સાઉથ એક્ટર મોહન બાબુ આ દિવસોમાં પોતાના ઘરેલુ વિવાદને લઈને ચર્ચામાં છે. મોહન બાબુ અને તેમના પુત્ર મંચુ મનોજ વચ્ચેનો વિવાદ 9 ડિસેમ્બરે ચર્ચામાં આવ્યો જ્યારે અભિનેતાએ તેમના પુત્ર મંચુ મનોજ અને તેમની પત્ની વિરુદ્ધ તેમને ધમકી આપવા અને તેમના જલાપલ્લી ઘરને બળજબરીથી કબજે કરવાની યોજના માટે પોલીસ ફરિયાદ નોંધાવી. આ દરમિયાન અભિનેતાએ ગયા મંગળવારે તેના હૈદરાબાદના ઘરે એક મીડિયા પર્સન પર હુમલો કર્યો અને મીડિયા પર્સન સાથે પણ ખરાબ વર્તન કર્યું. આ ઘટના બાદ મોહન બાબુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પત્રકાર પર હુમલા બાદ હવે મોહન બાબુએ આ મામલે ખુલાસો કર્યો છે.
મોહન બાબુએ માફી માંગી
પોતાની ભૂલ સ્વીકારીને મોહન બાબુએ માફી માંગી છે, જેમાં તેમણે પત્રકારની માફી માંગી છે અને સ્પષ્ટતા પણ કરી છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને ખેદ વ્યક્ત કર્યો હતો.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જારી કરવામાં આવેલી તેમની માફીમાં, મોહન બાબુએ લખ્યું-‘હું ઉલ્લેખ કરવા માંગુ છું કે સ્વાસ્થ્યના કારણોસર, હું છેલ્લા 48 કલાકથી હોસ્પિટલમાં દાખલ હતો અને તરત જ જવાબ આપી શક્યો ન હતો. હું તમારી ધીરજની પ્રશંસા કરું છું અને માફી માંગુ છું.’
મોહન બાબુએ પત્રકારની માફી માંગી
‘મારો ગેટ તૂટી જતાં હું ગુસ્સે થઈ ગયો હતો અને અસામાજિક તત્વો સહિત 30-50 જેટલા લોકો હાજર લોકોને નુકસાન પહોંચાડવાના ઈરાદે બળજબરીથી મારા ઘરમાં ઘૂસ્યા હતા. અંધાધૂંધી વચ્ચે મીડિયા અજાણતા જ પરિસ્થિતિમાં સામેલ થઈ ગયું. જ્યારે મેં પરિસ્થિતિને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તમારા પત્રકારોમાંથી એક કમનસીબે ઘાયલ થયો, આ અત્યંત ખેદજનક પરિણામ હતું અને હું તેમને થયેલી પીડા અને અસુવિધા બદલ દિલગીર છું. મારી આ ભૂલ માટે હું માફી માંગુ છું,’ એવું મોહન બાબુએ કહ્યું.
પત્રકારે FIR નોંધાવી
35 વર્ષીય પત્રકારે પોલીસ ફરિયાદ નોંધાવ્યાના એક દિવસ બાદ મોહન બાબુએ આ માફી માંગી છે. તમને જણાવી દઈએ કે, પત્રકાર પર હુમલો કરવા બદલ અભિનેતા વિરુદ્ધ BNS (ઈરાદાપૂર્વક ખતરનાક હથિયાર અથવા પદાર્થનો ઉપયોગ કરીને ઈજા પહોંચાડવી)ની કલમ 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ એરેસ્ટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા એક કેસમાં બેંગલુરુમાં રહેતા 68 વર્ષના સિનિયર સિટિઝનને રૂ. 1.94 કરોડ ગુમાવવા પડ્યા હતા. સાઇબર છેતરપિંડી કરનારાઓને પીડિત વ્યક્તિને સાત દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા અને છેતરપિંડી આચરી હતી.
આ કેસનો આરંભ 30 નવેમ્બરે થયો હતો, જ્યારે પીડિત વ્યક્તિને વોટ્સએપ પર એક વિડિયો કોલ આવ્યો હતો. કોલ કરવાવાળાએ ખુદને મુંબઈ ક્રાઇમ બ્રાંચનો અધિકારી બતાવ્યો હતો અને પીડિત વ્યક્તિ પર મની લોન્ડરિંગના કેસમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
પીડિત વ્યક્તિએ જણાવ્યું હતું કે સાયબર ઠગોએ તેમને ભારતીય બિઝનેસમેન નરેશ ગોયલની સાથે એક મની લોન્ડરિંગના કેસમાં આરોપી હોવાની વાત કહી હતી. તપાસ દરમ્યાન પકડાયેલા 247 ATM કાર્ડ્સમાં તેમનું એક હોવાનું તેણે તેમને કહ્યું હતું. ઠગોએ પહેલાં તપાસમાં તેમને મુંબઈ આવવાનું કહ્યું હતું, પરંતુ પછીથી ડિજિટલ એરેસ્ટ કરીને બેન્ક એકાઉન્ટની માહિતી માગી હતી.
ડિજિટલ એરેસ્ટમાં રહેતા પીડિત વ્યક્તિએ ડરના માર્યા સાત દિવસની અંદર રૂ. 1.94 કરોડ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા., ત્યાર બાદ ઠગોને તેમને ડરાવી-ધમકાવીને ચૂપ કરાવી દીધા અને કોઈને આ વિશે વાત કરવાની મનાઈ ફરમાવી.
એક સપ્તાહ પછી સાત ડિસેમ્બરે પીડિત વ્યક્તિએ પુત્રીને એ વિશે જણાવ્યું હતું. પુત્રીએ તરત પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમણે સાયબર ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પહેલા આ કેસ સાઉથ ઇસ્ટ બેંગલુરના એક પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો અને ત્યાર બાદ એને CEN પોલીસને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.
દેશમાં કુરિવાજોના દુષણોને ડામવા કડક કાયદાનું ગઠન કરવામાં આવ્યું છે, જેથી દહેજ પ્રથા, ઘરેલું હિંસા જેવા દૂષણો સામે લડલા મહિલાઓ કાયદાનો સહારો લઈ શકે. આવા કાયદાઓ બેશક જરૂરી છે અને સમાજમાં મહિલાઓ આ કાયદાઓના સહારે જ લડત માટે આગળ આવતી રહી છે એ વાત પણ એટલી જ સાચી છે, પરંતુ ઘણીવાર કાયદાની આ કલમોનો ગેરલાભ પણ ઉઠાવાતો હોય છે અને ખાસ કરીને પુરુષો સામે ખોટી ફરિયાદો પણ દાખલ થતી હોય છે.
