Home Blog Page 1267

IIT ગાંધીનગર દ્વારા ભારતીય સંગીતની મનમોહક સાંજનું આયોજન 

ગાંધીનગર: IIT ગાંધીનગરના અધિકૃત ભાષા સેલ અને રસાયણશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે “એન ઇવનિંગ ઑફ હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત ત્રણ દિવસીય કેમિકલ કેટાલિસિસ 3.0 કોન્ફરન્સના ભાગરૂપે જીબાબેન (કનિસા) મેમોરિયલ ઓડિટોરિયમ, IIT ગાંધીનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સુરમણી ડૉ. દત્તાત્રેય વેલંકરજી કે જેઓ પ્રસિદ્ધ ગ્વાલિયર-કિરાણા ઘરાનાના આચાર્ય પં. વિનાયક તોરવી અને કીર્તનાચાર્ય લક્ષ્મણદાસ વેલણકરના શિષ્ય છે અને કુશળ શાસ્ત્રીય ગાયક, શિક્ષક, શિક્ષણશાસ્ત્રી અને બેંગ્લોર સ્થિત “શડજા કલા કેન્દ્ર”ના સ્થાપક છે તેમણે પોતાના શાસ્ત્રીય સંગીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. શરૂઆતમાં ડો. વેલણકરે મધુર ગીતો અને આલાપ દ્વારા શ્રોતાઓને કલાત્મક પ્રેક્ટિસનો પરિચય કરાવ્યો હતો. આ સાથે કબીરદાસ અને અન્ય સંતોના શ્રેષ્ઠ પદોને ભજન સ્વરૂપે રજૂ કરીને શ્રોતાઓને તેમના શાસ્ત્રીય સંગીતના સર્વોચ્ચ શિખરથી વાકેફ કર્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફેકલ્ટી સભ્યો, સંશોધનના વિદ્યાર્થીઓ, સ્ટાફના સભ્યો તેમજ શાસ્ત્રીય સંગીતમાં રસ ધરાવતા તેમના પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. રસાયણશાસ્ત્ર વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને વિભાગીય અધિકૃત ભાષા અમલીકરણ સમિતિ, IIT ગાંધીનગરના અધ્યક્ષ ડૉ. સુધાંશુ શર્માએ ડૉ. વેલંકરજીને શાસ્ત્રીય સંગીત કૌશલ્ય પ્રસ્તુત કરવા અને આ કાર્યક્રમનો મુખ્ય ભાગ બનવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ડો. સુધાંશુ શર્મા સાથે કેમિકલ કેટાલિસિસ 3.0 કોન્ફરન્સની ટીમ અને IIT ગાંધીનગરની વિભાગીય સત્તાવાર ભાષા અમલીકરણ સમિતિના સભ્ય સચિવ અને હિન્દી અધિકારી પ્રભારી બિપુલ કુમાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે રાજભાષા સમિતિના અન્ય સભ્યો પણ આ કાર્યક્રમમાં મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝે 10 વર્ષમાં બાંગ્લાદેશ સામે પહેલી ODI સિરીઝ જીતી

વેસ્ટ ઈન્ડિઝે રવિવારે પ્રથમ વન-ડેમાં બાંગ્લાદેશની 11 મેચની જીતનો સિલસિલો તોડી નાખ્યો હતો. સેન્ટ કિટ્સમાં રમાયેલી બીજી ODI મેચમાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવીને 3 મેચની ODI સિરીઝ જીતી લીધી. 10 વર્ષમાં બાંગ્લાદેશ સામે વેસ્ટ ઈન્ડિઝની આ પ્રથમ વન-ડે સિરીઝ જીત છે. જાયડન સીલ્સે 22 રનમાં 4 વિકેટ ઝડપી કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશની ટીમ 45.5 ઓવરમાં 227 રન જ બનાવી શકી હતી. આ પછી કેરેબિયન બેટર બ્રાન્ડોન કિંગે 82 રનની ઝડપી ઇનિંગ રમી અને વેસ્ટ ઇન્ડિઝે 36.5 ઓવરમાં જીત મેળવી લીધી.

