Home Blog Page 1269

રાશિ ભવિષ્ય 11/12/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

પંચાંગ 11/12/2024

KBCમાં અમિતાભ બચ્ચને પરિવારમાં લવ મેરેજ પર મૌન તોડ્યું

મુંબઈ: અમિતાભ બચ્ચન આ દિવસોમાં ‘કૌન બનેગા કરોડપતિ 16’માં વ્યસ્ત છે. બિગ બી ઘણીવાર શોમાં સ્પર્ધકો સાથે ખુલીને વાત કરે છે અને જ્યારે કોઈ પણ સ્પર્ધક તેમને પ્રશ્ન પૂછે છે, તો તે તેનો જવાબ આપવામાં શરમાતા નથી. હવે તાજેતરના એપિસોડમાં, બિગ બીએ તેમના પરિવારમાં થયેલા પ્રેમ લગ્નની ચર્ચા કરી. એપિસોડમાં સ્પર્ધક આશુતોષ સિંહે બિગ બીને પોતાની વાર્તા કહી. તેણે કહ્યું કે તેણે છેલ્લા પાંચ વર્ષથી તેના માતા-પિતા સાથે વાત કરી નથી. તેણે આ પાછળનું કારણ પણ જણાવ્યું.

સ્પર્ધકે બિગ બીની સામે પોતાનું દુ:ખ સંભળાવ્યું
આશુતોષ સિંહે કહ્યું કે તેના માતા-પિતા તેની સાથે વાત નથી કરી રહ્યા કારણ કે તેણે લવ મેરેજ કર્યા છે. આશુતોષે એ પણ જણાવ્યું કે તેનો પરિવાર નિયમિતપણે કૌન બનેગા કરોડપતિ જુએ છે, તેથી જ તે આ શોમાં આવ્યો છે. આના પર બિગ બી ભાવુક થઈ ગયા અને જવાબ આપ્યો- ‘મને આશા છે કે આજનો એપિસોડ જોયા પછી, તમારા માતા-પિતા ચોક્કસપણે તમારી સાથે ફરીથી વાત કરશે. તમે તેમની સાથે વાત કરી શકશો જેના માટે તમે ઘણા સમયથી આતુર હતા.’

ઘરમાં થયેલા લવ મેરેજ પર બિગ બીએ શું કહ્યું?
આ પછી અમિતાભ બચ્ચને તેમના પરિવારમાં પ્રેમ લગ્ન વિશે વાત કરી. તેમના આખા પરિવારમાં થયેલા લગ્નની ચર્ચા કરતાં તેમણે કહ્યું- ‘અમે ઉત્તર પ્રદેશના છીએ, પરંતુ બંગાળ ગયા હતા. (જયા બચ્ચન બંગાળી છે). અમારો ભાઈ એક સિંધી પરિવારમાં જોડાયો અને અમારી દીકરીના લગ્ન પંજાબી પરિવારમાં થયા.. અને તમે બધા બિટવા (અભિષેક) વિશે જાણો છો. પુત્રવધૂ મેંગલોરની છે. બાબુજી કહેતા કે ‘આપણે દેશના ખૂણે ખૂણેથી લગ્ન કરીને બધાને લાવ્યા છીએ.’

બિગ બી 82 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સક્રિય છે
અમિતાભ બચ્ચનની આ વાતે સૌના દિલ જીતી લીધા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બી 82 વર્ષના છે અને આ ઉંમરે પણ એકદમ એક્ટિવ છે. ફિલ્મોની સાથે સાથે બિગ બી ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ પણ હોસ્ટ કરી રહ્યા છે. તાજેતરમાં, અમિતાભ બચ્ચન વર્ષની બ્લોકબસ્ટર ‘કલ્કી 2898: AD’માં જોવા મળ્યા હતા, જેમાં તેમની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં છે.

સ્ત્રીના પરિધાન પર થતી ટિપ્પણી કેટલી યોગ્ય?