હમણાં બેંગલુરૂમાં અતુલ સુભાષ નામના યુવાને આત્મહત્યા કર્યા પછી એની સ્યુસાઇડ નોટ અને વિડીયોમાં જે વાતો બહાર આવી છે એ પછી ફરી એકવાર સવાલ ઉઠ્યો છેઃ શું દરેક વખતે મહિલા સાચી જ હોય છે? અહીં દરેક મહિલા ખોટી ફરિયાદ જ કરતી હોય છે એમ કહેવાનો આશય નથી, પણ ક્યારેક સૂકા ભેગું લીલું બળે એ ન્યાયે નિર્દોષ પુરુષો પણ દંડાતા હોય છે.
સવાલ એ થાય કે શું મહિલા સુરક્ષા માટે બનેલા કાયદા સ્ત્રી માટે વેર વાળવાનું હથિયાર છે? આવો જાણીએ, શું કહે છે સમાજના વિવિધ વર્ગના લોકો આ અંગે?
પ્રમીલા રામજીભાઈ, ASI, અમદાવાદ
“હું મારા વિસ્તારમાં મહિલા અને બાળકો માટે કાર્યરત છું, સામાન્ય રીતે કોઈ પણ કેસ આવે તે પહેલા અમે મહિલા સાથે ચર્ચા કરીએ છીએ. પછી એ વિષય પર મહિલાના ફરિયાદ સંબંધિત વિષય પર જાણકારી મેળવયે છીએ. ત્યાં સુધીમાં ફરિયાદની સામાન્ય અરજી જ લેવામાં આવે છે. જેથી કરી આ પ્રકારના ખોટા કેસમાં કોઈ પણ પુરુષ ફસાય નહીં. જે બાદ અમે મહિલાના પતિ અને ફરિયાદ પર ઈન્વેસ્ટીગેશન કરીએ છીએ. આ તમામ પ્રક્રિયા દરમિયાન જો કોઈ મહિલા ખોટી દેખાય તો તેના પર પણ એક્શન લેવાય છે. અમે લગ્ન સંસારને લગતા કેસ પર ત્વરીત એક્શન નથી લેતા, કેમ કે આ લગ્ન સંબંધ માત્ર પતિ પત્નીનો નથી હોતો તેની સાથે બાળકો અને બે પરિવાર પણ હોય છે. જેથી કરી કોઈ પણ માસૂમના જીવન પર ખરાબ છાપ ના છૂટે તે વાતનું પણ ધ્યાન રાખીએ છીએ. ઘણી વખત એમ પણ બને કે મહિલા વિકલના પ્રભાવમાં આવી જાય આવી શક્યતાને નકારી ના શકાય”
પાર્થ રાવલ, એડવોકેટ, સિટી સિવિલ સેશન કોર્ટ અને હાઈકોર્ટ, અમદાવાદ
“લોકોએ કાયદાથી જાણકાર થવું જોઈએ, કાયદો એવા લોકોને જ મદદ કરશે જે કાયદાના જાણકાર છે. સ્ત્રીને તેનું સરક્ષણ કરવા ઢાલ રૂપી બની રહે તે હેતુ થી કાયદા તેમની તરફેણ માં બનાવેલ છે પણ હાલ કેટલીક સ્ત્રીઓ તે કાયદાઓનો તલવાર સ્વરૂપે દૂર ઉપયોગ કરી રહેલ હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય રીતે બે ભાગ છે એક તો અર્બન એરીયા અને બીજો છે વિલેજ એરીયા, અર્બન એરિયામાં લગભગ 80 થી 90 ટકા કેસ ખોટા થતાં જણાઈ આવે છે. વિલેજ એરીયામાં 50 ટકા કેસ ખોટા થતાં જણાઈ આવે છે. આવા જ થતાં કેસોને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ તમામ કોર્ટને જરૂરી સુચનો પણ કર્યા છે કાયદામાં સુધારા પણ લાવે છે. ઘણી વખત ભરણપોષણ માટે મહિલા પોતાના આવકના સ્ત્રોત છુપાવતી હોય છે. ભરણપોષણના કેસમાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આવક અને મિલકત બાબતે પુરાવા અને સોગંદનામુ આપવા ફરમાવેલ છે, જેથી કરી કોઈ મહિલા પુરુષ પર ભરણ પોષણનો કેસ કરે ત્યારે પુરુષ સાથે અન્યાય ન થાય. પુરુષને પત્ની તરફથી શારીરિક કે માનસિક ત્રાસ મળે ત્યારે માત્ર ડાયવોર્સ કેસ સિવાય બીજા કેસ કરવા માટે પ્રાવધાન નથી, જ્યારે મહિલાને મળતા શારીરિક, માનસિક ત્રાસ બાબતે ડાયવોઝ, ડોમેસ્ટિક વાયોલાન્સ, દહેજ ધારા, ભરણપોષણ કેસ બી.એન.એસ કલમ 84 ,(આઇ.પી.સી 498A)ફાઈલ કરે છે. ક્યારેક પોતાનું ધાર્યું કરવા કરાવવા આ કાયદાઓનો ઉપયોગ કરી દબાણ ઉભુ કરી ડાયવોઝ મેળવે છે અથવા ધાર્યું કરાવે છે. આવા સમયે પુરુષ ઉપર કે તેના પરિવાર ઉપર જો પત્ની અથવા અન્ય સ્ત્રી દ્વારા ખોટા આક્ષેપો કરી ફરિયાદ, FIR અથવા કોર્ટ માં અરજી કરવામાં આવે ત્યારે ગભરાવાની કે ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. નિષ્ણાત વકીલને મળીને હાઇકોર્ટ માં કોસિંગ પિટિશન કરી ફરિયાદ/ અરજીઓ પર સ્ટે, અથવા કોસ/કેન્સલ પણ કરવી શકાય છે.”
