝાકિર હુસૈનનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે કરીનાના પિતા અને દિગ્ગજ અભિનેતા રણધીર કપૂર સાથે જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું,’હંમેશા માસ્ટર’. મલાઈકા અરોરાએ તબલા વાદકની તસવીર પણ શેર કરી અને લખ્યું- ‘રેસ્ટ ઇન પીસ લિજેન્ડ.’

અક્ષય કુમાર-અનુપમ ખેરે પણ શ્રદ્ધાંજલિ આપી

ઝાકિર હુસૈનને શ્રદ્ધાંજલિ આપતા અક્ષય કુમારે લખ્યું – ‘ઉસ્તાદ ઝાકિર હુસૈન સાબના દુઃખદ અવસાન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તે ખરેખર આપણા દેશના સંગીતના વારસાનો ખજાનો હતા. ઓમ શાંતિ.’ અનુપમ ખેરે લખ્યું, ‘કોણ જાણે ક્યાં સુધી દિલ ઉદાસ રહેશે! કોણ જાણે ક્યાં સુધી અવાજ શાંત રહેશે !! ગુડબાય મારા મિત્ર તું આ દુનિયામાંથી ગયો! સદીઓ સુધી યાદોમાં રહેશે! તમે પણ… તમારી પ્રતિભા પણ… અને તમારું બાળક જેવું સ્મિત જે હૃદયના ઊંડાણને સ્પર્શે છે!!’ રણવીર સિંહ, સોનાલી બેન્દ્રે, રિદ્ધિમા કપૂર સાહની અને અન્ય સ્ટાર્સે પણ સ્વર્ગસ્થ તબલાવાદકને શ્રદ્ધાંજલિ આપી છે.

ફિલ્મોના સાઉન્ડટ્રેકમાં પણ યોગદાન આપ્યું

ઝાકિર હુસૈને ઘણી ફિલ્મોના સાઉન્ડટ્રેકમાં યોગદાન આપ્યું. ઝાકિર હુસૈનને 1991માં સંગીત નાટક અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તે એટલાન્ટામાં સમર ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ માટે સંગીત કમ્પોઝ કરનારી ટીમનો પણ ભાગ હતો. ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે 2016 માં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા દ્વારા વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરાયેલા તેઓ પ્રથમ ભારતીય સંગીતકાર પણ છે. ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે PM મોદી સાથે કરી મુલાકાત

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે ભારતની ત્રણ દિવસીય સરકારી મુલાકાતે છે. આ દરમિયાન, તેમણે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને સંરક્ષણ, વેપાર અને રોકાણ વધારવા માટે વિસ્તૃત વાતચીત કરી. તમને જણાવી દઈએ કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ દિસનાયકેની આ પ્રથમ વિદેશ યાત્રા છે, જેના માટે તેઓ રવિવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી પહોંચ્યા હતા. મંત્રણા પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ડિસનાયકેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળ્યા હતા. પીએમ મોદી અને અનુરા દિસનાયકે વચ્ચેની વાતચીત અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, વિકાસ અને સુરક્ષા સહયોગ પર ચર્ચા થઈ.

 

જયશંકરે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ભારતની તેમની પ્રથમ રાજ્ય મુલાકાતની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દિસાનાયકેને મળીને આનંદ થયો. શ્રીલંકા અમારી ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ અને ‘સી આઉટલુક’ માટે મહત્વપૂર્ણ છે. મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી સાથેની તેમની વાતચીત બંને દેશો વચ્ચે વિશ્વાસ અને સહયોગ વધારશે.

દિસનાયકેની સોશિયલ મીડિયા પોસ્ટ

અગાઉ, રાષ્ટ્રપતિ દિસનાયકેએ કહ્યું હતું કે તેમણે વિદેશ પ્રધાન જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથેની તેમની બેઠકોમાં પરસ્પર હિતો પર ઉત્પાદક ચર્ચા કરી હતી. દિસનાયકે પર લખ્યું હતું મુરુગન અને અન્ય અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આજે રાત્રે એસ. જયશંકર અને અજીત ડોભાલ સાથે પરસ્પર હિતો પર મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી.

દિલજીતે Punjabને લખ્યું PANJAB, વિવાદ ઉભો થયો?

લોકપ્રિય ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. તેમનો આ પ્રવાસ અત્યારે માત્ર સમાચારોમાં નથી રહ્યો, પરંતુ તે વિવાદો સાથે પણ જોડાયેલો છે. હવે દિલજીતની એક સોશિયલ મીડિયા પોસ્ટ ફરી વિવાદમાં છે. હાલમાં જ ચંદીગઢમાં પરફોર્મ કરવા આવેલા દિલજીતે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પંજાબનો સ્પેલિંગ ‘PANJAB’ કર્યો હતો, જેના પછી વિવાદ શરૂ થયો હતો. હવે દિલજીતે આ મામલે ખુલાસો આપતા કહ્યું છે કે તેણે કેટલી વાર સાબિત કરવું પડશે કે તે ભારતને પ્રેમ કરે છે.

