નવી દિલ્હીઃ લોકસભામાં બંધારણ પર ચર્ચાના બીજા દિવસે DMKના સાંસદ એ. રાજાના નિવેદન પર જોરદાર હંગામો થયો હતો. તેમણે NDAના નેતાઓને Bad Elements કહ્યા હતા. જેના પર ભાજપના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમની ટિપ્પમી માટે માફી માગવાની વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે 1947માં દેશના ભાગલાનો દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત વીર સાવરકરે 1924માં શરૂ કર્યો હતો, મોહમ્મદ અલી ઝીણાએ નહીં. તેમનું નિવેદન સાંભળીને ગૃહમાં હોબાળો થયો હતો. આ પહેલાં ભાજપ પર આરોપ લગાવતા રાજાએ કહ્યું કે ભાજપ બંધારણમાં ફેરફાર કરશે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરશે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને એ. રાજાને પોતાનો દાવો સાબિત કરવા કહ્યું. જોશીએ કહ્યું હતું તમારી પાર્ટીના ઉપાધ્યક્ષે ચૂંટણી પહેલાં કહ્યું હતું કે જો ભાજપને 400 બેઠકો મળશે તો તેઓ બંધારણમાં ફેરફાર કરશે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરશે.
HUGE……🤠🤠
DMK leader A Raja slams the BJP over Savarkar’s two nation theory, emphasizing that it was not accepted by Dr BR Ambedkar.
— A RAJA 🔥🔥 pic.twitter.com/63GasqtVzq
— Saibpal Pandit (@PanditSaibpal) December 14, 2024
આ સિવાય એ. રાજાએ NDA સાંસદોને ખરાબ તત્વો ગણાવ્યા. જેને કારણે ગૃહમાં વધુ હોબાળો થયો. ભાજપે આના પર તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આવા નિવેદનો ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડે છે અને પુરાવા વિના આક્ષેપો કરવાની નિંદા કરે છે. એ. રાજાએ ‘ખરાબ તત્વ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેના પર શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો. જગદંબિકા પાલે કહ્યું હતું કે રાજાના નિવેદનને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવશે.









ઇસ્તંબુલના ભારતના કોન્સ્યુલેટ જનરલે દિલ્હી અને મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં વિલંબને કારણે ત્યાંના એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને મદદ કરવા માટે પગલું ભર્યું છે. એરલાઈન્સની 11 ડિસેમ્બરે દિલ્હી અને મુંબઈ બંનેની ફ્લાઈટ્સ લગભગ બે દિવસ મોડી પડી હતી. પછી 13 ડિસેમ્બરની ઇસ્તંબુલ-દિલ્હી પણ વિલંબિત થઈ, ત્યાં ફસાયેલા ફ્લાયર્સની સંખ્યામાં વધારો થયો.
ઈન્ડિગો દ્વારા શુક્રવારે રાત્રે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેકનિકલ સમસ્યાઓના કારણે મુંબઈ અને દિલ્હીથી ઈસ્તાંબુલ જતી અને આવતી ફ્લાઈટ્સ મોડી પડી છે. મુસાફરોને જાણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જ્યાં શક્ય હોય ત્યાં તેમને ખોરાક અને આશ્રય આપવામાં આવ્યો છે. ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.





પ્રાથમિક માહિતી અનુસાર સુચિર બાલાજી છેલ્લાં કેટલાક દિવસોથી મિત્રો અને સહકર્મીઓના ફોન કોલનો જવાબ આપતો ન હતો. ઘરની બહાર પણ આવ્યો ન હતો. જ્યારે તેના મિત્રો અને સહકર્મીઓ ચિંતા વ્યક્ત કરીને તેના ફ્લેટ પર પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારબાદ તેમણે સાન ફ્રાન્સિસ્કો પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડી અંદર જઈને જોયું તો સુચિરનો મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી અને હાલમાં આ મામલો આપઘાતનો હોવાની આશંકા છે. પોલીસે આ મામલે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે.
વર્ષ 2020માં સુચિરે બાલાજી OpenAIમાં જોડાયા અને લગભગ 4 વર્ષ સુધી કંપનીમાં કામ કર્યું. તે GPT-4 અને WebGPT જેવા પ્રોજેક્ટનો ભાગ હતા. જેણે કંપનીની શોધ ક્ષમતાઓને સુધારી. તેમણે AIના ક્ષેત્રમાં ઘણાં મહત્ત્વપૂર્ણ પાસાઓ પર કામ કર્યું. પરંતુ તેમનો સૌથી મોટો આક્ષેપ એ હતો કે OpenAI તેની પોતાની તકનીકો વિકસાવવા માટે અન્યની સામગ્રીનો દુરુપયોગ કરી રહી છે. OpenAI પર તેના જનરેટિવ AI પ્રોગ્રામ, ChatGPTને તાલીમ આપવા માટે યોગ્ય પરવાનગી વિના કોપીરાઈટ સામગ્રીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

