સુરત: લગ્નસરાની સીઝન શરૂ થઈ ગઈ છે. વર કન્યાની ગ્રાન્ડ એન્ટ્રી માટે ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અનેક પ્રકારના ગતકડાં કરવામાં આવે છે ત્યારે સુરતમાં વર કન્યા અને જાનૈયાની એક અલગ જ એન્ટ્રી જોવા મળી.બધા લોકોએ હાથમાં અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ રાખ્યા હતા. વરરાજાએ હાર્ટ આકારનું પ્લેકાર્ડ લઇ લોકોમાં અંગદાન જાગૃતિનો મેસેજ આપ્યો હતો.જયારે સામે કન્યાપક્ષ વાળાએ પણ આ અંગદાન જાગૃતિનો મેસેજને આવકારી અંગદાનના શપથ લીધા હતા.લગ્નમાં આવેલા બંને પક્ષોના મહેમાનઓએ પણ આ અંગદાન જાગૃતિના અભિયાન સાથે જોડાઈ શપથ લીધા હતા. વધુમાં વરરાજાની કંકોત્રીમાં પણ અંગદાન અભિયાનનો મેસેજ આપવામાં આવ્યો હતો.આ શેલડીયા પરિવારના પહેલા લગ્ન હશે જેમાં લગ્નની શરૂઆત થી અંત સુધી અંગદાન જાગૃતિ અભિયાન માટેના પ્રયાસો થયા હતા.અંગદાન જાગૃતિના આ અભિયાનમાં શેલડીયા પરિવાર સાથે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડીયા, બિપિન તળાવીયા, મિલન રાખોલિયા અને વિજય વણપરીયા ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય ટીમ એડિલેડ ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હારી ગઈ હતી. તે મેચ દરમિયાન ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટેલિયન બેટર ટ્રેવિસ હેડ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઈને ICCએ હેડ અને સિરાજ બંનેને દંડ ફટકારવામાં આવ્યો હતો. અને બંનેને એક-એક ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા હતા. હવે ભૂતપૂવ ભારતીય સ્પીનર હરભજન સિંહ સિરાજને મળેલી સજાથી નારાજ થઈને મોટુ નિવેદન આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હરભજન સિંહે ICC દ્વારા સિરાજ અને ટ્રેવિસ હેડને આપવામાં આવેલી સજા અંગે કહ્યું હતું કે, ‘મારા મતે ICC હવે ખેલાડીઓ પ્રત્યે ખૂબ કડક થઈ ગઈ છે. આ બધી બાબતો મેદાનમાં થતી રહેતી હોય છે. વ્યક્તિએ તેને ભૂલીને આગળ વધવું જોઈએ. ખેલાડીઓએ એકબીજા સાથે વાત કરીને સમાધાન કરી લીધું હતું. પરંતુ ICCએ ખેલાડીઓ સામે કાર્યવાહી કરી હતી. હવે ચાલો આગળ વધીએ અને બ્રિસ્બેનમાં રમાનારી ટેસ્ટ મેચ અંગે વિચારીએ. બહુ થયું હવે બધું ભૂલી જવું જોઈએ.’