કેપ્ટન શાઈ હોપ અને શેરફેન રધરફોર્ડે અણનમ ઇનિંગ્સ રમીને ટીમને જીત તરફ દોરી હતી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે સીલ્સે શરૂઆતમાં ત્રણ વિકેટ લઈને બાંગ્લાદેશની જીતનો પાયો નાખ્યો હતો. જ્યારે ગુડાકેશ મોતીએ 36 રનમાં 2 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ માટે મહમુદુલ્લાહ અને તન્ઝીમ હસને 92 રનની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 200ની પાર પહોંચાડ્યો. બાંગ્લાદેશ માટે આઠમી વિકેટ માટે આ નવો રેકોર્ડ છે. રોસ્ટન ચેઝે 44મી ઓવરમાં પોતાના જ બોલ પર તન્ઝીમને આઉટ કરીને ભાગીદારીનો અંત લાવ્યો હતો. તેણે 62 બોલમાં 45 રન બનાવ્યા હતા. આગલી ઓવરમાં મહમુદુલ્લાહ પણ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે સીલ્સની વાઈડ ડિલિવરી ડીપ પોઈન્ટ સુધી રમી, જ્યાં ગુકેશ મોતીએ કેચ પકડ્યો. મહમુદુલ્લાહે વન-ડેમાં સતત ત્રીજી અડધી સદી ફટકારી હતી. તેણે 62 રનની ઇનિંગ રમી હતી. 227 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝે ઝડપી શરૂઆત કરી હતી. પ્રથમ સાત ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ વિકેટ 21મી ઓવરના પ્રથમ બોલ પર પડી હતી. તે સમયે સ્કોર 109 રન હતો. ઈવેન લુઈસ રશીદ હુસૈનના બોલ પર કેચ આઉટ થયો હતો. તેનો કેચ હુસૈને જ લીધો હતો. લુઈસે 62 બોલનો સામનો કર્યો અને 49 રન બનાવ્યા. લેવિસ અને બ્રેન્ડન કિંગ વચ્ચે આ વર્ષની બીજી સદીની ઓપનિંગ ભાગીદારી પૂર્ણ કરી. કિંગ વેસ્ટ ઈન્ડિઝની છેલ્લી પાંચ સદીની ઓપનિંગ ભાગીદારીમાં સામેલ છે. વેસ્ટ ઈન્ડિઝની બીજી વિકેટ 175 રનના સ્કોર પર પડી. બ્રેન્ડને 76 બોલનો સામનો કર્યો અને 82 રન બનાવ્યા. તેના આઉટ થયા બાદ કેપ્ટન શાઈ હોપ અને શેફાન રધરફોર્ડે અણનમ ઇનિંગ્સ રમીને ટીમને જીત તરફ દોરી હતી. શાઈ હોપે 21 બોલનો સામનો કરીને 17 રન બનાવ્યા અને રધરફોર્ડે 15 બોલનો સામનો કરીને 24 રન બનાવ્યા. બ્રાન્ડોન અને લુઈસ સિવાય કેસી કર્ટીએ 47 બોલનો સામનો કરીને 45 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશ આ દેશ સાથે મળીને ભારત વિરુદ્ધ રચી રહ્યું છે મોટું ષડયંત્ર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો તણાવ દરરોજ વધી રહ્યો છે. દરમિયાન, એક એવી ઘટના બની છે જેણે બાંગ્લાદેશ-ભારત સરહદની આસપાસના વિસ્તારની સુરક્ષા સંબંધિત ચિંતા વધારી દીધી છે. બાંગ્લાદેશનું બેરક્તર ટીબી 2 ડ્રોન ભારતીય સરહદની નજીક જોવા મળ્યું છે. જે મેઘાલય નજીક ઉડી રહ્યું હતુ. અહેવાલો દર્શાવે છે કે આ ડ્રોન સંભવતઃ ઢાકાના બશર એર બેઝથી ઓપરેટ કરવામાં આવી રહ્યું છે.