રિદ્ધિ ઘરનું કામ પરવારી ઓફિસ જવા માટે સ્કુટરની ચાવી શોધી રહી હતી. એટલામાં એના સાસુ લલિતાબહેન અને પાડોશી જયાબહેન ઘરમાં પ્રવેશ્યા. રિદ્ધિ ચાવી લઈને ઉતાવળે સાસુને બાય કહીને નીકળી ગઈ. આ જોઈ જયાબહેન તરત બોલ્યા, અલી લલિતા, તારી વહુ પર તો તારો જરાય કંટ્રોલ નથી. હજુ પૈણીને આવે છ મહિના પણ નથી થયા, અને આ કેવા ફાટેલા કપડા પહેરીને ઓફિસ હાલી નીકળે છે? તું એને કશુ કહેતી નથી? લલિતાબહેન જરા હસીને બોલ્યા, તારી પંચાત કરવાની આદત ક્યારે જશે? કાલે પણ તું તારી બાજુમાં રહેતા સરલાબહેનની દીકરી નિધિના વસ્ત્રોની ટીકા કરતી હતી અને આજે મારી વહુ હાથમાં આવી, સુધરી જા..મર્યાદા કપડામાં નહીં આંખોમાં હોવી જોઈએ સમજી? જયાબહેન મોં મચકોડી ઘરે જવા નીકળ્યા.

પણ અહીં સવાલ તો એ જ છે કે શું સાડી પહેરતી કે પછી ડ્રેસ પહેરતી કે હંમેશા ટ્રેડિશનલ વસ્ત્રો પહેરતી સ્ત્રી જ સંસ્કારી કહેવાય? કેમ વારંવાર મહિલાને એના પરિધાનથી જજ કરવામાં આવે છે? ઘર હોય કે ઓફિસ, સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક, તહેવાર હોય કે પ્રવાસ દરેક જગ્યાએ મહિલાના વસ્ત્રોને લઈને એની ઇમેજનો દાયરો નક્કી કરી દેવામાં આવે છે. શું આ યોગ્ય છે?

અમદાવાદના પોશ ગણાતા વિસ્તારમાં રહેતા 70 વર્ષિય અનિકેતભાઈ (નામ બદલ્યું છે)શાહ પોતાની એસી કેબિનમાં બેઠા બેઠા એમને મળવા આવેલા મિત્રો સમક્ષ પોતાની આસપાસ પીજી(પેઈન્ગ ગેસ્ટ) તરીકે રહેતી કોલેજીયન યુવતીઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. એમ કહી શકાય કે પોતાની વિકૃત માનસિક્તાને મિત્રો સમક્ષ ખુલ્લી મુકી રહ્યા હતા. હસતા હસતા અનિકેતભાઈએ કહ્યું કે અમારી આસપાસ તો સવાર પડે ત્યારથી અડધા વસ્ત્રો પહેરેલી યુવતીઓ આંટા મારતી જોવા મળે, કેપ્રીના નામે તો સાવ શોર્ટી પહેરે છે. મા-બાપને થતું હશે કે શહેરમાં અમારી દીકરી કમાતી કે અભ્યાસ કરતી હશે. પરંતુ અહીં તો આવા ટૂંકા કપડા પહેરીને યુવાનોને આમંત્રણ આપે છે. અનિકેતભાઈની આ વાતથી અમુક લોકો સહમત થશે અને અન્યનેને ગુસ્સો પણ આવશે. કારણ કે માત્ર વસ્ત્રોના આધારે મહિલાનું ચારિત્ર કોઈ કેવી રીતે નક્કી કરી શકે?

વસ્ત્રોની પસંદગી એ મહિલાની સ્વતંત્રતા 

વસ્ત્રોના મામલે આપણે ત્યાં વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. મુંબઇની સરકારી કચેરીઓથી લઇને મંદિરમાં પણ મહિલાને કેવા પરિધાન પહેરવા એના માટે બોર્ડ લટકાવવામાં આવ્યા છે. જો કે વસ્ત્રો કેવા પહેરવા એ મહિલાની સ્વતંત્રતા છે, પણ એને ક્યાં પહેરવા એ પણ મહિલાની  વિવેકબુદ્ધિ પર નક્કી થાય છે. આ વાત પુરૂષોને પણ લાગુ પડે છે. વસ્ત્રો પર્સનાલિટી નક્કી કરે છે. સામેની વ્યક્તિ કપડા દ્વારા મહિલાને જજ કરે છે. આ વિશે અમદાવાદની સારી કંપનીમા ઉચ્ચ હોદ્દા પર કામ કરતી સુસ્મિતા પાંસલ ચિત્રલેખા.કોમને કહે છે કે, “કેટલાક લોકોનું માનવું છે કે મહિલાઓની સુરક્ષા માટે જ એમને પરિધાનની પસંદગી કરતા સમયે સો વખત વિચારની સલાહો આપવામાં આવે છે.  દેશમાં અભિવ્યક્તિની આઝાદી છે પરંતુ મહિલાઓને પોતાની પસંદના કપડા પહેરાવાની આઝાદી નથી, સોરી આઝાદી છે પરંતુ સાથે અનેક પ્રકારની નક્કામી ટીકા સાંભળવાની પણ તૈયારી રાખવી પડે છે. કપડાંથી કેવી રીતે નક્કી થાય કે કોણ ખરાબ છે કે સારા.  મહિલાઓએ કપડાથી જજ કરવાની સમાજમાં એક નકારાત્મક માનસિકતા છે.”