એડિલેડ ટેસ્ટ દરમિયાન સિરાજ અને હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. હેડને આઉટ કર્યા પછી સિરાજે તેને ગુસ્સામાં પેવેલિયન પરત ફરવાનો સંકેત આપ્યો. પેવેલિયનમાં પરત ફરતી વખતે હેડે પણ સિરાજને કંઈક કહ્યું હતું. આ મામલે સિરાજને ICCએ આચાર સંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ગણાવ્યો છે. આ મુજબ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે કોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવે છે. હેડને આચારસંહિતાની કલમ 2.13ના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ મુજબ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે ગેરવર્તન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે છે. સિરાજ અને હેડે મેચ રેફરી રંજન મદુગલેની સામેના આરોપો સ્વીકારીને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. આજ કારણ હતું કે સુનાવણીની જરૂર પડી ન હતી. આ સ્થિતિમાં ICCએ બંનેને દોષિત માન્યા અને સજા આપી હતી.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે શ્રેણીની બીજી ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે. ભારતીય ટીમ નવા વર્ષે ઓસ્ટ્રેલિયામાં જ રહેશે. નવા વર્ષમાં તેની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે જ હશે. પરંતુ 2025ની પ્રથમ ODI અને પ્રથમ T20 ઈંગ્લેન્ડ સામે રમાશે. ટીમ ઈન્ડિયા 2024ની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં રમશે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી રમાશે. આ પછી નવું વર્ષ શરૂ થશે. ટીમ ઈન્ડિયા 3 જાન્યુઆરીથી સિડનીમાં શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ રમશે. 2025ની આ તેની પ્રથમ મેચ હશે. આ પછી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટકરાશે.ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરીમાં ભારત આવશે
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2025માં ભારતની મુલાકાતે આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાશે. તેની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે. શ્રેણીની છેલ્લી T20 મેચ 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાશે. આ પછી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. તેની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. છેલ્લી વનડે 12મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.
ગુજરાતની સૌથી વધુ સમૃદ્ધ ગણાતી ઊંઝા APMCની ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે APMCની ચૂંટણી જીતવા માટે ભાજપના જ બેથી ત્રણ ગ્રૂપમાં પડાપડી થઈ છે. વેપારીઓના ચાર અને ખેડૂતોના દસ મળી 14 ઉમેદવારોની જગ્યા માટે ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી. ત્યારે ફોર્મ પરત ખેંચાયા બાદ 36 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. તેમાંથી ખેડૂત પ્રતિનિધિ તરીકેની 10 જગ્યા માટે 20 ઉમેદવાર અને વેપારીઓના ચાર પ્રતિનિધિની જગ્યા માટે 16 ઉમેદવારોએ મોદાનમાં ઉતર્યા છે. ચૂંટણી સમરસ નહીં થાય તો આગામી 16મી ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.
ગત રોજ નવમી ડિસેમ્બરના APMCની ચૂંટણી માટેની ઉમેદવારી પત્રક પાછા ખેંચી લેવાની મુદત પૂરી થઈ છે. ત્યારે 36 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. તેમાં ખેડૂત પ્રતિનિધિ તરીકે 20 અને વેપારીઓના પ્રતિનિધિ તરીકે 16 ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપ તરફથી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં સામાન્ય રીતે મેન્ડેટ અપાય છે. પરંતુ આ વખતે મેન્ડેડ મળ્યુ ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપના પ્રમુખ ગિરીશ રાજગોર અને સાંસદ હરિભાઈ પટેલે આ ચૂંટણીમાં ભાજપના સભ્યોને બિનજરૂરી ફોર્મ ભરવાથી દૂર રહેવા કે ફોર્મ ભર્યા હોય તો પાછા ખેંચી લેવા સમજાવ્યા હતા. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની મુદત પૂરી થઈ તે પહેલા તો 100થી વધુ જણાએ ફોર્મ ભર્યા હતા. આ ચૂંટણીમાં પછી APMC પર પોતાનું વર્ચસ્વ વધારવા દિનેશ પટેલ, કિરીટ પટેલ અને નારાણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલ ધમપછાડા કરી રહ્યા છે. તેમ જ પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદ પટેલ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એપીએમસીના પૂર્વ સચિવ વિષ્ણુ પટેલ પણ ચૂંટણીમાં સક્રિય બની પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયત્નશીલ છે. જો કે આ તમામ પર ભૂતકાળમાં ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.
ઊંઝા માર્કેટ યાર્ડની યોજાયેલી ચૂંટણી માટે આગામી 16મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805 મળીને કુલ 1066 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પસંદગીના બોર્ડ ઓફ ડિરેકટર્સનું ભાવિ નિર્ધારીત કરશે. ત્યારબાદ બીજા દિવસે 17મી ડિસેમ્બરે મતગણતરીના અંતે પરિણામો જાહેર કરાશે.
