પ્રશ્ન: મારા મૅરેજ ફેબ્રુઆરીમાં છે, મેં બ્યુટી પાર્લરની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી છે. ચહેરા પર નૅચરલ ગ્લો લાવવા તેમ જ આ
સમયે સ્ફૂર્તિલાં રહેવા માટે મારે કેવો ડાયેટ લેવો જોઈએ?
– ધૃતિ ભટ્ટ (બેંગલુરુ)
ઉત્તર: લગ્ન સમયે ભાગાદોડી વધે એ સાહજિક છે અને એટલે થાક તથા ઉજાગરાને કારણે ચહેરા પર ડલનેસ આવી જાય છે. અત્યારે તો પાર્લરમાં બ્રાઈડલ પૅકેજ હોય છે, જેમાં એકાદ મહિના પહેલાં જ સ્કિન પર ગ્લો લાવવા માટેની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં સારી બ્રાન્ડની પ્રોડક્ટ્સ વપરાય એ ખાસ જરૂરી છે, જેથી કેમિકલની આડઅસરથી બચી શકાય.
બ્યુટી પાર્લરની ટ્રીટમેન્ટ સિવાય ઘરઘથ્થુ પોષણકીય ઉપચાર દ્વારા પણ ત્વચાની રૂક્ષતાથી બચી શકાય. સ્કિન પર ગ્લો લાવવા માટે સૌથી પહેલાં તો ચિંતામુક્ત રહેવું તેમ જ પૂરતી ઊંઘ લેવી. સવારના ઊઠતાંની સાથે હૂંફાળું પાણી લીંબુ તેમ જ મધ નાખીને પીવું. આવા હૂંફાળા પાણી દ્વારા શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોનો નિકાલ થાય છે. લીંબુ તેમ જ મધમાં વિટામિન સી અને ઍન્ટિઑક્સિડન્ટ્સ છે, જે ત્વચાને ચમકીલી બનાવવામાં મદદ કરશે.