ડૉ. ઝરણા પાઠક, ડિરેક્ટર, અવાજ સંસ્થા, અમદાવાદ
“મારા મત પ્રમાણે, પુરુષ પર ખોટા આરોપ લગાવવાના કેસ એટલા મોટા પ્રમાણમાં નથી બનતા. કોઈક જ એવા કેસ હશે, જેમાં કાયદાનો દુરુપયોગ થાય. આ વસ્તુની નોંધ લઈ તંત્ર વધુ સતર્કતાથી કામ કરે તો, બીજી વખત આવું બનશે નહીં. કેમ કે, આવા કેસમાં પોલીસ તરત ફરિયાદ લેતી જ નથી. આવા કેસમાં જીતવાથી વધુ હારવાની શક્યતા હોય છે. કોઈ પણ એક કેસને લઈ બધા પર જર્જમેન્ટ પાસ કરવું એ બીજા કેસો માટે પણ યોગ્ય નથી. એટલા માટે જ સામાન્ય ઘરની સ્ત્રીઓ કોર્ટ સુધી પહોંચી જ શકતી નથી. ઘણી વખત એવું પણ બનતું હોય કે મહિલાને વકિલ દ્વારા કહેવામાં આવતું હોય કે, આવું કરવાથી કેસ સ્ટ્રોંગ થશે. આવા કેસમાં તંત્રએ એક્શન લેવું જોઈએ, વધુ સતર્કતાથી કેસની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.”
હેતલ પટેલ, આચાર્ય, હોલી ચાઈલ્ડ સ્કૂલ, કલોલ
“આ પ્રકારના કેસમાં ઘણી વખત ખોટું પણ અને ઘણી વખત સાચુ પણ હોય છે. મહિલા માટે આટલી બધી સુવિધા મળી છે, તેનો દુરુપયોગના કરવો જોઈએ. આ પ્રકારના કેસથી સમાજનો પણ સ્ત્રી પરનો ભરોસો ડગી જાય છે. સ્ત્રી એક ઘરનું કેન્દ્ર બિંદુ હોય છે તેને આવુ ના જ કરવું જોઈએ. પહેલાના સમયમાં પુરુષ ભણી ગણીને પણ અભણ સ્ત્રીઓને અપનાવતા હતા. પણ હવેના સમયમાં ભણેલી સ્ત્રી અભણ પુરુષને અપનાવતી નથી. ભાષાકીય શિક્ષણ નબળું પડ્યું એ પણ ક્યાંકને ક્યાંક આવું થવાનું કારણ બની શકે છે. પહેલાના સમયમાં શિક્ષણ સાથે સંસારના મૂલ્યોના પણ પાઠ ભણાવવામાં આવતા હતા, જે આજે ખોવાય ગયા હોય તેવું લાગી રહ્યું છે.”
રાજુભાઈ સરવૈયા, સામાજીક કાર્યકર, અમદાવાદ
“આવા કેસોનું પ્રમાણ ખુબ ઓછું હોય પણ, ઘણી વખત સમય સંજોગો પણ આ પ્રકારના કેસમાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવતા હોય. અત્યારનો સમય એવો છે બધી વસ્તુ આપણે ફોન કે સોશિયલ મીડિયામાં જોઈ શકીયે છે. ત્યારે આ સોશિયલ મીડિયાથી ઘણી વખત નાની વસ્તુઓ મોટી બબાલનું સ્વરૂપ ધારણ કરી લે છે. હું સોશિયલ મીડિયાનો કોઈ વાંક નથી બતાવી રહ્યો, પરંતુ તમામ વસ્તુ અસર કરતી હોય છે. લગ્ન સંસાર ત્યાગ અને સમર્પણની સુગંધીત થતું હોય છે. પણ જ્યારે ત્યાગની ભાવના જતી રહે છે, ત્યારે બદલાની ભાવનાથી આવી નિર્ણય લેવાય જતા હોય છે. આવા કેસોમાં કાયદો ખુબ સરસ કામ કરે છે અને સત્યને ન્યાય આપે છે.”
ભાવિક મોદી, આઇટી એન્જિનિયર, અમદાવાદ
“સ્ત્રી સુરક્ષાને સમર્થન આપનાર કાયદાનો હેતુ પીડિત મહિલાઓને ન્યાય પ્રદાન કરવાનું છે. જો કે, કેટલાક કેસોમાં દુરુપયોગ થાય છે, તો તેનો અર્થ એ નથી કે આખી વ્યવસ્થાને ખોટી માનવી જોઈએ. કાયદાઓના દુરુપયોગની શક્યતા દરેક ક્ષેત્રમાં હોય છે, અને તે માટે યોગ્ય તપાસ અને તકેદારી જરૂરી છે. તમામ પક્ષોને સાંભળીને નિર્ણય લેવો જરૂરી છે. આપણે આ પ્રકારના કેસોને પારદર્શિતા માટે ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ લાવવી જોઈએ. આ સાથે ફેક્ટ-ચેકિંગ અને ડેટા એનાલિટિક્સ દ્વારા બંને પક્ષો દ્વારા કરવામાં આવેલા દાવાનું મૂલ્યાંકન કરવું જોઈએ. અંતે તો કાયદો મહિલાઓની સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યો છે”
મુંબઈ: ભારતનો ડી ગુકેશ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન (World Chess Champion) બની ગયો છે. ગુકેશ પહેલા આ રેકોર્ડ રશિયન ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવના નામે હતો. આ રેકોર્ડ 1985થી તેના નામે હતો, તેને પાછળ છોડીને ભારતના ડી ગુકેશ હવે સૌથી યુવા ચેસ ચેમ્પિયન તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. ડી ગુકેશની આ શાનદાર જીત પર બોલિવૂડ અને દક્ષિણની ઘણી હસ્તીઓએ તેમના સંબંધિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સૌથી યુવા ચેસ ચેમ્પિયનને અભિનંદન પાઠવ્યા છે. અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌત ગુકેશને અભિનંદન આપનાર પ્રથમ સેલેબ્સમાંની એક હતી.
કંગના રનૌતે ડી ગુકેશને અભિનંદન પાઠવ્યા
કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે ડી ગુકેશને અભિનંદન પાઠવ્યા હતા. કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ખૂબ સારું! ભારતીય ચેસ માટે એક અદ્ભુત અને ઐતિહાસિક દિવસ. યુવા ગુકેશ ડોમ્મારાજુ, દેશને તમારા પર ખૂબ જ ગર્વ છે, જે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી યુવા ચેસ ખેલાડી બન્યો છે. આ સાથે તેણે ડી ગુકેશનો એક વીડિયો પણ શેર કર્યો છે.