નવી દિલ્હીઃ ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવવા સંબંધિત કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે સરકાર ગરીબોને માત્ર મફત રાશન ઉપલબ્ધ કરાવવાને બદલે રોજગારીના સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરે.
કોર્ટે કહ્યું હતું કે જો આટલા મોટા સ્તરે રાશન ઉપલબ્ધ કરાવવાની પ્રથા જારી રહી તો રાજ્ય સરકારો લોકોને ખુશ કરવા માટે રાશન કાર્ડ જારી કરવાનું જારી રાખી શકે છે, કેમ કે રાજ્યોને માલૂમ છે કે રાશન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.
જો રાજ્યો મફત રાશન કરાવવા માટે નાણાકીય સંકટનો હવાલો આપતાં કહેશે કે એ આવું નથી કરી શકતાં, એટલા માટે વધુ નોકરીઓ પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવવું જોઈએ. જો રાજ્ય રાશન કાર્ડ જારી કરતા રહેશે તો તેમને રાશન પૂરું પાડવું જોઈએ.
કેન્દ્રના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જાણ કરી હતી કે સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ 80 કરોડ લોકોને ઘઉં અને ચોખાની સાથે અન્ય જરૂરી ચીજવસ્તુઓના રૂપમાં મફત રાશન પૂરું પાડે છે. આશરે બેથી ત્રણ કરોડ લોકો હજી આ યોજનાથી બહાર છે.
કોર્ટ શ્રમિકોની સમસ્યાઓ પર અને દુર્દશા પર થયેલી એક અરજી પર વિચાર કરી રહી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા આ ઓળખ કરવામાં આવેલા લોકોને ટૂંક સમયમાં રાશન કાર્ડ જારી કરવા જોઈએ.
પાકિસ્તાન: પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે તાજેતરમાં જ કોક સ્ટુડિયોની એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ હાથમાં ચેમ્પિયન્સ ટ્રોફી લઈને ઈવેન્ટમાં પહોંચ્યા હતા. જો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હજુ સુધી ચેમ્પિયન ટ્રોફી ક્યા શેડ્યૂલમાં યોજાશે તેની જાહેરાત કરી નથી. તેમ છતાં વસીમ અકરમે આવતા વર્ષે પાકિસ્તાન સમગ્ર ટૂર્નામેન્ટની યજમાની કરવાનું છે તેવી જાહેરાત આ ઈવેન્ટમાં કરી હતી.કાર્યક્રમમાં વસીમ અકરમે કહ્યું, “હું દરેક દેશવાસીઓનો આભાર માનું છું. તમારો જુસ્સો સામાન્ય પાકિસ્તાનીનો જુસ્સો છે. આ ચેમ્પિયન્સ ટ્રોફી છે જેનું આયોજન પાકિસ્તાનમાં થઈ રહ્યું છે.” આગળ તેમના ભાષણ દરમિયાન, સુપ્રસિદ્ધ સ્પીડસ્ટરે કહ્યું કે “પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા માટે તૈયાર છે”.
ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય શંકાસ્પદ બની ગયું છે કારણ કે ભારતે “સુરક્ષાની ચિંતાઓ”ને ટાંકીને આવતા વર્ષની ઇવેન્ટ માટે પુરૂષોની ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનું વલણ રાખ્યું છે. તો બીજી તરફ, પાકિસ્તાન હાઇબ્રિડ મોડલની સંભાવના વિના સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન કરવા પર અડગ રહ્યું છે.
તાજેતરના અહેવાલો અનુસાર, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) 2027 સુધી પાકિસ્તાન અથવા ભારતમાં આયોજિત વૈશ્વિક ટૂર્નામેન્ટ્સ માટે હાઇબ્રિડ મોડલ અપનાવવા માટે એક સૈદ્ધાંતિક કરાર પર પહોંચી ગયા છે. આ મોડલ બંને રાષ્ટ્રોને તટસ્થ સ્થળ પર અન્ય દેશ દ્વારા આયોજિત ICC ટુર્નામેન્ટમાં તેમની રમતો રમવાની મંજૂરી આપશે. જોકે સૂત્રોએ ESPNcricinfo ને કરારની પુષ્ટિ કરી છે, 2025 ચેમ્પિયન્સ ટ્રોફીના સત્તાવાર યજમાન PCB એ જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી, માત્ર ચર્ચાઓ ચાલુ છે. ESPNcricinfo અનુસાર, દુબઈમાં ICCના નવા અધ્યક્ષ જય શાહ અને PCB અધ્યક્ષ મોહસિન નકવી વચ્ચેની બેઠકો બાદ આ સમજૂતી થઈ હતી.