મહિલાના અધિકારો પર સીધો પ્રહાર

મહિલાઓના વસ્ત્રો પર ટિપ્પણીઓ કરવી એ સમાજમાં એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા છે. આ પ્રકારની ટિપ્પણીઓ વ્યક્તિગત સ્વાતંત્ર્ય, શારીરિક સ્વાધીનતા અને મહિલા અધિકારો પર સીધો પ્રહાર છે. આ સમસ્યા ઘણી વાર શારીરિક દેખાવ, કપડાંની શૈલી અથવા એમની પસંદગીઓ સાથે સંબંધિત હોય છે.  ‘એક પ્રયાસ માનવતા કી ઓર’ ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક અને ડિરેક્ટર વિન્તી જૈન ચિત્રલેખા.કોમને કહે છે કે, માત્ર પરિધાનથી કોઈ મહિલાને જજ ન કરી શકાય. અલબત્ત, તમારું ડ્રેસિંગ યોગ્ય હોવું જોઈએ, પરંતુ એની સાથે, તમે શું પહેરો છો? તમે તમારી જાતને કેવી રીતે વહન કરશો? તમારી જાતને રજૂ કરવાની તમારી રીત,શારીરિક ભાષા પણ ખૂબ મહત્વ ધરાવે છે. આજકાલ તો સાડીને પણ એટલી ખરાબ રીતે પહેરવામાં આવે છે કે જોનારાને સારુ ન જ લાગે. આમ તો સાડી આપણી ભારતીય સંસ્કૃતિની છબી કહી શકાય. છતાં એને પહેરવાની રીત બદલાઈ ગઈ છે. ક્રોપ ટોપની જેમ બ્લાઉઝનો ઉપયોગ કરીને જ સાડી પહેરવી હોય તો મારી દ્ધષ્ટિએ એના કરતા જીન્સ –ટોપ અને ડ્રેસ વધારે સારા. તો બીજી એક વાત એ પણ છે કે કમળો હોય એને બધુ પીળું જ દેખાય એમ જેની નજર જ ખરાબ હોય એ લોકોને મહિલાના પરિધાનથી કોઈ ફર્ક નથી પડતો.