IDRW રિપોર્ટ અનુસાર, આ ડ્રોનની ઓળખ ટ્રાન્સપોન્ડર કોડ TB2R1071 દ્વારા કરવામાં આવી છે. આ એ જ ડ્રોન છે, જે પશ્ચિમ બંગાળ પાસે પણ જોવા મળ્યું હતું. આ પછી, પ્રાદેશિક દેખરેખ પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બની. ભારતીય સરહદની નજીક બેરક્તર ટીબી 2 ડ્રોનની હાજરી બાંગ્લાદેશ દ્વારા યુએવીની તૈનાતની વધતી જતી પેટર્નનો એક ભાગ છે. જ્યારે બેરક્તર ટીબી 2 ડ્રોન તુર્કીમાં બનેલું ડ્રોન છે. જે મધ્યમ ઊંચાઈ પર લાંબા સમય સુધી ઉડવા માટે સક્ષમ છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, આ ડ્રોન બાંગ્લાદેશના ચટગાંવમાં ઝહુરુલ એર બેઝ પર હોવાનું કહેવાય છે. સરહદી વિસ્તારમાં ડ્રોનની ગતિવિધિઓને જોતા ચિંતા વધી ગઈ છે કે શું બાંગ્લાદેશ નજર રાખી રહ્યું છે અને જો હા તો શા માટે? Bayraktar TB-2  ડ્રોન હાઇ-ડેફિનેશન વિડિયો અને થર્મલ ઇમેજ કેપ્ચર કરવાની ક્ષમતાથી સજ્જ છે. એ માર્ગદર્શિત હથિયારથી પણ હુમલો કરી શકે છે. આવા ડ્રોન ચોકસાઈ સાથે રિકોનિસન્સ અને સર્વેલન્સ મિશન કરી શકે છે.

ભારત-બાંગ્લાદેશ તણાવ વચ્ચે અમેરિકાએ આપી સલાહ

અમેરિકાએ ભારત અને બાંગ્લાદેશને એમના મતભેદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા વિનંતી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે એક પ્રેસ મીટિંગમાં આ માહિતી આપી હતી. ભારતના વિદેશ સચિવની બાંગ્લાદેશ મુલાકાત અંગેના પ્રશ્નના જવાબમાં મિલરે કહ્યું, ‘અમે ઈચ્છીએ છીએ કે તમામ પક્ષો એમના મતભેદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલે.

ઇઝરાયેલે ઉત્તર ગાઝામાં કર્યો હુમલોઃ 19 લોકોનાં મોત

કાહિરાઃ ઇઝરાયેલ ગાઝામાં સતત હમાસના આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે. ઉત્તર ગાઝા પટ્ટીમાં એક મકાનને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં કમસે કમ 19 લોકો માર્યા ગયા છે. આ મકાનમાં વિસ્થાપિત લોકોએ શરણ લીધું હતું, એમ પેલેસ્ટાઇનના આરોગ્યના અધિકારીઓએ આ વિસે માહિતી આપી હતી. કમાલ અદવાન હોસ્પિટલે જણાવ્યું હતું કે બેત લાહિયા વિસ્તારમાં રાતઆખી જારી હુમલા પછી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ કેસમાં ઇઝરાયેલની સેનાએ તત્કાળ કોઈ ટિપ્પણી નહોતી કરી.

ઇઝરાયેલ ઓક્ટોબરના પ્રારંભથી ઉત્તરી ગાઝામાં હમાસના આંતકવાદીઓની વિરુદ્ધ સતત હુમલા કરી રહ્યું છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ મૃતકોમાં આઠ લોકો એક જ પરિવારના છે, જેમાં ચાર બાળકો, તેમનાં માતાપિતા અને દાદા-દાદી સામેલ હતા. યુદ્ધનો પ્રારંભ ત્યારે થયો, જ્યારે સાત ઓક્ટોબર, 2023એ હમાસના નેતૃત્વવાળા આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો.

હમાસ તરફથી ઇઝરાયેલમાં કરવામાં આવેલા આ હુમલામાં આશરે 1200 લોકો માર્યા ગયા હતા. એમાં મોટા ભાગના સામાન્ય નાગરિકો હતા અને લગભગ 250 લોકોનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આશરે 100 બંધકો હજી પણ ગાઝાની અંદર છે, જેમાં કમસે કમ એક તૃતીયાંશના માર્યા જવાની આશંકા છે.

બીજી બાજુ, ઓપરેશન ‘બાશન એરો’ હેઠળ ઇઝરાયેલે 48 કલાકની અંદર 350થી વધુ હવાઈ અને દરિયાઈ હુમલાઓ કર્યા છે, જેમાં સિરિયાની 70-80 ટકા વ્યૂહાત્મક લશ્કરી તાકાતનો નાશ કરવામાં આવ્યો છે.

અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિની સમાપ્તિ સાથે સાતમી આવૃત્તિની જાહેરાત

અમદાવાદ: ટોરેન્ટ ગ્રૂપના યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ અને ગુજરાતના સૌથી લાંબા સંસ્કૃતિ મહોત્સવ  “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિનું સમાપન ૮ ડિસેમ્બરે થયું. વિવિધ ક્ષેત્રના કલારસિકોએ આ કાર્યક્રમમાં કલાના વિવિધ સ્વરૂપોનો આનંદ માણ્યો. આ વર્ષે રેકોર્ડબ્રેક ૩,૨૪,૩૨૫ કલા રસિકોએ કલાના વિવિધ સ્વરૂપોનો આનંદ માણ્યો. આગામી આવૃત્તિ નવેમ્બર, ૨૦૨૫માં શરૂ થશે.

આ 16 દિવસીય કલા મહોત્સવનો પ્રારંભ 21મી નવેમ્બરના રોજ થયો હતો, જેનું સમાપન 8મી ડિસેમ્બરના રોજ થયુ. જેમાં વિવિધ વય અને ક્ષેત્રના 3,24,325થી વધુ કલા રસિકો ઉત્સાહપૂર્વક ઉપસ્થિતી રહી હતી. શહેરના લાખો કલા રસિકોએ તેનો આનંદ માળ્યો. આ ઉપરાંત અમદાવાદના સાબરમતી સ્થિત અનુસંધાન NGO દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતા 20થી વધુ બાળકોને આ કલા મહોત્સવની મુલાકાત માટે લાવવામાં આવ્યા હતા. આ બાળકોએ વિવિધ કલા સ્થાપનોને નિહાળીને આનંદની લાગણી અનુભવી હતી. અમદાવાદ શહેરના આંબલી અને અડાલજ વિસ્તારમાં આવેલ બે અલગ-અલગ વૃદ્ધાશ્રમના વરિષ્ઠ નાગરિકોએ પણ વિવિધ કલાકારોની પ્રસ્તૃતિઓનો આનંદ માણ્યો હતો. આ મુલાકાત ખાસ કરીને યુ.એન.એમ ફાઉન્ડેશને વધુ એક પહેલ ‘ઉજાસ’ અંતર્ગત આયોજિત કરવામાં આવી હતી. આ પહેલા ગત વર્ષે પાંચમી આવૃતિને પણ 1.75 લાખ મુલાકાતીઓની રેકોર્ડ સંખ્યા સાથે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

વર્ષ 2018માં પ્રથમ આવૃત્તિથી લઈને અત્યાર સુધી આ અનોખા કલા મહોત્સવને 5,936 કલાકારોની અરજીઓ મળી છે અને અત્યાર સુધીની છઠ્ઠી આવૃત્તિમાં કુલ 1,335થી વધુ કલાકારોએ મંચ ઉપર પ્રસ્તૃતિ દ્વારા કુલ 6 લાખથી વધુ કલા રસિક દર્શકોનું મનોરંજન કર્યુ છે. કલા મહોત્સવ દરમિયાન દર્શકોને વ્યાવસાયિક કલાકારોના માર્ગદર્શન હેઠળ વિવિધ કલા સ્વરૂપો વિશે શીખવાની તક પણ મળી હતી.

અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત યુ.એન.એમ ફાઉન્ડેશનની એક પહેલ છે, જે સ્થાન, મર્યાદા (શારીરિક અને વ્યક્તિગત) અને સામાજિક ભેદભાવ વગર કલા દર્શકો સુધી પહોંચાડીને કલાને સામાજિક રચનાનો એક અભિન્ન ભાગ બનાવવાની પ્રયત્ન કરે છે. જેમાં આર્થિક રીતે તમામ વર્ગના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે.

અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી, તેમને સમર્થન આપવુ અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની હલ્તકલા રજુ કરવા માટે યોગ્ય મંચ પુરો પાડવાનો છે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને રંગમંચથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે.

જાણો કોણ છે પાકિસ્તાનનો પ્રથમ હિન્દુ પોલીસ ઓફિસર?