રાજસ્થાનમાં આયોજિત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024માં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડના પ્રખ્યાત ગાયક સોનુ નિગમે પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના ઘણા નેતાઓ અને મંત્રીઓએ ભાગ લીધો હતો. પરંતુ, બોલિવૂડ સિંગર ત્યારે નારાજ થઈ ગયો જ્યારે આમાંથી ઘણા નેતાઓ અને મંત્રીઓએ તેનો શો અધવચ્ચે જ છોડી દીધો. તેમને જોયા પછી બીજા ઘણા પ્રતિનિધિઓએ પણ એમ જ કર્યું. સોનુ નિગમે આ ઘટનાને લઈને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે તે કેટલાક રાજનેતાઓથી નારાજ છે.
(Photo:IANS)
સોનુ નિગમ કેમ ગુસ્સે છે?
સોનુ નિગમે જયપુરમાં આયોજિત ઈવેન્ટ વિશે વાત કરતા કહ્યું કે તેણે તાજેતરમાં જ ‘રાઈઝિંગ રાજસ્થાન’ શો કર્યો હતો, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યના રમતગમત અને યુવા બાબતોના મંત્રી સહિત ઘણા મહાનુભાવોએ ભાગ લીધો હતો અને તેણે શો અધવચ્ચે જ છોડી દીધો હતો.
સોનુ નિગમે નારાજગી વ્યક્ત કરી
સોનુ નિગમ આ વીડિયોમાં કહી રહ્યો છે- ‘હેલો, હું હમણાં જ જયપુરમાં એક કોન્સર્ટથી આવું છું. અત્યારે હું ‘રાઈઝિંગ રાજસ્થાન’ પૂરી કરીને પાછો આવ્યો છું. ખૂબ સારા લોકો આવ્યા હતા. તે એક મોટો શો હતો. રાજસ્થાનનું ગૌરવ વધારવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો આવ્યા હતા. સીએમ સાહેબ અને રાજસ્થાનના ઘણા પ્રખ્યાત લોકોએ ભાગ લીધો હતો. પરંતુ, મેં જોયું કે શોની વચ્ચે સીએમ સાહેબ અને બીજા ઘણા મહત્વના લોકો ઉભા થઈને ચાલ્યા ગયા. અને તે જતાની સાથે જ મોટા પ્રતિનિધિઓ પણ ગયા. તો દેશના રાજનેતાઓને મારી અપીલ છે કે તમે તમારા કલાકારોને માન નહીં આપો તો બહારના લોકો શું કરશે?’
આ અપીલ રાજકારણીઓને કરવામાં આવી હતી
સોનુ નિગમે ઉમેર્યુ કે,’મેં આવું બીજે ક્યાંય જોયું નથી. મેં જોયું નથી કે જો કોઈ અમેરિકામાં પરફોર્મ કરી રહ્યું હોય અને ત્યાં પ્રેસિડેન્ટ બેઠા હોય તો તે અધવચ્ચે જાય. જો તેને જવું હોય તો તે કહેશે અને જશે. તો મારી વિનંતિ છે કે જો તમારે ઉઠીને જવું જ હોય તો શો શરૂ થાય તે પહેલાં આવશો નહીં કે જશો નહીં. એક કલાકારનો શો અધવચ્ચે જ છોડી દેવો એ ખૂબ જ અનાદર અને દેવી સરસ્વતી અને કલાનું અપમાન છે. મેં આની નોંધ લીધી નથી, શો પછી મને કેટલાક સંદેશા આવ્યા જેમાં મને કહેવામાં આવ્યું હતું કે તમારે આવા શો ન કરવા જોઈએ. કારણ કે જો તે આ રીતે ઉઠીને જતા રહે તો તે કલાનું અપમાન છે. હું જાણું છું કે તમે બધા વ્યસ્ત છો, તમારી પાસે ઘણું કામ છે, તેથી કૃપા કરીને પહેલેથી જ નીકળી જાઓ.’
નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમની મળેલી હારને કારણે પાંચ ટેસ્ટ મેચોની આ સીરિઝમાં 1-1થી બરાબર થઈ ગઈ છે. હવે બંને ટીમો વચ્ચેની ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે.
એડિલેડ ટેસ્ટમાં ટીમને મળેલી હાર બાદ ચાહકો ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠાવી રહ્યા છે. T20 વર્લ્ડકપ 2024 બાદ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચ બન્યા છે. તેમણે રાહુલ દ્રવિડની જગ્યા લીધી હતી. જો કે, કોચ તરીકે ગંભીરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ભારતીય ટીમ ગંભીરના કોચિંગ હેઠળ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)માં ફાઈનલની રેસમાં પાછળ રહી જાય તેવું લાગી રહ્યું છે. જો ગંભીરના કોચિંગ પર નજર કરીએ તો ભારતીય ટીમને માત્ર પાંચ મહિનામાં 5 વખત મોટી ફજેતીનો સામનો કરવો પડયો છે.
1. કોચ તરીકે ગૌતમ ગંભીરની પહેલી પરિક્ષા ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝ હતી. ભારતીય ટીમે જુલાઈ 2024માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ભારતીય ટીમે T20 સીરિઝ 3-0થી જીતી હતી, પરંતુ વનડે સીરિઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. 27 વર્ષ બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે દ્વિપક્ષીય વનડે સીરિઝ હારી ગઈ. આ પહેલા તેઓ ઓગસ્ટ 1997માં હારી ગયા હતા.
2. ભારતીય ટીમને ગંભીરના કોચિંગ હેઠળ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર મળી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 46 રન કરી સમેટાઈ ગઈ હતી. ટેસ્ટ ઈતિહાસમાં ઘરઆંગણે ભારતનો આ સૌથી ઓછો સ્કોર હતો. તે મેચમાં ભારતીય ટીમને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. 19 વર્ષ બાદ ભારતીય ટીમ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ હારી હતી.
3. આ પછી ભારતીય ટીમને પુણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના હાથે 113 રને હારનો સામનો કરવો પડ્યો હતો. અને તેના પછી વાનખેડે ટેસ્ટમાં પણ ટીમને 25 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારત સામે ક્લીન સ્વીપ કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત ભારતીય ટીમને ઘરઆંગણે ત્રણ કે તેથી વધુ મેચોની સીરિઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.
4. 12 વર્ષ બાદ ઘરઆંગણે ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ હર્યું હતું. આ પહેલા ભારતીય ટીમને ડિસેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામે ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ભારત પહેલી વખત ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હારી ગયું હતું. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ પહેલા ભારતીય ટીમે ઘરઆંગણે સતત 18 ટેસ્ટ સીરિઝ જીતી હતી.
5. હવે ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં સારી શરૂઆત કરી હતી અને પર્થ ટેસ્ટમાં 295 રનથી જીત મેળવી હતી. જો કે, ભારતીય ટીમ પિંક બોલ ટેસ્ટ મેચમાં મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. આ મેચ ત્રીજા દિવસના પહેલા સેશનમાં જ સમાપ્ત થઈ ગઈ હતી.ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ટીમ સિલેક્શન કરવામાં પણ ભાગ લીધો હતો. હકીકતમાં મુખ્ય કોચ ટીમ સિલેક્શનમાં ભાગ લઈ શકતા નથી. પરંતુ છતાં પણ BCCIએ ગંભીર માટે નિયમમાં ફેરફાર કર્યો. પરંતુ હવે જ્યારે ટીમના સારા પરિણામો નથી આવી રહ્યા ત્યારે ગંભીર સામે પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે.