આર માધવને પણ ખુશી વ્યક્ત કરી
આર માધવને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શ્રેણીબદ્ધ પોસ્ટ શેર કરી અને ગુકેશની જીત પર ગર્વ વ્યક્ત કર્યો. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું- ‘આ રીતે કરીએ છીએ. અમે જીતીએ છીએ, અમે ઉજવણી કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ અને સર્વશક્તિમાનનો આભાર માનીએ છીએ. વિશ્વ ચેમ્પિયન.’ આરઆરઆર ફેમ જુનિયર એનટીઆરએ પણ ડી ગુકેશને અભિનંદન પાઠવ્યા અને લખ્યું, “ભારતના પ્રતિભાશાળી અને વિશ્વના સૌથી યુવા ચેસ ચેમ્પિયન ડી ગુકેશને ખૂબ જ સલામ. તમારી મહાનતાની યાત્રામાં ઘણી વધુ જીત. ચમકતા રહો!”
A grand salute to @DGukesh, India’s prodigy and the world’s youngest chess champion. Here’s to many more victories on your journey to greatness. Keep shining!
History checkmated! Kudos to @DGukesh for becoming the youngest World Champion in chess history. India beams with pride!
Overcoming the opponent’s advantageous white pieces in the final game, speaks volumes of our champions composure and fortitude. pic.twitter.com/zlwlRxH6cX
કમલ હાસને લખ્યું- ‘ઈતિહાસ તપાસવામાં આવ્યો છે! ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બનવા બદલ ડી ગુકેશને અભિનંદન. ભારત ગર્વથી ચમકી રહ્યું છે!’ ચિરંજીવીએ પણ ડી ગુકેશની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું – “શાબાશ! વાહ! મારી છાતી ગર્વથી ફૂલી જાય છે પ્રિય ગુકેશ! કેટલી અદ્ભુત સિદ્ધિ! ભારતને તમારા પર ગર્વ છે! 18 વર્ષની ઉંમરે 18મી વિશ્વ ચેસ ચેમ્પિયન અને ઇતિહાસમાં માત્ર બીજો ભારતીય! સૌથી ઉપર, બનવું સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન ઇન્ડિયા રાઇઝિંગ મહાન છે!’
પીએમ મોદીએ પણ ખુશી વ્યક્ત કરી
તમને જણાવી દઈએ કે, ડી ગુકેશે ગુરુવારે સિંગાપોરમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી હતી. FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર મહાન વિશ્વનાથન આનંદ પછી ગુકેશ માત્ર બીજો ભારતીય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુકેશની ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરી છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ સૌપ્રથમ વાર લોકસભામાં ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણા સંવાદ અને ચર્ચાની પરંપરા રહી છે. આ ગૌરવશાળી પરંપરા છે.
તેમણે કહ્યું હતું કે દેશમાં જાતિ જન ગણતરીની જરૂર છે. જાતિ જન ગણતરીથી માલૂમ પડે છે કે કઈ જાતિની કેટલી સંખ્યા છે. તેમણે સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે સરકાર અનામતને નબળી પાડી રહી છે.તેમણે સંસદમાં ઉન્નાવ રેપ પીડિતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉન્નાવ રેપ પીડિતાને ન્યાય નથી મળ્યો. તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભાજપ પાસે વોશિંગ મશીન છે. અનેક લોકો સંસદમાં એવા છે, જે ત્યાં જઈને બેસી ગયા છે. આ લોકો વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા છે, એટલે ઓળખમાં નથી આવી રહ્યા.
उन्नाव में मैं एक रेप पीड़िता के घर गई। उसके खेत जलाए गए थे और उसके भाइयों को पीटा गया था।
मैं उस बच्ची के पिता से मिली। उस बच्ची के पिता ने कहा: ‘मुझे न्याय चाहिए। मेरी बेटी अपने जिले में FIR दर्ज कराने गई तो उसे मना किया गया। फिर उसे दूसरे जिले जाना पड़ा। वो रोज सुबह उठकर… pic.twitter.com/GDUVE3Jhy2
પહેલાં જ્યારે સંસદ કામ કરતી હતી ત્યારે લોકોને આશા હતી કે સરકાર મોંઘવારી અને બેરોજગારી પર ચર્ચા કરશે. લોકો માનતા હતા કે જો નવી આર્થિક નીતિ બનાવવામાં આવશે તો તે અર્થતંત્રને મજબૂત કરવા માટે બનાવવામાં આવશે. ખેડૂતો અને આદિવાસી ભાઈ-બહેનોનું માનવું હતું કે જો જમીન કાયદામાં સુધારો કરવામાં આવશે તો તે તેમના કલ્યાણ માટે થશે. તમે સ્ત્રી શક્તિની વાત કરો છો. આજે ચૂંટણીને કારણે આટલી બધી વાતો થઈ રહી છે. કારણ કે આપણા બંધારણે તેમને આ અધિકાર આપ્યો છે. મતોને પોતાની સત્તામાં રૂપાંતરિત કર્યા. આજે તમારે સમજવું પડશે કે તેમના વિના સરકાર બની શકે નહીં. તમે લાવેલા મહિલા સશક્તીકરણ કાયદાનો અમલ કેમ નથી કરતા? શું આજની સ્ત્રી 10 વર્ષ સુધી તેની રાહ જોશે?, એમ તેમણે કહ્યું હતું.
પાકિસ્તાન: પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ઈસ્લામાબાદની એક વિશેષ અદાલતે ગુરુવારે તોશાખાનાના નવા કેસમાં દોષિત ઠેરવ્યા છે. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) દ્વારા ઈમરાન ખાન અને તેમના પત્ની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.સ્થાનિક જિયો ન્યૂઝ અનુસાર, બાદમાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ આ કેસને પોતાના હાથમાં લીધો હતો. ગત સપ્ટેમ્બર મહિનામાં આ કેસમાં ચલણ ફાઈલ કરવામાં આવ્યું હતું. રાવલપિંડીની અદિયાલા જેલની વિશેષ અદાલતમાં કેસની સુનાવણી બાદ ઈમરાન ખાન અને બુશરા બીબી સામે આરોપો ઘડવામાં આવ્યા હતા.પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પહેલાથી જ અન્ય એક કેસમાં જેલમાં કેદ છે. આ પહેલા જેલમાં રહેલા ઈમરાન ખાનને તોશાખાના (તોશાખાના કેસ-2) સંબંધિત અન્ય એક કેસમાં જામીન મળ્યા હતા. ત્યાર બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટે જામીન તરીકે 10 લાખ પાકિસ્તાની રૂપિયાના બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. જો કે તે જેલમાંથી મુક્ત થયા ન હતા. બુશરા બીબી તોશાખાના કેસમાં જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે બુશરા બીબીને 10 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા. તેઓ રાવલપિંડીની અદિયાલા જેલમાં 9 મહિના સુધી કેદ હતા.