ભારત અને પાકિસ્તાન વચ્ચે સબંધ વિશ્વ માટે એક પ્રશ્નનો વિષય બની રહે છે. કેમ કે, આ બંને દેશ વચ્ચે અવાર નવાર છમકલા થતા રહેતા હોય છે. આ તમામ વચ્ચે પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ પોલીસ ઓફિસર બન્યો છે. પાકિસ્તાન પોલીસ ખાતાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ હિન્દુ રાજેન્દ્ર મેઘવારને આ સન્માન મળ્યું છે. રાજેન્દ્ર મેઘવાર 6 ડિસેમ્બરથી ફૈસલાબાદના ગુલબર્ગ વિસ્તારમાં ASP તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે, પાકિસ્તાનમાં હિન્દુ માટે પોલીસ ઓફિસર બનવું ખૂબ જ મુશ્કેલ છે.

રાજેન્દ્ર મેઘવારની નિમણૂકને પોલીસ દળમાં તેમના સાથીદારો પણ હકારાત્મક રીતે જોઈ રહ્યા છે. ફૈસલાબાદમાં આટલા મહત્વપૂર્ણ પદ પર કોઈ હિન્દુ અધિકારીની નિમણૂક પ્રથમ વખત થઈ છે. પોલીસ અધિકારીઓ માને છે કે રાજેન્દ્ર મેઘવારની હાજરી માત્ર કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરશે નહીં પરંતુ લઘુમતી સમુદાયોની ચિંતાઓને પણ દૂર કરશે, જેનાથી પોલીસ પર લોકોનો વિશ્વાસ વધશે. રાજેન્દ્ર મેઘવારની નિમણૂક સાથે અન્ય એક વ્યક્તિએ પણ CSS પરીક્ષા પાસ કરી છે. રૂપમતી પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની પણ છે. રૂપમતી રહીમ યાર ખાનની રહેવાસી છે. તેણે CSS પરીક્ષા પાસ કરી છે અને તે વિદેશ મંત્રાલયમાં જોડાવા આતુર છે.

કોણ છે રાજેન્દ્ર મેઘવાર?

રાજેન્દ્ર મેઘવાર પાકિસ્તાનના પ્રથમ હિન્દુ ઓફિસર છે જેમણે અથાગ પ્રયાસો અને પડકારોનો સામનો કરી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી આ સફળતા હાંસલ કરી હતી. રાજેન્દ્ર પાકિસ્તાનના સિંધના ગ્રામીણ વિસ્તાર બદીનના રહેવાસી છે. લઘુમતી સમુદાયમાંથી હોવા છતાં પોતાના સમર્પણ અને મહેનતથી આ અવરોધોને પાર કર્યા હતાં.

ICC આજે જાહેર કરશે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનો નિર્ણય..

ચેમ્પિયન્સ ટ્રોફી પરત લાવવાનો નિર્ણય 2024ના સૌથી વિવાદાસ્પદ વિષયોમાંથી એક બની જશે. કદાચ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વિચાર્યું પણ નહીં હોય. આઠ વર્ષ પછી ટૂર્નામેન્ટના આયોજન માટે પાકિસ્તાનને કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ આ વિશ્વકક્ષાની તૈયારીઓ વચ્ચે BCCIએ પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આઈસીસીએ અત્યાર સુધી એક નહીં પરંતુ બે વખત બેઠક સ્થગિત કરી છે અને ચેમ્પિયન્સ ટ્રોફી પર અંતિમ નિર્ણય આજે એટલે કે બુધવારે આપવામાં આવશે છે.

મામલો PCBની શરત પર અટકી ગયો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં બ્રોડકાસ્ટર્સના અબજો રૂપિયા અટવાયા છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની બ્રાન્ડ વેલ્યુ અને ફેનબેસને જોતા ICC પાસે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર રાખવાનો કોઈ વિકલ્પ નહોતો. છેવટે, મામલો હાઇબ્રિડ મોડલ પર અટકી ગયો છે, પરંતુ પાકિસ્તાન કોઈપણ સંજોગોમાં પીછેહઠ કરવા તૈયાર નથી. વાસ્તવમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઇબ્રિડ મોડલ સ્વીકારવા તૈયાર છે, પરંતુ એના માટે એક શરત છે અને આ શરત ‘માર્ગમાં અવરોધ’ બનીને રહી છે.

