મુંબઈ: દીપિકા પાદુકોણ તાજેતરમાં જ બેંગલુરુમાં દિલજીત દોસાંજના કોન્સર્ટમાં જોવા મળી હતી. બેંગલુરુમાં તેના માતા-પિતાના ઘરે થોડા દિવસો રહ્યા બાદ દીપિકા સોમવારે મુંબઈ પરત ફરી છે. દીપિકા જ્યારે બેંગલુરુથી મુંબઈ પાછી આવી ત્યારે તે એરપોર્ટ પર દીકરીને લઈને જતી જોવા મળી હતી. દીપિકાએ દુઆને ખોળામાં પકડી હોય તેવી તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
દીપિકાના એરપોર્ટ લુકની પણ ચર્ચા થઈ રહી છે. તેણે રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણે દુઆને પોતાના ખોળામાં એવી રીતે પકડી રાખી હતી કે તેનો ચહેરો પાપરાઝીને દેખાય નહિં. દીકરીને ખોળામાં લઈને એરપોર્ટ બહાર આવીને દીપિકા સીધી પોતાની કારમાં બેસી ગઈ હતી. તેણે પાપારાઝી માટે પોઝ આપ્યો ન હતો. દીપિકાની આ તસવીરો વાયરલ થઈ રહી છે. જેના પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
દીપિકાએ 8મી સપ્ટેમ્બરના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેણે હાલમાં અભિનયમાંથી બ્રેક લીધો છે અને તે માત્ર પુત્રીના ઉછેર પર ધ્યાન આપી રહી છે.








પ્રથમ બેટિંગ કરતા બંગાળે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચંદીગઢની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન જ બનાવી શકી હતી. તેના માટે રાજ બાવાએ સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. 20 બોલનો સામનો કરીને તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. પ્રદીપ યાદવે 19 બોલનો સામનો કરીને 27 રન બનાવ્યા હતા. કેપ્ટન મનન વોહરાએ 23 રનની ઇનિંગ રમી હતી. અંતમાં સંદીપ શર્મા અને નિશંક બિરલા અણનમ રહ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા બંગાળે 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. આ દરમિયાન મોહમ્મદ શમીએ ટીમ માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 બોલનો સામનો કર્યો અને અણનમ 32 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બંગાળ માટે કરણ લાલાએ પણ સારી ઇનિંગ રમી હતી. બંગાળ તરફથી શમીએ અણનમ 32 રન બનાવ્યા હતા. આ પછી તેણે બોલિંગમાં પણ શાનદાર ટેલેન્ટ બતાવ્યું. તેણે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.


રાજનાથ સિંહે મોસ્કોમાં ‘ટોમ્બ ઓફ ધ અનોન સોલ્જર’ની મુલાકાત લીધી અને બીજા વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા સોવિયત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. આ શ્રદ્ધાંજલિ ભારત અને રશિયા વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને દર્શાવે છે. આ સાથે રાજનાથ સિંહે ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી અને તેમના અનુભવો અને યોગદાનની પ્રશંસા કરી.
આ મુલાકાત દરમિયાન, સંરક્ષણ પ્રધાન ભારતીય નૌકાદળના નવીનતમ મલ્ટી-રોલ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ ‘INS તુશીલ’ના કમિશનિંગ સમારોહમાં પણ ભાગ લેશે. આ જહાજ ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરશે. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે અને તેમની સાથે સૈન્ય-તકનીકી સહયોગ અંગે ચર્ચા કરશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ 21મી આંતર-સરકારી સૈન્ય તકનીકી સહયોગ બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ બેઠક બંને દેશો વચ્ચે વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો પ્રયાસ છે. ભારત અને રશિયા વચ્ચેના સૈન્ય સંબંધો દાયકાઓથી ઘણા સારા છે અને આ મુલાકાત તેમને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સોશિયલ મીડિયા પર તેમની મુલાકાત વિશે માહિતી શેર કરતી વખતે રાજનાથ સિંહે કહ્યું કે તેઓ આ મુલાકાતથી ઉત્સાહિત છે અને તે ભારત-રશિયા સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.