અમેરિકા: મેટા CEO, સામાન્ય રીતે માત્ર સાદા ગ્રે ટી-શર્ટ અથવા હૂડીમાં જોવા મળે છે. સાથે જ તેઓ લાંબા કર્લી વાળ અને ચાંદી અથવા સોનાની ચેન પહેરેલા જોવા છે. આવી જ તેમની જૂની ગોલ્ડ પ્લેટેડ ક્યુબન લિંક ગોલ્ડ વર્મીલ ચેઈન ઓનલાઈન હરાજી માટે મૂકવામાં આવી હતી. જેની હરાજી $40,500માં થઈ છે. આ કિંમત તેની મૂળ કિંમત કરતાં લગભગ 100 ગણી વધું છે.ટિલ્ટિફાઇ, એક ભંડોળ ઊભું કરવા માટેનું પ્લેટફોર્મ છે. તેમણે ઝકરબર્ગની ફેસબુકના શરૂઆતના દિવસોમાં પહેરેલી સોનાની ચેઇન પૈકીની એકની હરાજી કરી છે. જે 6.5mm ક્યુબન ચેઇન ગોલ્ડ વર્મીલ પ્રકારની છે. જેની બજાર કિંમત માત્ર $425 છે.માર્ક ઝુકરબર્ગની ગોલ્ડ વર્મીલ ચેઇન કે જેમણે કદાચ થોડાક સમય માટે જ પહેરી હતી, તેના માટે 96 જેટલી બોલી લગાવવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર હરાજીની શરૂઆત $2,500ની બિડ સાથે થઈ અને કિંમત સતત વધતી ગઈ. હરાજીમાં અંતિમ બોલી લગાવનાર વ્યક્તિ સહિતના મોટાભાગના બિડરોએ અનામી રહેવાનું પસંદ કર્યું છે.Tiltify અનુસાર, ઝકરબર્ગે આ અઠવાડિયે બુધવારે યોજાયેલી લોંગ જર્ની ચેરિટી પોકર ટૂર્નામેન્ટ વિશે સાંભળ્યા બાદ હરાજીમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને તેનું કારણ ઇન્ફ્લેક્શન ગ્રાન્ટ્સને સમર્થન આપવાનું છે. માર્ક ઝકરબર્ગે આ ચેઇનને “ટાઇમલેસ પીસ” તરીકે ગણાવી છે. વિજેતા બિડરને માત્ર ચેઇન જ નહીં પરંતુ ઝકરબર્ગનો વ્યક્તિગત વીડિયો પણ મોકલવામાં આવશે.
બુધવાર, ૧૨ ડિસેમ્બરે મુંબઈમાં નમતા બપોરે પુરુષોત્તમ ગૌરીશંકર ઉપાધ્યાયનું ૯૦ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું, એ જ રાતે એમના અંતિમ સંસ્કાર થયા. છેલ્લા બે દિવસમાં વિવિધ અખબારો, વેબપોર્ટલ, ન્યુઝચેનલોએ પુરુષોત્તમભાઈ વિશે કહેવા જેવું લગભગ બધું જ કહી દીધું છે. હજી જૂન મહિનામાં ‘ચિત્રલેખા’એ એમની વિસ્તૃત મુલાકાત પ્રકાશિત કરી. ૭ જૂન, ૨૦૨૪ની બપોરે મુંબઈના પૅડર રોડ પર આવેલા એમના ઘરે જવાનું થયેલું. સાથે હતા અમારા તસવીરકાર દીપક ધુરિ. આમેય ‘ચિત્રલેખા’ સાથે એમનો ગાઢ, હૂંફાળો નાતો.
ગુજરાતી ગીત-સંગીતની જંગમ વિદ્યાપીઠ સમા પુરુષોત્તમભાઈ સાથેની એ છેલ્લી મુલાકાતમાં પી.યુ. તો મળ્યા જ, બોનસમાં એમને મળવા આવેલા આસિત-હેમા દેસાઈ પણ મળ્યાં. પત્ની ચેલનાબહેન, પુત્રી બિજલ (બીજાં પુત્રી વિરાજ બહારગામ હતાં), હંસા દવે. છેલ્લા થોડા સમયથી પુરુષોત્તમભાઈની સ્મૃતિ અવારનવાર દગો દઈ જતી છે, પણ સંગીતની વાત આવે એટલે સૂરતાલ પકડી લે. આનો અનુભવ એ દિવસે થઈ ગયેલો. પુરુષોત્તભાઈ-આસિતભાઈ-હેમાબહેને એક નાનકડી, અનૌપચારિક સંગીત બેઠક જામી ગયેલી.
ગુજરાતના ખેડા જિલ્લામાં નડિયાદ પાસે પાટીદારોના ઉત્તરસંડા ગોમમાં ભૂદેવ-પરિવારમાં ૧૫ ઑગસ્ટ, ૧૯૩૪ના રોજ જન્મેલા પુરુષોત્તમભાઈની છેલ્લી મુલાકાતના અંશઃ
ગીત-સંગીત સાથે પ્રથમ પરિચયઃ “શૈશવકાળમાં રોજ સવારે માતા (વિદ્યાગૌરી) તાલબદ્ધ ગણગણતી તે સાંભળતો. ગામના એક શ્રીમંતપરિવારના ઘરે રેડિયો હતો. હું એમના ઘરની બારી નીચે ઊભો રહું. રેડિયોમાંથી નૂરજહાં-બડે ગુલામ અલી ખાં-બરકત અલી સાહેબનાં રેકૉર્ડિંગ લાહોરથી પ્રસારિત થતાં એ સાંભળું. તે સમયે (૧૯૩૦ના દાયકામાં) ફિલ્મો મોટા ભાગે પૌરાણિક વિષયો પર બનતી, જેમાં રાગ આધારિત શુદ્ધ શાસ્ત્રીય ગીત-સંગીત રહેતાં. ‘રામરાજ્ય’ મેં જોયેલી પહેલી ફિલ્મ.”