ભારત-પાકિસ્તાનની મેચ દુબઈમાં યોજાશે

પાકિસ્તાનની શરત છે કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલથી થાય. આવી સ્થિતિમાં પીસીબી ઈચ્છે છે કે વર્ષ 2031 સુધી ભારતમાં જે પણ આઈસીસી ઈવેન્ટ યોજાશે તે હાઈબ્રિડ મોડલ પાકિસ્તાન માટે પણ લાગુ કરવામાં આવે. હાઇબ્રિડ મોડલ હેઠળ દુબઈને PCB દ્વારા ‘તટસ્થ સ્થળ’ તરીકે સંબોધવામાં આવ્યું હતું. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ભારત અને પાકિસ્તાન એકબીજાના દેશોનો પ્રવાસ નહીં કરે અને તેમની મેચ દુબઈમાં યોજાશે.

અન્ય એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો BCCI ભારતમાં 2026 સુધીમાં યોજાનારી ICC ઈવેન્ટ્સમાં હાઈબ્રિડ મોડલ લાગુ કરવા માટે સંમત થાય તો પણ પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા માટે સહમત થશે. જો કે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI આ પ્રસ્તાવને સ્વીકારે એવી શક્યતાઓ ઘણી ઓછી છે.

પતિના બીજા લગ્ન બાદ સામંથાએ કરી આવી પોસ્ટ

મુંબઈ: સામંથા રૂથ પ્રભુએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં એક વ્યક્તિ ભાષણ આપતો જોવા મળે છે. આ વીડિયોમાં વ્યક્તિ કહે છે કે મહાનતા માટે નિષ્ફળતા 100% જરૂરી છે. સામંથાની આ પોસ્ટ તેના પૂર્વ પતિ નાગા ચૈતન્યના લગ્ન પછી આવી છે. તે જ સમયે, ચાહકો તેની પોસ્ટ પર સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવા છતાં,સામંથા તેની કારકિર્દીની સફરમાં નિશ્ચિત છે. તેણીના ભૂતપૂર્વ પતિ નાગા ચૈતન્યથી અલગ થવું અને માયોસિટિસ સાથેની તેણીની લડાઇ તેણીની શક્તિને હલાવી શકી નહીં પરંતુ તેણીને વધુ આત્મ-અનુભૂતિ અને સક્ષમ માનવી બનાવી.

સમન્થા માને છે કે આજે તેણે જે કંઈ પણ મેળવ્યું છે તે ભૂતકાળમાં તેની નિષ્ફળતાને કારણે છે. તેણીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પરની નવી પોસ્ટમાં, તેણીએ નિષ્ફળતાના મહત્વ અને તે આપણી કારકિર્દીમાં કેવી રીતે યોગદાન આપે છે તેના પર પ્રતિબિંબિત કરતી ક્લિપ શેર કરી. ક્લિપમાં એક વ્યક્તિ ભાષણ આપે છે અને તે કહે છે, “મહાનતા માટે નિષ્ફળતા 100% જરૂરી છે. મહાનતા પ્રાપ્ત કરવા માટે, સફળતા મેળવવા માટે, તમારે શક્ય તેટલી વાર નિષ્ફળ થવું પડશે. તેથી તેનાથી ભાગશો નહીં, તેને નકારાત્મક રીતે ન લેશો.”

કામની વાત કરીએ તો, સમંથા રૂથ પ્રભુ તાજેતરમાં વરુણ ધવન સાથે સિટાડેલઃ હની બન્નીમાં જોવા મળી હતી. જાસૂસી થ્રિલર વેબ સિરિઝ સિટાડેલનું ભારતીય સ્પિન-ઓફ 6 નવેમ્બરે ભારતમાં પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયું હતું. મૂળ સીરિઝમાં રિચાર્ડ મેડન અને પ્રિયંકા ચોપરા જોનાસ સાથે સ્ટેનલી ટુચી અને લેસ્લી મેનવિલે અભિનય કર્યો હતો. હવે સામંથાએ આગામી પ્રોજેક્ટ OTT સિરીઝ રક્ત બ્રહ્માંડ નું શૂટિંગ શરૂ કરી દીધું છે.

બે રાફેલ જ બંગલાદેશનું કામ તમામ કરી દેશેઃ સુવેન્દુ અધિકારી

કોલકાતાઃ બંગલાદેશમાં હિન્દુઓની વિરુદ્ધ જારી અત્યાચારને લઈને ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બંગલાદેશમાં થઈ રહેલી ઘટનાઓના વિરોધમાં બંગલાદેશની સરહદથી નજીક બશીરહાટમાં અનેક હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં બંગાળ ભાજપના અધ્યક્ષ સુવેન્દુ અધિકારીએ મોહમ્મદ યુનુસ સરકારને ધમકી આપતાં કહ્યું હતું કે માત્ર બે રાફેલ વિમાન બંગલાદેશનું કામ તમામ કરવા માટે કાફી છે.