મહિલાના કપડાંને એની નૈતિકતા સાથે જોડવામાં આવે છે

સમાજમાં મહિલાઓ માટે “યોગ્ય” કપડાં અને વર્તનની નિર્ધારિત રૂપરેખા છે. જો કોઈ મહિલા આ ધારણોને ઓળંગે છે, તો એમને વ્યંગ, ટીકા-ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે. તો વળી ઘણી વાર મહિલાના કપડાંને એમની નૈતિકતા સાથે જોડવામાં આવે છે. જુદા જુદા પ્રાંતોમાં સંસ્કૃતિઓ અને પરંપરાગત આદર્શોના નામ પર મહિલાઓના કપડાં અંગે એમના પરિવાર અથવા સમાજ તરફથી દબાણ આવે છે. તો વળી કેટલાક કિસ્સાઓમાં મહિલાઓના વસ્ત્રો પર ટિપ્પણીઓ માત્ર વ્યંગ્ય પૂરતી જ રહેતી નથી, પરંતુ એ આક્રામક આચરણ કે ધમકીઓમાં પણ પરિવર્તિત થાય છે. આ વિશે નડિયાદના મૈત્રી યશ ચૌહાણ ચિત્રલેખા.કોમને કહે છે કે, “મારા લગ્નને હજુ થોડો સમય જ થયો છે પરંતુ મારી સાસરીમાં મારે શુ પહેરવું કે શું ન પહેરવું એ વાત મારા નિર્ભર છે. મને કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં નથી આવતું. પરંતુ સમાજમાં છોકરી સાથે થયેલા બળાત્કાર પર લોકો એટલી ચર્ચા નહીં કરે પણ જો કોઈ છોકરીનાં આંતરવસ્ત્ર દેખાવાં લાગે તો એને લઈને કાનાફૂસી શરૂ કરી દેશે. સમાજની કરુણતા છે કે લોકો અસલી મુદ્દાઓ વિશે ચર્ચા કરવા નથી માગતા એટલે જ મહિલાના વસ્ત્રોને વિષય બનાવે છે. મહિલાના પોશાક પરથી એનું ચારિત્ર્ય નક્કી થાય છે એ ભ્રાંતિ સતત જીવતી રાખવામાં આવે છે. પરંતુ કપડાં કે પોશાક કોઈના ચારિત્ર્યનું સૂચક ન હોઈ શકે. મહિલાનું કંઈ પણ અંગત હોય એવું નથી માનવામાં આવતું. મહિલાઓ વિશેની બધી બાબતને ‘પબ્લિક’ એટલે કે એના પર સમાજમાં કોઈ પણ ટિપ્પણી કરી જાય છે.”

મહિલાઓના કપડાં અંગેની ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર વધુ ખુલ્લી રીતે જોવા મળે છે, જ્યાં ટ્રોલિંગ અને ઓનલાઈન શેમિંગથી એમને હેરાન કરવામાં આવે છે. કોઈ સ્ત્રીના કપડાને લક્ષ્ય બનાવીને કરવામાં આવતી ટિપ્પણીઓ સામે કાનૂની પગલાં લેવામાં આડંબર થાય છે અથવા જાગૃતિની ઉણપ હોય છે. આ સમસ્યા માટે સભાનતા સમાજમાં લોકોના અભિગમમાં પરિવર્તન લાવવા માટે શૈક્ષણિક અને નીતિગત અભિગમ પણ જરૂરી છે.

હેતલ રાવ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં ત્રણ પેપરની તારીખો બદલાઈ

ગુજરાત ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ના વિદ્યાર્થીઓની આગામી 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે. આ પરીક્ષા 10 માર્ચ 2025એ પૂર્ણ થશે. જોકે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચ સુધી ચાલુ રહેવાની હતી, પરંતુ હોળી-ધુળેટીની રજાને લઈને 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે.

ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે (GSHSEB)ની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પણ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થશે. આ પહેલાના ટાઈમ ટેબલ પ્રમાણે આ પરીક્ષા 13 માર્ચે પૂર્ણ થવાની હતી. પરંતુ હોળી-ધુળેટીની રજાના કારણે 13 માર્ચના રોજ પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. આ ઉપરાંત ભૂગોળની પરીક્ષા આ પહેલા 7 માર્ચના યોજાવાની હતી, પરંતુ હવે તે 12 માર્ચે યોજાશે. બોર્ડ દ્વારા માત્ર 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં પણ ફરેફાર કરવામાં આવ્યો છે. નવા ટાઈમ ટેબલ પ્રમાણે સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ, એગ્રીકલ્ચર સહિતના વિષયની પરીક્ષા જે 12 માર્ચે લેવાની હતી તે હવે 15 માર્ચે લેવામાં આવશે. તેમજ 13 માર્ચે યોજાનારી ફારસી, સંસ્કૃત, અરબી, પ્રકૃતિ સહિતના વિષયોની પરીક્ષા હવે 17 માર્ચે યોજાશે. એટલે 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા 17 માર્ચે પૂર્ણ થશે.

અમદાવાદમાં ઠંડીને લીધે વાયરલ કેસોમાં વધારો, હોસ્પિટલમાં દર્દીઓની ભીડ

અમદાવાદ: આ વર્ષ શિયાળાની શરૂઆત મોડી થતી જોવા મળી હતી. આ વર્ષે માત્ર શિયાળો જ નહીં પરંતુ ત્રણેય ઋતુમાં વધારે જ પડતો વધારો ઘટાડો અને શરૂઆત અંત મોડો વહેલો થતો નોંધાયો હતો. આ ઉપરાંત બેવડી ઋતુથી પણ લોકો ત્રસ્ત જોવા મળ્યા હતા. એજ રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે. જેના લીધે વ્યક્તિને શરદી, ખાંસી, કફ, તાવ જેવી બીમારી જોવા મળતી રહી છે. હાલ અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ગત મહિના કરતાં આ અઠવાડિયે વાઇરલ ઇન્ફેક્શન કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા અને વાઇરલ ઈન્ફેક્શનના આશરે 1950 થી પણ વધુ કેસ નોંધાયા છે.