સુરત: આજે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સુરત પ્રવાસે આવ્યા હતા. ત્યારે તમને પત્રકારો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન ભાજપ પર તેમણે ફરી એકવાર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત સરકાર વિરુદ્ધ ફરીથી તેઓ મેદાનમાં ઉતારવાની ચીમકી પણ આપી હતી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે મહાસંમેલનનું આયોજન કરીને સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. ભાજપ સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે યોજવાની માહિતી રાજ શેખાવત દ્વારા આપવામાં આવી હતી.
ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું કે “આ ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં ગરાસદાર, કાઠી, કારડીયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવીને સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષેત્રાણીઓની અસ્મિતા પર કરવામાં આવેલી નીંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર કરવામાં આવેલો પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટે આ સંમેલન યોજાશે.” વધુમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું કે પુષ્પા 2 મુવીમાં એકપાત્રને ભૈરવ સિંહ શેખાવત નામ આપવામાં આવ્યું છે. આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે દર્શાવવામાં આવ્યું છે જેના કારણે ક્ષત્રિયોનો અપમાન થઈ રહ્યું છે પ્રોડ્યુસર અને ડિરેક્ટર દ્વારા પાત્રનું નામ શેખાવત તરીકે ઉપયોગમાં લેવાયું છે. જેને કારણે કરણી સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુવીના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને દેખાશે ત્યાં મારીશું અને ઘરમાં ઘૂસીને પણ વિરોધ કરીશું. અમને મુવી નો કોઈ વિરોધ નથી પરંતુ જે પાત્રનું નામ છે તેને તાત્કાલિક હટાવવામાં આવે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ દિલ્હી રમખાણના આરોપી તાહિર હુસૈનને ટિકિટ આપી છે. તાહિર હુસૈન મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર હશે. દિલ્હીમાં 2022માં તોફાનો થયાં હતાં. તાહિર હુસૈન અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતા.
દિલ્હી પોલીસે ચાર્જશીટમાં તાહિર હુસૈન અને અન્ય 14 લોકોની વિરુદ્ધ રમખાણો ખેલાવવા અને હિંસા કરવાના આરોપ લગાવ્યા હતા. રમખાણોમાં આરોપી નામ આવતાં આપ પાર્ટીએ તાહિર હુસૈનને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા. તેઓ DMCમાં કાઉન્સિલર હતા.ઓવૈસીએ X લખ્યું છે કે MCD કોર્પોરેટર તાહિર હુસૈન AIMIMમાં સામેલ થયા છે. આગામી દિલ્હી વિધાનસભામાં તે મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી અમારા ઉમેદવાર હશે, તેમના પરિવારના સભ્ય અને સમર્થકોએ મારી સાથે મુલાકાત કરી છે અને પાર્ટીમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.
MCD Councillor Tahir Hussain joined @aimim_national & will be our candidate from Mustafabad Assembly Constituency in the upcoming Delhi Vidhan Sabha elections. His family members & supporters met with me today & joined the party pic.twitter.com/oFnQBlJgOF
પોલીસની ચાર્જશીટમાં તાહિર હુસૈનને તોફાનોના માસ્ટરમાઇન્ડ બતાવવામાં આવ્યા છે. હુસૈને હિંસા ભડકાવી હતી અને લોકોની ઉશ્કેરણી કરી હતી અને તોફાનો માટે કાવતરા રચ્યા હતા અને રમખાણો માટે પૈસા પણ ખર્ચ કર્યા હતા.
તાહિર હુસૈનની ઉમેદવારી સાથે ઓવૈસીએ એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે AIMIM દિલ્હી વિધાનસભા ચૂંટણી લડવાની છે. ઓવૈસી કમસે કમ 10 સીટો પર ઉમેદવાર ઉતારે એવી શક્યતા છે. દિલ્હીના રણમાં ઓવૈસીના આવવાને કારણે મુસ્લિમ બહુમતી વિસ્તારમાં ત્રિકોણીય ટક્કર થવાની સંભાવના છે.