તેમણે કહ્યું હતું કે પાડોશી દેશમાં સ્થિતિ વણસી રહી છે. બંગલાદેશ ભારત પર નિર્ભર છે, ભારત બાંગ્લાદેશ પર નિર્ભર નથી. સુવેન્દુએ કહ્યું કે જો ભારત 97 ઉત્પાદનો ન મોકલે તો બાંગ્લાદેશને ચોખા અને કપડાં નહીં મળે. તેમણે કહ્યું હતું કે જો ભારત ઝારખંડમાંથી ઉત્પાદિત વીજળી નહીં મોકલે તો ત્યાંના 80 ટકા ગામડાંઓને વીજળી નહીં મળે. તેમણે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ મોકલવાની પણ ધમકી આપી દીધી હતી. તેમણે કહ્યું હતું કે હાસીમારામાં 40 રાફેલ વિમાન તહેનાત છે. માત્ર બે વિમાનો મોકલવાથી જ કામ ચાલી જશે.

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ બંગલાદેશમાં લઘુમતીઓ પર હુમલાની 88 ઘટનાઓ બની છે. તેમાંથી મોટા ભાગની ઘટનાઓ હિંદુ લઘુમતીઓ સાથે સંબંધિત છે, એમ વચગાળાની સરકારના ચીફ મુહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ આલમે આ જાણકારી આપી છે. આમ બંગલાદેશે ખુદ સ્વીકાર્યું છે કે હિન્દુઓ પર હુમલાની 88 ઘટનાઓ બની છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાઓના સંબંધમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ બંગલાદેશને લડાકુ વિમાન રાફેલની ધમકી આપી દીધી છે.

ગૂગલની સર્ચ લિસ્ટમાં અલ્જીરિયન બોક્સર ઈમાન ખલીફ ટોચ પર

વર્ષ 2024નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. ત્યારે આખા વર્ષ સ્પોટર્સ જતમાં કોનેનું ગૂગલમાં સૌથી વધુ સર્ચ થયુ તેની યાદી એથ્લેટ્સે જાહેર કરી છે. આ યાદીમાં અલ્જીરિયાની ટ્રાન્સજેન્ડર બોક્સર ઈમાન ખલીફ ટોચ પર છે. મતલબ કે આ વર્ષે તેને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો છે.

ગૂગલ સર્ચિંગમાં મહિલાઓને પંચ મારનાર ટ્રાન્સજેન્ડર બોક્સર ટોપ પર, પંડ્યા તો કોહલીને વટાવી ગયો 1 - image

ઈમાન ખલીફે પેરિસ ઓલિમ્પિક 2024માં બોક્સિંગની મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બાદમાં મેડિકલ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ખલીફ મહિલા નહીં પરંતુ પુરુષ છે. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ઈમાન ખલીફાના શરીરના ઘણાં ભાગો પુરુષોના છે. ઈમાનમાં આંતરિક અંડકોષ અને XY રંગસૂત્રો છે, જે પુરુષોમાં જોવા મળે છે. આપને જણાવી દઈએ કે ગૂગલ પર સર્ચ કરવાની આ યાદીમાં ભારતનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા ટોપ-10 છે. હાર્દિક યાદીમાં સાતમાં સ્થાને છે. આ મામલે તેણે કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટર વિરાટ કોહલી અને ભૂતપૂર્વ મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ દીધા છે. માઈક ટાયસન બીજા સ્થાને અને સ્પેનિશ ફૂટબોલર લામિન યામલ ત્રીજા સ્થાને છે. યામલે લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ પાછળ છોડી દીધા છે. પ્રીતિ ઝિન્ટાની માલિકીની IPL ટીમ પંજાબ કિંગ્સનો સ્ટાર ઓલરાઉન્ડર શશાંક સિંહ આ યાદીમાં 9મું સ્થાન ધરાવે છે. તેણે ભારતીય ટીમ માટે હજુ ડેબ્યૂ પણ કર્યું નથી.