સોલા સિવિલમાં નોંધાયેલ કેસોમાં મેલેરિયાના 490 શંકાસ્પદ કેસો પૈકી 16 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે વાઇરલ ઈન્ફેક્શનના 1463 જેટલા કેસ નોંધાયા છે. આ સાથે ડેન્ગ્યુના 112 શંકાસ્પદ કેસો પૈકી 3 કેસ પોઝિટિવ આવ્યા છે. તેમજ ચિકનગુનિયાના 15 જેટલા કેસ નોંધાયા છે. જેમાંના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યો છે. આ સાથે OPD ના 11,089 કેસ અને IPD ના 1089 કેસ નોંધાયા છે. જેની સંખ્યા ગત અઠવાડિયા જેટલી જ નોંધાઈ છે. આ સિવાય ઝાડા-ઉલ્ટીના 3 કેસ, ટાઈફોઈડના 3 કેસ અને વાઇરલ હિપેટાઇટિસના 6 કેસ નોંધાયા છે. મહત્વની વાત તો એ છે કે સોલા સિવિલમાં આ અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના લક્ષણ ધરાવતા એક પણ દર્દીનો કેસ નોંધાયો નથી.

સરવણસિંહ પંઢેરની જાહેરાત, 14 ડિસેમ્બરે ખેડૂતો દિલ્હી કૂચ કરશે

નવી દિલ્હી: શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચનું એલાન કર્યું  છે. ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, “હવે અમે 14 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરીશું. અમારા પ્રદર્શનને 303 દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને ખેડૂતોના આમરણ ઉપવાસ પણ 15મા દિવસ પર પહોંચી ગયા છે. અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે, પરંતુ સરકાર તરફથી કોઈએ અમારો સંપર્ક નથી કર્યો.”સરવણસિંહ પંઢેરે વધુમાં કહ્યું, “બંને સંગઠનોએ નક્કી કર્યું છે કે અમે 14 ડિસેમ્બરે 101 ખેડૂતોને મોકલીશું. બુધવારે અમે ખેડૂતોના આંદોલનની સફળતા માટે પ્રાર્થના કરીશું. સાથે જ અમે એ ખેડૂતોને મુક્ત કરવાની માગ કરીએ છીએ જેમની વિરોધ-પ્રદર્શન દરમિયાન ધરપકડ અથવા અટકાયત કરવામાં આવી છે. હું અમારા ફિલ્મ સ્ટાર્સ, સિંગર અને ધાર્મિક નેતાઓને પણ વિનંતી કરવા માગુ છું કે કૃપા કરીને અમારા પ્રદર્શનને ટેકો આપે અને અમારા વિરોધનો પ્રચાર કરે.”આ પહેલા સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ 101 ખેડૂતોના જૂથે 6 અને 8 ડિસેમ્બરે પગપાળા દિલ્હી જવાના બે વખત પ્રયાસો કર્યા હતા. પરંતુ હરિયાણાના સુરક્ષા કર્મચારીઓએ તેમને આગળ વધવા નહોતા દીધા. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ ખેડૂતોને પાછળ ધકેલવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણા ખેડૂતો ઘાયલ પણ થયા હતા.

કોમેડિયન સુનીલ પાલે ખુદે કરાવ્યું અપહરણ? ક્લિપ વાયરલ

મુંબઈઃ કોમેડીયન સુનીલ પાલના અપહરણના કેસમાં  ખુદ ફસાયો છે.. તેની એક ઓડિયો ક્લિપ હાલમાં સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહી છે. જેને સાંભળીને કોમેડિયન ખુદે અપહરણનું કાવતરું રચ્યું હતું. આ ક્લિપ અનુસાર સુનીલ પાલ અપહરણકર્તા સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.