પહેલો પરફોરમન્સઃ “૧૯૪૦માં અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં ભારત ભુવન થિયેટરમાં ‘અપર માતા’ નામના નાટકનો પ્રીમિયર. આ નાટક માટે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે ભજન લખેલું- ‘સાધુ, ચરણકમલ ચિત્ત જોડ… જાતની મિથ્યા માયા છોડ…’ છ વર્ષની ઉંમરે મેં એ ગીત રજૂ કર્યું, જેના સોળ વન્સ મોર થયા. સત્તરમી વાર વન્સ મોર થયો ત્યારે હું સ્ટેજ પર ઊંઘી ગયેલો. તે સમયના પ્રસિદ્ધ પત્રકાર બદરી કાચવાળા અપર માતા જોવા આવેલા. મારા પરફોર્મન્સથી ખુશ થઈને એમણે મને પચ્ચીસ રૂપિયાનું ઈનામ આપેલું.”
મુંબઈ-આગમનઃ “૧૩-1૪ વર્ષની વયે હું નડિયાદથી મુંબઈ આવ્યો. ઉત્તરસંડામાં મારા ફળિયામાં રહેતા કોઈ સજ્જને મુંબઈમાં ઠાકુરદ્વાર વિસ્તારમાં રહેવાની સગવડ કરી આપી. આ વિસ્તારમાં કલ્યાણજી-આણંદજીના પિતા વીરજી શાહની કરિયાણાની દુકાન. વીરજી બાપા અવારનવાર મને આર્થિક સહાય કરતા. એ વખતે મારો પરિચય કવિ મનસ્વી પ્રાંતિજવાળા, છનાલાલ ઠાકોર (સંગીતકાર), ગીત-સંગીત ક્ષેત્રે એક વિરાટ નામ દિલીપ ધોળકિયા, વગેરે સાથે થયો. એમની સાથે ગાવાની તક મળી.”
રંગભૂમિ પર પુનઃ પ્રવેશઃ “એ વખતે મુંબઈના દાદર વિસ્તારના નંદ નાટ્યગૃહમાં ગુજરાતી નાટક થતાં. નાટ્યગીતલેખક જાણીતા કવિ જીવણલાલ બ્રહ્મભટ્ટે મારો પરિચય અશરફ ખાન સાથે કરાવ્યો. રીતે દસેક વર્ષ બાદ ફરી એક વાર મારી રંગભૂમિ પર એન્ટ્રી થઈ. ‘પ્રિન્સિપાલ’ નામના એ નાટકના એક પ્રયોગમાં ‘સનરાઈઝ પિક્ચર્સ’વાળા વી.એમ. વ્યાસ આવ્યા. મારો પરફોર્મન્સ જોઈ એ એટલું જ બોલ્યાઃ છોકરા, કાલે મારી ઑફિસે આવીને મળજે. વી. એમ. વ્યાસ તે વખતે ‘શામળશાનો વિવાહ’ નામનું પિક્ચર બનાવી રહ્યા હતા. ફિલ્મ માટે સંગીતકાર છનાલાલ ઠાકુરે એક ગરબો બેસાડ્યો હતો. દિલીપ ધોળકિયાએ એમાં પુરુષનો સ્વર આપ્યો ને સ્ત્રીના અવાજમાં ગાનારો હું…”
અવિનાશ વ્યાસ સાથે મેળાપઃ તળ મુંબઈના ફિરોજશા મહેતા રોડ પર લક્ષ્મી બિલ્ડિંગમાં ગ્રામોફોન કંપની એચએમવીના રેકૉર્ડિંગ સ્ટુડિયોના એક બૂથમાં ‘શામળશાનો વિવાહ’ના ગીતનું રેકૉર્ડિંગ હતું. બાજુના બૂથમાં કોઈ ગુજરાતી ગરબાનું. મારો અવાજ સાંભળી બાજુના બૂથમાં રેકૉર્ડિંગ કરી રહેલા સંગીતકારે પૃચ્છા કરી કે આ કોણ ગાય છે? એચએમવીના ગુજરાતી વિભાગના વડા આર. ડી. વ્યાસે મને ઊભો કરીને કહ્યું, આ ગાય છે. પગથી માથા સુધી મને નિહાળી એમણે પૂછે છેઃ ‘છોકરા… મારા માટે શાઈશ?’ મેં હા પાડીને ધીમેકથી કહ્યું, આ છોકરાનું નામ પુરુષોત્તમ છે.”
મુંબઈમાં ઠેકાણું મળે છેઃ “એ વખતે હું કવિ જીવણલાલ બ્રહ્મભટ્ટને ત્યાં રહેતો. મુરાભાટ લેનમાં માળો. ઘરમાં છ જણ રહે. હું ચાલીમાં સૂઈ રહેતો. સવારે ચાર વાગ્યે ભોંયતળિયે જઈને પાણી ભરી ત્રણ માળ ચઢી મોરીમાં ગોઠવી દેવાનું. નાહીને ઘરનાં કામ. શરીર તૂટી જતું. અવિનાશભાઈએ પ્રેમાદેશ આપ્યોઃ કાલથી મારે ત્યાં રહેવા આવી જજે. ત્યારથી હું અવિનાશભાઈનો જાણે પડછાયો બની ગયો. એમની છત્રછાયા હેઠળ બે પ્રતિભા પોતપોતાની રીતે પાંગરીઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસ.”
પ્રથમ સ્વરાંકનઃ “ભારતીય વિદ્યા ભવનમાં આ માસનાં ગીતોના ગરબાના કાર્યક્રમમાં દસ ગરબા ગવાય, જેમાં એક ગરબો દીવડાનો હોય. નવ ગરબા અવિનાશભાઈ લખે, એક દીવડાનો ગરબો ‘વંદે માતરમ્’ અખબારના પત્રકાર, જાણીતા લેખક-ગીતકાર જિતુભાઈ મહેતા લખે. એક વાર જિતુભાઈએ ગરબો લખ્યોઃ ‘અમથી અમથી મૂઈ, ઓલ્યા માંડવાની જૂઈ…’ કોઈ કારણસર અવિનાશભાઈ એ ગરબાનું સ્વરાંકન કરી શક્યા નહીં એટલે એમની ગેરહાજરીમાં મેં સ્વરાંકન કર્યું, જે જબરદસ્ત હિટ થયું. આ મારું પહેલું સ્વરાંકન.”