મૅરેજના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલાં હેલ્ધી ડાયેટની શરૂઆત કરવી, કારણ કે આહાર દ્વારા પરિણામ આવતાં થોડો સમય લાગે છે. જો કે એની અસર પણ લાંબો સમય રહે છે. દિવસ દરમિયાન સ્કિનને હાઈડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું. રોજનું ૧૨થી ૧૪ ગ્લાસ પાણી શરીરને તંદુરસ્ત રાખવા માટે તથા સ્કિનને રૂક્ષ (ડ્રાય) બનતી બચાવવા માટે જરૂરી છે. ફ્રૂટ જ્યુસ, વેજિટેબલ જ્યુસ અથવા તો સૂપનો ભરપૂર ઉપયોગ કરવો. ગાજર, બીટરૂટ, સફરજન, દાડમ, કાકડી, લીંબુ, એલોવેરા, ચેરી, વગેરે વેજિટેબલ્સ તેમ જ ફ્રૂટ્સ સ્કિનને ગ્લો અપાવે છે આથી એનો નિયમિત ઉપયોગ કરો.
સ્કિનને હેલ્ધી રાખવા ઓમેગા-થ્રી ફૅટી ઍસિડવાળાં ફૂડ્સ, જેવાં કે ફ્લેક્સ સીડ્સ, અખરોટ, બદામ, વગેરેનો ઉપયોગ કરી શકાય. વધુપડતા તીખા તેમ જ તળેલા આહાર ન લેવાય એ આ સમયે જરૂરી છે. બને ત્યાં સુધી બહારના અનહેલ્ધી આહાર ટાળવા.
પ્રશ્ન: મારી જૉબમાં મારે ઘણી વખત મહિનાઓ સુધી નાઈટ ડ્યુટી કરવાની રહે છે, જેને કારણે મારો જમવાનો સમય નક્કી રહેતો નથી. એને કારણે મને પેટમાં ગરબડ રહે છે. આવી સ્થિતિમાં મારે હેલ્થી રહેવા શું કરવું જોઈએ?
– હિરેન અઢિયા (વડોદરા)
ઉત્તર: સામાન્ય રીતે આપણી સવારથી સાંજ કામ કરવું અને રાત્રે આરામ કરવો એવી દિનચર્યા હોય છે, જેમાં ફેરફાર થવાને કારણે આહારમાં ધ્યાન રાખી શકાતું નથી, જેથી મેટાબોલિક તેમ જ હોર્મોનલ ફેરફાર જોવા મળે છે, જેની આડઅસર રૂપે વજનમાં ઓચિંતો વધારો, સ્કિન ડ્રાય થવી, આંખ પાસે ડાર્ક સર્કલ્સ થવાં, પિમ્પલ્સ, વાળ સફેદ થવા, કૉન્સ્ટિપેશન, ગૅસ, ઍસિડિટી સહિતની પાચનને લગતી અસર થઈ શકે છે.
સામાન્ય રીતે મોડી રાત સુધી જાગતી વ્યક્તિ રાતે આહાર લેવાનું ટાળે છે, પણ ઊંઘ ન આવે એ માટે ચા, કૉફી, કોલ્ડ ડ્રિન્ક્સ તેમ જ ઑઈલી સ્નૅક્સ લે છે. એને કારણે ડાઈજેશનને લગતી તકલીફ થાય છે. અગર રાતે કામ કરવાનું છે તો એ બાબતનું ચોક્કસ ધ્યાન રહે કે દિવસ દરમિયાન ઓછામાં ઓછી છથી સાત કલાકની ઊંઘ મળી રહે. દિવસના સમયે બને ત્યાં સુધી ભારે લંચ લેવાનું ટાળવું. તમારા કામ પર જવાના સમય પહેલાં થોડું વ્યવસ્થિત ડિનર લઈને કામે જવું, જેમાં ભારે ડિનર ન લેતાં હળવો તેમ જ પેટ ભરાય એવો આહાર લેવો. રાત્રે ચા, કૉફી, કોલ્ડ ડ્રિન્કના ઉપયોગથી પિત્ત તેમ જ ઍસિડિટી થવાના ચાન્સ વધે છે એટલે એ લેવાનું ટાળવું. એને બદલે જ્યુસ, નાળિયેરપાણી, સૂપ, લેમન વૉટર લઈ શકાય.
રાત્રે તળેલા સ્નૅક્સની જગ્યાએ શીંગ, દાળિયા, પૉપકૉર્ન, ખાખરા, મમરા જેવા હળવા સ્નૅક્સ સ્ફૂર્તિદાયક રહેશે. પુષ્કળ પાણી પીવાની આદત રાખવી, જેથી ડાઈજેશનને લગતી તકલીફ ન રહે.

પ્રશ્ન: હું શિયાળામાં મારા ફૅમિલી માટે રોજ સવારે વેજિટેબલ્સના જ્યુસ બનાવું છું, એને પૌષ્ટિક બનાવવા એમાં શું શું ઉમેરી શકાય?
– બીના પટેલ (અમદાવાદ)
ઉત્તર: શિયાળાની સવાર એટલે વેજિટેબલ્સ અને જ્યુસ માટેનો આઈડિયલ સમય. આ સીઝનમાં તાજાં વેજિટેબલ્સ ઘણા વિકલ્પ સાથે મળે છે. તમારી જરૂરત મુજબ તમે વેજિટેબલ્સનો ઉપયોગ કરી શકો. મુખ્યત્વે જ્યુસમાં આંબળાં, ફુદીનો, બીટરૂટ, ગાજર, દૂધી, વગેરેનો ઉપયોગ થતો હોય છે, જે હિમોગ્લોબિનની માત્રા સુધારવા ઉપરાંત પાચન માટે અને હાઈપરટેન્શનની તકલીફવાળી વ્યક્તિ માટે ગુણકારી છે. આવા જ્યુસમાં વધુ ઍન્ટિઑક્સિડન્ટ ઉમેરવા માટે એમાં લીલી હળદર, આદું ઉમેરી શકીએ. સ્વાદ સ્વીકાર્ય બનાવવા એમાં ઑરેન્જ અથવા મોસંબી પણ ઉમેરી શકાય. ડાયાબિટીસ હોય એવા લોકો બીટરૂટ કે ફ્રૂટ ન ઉમેરે એ જરૂરી છે, અન્યથા સુગર વધવાના ચાન્સ રહે છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ વેજિટેબલ્સ જ્યુસમાં મેથી કે કારેલાં ઉમેરી શકે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)





ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. આવું કરનાર તે વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેની ઉંમર માત્ર 18 વર્ષની છે. તેઓએ 14મી ગેમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને 1-0થી હરાવ્યું. હવે સ્કોર 7.5-6.5 છે. બુધવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની 13મી ગેમમાં ગુકેશને 68 ચાલ બાદ ડ્રો રમવી પડી હતી.
ડી. ગુકેશ સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો છે અને ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી બન્યો. તેના પહેલા વિશ્વનાથન આનંદ 2012માં ચેસ ચેમ્પિયન બન્યા હતા. ગુકેશે અગાઉ 17 વર્ષની વયે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી હતી. ત્યારબાદ તે આવું કરનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો. 138 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બે એશિયન ખેલાડીઓ એકબીજાનો સામનો કરી રહ્યા હતા. વિજેતાને રૂ. 20.86 કરોડ (US$2.5 મિલિયન) મળશે.


આ બાંધકામ વર્ષ 2028 સુધીમાં ત્રણ ફેઝની અંદર પૂર્ણ કરવાનો શક્યતા છે. જેમાં 12,000 સ્ક્વેર ફીટનો પહેલો ફેઝ 30 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે, જેનું લોકાર્પણ 15મી ડિસેમ્બર, રવિવારના રોજ સવારે 9:30 વાગે મોરારિબાપુના હસ્તે કરવામાં આવશે.
સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટના ડિરેક્ટર ડોક્ટર ભાવિન પટેલે
હોસ્પિટલના ત્રીજા ફેઝમાં બ્લાઇન્ડ રિહેબ્લિકેશન સેન્ટર બનાવવામાં આવશે. જેમાં જે લોકો નેત્રહીન થયા છે તેવા લોકોને LOCO MOTOR TRAININGના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવશે. તેઓને ટ્રાવેલિંગમાં અને રોજગાર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. જેના માટે સ્પેશિયલ ટ્રેનર ટીચર્સને રાખવામાં આવશે. આ હોસ્પિટલની અંદર 100થી વધારે ડોક્ટર તેમજ 700થી વધારે સ્ટાફની નિમણૂક કરવામાં આવશે.







નોંગન તાઇપિંગચી આઇસ અને સ્નો હાફ મેરેથોનનું આયોજન 29 ડિસેમ્બરે કરવામાં આવશે. જેમાં હાફ મેરેથોનના પુરુષ અને મહિલા ચેમ્પિયનને એક ગાય આપવામાં આવશે. જો વિજેતા ગાય લેવા નથી માંગતા તો બદલામાં 6,000 યુઆન (લગભગ 70,000 રૂપિયા) પણ લઈ શકે છે.
બીજા સ્થાને વિજેતાને તાઈપિંગ તળાવમાં ઉછેરવામાં આવતી જંગલી માછલી મળશે. જ્યારે અન્ય ઈનામોમાં તે જ તળાવમાં ઉછેરવામાં આવતા હંસ અને બતકનો સમાવેશ થશે. આ ઉપરાંત, ચિકન પણ આપવામાં આવશે. અન્ય વિજેતાઓને દસ કિલોગ્રામ (22 પાઉન્ડ) ચોખા અને ઘઉં આપવામાં આવશે.
આ કાર્યક્રમ મુખ્ય કૃષિ ઉત્પાદક જિલિનના નોંગન કાઉન્ટીના વેટલેન્ડ પાર્કમાં યોજાનાર છે. ચાઇનીઝ એથ્લેટિક્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચીનમાં મેરેથોન દોડમાં તાજેતરના વર્ષોમાં ઝડપથી વધારો થયો છે. જેમાં 2023માં દેશભરમાં કુલ 622 મેરેથોન અને હાફ મેરેથોન યોજાવાની છે. દરરોજ સરેરાશ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.