સુનીલ પાલને થોડા દિવસો પહેલાં UPના મેરઠમાં બદમાશોએ 24 કલાક માટે બંધક બનાવ્યો હતો. જોકે તે તેમની ચંગુલમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. આ ઓડિયો ક્લિપમાં સુનીલ પાલ અપહરણકર્તાને કહે છે-કોઈને કંઈ કહેવામાં આવ્યું નથી. અપહરણકર્તા કહે છે-હા, સાહેબ, આ બાબત છે, તમે કહ્યું તેમ અમે કર્યું, પણ તેમ છતાં તમે જે કરી રહ્યા છો, શું તે ખોટું છે? સુનીલ પાલ કહે છે, ચિંતા ન કરો. ચિંતા ન કરો. મેં કોઈનું નામ નથી લીધું અને કોઈને કંઈ પણ ખબર નથી પડી. મેં માત્ર આ જ કહ્યું છે અને પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી.

સુનીલના શબ્દો સાંભળીને અપહરણકર્તા કહે છે, શું તમે તમારી પત્નીને નથી કહ્યું, ભાઈ? શું તમે તેને પહેલાં સામેલ કર્યા નથી? શું આ બધું તેણે નથી કર્યું? આ અંગે સુનીલ પાલ કહે છે, ઓહ, સોશિયલ મિડિયા અને સાયબર લોકોએ મારા ભાઈને પકડી લીધો છે. તેના મિત્રોએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. પછી તમારે કંઈક કહેવું પડશે. જેના પર અપહરણકર્તા કહે છે-હા, તે સાચું છે! તમે તેને જુઓ અને તમને જે ગમે તે કરો. અમે તમારી સાથે છીએ અને તમે જે કહેશો તે કરીશું. તમે ક્યારે મળી શકશો? સુનીલ પાલ કહે છે-હવે યોગ્ય સમય નથી.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ

ગુજરાતમાં અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બુલેટ ગતીએ આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત ભાગ માટે ટ્રેક નિર્માણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટેના પાટાઓ જાપાનથી ખરીદવામાં આવે છે, જેની લંબાઈ 25 મીટર છે. આ પાટાને અત્યાધુનિક ફ્યુઝન વેલ્ડિંગ મશીનો દ્વારા MAHSR વાયડક્ટ પર એકસાથે વેલ્ડિંગ કરવામાં આવે છે, જેથી 200 મીટર લાંબા પાટાની પેનલ્સ બનાવી શકાય. અત્યારસુધીમાં આવા 298 પાટાની પેનલ્સ એટલે કે લગભગ 60 કિમી પાટા વેલ્ડિંગ કરવામાં આવ્યા છે.

પાટા વેલ્ડિંગ કરતાં પહેલાં પાટાના છેડાને ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને સપાટી તૈયાર કરવામાં આવે છે, જે પાટાના નિર્ણાયક જોડાણ માટે એક મજબૂત સપાટીની ખાતરી આપે છે. એક વખત પાટા સંપૂર્ણપણે ગોઠવાઈ જાય પછી એ ફ્લેશ બટ વેલ્ડિંગ તકનીકનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડવામાં આવે છે. ખામીની તપાસ માટે ચુંબકીય કણો અને અલ્ટ્રાસોનિક પરીક્ષણનો ઉપયોગ કરીને વેલ્ડનું નિરીક્ષણ કરવામાં આવે છે અને જો વેલ્ડમાં કોઈ ખામી જોવા મળે તો એને નવા વેલ્ડ દ્વારા બદલવામાં આવે છે. કઠોર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ 200 મીટર લાંબા પાટાની પેનલ્સને પ્રમાણભૂત માપન સાથે કામચલાઉ ટ્રેક પાથરવા માટે ખાસ રેલ ફીડર કાર દ્વારા સ્પ્રેડર બનાવવામાં આવે છે, જેથી સ્લેબ લેઇંગ કાર, સીએએમ ઇન્જેક્શન કાર વગેરે જેવી અત્યાધુનિક હાઈ એન્ડ મશીનરીની અવરજવર સરળ બની શકે. પાછળથી આ પાટાને અંતિમ ટ્રેક માટે રેલવે ફાસ્ટનર્સ દ્વારા ટ્રેક સ્લેબ પર ગોઠવવામાં આવે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે બે અને વડોદરા અને આણંદ વચ્ચે બે ટ્રેકના બાંધકામના ચાર બેઝ હાલ કાર્યરત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં આણંદ, વડોદરા, સુરત અને નવસારી જિલ્લામાં અનેક સ્થળે આરસી ટ્રેક પથારીનું બાંધકામ શરૂ થયું છે અને આશરે 64 ટ્રેક કિમી આરસી ટ્રેકનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. સુરતના કીમ અને આણંદમાં સ્થાપિત સમર્પિત ટ્રેક સ્લેબ ઉત્પાદન સુવિધાઓમાં ટ્રેક સ્લેબને અલગથી કાસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ફેક્ટરીઓ ટ્રેક નિર્માણ માટે ચોક્કસ સ્લેબ તૈયાર કરવા માટે સૌથી અત્યાધુનિક તકનીક અને માળખાગત સુવિધાઓથી સજજ છે. અત્યારસુધીમાં 23,000થી વધુ સ્લેબ કાસ્ટ કરવામાં આવ્યા છે, 118 ટ્રેક કિમીની સમકક્ષ છે. શિંકનસેન ટ્રેક નિર્માણ કાર્યોની કાર્યપદ્ધતિને સમજવા માટે ઇજનેરો, કાર્ય અગ્રણીઓ અને તકનીકવિદ માટે વિવિધ પ્રવૃત્તિઓ પર વિસ્તૃત તાલીમ અને પ્રમાણપત્ર (ટીએન્ડસી) અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આશરે 1,000 ઇજનેર સંબંધિત ક્ષેત્રોમાં જાપાની નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ટ્રેક સ્થાપન અને જાળવણી માટે વિશ્વકક્ષાની કુશળતા મેળવશે.

