કલાડીઃ કેરળની પવિત્ર ભૂમિ કલાડીમાં જગદગુરુ આદિ શંકરાચાર્યનો જન્મ થયો હતો. તેમને નાની ઉંમરે જ વેદાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. આદિ શંકરાચાર્યજી 2533મી જન્મજયંતીના શુભ પ્રસંગે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે તેમના ધાર્મિક અનુયાયીઓને એક ધાર્મિક સંદેશ પાઠવ્યો છે. તેમણે સંદેશ આપ્યો હતો કે અમે ભગવાન દ્વારકાધીશ અને પૂજ્ય શ્રી ચંદ્રમૌલેશ્વર વતી આશીર્વાદ આપીએ છીએ કે દરેક માનવી આદિ શંકરાચાર્યના ઉપદેશોને જીવનમાં અપનાવે અને પોતાના માટે, પરિવાર અને દેશ માટે ઉત્થાનનું સાધન બને.
આદિગુરુ શંકરાચાર્યજી હિન્દુ ધર્મના ઉદ્ધારક માનવામાં આવે છે. હિન્દુ હોવાનું પ્રથમ લક્ષણ ગૌમાતાની સેવા, માતા-પિતાની સેવા, ગુરુજનોની સેવા અને કુળદેવી-કુળદેવતાની સેવા છે અને એ જ આદિગુરુ શંકરાચાર્યનો પણ સંદેશ છે. આદિગુરુ શંકરાચાર્યજીએ આઠ વર્ષની નાની ઉંમરે વેદોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે ગોવિંદ પાદાચાર્ય પાસેથી નર્મદા તટે સંન્યાસ દીક્ષા સ્વીકારી હતી. તેમણે દેશમાં પગપાળા પ્રવાસ કરીને ધર્મને પુનર્જીવિત કર્યો હતો. તેમણે ચારેય દિશામાં મઠો સ્થાપિત કરીને રાષ્ટ્રની આધ્યાત્મિક એકતાને મજબૂત બનાવી હતી. તેમણે ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રો પર ભાષ્યો લખીને વેદાંત ફિલસૂફીને સત્તાવાર સ્વરૂપ આપ્યું હતું. તેમના દ્વારા ધાર્મિક સંવાદિતાનો દિવ્ય સંદેશ આપવામાં આવ્યો હતો.

તેમનું કહેવું હતું કે આપણે આપણું જીવન ધાર્મિક, સામાજિક સ્વતંત્રતા અને રાષ્ટ્રને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આદિ શંકરાચાર્યનો મૂળ સિદ્ધાંત છે કે બ્રહ્મ સત્યમ્ જગનમિથ્યા જીવો બ્રહ્મૌવ નાપરઃ એટલે કે બ્રહ્મ જ અંતિમ સત્ય છે, આ વિશ્વ પરિવર્તનશીલ છે અને દરેક જીવ ખરેખર એક જ બ્રહ્મનું સ્વરૂપ છે અને વિશ્વ ચેતનાના સ્વરૂપમાં બ્રહ્મનું વિસ્તરણ છે.








આ અભિયાન માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યું છે અને “આત્મનિર્ભર ભારત” તથા “સહકારથી સમૃદ્ધિ” જેવા રાષ્ટ્રીય મિશનો સાથે સંકળાયલું છે. આ પહેલને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણજી તેમ જ આરોગ્ય, પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી જે. પી. નડ્ડાનો પણ ટેકો મળ્યો છે.
ઇફકોએ અત્યાર સુધી નાનો યુરિયા પ્લસ લિક્વિડની 218 લાખથી વધુ બોટલો અને નાનો DAP લિક્વિડની 64.26 લાખથી વધુ બોટલોનું વેચાણ કર્યું છે. નાનો ઝિંક અને નાનો કોપર ઉત્પાદનોની પ્રથમ વર્ષમાં અનુક્રમે 57 લાખ અને બે લાખ બોટલોનું વેચાણ નોંધાયું છે.નાનો યુરિયા પ્લસની 208.26 લાખ બોટલો પરંપરાગત યુરિયાના 9.37 લાખ મેટ્રિક ટન બરાબર છે, જ્યારે નાનો DAPની 57.89 લાખ બોટલો DAPના 2.89 લાખ મેટ્રિક ટન સમકક્ષ છે. આથી દેશને લોજિસ્ટિક્સ, ઊર્જા અને આયાત ખર્ચમાં નોંધપાત્ર બચત થાય છે. ઇફકોના આ નેનો ઉત્પાદનો કૃષિ ઉત્પાદનક્ષમતા વધારવા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા બંને હેતુઓ સિદ્ધ કરે છે, જે ભારત સરકારની સંતુલિત અને જવાબદાર પાક પોષણની દ્રષ્ટિ સાથે સુસંગત છે.