પહેલું વાહન મળે છેઃ “બિરલાપરિવારની કંપની હિંદ સાઈકલના મૅનેજર મધુસૂદન વોરાએ મને એમના પુત્રને સંગીતની તાલીમ આપવા વિનંતી કરી. હું ત્યારે અવિનાશભાઈના ઘરે (સાંતાક્રુઝ) રહેતો. ત્યાંથી ચાલતો પાર્લા શિષ્યના ઘરે જતો. એક વાર મધુસૂદનભાઈને ખબર પડી કે સંગીતશિક્ષક ચાલતા આવે છે. બીજા જ દિવસે એમણે નવીનક્કોર સાઈકલ સાંતાક્રુઝ મોકલી. સાથે એક ચબરખીઃ હવેથી ચાલતા ન આવશો.”
આ દરમિયાન ૧૯૬૭માં મુંબઈના લબ્ધપ્રતિષ્ઠિત આર.સી. ઝવેરીપરિવારનાં ચેલના ઝવેરી સાથે પુરુષોત્તમભાઈનાં પ્રેમલગ્ન થયાં.
જાહેર કાર્યક્રમોઃ “પહેલો જાહેર કાર્યક્રમ ૧૯૫૦માં મુંબઈના ભુલેશ્વર વિસ્તારની ફૂટપાથ પર. આ કાર્યક્રમના મને પાંચ રૂપિયા મળેલા. એમાંથી બે રૂપિયા ઢોલક વગાડનાર સૂર્યકાંત પંચોલીને આપ્યા. ૧૯૬૨માં પહેલો વિદેશપ્રવાસ ઈસ્ટ આફ્રિકાનો ખેડ્યો. જાણીતા ગાયક-સંગીતકાર હિમેશ રેશમિયાના પિતા સ્વ. વિપિન રેશમિયા ક્લેરિયનેટ વગાડતા. એમણે ઈસ્ટ આફ્રિકાની ટૂર ગોઠવેલી. વિપિનભાઈ, જો કે, ઍર ઈન્ડિયાના વિમાનમાં ગયા, જ્યારે હું સ્ટેટ ઑફ બૉમ્બેનામની સ્ટીમરમાં, કેમ કે સ્ટીમરનું ભાડું વિમાન કરતાં ઘણું સસ્તું. આ માટે મારે એકાદ મહિના પહેલાં નીકળવું પડ્યું. પછી તો અમે કંઈકેટલા વિદેશપ્રવાસ કર્યા.”
પોતાનું ઘરઃ “૧૯૬૧ની આસપાસ ઉદ્યોગપતિ યોગેશ માણેકલાલે મુંબઈમાં એક કાર્યક્રમ યોજ્યો. આ માટે ‘પુરુષોત્તમ ઉપાધ્યાય ફેલિસિટેશન કમિટી’ બની. આ કાર્યક્રમમાં નેવું હજાર રૂપિયા ભેગા થયા. નેવું હજાર રૂપિયામાંથી મુંબઈમાં પ્રસિદ્ધ બાણગંગા વિસ્તારમાં વન બેડરૂમ-હૉલ- કિચનનો ફ્લૅટ પચ્ચીસ હજાર રૂપિયામાં લીધો. બાકીના પૈસા મેં બૅન્કમાં મૂક્યા. થોડાં વર્ષ બાદ અમે મુંબઈના પ્રસિદ્ધ પૅડર રોડ પર શિફ્ટ થયા.”
ટોટલ એન્ટરટેનરઃ “મારું એવું માનવું છે કે શ્રોતાને કાર્યક્રમનો ભાર ન લાગવો જોઈએ. વચ્ચે વચ્ચે થોડી હળવી વાતો કરી શકાય. પિતાની રમૂજની સૂઝ મને વારસામાં મળી. પિતા વેટરનરી ડૉક્ટર, પણ એમનો સ્વભાવ ભારે ટીખળી. પછી કલ્યાણજી-આણંદજીનો સંગાથ થયો. અવારનવાર કલ્યાણજીભાઈ મને બોલાવતાઃ ‘સાંભળ, અમિતાભ (બચ્ચન) આવે છે. તું આવી જા.’ મારા ઘરથી બે મિનિટના અંતરે આવેલા કલ્યાણજીભાઈના વિમલા મહેલમાં હું પહોંચી જતો. મળસકે ચા-પાણી બાદ અમે છૂટા પડતા. બેંગલોરમાં ‘ફૂલી’ ફિલ્મના શૂટિંગ વખતે અમિતાભના પેટ પર ખલનાયક પુનિત ઈસ્સરનો મુક્કો કંઈ એવો વાગ્યો કે દેશઆખો ઈજાગ્રસ્ત થઈ ગયેલો. એક દિવસ હું એમની ખબર કાઢવા ગયો. મને જોતાંવેંત અમિતાભ પલંગમાં બેઠા થઈ ગયા. કમરેથી લળી, હાથનો લટકો કરતાં બોલ્યાઃ ‘આઈયે ખાં સા’બ… કૈસે હો?’ પછી ખડખડાટ હસી પડ્યા.”