જસ્ટિસ શેખર યાદવની ટિપ્પણીની ‘સુપ્રીમ’ નોંધ લેવાઈ

નવી દિલ્હીઃ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં વક્તવ્ય આપતાં કહ્યું હતું કે દેશ હિન્દુસ્તાનમાં રહેનારા બહુસંખ્યક લોકો (બહુમતી)ની ઇચ્છા મુજબ ચાલશે. જેથી વકીલ અને NGO કેમ્પેન ફોર જ્યુડિશિયલ અકાઉન્ટેબિલિટી એન્ડ રિફોર્મ્સના સંયોજક પ્રશાંત ભૂષણે દેશના CJI સંજીવ ખન્નાને એક પત્ર લખીને તેમની સામે વિભાગની તપાસ કરવાની અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટના સીટિંગ જજ શેખર યાદવ દ્વારા આપવામાં આવેલા ભાષણ પર નોંધ લીધી છે અને આ મામલો વિચારાધીન છે. હાઇકોર્ટના જજ શેખર યાદવે પ્રયાગરાજમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી, તેમણે સમાન નાગરિકતા સંહિતા (યુસીસી) પર બોલતી વખતે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય જજ દિનેશ પાઠક પણ હાજર રહ્યા હતા. મુસ્લિમ સમુદાયનું નામ લીધા વગર જજ શેખર યાદવે કહ્યું હતું કે અનેક પત્નીઓ રાખવી, ટ્રિપલ તલાક, હલાલા જેવી પ્રથાઓ અસ્વીકાર્ય છે. જો તમે એવી દલીલ કરતા હોય કે પર્સનલ લો આ પ્રથાની અનુમતિ આપે છે તો તેને સ્વીકારી ના શકાય. જજ શેખર યાદવના આ નિવેદનની વરિષ્ઠ વકીલો અને નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ રિબિકા જોને કહ્યું હતું કે અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવ ન માત્ર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં હાજર રહ્યા સાથે જ તેમણે નફરતની નજીકનું ભાષણ પણ આપ્યું, જે તેમણે જજ તરીકે લીધેલા શપથનો ભંગ છે. સવાલ એ થાય છે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે તેમનું નામ જજ તરીકે પસંદ જ કેમ કર્યું અને હવે તેમની સાથે શું કાર્યવાહી કરશે? તેમનું આ ભાષણ બંધારણ પર પ્રહાર છે. જજ શેખર યાદવે જે નિવેદન આપ્યું તે વિશ્વ હિન્દુ પરિષદની લીગલ સેલના કાર્યક્રમમાં આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આવુ ભાષણ આપવા બદલ જજની ટીકા કરવામાં આવી રહી છે.