દિલજીતની સોશિયલ મીડિયા પોસ્ટ

પોતાની પોસ્ટમાં ‘PUNJAB’ની જગ્યાએ ‘PANJAB’ લખવાને કારણે વિવાદમાં આવેલા દિલજીતે હવે ખુલાસો કર્યો છે. પોતાની પોસ્ટમાં તેણે પંજાબીમાં ‘પંજાબ’ લખ્યું અને તેની સાથે ત્રિરંગા ધ્વજનું ઈમોજી પણ ઉમેર્યું. દિલજીતે આગળ લખ્યું, ‘જો કોઈ ટ્વીટમાં પંજાબની સાથે ધ્વજનો ઉલ્લેખ કરવા માટે માત્ર એક જ જગ્યા બાકી છે, તો ષડયંત્ર છે… ટ્વીટમાં બેંગલુરુના ધ્વજનો ઉલ્લેખ કરવા માટે માત્ર એક જ જગ્યા બાકી છે. જો પંજાબને PANJAB લખવામાં આવે તો તે ષડયંત્ર છે. પંજાબને પંજાબ કે પંજાબ લખવામાં આવે તો પંજાબ પંજાબ જ રહેશે.

દિલજીતે પોતાની પોસ્ટમાં પંજાબ શબ્દનો અર્થ લખ્યો, ‘પંજ આબ-5 નદીઓ. અંગ્રેજીના સ્પેલિંગને ગોરા લોકોની ભાષા તરીકે વાપરવાનું કાવતરું કરનારાઓને શાબાશ! હું ભવિષ્યમાં પંજાબમાં પંજાબ લખીશ. હું જાણું છું કે તમે દૂર નહીં જાવ… ચાલુ રાખો. આપણે કેટલી વાર સાબિત કરવું જોઈએ કે આપણે ભારતને પ્રેમ કરીએ છીએ. કંઈક નવું કહો, દોસ્ત… કે આ એક જ કાર્ય તમને મળ્યું છે?

દિલજીતે તેની જૂની પોસ્ટ્સમાંથી એકનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે જેમાં તેણે ‘ચંદીગઢ, પંજાબ’ સાથે ત્રિરંગા ધ્વજ ઇમોજી પણ ઉમેર્યા છે. આમાં તેણે પંજાબનો સ્પેલિંગ ‘PANJAB’ લખ્યો છે. દિલજીતે બીજો સ્ક્રીનશોટ પણ શેર કર્યો જેમાં ‘પંજાબ યુનિવર્સિટી’નું નામ ‘PANJAB’ લખેલું છે.

દિલજીતની પોસ્ટ પર કેમ થયો વિવાદ?

કોન્સર્ટ માટે પંજાબ પહોંચેલા દિલજીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના આગમનનો વીડિયો શેર કર્યો હતો. કેપ્શનમાં તેણે મેપ પોઇન્ટર ઇમોજી સાથે ‘PANJAB’ (એટલે ​​કે હવે હું પંજાબ પહોંચી ગયો છું) લખ્યું છે.

હકીકતમાં, 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પંજાબ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. પંજાબ, જે પાકિસ્તાનનો એક ભાગ છે, તેનો સ્પેલિંગ અંગ્રેજીમાં ‘PANJAB’ અને પંજાબનો સ્પેલિંગ છે, જે ભારતનો એક ભાગ છે, ‘PUNJAB’ છે.

દિલજીતે તેની નવી પોસ્ટમાં ‘PANJAB’ સ્પેલિંગ સાથે જે પંજાબ યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો છે તે વાસ્તવમાં ભાગલા પહેલા લાહોરમાં હતી પરંતુ બાદમાં તેને ચંદીગઢમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નામ સાથે જોડાયેલી ભાવનાઓને કારણે પંજાબના સ્પેલિંગને તેના નામમાં ‘PANJAB’ રહેવા દેવામાં આવ્યું.

હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પંજાબના સ્પેલિંગને લઈને વિવાદ થયો જ્યારે દિલજીતની પોસ્ટ પછી લોકપ્રિય ગાયક ગુરુ રંધાવાએ પણ તેને પોસ્ટ કરી. રંધાવાએ પોતાની પોસ્ટમાં પંજાબનો સ્પેલિંગ ‘PUNJAB’ લખ્યો અને તેની સાથે ભારતીય રાષ્ટ્રધ્વજનું ઈમોજી પણ ઉમેર્યું.