ફિલ્મી સફરઃ પહેલી ફિલ્મઃ ‘લીલુડી ધરતી’ (૧૯૬૮), જેમાં મેં ગૌરાંગ વ્યાસ સાથે સંગીત આપ્યું. પછી તો ‘ઉપર ગગન વિશાળ’થી લઈને ‘કુળદીપક,’ ‘મચ્છુ તારાં વહેતાં પાણી,’ વગેરે જેવી ૨૦થી વધુ ફિલ્મમાં સંગીત આપ્યું, જ્યારે નાટ્યસંગીતયાત્રા આરંભાઈ કાન્તિ મડિયા સાથે. ‘આતમને ઓઝલમાં રાખ મા’ (૧૯૬૮)થી મડિયાનાં તમામ નાટકોમાં સંગીત મારા હસ્તક રહેતું. ‘અમે બરફનાં પંખી’ અને ‘દાદાને આંગણ આંબલો’ જેવાં ૩0થી વધુ નાટ્યગીત-સંગીત…”
દિગ્ગજો સાથે જમાવી જોડીઃ “એ સમયે ગ્રામોફોન કંપનીનો ગુજરાતી ડિપાર્ટમેન્ટ દિલીપભાઈ-પુરુષોત્તમભાઈ સંભાળતા. કંપનીની અદમ્ય ઈચ્છા કે મોહમ્મદ રફી પાસે ગુજરાતીમાં ગવડાવવું. દિલીપભાઈએ આ કામ મને સોંપ્યું. અમે રફી સાહેબના ઘરે ગયા, સ્વરાંકન સંભળાવ્યું. રેકોર્ડિંગ થયું અને સુપરહિટ. ગઝલના શબ્દો? ‘દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી.’ રચયિતાઃ ગની દહીંવાલા. રફી સાહેબ ઉપરાંત મેં લતા મંગેશકર અને આશા ભોસલેથી માંડીને મન્ના ડે, મુકેશ જેવાં બિનગુજરાતીઓ પાસે ગીતો ગવડાવ્યાં. લતા મંગેશકરે પોતાની કારકિર્દીમાં ગાયેલા પહેલા ગુજરાતી ગીતનું સ્વરાંકન કર્યું. કાનમાં મધુર રસ ઘોળે એવી દયારામની મધ્યકાલીન રચનાઃ ‘હવે સખી નહીં બોલું નહીં બોલું નહીં બોલું રે…’ કે પછી ‘માઝમ રાતે નીતરતી નભની ચાંદની…’ આશા ભોસલેનું ઢોલ ઢમક્યા કે મુકેશનું હરિ હળવે હળવે હંકારો, મારું ગાડું ભરેલ ભારી, વગેરે.
બેગમ અખ્તરે એમની કારકિર્દીમાં માત્ર બે જ ગુજરાતી રચનાને કંઠ આપ્યો. બન્નેમાં સ્વરાંકન મારું. ૧) મરીઝ સાહેબની રચનાઃ ‘મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે…’ ૨) બરકત વીરાણી ‘બેફામ’ની રચનાઃ ‘શું જલું કે કોઈની જાહોજલાલી થાય છે, એ દશા એવી છે જ્યાંથી, પાયમાલી થાય છે…”
0 0 0
ઢળતી સાંજે હવે છૂટા પડવાનું ટાણું આવે છે. પાંચ દાયકા કરતાં વધુ સમયથી પુરુષોત્તમભાઈની સંગીતસફરનાં સાક્ષી અને સહપ્રવાસી એવાં હંસા દવે કહે છેઃ “એમનો મોટો ગુણ એટલે પોઝિટિવ થિંકિંગ. ગમે તેવું અઘરું ઑડિયન્સ હોય- અમને લાગે કે આજે ભારે થવાની, પણ પુરુષોત્તમભાઈનો જાદુ ચાલે જ ચાલે.”
તો પત્ની ચેલનાબહેન કહે છેઃ “આજે પણ એમને માણસો ગમે છે, એમને મળવું ગમે છે, મહેફિલ ગમે છે, ગાવું ગમે છે. સુરતથી અમુક યુવા સ્વરકારો આજે પણ દર રવિવારે આવે છે માત્ર એમની સમક્ષ ગાવા.”
ઓસ્ટ્રેલિયા: જય શાહ ICCના નવા અધ્યક્ષ બન્યા પછી સૌપ્રથમ બ્રિસ્બેનમાં 2032 ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીને મળ્યા. 2032 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં થવાનું છે. આ ગેમ્સમાં ક્રિકેટને પણ સામેલ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. ક્રિકેટની રમત વાસ્તવમાં તો 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પરત ફરી રહી છે.
BCCIના પૂર્વ સેક્રેટરી અને વર્તમાન ICC અધ્યક્ષ જય શાહે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં મિટિંગના કેટલાક અંશો બતાવવામાં આવ્યા છે. દેવજીત સૈકિયા કે જેમને તાજેતરમાં BCCIના વચગાળાના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ પણ બ્રિસ્બેનમાં હાજર છે.પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને હાલમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે જય શાહનું ઓસ્ટ્રેલિયા જવું સૂચક માનવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીના મુદ્દામાં BCCIના સમર્થકોમાંનું એક છે. જય શાહને 3 જાન્યુઆરીથી શરૂ થનારી સિડની ટેસ્ટ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સે આમંત્રણ આપ્યું હતું.
એક તરફ ‘પુષ્પા 2’ ફિલ્મની સફળતાથી લોકો પાગલ થઈ રહ્યા છે, તો બીજી તરફ સુપરસ્ટાર અલ્લુ અર્જુનના ચાહકો માટે ખરાબ સમાચાર છે. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. 4 ડિસેમ્બરના રોજ, ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના અંગે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો, ત્યારબાદ થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ
વાસ્તવમાં આ ઘટના ત્યારે બની જ્યારે ફિલ્મ ‘પુષ્પા 2’ની રિલીઝની પૂર્વ સંધ્યાએ સંધ્યા સિનેમા હોલમાં સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો એડવાન્સ ટિકિટ ખરીદીને અહીં ફિલ્મ જોવા આવ્યા હતા અને કોઈને ખબર નહોતી કે અલ્લુ અર્જુન પણ ત્યાં આવવાનો છે. પરંતુ અલ્લુ અર્જુનની ટીમે અચાનક તેની મુલાકાત નક્કી કરી અને તે થિયેટરમાં પહોંચતાની સાથે જ તેના ચાહકો તેને જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા, જેના કારણે નાસભાગ મચી ગઈ. નાસભાગમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો, જેના કારણે અલ્લુ અર્જુન અને અન્ય લોકો પર ગુનાહિત બેદરકારીના આરોપો લાગ્યા.
હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી
અલ્લુ અર્જુને આ ઘટનાને લઈને તેલંગાણા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે આ ઘટનામાં તેનો કોઈ દોષ નથી. તે સમયે તે કમનસીબે ત્યાં હાજર હતો. આ પહેલા પણ એક કેસમાં તે શિલ્પા રવિ રેડ્ડીના ઘરે બનેલી એક ઘટનામાં હાજર રહ્યો હતો, પરંતુ તે કેસમાં હાઈકોર્ટે તેને રાહત આપી હતી. હવે આ નવા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
પુષ્પા 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે
આ ઘટના છતાં પણ ફિલ્મ ‘પુષ્પા 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં જ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે અને અત્યાર સુધીમાં વિશ્વભરમાં 1,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તેના હિન્દી વર્ઝને તેલુગુ વર્ઝન કરતાં વધુ કમાણી કરી છે.